Tag: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

  • શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી બનશે નાગિન 7નો ભાગ? એક્ટ્રેસ ની પોસ્ટ જોઈને ચાહકો થઈ ગયા આશ્ચર્યચકિત

    શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી બનશે નાગિન 7નો ભાગ? એક્ટ્રેસ ની પોસ્ટ જોઈને ચાહકો થઈ ગયા આશ્ચર્યચકિત

    News Continuous Bureau | Mumbai

    એકતા કપૂરનો અલૌકિક શો ‘નાગિન’ ચાહકોમાં સુપરહિટ રહ્યો છે. આ શોની છઠ્ઠી સીઝન ચાલી રહી છે, જેમાં તેજસ્વી પ્રકાશ નાગીનના રોલમાં જોવા મળી રહી છે. જો કે, થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે નાગિન 6 ઓફ એર થવા જઈ રહી છે. એટલું જ નહીં, એકતા કપૂરે શોની સાતમી સિઝન માટે મુખ્ય અભિનેત્રીની શોધ પણ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. આ બધાની વચ્ચે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિનો રોલ કરનાર અભિનેત્રી નેહા મહેતાની એક પોસ્ટ સામે આવી છે, જે બાદ એવી અટકળો વહેતી થઈ છે કે નેહા મહેતા નાગીન 7માં નાગીનના રોલમાં જોવા મળી શકે છે 

     

    નાગીનના અવતાર માં જોવા મળી નેહા મહેતા

    વાસ્તવમાં, નેહા મહેતા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે સતત સોશિયલ મીડિયા પર તેના ફેન પેજની પોસ્ટને રીશેર કરે છે. આ વખતે પણ નેહાએ કંઈક આવું જ કર્યું છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર ફેન પેજની સ્ટોરી રીશેર કરી છે. આ સ્ટોરીમાં નેહા નાગીનના અવતારમાં જોવા મળે છે. અભિનેત્રીએ સફેદ અને સોનેરી રંગનો પરંપરાગત પોશાક પહેર્યો છે અને નેહાની આંખોને પણ નાગ જેવો સ્પર્શ આપવામાં આવ્યો છે. આ સ્ટોરી પર લખ્યું છે, ‘નાગીન 7માં નેહા મહેતા’. આ પોસ્ટે ચાહકોને ઉત્સાહિત કર્યા છે. હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું નેહા ખરેખર નાગિન 7 નો ભાગ બની રહી છે

    નેહા મહેતા એ ભજવ્યું હતું અંજલિ મહેતા નું પાત્ર 

    તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલીના રોલમાં નેહા મહેતાને ખૂબ પસંદ કરવામાં આવી રહી હતી. અભિનેત્રીએ 12 વર્ષ સુધી આ સિરિયલમાં આ પાત્ર ભજવ્યું હતું. પરંતુ લોકડાઉન પહેલા અભિનેત્રીએ આ સીરિયલને અલવિદા કહી દીધું. એવો દાવો કરવામાં આવે છે કે સેટ પર કોઈ અણબનાવને કારણે નેહાએ આ સિરિયલને અલવિદા કહી દીધું. 

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર ફિલ્મ બનાવશે અસિત મોદી, જણાવી TMKOC ની યુનિવર્સ યોજના

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર ફિલ્મ બનાવશે અસિત મોદી, જણાવી TMKOC ની યુનિવર્સ યોજના

    News Continuous Bureau | Mumbai

    ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોને હસાવી રહ્યો છે. ગયા વર્ષે નિર્માતાઓએ આ ટીવી શ્રેણી પર આધારિત કાર્ટૂન શો પણ લોન્ચ કર્યો હતો જે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. ગયા મહિને તેઓએ બાળકો માટે TMKOC રાઇમ્સ લોન્ચ કરી હતી અને હવે નિર્માતાઓએ રન જેઠા રન નામની ગેમ લોન્ચ કરીને ગેમિંગ વિભાગમાં પ્રવેશ કર્યો છે. પરંતુ TMKOC ના નિર્માતાઓ અહીં અટકવાના નથી.

     

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા યુનિવર્સ થશે શરૂ

    એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીએ ખુલાસો કર્યો કે તેઓ ‘TMKOC યુનિવર્સ’ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. અસિત મોદીએ કહ્યું, “લોકો TMKOC ને પ્રેમ કરી રહ્યા છે. તેને 15 વર્ષ થઈ ગયા છે અને લોકો હજુ પણ તેને જોઈ રહ્યા છે. માત્ર ટીવી જ નહીં, તમે OTT, YouTube અને અન્ય પ્લેટફોર્મ પર પણ આ શોનો આનંદ લઈ શકો છો.”અસિત મોદીએ કહ્યું, “એટલે જ મેં વિચાર્યું કે શોના પાત્રો સાથે મારે કંઈક અલગ કરવું જોઈએ. આજની તારીખમાં જેઠાલાલ, બબીતા ​​જી, દયાબેન, સોઢી અને આવા તમામ પાત્રો ઘરના ફેમિલી મેમ્બર જેવા બની ગયા છે. છેલ્લા 15 વર્ષથી અમને જનતાનો પ્રેમ મળી રહ્યો છે અને તેથી જ મેં એક યુનિવર્સ બનાવવાનું વિચાર્યું.”

     

     ટૂંક સમયમાં TMKOC પર આવશે ફિલ્મ 

    શું તે તેના પર ફિલ્મ બનાવવાનું પણ વિચારી રહ્યા છે? આ અંગે જ્યારે આસિત મોદીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “હા, એક ફિલ્મ પણ આવશે. એક એનિમેટેડ ફિલ્મ પણ આવશે. બધું જ કરવામાં આવશે. અમે TMKOC યુનિવર્સને એક મોલ જેવું બનાવવા માંગીએ છીએ. જ્યાં બધું જ થશે.” ગેમિંગને લઈને અસિત મોદીએ કહ્યું કે તેઓ ઈચ્છતા હતા કે લોકો જ્યારે પણ ફ્રી હોય ત્યારે શોના પાત્રો સાથે જોડાય, તેથી તેમણે ગેમ લાવવાનું નક્કી કર્યું.

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સને  ટપ્પુ સેના આપવા જઈ રહી છે સરપ્રાઈઝ, આ છે યોજના

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સને ટપ્પુ સેના આપવા જઈ રહી છે સરપ્રાઈઝ, આ છે યોજના

    News Continuous Bureau | Mumbai

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય ટેલિવિઝન શો છે. તે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. ‘તારક મહેતા’માં દરરોજ નવા ટ્વીસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. અને હવે આ શોના ચાહકોને એક નવું સરપ્રાઈઝ મળવા જઈ રહ્યું છે.

     

    ટપ્પુ સેના આપશે સરપ્રાઈઝ 

    ટપ્પુ સેના એક સિક્રેટ પ્રોજેક્ટમાં લાગેલી છે, જેનું રહસ્ય ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યું છે. નવીનતમ એપિસોડમાં, ટપ્પુ અને સોનુ સમગ્ર ‘ટપ્પુ સેના’ સાથે એક પ્રોજેક્ટની જાહેરાત કરતા જોવા મળશે. આ કામમાં તેની સાથે શોના નિર્માતા અસિત મોદી પણ જોવા મળવાના છે. ટપ્પુ સેનાનો આ પ્રોજેક્ટ યુવા પ્રેક્ષકો માટે છે જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કોમેડી અને મનોરંજક એપિસોડ નો આનંદ માણે છે. આ પ્રોજેક્ટનો હેતુ વધુમાં વધુ યુવાનોને શો સાથે જોડવાનો છે.આ શોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી છે, જેમાં ટપ્પુ તેની સેના સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી આ માહિતી મળી નથી કે તે સરપ્રાઈઝ શું છે. થોડા દિવસો પહેલા ગોકુલધામ સોસાયટીમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. 

     

     યુટયુબ પર મરાઠી અને તેલુગુ માં પણ જોવા મળશે શો 

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સૌથી લાંબી ચાલતી સિટકોમ માંની એક છે, જેનો પ્રથમ એપિસોડ 2008માં પ્રસારિત થયો હતો. આ શોએ 15 વર્ષ પૂરા કર્યા છે અને 3700થી વધુ એપિસોડ પૂરા કર્યા છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને યૂટ્યૂબ પર મરાઠીમાં ‘ગુકુલધામ ચી દુનિયાદારી’ અને તેલુગુમાં ‘તારક મામા આયો રામા’ તરીકે સ્ટ્રીમ કરે છે. બધા શો આસિત કુમાર મોદીએ લખેલા અને પ્રોડ્યુસ કર્યા છે.

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની દયા ભાભી એ શોર્ટ ડ્રેસ પહેરીને કર્યો ડાન્સ, જેઠાલાલ ના ઉડી ગયા હોશ, જુઓ વીડિયો

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની દયા ભાભી એ શોર્ટ ડ્રેસ પહેરીને કર્યો ડાન્સ, જેઠાલાલ ના ઉડી ગયા હોશ, જુઓ વીડિયો

    News Continuous Bureau | Mumbai

     ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોના પ્રિય શો માંથી એક છે. ઘણા વર્ષોથી, ચાહકો આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના કારણે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. હાલમાં જ આ શોમાં નવા ટપ્પુની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન દયા ભાભીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શોર્ટ ડ્રેસ પહેરીને ડાન્સ કરી રહી છે.

     

     લોકો કરી રહ્યા છે દયાભાભી ને મિસ 

    દયા ભાભી 4-5 વર્ષથી આ શોમાં જોવા મળી નથી, પરંતુ ચાહકો આજે પણ તેમને તેમના અભિનય માટે યાદ કરે છે. તમે જોયું જ હશે કે શોમાં દયાબેન હંમેશા સાડીમાં જ દેખાય છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં દયાબેનનો લુક જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં દિશા વાકાણીએ શિમર સાથે નો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ડાન્સ કરી રહી છે. આ વીડિયોને ખાસ રીતે એડિટ કરવામાં આવ્યો છે, જેમાં દિશા એક તરફ ડાન્સ કરી રહી છે. બીજી તરફ જેઠાલાલ પોતાનો ડાયલોગ એ પાગલ ઓરત બોલી રહ્યા છે.

     

    View this post on Instagram

     

    A post shared by Vishesh_Meme (@vishesh_meme)

    શો માં થઇ નવા ટપ્પુ ની એન્ટ્રી 

    તમને જણાવી દઈએ કે સીરિયલમાં ટપ્પુની નવી એન્ટ્રી થઈ છે. નીતીશ ભલુની ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો છે. થોડા મહિના પહેલા આ પાત્ર ભજવનાર રાજ અનાડકટે શો છોડી દીધો હતો. તેથી હવે આ ભૂમિકા માટે અસિત મોદીએ નીતિશ ભલુનીની પસંદગી કરી છે. 2008 થી 2017 સુધી ભવ્ય ગાંધીએ આ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાજ અનડકટે આ ભૂમિકા ભજવી હતી. બંને કલાકારો ને આ શોના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો.

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘જેઠાલાલ’ ને દયાબેન ની આવે છે યાદ

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘જેઠાલાલ’ ને દયાબેન ની આવે છે યાદ

    News Continuous Bureau | Mumbai

    ટીવી નો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સતત સમાચારોમાં રહે છે. હાલમાં જ શો માં નવા ટપ્પુની એન્ટ્રી થઈ છે. અભિનેતા નીતીશ ભલુનીએ રાજ અનડકટ ની જગ્યા લીધી છે. હવે તેણે મીડિયા સાથે વાતચીત કરી છે. તેનો પરિચય તેના ઓનસ્ક્રીન પિતા દિલીપ જોશીએ કરાવ્યો હતો. દયાબેન વિશે પણ વાત કરી. તેણે કહ્યું છે કે તે તેને કેટલી મિસ કરી રહ્યો છે.

     

    સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ 

    દિલીપ જોશી અને નીતિશ ની પ્રેસ કોન્ફરન્સ નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પત્રકારોએ દિલીપને દયાબેન અંગે પ્રશ્ન કર્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે તે શોમાં ક્યારે પરત ફરી રહી છે. તેના પર અભિનેતાએ જવાબ આપ્યો- ‘તે નિર્માતાઓ પર નિર્ભર કરે છે. તેઓ નક્કી કરશે કે તેઓ કોઈ નવી વ્યક્તિને લાવવા માંગે છે કે નહીં. એક કલાકાર તરીકે મને દયાનું પાત્ર યાદ આવે છે. ઘણા સમયથી તમે બધાએ દયા અને જેઠાના રમુજી દ્રશ્યો માણ્યા હશે. જ્યારથી દિશા ગઈ છે, ત્યાર થી તે ભાગ, તે એંગલ, રમુજી ભાગ ગાયબ છે. દયા અને જેઠા વચ્ચેની કેમિસ્ટ્રી ખૂટે છે. લોકો પણ એવું જ કહી રહ્યા છે. જોઈએ, હું હંમેશા હકારાત્મક રહું છું. અસિત ભાઈ હંમેશા હકારાત્મક રહે છે. તેથી તમને ખબર નથી કે ક્યારે શું થશે. કાલ કોણે જોઈ છે આ સાથે જ ‘TMKOC માં જોડાયેલા નીતિશે જણાવ્યું કે તેઓ દિલીપ જોશી સાથે કામ કરવા માટે કેટલા ઉત્સાહિત છે.

     

    View this post on Instagram

     

    A post shared by ETimes TV (@etimes_tv)

    પાંચ વર્ષથી ગાયબ છે દયાબેન

    તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી 2017થી ગાયબ છે. તેણે લગભગ પાંચ વર્ષ થી આ શો છોડી દીધો છે પરંતુ આજ સુધી મેકર્સે આ ખાલી જગ્યા ભરી નથી. વચ્ચે સમાચાર આવ્યા કે તે પાછી આવી રહી છે પરંતુ ન તો તેને લાવવામાં આવી કે ન તો તેની જગ્યાએ કોઈ અન્ય કલાકાર આવ્યું. ઓડિશન પછી પણ નવી દયાબેન ની એન્ટ્રી થઈ ન હતી. આવી સ્થિતિમાં જેઠાલાલ ને દયાબેન ની ખોટ સાલે છે. 

  • પત્ની સાથે પોતાના જમાના માં પહોંચી ગયા તારક મહેતા ના ભીડે માસ્ટર, લોકો એ કરી મજાકિયા ટિપ્પણી

    પત્ની સાથે પોતાના જમાના માં પહોંચી ગયા તારક મહેતા ના ભીડે માસ્ટર, લોકો એ કરી મજાકિયા ટિપ્પણી

    News Continuous Bureau | Mumbai

    SAB ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર ચર્ચા માં આવી ગયો છે. પરંતુ આ વખતે કોઈ વિવાદ ને કારણે  નહીં પણ શો માં નવા ટપ્પુ ની એન્ટ્રી ને લઇ ને ચર્ચા માં આવ્યો છે. આ શો સાથે જોડાયેલા તમામ પાત્રો ઘર ઘર માં ફેમસ થઈ ગયા છે. બાળકો હોય કે વૃદ્ધ, શોમાં દરેક પાત્ર વાર્તામાં જીવ લાવે છે. આ સિરિયલમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવાડકરની પણ આવી જ વાર્તા છે.

     

    કુર્તો છોડી ટી શર્ટ માં જોવા મળ્યો મંદાર 

    આ શોમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવીને મંદાર ચાંદવાડકર રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. તેની પાસે એક સંવાદ છે, જે તે વારંવાર પુનરાવર્તિત કરે છે – ‘અમારા જમાના માં આવું થતું હતું અમારા જમાના તેવું થતું હતું’. સીરીયલમાં તેને પોતાનો જમાનો ભલે યાદ હોય, પરંતુ રિયલ લાઈફમાં તેણે પોતાનો સમય ઘણો એન્જોય કર્યો છે.મંદાર ચાંદવાડકરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેની પત્ની સ્નેહિલ સાથે ગામડા જેવી જગ્યાએ પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ ફોટો તેની પત્નીના જન્મદિવસના અવસર પર શેર કરવામાં આવ્યો છે. એક પ્રખ્યાત અભિનેતા હોવા છતાં, ચાહકોએ જમીન પર રહેવા માટે તેની ઉત્સાહની પ્રશંસા કરી છે. ઘણા ચાહકોએ તેના પર મજાકિયા ટિપ્પણીઓ કરી છે.

    મંદાર ની પોસ્ટ પર ચાહકો એ કરી મજાકિયા ટિપ્પણી 

    એક ચાહકે કોમેન્ટ પણ કરી કે, ‘આખરે આત્મારામ તુકારામ ભીડે પોતાના જમાના માં પહોંચી ગયા છે.’અન્ય એક ચાહકે ટિપ્પણી કરી કે, ‘તમારું સખારામ ક્યાં છે?’બીજા એક યુસરે કમેન્ટ કરી કે, ‘સર આજે છોકરાઓ નું ટ્યુશન નથી કે શું?’ તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રાજ અનડકટની જગ્યાએ નવી એન્ટ્રી કરવામાં આવી છે. હવે ટપ્પુ નું લોકપ્રિય પાત્ર નીતિશ ભાલુની આ પાત્ર ભજવશે.

     

  • ‘તારક મહેતા’માં થશે નવા ટપ્પુની એન્ટ્રી, નીતીશ ભલુની ભજવશે જેઠાલાલ ના પુત્ર ની ભૂમિકા

    ‘તારક મહેતા’માં થશે નવા ટપ્પુની એન્ટ્રી, નીતીશ ભલુની ભજવશે જેઠાલાલ ના પુત્ર ની ભૂમિકા

    News Continuous Bureau | Mumbai

    ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક કલાકારો સતત શો છોડી રહ્યા છે. અત્યાર સુધી ઘણા મોટા કલાકારો આ શોને અલવિદા કહી ચૂક્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે જ્યારે શો છોડવાની વાત કરી ત્યારે દર્શકો ચોંકી ગયા હતા. આ પછી, નિર્માતાઓએ દર્શકોને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં શોમાં એક નવો ટપ્પુ લાવશે અને હવે તેઓએ તેમનું વચન પૂરું કર્યું છે. વાસ્તવમાં, હવે દર્શકો ને શોમાં ખૂબ જ મજા આવવાની છે કારણ કે નવા ‘ટપ્પુ’ને કાસ્ટ કરવામાં આવ્યો  છે.

     

    શો ના નિર્માતા એ કર્યો નીતીશ ભલુની ને કાસ્ટ 

    શોના નિર્માતાઓએ ‘ટપ્પુ’ના રોલ માટે નીતિશ ભલુની ને કાસ્ટ કર્યો છે. હવે ટૂંક સમયમાં જ નીતિશ ‘ટપ્પુ’ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ ટૂંક સમયમાં શોનું શૂટિંગ શરૂ કરશે. નીતિશ આ પહેલા ટીવી સીરિયલ ‘મેરી ડોલી મેરે અંગના’માં જોવા મળી ચુક્યો છે. હવે તે ‘જેઠાલાલ’ના પુત્ર ‘ટપ્પુ’ તરીકે દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. અગાઉ રાજ અનડકટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને જાણ કરી હતી કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી રહ્યો છે. 

     

    નીતીશ પહેલા રાજ અને ભવ્ય એ ભજવી હતી ટપ્પુ ની ભૂમિકા 

    એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ નીતિશ માટે એક મોટો બ્રેક સાબિત થઈ શકે છે કારણ કે છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોનો ફેવરિટ છે. આ પહેલા રાજ ‘ટપ્પુ’ તરીકે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યો હતો. તે જ સમયે, ભવ્ય ગાંધીએ રાજ પહેલા ટપ્પુની ભૂમિકા ભજવી હતી.

  • એક્ટિંગ છોડીને સાધુ બન્યા શૈલેષ લોઢા? મહેતા સાહેબ નો કપાળ પર રાખ અને પીળા કપડામાં ફોટો થયો વાયરલ

    એક્ટિંગ છોડીને સાધુ બન્યા શૈલેષ લોઢા? મહેતા સાહેબ નો કપાળ પર રાખ અને પીળા કપડામાં ફોટો થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની પ્રખ્યાત કોમેડી સિરિયલ છે. ચાહકો આ શોને ખૂબ પસંદ કરે છે. ભૂતકાળમાં, આ ટીવી શોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ઘણા સ્ટાર્સે શો છોડી દીધો છે જ્યારે કેટલાક સેલેબ્સનો શોના નિર્માતાઓ સાથે વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ તારક મહેતામાં તારકનું પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ નિર્માતાઓ પર આરોપ લગાવ્યો હતો કે તે શોના નિર્માતાઓના સતત સંપર્કમાં છે, તેમ છતાં તેને બાકી ચૂકવણી નથી મળી રહી. જોકે, બાદમાં મેકર્સે આ વાતનો ખુલાસો કર્યો હતો. હવે શૈલેષ લોઢાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક સાધુ ના વેશ માં જોવા મળી રહ્યો છે.

     

    શૈલેષ લોઢાની તસવીર થઈ વાયરલ 

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર શૈલેષ લોઢાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ પોસ્ટમાં તે સાધુની જેમ મેડિટેશન કરતો જોવા મળે છે. તેણે પીળી ધોતી અને ગમછો પહેરેલ છે. આ સાથે કપાળ પર ભસ્મ લગાવેલી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું – હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે … અભિનેતાનો આ ફોટો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે.

     

    View this post on Instagram

     

    A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)


     

    શૈલેષ લોઢા ની પોસ્ટ પર આવી પ્રતિક્રિયા 

    અભિનેતાનો ફોટો વાયરલ થયા બાદ લોકો તેના પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક જય શ્રી રામ લખી રહ્યા છે તો કેટલાક ઓમ નમઃ શિવાય લખી રહ્યા છે. આ સિવાય ઘણા લોકો એવા છે જેઓ શૈલેષ લોઢાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પાછા ફરવાની વિનંતી કરી રહ્યા છે. લોકો કહે છે કે આ શો જોવા માટે ખરેખર મનની શક્તિની જરૂર પડે છે, હવે આ શો નથી જોવાતો. તે જ સમયે, અન્ય વ્યક્તિએ લખ્યું – સર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર પાછા આવો. તે જ સમયે, ઘણા લોકો મસ્તી કરતા એવું પણ કહેતા હતા કે અભિનેતાએ સન્યાસ તો નથી લીધો ને!.

  • ફરી ચર્ચામાં આવ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’, શૈલેષ લોઢાને મેકર્સ પાસેથી નથી મળ્યા બાકી પૈસા

    ફરી ચર્ચામાં આવ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’, શૈલેષ લોઢાને મેકર્સ પાસેથી નથી મળ્યા બાકી પૈસા

    News Continuous Bureau | Mumbai

    શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના પડદા પર લોકપ્રિય શો બની ગયો છે. આ શો છેલ્લા 15 વર્ષથી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોને શો તેમજ તેના પાત્રો ગમે છે. છેલ્લા કેટલાક સમયથી આ શોમાં ઘણા વિવાદો જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ અંજલિ ભાભી ની ભૂમિકા ભજવનાર નેહા એ કેટલાક અણબનાવ ને કારણે શો છોડી દીધો હતો. આ પછી શૈલેષ લોઢા એ પણ અચાનક શો છોડી દીધો હતો. હવે આ શોને લઈને એક નવો વિવાદ સામે આવી રહ્યો છે.

     

    સામે આવ્યા ચોંકાવનારા સમાચાર 

    શૈલેષ લોઢા ના શો ‘તારક મહેતા માંથી બહાર થવા પર તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે તેનો મેકર્સ સાથે ઝઘડો થયો હતો, તો ક્યારેક કહેવામાં આવ્યું હતું કે શૈલેષ લોઢાએ તેના નવા શોને કારણે ‘તારક મહેતા’ ને અલવિદા કહી દીધું છે, પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે નિર્માતાઓએ હજુ સુધી શૈલેષ લોઢા ને તેની બાકી રકમ ચૂકવી નથી, જ્યારે તેણે શો છોડ્યાને છ મહિના વીતી ગયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર શોની નજીકના એક સ્ત્રોતે કહ્યું, “આ પહેલીવાર નથી જ્યારે નિર્માતાઓએ કોઈને ચેક આપવામાં વિલંબ કર્યો હોય. અત્યાર સુધી, નેહા ને પણ 30-40 લાખ રૂપિયા આપવામાં આવ્યા નથી. ટપ્પુ ની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ ને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.”

     

    શૈલેષ લોઢા એ છોડ્યો શો 

    જણાવી દઈએ કે શૈલેષ લોઢા તેના પૈસા મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ નિર્માતા અસિત મોદી તેના પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી.આ તમામ બાબતો પર શૈલેષ લોઢા તરફ થી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. શૈલેષ લોઢા એ એપ્રિલ 2022માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતું.

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના આ અભિનેતા ની પહેલી કમાણી હતી 50 રૂપિયા, આજે છે 2 રેસ્ટોરન્ટ નો માલિક

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના આ અભિનેતા ની પહેલી કમાણી હતી 50 રૂપિયા, આજે છે 2 રેસ્ટોરન્ટ નો માલિક

    News Continuous Bureau | Mumbai

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ SAB ટીવીના લોકપ્રિય કોમેડી શો માંથી એક છે. તેના તમામ પાત્રો ખૂબ જ સારી રીતે અભિનય કરે છે. આજે શો નું દરેક પાત્ર ઘર ઘર માં લોકપ્રિય છે. શો માં અબ્દુલનું પાત્ર ભજવનાર શરદ સાંકલા ને ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ને 25 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદે ત્યારથી અત્યાર સુધી 35 થી વધુ ફિલ્મો અને ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેને પોતાની ઓળખ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. શરદની પહેલા કમાણી 50 રૂપિયા હતી, પરંતુ હવે તે 2 રેસ્ટોરન્ટનો માલિક છે. ચાલો જાણીએ અબ્દુલ એટલે કે શરદના જીવન સાથે જોડાયેલી વાતો

     

    શરદ નું બોલિવૂડ કરિયર 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદ પહેલીવાર 1990માં ફિલ્મ ‘વંશ’માં કેમેરાની સામે જોવા મળ્યો હતો. તેણે ચાર્લી ચેપ્લિન ની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ જ નાનું પાત્ર હતું. તે સમયે શરદને માત્ર 50 રૂપિયા મળતા હતા. આ પછી તેણે ‘ખિલાડી’, ‘બાઝીગર’ અને ‘બાદશાહ’ જેવી ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું. પરંતુ તેમ છતાં તે આઠ વર્ષ સુધી બેરોજગાર રહ્યો. આ પછી તે ‘તારક મહેતા…’ સાથે જોડાયો અને પછી પાછું વળીને જોયું નથી.રિપોર્ટ્સ અનુસાર, શરદ મુંબઈમાં બે રેસ્ટોરન્ટનો માલિક પણ છે. તેની એક રેસ્ટોરન્ટ ‘પાર્લે પોઈન્ટ’ જુહુમાં છે અને બીજી ‘ચાર્લી કબાબ’ અંધેરીમાં છે. ઇન્ટરવ્યુ દરમિયાન શરદે કહ્યું હતું કે, “આ શો કેટલો સમય ચાલશે તે જાણી શકાયું નથી, તેથી ભવિષ્યના રોકાણ માટે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, બેવડા પ્રયત્નો કરવા પડશે.” આ જ કારણ છે કે શરદે મુંબઈમાં બે રેસ્ટોરન્ટ ખોલી છે.

     

    શરદ ની જીવનશૈલી 

    જણાવી દઈએ કે શરદનો જન્મ 19 જૂન 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેમની પત્નીનું નામ પ્રેમિલા સાંકલા છે અને બંનેના લગ્નને 27 વર્ષ થયા છે. શરદને કૃતિકા નામની પુત્રી અને માનવ નામનો પુત્ર છે. શરદે અભ્યાસ છોડીને અભિનય શરૂ કર્યો અને તેણે તેની પ્રથમ જાહેરાત ચેરી બ્લોસમ શૂ પોલિશમાં ચાર્લી ચેપ્લિનની ભૂમિકા ભજવી, જે ખૂબ જ લોકપ્રિય બની.