Tag: દહીસર

  • દહીસરમાં 206 કરોડ રૂપિયાનો જમીન ગોટાળો, કેગનો અહેવાલ સાદર. શું ભાજપના નેતાઓના નામ પણ બહાર આવશે?

    દહીસરમાં 206 કરોડ રૂપિયાનો જમીન ગોટાળો, કેગનો અહેવાલ સાદર. શું ભાજપના નેતાઓના નામ પણ બહાર આવશે?

    News Continuous Bureau | Mumbai

    સીસીએજી એટલે કે કેગ નો અહેવાલ મહારાષ્ટ્રના વિધાનસભામાં સાદર કરવામાં આવ્યો છે આ અહેવાલમાં અનેક ગોટાળાઓનો પડદા ફાશ કરવામાં આવ્યો છે જેમાંનો એક ગોટાળો છે,દહીસર ખાતે ખરીદવામાં આવેલી જમીન.

    અહેવાલમાં શું કહેવામાં આવ્યું છે?

    કેગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દહીંસરના એકસરખાતે ૩૨૦૦૦ સ્ક્વેર મીટર જમીનનું અધિક ગ્રહણ કરવામાં આવ્યું. આ જમીનનું અધિકરણ કરતા સમયે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. આ જમીનના અધિગ્રહણ નો પ્રસ્તાવ વર્ષ 2011 માં તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તેને વર્ષ 2020 માં લાગુ કરવામાં આવ્યો. આવું કરવાને કારણે મુંબઈ મહાનગર પાલિકાને ભારે નુકસાન થયું જેમાં ૨૦૦ કરોડ રૂપિયાનો લોસ છે.

    આ અહેવાલ વિધાનસભામાં પહોંચી ગયો છે. હવે આ સંદર્ભે તપાસ આગળ વધશે અને અનેક લોકો કાયદાના સકંજામાં આવશે.

    શું કોઈ ભાજપના નેતાની સંડોવણી છે?

    આ જમીન કોના માલિકીની છે? તેમજ આ જમીન અધિગ્રહણ સંદર્ભે ફાળવવામાં આવેલા પૈસા કોને ગયા છે તે દિશામાં તપાસ આગળ વધે તો અનેક નામનો ખુલાસો થઈ શકે છે.

    દબાતી અવાજે એવું કહેવામાં આવે છે કે સ્થાનિક ભાજપના નેતાઓના નામ બહાર આવી શકે છે.

  • Mumbai Metro : સવાર સવારમાં મેટ્રો સ્ટેશન પર નહીં પહોંચતા, અંધેરી સુધીની પહેલી મેટ્રો સાંજે આટલા વાગે શરૂ થશે.

    Mumbai Metro : સવાર સવારમાં મેટ્રો સ્ટેશન પર નહીં પહોંચતા, અંધેરી સુધીની પહેલી મેટ્રો સાંજે આટલા વાગે શરૂ થશે.

    News Continuous Bureau | Mumbai

    Mumbai Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ( PM Modi ) એ મેટ્રો ટ્રેન ( Mumbai Metro ) નું ઉદ્ઘાટન કર્યું છે. હવે દહીસર થી અંધેરી તેમજ ડી એન નગરથી દહીંસર સુધીનો પ્રવાસ લોકો માટે સરળ બન્યો છે. જોકે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ આ મેટ્રોસેવા તત્કાળ શરૂ થવાની નથી. 20 તારીખે સાંજે ચાર વાગ્યે આ રૂટ પર પ્રથમ મેટ્રો ટ્રેન દોડશે. ત્યારબાદ સામાન્ય લોકો માટે આ પ્રવાસ શરૂ થશે.

     કેટલા સમય અંતરે ચાલશે તેમ જ કેટલા વાગ્યા સુધી મેટ્રો દોડશે?

    પ્રથમ મેટ્રો અંધેરી વેસ્ટ સ્ટેશનથી સવારે 6 વાગ્યે લાઇન 2A પર દોડશે અને છેલ્લી મેટ્રો રાત્રે 9.24 વાગ્યે ચાલશે. લાઇન 7ની પ્રથમ મેટ્રો ગુંદવલી સ્ટેશનથી સવારે 5.55 વાગ્યે શરૂ થશે અને છેલ્લી મેટ્રો સવારે 9.24 વાગ્યે થશે. પ્રથમ ત્રણ કિલોમીટર માટે ટિકિટ 10 રૂપિયા હશે અને ત્રણ કિલોમીટર પછી વધારાની ફી વસૂલવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, ત્રણથી 12 કિમી માટે 20 રૂપિયા, 12થી 18 કિમી માટે 30 રૂપિયા અને 24થી 30 કિમી માટે 50 રૂપિયા લેવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નવી મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન. જાણો શું છે ખાસિયત.. તથા રૂટ અને ટ્રેનનું ટાઈમ ટેબલ