Tag: દેશ

  • વિશ્વના સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા ‘આ’ 10 દેશોની સૂચિ બહાર પડી. જાણો ભારત  ગયું સ્થાન ધરાવે છે

    વિશ્વના સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા ‘આ’ 10 દેશોની સૂચિ બહાર પડી. જાણો ભારત ગયું સ્થાન ધરાવે છે

      News Continuous Bureau | Mumbai

    સોનાની કિંમત આજે ઓલટાઇમ હાઈ પર પહોંચી ગઈ છે. વિશ્વના તમામ દેશો સોનાનો સંગ્રહ કરે છે. સોનાનો ભંડાર દરેક દેશની મહત્વની સંપત્તિ છે. હાલમાં જ વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે ટ્વિટર પર વિશ્વભરના દેશો પાસે સોનાના ભંડારની યાદી જાહેર કરી છે.

    આ યાદીમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે સોનાના ભંડારમાં અમેરિકાનું નામ ટોચ પર છે. 8,133 મેટ્રિક ટન સોના સાથે, તેમની પાસે વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર છે. જર્મની પાસે 3,355 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. આમ ગોલ્ડ રિઝર્વની બાબતમાં જર્મની બીજા ક્રમે છે. યુરોપિયન દેશ ઇટાલી સોનાના ભંડારની બાબતમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. તેની પાસે 2,452 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. ફ્રાન્સ ચોથા ક્રમે છે. તેની પાસે 2,437 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. આ યાદીમાં સોનાના ભંડારની બાબતમાં રશિયા પાંચમા ક્રમે છે. તેની પાસે 2,299 MT નો સોનાનો ભંડાર છે. 2,011 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે ચીન યાદીમાં છઠ્ઠા ક્રમે છે. સ્વિટ્ઝર્લેન્ડ 1,040 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે સાતમા ક્રમે છે. સોનાના ભંડારની દ્રષ્ટિએ, જાપાન 846 મેટ્રિક ટન સોના સાથે આઠમા ક્રમે છે.

    ભારત કઈ સ્થિતિમાં?

    આ યાદીમાં ભારત નવમા ક્રમે છે. ભારત પાસે 787 MT સોનાનો ભંડાર છે. નેધરલેન્ડ 612 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે 10મા ક્રમે છે. પાકિસ્તાન પાસે માત્ર 64 એમટી સોનાનો ભંડાર છે.

    Gold reserves (metric tonnes):

    United States: 8,133
    Germany: 3,355
    Italy: 2,452
    France: 2,437
    Russia: 2,299
    China: 2,011
    Switzerland: 1,040
    Japan: 846
    India: 787
    Netherlands: 612
    Turkey: 542
    Saudi Arabia: 323
    United Kingdom: 310
    Spain: 282
    Poland: 229
    Singapore: 154
    Brazil: 130
    Sweden: 126
    Egypt: 126
    South Africa: 125
    South Korea: 104
    UAE: 79
    Australia: 79
    Indonesia: 78
    Pakistan: 64
    Argentina: 61
    Finland: 49
    Malaysia: 38
    Nigeria: 21

    આ સમાચાર પણ વાંચો :   ઇતિહાસમાં 8મી મે: ટોનિક તરીકે કોકા-કોલાની શોધ, જર્મનીના શરણાગતિ પછી WWIIનો અંત; ઇતિહાસમાં આજે

     

  • હૈં, આવું પણ થાય? એકબીજાના દેશ ફરવા માટે મુસાફરોએ બદલી નાખ્યો બોર્ડિંગ પાસ, મુંબઈ એરપોર્ટ પર રચ્યું ષડયંત્ર

    હૈં, આવું પણ થાય? એકબીજાના દેશ ફરવા માટે મુસાફરોએ બદલી નાખ્યો બોર્ડિંગ પાસ, મુંબઈ એરપોર્ટ પર રચ્યું ષડયંત્ર

     News Continuous Bureau | Mumbai

    મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં મુંબઈ એરપોર્ટ પર વિવિધ દેશોમાં જવા માટે બોર્ડિંગ પાસની અદલાબદલી કરનારા બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક શ્રીલંકન મૂળનો છે અને બીજો જર્મન મૂળનો છે.

    બોર્ડિંગ પાસ પર અલગ-અલગ નંબરો હતા

    આ મામલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, લંડન અને કાઠમંડુ જવા માટે બોર્ડિંગ પાસની અદલાબદલી કરવા બદલ પોલીસે શ્રીલંકાના વતની અને જર્મન નાગરિકની ધરપકડ કરી છે. મુંબઈ એરપોર્ટ પર તપાસ કરતાં જર્મન નાગરિકના પાસપોર્ટ પરની ડિપાર્ચર સ્ટેમ્પ બનાવટી હોવાનું જણાયું હતું. તેમજ પાસપોર્ટ પર ડિપાર્ચર ટિકિટ નંબર અલગ હતો. તેમના બોર્ડિંગ પાસ પરના નંબર પણ અલગ હતા.

    આ સમાચાર પણ વાંચો:   અજિત પવાર CM શિંદે અને ફડણવીસને મળ્યા, લગભગ 1 કલાક સુધી ચાલી બેઠક, ત્રણેય દિગ્ગ્જ્જો વચ્ચે શું ચર્ચા થઈ? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

    સહાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

    જ્યારે પોલીસે જર્મન નાગરિકની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેણે એરપોર્ટના ટોયલેટમાં જ શ્રીલંકાના નાગરિક પાસેથી બોર્ડિંગ પાસ બદલાવી નાખ્યો હતો. દરમિયાન, શ્રીલંકન નાગરિક બદલાયેલ બોર્ડિંગ પાસ સાથે યુકે પહોંચ્યો, તેથી પોલીસે શ્રીલંકાના નાગરિકને તાત્કાલિક મુંબઈ મોકલવા માટે યુકેના એરપોર્ટ સત્તાવાળાઓનો સંપર્ક કર્યો. આ પછી યુકે એરપોર્ટે શ્રીલંકાના નાગરિકને મુંબઈ મોકલ્યો હતો. આ પછી, સહાર પોલીસ સ્ટેશને બંને આરોપીઓ સામે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે. બંને વિદેશીઓની પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે તેઓ 9 એપ્રિલના રોજ મુંબઈમાં એરપોર્ટ નજીક એક લક્ઝરી હોટલમાં રોકાયા હતા અને બોર્ડિંગ પાસની આપ-લે કરવાની યોજના બનાવી હતી.

    હવે પોલીસે બંને વિદેશી નાગરિકો સામે વિવિધ છેતરપિંડી અને ગુનાઈત ષડયંત્ર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ બાબતની તપાસ પણ કરી રહી છે કે, ગુનામાં અન્ય લોકો સામેલ છે કે નહીં.

  • Covid-19 in India: દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ, આ છે દર્દીઓ વધારા પાછળનું કારણ..

    Covid-19 in India: દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ, આ છે દર્દીઓ વધારા પાછળનું કારણ..

    News Continuous Bureau | Mumbai

    ફરી એકવાર દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1300 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. 140 દિવસ બાદ દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ નોંધાયા છે. હાલમાં દેશમાં 7,605 સક્રિય કોરોના દર્દીઓ છે. છેલ્લા ચાર મહિનાથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે. જ્યારે કોરોના રોગચાળો શરૂ થયો ત્યારે અત્યાર સુધીમાં 4,46,99,418 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

    XBB.1.16 દર્દીઓની સંખ્યા વધી 

    છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના અને વાયરલ ફ્લૂના ચેપની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ધીમા કોરોના ચેપે ફરી ઝડપ પકડી છે. આરોગ્ય નિષ્ણાતોનો મત છે કે XBB.1.16 પ્રકારનો કોવિડ કોરોનાના નવા કેસોમાં વધારા પાછળ છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, XBB.1.16 સ્ટ્રેનના કુલ 349 નમૂનાઓ અત્યાર સુધીમાં મળી આવ્યા છે. આ નવા કેસ નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે.

    નવા વેરિઅન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 

    ભારતીય SARS-Cov-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના ડેટા અનુસાર, XBB.1.16 ના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 105, તેલંગાણામાં 93, કર્ણાટકમાં 61 અને ગુજરાતમાં 54 પર નોંધાયા છે. XBB 1.16 વેરિઅન્ટ ના બે સેમ્પલ પહેલીવાર જાન્યુઆરી મહિનામાં જોવા મળ્યા હતા. ફેબ્રુઆરીમાં, XBB 1.16 વેરિઅન્ટ ના 140 નમૂનાઓ મળી આવ્યા હતા. તેથી, માર્ચમાં અત્યાર સુધીમાં XBB 1.16 વેરિઅન્ટ ના 207 નમૂનાઓ મળી આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : How To Cure Acidity: આ ઘરગથ્થુ ઉપચાર વડે એસિડિટીને બાય બાય કહો, પછી જુઓ કમાલ….

    આરોગ્ય મંત્રાલયે શું કહ્યું?

    ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે આપેલી માહિતી અનુસાર, વિશ્વમાં એક દિવસમાં કોવિડના 94,000 નવા દર્દીઓ મળી આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારી હજુ પૂરી થઈ નથી. કારણ કે હજુ પણ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. વિશ્વના 19 ટકા દર્દીઓ અમેરિકામાં, 12.6 ટકા રશિયા અને 1 ટકા ભારતમાં જોવા મળે છે. આરોગ્ય સચિવે કહ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે.

    એન્ટિબાયોટિક્સ અને પ્લાઝ્મા થેરાપી ટાળવાની સલાહ  

    આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, AIIMS, ICMR અને નેશનલ ટાસ્ક ફોર્સ (COVID-19) એ ‘ક્લિનિકલ ગાઇડન્સ પ્રોટોકોલ’ને સુધારવા માટે 5 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ડોક્ટરોને એન્ટીબાયોટીક્સ અને પ્લાઝમા થેરાપીનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

  • દેશને વ્યસનમુક્ત  બનાવવા યુવકની અનોખી પહેલ, 6 હજાર કિ.મી નું અંતર 95 દિવસમાં પૂર્ણ કરી વિશ્વ વિક્રમ માટે નીકળેલો દોડવીર કામરેજ આવી પહોંચ્યો

    દેશને વ્યસનમુક્ત બનાવવા યુવકની અનોખી પહેલ, 6 હજાર કિ.મી નું અંતર 95 દિવસમાં પૂર્ણ કરી વિશ્વ વિક્રમ માટે નીકળેલો દોડવીર કામરેજ આવી પહોંચ્યો

    ગત 21 ફેબ્રુઆરી 2023ના રોજ ‘યુવા બચાવો, દેશ બચાવો’ના નિર્ધાર સાથે દિલ્હીના ઇન્ડીયા ગેટથી નીકળેલો અમદાવાદનો દોડવીર ગત રોજ કામરેજ ખાતે આવી પહોંચ્યો હતો. ‘યુવા બચાવો, દેશ બચાવો’ અંતર્ગત 6 હજાર કિ.મી નું અંતર 95 દિવસમાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે નીકળેલો અમદાવાદનો રૂપેશ મકવાણા ગત રોજ બપોરે કામરેજ ખાતે આવી પહોંચ્યો હતો.

    Young Man from Ahmedabad Who Left Delhi's India Gate Reached Kamrej in 95 days.

    દિલ્હીના ઇન્ડીયા ગેટથી 21 ફેબ્રુઆરી 2023ના રોજ નીકળેલા દોડવીર કામરેજ આવી પહોંચેલા રૂપેશ મકવાણાએ મીડિયા સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ‘દેશ બચાવો, યુવાનો બચાવો’ એ મુખ્ય સિદ્ધાંત સહિત પોતે દોડનું આયોજન કર્યું હતું અને 95 દિવસના સમયગાળા દરમિયાન 6 હજાર કિ.મી ની દોડ દરમિયાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ થઈ દિલ્હીના ઇન્ડીયા ગેટ પરના ગંતવ્ય સ્થાને પહોંચ્યો હતો. તે છેલ્લા ચાર વર્ષથી પોતે 28 વર્ષની વયે અમદાવાદના નરોડા સર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકો માટે મફત શિક્ષણ માટેની વ્યવસ્થા પૂરી પાડે છે. રાષ્ટ્રીય કક્ષાના એથલેટિક્સ સહિત અલ્ટ્રા રનર તરીકે નામના મેળવી ચૂકેલા રૂપેશ મકવાણાએ ખૂબ જ આવશ્યક અને મહત્વની વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, આજનું યુવાધન વ્યસનની ચુંગાલમાં ફસાઈ પોતાની યુવાની બરબાદ કરી રહ્યું છે. ત્યારે એ વ્યસન તરફ વળતા યુવાનો રમત ગમત તરફ વળી તેમના તણાવયુક્ત જીવનને નવો માર્ગ આપે અને દેશનું યુવાધન બરબાદીના માર્ગે જતું અટકે એ જ તેમનો મહત્વનો ધ્યેય છે.

    Young Man from Ahmedabad Who Left Delhi's India Gate Reached Kamrej in 95 days.

    આ સમાચાર પણ વાંચો :  કંગાળ પાકિસ્તાનની વફાદારી પણ ઓછી થઈ રહી છે! આટલા ટકા યુવાનો દેશ છોડવા માગે છે, આંકડો જાણો ચોંકી જશો!

    રૂપેશ મકવાણા દ્વારા તાલીમ પામેલા 2 યુવાનો નેવી ઓફિસર, 1 એરફોર્સ, 40 થી વધુ યુવાનો ઇન્ડિયન આર્મી તેમજ 35 જેટલા યુવાનો ગુજરાત પોલીસમાં પસંદગી પામી ચૂક્યા છે. તેમજ 10 જેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. 11 ઓગસ્ટ 2022 ના રોજ 8 વાગ્યેથી 14 ઓગસ્ટ 2022 ના 11 વાગ્યા સુધી નિરંતર સતત દોડીને રૂપેશ મકવાણાએ 375 કિ.મી અંતર કાપીને સૌથી લાંબી મેરેથોન દોડ તરીકેનો રેકોર્ડ બનાવી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 95 દિવસમાં 6 હજાર કિ.મી દોડવાના નિર્ધાર સાથે નીકળેલા રૂપેશ મકવાણા દ્વારા સ્થાપિત કરવામાં આવનાર વિશ્વ વિક્રમ થકી પ્રાપ્ત થનાર ફંડ પોતે દેશના ગરીબ અને યુવાનો માટેના શિક્ષણ પાછળ ખર્ચ કરનાર છે.

    Young Man from Ahmedabad Who Left Delhi's India Gate Reached Kamrej in 95 days.

     

  • શ્રીલંકા બાદ આ દેશમાં ઘેરું બન્યું આર્થિક સંકટ, સાંજ પડતાં જ મોલમાં લાઇટો ગુલ, મોટાં શહેરોમાં અંધારપટ..

    શ્રીલંકા બાદ આ દેશમાં ઘેરું બન્યું આર્થિક સંકટ, સાંજ પડતાં જ મોલમાં લાઇટો ગુલ, મોટાં શહેરોમાં અંધારપટ..

    News Continuous Bureau | Mumbai

    હાલમાં પાકિસ્તાન ( Pakistan  ) મોટા આર્થિક સંકટનો ( economic crisis ) સામનો કરી રહ્યું છે. તેને દૂર કરવા માટે હવે પાકિસ્તાન સરકાર નાગરિકોને પૈસા બચાવવાની સલાહ આપી રહી છે. આમાં સરકાર કહી રહી છે કે ચા ઓછી પીઓ, ભેંસ ખરીદો, ગધેડો ખરીદો. પૈસાના અભાવે પાકિસ્તાનમાં ઉર્જા ( energy  ) સંકટ પણ સર્જાયું છે.

    પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે વીજળી ( save energy ) બચાવવા માટે તમામ બજારો, મોલને ( shut malls-markets ) રાત્રે 8:30 વાગ્યે બંધ કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, લગ્ન હોલ અને રેસ્ટોરન્ટને રાત્રે 10 વાગ્યે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઊર્જાનો ઉપયોગ ઘટે એ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ કરવામાં આવશે. આ નીતિથી કચેરીઓમાં વપરાતી વીજળી ઓછી વપરાશે. સરકાર વિભાગોમાં જે ઉપયોગ કરવામાં આવતી વીજળી છે એમાં 30 ટકાનો ઘટાડો થાય એવી યોજના બનાવાઈ છે. સરકારનું કહેવું છે કે તેનાથી 62 અબજ પાકિસ્તાની રૂપિયાની બચત થશે. આ જાહેરાત કરતી વખતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિવિધ ભાગોમાંથી એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું અને બજારને બંધ કરવા અંગે અલગ-અલગ સૂચનાઓ આપી હતી. જોકે પાકિસ્તાન સરકારના આ નિર્ણયનો દુકાનદારોએ વિરોધ કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં પહેલી વખત સ્પે. પોલીસ કમિશનરની થઈ નિમણૂક, આ આઇપીએસ અધિકારી કરાયા નિયુક્ત.

    પાકિસ્તાન પાસે એક સપ્તાહ કરતા પણ ઓછા સમયના વિદેશી મુદ્રા ભંડાર છે. તે માત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ નાદારીની આરે છે. IMF દ્વારા લોનના હપ્તા ભરવામાં વિલંબને કારણે નાણાકીય કટોકટી વધુ ઘેરી બની છે. IMFએ તાજેતરમાં પાકિસ્તાન માટે $1.1 બિલિયન (આશરે રૂ. 82.5 બિલિયન) બેલઆઉટ પેકેજને સ્થગિત કર્યું છે. બીજી તરફ ઈમરાન ખાન બાદ સત્તા સંભાળનારા વડાપ્રધાન શહબાજ શરીફ સરકાર પર લોકોનું દબાણ વધી રહ્યું છે. શાહબાઝ શરીફ પાસે મર્યાદિત વિકલ્પો છે અને તેઓ દેશને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

  • ભારતમાં MBBSની બેઠક77% વધી, છતાં 80% ડૉક્ટરોની અછત સર્જાઈ છે, આરોગ્ય ક્ષેત્રેકંગાળ દેખાવ

    ભારતમાં MBBSની બેઠક77% વધી, છતાં 80% ડૉક્ટરોની અછત સર્જાઈ છે, આરોગ્ય ક્ષેત્રેકંગાળ દેખાવ

    દેશ (India) માં એક બાજુ મેડિકલ કોલેજોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યાં સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ડૉક્ટરો (Doctors) ની ભારે અછત વર્તાઈ રહી છે. જોકે ગત 8 વર્ષો(2014-2022)માં દેશમાં મેડિકલ કોલેજો (MBBS) 387થી વધીને 648 થઇ ચૂકી છે એટલે કે 67%નો વધારો નોંધાયો છે. આ દરમિયાન એમબીબીએસની સીટો પણ 77%ના વધારા સાથે 54,348થી વધીને 96,072 થઇ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટ ગવર્નન્સ રિફોર્મ્સ ઈન મેડિકલ એજ્યુકેશન(2014- 2022)’માં આ આંકડા સામે આવ્યા હતા.

    પણ વધુ એક સરકારી રિપોર્ટ રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ 2020-21 અનુસાર દેશના પીએચસી (પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર) અને સીએચસી(સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર) પ૨ 4.3%થી લઈને 80% સુધી ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. 2005માં દેશભરના પીએચસીમાં કુલ 20,308 એલોપથી ડૉક્ટર હતા જે 2021માં 31,716 થઈ ગયા. તેમ છતાં જરૂરિયાત અનુસાર આ આંકડો ઓછો છે. સીએચસીમાં જરૂરિયાત મુજબ 83% સર્જન, 74% સ્ત્રી રોગ નિષ્ણાત, 80% બાળરોગ નિષ્ણાત અને 82% ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. પીએચસીમાં 31% મહિલા એએનએમની અછત છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં દાવો કરાયો છે કે દેશમાં પ્રતિ 834 લોકોએ એક ડૉક્ટર છે જેડબ્લ્યુએચઓના 10001ના પ્રમાણની નજીક છે, પણ મહત્ત્વપૂર્ણ એ છે કે દેશમાં 27% ડૉક્ટર સક્રિય નથી. ડૉક્ટરોની સૌથી વધુ અછત ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, યુપી અને બિહારમાં છે. દેશના શહેરી વિસ્તારોમાં કુલ 5481 પીએચસી છે પણ વસતીના પ્રમાણમાં તે 44% ઓછાં છે. ફક્ત 66% અર્બન-પીએચસી જ સરકારી ભવનોમાં ચાલી રહ્યાં છે 27% હજુ ભાડાની ઈમારતોમાં સંચાલિત છે.

    આ સમાચાર પણ વાંચો: Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે