Tag: નાસ્તો

  • નોકરીયાત વર્ગ માટે સવારનો નાસ્તો મોંઘો થયો, આ વસ્તુના ભાવમાં થયો  5 રૂપિયાનો વધારો..

    નોકરીયાત વર્ગ માટે સવારનો નાસ્તો મોંઘો થયો, આ વસ્તુના ભાવમાં થયો 5 રૂપિયાનો વધારો..

    News Continuous Bureau | Mumbai

    નોકરીયાત વર્ગ અને ઘરથી દૂર રહેતા કર્મચારીઓ માટે બહારથી નાસ્તો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. પરંતુ હવે તમારે તેમને માટે વધારાના પૈસા ચૂકવવા પડશે. સામાન્ય લોકો માટે નાસ્તો હવે મોંઘો થઈ ગયો છે. પૌવા ના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 200 થી 300 રૂપિયાનો વધારો થયો છે. તેમાં હાલમાં કાચા માલની અછત અને ઉત્પાદન ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી નાસ્તાના વિક્રેતાઓએ પૌવાના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

    દરો કેટલા વધ્યા?

    છેલ્લા બે-ત્રણ દિવસમાં પૌવામાં 5 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે, જ્યારે મગફળીના ભાવમાં 20 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે અને જીરામાં પણ વધારો થયો છે. આમ એકંદરે, જો તમે સવારના નાસ્તામાં ગરમાગરમ પૌવા ખાવા પહેલા વિચાર કરવો પડશે.

    ભાવ વધારાનું સત્ર ચાલુ છે
    છેલ્લા વર્ષથી જીવનજરૂરી ચીજવસ્તુઓ અને અનાજના ભાવમાં ભાવવધારો ચાલુ છે. ગયા વર્ષે શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા. જો કે, હાલમાં તેલની કિંમતો ઘટી રહી છે.

    આ સમાચાર પણ વાંચો:  આનંદો, મહારાષ્ટ્રના ફાળે વધુ બે વંદે ભારત આવી. PM નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર માટે 2 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે

  • સેવ મમરા, એક એવો નાસ્તો જે ખરેખર સારો અને આરોગ્યપ્રદ છે. જાણો રસપ્રદ વિગતો

    સેવ મમરા, એક એવો નાસ્તો જે ખરેખર સારો અને આરોગ્યપ્રદ છે. જાણો રસપ્રદ વિગતો

    News Continuous Bureau | Mumbai

    યાદ કોને ના હોય? જયારે સ્કૂલના દિવસોમાં સરી જઈએ ત્યારે ચોક્કસ આપણા ટિફિન બોક્સમાં રહેલ મમરા યાદ આવે જ એમાંય સેવ-મમરા તો પાંચ માંથી ચારના ડબ્બા માં તો મળી જ આવે. ઝટપટ બની જતો આ ખાદ્યપદાર્થ દેખાવે જેટલો હલકોફૂલકો છે તેટલો જ સ્વાસ્થ્ય માટે આરોગ્ય વર્ધક પણ છે.

    હમણાં સુધી આપણને લાગતું હતું કે ફક્ત ટાઈમપાસ કરવા પેટ ભરવા અને બહાર પીકનિક જઈએ ત્યારે ઝટપટ બની જતો નાસ્તો એટલે સેવ મમરા પરંતુ તેના ગુણધર્મો ખૂબ જ સરસ છે. જ્યારે પણ પેટની કોઈ તકલીફ ઊભી થઈ હોય પાચનશક્તિ નબળી લાગતી હોય કે ઝાડા વોમિટિંગ જેવી તકલીફ થઈ હોય ત્યારે મમરા ખાવા ખુબ જ ફાયદાકારક છે. અનાજ માંથી ફૂલેલા આ મમરા પચવામાં સરળ છે. તે ઉપરાંત ઇમ્યુનિટી પાવર વધારીને હાડકાઓને પણ મજબૂત બનાવે છે. બ્લડપ્રેશર જેવી બીમારીઓને પણ સંતુલિત રાખે છે. એક વાટકી મમરા પણ તમને ઉર્જાવાન રાખશે કારણ કે તેમાં પૌઆ કરતા કેલરીનું પ્રમાણ વધુ છે એટલે જ વજન ઘટાડવા માટે મમરા રામબાણ કહી શકાય.

    મમરા એ ખૂબ જ પૌષ્ટિક અને નાના બાળકો પણ તેને ખાઈ શકે તેવો નાસ્તો છે. તેમાંય જો મીઠો લીમડો, સિંગદાણા આવી જતાં તો સુગંધથી પણ લાજવાબ લહેજત આવી જતી. મમરાને ગોળ સાથે મિક્સ કરી મમરાના લાડુ ખાવા પણ ફાયદાકારક છે. ‘શાળાના દિવસોમાં મમરા ને ટિફિનમાં જોઈ જો તમારું મોઢું લટકી જતું હતું તો આજે આ આર્ટિકલ વાંચીને જરૂર ગર્વ કરજો કે સાચે જ મમ્મી એક સારો નાસ્તો જ પીરસતી !

  • બ્રેકફાસ્ટ: શું તમે સવારે બ્રશ કર્યા વિના નાસ્તો કે ચા પીવો છો?? તો થઇ જાઓ સાવધાન, થઈ શકે છે આ સમસ્યા.

    બ્રેકફાસ્ટ: શું તમે સવારે બ્રશ કર્યા વિના નાસ્તો કે ચા પીવો છો?? તો થઇ જાઓ સાવધાન, થઈ શકે છે આ સમસ્યા.

    સવારે ઊઠીને નાસ્તો (Breakfast) કરતા પહેલાં બ્રશ (Brush) કરવો જોઈએ કે પછી, આ સવાલ પર ડેન્ટિસ્ટોમાં પણ મતમતાંતર જોવા મળે છે. કોઇ પહેલાં બ્રશ કરવાની સલાહ આપે છે તો કોઇ પહેલા નાસ્તાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં ડેન્ટિસ્ટ ડૉ. અપોઈના રિબેઇરો જણાવે છે કે સવારે મોંમાં સૌથી વધુ બેક્ટેરિયા હોય છે અને તેઓને કાર્બોહાઈડ્રેટ પસંદ હોય છે. મોટા ભાગના લોકો નાસ્તામાં બ્રેડ, મફિન અથવા પેનકેક વગેરે ખાય છે. તેમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે.

    જેને કારણે બ્રશ વગર નાસ્તો કરવાથી બેક્ટેરિયાને આમંત્રણ આપવા જેવું છે. બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધે છે અને મોંમાં એસિડ રિલીઝ કરે છે જે દાંતની સુરક્ષા કરતા ઇનેમલને નુકસાન કરે છે, પહેલાં બ્રશ કરવાથી બેક્ટેરિયા સાફ થઇ જાય છે પછી મોંમાં લાળ બનવાનું શરૂ થાય છે જે દાંતોની રક્ષા કરે છે. લાળ મોંમાં મિનરલ્સ એકત્ર કરે છે. તેમાં બાયકાર્બોનેટ પણ હોય છે જે એસિડિટી ઘટાડે છે. સાથે જ પેસ્ટમાં રહેલું ક્લોરાઇડ દાંતોના ઇનેમલને મજબૂત કરે છે. મિશિગન સ્કૂલ ઑફ ડેન્ટિસ્ટ્રીના પ્રોફેસર ડૉ. કાર્લોસ ગોન્ઝાલ્વિસ અનુસાર અનેક લોકો યોગ્ય રીતે બ્રશ કરતા નથી. જેને કારણે કેટલાક બેક્ટેરિયા મોંમાં જ રહી જાય છે. આ બેક્ટેરિયા દિવસભર દાંત પર રહીને તેને નુકસાન પહોંચાડે છે. નાસ્તા બાદ બ્રશ કરીને તેનાથી બચી શકાય છે. ડેન્ટિસ્ટ્રી પ્રોફેસર ડૉ. રોકિઓ ક્યૂઓનેજ કહે છે કે દિનચર્યાના હિસાબે બ્રશ કરો. જોકે વિશેષજ્ઞ કહે છે કે નાસ્તામાં ચા-કોફી લીધા બાદ તરત જ બ્રશ કરવાનું ટાળવું જોઇએ

    આ સમાચાર પણ વાંચો: હિજાબ વિરુદ્ધ દેશવ્યાપી દેખાવો સામે અંતે નમી ઈરાન સરકાર, મહિલાઓ માટે નરક સમાન આ નિયમ ભંગ કરવાનો લીધો નિર્ણય.. જાણો વગતે