• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - પ્રસાદ
Tag:

પ્રસાદ

Tea, moong dal offered as Prasad in this Kerala temple
જ્યોતિષ

આ છે ભારતમાં વિશ્વનું એકમાત્ર એવું મંદિર, જ્યાં પ્રસાદ તરીકે અપાય છે ચા અને મગ, લોકો દૂર-દૂરથી આવે છે દર્શને..

by kalpana Verat May 27, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

દુનિયાભરમાં અનેક મંદિરો છે. દરેક જગ્યાએ મંદિરના અલગ-અલગ નિયમો અને પરંપરાઓ હોય છે. વિવિધ માન્યતાઓ અનુસાર મંદિરો અને તેમની પોતાની અલગ વાર્તા છે. જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમને પ્રસાદ મળે છે. દરેક મંદિરમાં વિવિધ પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે. પરંતુ એક મંદિર એવું પણ છે જ્યાં પ્રસાદ ચા તરીકે ચઢાવવામાં આવે છે. શું તમે ક્યારેય આ મંદિર વિશે સાંભળ્યું છે? જો નહીં, તો ચાલો જાણીએ ક્યાં આવેલું છે આ મંદિર..

કેરળના કન્નુરમાં એક મંદિર છે જ્યાં દેવતાને ચા ચઢાવવામાં આવે છે. આ મંદિરનું નામ મુથપ્પન મંદિર છે. આ મંદિર તેની ભવ્યતા અને સુંદર દ્રશ્યો માટે પ્રખ્યાત છે. આ મંદિરની ખૂબ જ અનોખી પરંપરાને કારણે તેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. પરંતુ તે તેના અર્પણ માટે સૌથી વધુ પ્રખ્યાત છે.

આ સમાચાર પણ વાંચો : કેવી રીતે લાલ થાય છે સરકાવાળી ડુંગળી (વિનેગર ઓનિયન)? આ રીતે ઘરે જ બનાવો, આવશે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ

આ મંદિર વાલાપટ્ટનમ નદીના કિનારે બનેલું છે. આ મંદિરમાં મુથપ્પનની પૂજા થાય છે. તે લોક દેવ છે અને ભગવાન વિષ્ણુ અને શિવનો અવતાર માનવામાં આવે છે. અહીં દેવતાને પ્રસાદ તરીકે મગ અને ચા ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ આ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે. જેને પ્રસાદમ કહેવામાં આવે છે. આ પ્રસાદમ ખાવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. તેનો સ્વાદ ખૂબ જ અનોખો હોય છે. મંદિર પરિસરમાં દરરોજ સેંકડો લિટર દૂધની ચા બનાવવામાં આવે છે. મંદિરમાં આવતા ભક્તોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. મંદિરના તમામ ભક્તોને અહીં મફત રહેવાની સગવડ આપવામાં આવે છે. આ મંદિરના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આવા સંજોગોમાં તેઓ બહારના બદલે મંદિર પરિસરમાં બનેલા રૂમમાં રહી શકે છે.

આ મંદિર અન્ય કારણથી પણ પ્રખ્યાત છે. આ મંદિરમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે એક પ્રકારનું નૃત્યનું આયોજન કરવામાં આવે છે. આને થિયામ કહે છે. ઘણા લોકો તેને જોવા પણ આવે છે. પરંતુ આ મંદિરની ચા અન્ય તમામ બાબતોને વામણું કરે છે. આ ચાનો સ્વાદ ખૂબ જ અનોખો છે. આ ચા પીવા માટે લોકો મંદિરે ઉમટી પડે છે.

May 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hanuman like this prasad
જ્યોતિષ

શું તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો આ ભોગ જરુર ચઠાવો, હનુમાન દાદા તરત જ ભક્તોની મનોકામના સાંભળે છે

by Dr. Mayur Parikh April 14, 2023
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કલયુગના ભગવાન હનુમાનને પ્રસન્ન ક્રવા લોકો વિવિધ ઉપાયો કરે છે. મંગળવાર અને શનિવારે હન્નુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસો ભગવાન હનુમાનના કહેવાય છે. એવું કહેવાય છે કે જો તમે મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરીને પ્રસન્ન કરો છો, તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાને પ્રસન્ન કરવા માટે લોકો તેમને અલગ-બ્લગ પ્રકારનું ભોજન અર્પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તે ક્યારેય પોતાનો માર્ગથી ભટકી જતો નથી.

હનુમાનજીને પ્રસાદમાં શું અર્પણ કરશો? 

ભગવાન હનુમાનજીને બુંદી અર્પણ કર્વી જોઈએ કારણ કે ભવાનને બુંદી ખૂબ જ પ્રિય હતી. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે હનુમાન્જીની પૂજા કરો છો, ત્યારે તમારે તેમને બુંદીનો પ્રસાદ અવશ્ય ચઢાવો. બુંદીનો પ્રસોદ ચડાવતી વખત, તમે જે ઈચ્છો તે તેમની સાથે તમારી ઈચ્છા કહો. તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થોય છે.
બેસનના લાડુ બજુગબલીને ખૂબ પ્રિય છે. મંગળવાર અને શનિવારે માનજીને બેસનના લાડુ અરૂપણ કરવા જોઈએ. તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. 
આ સમાચાર પણ વાંચો :અક્ષય તૃતીયા પર સોનું નહીં, 5 રૂપિયાનો આ ઉપાય બનાવી શકે છે કરોડપતિ, જીવનભર નહીં પડે પૈસાની કમી  
રોટલી કે મીઠી રોટલી જાતે બનાવીને દર મંગળવારે બજરંગબલીને અર્પણ કરવાથી તમારી પ્રગતિનો માર્ગ ખુલે છે. તમારા કોઈપણ કાર્યમાં કોઈ અડચણ નથી.
જલેબી હનુમાનજીનું ખૂબ જ પ્રિય ભોજન છે. તમે આને મંગળવાર અને અન્ય કોઈપણ દિવસે હનુમાનજીને ચઢાવી શકો છો અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ મેળવી શકો છો.
સોપારી અર્પણ કરવાનો હેતુ એ છે કે ભગવાન તમારા દરેક મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી પોતાના માથે લેશે. મંગળવારે પૂજા કર્યા પછી હનુમાનજીને બનારસી સોપારીનો રસદાર બીડો અર્પિત કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
April 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Know the only one temple in india where you get soil as a prasad
વધુ સમાચાર

ભારતભરમાં એક માત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે અપાય છે માટી

by Dr. Mayur Parikh December 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેષ મહત્વ હોય છે ત્યારે ભારત ભરમાં એકમાત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે માટી અપાય છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિર ભક્તોની આસ્થાનું છે પ્રતિક જ્યાં પ્રશાદ રૂપે વાવની માટી અપાય છે. આવો જાણીએ આ સ્થાન સાથે સંકળાયેલ ગાથા અને પ્રસાદ રૂપે અપાતી માટી વિશે..

શક્તિપીઠ બહુચરાજી મંદિર જે ભક્તો માટે આસ્થાનું પ્રતિક રહ્યું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટે માં બહુચરને આજીજી કરી બાધા રાખતા હોય છે. ત્યારે બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટની વાવ મંદિર પણ આસ્થા નું કેન્દ્ર બન્યું છે.આશ્ચર્ય ની બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓને બાધા પ્રસાદ રૂપે અપાય છે વાવની પવિત્ર માટી! આ મંદિર પાસે આવેલી છે એક વાવ જે વાવ 350 વર્ષ જૂની માનવમાં આવે છે. બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટને આ જગ્યાએ માંતાજીએ પરચો પુર્યો હોવાની છે માન્યતા છે. 350 વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ અમદાવાદ નવાપુરાથી એક પગપાળા સંઘમાં બહુચરાજી આવવા જોડાયા હતા. ત્યારે માતાજીના દર્શન કર્યા બાદ અન્ન જળ લેવાનો ભક્ત વલ્લભે નિર્ધાર કર્યો હતો. માં બહુચરના નાદ સાથે આ પગપાળા સંઘ બહુચરજીથી માત્ર 2 કિમિ દૂર આવી પહોંચ્યો અને ભક્ત વલ્લભ હવે આગળ ચાલવા અસમર્થ બન્યા. ત્યારે સંઘમાં આવેલ અન્ય ભક્તોએ ભક્ત વલ્લભને પાણી પીવા કહ્યું ત્યારે માં બહુચરની ભક્તિમાં તરબોળ થયેલા વલ્લભે પાણી પીવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે હવે જો માની ઈચ્છા હશે તો હું તેના દ્વારે પહોંચીશ પણ જળ ગ્રહણ નહિ કરું. આથી વલ્લભ ભટ્ટે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે હવે હું તારા મંદિર સુધી પહોંચી શકવા સમર્થ નથી. તારી કૃપા થાય અને તું મને અહીં દર્શન આપે તો હું જલ પાન કરી. તારા દ્વાર સુધી પહોંચી શકું.  આમ ભક્તની આજીજી સાંભળી માતાજીએ દર્શન આપી બાજુમાં પડેલ એક પથ્થર હટાવવા નું કહ્યું હતું. આમ વલ્લભભટ્ટ દ્વારા પથ્થર હટાવતા પાણીની ધારા ફૂટી હતી અને તેમને અને સાથી સંઘના લોકોએ આ પાણી પીધા બાદ બહુચરાજી પહોંચ્યા હતા. વલ્લભ ભટ્ટ દ્વારા જે પથ્થર હટાવવાથી પાણીની ધારા ફૂટી હતી ત્યાં સમયાંતરે વાવનું નિર્માણ થયું હતું. આ વલ્લભ ભટ્ટ વાવ મંદિર શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ, વિદેશ ગમન, અસાધ્ય રોગમાંથી મુક્તિ માટે, મકાન તેમજ ધંધાની પ્રગતિ માટે અહીં બાધા રાખતા જોવા મળે છે. અહીં શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે વાવની માટી આપવામાં આવે છે. અહીંથી આપવામાં આવતી વાવની માટી પોતાના ઘેર દેવ સ્થાન મંદિરમાં મૂકી સેવા પૂજા કરવામાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા માટી પરત મુકવા આવવાની પ્રથા જોવા મળે છે. ભક્તો પાસે આ વિશે પૂછતાં અનેક લોકોએ આ માટીથી માતાજીએ અનેક કામ કર્યા હોવાનું જણાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: બુધનો ઉદય આ 3 રાશિઓનું ભાગ્ય સુધારશે! પૈસાનો સતત વરસાદ થશે

નોંધનીય બાબત એ છે કે આ વાવની માટીથી અનેક લોકોની મનોકામના પૂર્ણ થઇ હોવાનું સ્થાનિકો તેમજ પૂજારી જણાવી રહ્યા છે. આમ આ વાવની માટી માંથી બહુચરાજી મંદિરને વર્ષે અંદાજે 9 લાખ આસપાસની આવક પણ થતી હોવાનું પણ જાણવા મળે છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તક ની વલ્લભ ભટ્ટ વાવ મંદિરમાં ભક્તોને આપવામાં આવતી પ્રશાદ રૂપે માટી થી મંદિર ટ્રસ્ટ ને વર્ષે અંદાજે 9 લાખ જેટલી આવક પણ થઇ રહી હોવાનું મંદિરના અધિકારી જણાવી રહ્યા છે. આ આવકથી આવનારા શ્રદ્ધાળુઓની સુખાકારી માટે સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. બહુચરાજી મંદિર હસ્તકની આ વાવ એક કુદરતી હરિયાળી વચ્ચે સુંદર વનરાજીથી સુશોભિત આ વાવ મંદિર ભાષી રહ્યું છે. માતાજીના વાહન ગણાતા કુકડાના મીઠા સૂરોથી પણ આ મંદિર ગુંજી રહ્યું છે. નાના ભૂલકાનો માટે અહીં ટ્રસ્ટ દ્વારા બાલ ક્રીડાંગણ પણ બનાવેલ હોવાથી પરિવારો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. હાલ આ વલ્લભ ભટ્ટ વાવ મંદિર બહુચરાજીનું એક પર્યટક સ્થળ માનવામાં આવે છે.

 

December 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક