Tag: રાજસ્થાન

  • India Weather : રાજસ્થાનના અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ, દિલ્હીનું આકાશ ધુળીયુ…

    India Weather : રાજસ્થાનના અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ, દિલ્હીનું આકાશ ધુળીયુ…

    News Continuous Bureau | Mumbai

    India Weather : મંગળવારે મોડી સાંજે રાજસ્થાનના ચાર શહેરોમાં રેતીનું તોફાન જોવા મળ્યું હતું. રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલી તસવીરોમાં ધૂળની ડમરીઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આવું તોફાન જ્યાં થોડા અંતર પછી દેખાતું નથી. આ વિસ્તારોનો નજારો એવો છે કે ધૂળના વિશાળ વાદળો ખસી રહ્યા છે. રાજસ્થાનના જેસલમેર અને ચુરુમાંથી ધુમ્મસ અને વાવાઝોડાની તસવીરો સામે આવી છે. જ્યારે બિકાનેર અને હનુમાનગઢમાં પણ આ જ દ્રશ્ય જોવા મળ્યું હતું.

    હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ત્રણ દિવસ સુધી આવું બની શકે છે. જ્યારે આ પ્રકારનું વાવાઝોડું આવે છે ત્યારે ઈલેક્ટ્રીક થાંભલાઓ અને રોડની બાજુના હોર્ડિંગ્સ પડી જવાની મોટી ચિંતા રહે છે.

    જેસલમેરમાં પવનચક્કીના બેઝ ઉખડી ગયા

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાકિસ્તાનની સરહદેથી રેતીના જબરદસ્ત વાવાઝોડાએ જેસલમેર જિલ્લાના રણ વિસ્તારોમાં જોરદાર દસ્તક આપી હતી. તોફાનની ગતિ એટલી જોરદાર હતી કે પવનચક્કીના કેટલાક પંખા તૂટી ગયા. આ ઉપરાંત વાવાઝોડા અને અતિવૃષ્ટિએ જિલ્લાના કેનાલ વિસ્તારમાં ખેતરોમાં ખેડૂતોની સોલાર સિસ્ટમનો નાશ કર્યો હતો. મોટી સંખ્યામાં વીજ થાંભલા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં જોરદાર કરા અને ભારે વરસાદની માહિતી પ્રાપ્ત થઈ છે.

    પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જેસલમેર જિલ્લામાં મંગળવારે પાકિસ્તાનની સરહદેથી ઉછળેલા વાવાઝોડાએ ઘણી તબાહી મચાવી હતી. જ્યાં જિલ્લાના કેનાલ વિસ્તાર, સુથારવાલા મંડી, મોહનગઢ, નેહડાઈ વગેરે અનેક વિસ્તારોમાં ખેડૂતોની સોલાર પેનલો તૂટી ગઈલ હતી. આ ઉપરાંત જિલ્લાના અનેક વિસ્તારોમાં પોખરણ, ફલસુંદ, રામદેવરા, ભેંસરા વગેરેમાં કરા અને ભારે વરસાદની માહિતી મળી છે. આ તોફાની વરસાદને કારણે જ્યાં અનેક વિસ્તારોમાં વીજ થાંભલા પડી ગયા હતા, તોફાનની ગતિ એટલી ઝડપી હતી કે જિલ્લાના અન્ય વિસ્તારોમાં ડાંગરી, ભેંસરા વગેરેમાં લગાવવામાં આવેલી પવનચક્કીઓના મશીનો વાંકા વળી ગયા હતા અને પાંખો તૂટી ગયા હતા.

    પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે

    હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ઓરેન્જ એલર્ટની ચેતવણીના સંદર્ભમાં જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીના કડાકા અને ભારે પવનની ચેતવણીને ધ્યાનમાં રાખીને , સામાન્ય લોકોને સાવચેત રહેવા અને નબળી દિવાલની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો.વૃક્ષો અને થાંભલા નીચે ઉભા ન રહેવા અપીલ કરી હતી. આ સાથે તેમણે તમામ SDM અને સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. આ સિવાય રેસ્ક્યુ ટીમને પણ કોઈ નુકશાન થાય તો એલર્ટ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો:Mumbai Crime : પોશ એવા ચર્ચગેટ વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલના બંધ રૂમમાં યુવતીની લાશ મળી, આરોપીની લાશ રેલવે ટ્રેક પરથી પણ મળી, દક્ષિણ મુંબઈમાં ચકચાર….

     

  • શું ખરેખર વર્ષ 2020 માં વસુંધરા રાજે એ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બચાવી હતી?  રાજનૈતિક ભૂકંપ…

    શું ખરેખર વર્ષ 2020 માં વસુંધરા રાજે એ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બચાવી હતી? રાજનૈતિક ભૂકંપ…

      News Continuous Bureau | Mumbai

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે પૂર્વ સીએમ અને બીજેપી નેતા વસુંધરા રાજેને કોંગ્રેસ સરકાર માટે ‘ટ્રબલશૂટર’ ગણાવી હતી. અશોક ગેહલોતે દાવો કર્યો હતો કે 2020માં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના બળવા દરમિયાન વસુંધરા રાજે અને બીજેપી નેતા કૈલાશ મેઘવાલે તેમની સરકાર બચાવી હતી. ગેહલોતના આ દાવા બાદ રાજ્યમાં રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. વસુંધરા રાજેએ કહ્યું, અશોક ગેહલોત 2023માં હારના ડરથી ખોટું બોલી રહ્યા છે. આ તેમની વિરુદ્ધ ગેહલોતનું કાવતરું છે.

    હકીકતમાં, જુલાઈ 2020 માં, કોંગ્રેસના નેતા સચિન પાયલટના નેતૃત્વમાં કોંગ્રેસના 18 ધારાસભ્યોએ બળવો કર્યો હતો. એક મહિના સુધી ચાલેલા આ રાજકીય ડ્રામાનો પાર્ટી હાઈકમાન્ડની દરમિયાનગીરી બાદ અંત આવ્યો હતો. આ પછી પાયલોટને ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

    અશોક ગેહલોતે શું કહ્યું?

    અશોક ગેહલોત ધૌલપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ગેહલોતે કહ્યું, “જ્યારે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ હતા, ત્યારે તેમણે રાજ્યમાં ભૈરોન સિંહ શેખાવતની આગેવાની હેઠળની ભાજપ સરકારને તોડી પાડવાના પ્રયાસને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો.” એ જ રીતે, 2020ના બળવા દરમિયાન, વસુંધરા રાજે અને મેઘવાલે કહ્યું હતું કે, રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારને તોડી પાડવાની કોઈ પરંપરા નથી.

    અશોક ગેહલોતે કહ્યું, “જો હું ઈચ્છત તો ભૈરવ સિંહ જીની સરકારને નીચે લાવી શક્યો હોત. મેં કહ્યું કે આ એક અનૈતિક કૃત્ય છે. જે વ્યક્તિ બીમાર છે, તેની અમેરિકામાં સારવાર ચાલી રહી છે, તેની હાલત ખૂબ જ ગંભીર હતી અને તેની પાર્ટીના નેતાઓ તેઓ પાછળ તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

    ગેહલોતે કહ્યું, “કૈલાશ મેઘવાલ અને વસુંધરા રાજેએ પણ આવું જ કર્યું…. તેમણે શું ખોટું કર્યું? આ જ કારણ છે કે અમારી સરકાર ટકી રહી. આ ઘટના હું ક્યારેય નહીં ભૂલી શકું.

    આ સમાચાર પણ વાંચો મારુતિ ગ્રાન્ડ વિટારા 7 સીટરમાં આવી રહી છે, જાણો ક્યારે લોન્ચ થશે અને તેના શું ફીચર હશે

    ગેહલોતે અમિત શાહ પર પણ નિશાન સાધ્યું હતું

    મુખ્યમંત્રી અશોક ગેહલોતે અમિત શાહ પર નિશાન સાધ્યું. ગેહલોતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ધર્મેન્દ્ર પ્રધાને તેમની સરકારને તોડવા માટે સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.

    તેમણે કહ્યું કે, ભાજપના લોકોએ ત્રણ રાજ્યોમાં સરકારને પાડી દીધી છે. મેં મારા ધારાસભ્યોને કહ્યું કે અમારા જે ધારાસભ્યોએ અમિત શાહ પાસેથી 10-15 કરોડ લીધા છે તેઓ પૈસા પરત કરે. મેં તેને ત્યાં સુધી કહ્યું કે જો મેં મળેલા પૈસામાં બે કરોડ રૂપિયા ખર્ચ્યા હોય તો પણ હું એઆઈસીસી પાસેથી મેળવી લઈશ.

    વસુંધરા રાજેએ ગેહલોતના નિવેદનને ષડયંત્ર ગણાવ્યું

    અશોક ગેહલોતના નિવેદન પર વસુંધરા રાજેએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોત 2023માં હારના ડરથી ખોટું બોલી રહ્યા છે. વસુંધરા રાજેએ કહ્યું, ગેહલોતે ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો, જેમની ઈમાનદારી અને સત્યતા બધા જાણે છે.

    વસુંધરા રાજેએ કહ્યું, લાંચ લેવી અને આપવી બંને ગુનો છે, જો તેમના ધારાસભ્યોએ પૈસા લીધા હોય તો એફઆઈઆર નોંધો. સત્ય તો એ છે કે પોતાના જ પક્ષમાં બળવો અને જનઆધાર પાતાળમાં જવાના કારણે તેમણે આક્રોશમાં આવા આક્રોશભર્યા અને ખોટા આક્ષેપો કર્યા છે.

    પૂર્વ સીએમએ કહ્યું કે જ્યાં સુધી ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગની વાત છે તો અશોક ગેહલોત પોતે તેના માસ્ટર છે. લઘુમતીમાં હોવાના કારણે તેણે 2008 અને 2018માં આવું કર્યું હતું. તે સમયે ભાજપ કે કોંગ્રેસને બહુમતી મળી ન હતી. જો તે સમયે અમે ઇચ્છતા તો અમે પણ સરકાર બનાવી શક્યા હોત, પરંતુ તે ભાજપના સિદ્ધાંતોની વિરુદ્ધ હતું. ઉલટાનું, ગેહલોતે પોતાના વ્યવહારો દ્વારા ધારાસભ્યોને ગોઠવીને બંને વખત સરકાર બનાવી.

    તેમણે કહ્યું કે, ગેહલોત દ્વારા મારા વખાણ કરવા એ મારી વિરુદ્ધ એક મોટું ષડયંત્ર છે. ગેહલોતે જીવનમાં મારું જેટલું અપમાન કર્યું એટલું કોઈ મારું અપમાન નહીં કરી શકે. તેઓ 2023ની ચૂંટણીમાં ઐતિહાસિક હારથી બચવા માટે આવી મનઘડંત વાર્તાઓ રચી રહ્યા છે, જે કમનસીબ છે પરંતુ તેમની ષડયંત્ર સફળ થવાનું નથી.

    ગજેન્દ્ર સિંહ શેખાવતે કર્યો વળતો પ્રહાર

    કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ અશોક ગેહલોત પર વળતો પ્રહાર કર્યો છે. શેખાવતે કહ્યું, ગેહલોત નંબર વન જુઠ્ઠા છે! જો તેઓ આટલા જ સાચા હોય તો તેમણે કરોડો લેનારાઓ સામે કેસ કેમ ન નોંધાવ્યો? આ કોંગ્રેસની આંતરિક લડાઈ છે, જેને જીતવા માટે ગેહલોતજી દરેક ગેરકાયદેસર રીતનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ તેમની વિપક્ષી છાવણીને દેશદ્રોહી સાબિત કરવા માંગે છે.

     

  • રાજસ્થાનમાં ફરી રાજકીય ઘમાસાણ, સચિન પાયલટ અશોક ગેહલોતની સામે કરશે ઉપવાસ આંદોલન, જાણો શું છે મામલો

    રાજસ્થાનમાં ફરી રાજકીય ઘમાસાણ, સચિન પાયલટ અશોક ગેહલોતની સામે કરશે ઉપવાસ આંદોલન, જાણો શું છે મામલો

    News Continuous Bureau | Mumbai

    રાજસ્થાનમાં ફરી એકવાર કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી વચ્ચે રાજકીય સંઘર્ષ છેડાઈ ગયો છે. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ 11મી એપ્રિલે એક દિવસીય ભૂખ હડતાળની જાહેરાત કરી છે. આ બંને વચ્ચેના સંઘર્ષે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનો માથાનો દુખાવો વધારી દીધો છે.

    રાજસ્થાનમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘર્ષણ છેડાયું છે. સચીન પાયલટના આ ઉપવાસ અશોક ગેહલોત સરકાર ભ્રષ્ટાચાર સામે પગલાં ન લેતી હોવાના વિરોધમાં હશે, પરંતુ અહીંથી એક સંદેશ આપવાની તૈયારી છે.

    આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં સ્ટેમ્પ વિક્રેતાઓએ અનિશ્ચિત મુદતની હડતાળ પાછી ખેંચી.. સરકારે આટલી માંગ પર સંમત

    સાથે જ સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર જોરદાર પ્રહારો કર્યા છે.તેમણે ગેહલોત પર ભાજપના નેતાઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. પાયલોટે અશોક ગેહલોત પર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અશોક ગેહલોતે તેમના વિરોધ દરમિયાન થયેલા તમામ કૌભાંડોને દબાવી દીધા. જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે ભ્રષ્ટાચારને લઈને એકસાથે ઘણી બધી વાતો કહી હતી, પરંતુ આજ સુધી આ કામ થયું નથી. તેમણે કહ્યું કે હું 11મી એપ્રિલે શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસ પર જઈશ.

    જાણો કારણ શું છે?

    વસુંધરા સરકાર પર લાગેલા આરોપોની તપાસ ગેહલોત સરકાર ન કરતી હોવાથી પાયલટે શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસની જાહેરાત કરી છે. પાયલોટે 45 હજાર કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરવાની માંગ કરી છે.

  • રાજસ્થાનના લગ્નની આખા દેશમાં ચર્ચા, મામાએ ભાણીના લગ્નમાં કર્યું અધધ 3.21 કરોડનું મામેરું.. જુઓ વિડીયો.. જાણો શું શું આપ્યું..

    રાજસ્થાનના લગ્નની આખા દેશમાં ચર્ચા, મામાએ ભાણીના લગ્નમાં કર્યું અધધ 3.21 કરોડનું મામેરું.. જુઓ વિડીયો.. જાણો શું શું આપ્યું..

     News Continuous Bureau | Mumbai

    રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ત્રણ ખેડૂત ભાઈઓએ ઈતિહાસ રચ્યો છે. ભત્રીજીના લગ્નમાં 3 કરોડ 21 લાખનું મામેરુ લઈને પહોંચ્યા હતા. હાલ સમગ્ર રાજ્યમાં તેની ચર્ચા થઈ રહી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ નાગૌર જિલ્લામાં રહેતા એક જાટ પરિવારે તેમની ભાણેજના લગ્નમાં મામેરું એટલું મોટું લીધું કે તેને ઐતિહાસિક મામેરાનો એક નવો રેકોર્ડ બન્યો. આ મામેરામાં મામાએ ભાણીને એટલુ બધુ આપ્યું કે તેને જોવા માટે ગામના લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું.

     

    સમૃદ્ધ કૃષિ પરિવાર પાસે લગભગ સાડા 300 વીઘા જમીન છે. મામેરામાં 81 લાખ રૂપિયા રોકડા, 16 વીઘા જમીમ, 30 લાખનો પ્લોટ, 41 તોલા સોનું, 3 કિલો ચાંદી આપવામાં આવી હતી. તેમજ નવું ટ્રેક્ટર, ડાંગર ભરેલી ટ્રોલી અને સ્કુટી પણ આપી હતી.. એટલું જ નહીં ગામના દરેક પરિવારને ચાંદીનો સિક્કો પણ આપવામાં આવ્યો હતો. જમીન-દાગીના અને વાહન અને રોકડ સહિત લગભગ 3 કરોડ 21 લાખ રૂપિયા થાય છે.

    આ સમાચાર પણ વાંચો : અન્નદાતા સામે ઝૂકી સરકાર.. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની આટલા ટકા માંગણીઓ સ્વીકારી, આંદોલન રખાયું મોકૂફ…

    ઉલેખનીય છે કે અહીં ઐતિહાસિક મામેરા ભરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ પહેલા પણ આવા અનેક મામેરાઓ ભરાઈ ચુક્યા છે. આ પહેલા ભરાયેલા મામેરાઓમાં કુલ રકમ 1 કરોડ સુધીની હતી, પરંતુ તાજેતરમાં ભરાયેલા આ મામેરાએ અગાઉ ભરાયેલા મામેરાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

  • રાજસ્થાનના ભરતપુરમાં હેલિકોપ્ટર ક્રેશ, મધ્યપ્રદેશના મુરેનામાં એરફોર્સના બે ફાઈટર જેટ ક્રેશ

    રાજસ્થાનના ભરતપુરમાં હેલિકોપ્ટર ક્રેશ, મધ્યપ્રદેશના મુરેનામાં એરફોર્સના બે ફાઈટર જેટ ક્રેશ

    News Continuous Bureau | Mumbai

    રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. શનિવારે સવારે ભરતપુરમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. અત્યાર સુધી હેલિકોપ્ટર વિશે વધુ માહિતી સામે આવી નથી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની પણ માહિતી અત્યાર સુધી નથી મળી.

    ભરતપુરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે કઈ કંપનીનું હતું અને તેમાં કોણ સવાર હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, અહેવાલો અનુસાર, જેટનો કાટમાળ ભરતપુરમાં જોવા મળ્યો હતો. ભરતપુર જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક રંજને અગાઉના અહેવાલને ચાર્ટર જેટની પુષ્ટિ કરી હતી.

    મધ્યપ્રદેશના મુરેનામાં એરફોર્સના બે ફાઈટર જેટ ક્રેશ

    ભરતપુરના હેલિકોપ્ટર દુર્ઘટના ઉપરાંત મધ્યપ્રદેશના મુરેનામાં પણ મોટી દુર્ઘટના થઈ છે. મધ્યપ્રદેશના મુરેના પાસે ભારતીય વાયુસેનાના બે ફાઈટર જેટ ક્રેશ થયા છે. આ ફાઈટર જેટ્સમાં એક સુખોઈ-30 અને એક મિરાજ 2000 એરક્રાફ્ટ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો. હાલ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો:   400 વિકેટ લેનાર બોલરે નિવૃતિની કરી જાહેરાત, ભારત માટે રમવાનું સપનું રહ્યુ અધૂરુ

    સુખોઈ-30માં સવાર બંને પાઈલટ સુરક્ષિત

    રક્ષા સૂત્રોએ જણાવ્યું છે કે દુર્ઘટના સમયે સુખોઈ-30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ 2000માં એક પાઈલટ હતો. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે સુખોઈ-30માં સવાર બે પાઈલટ સુરક્ષિત છે, જ્યારે મિરાજના પાઈલટનો કોઈ પત્તો લાગ્યો નથી. એરફોર્સનું હેલિકોપ્ટર ત્રીજા પાયલટના સ્થાન પર ટૂંક સમયમાં પહોંચી રહ્યું છે. 

  • રાજસ્થાનમાં મોટી રેલ દુર્ઘટના: જોધપુરથી બાંદ્રા જતી ટ્રેનનાં 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, આટલા મુસાફરો થયા ઘાયલ 

    રાજસ્થાનમાં મોટી રેલ દુર્ઘટના: જોધપુરથી બાંદ્રા જતી ટ્રેનનાં 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, આટલા મુસાફરો થયા ઘાયલ 

    રાજસ્થાનના પાલીમાં આજે સવારે મોટો ટ્રેન અકસ્માત થયો છે. પાલી જિલ્લામાં ટ્રેન નં. 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત આજે સવારે 3.27 કલાકે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં લગભગ 10 લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

    નોર્થ વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ કહ્યું કે અકસ્માતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. તે જલ્દી જ ઘટનાસ્થળે પહોંચી જશે. જનરલ મેનેજર-ઉત્તર પશ્ચિમ રેલ્વે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જયપુરમાં હેડક્વાર્ટર સ્થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

    રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે

    સીપીઆરઓ કેપ્ટને જણાવ્યું કે રેલવે વિભાગે મુસાફરો અને તેમના સંબંધીઓ માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. જોધપુરનો હેલ્પલાઇન નંબર 02912654979, 02912654993, 02912624125, 02912431646 છે જ્યારે પાલીનો હેલ્પલાઇન નંબર 02932250324 છે. મુસાફરો અને તેમના સંબંધીઓ આ નંબરો પર ફોન કરીને માહિતી મેળવી શકે છે. CPROએ જણાવ્યું કે મુસાફરો અને તેમના સંબંધીઓ 138 અને 1072 હેલ્પલાઇન નંબર પર પણ કોલ કરી શકે છે.

     

    બે કોચને જોડતો હૂક તૂટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

     મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બે કોચને જોડતો હૂક તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો. હાલમાં નજીકની હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.  મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ હાલ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. તે જ સમયે, બે ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમ જ મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે.

  • દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો મોટો નિર્ણય, હવે રાતે આટલા વાગ્યા પછી નહીં વેચાય શરાબ.. 

    દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો મોટો નિર્ણય, હવે રાતે આટલા વાગ્યા પછી નહીં વેચાય શરાબ.. 

    News Continuous Bureau | Mumbai

    રાજસ્થાનમાં દારૂના ગેરકાયદે વેચાણ પર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો છે. 

    મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય. 

    એટલું જ નહીં, જો રાજ્યમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. 

    આ ઉપરાંત દારૂની દુકાન ખુલ્લી મળી તો સબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરૂદ્ધ કાર્યવાહી થશે.

    આ સમાચાર પણ વાંચો: રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

  • ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી

    ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી

    News Continuous Bureau | Mumbai

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાનો જન્મદિવસ મનાવવા રાજસ્થાન પહોંચી ગયા છે. જયપુરથી સોનિયા ગાંધી સવાઈ માધોપુર ગયા જ્યાં તેઓ રણથંભોરના શેરગઢ રિસોર્ટમાં રોકાશે. તેમની પુત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ રોડ માર્ગે રણથંભોર પહોંચી ગયા છે.

    જ્યારે રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રામાંથી વિરામ લેશે અને સોનિયા ગાંધી સાથે એક દિવસ માટે તેમનો જન્મદિવસ ઉજવશે. લોકસભામાં કોંગ્રેસના સભ્યો અપેક્ષા રાખતા હતા કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે સંસદમાં પક્ષના સાંસદોની બેઠકની અધ્યક્ષતા કરશે અને કેટલાક સાંસદોને સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો કે તેઓ બેઠકમાં હાજરી આપી શકે છે પરંતુ છેલ્લી ઘડીએ આ બદલાવ થયો છે.

    સંસદ ચાલુ, સોનિયા પરિવાર સહિત રાજસ્થાનમાં

    સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન, કોંગ્રેસે સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચાની યોજના બનાવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ છે. તેઓ શુક્રવારે સત્ર પહેલા પાર્ટીના સાંસદોની બેઠકમાં ભાગ લેવાના હતા પરંતુ હાલ તેઓ રાજસ્થાનમાં છે. સોનિયા ગાંધીનો શુક્રવારે (9 ડિસેમ્બર) જન્મદિવસ છે.

    આ સમાચાર પણ વાંચો: ગુજરાતના આ 22 જિલ્લામાં કોંગ્રેસને બેઠક નહીં, 128 ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત, જાણો ચૂંટણીમાં કેવી રીતે થાય છે ડિપોઝિટ ડૂલ

    તેઓ રાજસ્થાનના રણથંભોરના સવાઈમાધોપુરના શેરગઢ રિસોર્ટમાં પોતાનો જન્મદિવસ ઉજવશે. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે રહેશે. રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રાના કારણે સંસદના શિયાળુ સત્રમાં પહોંચી રહ્યા નથી.

    પીએમ મોદી સહિત અન્ય નેતાઓએ આપી શુભેચ્છા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા આપતા ટ્વિટ કર્યું છે. જેમાં વડાપ્રધાન મોદીએ લખ્યું કે “સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ, હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.”

  • રાજસ્થાનના ભીલવાડામાં મુસ્લિમ વ્યક્તિની ગોળી મારીને હત્યા કર્યા બાદ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું.

    રાજસ્થાનના ભીલવાડામાં મુસ્લિમ વ્યક્તિની ગોળી મારીને હત્યા કર્યા બાદ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું.

     News Continuous Bureau | Mumbai

    ગુજરાતને અડીને આવેલા રાજ્ય એટલે કે રાજસ્થાન (Rajasthan) માં હાલ કોમી તંગદીલી ફેલાઈ છે. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, એક મુસ્લિમ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેનો ભાઈ પણ તે હુમલામાં ઘાયલ થયા બાદ ભીલવાડા (Bhilwada)  શહેરમાં ઈન્ટરનેટ સેવા ( internet ) 48 કલાક માટે સસ્પેન્ડ (Suspend) કરવામાં આવી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર, છ મહિના પહેલા થયેલી એક હત્યાનો બદલો લેવા માટે બાઇક પર આવેલા ચાર હુમલાખોરોએ બંને ભાઈઓ પર ગોળીબાર કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: વાસ્તુ ટીપ્સઃ માટીની બનેલી આ વસ્તુઓને રાખો તમારા ઘરમાં, ચમકશે તમારું ભાગ્ય

    અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) હવા સિંઘ ઘુમરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે વિવિધ સ્થળોએ ટોળાં એકઠાં થયા હોવા ની માહિતી બહાર આવ્યા પછી સાવચેતીના પગલા તરીકે શહેરમાં વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે.

    પોલીસે જણાવ્યું કે હુમલાનો ભોગ બનેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન ત્યાં મોત નીપજતાં પીડિતોના પરિવારજનો અને તેમના સમર્થકોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.