Tag: વેલેન્ટાઇન ડે

  • વેલેન્ટાઇન ડે 2023: તમારા વેલેન્ટાઇન સાથે જુઓ આ રોમેન્ટિક મૂવીઝ

    વેલેન્ટાઇન ડે 2023: તમારા વેલેન્ટાઇન સાથે જુઓ આ રોમેન્ટિક મૂવીઝ

    News Continuous Bureau | Mumbai

    વેલેન્ટાઈન ડેને હવે બહુ દિવસો બાકી રહ્યા નથી. વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કંઈક ને કંઈક કરવાનું પ્લાનિંગ કરે છે. જો તમે અથવા તમારા પાર્ટનરને ફિલ્મોનો શોખ છે, તો અમે તમારા માટે કેટલીક બોલિવૂડ રોમેન્ટિક મૂવી લઈને આવ્યા છીએ. જે તમારે તમારા વેલેન્ટાઈન સાથે અવશ્ય જોવી જોઈએ.

     

    યે જવાની હે દીવાની 

    ફિલ્મ મિત્રતાથી શરૂ થાય છે, અને પ્રેમ પર સમાપ્ત થાય છે. દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે આદિત્ય રોય કપૂર અને કલ્કિ કોચલીન પણ જોવા મળ્યા હતા.ફિલ્મ ની સાથે સાથે આ ફિલ્મ ના ગીતો પણ ખુબ લોકપ્રિય થયા હતા. 

     

    દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 

    બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાનની આ ફિલ્મનું નામ સૌથી પહેલા આવે છે. જેમાં કાજોલ અને શાહરૂખ વચ્ચેનો રોમાંસ બતાવવામાં આવ્યો છે, જેઓ પોતાના પ્રેમ માટે કઈ પણ કરે છે અને અંતે એકબીજાના બની જાય છે. આજે પણ લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

     

    કહો ના પ્યાર હૈ 

    રિતિક રોશન અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ કહો ના પ્યાર હૈ, હજુ પણ તે રોમેન્ટિક ફિલ્મોમાંની એક છે જેને ચાહકો વધુ જોવા માંગે છે.

     

     જબ વી મેટ 

    ફિલ્મ ‘જબ વી મેટ’માં કરીના કપૂર અને શાહિદ કપૂર વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી છે. જેમાં તેમની વચ્ચે ત્રીજી વ્યક્તિ ચોક્કસપણે આવે છે. પરંતુ તેમનો પ્રેમ તેમને એકબીજાની નજીક લાવે છે. ફિલ્મની આખી સ્ટોરી સાથે તેના ગીતો પણ લોકોને પસંદ આવી રહ્યા છે.

     

    આશિકી 2 

    આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ આશિકી 2 આ બંને કલાકારોને રાતોરાત લોકપ્રિયતા અપાવી  હતી. ફિલ્મની વાર્તાથી લઈને તેના ગીતો સુધી તે લોકોની જીભ પર ચઢી ગઈ હતી. આજે પણ યુગલો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે.