Tag: સાયકલ

  • ઓહો શું વાત છે.. આ દેશમાં આમ નાગરિક જ નહીં પ્રધાનમંત્રી પણ સાયકલ ચલાવીને જાય છે ઓફિસ.. જુઓ વિડીયો..

    ઓહો શું વાત છે.. આ દેશમાં આમ નાગરિક જ નહીં પ્રધાનમંત્રી પણ સાયકલ ચલાવીને જાય છે ઓફિસ.. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    ભારતના રસ્તાઓ પર સાયકલ ભાગ્યે જ જોવા મળે છે. જોકે આજે પણ દેશના નાના શહેરોમાં કેટલાક લોકો સાયકલ ચલાવે છે. વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધતુ હોવાને કારણે લોકો એવા નિયમની માંગ કરી રહ્યા છે, જેથી લોકો ફરી સાયકલ ચલાવવાનું શરૂ કરે. સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે લાભકારી છે. દુનિયામાં એક એવો દેશ પણ છે, જ્યાં સાયકલને વધુ મહત્વ આપવામાં આવે છે. એટલે સુધી કે તે દેશના પ્રધાનમંત્રી પણ સાયકલ પર ઓફિસ જાય છે.

    નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં સાયકલને વધુ મહત્વ આપવામાં આવે છે. એમ્સ્ટર્ડમમાં સાયકલ ખૂબ જ પ્રચલિત છે. નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટ સાયકલ પર સંસદ અને ઓફિસ જાય છે. એમ્સ્ટર્ડમના રિંગ રોડ અને લેન સાયકલસવાર માટે વિસ્તૃત નેટવર્કથી સજ્જ છે. આ રિંગ રોડ અને લેન પર બાળકોથી લઈને વૃદ્ધ પણ સરળતાથી સાયકલ ચલાવી શકે છે. સાયકલ ચલાવવાનું કલ્ચર માત્ર એમ્સ્ટર્ડમમાં જ નહીં, પરંતુ ડચ શહેરમાં પણ છે. 20મી સદીની શરૂઆતમાં ડચ શહેરોમાં સાયકલની સંખ્યા ખૂબ જ વધુ હતી. પુરુષો અને મહિલાઓ માટે સાયકલને એક પરિવહનની એક સમ્માનજનક રીત માનવામાં આવતી હતી. યુદ્ધ બાદ ડચની અર્થવ્યવસ્થામાં તેજી આવતા લોકો કાર ખરીદવા માટે સક્ષમ બન્યા. શહેરી નીતિ નિર્માતાઓએ કારને ભવિષ્યની યાત્રા રૂપે જોઈ.

     

     

  • ગજબ કે’વાય.. મુંબઈ મેટ્રોમાં આ છોકરો રોજ પોતાની સાઈકલ લઈને જાય છે, જાણો શું છે કારણ? જુઓ વિડીયો

    ગજબ કે’વાય.. મુંબઈ મેટ્રોમાં આ છોકરો રોજ પોતાની સાઈકલ લઈને જાય છે, જાણો શું છે કારણ? જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    આ દિવસોમાં મેટ્રોના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યાં છે. દિલ્હી મેટ્રોમાં એક તરફ લોકો એકબીજા સાથે લડતા અને વિચિત્ર વર્તન કરતા જોવા મળ્યા છે. તે જ સમયે, મુંબઈની મેટ્રો પણ એક ખાસ કારણોસર હેડલાઇન્સમાં આવી છે. વાસ્તવમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મુંબઈ મેટ્રોમાં લીધેલી તસવીર શેર કરી છે. જે યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. તસવીરમાં બાળક મુંબઈ મેટ્રોની અંદર સાઈકલ સાથે દેખાય છે.

    એક તરફ મુંબઈમાં મોટી સંખ્યામાં લોકો રહેતા હોવાને કારણે પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. સાથે જ માર્ગો પર વાહનોના ભારે ધસારાને કારણે પ્રદુષણના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલમાં ભીડ અને જામથી બચવા લોકો મેટ્રોની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. જાહેર પરિવહનનો ઉપયોગ કર્યા પછી પણ મોટી સંખ્યામાં લોકો ટેક્સી અથવા અન્ય વાહનોનો ઉપયોગ કરીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. આવી સ્થિતિમાં આ બાળક પ્રદૂષણ રોકવા માટે સાઈકલનો ઉપયોગ કરતા જોવા મળે છે.

     

    વાયરલ થઈ રહેલી તસવીર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે. આ તસવીર સિવાય એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે નિવૃત્ત IAS અધિકારી રાજીવ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં મુંબઇ મેટ્રોમાં એક છોકરો સાઈકલ સાથે જોવા મળી રહ્યો છે. જે પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલના ઉપયોગ પર ભાર મૂકી રહ્યો છે. તસવીર શેર કરતા હરદીપસિંહ પુરીએ કેપ્શનમાં લખ્યું છે કે બાળક ટ્યુશન લેવા માટે દરરોજ મુંબઈ મેટ્રોનો ઉપયોગ કરે છે અને મેટ્રોની અંદર તેની સાઈકલ સરળતાથી પાર્ક કરે છે.

    હાલમાં આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રદૂષણ ઘટાડવાની આ પહેલ માટે દરેક બાળકની પ્રશંસા કરી રહ્યા છે. બીજી તરફ, નાના બાળકના આ પગલાથી લોકોમાં સાયકલ ચલાવવાની જાગૃતિ વધી છે અને તે તેમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો:  શરદ પવાર-અદાણી સાથેનો ફોટો વાયરલ થયા બાદ અજિત પવારે આપી પ્રતિક્રિયા કહ્યું- અદાણી જ છે ને કોઈ અંડરવર્લ્ડ ડોન તો નથીને.. જાણો શું છે સમગ્ર મામલો

     

  • સ્ટંટ કરવો ભારે પડ્યો.. બાળક સાયકલ પરથી ઊંધા માથે પટક્યો, ઘટના સીસીટીવીમાં કેદ.. જુઓ વિડીયો..

    સ્ટંટ કરવો ભારે પડ્યો.. બાળક સાયકલ પરથી ઊંધા માથે પટક્યો, ઘટના સીસીટીવીમાં કેદ.. જુઓ વિડીયો..

    ગુજરાતના સુરત શહેરમાંથી બાળકોને સાયકલ ચલાવવા આપતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં એક બાળક પોતાની સાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર સ્પીડ બ્રેકર આવતા બાળકે સાયકલને એક ટાયર પર ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનું બેલેન્સ ન રહેતા તે ઊંધા માથે જમીન પર પટ્કાયો હતો. ઊંધા માથે પડ્યો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

    આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. બાળક સાયકલ પરથી પડતા આસપાસના લોકો તાત્કાલિક તેને સારવાર માટે લઇ ગયા હતા. જોકે બાળકને ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. બાળકના પિતાએ તમામ બાળકોના માતાપિતાને અપીલ કરી હતી કે પોતાના બાળકને સાયકલ કે રમકડાં આપતા પહેલા તે ચકાસી લેવું તેમજ બાળકને પણ ટકોર કરવી કે સાવચેતીથી ચલાવે.

    આ સમાચાર પણ વાંચો :  કામના સમાચાર.. આ તારીખ પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક કરો, નહીં તો આવશે સમસ્યા.. જાણો સરળ રીત