News Continuous Bureau | Mumbai
ઇમરાન ખાનના ઘરને પોલીસ તેમજ સૈન્ય વિભાગે ઘેરી લીધું છે. સરકારનો દાવો છે કે ઇમરાન ખાનના ઘરમાં 250 થી વધુ અફઘાની આતંકવાદીઓ છુપાયેલા છે. આથી ઇમરાન ખાન ના ઘર પર ગમે તે ઘડીએ મોટી કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ ઇમરાનખાને નિવેદન આપ્યું છે કે પોલીસ તેમજ મીલેટરી કોર્ટ પાસેથી વોરંટ મેળવીને તેમના ઘરની તપાસ કરી શકે છે.
ઇમરાન ખાન ને ન્યાય વિભાગ તરફથી ક્લીન ચિટ મળી ચૂકી છે. દરેક કેસમાં તેમને રાહત મળી છે. પરંતુ સરકાર ઇમરાન ખાન સામે કડક પગલાં લેવા માંગે છે. આ કારણથી હવે એવું લાગી રહ્યું છે કે ઇમરાન ખાન ની પાર્ટી એટલે કે પી.ટી.આઈ ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવશે
