Tag: હાથી

  • બે સૌથી મજબૂત જાનવર વચ્ચે ખેલાયું યુદ્ધ, હાથી અને ગેંડા પૈકી કોણ જીત્યુ? જુઓ આ વીડિયોમાં

    બે સૌથી મજબૂત જાનવર વચ્ચે ખેલાયું યુદ્ધ, હાથી અને ગેંડા પૈકી કોણ જીત્યુ? જુઓ આ વીડિયોમાં

      News Continuous Bureau | Mumbai

     સિંહ ભલે જંગલનો રાજા હોય, વાઘ વિકરાળ હોય, ગેંડાને પોતાની તાકાત પર ગર્વ હોય, પણ હાથીનો મુકાબલો કરવાની ભૂલ કોઈ કરતું નથી. હા, ગજરાજને જોઈને જંગલના તમામ પ્રાણીઓ પોતાનો રસ્તો બદલી નાખે છે. તેનું સૌથી મોટું કારણ છે મહાકાય પ્રાણીનું 6000 કિલો વજન. તેમ છતાં એક ગેંડાએ ભૂલ કરી. રાતના અંધકારમાં હાથીને એકલો જોઈને તે સામે પડકાર ફેંકવા ઊભો રહ્યો. પછી શું હતું, ગજરાજનો ગુસ્સો જોઈને તેને પરસેવો વળી ગયો. હાથી એક ડગલું આગળ વધે તો ગેંડાએ બે ડગલું પાછળ જવું પડ્યું. આ લડાઈનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

     

    આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે રાત્રીનો સમય છે. બન્ને જાનવર એકબીજાની સામે આવી ગયા છે. હાથી, ગેંડા તરફ આગળ વધે છે. ત્યારબાદ ગેંડો સીધો હાથી સાથે ટકરાય છે. હાથીની તુલનામાં ખૂબ જ નાનો હોવા છતાં ગેંડામાં કોઈ જ ડર દેખાતો નથી. જોકે બાદમાં ગેંડાએ હાથીથી પછડાટનો સામનો કરવો પડે છે અને ઉભી પુછડીએ ભાગવું પડે છે.

    આ સમાચાર પણ વાંચો: દરિયાની અંદર તરવાનો આનંદ માણતો હતો ટૂરિસ્ટ, અચાનક શાર્કે કર્યો હુમલો.. ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો

    તસ્કરો નિર્દયતાથી શિંગડા કાપી નાખે છે

     એક શિંગડાવાળા ગેંડાનું વજન 1000 કિલોથી વધુ હોય છે. તેમનો ગેરકાયદેસર શિકાર વધી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગેંડા પરિવારનો માણસો દુશ્મન બની ગયો છે. એક અહેવાલ મુજબ, પૃથ્વી પર દરરોજ લગભગ ત્રણ ગેંડા માર્યા જાય છે. તેમને મારતા પહેલા ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવે છે. હા, નશીલા ઈન્જેક્શન આપીને અમાનવીય રીતે તેમના શિંગડા કાપી નાખવામાં આવે છે. આ પછી તેઓ પીડાતા રહે છે.
     

  • જંગલ સફારી માણી રહેલા પ્રવાસીઓએ બૂમ-બરાડા કરતા હાથી ઉશ્કેરાયો, પછી શું થયું? જુઓ આ વીડિયોમાં…

    જંગલ સફારી માણી રહેલા પ્રવાસીઓએ બૂમ-બરાડા કરતા હાથી ઉશ્કેરાયો, પછી શું થયું? જુઓ આ વીડિયોમાં…

    News Continuous Bureau | Mumbai]

    ઘણીવાર લોકો જંગલ સફારી દરમિયાન એવી હરકતો કરે છે જે પ્રાણીઓને પસંદ નથી હોતી. ઘણી વખત માણસોના આ કૃત્યથી પ્રાણીઓ પણ ગુસ્સે થઈ જાય છે અને તેમની પાછળ દોડવા લાગે છે. આવી સ્થિતિમાં, ત્યાંથી માણસોનું બચવું એ પણ યુદ્ધ જીતવા બરાબર છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલીક છોકરીઓ જંગલ સફારીની મજા લેતી જોવા મળે છે. ત્યારે અચાનક એક હાથી તેમની સામે આવી જાય છે અને તેઓએ પોતાનો જીવ બચાવવા કારની ઝડપ વધારવી પડે છે.

    વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ખાલી રસ્તા પર એક હાથી ગુસ્સામાં રસ્તા પર દોડી રહ્યો છે. તે કાર તરફ ઝડપથી દોડતો જોવા મળે છે. તે જ સમયે, કારમાં કેટલીક છોકરીઓ બેઠી છે, જે જંગલ સફારીનો આનંદ માણી રહી છે. છોકરીઓ હાથીને જોતાની સાથે જ તેનો વીડિયો બનાવવા લાગે છે. આ પછી છોકરીઓનો અવાજ સાંભળીને હાથી ગુસ્સે થઈ જાય છે અને કારનો પીછો કરવા લાગે છે. વીડિયોમાં હાથીને જોઈને લાગે છે કે તે ખૂબ જ ગુસ્સામાં છે. કારમાં બેઠેલી યુવતીઓ પણ ડરી જાય છે. પરંતુ કારને ઝડપી કર્યા પછી, હાથી પીછેહઠ કરે છે અને જંગલ તરફ જવાનું શરૂ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

     

    આ સમાચાર પણ વાંચો: NCP પ્રદેશ પ્રમુખ જયંત પાટિલને EDની નોટિસ; સોમવારે પૂછપરછ માટે હાજર થવા આદેશ.

  • બે મહાકાય હાથીઓ વચ્ચેની જબરદસ્ત લડાઈ… તમે ભાગ્યે જ જોયો હશે આવો વીડિયો.. જુઓ રેર વીડિયો

    બે મહાકાય હાથીઓ વચ્ચેની જબરદસ્ત લડાઈ… તમે ભાગ્યે જ જોયો હશે આવો વીડિયો.. જુઓ રેર વીડિયો

       News Continuous Bureau | Mumbai

    હાથીઓને ખૂબ જ શાંત સ્વભાવના અને અન્ય પ્રત્યે પ્રેમાળ પ્રાણી માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ વિશાળ પ્રાણી ગુસ્સે થાય છે, ત્યારે તે આકાશને માથે ઉંચકી લે છે. ઈન્ટરનેટ પર એવા ઘણા વિડીયો છે જેમાં હાથીઓ મસ્તી કરતા અને માણસો તથા અન્ય પ્રાણીઓ સાથે સારી રીતે વર્તે છે. પરંતુ જો તેઓને ઉશ્કેરવામાં આવે તો તેઓ ખૂબ ગુસ્સે થાય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં બે હાથીઓની લડાઈ જોવા મળી રહી છે.

    વિડિઓ જુઓ:

    આ વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે હાથીઓ સામસામે ઉભા છે અને થોડી જ વારમાં તેઓ ધીમે ધીમે એકબીજા પર હુમલો કરવાનો પ્રયાસ કરવા લાગે છે. થોડા સમય પછી તેમની લડાઈ વધી જાય છે. બે હાથીઓની લડાઈ દર્શાવતો આ વીડિયો કોઈ ચાલતા વાહનમાંથી કોઈએ રેકોર્ડ કર્યો છે. લડાઈ દરમિયાન, બંને હાથીઓ તેમના દાંતને એકબીજા સાથે ફસાવતા પણ જોઈ શકાય છે. 

     આ સમાચાર પણ વાંચો : હાશકારો.. WHO ની મોટી જાહેરાત- હવે ખતમ થઈ ગયો કોરોના, કોવિડ હવે નથી રહ્યો વૈશ્વિક મહામારી..

    ટ્વિટર પર વિડિયો શેર કરતાં, IFS અધિકારી બડોલાએ કેપ્શનમાં લખ્યું, “ટાઈટન્સની અથડામણ!” . વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. લોકોએ આ વીડિયોને ખૂબ જ અવિશ્વસનીય અને દુર્લભ ગણાવ્યો છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે. કેટલાક નેટીઝન્સ હાથીઓની લડાઈ પાછળનું કારણ જાણવા માટે ઉત્સુક દેખાયા, જ્યારે કેટલાકે કહ્યું કે તેઓએ ક્યારેય હાથીઓને એકબીજા સાથે લડતા જોયા નથી.

  • આ મહિલાને ગજરાજ સાથે મસ્તી કરવી પડી ભારે, જુઓ VIDEOમાં શું થયું

    આ મહિલાને ગજરાજ સાથે મસ્તી કરવી પડી ભારે, જુઓ VIDEOમાં શું થયું

    News Continuous Bureau | Mumbai

    હાથીઓ ખૂબ જ શાંત હોય છે. પરંતુ જ્યારે તેમની સુરક્ષાની વાત આવે છે ત્યારે તેઓ ભયભીત બની જાય છે. આ મહાકાય પ્રાણી સામે મોટા વાહનો પણ નબળા પડી જાય છે. જો કે, તેમનું મૈત્રીપૂર્ણ વર્તન લોકોને તેમની નજીક લઈ જાય છે. પણ ભાઈ… ક્યારેક તે કેટલીક બાબતોથી ગુસ્સે થઈ જાય છે અને લોકોને સજા પણ કરે છે! આ વાયરલ વીડિયો તેનું ઉદાહરણ છે.

    જુઓ વિડીયો

    આ વિડિયો માત્ર 15 સેકન્ડનો છે, જેમાં આપણે એક હાથીને જોઈ શકીએ છીએ. એક મહિલા તેની સાથે મજાક કરતી જોવા મળી રહી છે અને હાથીની કેળા લઈને મસ્તી કરી રહી છે. બરોબર ત્યારે જ હાથી તેની સૂંઢની મુક્કો મારીને નીચે પાડી દે છે.

    આ સમાચાર પણ વાંચો: ગજબ કે’વાય.. IPLમાં અર્જુન સામે આવ્યો શુભમન ગિલ, પણ ટ્રેન્ડમાં આવી સારા તેંડુલકર.. જુઓ ફની મીમ્સ..

  • શુ તમે ક્યારેય બાળ હાથીને પાણી ભરેલા ટબમાં નહાતા જોયો છે… નહીં તો જુઓ પૂરો વીડિયો

    શુ તમે ક્યારેય બાળ હાથીને પાણી ભરેલા ટબમાં નહાતા જોયો છે… નહીં તો જુઓ પૂરો વીડિયો

    News Continuous Bureau | Mumbai

    સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણીઓના ફની વીડિયો વાયરલ થતા રહે છે જેને જોઈને આપનો દિવસ બની જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીનું બાળક ટબમાં પાણી જોઈને એટલું ખુશ થઈ જાય છે કે તેમાં કુદી પડે છે. 
    વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથીના બાળકને પાઈપથી નવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે તે બાળ હાથીની નજર સામે પડેલા ટબમાં ડૂબકી લગાવા જાય છે. તે ટબમાં પાણી ભરેલું છે. પાણી ભરેલા ટબને જોતાની સાથે જે ટબમાં કુદી પડે છે. પાણી સાથે મસ્તી કરવાના મુડમાં બાળ હાથી ટબમાં આળોટવા લાગે છે. ધબાક દઈને ટબમાં પડે છે અને ટબનું બધુ જ પાણી બહાર આવી જાય છે. ટબમાં નહાવા પડવા માટે તે ખૂબ ખુશ થઈ જાય છે અને પોતાનો બાથ ટાઈમ એન્જોય કરે છે. ટબમાં નહાવા માટે પડેલો આ બાળ હાથી ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે.
    હાલ લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.
  • ના હોય.. આ હાથી છોલીને ખાય છે કેળાં, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો..

    ના હોય.. આ હાથી છોલીને ખાય છે કેળાં, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો..

    News Continuous Bureau | Mumbai

    તાજેતરના સમયમાં, સોશિયલ મીડિયા પર વાઇલ્ડ લાઇફ વીડિયોએ તમામ યુઝર્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વન્ય પ્રાણીઓની જીવનશૈલી સાથે સંકળાયેલા વાઈલ્ડલાઈફ વીડિયોને કારણે યુઝર્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો મોટાભાગે સૌથી વધુ ભયંકર શિકારીઓ પ્રાણીઓના છે. જેમાં તેઓ નિર્દયતાથી શિકાર કરતા જોવા મળે છે. ત્યારે હાલમાં જ એક હાથીનો એક ક્યૂટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અનોખા અંદાજમાં કેળું ખાતા જોવા મળી રહ્યો છે.

    સામાન્ય રીતે હાથીઓ જંગલોમાં મોટા ઘાસ અને ઝાડના પાંદડા ખાય છે. તે જ સમયે, શહેરોમાં દેખાતા હાથીઓ ઘણીવાર ફળો અને શાકભાજી ખાતા જોવા મળે છે. હાલમાં, હાથીના કેળા ખાવાનો વિડીયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથી માણસની જેમ કેળા ખાતા જોવા મળે છે. જેને જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ છે. મોટાભાગના યુઝર્સ તેને ચમત્કાર માની રહ્યા છે.
  • શું તમે ક્યારેય આત્મનિર્ભર હાથી જોયો છે? ગજરાજની આ સ્ટાઈલ જોઈને તમે પણ તેના ફેન થઇ જશો..

    શું તમે ક્યારેય આત્મનિર્ભર હાથી જોયો છે? ગજરાજની આ સ્ટાઈલ જોઈને તમે પણ તેના ફેન થઇ જશો..

    હાથીઓને સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. તેઓ અન્ય પ્રાણીઓ કરતા વધુ હોશિયાર હોય છે અને તેઓ મનુષ્યની નકલ સરળતાથી કરી શકે છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જ્યાં હાથીઓએ મગજ લગાવીને લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથી પાણીની પાઇપ વડે સ્નાન કરતો જોવા મળે છે. વીડિયોમાં હાથીની બુદ્ધિમત્તા જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.


    વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાથી તેના સુંઢ વડે પાઇપ પડકીને તેમાંથી નીકળતા પાણીથી સ્નાન કરી રહ્યો છે. એટલું જ નહીં, તે આ પાઈપને તેના સુંઢ સાથે લઈ જઈ રહ્યો છે અને તેના પાણીની મજા માણી રહ્યો છે. આ વિડીયો જોઈને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ તેના શરીરને પાણીથી ધોઈ રહ્યો છે અને સ્નાન કરી રહ્યો છે.

    આપને જણાવી દઈએ કે આ વિડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે કેપ્શન પણ ખૂબ સરસ લખ્યું છે. તેમણે લખ્યું કે હું તેમને કેદમાં રાખવાનું સમર્થન નથી કરતો, પરંતુ હાથીઓની બુદ્ધિમત્તાની પ્રશંસા કરવી પડે. અદ્ભુત, તેઓ જાતે જ સ્નાન કરે છે. આ પછી તેણે આ વીડિયો શેર કર્યો છે.