Tag: 2022

  • ફિલ્મ શેરશાહે જીત્યો બેસ્ટ એક્શન ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ-જાણો કયો એવોર્ડ આવ્યો કોની ઝોળી માં-વાંચો વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં

    ફિલ્મ શેરશાહે જીત્યો બેસ્ટ એક્શન ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ-જાણો કયો એવોર્ડ આવ્યો કોની ઝોળી માં-વાંચો વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં

    News Continuous Bureau | Mumbai

    મુંબઈમાં(Mumbai) Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં(Jio world convention center) 67મો ફિલ્મફેર એવોર્ડ (FIlmfare award)સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક કલાકારોએ સમારોહમાં હાજરી આપી હતી. એવોર્ડ સમારોહમાં વિવિધ કેટેગરીના વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ફિલ્મફેર એવોર્ડ્સ બોલિવૂડનો લોકપ્રિય એવોર્ડ(popular award) શો છે. આ દરમિયાન રેડ કાર્પેટ પર કિયારા અડવાણી, કાર્તિક આર્યન, વિકી કૌશલ અને દિયા મિર્ઝાના સુંદર અવતાર જોવા મળ્યા હતા. આ વખતે આ શો રણવીર સિંહ અને અર્જુન કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો.

    અભિનેત્રી કેટરિના કૈફ ફિલ્મફેર સમારોહ દરમિયાન રેડ કાર્પેટ(red carpet) પર ચમકદાર સાડીમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. તે જ સમયે, તાપસી પન્નુનો ગ્લેમરસ અવતાર પણ એવોર્ડ નાઇટમાં (award night)જોવા મળ્યો હતો. આ સિવાય અભિનેત્રી દિશા પટાનીએ સ્ટેજ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો.એવોર્ડ શો દરમિયાન, ફિલ્મફેરે આ વર્ષે અવસાન પામેલ બોલિવૂડ સેલિબ્રિટીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. રવીના ટંડન, શહેનાઝ ગિલ, મૌની રોય, કરણ કુન્દ્રા, મલાઈકા અરોરા, કૃતિ સેનન જેવા ઘણા કલાકારોએ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી.

    આવો જાણીએ કોને કયો એવોર્ડ મળ્યો-

    શ્રેષ્ઠ અભિનેત્રી – કૃતિ સેનન (મિમિ)

    શ્રેષ્ઠ ફિલ્મ – શેરશાહ 

    શ્રેષ્ઠ દિગ્દર્શક – વિષ્ણુવર્ધન (શેર શાહ)

    શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક) – વિકી કૌશલ (સરદાર ઉધમ)

    શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ) – વિકી કૌશલ (સરદાર ઉધમ)

    શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક) – વિદ્યા બાલન (શેરની)

    શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી ફિમેલ – સાઈ તમહંકાર(મિમિ)

    શ્રેષ્ઠ સહાયક અભિનેતા મેલ – પંકજ ત્રિપાઠી (મિમિ)

    શ્રેષ્ઠ પ્લેબેક સિંગર – બી પ્રાક (મન ભરાયા શેરશાહ)

    શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફીમેલ – અસીસ કૌર (રાતા લમ્બિયા – શેર શાહ)

    શ્રેષ્ઠ ગીત – કૌસર મુનીર (લેહરા દો – 83)

    શ્રેષ્ઠ પટકથા – શુભેન્દુ ભટ્ટાચાર્ય, રિતેશ (સરદાર ઉધમ)

    બેસ્ટ ડાયલોગ – વરુણ ગ્રોવર, દિબાકર બેનર્જી (સંદીપ ઔર પિંકી ફરાર)

    શ્રેષ્ઠ ડેબ્યુ મેલ – એહાન ભટ (99 સોન્ગ્સ)

    શ્રેષ્ઠ ડેબ્યુ ફીમેલ – શર્વરી વાઘ (બંટી ઔર બબલી)

    શ્રેષ્ઠ કોરિયોગ્રાફી- વિજય સિંહ (ચકા ચક, અતરંગી રે)

    શ્રેષ્ઠ એક્શન- શેરશાહ

    શ્રેષ્ઠ VFX – સરદાર ઉધમ

    બેકગ્રાઉન્ડ સ્કોર – સરદાર ઉધમ

    શ્રેષ્ઠ એડિટિંગ – શેર શાહ

    શ્રેષ્ઠ સાઉન્ડડિઝાઇન – સરદાર ઉધમ

    લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ – સુભાષ ઘાઈ

    આ સમાચાર પણ વાંચો : બ્રહ્માસ્ત્ર ના પ્રમોશન માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લીધી આઈઆઈટી બોમ્બેની મુલાકાત-ત્યાં ઉપસ્થિત સ્ટુડન્ટ્સ ને અભિનેત્રી એ આ રીતે કર્યા મનોરંજિત-જુઓ વિડીયો

  • આજે મંગળ નું થશે રાશિ પરિવર્તન- આ 4 રાશિઓ ને મળશે ભાગ્યનો સાથ-જાણો એ રાશિ ભાગ્યશાળી રાશિ વિશે

    આજે મંગળ નું થશે રાશિ પરિવર્તન- આ 4 રાશિઓ ને મળશે ભાગ્યનો સાથ-જાણો એ રાશિ ભાગ્યશાળી રાશિ વિશે

     News Continuous Bureau | Mumbai

    આજે  મંગળ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં રાહુની સ્થિતિ પહેલાથી જ છે. મેષ રાશિમાં મંગળ અને રાહુની હાજરીને કારણે અંગારક યોગ (angarak yog)બનશે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મેષ રાશિ એ મંગળની જ નિશાની છે, તેથી કહી શકાય કે મંગળ તેના ઘરમાં આવ્યો છે. જે 10 ઓગસ્ટ સુધી રહેશે. આ પહેલાં માર્ચ 1985માં આ સ્થિતિ બની હતી જ્યારે મેષ રાશિમાં મંગળ અને રાહુની યુતિ(mangal rahu yuti) બની હતી. મંગળને બધા ગ્રહોના સેનાપતિ હોવાનો દરજ્જો મળ્યો છે. મંગળ, મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે.મંગળનું આ રાશિ પરિવર્તન તમામ લોકો પર અલગ-અલગ અસર કરશે. તે કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે અશુભ રહેશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ રાશિ માટે મેષ રાશિનું રાશિ પરિવર્તન શુભ થવાનું છે.

    1. મિથુન

    મંગળના રાશિ પરિવર્તનની શુભ અસર આ રાશિ પર જોવા મળશે. તેમના બધા અટકેલા કામ પૂર્ણ થશે અને પૈસા સંબંધિત મામલાઓમાં સફળતા મળશે. આ સમયે આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી મન પ્રસન્ન રહેશે. વિવાહિત જીવનમાં (married life)ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે, સાથે જ અપરિણીત લોકો માટે સારા સંબંધો પણ આવી શકે છે. વ્યવસાયમાં (business)કોઈ મોટી સફળતા મળી શકે છે અને નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ રહેશે.

    2. કર્ક 

    મંગળનું સંક્રમણ એટલે કે રાશિ પરિવર્તન ખૂબ જ શુભ ફળ આપશે. આ સમય દરમિયાન ધનલાભની તકો આવશે અને અટવાયેલા પૈસા પણ મળશે. નોકરીમાં મોટી (job)જવાબદારી મળી શકે છે જે ભવિષ્યમાં તમારા પ્રમોશન નો(promotion) માર્ગ નક્કી કરશે. બેરોજગારો માટે નોકરીના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તેનાથી આત્મવિશ્વાસ પણ વધશે. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદોનો ઉકેલ આવી શકે છે અને તમને અચાનક નાણાકીય લાભ મળશે.

    3. સિંહ 

    મંગળ ના  મેષ રાશિમાં ગોચર થવાથી આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. આ રાશિના લોકો માટે નાણાંકીય લાભની ઘણી તકો આવશે. વ્યવસાય સંબંધિત યાત્રા (business tour)લાભદાયી સાબિત થશે. નોકરીમાં વૃદ્ધિથી મન પ્રસન્ન રહેશે. રોકાણ માટે પણ આ સમય ઘણો સારો છે. આ સમયે કરવામાં આવેલ રોકાણ નજીકના ભવિષ્યમાં ફાયદાકારક રહેશે.

    4. કુંભ

    આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. રોકાયેલા કાર્યો આ સમયે પૂરા થઈ શકે છે. મિલકત સંબંધિત બાબતોમાં સફળતા મળશે. સુખદ કૌટુંબિક યાત્રાઓ(family tour) થઈ શકે છે. કરિયરને લઈને પણ આ સમય તમારા પક્ષમાં રહેશે. વ્યાપારી લોકો સારો નફો મેળવશે અને નવી યોજનાઓમાં પણ રોકાણ કરશે. આ દરમિયાન કોઈ મોટી ડીલ  પણ થઈ શકે છે.

     

  • 24 જૂને મનાવવામાં આવશે યોગિની એકાદશી -આ દિવસે ના કરતા ચોખાનું સેવન-જાણો એકાદશી ની પૂજા  વિધિ અને વ્રત ની કથા

    24 જૂને મનાવવામાં આવશે યોગિની એકાદશી -આ દિવસે ના કરતા ચોખાનું સેવન-જાણો એકાદશી ની પૂજા વિધિ અને વ્રત ની કથા

    News Continuous Bureau | Mumbai

    યોગિની એકાદશી શુક્રવાર, 24 જૂન, 2022 ના રોજ છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના પુણ્ય પ્રભાવથી વ્રતના તમામ પાપ નષ્ટ થઈ જાય છે.યોગિની એકાદશી વિશે ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આ વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ મળે છે.આ દિવસે બની શકે તો ઉપવાસ કરો. ઉપવાસમાં અનાજ ખાઇ શકાય નહીં. ઉપવાસ કરી શકો નહી તો એક સમયે ફળાહાર કરી શકાય છે. આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે.

    એકાદશી પૂજા પદ્ધતિ-

    *એકાદશીના દિવસે સૌપ્રથમ સવારે ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને એકાદશીના વ્રતનો સંકલ્પ કરવો.

    *તે પછી, ઘરના મંદિરમાં પૂજા કરતા પહેલા, એક વેદી બનાવો અને તેના પર 7 ડાંગર (અડદ, મૂંગ, ઘઉં, ચણા, જવ, ચોખા અને બાજરી) મૂકો.

    *વેદી પર એક કલશ સ્થાપિત કરો અને તેમાં કેરી અથવા અશોકના 5 પાંદડા મૂકો.

    *હવે વેદી પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર મૂકો.

    ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીવ, નેવેદ્ય વગેરે પૂજન સામગ્રી ચઢાવો અને કથા સાંભળો.

    *ત્યારબાદ ધૂપ-દીપથી વિષ્ણુની આરતી કરો.

    *સાંજે ભગવાન વિષ્ણુની આરતી ઉતાર્યા બાદ ફળ ગ્રહણ કરો.

    *ભજન-કીર્તન કરતી વખતે રાત્રે સૂવું નહીં, જાગરણ કરવું.

    *આ દિવસે ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં. 

    *આ દિવસે કોઇપણ પ્રકારનો નશો કરવો નહીં. આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું.

    યોગિની એકાદશી વ્રત કથા-

    પ્રાચીન સમયમાં અલકાપુરી નગરમાં રાજા કુબેરના ઘરે હેમ નામનો માળી રહેતો હતો. તેમનું કામ ભગવાન શિવની પૂજા માટે માનસરોવરથી દરરોજ ફૂલ લાવવાનું હતું. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લઇને આવ્યો, પરંતુ તે પોતાની ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને પોતાની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો.આનાથી ક્રોધિત થઈને કુબેરે હેમ માળી ને શ્રાપ આપ્યો કે, તુ પત્નીથી દૂર રહીશ અને પૃથ્વી ઉપર જઇને કોઢી બનીશ. કુબેરના શ્રાપથી હેમ માળી પૃથ્વી ઉપર ગયો અને તેને કોઢ થઇ ગયો. તેની પત્ની પણ તેની પાસે હતી નહીં. તે ઘણાં લાંબા સમયથી દુઃખી રહ્યો. એક દિવસ તે માર્કણ્ડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તેને જોઇને ઋષિએ કહ્યું, તે એવું કયું પાપ કર્યું છે, જેના કારણે તારી આવી સ્થિતિ થઇ ગઇ. હેમ માળીએ સંપૂર્ણ વાત તેમને જણાવી. તેમની પરેશાની સાંભળીને ઋષિએ તેને યોગિની એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું. હેમ માળીએ વિધિપૂર્વક યોગિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો.

     

  • ‘બાહુબલી’ ફેમ એક્ટર પ્રભાસ વર્ષ 2022 માં કરવા જઈ રહ્યો છે લગ્ન! અભિનેતાના લગ્નના સમાચારે ચાહકોમાં વધાર્યો ઉત્સાહ ; જાણો આ વાયરલ સ્ટોરી પાછળનું સત્ય

    ‘બાહુબલી’ ફેમ એક્ટર પ્રભાસ વર્ષ 2022 માં કરવા જઈ રહ્યો છે લગ્ન! અભિનેતાના લગ્નના સમાચારે ચાહકોમાં વધાર્યો ઉત્સાહ ; જાણો આ વાયરલ સ્ટોરી પાછળનું સત્ય

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 05 માર્ચ 2022           

    શનિવાર

    સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે શ્યામ' 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.પ્રભાસ ફિલ્મ 'રાધે શ્યામ'ને લઈને ઘણી ચર્ચામાં છે. 'રાધે શ્યામ'. ફિલ્મના પ્રમોશનમાં પ્રભાસની નવી ફિલ્મની સાથે તેના લગ્નની ચર્ચાઓ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.ઈન્ટરનેટ પર એવા અહેવાલો પણ ચાલી રહ્યા છે કે પ્રભાસ વર્ષ 2022માં લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રભાસના લગ્નના સમાચારે ચાહકોમાં ઉત્તેજનાનું સ્તર ચાર ગણું વધારી દીધું છે. તો આ વો જાણીયે  બાહુબલી અભિનેતાના લગ્નના સમાચારની સત્યતા વિશે.

    વાત એમ છે કે, પ્રભાસ 'રાધે શ્યામ'માં હસ્તરેખાશાસ્ત્રી વિક્રમાદિત્યની ભૂમિકા ભજવી રહ્યો છે. આ સાથે જોડાયેલા, પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય વિનોદ કુમારે અભિનેતાના લગ્ન વિશે રસપ્રદ ભવિષ્યવાણી કરી છે. જ્યોતિષે તેનો લેટેસ્ટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જ્યોતિષે પોતાના વિડિયોમાં જણાવ્યું હતું કે, રાધે શ્યામ ફિલ્મમાં હસ્તરેખાવાદકની ભૂમિકા ભજવી રહેલા હેન્ડસમ પૅન ઇન્ડિયા સ્ટાર ખૂબ જ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.જ્યોતિષની આગાહી બાદથી પ્રભાસના ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

    નેપોટિઝમ નો બેતાજ બાદશાહ અને સોશિયલ મિડીયા પર સતત ટ્રોલ થનાર કરણ જોહર હવે આ સ્ટાર કિડ ને કરશે લોન્ચ

    પ્રભાસની નવી ફિલ્મ રાધે શ્યામ સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. રાધે શ્યામમાં પ્રભાસ અભિનેત્રી પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળશે.ફિલ્મનું ટ્રેલર પણ મેટાવર્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યારથી મેટાવર્સ પર ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું છે, ત્યારથી અભિનેતાના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુલશન કુમાર અને ટી-સિરીઝની રાધે શ્યામ ફિલ્મ યુવી ક્રિએશન્સ પ્રોડક્શન બેનર હેઠળ રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને કોટાગિરી વેંકટેશ્વર રાવે એડિટિંગ સંભાળ્યું છે.

  • નવા વર્ષથી મોંઘુ પડી શકે છે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું, પહેલી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે આ નવો નિયમ; જાણો વિગત

    નવા વર્ષથી મોંઘુ પડી શકે છે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું, પહેલી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે આ નવો નિયમ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 21 ડિસેમ્બર 2021 

    મંગળવાર.

    કોરોના મહામારી દરમિયાન હોટલો બંધ હતી, એવા સમયે લોકો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હતા. હવે કોરોના ઓછો થઈ ગયો છે. છતાં લોકોનું ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ક્રેઝ ઓછો થયો નથી. પરંતુ હવે તમને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું નવા વર્ષથી મોંઘુ પડી શકે છે.

    ફૂડ ડીલવરી એપ પર ખાદ્ય પદાર્થ ઓર્ડર કરનારા ગ્રાહકોને હવે પાંટ ટકા ટેક્સ ચૂકવવો પડવાનો છે. કેન્દ્ર સરકારે ઝોમેટો અને સ્વીગી જેવી ફૂડ ડિલિવરી કરતી એપ્સ પર પાંચ ટકાનો કર લગાવ્યો છે. આ નવો નિયમ પહેલી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે.

    લાંબા સમયથી આવી ફૂડ ડિલિવરી કરતી એપ્સને ગુડ્સ સર્વિસ ટેક્સ(જીએસટી) હેઠળ લાવવાની માગણી થઈ રહી હતી. 17 સપ્ટેમ્બરની બેઠકમાં તેને મંજૂર કરવામાં આવ્યું હતું. તે મુજબ નવો નિયમ નવા વર્ષના પહેલા દિવસથી અમલમાં આવી જશે.

    ઓમિક્રોનના ભયની અસર! શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 1100થી વધુ પોઈન્ટ તૂટ્યો, એક જ ઝાટકે રોકાણકારોના આટલા લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

    કાયદેસર રીતે આ પાંચ ટકાનો ટેકસ ગ્રાહકના માથા પર આવવાનો નથી. કારણ કે સરકાર ફૂડ ડિલિવરી કરતી કંપની પાસેથી આ ટેક્સ વસૂલ કરશે. પરંતુ ફૂડ ડિલિવરી કરનારી આ એપ્સ ગ્રાહક પાસેથી કોઈ પણ સ્વરૂપમાં  પાંચ ટકાનો કર વસુલ કરી શકે છે.

  • ATMથી કેશ કાઢવા હવે મોંઘા પડશેઃ લિમિટથી વધુ વખત પૈસા કાઢવા પર ચૂકવવો પડશે.આટલો ચાર્જ; જાણો વિગત

    ATMથી કેશ કાઢવા હવે મોંઘા પડશેઃ લિમિટથી વધુ વખત પૈસા કાઢવા પર ચૂકવવો પડશે.આટલો ચાર્જ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
    મુંબઈ. 3 ડિસેમ્બર 2021
    શુક્રવાર.

    નવા વર્ષમાં એટલે કે 2022ની સાલથી ATMથી રોકડ રકમ કાઢવી મોંધુ પડવાનું છે. એટલે કે ગ્રાહક જો નક્કી કરેલી લિમિટથી વધુ વખત પૈસા વિડ્રો કરે છે તો તે માટે બેન્કને ચાર્જ ચૂકવવો પડશે. 

    RBIના નિયમો મુજબ એક્સિસ બેન્ક અથવા અન્ય બેન્કના ATMથી મફતમાં પૈસા વીડ્રો કરવાની રહેલી લિમીટથી વધુ વખત ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા પર 21 રૂપિયા અને GST ચૂકવવો પડશે આ નિયમ પહેલી જાન્યુઆરી 2022થી લાગુ પડશે.

     

    દેશની ટોચની આ કાર ઉત્પાદક કંપનીએ કારના ભાવમાં કર્યો વધારો, ભાવ વધારો આવતા મહિનાથી આવશે અમલમાં; જાણો વિગત

    અહીં ઉલ્લેખનીય છે કે પોતાની બેન્કના ATMથી દર મહિને પાંચ વખત મફતમાં ફાઈનાન્શિયલ અથવા નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.  મેટ્રો શહેરોમાં અન્ય બેન્કના ATMથી ત્રણ અને નોન મેટ્રો સેન્ટરમાં આવેલા  ATMથી પણ પાંચ વખત મફત માં સુવિધા મળે છે. 
    આગામી મહિનાથી ગ્રાહકોને મફતમાં મળતી લેવડ-દેવડની સુવિધાની માસિક લિમિટ પૂરી થયા બાદ 20 રૂપિયાની બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન આપવા પડશે. RBIના કહેવા મુજબ વધુ ઈન્ટરચેન્જ ચાર્જ અને જનરલ કોસ્ટ વધવાને કારણે ટ્રાન્ઝેકશન ચાર્જ વધારવામાં આવ્યો છે. 

  • બોરીવલીથી વસઈ જવા માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિકમાંથી મળશે છુટકારો: આ મહિનાથી ખુલ્લો થશે નાયગાવનો ફ્લાયઓવર: જાણો વિગત

    બોરીવલીથી વસઈ જવા માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિકમાંથી મળશે છુટકારો: આ મહિનાથી ખુલ્લો થશે નાયગાવનો ફ્લાયઓવર: જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 10 નવેમ્બર, 2021

    બુધવાર

    આગામી હોળીમાં એટલે કે માર્ચ 2022માં વસઈ-વિરારના નાગરિકોને MMRDA તરફથી ભેટ મળશે. જેની માગણી છેલ્લા 30 વર્ષથી નાગરિકો કરી રહ્યા હતા. આ ભેટમાં ફ્લાયઓવર મળશે. નાયગાંવ-ઈસ્ટ અને વેસ્ટને જોડવા માટે ફ્લાયઓવરનું બાંધકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ફ્લાયઓવર શરૂ થયા બાદ આ વિસ્તારમાં રહેતા લાખો લોકોને રાહત મળશે. નાયગાંવના આ ફ્લાયઓવરના નિર્માણ પછી વાહન ચાલકોને બોરીવલીથી વસઈ જવા માટે કલાકો સુધી પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. બ્રિજનું 90% બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવાની માહિતી મળી છે.

    પ્રાપ્ત વિગત મુજબ MMRDA અને પશ્ચિમ રેલવેના નેજા હેઠળ આ પુલનું નિર્માણ કાર્ય નાયગાંવ-પૂર્વને પશ્ચિમથી જોડવા માટે કરવામાં આવી રહ્યું છે. પુલની લંબાઈ 1.296 મીટર છે. આ પુલ ત્રણ લેનનો હશે. પુલમાંથી બહાર નીકળવાનો માર્ગ નાયગાંવ-પશ્ચિમની બંને બાજુ હશે. જે વસઈ અને નાયગાંવ તરફના પ્રવાસીઓને સુવિધા આપશે. ફ્લાયઓવરના નિર્માણમાં 27 પિલર ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી બે પિલર અને ગર્ડરનું કામ રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે.  

    મધ્ય રેલવેને લીંબુ અને કેપ્સિકમથી ધનલાભ; આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન આટલા કરોડની પાર્સલ આવક: જાણો વિગત

    આ પ્રોજેક્ટ માટે 85 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. નાયગાંવ અને વસઈમાં રહેતા નાગરિકો માટે અગાઉ બાંધવામાં આવેલો વસઈ પુલ જ પ્રવાસનો એકમાત્ર વિકલ્પ છે. અહીં રહેતા નાગરિકોને મુંબઈ-અમદાબાદ હાઈવે પર 20 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. નાયગાંવ-વેસ્ટથી મુંબઈ અમદાવાદ હાઈવે પહોંચવામાં દોઢ કલાક લાગે છે. ફ્લાયઓવર શરૂ થવાથી માત્ર 30 મિનિટમાં હાઈવે પર પહોંચી જવાશે. સાથે જ લોકોને ટ્રાફિકની હાલાકીમાંથી પણ છુટકારો મળશે.

  • બાળકોનું રસીકરણ શરૂ થતા લાગશે આટલો સમય; અદાર પૂનાવાલાએ કરી મહત્વની જાહેરાત.જાણો વિગત

    બાળકોનું રસીકરણ શરૂ થતા લાગશે આટલો સમય; અદાર પૂનાવાલાએ કરી મહત્વની જાહેરાત.જાણો વિગત

     ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

    સોમવાર

    કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો બાળકો ઉપર વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. બાળકો માટે રસીકરણ ક્યારે શરૂ થશે તેની રાહ જોવાઇ રહી છે. ત્યારે સિરમ ઈન્સ્ટીટયુટના સીઈઓ અદાર પુનાવાલા તરફથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 

    આગામી વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધીમાં બાળકો માટે રસી ઉપલબ્ધ થશે. હાલમાં ઇન્સ્ટિટ્યૂટના હડપરસરના પ્લાન્ટમાં કોવાવૅક્સની ચકાસણી શરૂ છે. આ બધી પ્રક્રિયા યોગ્ય રીતે પાર પડશે તો પાંચથી છ મહિનામાં બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે.આ રસીનું પરીક્ષણ કરવા માટે અનેક સ્વયંસેવકોને રસીના ડોઝ પણ આપવામાં આવ્યા છે. 

    કાંદિવલીના એક NGOએ શરૂ કરી ઘરે-ઘરે જઈને પ્લાસ્ટિક એકત્રિત કરવાની મોહિમ; જાણો વિગત

    કોવાવૅક્સ રસી બાળકો માટે કેટલી સુરક્ષિત છે, તેના પરીક્ષણમાં લઘુત્તમ ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ તબક્કાવાર આ કામ કરી રહ્યું છે. 

     દેશમાં આ ચોથી રસી છે, જેનું પરીક્ષણ થશે. ૨થી ૧૭ વર્ષની વયના લોકોને રસી આપ્યા બાદ તેમની પ્રતિકારશક્તિ કેવો પ્રતિસાદ આપે છે અને રસી કેટલી સુરક્ષિત છે, તે જોવા માટે ટેસ્ટ થઇ રહી છે. જેમાં દેશના કુલ ૧૦ ઠેકાણેથી ૯૨૦ સ્વયંસેવકને રસી આપવામાં આવી છે.

  • આનંદો! આવતા વર્ષ સુધીમાં મુંબઈગરાની સેવામાં દોડશે નવી 3 મેટ્રો રેલ, રસ્તા પર થશે 25 ટકા ટ્રાફિકમાં ઘટાડો; જાણો વિગત

    આનંદો! આવતા વર્ષ સુધીમાં મુંબઈગરાની સેવામાં દોડશે નવી 3 મેટ્રો રેલ, રસ્તા પર થશે 25 ટકા ટ્રાફિકમાં ઘટાડો; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

    ગુરુવાર

    મુંબઈગરાની સેવામાં બહુ જલદી નવી મેટ્રો ટ્રેન  હાજર થવાની છે. બધું સમુંસૂથરું રહ્યું તો 2022ના માર્ચ સુધીમાં મુંબઈગરાને નવી મેટ્રો લાઇનમાં પ્રવાસ કરવો શક્ય બનશે. મહાવિકાસ આઘાડીની સરકારે મુંબઈગરા માટે આપેલી સોગાતને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ પરના ટ્રાફિકમાં તો મોટો ઘટાડો થવાનો છે, પરંતુ સામાન્ય નાગરિકોનો પ્રવાસ પણ ઝડપી બનવાનો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો ટ્રાયલને લીલી ઝંડી દાખવ્યા બાદ 31 મેથી મેટ્રો 2-એ અને મેટ્રો 7ની ટ્રાયલ ચાલુ થઈ ગઈ છે, તો મેટ્રો 6ના પ્રોટોટાઇપ કોચના અલગ અલગ સ્પીડ ટ્રાયલ ચાલી રહ્યા છે.

    ભારત ઇલેક્ટ્રિક મૂવર્સ લિ. (બીઈએમએલ) દ્વારા નિર્મિત મેટ્રોના પહેલા રેકનું ટ્રાયલ થઈ ગયું છે. હાલ એમએમઆરડીએ દ્વારા બીઈએમએલના સેકન્ડ રેકનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ટ્રાયલ સફળ થયા બાદ જ્યારે મેટ્રો જ્યારે કૉમર્શિયલ સ્તરે એટલે કે સામાન્ય મુંબઈગરા માટે ચાલુ થશે ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર લગભગ 25 ટકા ટ્રાફિક ઘટી જશે.

    મુંબઈની લોકલ ટ્રેન પર ફરી આતંકવાદીઓની નજર, પોલીસ વિભાગે આ સુરક્ષાનાં પગલાં લીધાં, નવી સુરક્ષા પૉલિસી બની; જાણો વિગત

    આ  મેટ્રોમાં મેટ્રો 2એ દહિસરથી ડી.એન.નગર વચ્ચેની 18.59 કિલોમીટર લાંબી રેલનો સમાવેશ થાય છે, તો મેટ્રો -7 લાઇન અંધેરી (ઈસ્ટ)થી દહિસર(ઈસ્ટ) સુધી 16.47 કિલોમીટર લાંબી છે. જ્યારે મેટ્રો 6માં સ્વામી સમર્થનગર-જોગેશ્વરી-વિક્રોલી-કાંજુરમાર્ગ મેટ્રોનો સમાવેશ થાય છે.

  • હવે આઇ.પી.એલ માં વધારે મેચો આને વધારે મઝા. કુલ ૧૦ ટીમો IPL રમશે…

    હવે આઇ.પી.એલ માં વધારે મેચો આને વધારે મઝા. કુલ ૧૦ ટીમો IPL રમશે…

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
    મુંબઈ
    24 ડિસેમ્બર 2020
    બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. આ બેઠક બાદ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલમાં હવે બે નવી ટીમો આઈપીએલમાં જોડાશે. છેલ્લા ઘણા દિવસોથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ આજે તેને બીસીસીઆઈની વાર્ષિક બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. પરંતુ બંને નવી ટીમો 2021 માં નહીં પણ 2022 માં યોજાનારી આઈપીએલનો ભાગ બનશે.

    ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આઈપીએલમાં 8 ટીમો જ રમતી હતી. પરંતુ હવે 2022માં વધુ 2 ટીમનો સમાવેશ થશે. તેમાંથી એક ટીમ અમદાવાદની હોય શકે છે. આ સાથે બેઠકમાં બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોનાને કારણે તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને કોવિડ-19ને કારણે ડોમેસ્ટિક સિઝનને થયેલી અસરનું યોગ્ય વળતર આપવામાં આવશે. 

    આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તે માહીમ વર્માની જગ્યા લેશે જે ઉત્તરાખંડથી આવતા હતા. આ સાથે મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌરભ ગાંગુલી આઈસીસી બોર્ડના ડિરેક્ટર બનશે. રાજ્યસભાના પૂર્વ સાંસદ શુક્લાએ અગાઉ ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું જ્યારે એન શ્રીનિવાસન અધ્યક્ષ હતા અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ હતા.
     
    આપને જણાવી દઈએ કે 10 ટીમોની IPLમાં 94 મેચોનુ આયોજન થશે જેના માટે લગભગ અઢી મહિનાની જરૂર પડશે, આનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનુ કેલેન્ડર બગડી શકે છે.