• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Ayurveda
Tag:

Ayurveda

Kesauda benefits Health Benefits, Uses In Ayurveda, Dosage, Side Effects
સ્વાસ્થ્ય

Kesauda benefits: ફાગણ ફોરમ તો આયો… રંગ કેસુડાના લાયો, આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે કેસુડાના ફૂલ.. જાણો ફાયદા..

by kalpana Verat March 13, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Kesauda benefits:

  • કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલો રંગ ધુળેટીના રંગોત્સવનો ઉત્સાહ તો આપતો જ હોય છે સાથે જ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક
  • કેસુડાના ફૂલનો પાવડર સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસમાંથી રાહત રહે છે

કેસુડો… તેના સોનેરી-પીળા રંગના તેજ સાથે, હંમેશા સંસ્કૃતિ અને આરોગ્ય બંને પર પ્રકૃતિના શાંત છતાં શક્તિશાળી પ્રભાવનું પ્રતીક રહ્યું છે. હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે ત્યારે કેસુડાને કેવી રીતે ભૂલી શકાય! કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલો રંગ ધુળેટીના રંગોત્સવનો ઉત્સાહ તો આપતો જ હોય છે સાથે જ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

સુરતના ઉમરપાડા, માંગરોળ, માંડવી, મહુવા તાલુકાના જંગલ વિસ્તારમાં કેસૂડો સોળે કળાએ ખીલે છે. ઉનાળાના ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે. કેસુડાના ફૂલો સૂકવીને પાણીમાં પલાળીને ત્વચા પર લગાવવાથી આકરા તાપમાં પણ ત્વચાને રક્ષણ મળે છે, કેસુડો ઉનાળા દરમિયાન ચામડીના રોગોને દુર રાખવામાં ઉપયોગી નીવડે છે. ગરમીની ઋતુમાં બાળકોને કેસૂડાના પાણીથી સ્નાન કરાવવાથી ગરમીમાંથી મુક્તિ મળે છે.

આ સમાચાર પણ વાંચો :  ચંદ્ર ગ્રહણ 2025: શું ભારતમાં દેખાશે? જાણો સુતક કાળ અને સમય

આપણી સંસ્કૃતિમાં કેસુડાના ઉપયોગ જાણીને તેને ધર્મ સાથે વણી લીધું હતું. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી માનવામાં આવી હતી. આયુર્વેદની દ્રષ્ટિએ પણ કેસુડાના ફૂલ ખૂબ જ ગુણકારી છે. જો નાના બાળકોને કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે તો આ બાળકોની ત્વચા પણ ખૂબ જ સારી રહે છે. તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહે છે. સાથે જ તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.

ઉપરાંત, કેસુડાના ફૂલનો પાવડર કરીને સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસમાંથી રાહત રહે છે. આંખના રોગો માટે પણ કેસુડાના મૂળનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થાય છે. થાઇરોઇડના રોગમાં પણ કેસુડો ઉપયોગી છે. કેસુડાના મૂળને તાજા તોડીને તેનો રસ કાઢીને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચનશક્તિમાં પણ વૃદ્ધિ થાય છે.
કેસુડો ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સેતુ છે, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનું જોડાણ છે, અવશ્ય ઉપયોગ કરશો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ayush Mela A huge scheme of Ayush Mela in Palsana, so many beneficiaries got the benefit of free Ayurveda and Homeopathy treatment
રાજ્ય

Ayush Mela: પલસાણામાં આયુષ મેળાની ધમાકેદાર યોજના, આટલા લાભાર્થીઓને મફત આયુર્વેદ અને હોમીયોપેથી સારવારનો મળ્યો લાભ

by khushali ladva January 11, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

  • ૧૭૮ આયુર્વેદ અને ૧૧૨ હોમીયોપેથીના મળીને કુલ ૨૯૦ લાભાર્થીઓએ નિ:શુલ્ક સારવાર મેળવી: ૩૧૨ લોકો યોગ નિદર્શનમાં જોડાયા

Ayush Mela: જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી-સુરત દ્વારા પલસાણાની જે.એચ.દેસાઈ પોલિટેકનિક કોલેજ ખાતે ૧૧મો જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. લોકો વધુમાં વધુ આયુર્વેદ અને હોમીયોપેથી સારવાર પદ્ધત્તિ તરફ વળે એ હેતુથી યોજાયેલા આયુષ મેળામાં ૧૭૮ આયુર્વેદ અને ૧૧૨ હોમીયોપેથીના મળીને કુલ ૨૯૦ લાભાર્થીએ સારવાર અને ૩૧૨ લોકોએ યોગ નિદર્શનનો લાભ મેળવ્યો હતો.

Ayush Mela: A huge scheme of Ayush Mela in Palsana, so many beneficiaries got the benefit of free Ayurveda and Homeopathy treatment

Ayush Mela: A huge scheme of Ayush Mela in Palsana, so many beneficiaries got the benefit of free Ayurveda and Homeopathy treatment

 

 

 

 

 

 

 

 

 

આયુષ કેમ્પમાં વિવિધ નિષ્ણાતો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ તથા વિવિધ રોગોમાં લાભકારી પંચકર્મ ચિકિત્સા અંગે માર્ગદર્શન અને ગુણકારી ઔષધો દ્વારા સારવાર કરવામાં આવી હતી. સાથે આયુર્વેદ અને હોમિયોપથી પદ્ધતિથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાયરોઈડ, ચામડીના રોગો, સ્થૂળતા, સાયટિકા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તેમજ વૃદ્ધાવસ્થાજન્ય રોગો, માનસિક રોગો, વિશેષત: બાળકોના પોષણજન્ય રોગો, સ્ત્રી રોગો, પાચનતંત્રના જુના રોગો અંગે વિવિધ તજજ્ઞો દ્વારા સચોટ નિદાન અને સારવાર કરાઈ હતી.
સાથે જ સાંધાના તેમજ સ્નાયુના રોગો માટે મર્મ ચિકિત્સા, અગ્નિકર્મ ચિકિત્સા,યોગ દ્વારા વિશેષ સારવાર કરવામાં આવી હતી. તેમજ મિલેટ્સ, દિનચર્યા-ઋતુચર્યા, યોગ્ય આહાર, યોગ અને વનૌષધી પ્રદર્શન યોજાયું હતું.

Ayush Mela: A huge scheme of Ayush Mela in Palsana, so many beneficiaries got the benefit of free Ayurveda and Homeopathy treatment

Ayush Mela: A huge scheme of Ayush Mela in Palsana, so many beneficiaries got the benefit of free Ayurveda and Homeopathy treatment

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો: CM Yogi: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ‘કુંભવાણી’ અને ‘કુંભ મંગલ ધ્વનિ’ એફએમ ચેનલનો શુભારંભ કરાવ્યો
આ પ્રસંગે આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશનભાઈ પટેલ, પલસાણાના તા.પં.પ્રમુખ યોગેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રીમતિ દિવ્યાબેન દેસાઈ, જિલ્લા આયુષ અધિકારી ડો. કાજલબેન મઢીકર, તા.પં.સભ્ય સંદીપભાઈ રાઠોડ, પલસાણાના સરપંચ પ્રવીણભાઈ આહીર, પલસાણા કોલેજના આચાર્ય ડૉ.વિકાસભાઈ પટેલ સહિત આયુષ તજજ્ઞોની ટીમ ઉપસ્થિત રહી હતી.​

Ayush Mela: A huge scheme of Ayush Mela in Palsana, so many beneficiaries got the benefit of free Ayurveda and Homeopathy treatment

Ayush Mela: A huge scheme of Ayush Mela in Palsana, so many beneficiaries got the benefit of free Ayurveda and Homeopathy treatment

 

 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Today is National Naturopathy Day, know the benefits of Ayurveda and why celebrate this day…
ઇતિહાસ

National Naturopathy Day : આજે છે રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ, જાણો આયુર્વેદના ફાયદા અને શા માટે ઉજવવામાં આ દિવસ…

by Hiral Meria November 13, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

National Naturopathy Day : દર વર્ષે તારીખ 18 નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ મનાવવામાં આવે છે.નિસર્ગોપચાર એ સૌથી જૂની આરોગ્યસંભાળ પ્રણાલી છે. જે પરંપરાગત અને કુદરતી દવાઓ સાથે આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાનને જોડે છે.  ભારત સરકારના આયુષ મંત્રાલય ( Ministry of AYUSH ) દ્વારા 2018ના રાષ્ટ્રીય નેચરોપેથી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. આયુર્વેદને પ્રોત્સાહન આપવા અને તેને વૈશ્વિક ઓળખ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આયુર્વેદ ( Ayurveda ) અને તેના ફાયદાઓનો પ્રચાર કરવામાં આવે છે.

આ  પણ વાંચો :  Kishansinh Govindsinh Chavda : 17 નવેમ્બર 1904 ના જન્મેલા, કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ગુજરાતી ભાષાના લેખક અને પત્રકાર હતા

November 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Due to PM Modi's efforts to make Ayurveda from local to global, Jamnagar's ITRA has become the shrine of Ayurveda today.
રાજ્ય

ITRA Jamnagar : PM મોદીના આયુર્વેદને લોકલ ટુ ગ્લોબલ બનાવવાના સંનિષ્ઠ પ્રયાસોને કારણે આજે જામનગરનું ITRA આયુર્વેદનું બન્યું આરાધનાલય, જાણો આ સંસ્થાન વિષે.

by Hiral Meria October 10, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

ITRA Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનો ઉમંગભેર શુભારંભ થયો છે. વડાપ્રધાનશ્રી ના દષ્ર્ટિવંત આયોજનના પરિણામે ગુજરાતમાં અનેક રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક સંસ્થાનો કાર્યરત છે જે સૌ દેશવાસીઓને સહાયરૂપ બની રહ્યા છે.  

ITRA Jamnagar :  આવો આજે જાણીએ જામનગરના આઇ.ટી.આર.એ. આયુર્વેદ સંસ્થાન વિષે

આસો વદ તેરસની ધનતેરસ તરીકે પણ સર્વત્ર ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે આ દિવસે આયુર્વેદના ( Ayurveda ) આરાધ્ય દેવ શ્રી ભગવાન ધન્વંતરી દેવનો પ્રાગટ્ય દિવસ પણ છે અને આ દિવસને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં નવ વર્ષથી આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે.અને આ વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણી દેશના સિમાડાઓ વટાવી ૧૦૦ થી વધુ દેશોમાં થઇ રહી છે. ત્યારે આવો જાણીએ આ સંસ્થાનને લોકલ ટુ ગ્લોબલ બનાવવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને ભૂમિકા કેટલી મહત્વની રહી છે.અને કઈ રીતે આ સંસ્થા વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ બની છે.

જામનગર ( Jamnagar  ) એ આયુર્વેદનું કાશી અને માન્ચેસ્ટર તેમજ ઉદગમ સ્થાન તરીકે વિશ્વ વિખ્યાત બન્યું છે કારણ કે અહીં રજવાડાંના સમયથી થયેલી શરૂઆત આજે વિશ્વભરની પરંપરાગત ચિક્ત્સાનું મહત્વનું કેન્દ્ર બનવા જઇ રહી છે.વર્ષ ૨૦૨૦માં ૧૫ ઓક્ટોબરના રોજ ભારત સરકારના આયુષ મંત્રાલય ( Ministry of AYUSH ) દ્વારા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (I.T.R.A.)ની સ્થાપના કરવામાં આવી હતી જે સમગ્ર દેશનું સૌપ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન બનવા પામ્યું છે.ચિકિત્સા અને સારવાર માટે અહી ઇટ્રા ખાતે જાણે મહા યજ્ઞ યોજાઇ રહ્યો હોય તેમ ત્રણસો પથારીની સુવિધા સાથેની અદ્યતન એન.એ. બી.એચ.પ્રમાણિત રાજ્યની એક માત્ર અને સૌપ્રથમ આયુર્વેદ ક્ષેત્રની હોસ્પિટલ કાર્યરત છે જેમાં દૈનિક સરેરાસ 1,500 દર્દીની ઓ.પી.ડી. ચાલે છે. વધુમાં જામનગર શહેર અને જિલ્લામાં સુરક્ષાદળો, જેલ, ગ્રામ્ય વિસ્તાર વગેરે જેવા કુલ આઠ સ્થળોએ પણ ઓ.પી.ડી. સુવિધા કાર્યરત કરવામાં આવી છે.

Due to PM Modi's efforts to make Ayurveda from local to global, Jamnagar's ITRA has become the shrine of Ayurveda today.

Due to PM Modi’s efforts to make Ayurveda from local to global, Jamnagar’s ITRA has become the shrine of Ayurveda today.

આયુર્વેદ અને શસ્ત્રક્રિયા એ સામાન્ય રીતે લોકો માટે થોડો આશ્ચર્ય પમાડે તેવી વાત છે ત્યારે ઇટ્રા ખાતે ૧૦૦ દિવસના ટુંકા ગાળામાં જ શલ્ય વિભાગ દ્વારા કુલ ૫૨૨ થી વધુ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી છે. સામાન્ય સમસ્યાથી લઇ વૈશ્વિક મહામારી અને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે અહીં સક્ષમ પ્રયાસો થકી સારા પરિણામો મેળવાઇ રહ્યાં છે. આધુનિક વિજ્ઞાનની કુલ 6 પ્રકારની એન.એ.બી.એલ.પ્રમાણિત લેબોરેટરી અને અદ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે. યોગ અને નિસર્ગોપચાર માટે અલાયદું કેન્દ્ર અહીં શરૂ કરી લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે કાર્યરત કરાયું છે જેનો નાગરિકો ભરપૂર લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં જ યોગ નેચરોપેથી માટે 6 ડિપ્લોમા-પ્રમાણપત્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યાં છે.ઇટ્રા ખાતે યોજવામાં આવતા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતો હોય છે જેમાં વિના મૂલ્યે સ્વાસ્થ્ય પરિક્ષણ અને સારવાર તો આપવામાં આવે જ છે ઉપરાંત નાડિ-શ્રમ  પરિક્ષણની સાથે રોજિંદા જીવનમાં આયુર્વેદ શૈલી અપનાવવાથી શું ફાયદો થાય અને સ્વાસ્થ્ય કેમ સમૃદ્ધ બનાવી શકાય તે માટે વિશાળ ડોમમાં પ્રદર્શન યોજવામાં આવે છે.ગત વર્ષે પણ અહી મિલેટ્સને અનુમોદન આપવા માટે ‘સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા સાત રાષ્ટ્રીય અને આઠ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી વિશેષ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કાર્યો હાથ ધરાયા છે. આઇ.ટી.આર.એ. ખાતે સમૃદ્ધ અને અતિ અદ્યતન લાયબ્રેરી છે જેમાં ત્રીસ હજારથી વધુ પુસ્તકો અને પાચ હજારથી વધુ હસ્તપ્રતો (મેન્યુસ્ક્રિપ્ટ) ઉપલબ્ધ છે. આ ગ્રંથાલય ખાતે છેલ્લા છ દાયકામાં થયેલાં તમામ શૈક્ષણિક સંશોધનોને ડિજિટલાઇઝ કરીને વિજાણું સ્વરૂપે ઉપયોગ અર્થે સાચવવામાં આવ્યાં છે.અહીં એનીમલ હાઉસ પણ છે જ્યાં નિયત માપદંડોથી તબીબી અને ઔષધિય સંશોધનો કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  Gujarat Vikas Saptah: ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી, અંબાજી અને નડાબેટ સહિત આ આઇકોનિક સ્થળોને શણગારાયા ભવ્ય રોશનીથી. જુઓ ફોટોસ.

સંસ્થા ખાતે કુલ 14 શૈક્ષણિક વિભાગોમાં સર્ટિફિકેટથી લઇ પી.એચ.ડી. સુધીના કુલ દસ અભ્યાસક્રમો ચાલે છે.અહીં વિવિધ આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમમાં અત્યાર સુધીમાં પચાસથી વધુ દેશોના કુલ ચારસોથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે.વિશ્વ કક્ષાએ જેનું મહત્વ છે તેવું પીઅર રીવ્યુડ જર્નલ ‘આયુ’અહીંથી પ્રકાશિત થાય છે અને આયુર્વેદ તબીબો-સંશોધકો અત્યાર સુધીમાં સાડા પાચ હજારથી વધુ શોધપત્રો મહત્વના અને પ્રમાણિત જર્નલોમાં પ્રકાશિત કરી ચુક્યાં છે. 

આઇ.ટી.આર.એ. ખાતે વન નેશન-વન હેલ્થના મંત્રને ચરિતાર્થ કરવાં આયુર્વેદને આધુનિક અને અન્ય ચિકિત્સા પદ્ધતિ સાથે જોડી નવા આયામો આકાર આપવાની પ્રક્રિયા કાર્યરત છે.

આગામી ભવિષ્યમાં આયુર્વેદ ક્ષેત્રના સિમાડાંઓ વિસ્તરણ કરવાની નેમ સાથે આયુર્વેદ પદ્ધતિની સુપર સ્પેસ્યાલિટી હોસ્પિટલ, આયુર્વેદ અને આયુર્વેદ ફાર્માસિ અભ્યાસક્રમોમાં અત્યાધુનિક પદ્ધતિ અને આધુનિક વિજ્ઞાન સાથે સમન્વય કરી સંશોધન અને સારવારની પદ્ધતિ વિકસાવવા માટે કમર કસવામાં આવી રહી છે.

ITRA Jamnagar : જામનગર એટલે આયુર્વેદ ક્ષેત્ર માટે પ્રથમેશ:-

વર્ષ 1944 માં રાજવી જામ પરિવાર દ્વારા આયુર્વેદ ચિકિત્સા ( Ayurvedic medicine ) માટે કેન્દ્ર સ્થપાયું ત્યાર બાદ વર્ષ 1946માં સૌપ્રથમ ગુલાબકુંવરબા આયુર્વેદ સંસ્થાની સ્થાપના થઇ અને/આઝાદી બાદ વર્ષ 1947માં આયુર્વેદ માટે આધુનિક સંશોધન કેન્દ્ર સ્થપાયું, વર્ષ 1954માંસી.આઇ.આર.આઇ.એસ.એમ. સૌપ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર પણ અહીં સ્થપાયું, વર્ષ 1956માં સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ સંસ્થાન પણ જામનગરમાં સ્થપાયું, વર્ષ 1967માં અહીં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવી, આયુર્વેદ ક્ષેત્રનું સૌપ્રથમ ડબલ્યુ.એચ. ઓ.નું કોલોબ્રેટિવ સેન્ટર પણ અહીં જ સ્થપાયું, વર્ષ 2020માં દેશની સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા આઇ.ટી.આર. એ. પણ અહીં સ્થપાઇ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ‘ગ્લોબલ ટ્રેડિશલ મેડિસિન સેન્ટર'(જી.ટી.એમ.સી.) પણ જામનગરને ફાળે આવ્યું છે.

Due to PM Modi's efforts to make Ayurveda from local to global, Jamnagar's ITRA has become the shrine of Ayurveda today.

Due to PM Modi’s efforts to make Ayurveda from local to global, Jamnagar’s ITRA has become the shrine of Ayurveda today.

છેલ્લાં બે દાયકામાં આયુર્વેદને વિશ્વ કક્ષાએ અભૂતપૂર્વ મહત્વ મળી રહ્યું છે અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં તેને મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ત્યારે તેના વિકાસ માટે સરકાર સખત અને સતત પ્રયત્નો કરી રહી છે તેમાં ભારત સરકારના આયુષ વિભાગના સચિવ તરીકે પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાને સુકાન સોપવામાં આવ્યું છે જેઓને ( Narendra Modi  ) વડાપ્રધાન મોદીજી ‘ફ્લાઇંગ વૈદ્ય’ તરીકે નવાજે છે. કારણ કે તેઓએ વિશ્વના ત્રણ ડઝનથી વધુ દેશોમાં આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી તેનું ફલક વિસ્તાર્યું છે. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કાર્ય કરી ચૂક્યાં છે. હાલ આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક પ્રૉ. બી.જે.પાટગીરી દ્વારા આયુર્વેદ જામનગરના આયુર્વેદ ક્ષેત્રને શિક્ષણ અને સંશોધનની બાબતમાં ઉત્તમોતમ બનાવવા માટે પ્રયત્નશીલ છે.

આ સમાચાર પણ વાંચો: Bhupendra Patel SPIPA: વિકાસ સપ્તાહ અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ૩૬ કરોડના ખર્ચે આ સંસ્થાના તાલીમ ભવનનું કર્યુ લોકાર્પણ, અદ્યતન સુવિધાઓ છે ઉપલબ્ધ.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day
દેશ

Droupadi Murmu AIIA : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના 7મા સ્થાપના દિવસએ આપી હાજરી, જુઓ ફોટોસ.

by Hiral Meria October 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu AIIA :  ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (એઆઈઆઈએ)નાં 7માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. 

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદ ( Ayurveda ) એ વિશ્વની સૌથી જૂની તબીબી પદ્ધતિઓમાંની એક છે. તે વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે. આયુર્વેદ મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવવાની સાથે સાથે સંપૂર્ણ આરોગ્ય વ્યવસ્થાપન પર ભાર મૂકે છે.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) કહ્યું કે આપણે આપણી આસપાસના વૃક્ષો અને છોડના ઔષધીય મૂલ્ય વિશે હંમેશાં જાગૃત રહ્યા છીએ અને તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. આદિવાસી સમાજમાં જડીબુટ્ટીઓ અને ઔષધીય વનસ્પતિઓના જ્ઞાનની પરંપરા વધુ સમૃદ્ધ રહી છે. પરંતુ જેમ જેમ સમાજે આધુનિકતાને અપનાવી અને પ્રકૃતિથી દૂર જતા ગયા, તેમ તેમ આપણે તે પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. ઘરેલું ઉપચાર અપનાવવા કરતાં ડોક્ટર પાસેથી દવા મેળવવી સરળ બની ગઈ. હવે લોકોમાં જાગૃતિ વધી રહી છે. આજે ઈન્ટિગ્રેટિવ સિસ્ટમ ઑફ મેડિસિનનો વિચાર સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહ્યો છે. વિવિધ તબીબી પ્રણાલીઓ લોકોને એકબીજાના પૂરક સિસ્ટમો તરીકે આરોગ્ય પ્રદાન કરવામાં મદદ કરી રહી છે.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણને આયુર્વેદમાં ( All India Institute of Ayurveda )  પેઢી દર પેઢી અતૂટ વિશ્વાસ છે. કેટલાક લોકો આ વિશ્વાસનો લાભ ઉઠાવી નિર્દોષ લોકોને છેતરે છે. તેઓ ભ્રામક માહિતી ફેલાવે છે અને ખોટા દાવા કરે છે, જે જનતાના પૈસા અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં આયુર્વેદને પણ બદનામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે વધુને વધુ લાયકાત ધરાવતા ડોકટરોની જરૂર છે જેથી લોકોને અશિક્ષિત ડોકટરો પાસે જવું ન પડે. તેમને એ જાણીને આનંદ થયો કે છેલ્લાં થોડાં વર્ષોમાં આયુર્વેદ કોલેજો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં લાયકાત ધરાવતા આયુર્વેદિક તબીબોની ઉપલબ્ધતામાં વધુ વધારો થશે.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદનો વિકાસ માત્ર માણસો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક રહેશે. ઘણા વૃક્ષો અને છોડ લુપ્ત થઈ રહ્યા છે કારણ કે આપણે તેમની ઉપયોગિતા વિશે જાણતા નથી. જ્યારે આપણે તેમનું મહત્વ જાણીશું, ત્યારે અમે તેમને સાચવીશું.

આ સમાચાર પણ વાંચો:  BIS Ahmedabad Manak Mahotsav: વિશ્વ માનક દિવસ નિમિત્તે BIS અમદાવાદએ ગાંધીનગરમાં કરી માનક મહોત્સવની ઉજવણી, કર્યું આ કોન્ક્લેવનું આયોજન.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દવાની વિવિધ પદ્ધતિઓ સાથે સંકળાયેલા લોકો ઘણીવાર દાવો કરે છે કે તેમની સિસ્ટમ શ્રેષ્ઠ છે. અંદરોઅંદર તંદુરસ્ત સ્પર્ધા હોવી એ સારી વાત છે પરંતુ એકબીજાની ટીકા કરવાનો પ્રયાસ ન થવો જોઈએ. ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓ સાથે સંકળાયેલા લોકોમાં સહકારની ભાવના હોવી જોઈએ. બધાનો હેતુ દર્દીઓને સાજા કરીને માનવતાનું ભલું કરવાનો છે. આપણે બધા પ્રાર્થના કરીએ છીએ કે ‘સર્વે સંતુ નિરમૈયા’- દરેક વ્યક્તિએ રોગોથી મુક્ત થવું જોઈએ.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદની પ્રાસંગિકતા સુનિશ્ચિત કરવા માટે આપણે દવાઓની ગુણવત્તામાં સંશોધન અને સતત સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે આયુર્વેદ શૈક્ષણિક સંસ્થાઓને પણ સશક્ત બનાવવાની જરૂર છે. તેમને એ જાણીને આનંદ થયો કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, પરંપરાગત શિક્ષણને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને, આયુર્વેદિક ચિકિત્સા ( Ayurvedic medicine ) , શિક્ષણ, સંશોધન અને એકંદર આરોગ્યસંભાળમાં ટૂંકા ગાળામાં તેનું મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Central Council for Research in Ayurvedic Sciences to launch 'Pragati-2024'
દેશ

CCRAS: સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ ‘પ્રગતિ-2024’નો શુભારંભ કરશે

by Hiral Meria May 27, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

CCRAS:  ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ (સીસીઆરએએસ) 28 મે, 2024ના રોજ નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે “ફાર્મા રિસર્ચ ઇન આયુર્જ્ઞાન એન્ડ ટેક્નો ઇનોવેશન (પ્રગતિ -2024)”નું ( Pharma Research in AyurGyan And Techno Innovation (PRAGATI-2024) ) આયોજન કરી રહી છે. આ ઇન્ટરેક્ટિવ મીટિંગ સંશોધનની તકોની શોધ અને સીસીઆરએએસ અને આયુર્વેદ દવા ઉદ્યોગ વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

આ કાર્યક્રમનું ઉદઘાટન આયુષ મંત્રાલયના ( Ministry of AYUSH )  સચિવ વેદ રાજેશ કોટેચા કરશે. તેઓ આયુર્વેદના ( Ayurveda ) વિકાસમાં ઉદ્યોગની ભૂમિકા પર મુખ્ય ભાષણ આપશે. આ કાર્યક્રમમાં સંયુક્ત સચિવ શ્રીમતી કવિતા ગર્ગ અને આયુષ મંત્રાલયના સલાહકાર ડૉ. કુસ્તુભા ઉપાધ્યાય પણ ભાગ લેશે.

સીસીઆરએએસનાં મહાનિદેશક પ્રોફેસર વૈદ્ય રવિનારાયણ આચાર્ય સીસીઆરએએસ તરફથી આ ઇન્ટરેક્ટિવ બેઠકનું નેતૃત્વ કરશે, જેમાં સંશોધન-આધારિત, ગુણવત્તાયુક્ત, સુરક્ષિત અને અસરકારક આયુર્વેદ ઉત્પાદનોનાં મહત્ત્વ પર ભાર મૂકવામાં આવશે. આ બેઠકનો ઉદ્દેશ આયુર્વેદ ફોર્મ્યુલેશન્સ અને ટેકનોલોજીકલ ઇનોવેશનના ઉત્પાદન સાથે સંકળાયેલા સંશોધકો અને ઔદ્યોગિક ભાગીદારોને જોડીને દવા અને ઉપકરણ વિકાસમાં આયુર્વેદના હિતધારકોની સંભવિતતાને મહત્તમ બનાવવાનો છે.

CCRAS:  આ બેઠકના મુખ્ય ધ્યેય આ મુજબ છેઃ

સીસીઆરએએસ દ્વારા વિકસિત સંશોધન પરિણામો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો.

ગુણવત્તા નિયંત્રણ, દવાના માનકીકરણ, ઉત્પાદનના વિકાસ અને માન્યતામાં સહયોગી સંશોધન માટે મજબૂત નેટવર્ક સ્થાપિત કરવું.

આંતરિક સંશોધન અને વિકાસ સુવિધાઓ સાથે સંભવિત ઔદ્યોગિક ભાગીદારોની ઓળખ કરવી.

દવા ઉત્પાદન અને ઉત્પાદન વિકાસમાં સંશોધકો માટે ક્ષમતા નિર્માણ માટેની તકોનું અન્વેષણ કરવું.

આયુર્વેદના વ્યાવસાયિકોને સ્ટાર્ટ-અપ્સ અને ઇન્ક્યુબેટિંગ સેન્ટર્સ શરૂ કરવામાં, આયુર્વેદિક ફાર્માસ્યુટિક્સમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં સહાય કરવી.

આ સમાચાર પણ વાંચો :  Road Accident Claim: દેશભરમાં રૂ. 80,455 કરોડના 1.04 મિલિયન કાર અકસ્માતના દાવા બાકી છે: RTI રિપોર્ટ..

CCRAS:  ઇવેન્ટમાં ચાર વિશિષ્ટ ટેકનિકલ સત્રોનો સમાવેશ થાય છે

સત્ર પ્રથમ: સીસીઆરએએસની ઉત્પાદન વિકાસ પહેલો અને સંશોધકો-ઉદ્યોગના સહયોગને મજબૂત કરવા માટેની વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડવો, જેમાં તમામ 35 ઉત્પાદનો અને ઉપકરણોની પ્રસ્તુતિઓ સામેલ છે, તેમજ દેશભરમાં પાંચ સીસીઆરએએસ પ્રયોગશાળાઓ અને 25 હોસ્પિટલ સેવાઓનું પ્રદર્શન સામેલ છે.

સત્ર બીજું: પ્રાદેશિક અને વૈશ્વિક આયુર્વેદ ઔષધ વિકાસમાં રહેલી ખામીઓને ઓળખી કાઢવા અને પડકારોનો સામનો કરવા માટે એક પેનલ ડિસ્કશન.

સત્ર ત્રીજું: સીસીઆરએએસ પાસેથી અનુભવની વહેંચણી અને ઉદ્યોગની અપેક્ષાઓ, તેમજ સહયોગ માટે પ્રાથમિકતાના ક્ષેત્રોની ઓળખ કરવી.

સત્ર ચોથું: સૌપ્રથમ વખત સીસીઆરએએસ-ઉદ્યોગ સાથે વધુ જોડાણ માટે “સંશોધનની પ્રાથમિકતાઓ નક્કી કરવા” પર કેન્દ્રિત જૂથ ચર્ચાઓ યોજાશે.

આ કાર્યક્રમમાં હિમાલય, ઈમામી, બૈદ્યનાથ, ડાબર, આઈએમપીસીએલ, આર્ય વૈદ્ય સાલા, ઔષધિ અને આઈએમપીસીઓપીએસ જેવી પ્રસિદ્ધ કંપનીઓના કેટલાક સીઈઓ સહિત દેશભરમાં 35 ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત સીઆઈઆઈ, આયુષ એક્સિલ, પીસીઆઈએમએચ અને એનઆરડીસીના આમંત્રિત નિષ્ણાતોએ આ ઇન્ટરેક્ટિવ મીટિંગમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આયુષ 64, આયુષ એસજી, આયુષ ગુટ્ટી અને અન્ય સહિત સીસીઆરએએસ દ્વારા વિકસિત અથવા પ્રગતિમાં રહેલા તમામ 35 ફોર્મ્યુલેશન્સ અને ત્રણ ઉપકરણોની વિગતો આપતું ડોઝિયર સહભાગી ઉદ્યોગોને ચર્ચા અને સમીક્ષા માટે પ્રસ્તુત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Canada: કેનેડામાં વિદેશી નાગરિકોના નિયમોમાં મોટો ફેરફાર, ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી.. જાણો વિગતે..

પ્રગતિ-2024નું અપેક્ષિત પરિણામ સીસીઆરએએસ સાથે જોડાણ કરવા, વૈજ્ઞાનિક જ્ઞાનનું આદાનપ્રદાન કરવા અને આયુર્વેદિક દવા વિકાસમાં સંશોધનનાં પરિણામો અને ઉત્પાદનોનો ઉપયોગ કરવા ઇચ્છુક સંભવિત ઔદ્યોગિક ભાગીદારોની ઓળખ કરવાનો છે. આ પહેલથી નેટવર્કિંગ અને સંસ્થાગત જોડાણો વધશે, જેનાથી આયુર્વેદિક ચિકિત્સકો અને દર્દીઓને લાભ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024
દેશ

International Day of Yoga: અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2024ની ઉજવણી માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

by Hiral Meria May 22, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

International Day of Yoga: અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ( AIIA ), નવી દિલ્હીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2024ની 10મી આવૃત્તિની ઉજવણી કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમની થીમ ‘યોગ ફોર વુમન એમ્પાવરમેન્ટ’ રાખવામાં આવી હતી.

આ સમારંભના ( Yoga for Women Empowerment ) મુખ્ય અતિથિ તરીકે જાણીતા પ્રેરક વક્તા સિસ્ટર બી.કે.શિવાનીએ ( BK Shivani ) વક્તવ્ય આપ્યું હતું અને સમગ્ર જનમેદનીને સંબોધન કર્યું હતું અને તેમણે આયુર્વેદ અને તેને સંલગ્ન વિજ્ઞાનના સંદર્ભમાં સમાજ સુધી વ્યવસ્થિત રીતે તેની સેવાઓ વિસ્તૃત કરવાના દ્રષ્ટિકોણથી વર્તમાન યુગમાં એઆઈઆઈએની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજની યુવા પેઢીએ માનવતાની સુધારણા માટે પરિવર્તન લાવવા માટે ખંત અને યોગનાં ( Yoga ) મહત્ત્વને સમજવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યોગના અભ્યાસ સાથે શાંતિપૂર્ણ મનએ વ્યક્તિને સમાજના કલ્યાણ માટે જાણકાર નિર્ણય લેવામાં મદદ કરવી જોઈએ. બધાના સર્વાંગી વિકાસ માટે મહિલા સશક્તીકરણ મહત્વપૂર્ણ છે તે વાત પર ભાર મૂકવો. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ વિકાસ હોસ્પિટલની જેમ જ સતત પ્રક્રિયા હોવી જોઈએ, માળખાગત સુવિધાઓ, ફેકલ્ટીઓ અને તેમના માનવ સંસાધન વિકાસ તેના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે.

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

સંસ્થાના માળખાગત સુવિધાઓના મહત્વ વિશે વાત કરતા એઆઈઆઈએના ડિરેક્ટર પ્રો.(ડો.) તનુજા નેસરીએ પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં દરેકને અપીલ કરી હતી કે, આ યોગ દિવસની ઉજવણી મહિલા સશક્તીકરણ માટે, માર્ગદર્શન માટે અને આપણા મન, આત્મા અને આત્માને મજબૂત કરવા, આપણી અંદર એક થવા માટે અને આયુર્વેદની ( Ayurveda ) જીવનશૈલીને અનુસરીને બહારની દુનિયા સાથે જોડાવા માટે કરવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદ અને યોગ એ એક જ સિક્કાની બે બાજુ છે. આ પરિપ્રેક્ષ્યમાં તેમણે નોંધ્યું હતું કે આયુર્વેદ એ યોગનું ભૌતિક પાસું છે, અને યોગ એ આયુર્વેદનું આધ્યાત્મિક પાસું છે. તેમણે દરેકને માત્ર શીખવવા માટે જ નહીં પરંતુ યોગ અને આયુર્વેદ બંનેનો અભ્યાસ કરવા પણ વિનંતી કરી.

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

આ સમાચાર  પણ વાંચો:  Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ભાજપ કેટલી સીટો જીતશે? પ્રશાંત કિશોરે કરી આ મોટી ભવિષ્યવાણી..

આયુષ મંત્રાલયનાં ( Ministry of AYUSH ) સંયુક્ત સચિવ સુશ્રી ભાવના સક્સેનાએ આ પ્રસંગે વિવિધ કામગીરીની પ્રશંસા કરી હતી, જેમાં મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગનાં વિદ્યાર્થીઓ સામેલ છે, જેમાં યોગ ફ્યુઝન પ્રોગ્રામનું જીવંત પ્રદર્શન સામેલ છે, કારણ કે તેમણે નોંધ્યું હતું કે, મહિલા સશક્તીકરણ એક સંપૂર્ણ ખ્યાલ છે, જેમાં આર્થિક તેમજ આધ્યાત્મિક સશક્તીકરણનો સમાવેશ થાય છે.

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે એઆઈઆઈએએ થેરાપ્યુટિક યોગ પર એક પુસ્તિકા લોન્ચ કરી હતી, જે 5 દિવસનો કોમન યોગ પ્રોટોકોલ છે, જે એઆઈઆઈએના વિદ્વાનો દ્વારા દિલ્હીમાં વિવિધ આઇકોનિક સ્થળો પર હાથ ધરવામાં આવશે, પૂર્વોત્તરમાં આઇટીબીપીના અને આયુષ સંસ્થાઓના અધિકારીઓના સહયોગથી આંતરરાષ્ટ્રીય સરહદો પર આયુર-યોગ પ્રમોશન, આરોગ્ય શિબિર અને આરોગ્ય કીટનું વિતરણ,  એઆઈઆઈએના હોસ્પિટલ બ્લોકમાં  અને વૃદ્ધાશ્રમોમાં યોગ જાગૃતિ ફેલાવવામાં આવી.

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

એઆઈઆઈએની સ્થાપના 17 ઓક્ટોબર, 2017ના રોજ પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદના જ્ઞાન અને તેના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને તેને આગળ વધારવા માટે કરવામાં આવી હતી. છેલ્લાં છ વર્ષમાં આ સંસ્થાએ આ ક્ષેત્રમાં જબરદસ્ત હરણફાળ ભરી છે અને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે આયુર્વેદિક શિક્ષણ અને સંશોધનનું કેન્દ્ર બન્યું છે.

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

All India Institute of Ayurveda organizes awareness program to celebrate International Day of Yoga, 2024

આ ઇવેન્ટ પછી વાય બ્રેક અને યોગ ફ્યુઝન આવ્યું હતું. આયુષ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગના ડિરેક્ટર વૈદ્ય ડો.કાશીનાથ સામગંડી, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કમલિની અસ્થાના અને નલિની અસ્થાના આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીન, સિનિયર ફેકલ્ટીઝ અને એઆઇઆઇએના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર  પણ વાંચો:   Stray Dog Attack : નાગપુરમાં રખડતાં કૂતરાએ 3 વર્ષના બાળકને ફાડી ખાતા મોત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Coconut Benefits 10 reasons why it is called 'Shrifal' in Ayurveda
સ્વાસ્થ્ય

Coconut Benefits: નારિયેળનો ઉપયોગ માત્ર ચટણી અને મીઠાઈઓ માટે જ નહીં પરંતુ આ વસ્તુઓ માટે પણ થાય છે..

by kalpana Verat April 13, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Coconut Benefits: નારિયેળનો ઉપયોગ પૂજા અને ધાર્મિક વિધિઓથી લઈને ભોજન અને સુંદરતા સુધી દરેક વસ્તુ માટે થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હિંદુ ધર્મમાં કરવામાં આવતી ધાર્મિક વિધિઓ નારિયેળ વિના અધૂરી છે. ધાર્મિક વિધિઓ ઉપરાંત, નારિયેળનો ઉપયોગ ઘણી વાનગીઓ અને વાનગીઓ બનાવવા માટે થાય છે. એક રીતે જોઈએ તો નારિયેળ આપણા રસોડાનો મહત્વનો ભાગ છે. લોકો તેનો ઉપયોગ ચટણી, મીઠાઈ અને ખીર બનાવવા માટે કરે છે. આજના લેખમાં અમે તમને નારિયેળના વિવિધ ઉપયોગો વિશે જણાવીશું.

નાળિયેરની તાસીર ગરમ

નારિયેળ માત્ર સ્વાદ અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું નથી, પરંતુ ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં નારિયેળનું ઘણું મહત્વ છે. નારિયેળને ‘શ્રીફળ’ પણ કહેવાય છે. તેના પાણી, દૂધ, મલાઈ અને દાણા માટે ઉપયોગ કરવા ઉપરાંત તેમાંથી તેલ પણ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ભોજન બનાવવા ઉપરાંત મસાજ માટે પણ થાય છે. નાળિયેરની તાસીર ગરમ છે. નારિયેળ સાથે રાંધવું સરળ અને ફાયદાકારક છે. તમારા આહારમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જાણીએ 

કાચા અને સૂકા નાળિયેરનો ઉપયોગ

  • કાચા નારિયેળના પલ્પને તેની છાલમાંથી અલગ કરી તેને છીણીને નાળિયેરની બરફી બનાવી શકાય છે. 
  • કાચા નારિયેળના પલ્પમાં થોડી શેકેલી મગફળી, લીલા ધાણા અને મરચાં ઉમેરીને ચટણી બનાવી છું. આ ચટણીને સાંભારમાં ઉમેરવાથી તેનો સ્વાદ વધુ સારો બને છે.
  • જો ઘરમાં તાજુ નાળિયેર ન હોય તો ચટણી બનાવતા પહેલા નારિયેળના છીણને હૂંફાળા દૂધ અથવા દહીંમાં અડધો કલાક પલાળી રાખો અને પછી ચટણી તૈયાર કરો. તેનો સ્વાદ તાજા નારિયેળ જેવો હશે.
  • છીણેલા નારિયેળ અને ચીઝ અને મીઠું અને મસાલાઓથી સ્ટફ્ડ પરાઠા બનાવો. તે સ્વાદિષ્ટ બનશે.
  • નારિયેળમાંથી પાણી કાઢીને તેને છીણી લો અથવા ગ્રાઇન્ડરમાં પીસી લો. આઇસ ક્યુબ ટ્રે અથવા મોલ્ડમાં સ્થિર કરો. ફ્રીઝ થયા બાદ તેને બહાર કાઢી, ઝિપ પાઉચમાં મુકો અને ફ્રીઝરમાં રાખો. છ મહિના માટે ઉપયોગ કરો.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૩ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

નારિયેળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક 

નારિયેળ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ગ્લુટેન ફ્રી છે. તે પોષક તત્વોની ખાણ છે, તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, હેલ્ધી ફેટ્સ, ફાઈબર, મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, આયર્ન ઓક્સાઈડ વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ કરે છે

1. બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. નારિયેળ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. તેમાંથી નીકળતું તેલ સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

2. બદલાતી સિઝનમાં નારિયેળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. સવારે કાચું નારિયેળ ખાવાથી શરીરમાં એનિમિયા દૂર થાય છે

3. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેના સેવનથી કબજિયાતમાં રાહત મળે છે. તેના સેવનથી અનિદ્રાની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

 

 

April 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fruit Eating Rules The right way to eat fruits to get maximum benefits
સ્વાસ્થ્ય

Fruit Eating Rules: સવાર, બપોર કે સાંજ? જાણો ફળ ખાવાનો શ્રેષ્ઠ સમય..

by kalpana Verat February 29, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Fruit Eating Rules: શિયાળાની મોસમ છે અને લોકોને બજારોમાં ફળોના ઘણા વિકલ્પો મળે છે. આપણે બધા જ ફળો બજારમાંથી ખરીદી લઈએ છીએ, પરંતુ શું આપણે જાણીએ છીએ કે ફળોને યોગ્ય રીતે કેવી રીતે ખાવું? શું આપણે જાણીએ છીએ કે કયા સમયે ફળ ખાવા જોઈએ? શું આપણે નાસ્તાના સમયે ફળો ખાવા જોઈએ કે સાંજનો સમય ફળો માટે સારો છે? શું આપણે બે કે ત્રણ ફળો એકસાથે ખાઈ શકીએ કે એક સાથે ફળ ખાવાથી નુકસાન થાય છે? ચાલો જાણીએ કે ફળ ખાવાની સાચી રીત અને યોગ્ય સમય કયો છે.

આયુર્વેદમાં ફળોને યોગ્ય રીતે ખાવાના નિયમો

સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આયુર્વેદમાં ખાવા-પીવાની આદતોને લગતા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોમાં ખોરાક ખાવાના યોગ્ય સમય અને રીત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી આ નિયમો માત્ર ખોરાક પર જ નહીં પરંતુ ફળોના સેવન પર પણ લાગુ પડે છે. હા, આયુર્વેદ પણ ફળોને યોગ્ય રીતે ખાવાના નિયમો વિશે જણાવે છે, જેથી વ્યક્તિના સ્વાસ્થ્યને ફળોના સેવનનો પૂરો લાભ મળી શકે. 

સ્વાસ્થ્ય માટે ફળોના ફાયદાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય નિષ્ણાતો વ્યક્તિને દરરોજ એક મોસમી ફળ ખાવાની સલાહ પણ આપે છે. પોટેશિયમ, ફાઈબર, વિટામિન સી, ફોલેટ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વો ફળોમાં જોવા મળે છે. જે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. પરંતુ જો તમને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા આ ફળોનું સેવન કરવાની સાચી રીત અને સમય નથી ખબર તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે.  

આ સમાચાર પણ વાંચો  : Today’s Horoscope : આજે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

ફળોને યોગ્ય રીતે ખાવાના નિયમો 

-આયુર્વેદ અનુસાર, તાજા ફળોને અન્ય ખાદ્ય પદાર્થો કરતાં હળવા અને પચવામાં સરળ માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ ફળો ભારે ખોરાક સાથે ખાવામાં આવે છે અથવા ખાધા પછી તરત જ, ભારે ખોરાક પચી જાય ત્યાં સુધી તે પેટમાં જ રહે છે. પરિણામે, તેઓ લાંબા સમય સુધી ખોરાક સાથે પેટમાં રહે છે, જે પાચનને અસર કરીને પોષક તત્વોના શોષણમાં દખલ કરી શકે છે.

-ફળો હંમેશા એકલા જ ખાવા જોઈએ. ભોજન સાથે કે પછી ફળો ક્યારેય ન ખાવા જોઈએ. તમે જમ્યાના 1 કલાક પહેલા અથવા 2 કલાક પછી ફળ ખાઈ શકો છો.

-તમે એકસાથે સમાન સ્વાદવાળા ફળો ખાઈ શકો છો પરંતુ મિશ્ર ફળોનું નિયમિત સેવન કરવાનું ટાળો.

-ફળોનો પૂરો લાભ લેવા માટે તેનો રસ પીવાને બદલે કાચા ખાઓ. ફળોનો રસ ત્યારે જ પીવો જ્યારે તમારું પાચન ખરાબ હોય અથવા તમે નબળાઈને કારણે બરાબર ચાવી અને ખાઈ શકતા ન હોવ.

– ફળોનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્ત પહેલાનો છે. આ સમયે તમારે ફળોનું સેવન કરવું જોઈએ. મોડી રાત્રે અથવા દિવસ દરમિયાન ફળો ન ખાવા.

– ભોજન સાથે કે પછી ફળ ક્યારેય ન ખાઓ.

– ફળોને દૂધ કે દહીમાં મિક્સ કરીને ન ખાઓ. (છોડ આધારિત દૂધ અને દહીંનું સેવન કરી શકાય છે.)

-આયુર્વેદમાં દૂધ અને ફળ અલગ-અલગ લેવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ તમે દૂધને મીઠા અને પાકેલા ફળો સાથે મિક્સ કરીને જ લઈ શકો છો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

February 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના પત્ર બાદ આખરે બાબા રામદેવે ઍલૉપથી વિશે આપેલું નિવેદન પાછું ખેંચ્યું; જાણો વિગત…

by Dr. Mayur Parikh May 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

સોમવાર

યોગગુરુ બાબા રામદેવે રવિવારે ઍલૉપથિક મેડિસિન અંગે આપેલું નિવેદન પાછું ખેંચી લીધું છે. તેમના આ નિવેદનનો ડૉક્ટરોએ જોરદાર વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધને રવિવારે કડક શબ્દોમાં એક પત્ર લખીને બાબા રામદેવને નિવેદન પાછું લેવાનું કહ્યું હતું અને મોડી સાંજે રામદેવે નિવેદન પાછું ખેંચ્યું હતું.

આરોગ્યપ્રધાનના પત્રનો જવાબ આપતાં બાબા રામદેવે પત્ર લખી કહ્યું હતું કે “હું તબીબી વિજ્ઞાનના તમામ પ્રકારનો આદર કરું છું. ઍલૉપથીએ ઘણા લોકોનો જીવ બચાવ્યો છે. હું આ વિવાદ શાંત કરવા માગું છું.” તેમણે સોશિયલ મીડિયા પર આ પત્ર શૅર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે તમારો પત્ર મળ્યો છે. એના સંદર્ભમાં હું તબીબી વિજ્ઞાનના સમગ્ર વિવાદને અટકાવી મારું નિવેદન પાછું ખેંચું છું. હર્ષ વર્ધને લખ્યું હતું કે “તમારું નિવેદન કોરોના સામેની લડતને નબળી બનાવશે. આરોગ્ય કર્મચારીઓ અને ઍલૉપથી સાથે સંકળાયેલા ડૉક્ટરો ખૂબ જ મહેનતથી કોરોનાના દર્દીઓનું જીવન બચાવી રહ્યા છે. તમારા નિવેદનથી કોરોના સામે ચાલી રહેલી લડત નબળી પડી શકે છે. આશા છે કે તમે તમારું નિવેદન પાછું ખેંચશો.”

નિવેદન આપીને બાબા રામદેવ ફસાયા : હવે આરોગ્ય વિભાગે આંખો કાઢી; જાણો શું છે મામલો

ઉલ્લેખનીય છે કે એક વાયરલ થયેલા વીડિયોમાં બાબા રામદેવે કહ્યું હતું કે “ઍલૉપથી એક સ્ટુપીડ સાયન્સ છે.” ત્યાર બાદ આ સમગ્ર વિવાદ જાગ્યો હતો. શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ ઍલૉપથી અંગે બાબા રામદેવના નિવેદન સામે આપત્તિ જતાવી હતી અને આરોગ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. IMAએ રામદેવ વિરુદ્ધ ખટલો ચલાવવાની માગ કરી હતી.

May 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક