• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - actions
Tag:

actions

Bombay High Court questions I-T dept’s retrospective action against Anil Ambani
વેપાર-વાણિજ્યTop Post

Anil Ambani Case : અનિલ અંબાણીને રાહત, બોમ્બે હાઈકોર્ટે આવકવેરા વિભાગને આ તારીખ સુધી કોઈ કડક પગલાં ન લેવાનો નિર્દેશ.. જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh January 9, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોમ્બે હાઈકોર્ટે ( Bombay High Court ) રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને અપાયેલી વચગાળાની રાહતને યથાવત રાખી છે. આવકવેરા ( I-T dept’s )  વિભાગને અનિલ અંબાણી ( Anil Ambani ) વિરુદ્ધ મોકલવામાં આવેલી નોટિસ પર 20 ફેબ્રુઆરી સુધી કોઈ કડક કાર્યવાહી ન કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ અંબાણીએ આ અરજીમાં 2015ના કાયદાને પડકાર્યો હોવાથી આગામી સુનાવણી દેશના એટર્ની જનરલ આર. વેંકટરામાણીને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 8 ઓગસ્ટ, 2022 ના રોજ, આવકવેરા વિભાગે અનિલ અંબાણીને તેમના સ્વિસ બેંક ખાતામાં 814 કરોડ રૂપિયાની થાપણો છુપાવીને 420 કરોડ રૂપિયાની કરચોરીના આરોપમાં નોટિસ મોકલી હતી. પરંતુ અંબાણીએ તેને હાઈકોર્ટમાં પડકારતા દાવો કર્યો છે કે કાયદો અસ્તિત્વમાં આવ્યા પહેલા દસ વર્ષ પહેલા થયેલા વ્યવહારો અંગે આ નોટિસ કેવી રીતે મોકલી શકાય. આ અરજી પર સોમવારે (9 જાન્યુઆરી) જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ એસ.જી. દિગ્ગેની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અનિલ અંબાણીએ આવકવેરા વિભાગની નોટિસને પડકાર્યો

આ નોટિસમાં આવકવેરા વિભાગે આરોપ લગાવ્યો છે કે વિદેશી બેંકોમાં છુપાવેલી આ સંપત્તિઓની માહિતી જાણી જોઈને ભારતીય આવકવેરા વિભાગને જાહેર કરવામાં આવી નથી. તો શા માટે અનિલ અંબાણીની સામે બ્લેક મની એક્ટની કલમ 50 અને 51 હેઠળ કાર્યવાહી ન કરવી જોઈએ, જેમાં દોષિત ઠરે તો 10 વર્ષની જેલની સજા થાય છે? એવું પૂછવામાં આવ્યું છે. આ નોટિસ સામે અનિલ અંબાણીએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. અંબાણીએ દાવો કર્યો છે કે, “અધિનિયમ વર્ષ 2015માં અસ્તિત્વમાં આવ્યો હતો અને જે વ્યવહારો અંગે નોટિસ જારી કરવામાં આવી હતી તે વર્ષ 2006-07 અને 2010-11 વચ્ચેના છે, તેથી આ કેસમાં કાયદો લાગુ પડતો નથી.”

આ સમાચાર પણ વાંચો: Videocon loan fraud case: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર, પતિને મળી મોટી રાહત – બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો.. કહી આ વાત

દેશના એટર્ની જનરલને આગામી સુનાવણી માટે હાઈકોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ

અનિલ અંબાણીની આ અરજીનો જવાબ આપવા માટે હાઈકોર્ટે હવે દેશના એટર્ની જનરલ જનરલ આર. આવકવેરા વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી વેંકટરામાણીને હાજર થવાનો નિર્દેશ આપવામાં ન આવે ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી ન કરે.

January 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં ઘર ખરીદનારા સાવધાન-આટલા  પ્રોજેક્ટ સામે મહારેરાએ લીધા આકરા પગલા- અનેક પ્રોજેકટ અટવાયા- જાણો વિગતે

by Dr. Mayur Parikh June 3, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

બિલ્ડરોની દાદાગીરી અને ગ્રાહકોની સાથે થતી છેતરપીંડીને પગલે મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી(મહારેરા)એ(Maharashtra Real Estate Regulatory Authority) આવા બિલ્ડરો સામે પગલાં લીધા છે. તેથી મુંબઈ સહિત રાજ્યમાં લગભગ 664 પ્રોજેક્ટ અટવાયા છે. 

મહારેરાના નિયમોનું ઉલ્લંઘન કરીને સમયસર કામ પૂરા નહીં કરીને ફ્લેટનો કબજો આપવામાં વિલંબ કરવાને કારણે ગ્રાહકોને હેરાનગતીનો સામનો કરવો પડયો છે. રેરા દ્વારા બિલ્ડરોને મુદત વધારી આપવામાં આવ્યા છતાં બિલ્ડરોએ કામ પૂરા કર્યા નથી. તેથી મહારેરાએ આકરાં પગલાં લઈને આ બિલ્ડરોને(Builders) તેમના પ્રોજેક્ટના ઘર વેંચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેથી આ બિલ્ડરો હવે ઘર વેચી શકશે નહીં અને તેની જાહેરાત પણ આપી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો : તમારા એરિયામાં રસ્તા પર ખાડા પડી ગયા છે- નોટ ટુ વરી. BMCની આ હેલ્પલાઇન પર કરજો ફરિયાદ- જાણો વિગતે

પ્રતિબંધિત પ્રોજેક્ટમાં મુંબઈના 71 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેથી મુંબઈમાં ઘર ખરીદનારાઓએ(ઘર ખરીદનારાઓ) સાવધાની રાખવાની જરૂર છે અને ઘર ખરીદવા પહેલા મહારેરાની યાદી તપાસવાની આવશ્યકતા રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યમાં બિલ્ડરોની દાદાગીરી અને ઘર ખરીદનારા સાથે છેતરપીંડી કરીને તેમને સમયસર ઘરનો કબજો નહીં આપવાની અનેક ફરિયાદો આવતી હતી. તેથી બિલ્ડરોને સીધાદોર કરવા માટે મહારેરા ઓથોરિટીની(Maharera authority) સ્થાપના કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર(Maharashtra) અને ઉત્તર પ્રદેશમાં(uttar Pradesh) મહારેરા સારી કામગીરી બજાવી રહી છે. 
 

June 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ઈન્ડિગો એરલાઈન્સની અમાનવતા ન ચલાવી સરકારે, દિવ્યાંગને ફ્લાઈટમાં ન બેસવા દેનાર કંપનીને ફટકાર્યો આટલા લાખનો દંડ..

by Dr. Mayur Parikh May 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

સરકારે(Government) ઈન્ડિગો એરલાઇન્સ(Indigo airlines) સામે એક વિકલાંગ બાળકને પ્લેનમાં બેસવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરવા બદલ કડક કાર્યવાહી કરી છે. 

ઈન્ડીગોને પોતાની ફ્લાઈટમાં દિવ્યાંગ બાળકને ન બેસવા દેવા બદલ DGCAએ કંપનીને 5 લાખનો દંડ કરાયો છે. 

સંબંધિત વિમાન નિયમોની જોગવાઈઓ હેઠળ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત 7 મેના દિવસે રાંચી એરપોર્ટ (Ranchi Airport) પર ઈન્ડિગોએ એક દિવ્યાંગ બાળકને પ્રવાસ કરતા રોક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : NCP અધ્યક્ષ શરદ પવારે પુણેના દગડુશેઠ ગણપતિના દર્શન બહારથી જ કર્યા. જાણો શું છે કારણ.. 

May 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ પોલીસનો નવો કાયદો, હવે વગર કારણે હોર્ન વગાડશો તો આટલા કલાક પોલીસ ચોકીમાં બેસવું પડશે. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 11, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ટ્રાફિકના નિયમોનું  ઉલ્લંઘન કરવાનું ભારે પડી શકે છે. ટ્રાફિકમાં સતત હોર્ન વગાડીને નોઇઝ પોલ્યુશન વધારનારા સામે આકરા પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વગર કારણે હોર્ન વગાડતા પકડાયા તો દંડ તો ભરવો જ પડશે પણ સાથે જ ત્રણ કલાક પોલીસ સ્ટેશનમાં પણ બેસીને ટ્રાફિકના નિયમોનું  શીખવા પડવાના છે. 

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની મુંબઈગરાને સતત અપીલ કરતા હોય છે. પાર્કિંગથી લઈને ટ્રાફિકના નિયમોને લઈને તેમણે અનેક મહત્વના પગલા લીધા છે. તેમા હવે તેમણે વગર કારણે હોર્ન વગાડનારાઓ તેમણે ચેતવણી આપી છે. 

આ સમાચાર પણ વાંચો : યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે

રસ્તા પર અથવા ટ્રાફિકમાં સતત હોર્ન વગાડીને નોઇઝ પોલ્યુશન વધારનારા સામે આકરા પગલાં લેવાનો નિર્ણય પોલીસ કમિશનરે લીધો છે, જેમાં વગર કારણે હોર્ન વગાડતા પકડાયા તો સંબંધિત વ્યક્તિને દંડ તો ભરવો જ પડશે. પરંતુ એ સાથે જ ત્રણ કલાક પોલીસ સ્ટેશનમાં પણ બેસીને ટ્રાફિકના નિયમો પણ શીખવા પડવાના છે.  એ સજાને પણ લોકોએ ગંભીરતાપૂર્વક નહીં લીધો તો તેમને ટ્રાફિકના નિયમોને લઈને પરીક્ષા આપવી પડશે એવી ચોખ્ખા શબ્દોમાં તેમણે ચેતવણી આપી છે.

April 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

છેલ્લા 7 વર્ષમાં 2.5 લાખ કરોડના બેંક ગોટાળાથી દેશને રોજનું 100 કરોડનું નુકસાન. માત્ર 5 રાજ્યોમાં જ 83 ટકા કેસ, સૌથી વધુ આ રાજ્યમાં

by Dr. Mayur Parikh March 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

છેલ્લા સાત વર્ષમાં બેંક ફ્રોડને કારણે દેશને દરરોજ 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, દેશમાં બેંકિંગ છેતરપિંડીના 83 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાં છે. 

મહારાષ્ટ્ર તેમાં 50 ટકા સાથે ટોચ પર છે, જ્યારે દિલ્હી બીજા સ્થાને છે. તે પછી, સૌથી વધુ બેંકિંગ ફ્રોડ તેલંગાણા, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં છે.

ડેટા અનુસાર, 1 એપ્રિલ, 2015 થી 31 ડિસેમ્બર, 2021 સુધીમાં તમામ રાજ્યોમાં લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની બેંકિંગ છેતરપિંડી થઈ છે.

જો કે, નાણા મંત્રાલયનું કહેવું છે કે આવી ઘટનાઓની જાણ કરવા અને તેને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે. જેના કારણે દર વર્ષે બેંકિંગ છેતરપિંડીના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!! મહારાષ્ટ્રમાં અલ્પસંખ્યો માટે સ્વતંત્ર મેડિકલ કોલેજની સરકારે કરી જાહેરાત.. જાણો વિગતે

March 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

રશિયા યુક્રેન યુદ્ધ: રૂસ સામે 30 દેશોનો એટેક પ્લાન, નાટોએ કરી મોટી આ કાર્યવાહી

by Dr. Mayur Parikh February 24, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,  

ગુરુવાર,

નાટો દેશોએ રશિયા સામે કાર્યવાહીની પહેલ શરૂ કરી દીધી છે. 

યૂક્રેન પર હુમલો કરનાર રશિયાને પાઠ ભણાવવા NATOએ યૂક્રેનની મદદે સેના મોકલી છે.

યુક્રેન પર થયેલા હુમલા બાદ નાટો દેશોની મોટી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાટોની આ કાર્યવાહીની પહેલ વચ્ચે અમેરિકાએ પોતાના સૈનિકોને યુક્રેન તરફ મોકલવાનું શરૂ કરી દીધું છે. 

રશિયાને ઘેરવા માટે અમેરિકી સેના લાટવિયા પહોંચી ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે નાટો દુનિયાભરના તમામ દેશોનું એક સૈન્ય સંગઠન છે, જે યુદ્ધની આવી સ્થિતિ માટે બનાવવામાં આવ્યું છે. 

હાલ નાટોમાં 30 દેશો સામેલ છે જેમા અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની સહિતના કેટલાક દેશો સામેલ છે

રૂસ સામે અંતિમ શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં યૂક્રેન, રાષ્ટ્રપતિનું મોટું નિવેદન; કહ્યું – સરેન્ડર તો કદી નહીં

February 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

પ્લાસ્ટિકની થેલી વાપરો છો? તો ચેતી જજો, પ્લાસ્ટિકની થેલી સામેની BMCની ઍક્શન ફરી શરૂ; જાણો વિગત

by Dr. Mayur Parikh December 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021  

 સોમવાર.

પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી સામેની ઠંડી પડેલી કાર્યવાહીને મુંબઈ મહાનગરપાલિકા ફરી તીવ્ર બનાવવાની છે. 
કોરોના મહામારીને પગલે બે વર્ષથી પાલિકાની તમામ યંત્રણા કોરોનાને નિયંત્રણમાં લાવવાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગઈ હતી. તેથી બજારોમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો હતો.

કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ તમામ નિયંત્રણો પાછા ખેંચવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન પ્રતિબંધક પ્લાસ્ટિક સામેના ઉપયોગ સામે પાલિકાના સંબંધિત ખાતા દ્વારા દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. તેથી બિન્દાસ બની ગયેલા ફેરિયાઓ, દુકાનદારોથી લઈને સામાન્ય નાગરિકોમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. તેથી પાલિકા પ્લાસ્ટિક સામેની કાર્યવાહીને વધી તીવ્ર બનાવાની છે. જોકે હાલ પાલિકાનું ટેન્શન રોજ જમા થતા જોખમી કચરાને કારણે વધી ગયું છે. ખાસ કરીને પ્લાસ્ટિકના શિલ્ડ પ્રોટેક્ટિવ ગિયર સહિતના કચરાને અલગ તારવીને તેનો નિકાલ કરવો મુશ્કેલ થઈ ગયું છે.

ગટરમાં પ્લાસ્ટિકની થેલીઓ ભરાઈ જતી હોવાથી ગટર નાળામાં વરસાદી પાણીનો નિકાસ થતો હતો અને શહેરમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એ સિવાય પર્યાવરણ માટે પણ તે જોખમી છે. તેથી 2018ની સાલમાં મુંબઈમાં પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ પર પ્રતિબંધ આવી ગયો હતો. પ્રતિબંધક પ્લાસ્ટિક સામેની કાર્યવાહી માટે પાલિકાએ ખાસ વિજિલન્સ ટીમ પણ બનાવી છે, જે બધી જગ્યાએ જઈને તપાસ કરતી હોય છે. 

મુંબઈમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણ માટે BMC તૈયાર, આ સ્થળે આપશે વૅક્સિન. જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પ્રતિબંધક પ્લાસ્ટિકના ઉપયોગ કરનારા પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. પહેલી વખત પકડાય તો પાંચ હજાર, બીજા ગુના માટે 10,000 રૂપિયા અને ત્યાર પછી પણ પકડાય તો તે માટે 25,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. 

December 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લો બોલો! મુંબઈમાં 68,000 ગેરકાયદે બાંધકામ, મુંબઈ મનપાએ લીધી માત્ર આટલા બાંધકામ સામે એક્શન; જાણો વિગત

by Dr. Mayur Parikh December 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

ગુરુવાર.

ગેરકાયદે બાંધકામને લઈને મુંબઈ મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિમાં ચોંકાવનારી માહિતી આપી હતી. છેલ્લા છ વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકા પાસે 68,809 ગેરકાયદે બાંધકામની ફરિયાદ આવી હતી,  તેમાંથી માત્ર 29,273 ગેરકાયદે બાંધકામ સામે જ પાલિકાએ કાર્યવાહી કરી છે.  

ભાજપ સહિત વિરોધ પક્ષે જોકે ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી ફક્ત પેપરમા જ કરી હોવાનો દાવો કર્યો હતો. પાલિકે 29,273 ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરી હોવાના દાવા સામે હજી પણ 80 ટકા બાંધકામ ઊભા હોવાનો દાવો વિરોધ પક્ષે કર્યો હતો. ભાજપના સભ્ય ભાલચંદ્ર શિરસાટે પાલિકાની આ કાર્યવાહીને દેખાડો કરીને ગેરકાયદે બાંધકામ સામે પાલિકાના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

સ્થાયી સમિતિમાં પાલિકાએ આપેલી માહિતી મુજબ ઝૂંપડપટ્ટી ખાસ કરીને માનખુર્દ, ગોવંડી, એન્ટોપ હિલ, દહિસર અને જોગેશ્ર્વરીમાં મોટા પાયા પર ગેરકાયદે બાંધકામ છે.

ભાજપ ના નેતા આશિષ શેલાર સામે શિવસેના આક્રમક, મુંબઈના મેયરે નોંધાવી વિયનભંગની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

પાલિકાએ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે 2016ની સાલથી કમ્પ્યુટરની આરટીએમએસ સિસ્ટમને અમલમાં મૂકી છે. જેના પર છ વર્ષમાં 67,809 ફરિયાદ આવી હતી. તેમાથી 29,273 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

December 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક