Tag: actress

  • Sulakshana Pandit Passes Away: બોલીવૂડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું થયું નિધન, 71 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

    Sulakshana Pandit Passes Away: બોલીવૂડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું થયું નિધન, 71 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

    News Continuous Bureau | Mumbai

    Sulakshana Pandit Passes Away: બોલીવૂડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત નું 71 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી શારીરિક અને માનસિક રીતે બીમાર હતી અને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતી. તેમનું અવસાન 12 જુલાઈના જન્મદિવસ પછી થયું, જે તેમણે તાજેતરમાં જ ઉજવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે

    સુલક્ષણા પંડિતનું જીવન અને કારકિર્દી

    સુલક્ષણાનો જન્મ છત્તીસગઢના રાયગઢમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના કાકા પંડિત જસરાજ પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર હતા. સુલક્ષણાએ 9 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. ‘તકરીર’ ફિલ્મમાં લતા મંગેશકર સાથે ‘સાત સમંદર પાર સે…’ ગીતથી તેમનો સંગીત કારકિર્દી શરૂ થયો હતો. 1967થી 1988 સુધી તેમણે 20થી વધુ ફિલ્મોમાં અભિનય અને 21થી વધુ ફિલ્મોમાં ગીતો ગાયા. 1975માં ‘ઉલઝન’ ફિલ્મના શૂટિંગ દરમિયાન સુલક્ષણા સંજીવ કુમાર સાથે એકતરફી પ્રેમમાં પડી હતી. સંજીવ કુમાર હેમા માલિનીથી પ્રેમ કરતા હતા, જે સફળ ન થયો. બંનેએ જીવનભર લગ્ન ન કર્યા. 1985માં સંજીવ કુમારના અવસાન બાદ સુલક્ષણા તૂટી ગઈ હતી અને એક ઈન્ટરવ્યુમાં તેમણે આત્મહત્યાની કોશિશની વાત પણ સ્વીકારી હતી.

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla (@pinkvilla)


    1976માં ‘સંકલ્પ’ ફિલ્મના ‘તૂ હી સાગર હૈ, તૂ હી કિનારા…’ ગીત માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમનો અવાજ અને અભિનય આજે પણ યાદગાર છે. તેમનું જીવન પ્રેમ, પીડા અને સંગીતથી ભરેલું હતું. બોલીવૂડમાં તેમનું યોગદાન સદાય યાદ રાખવામાં આવશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Usha Nadkarni: મારો દીકરો મારી સાથે રહેતો નથી…; 79 વર્ષની ઉંમરે ઉષા નાડકર્ણી એ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહી આવી વાત

    Usha Nadkarni: મારો દીકરો મારી સાથે રહેતો નથી…; 79 વર્ષની ઉંમરે ઉષા નાડકર્ણી એ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Usha Nadkarni:
    જાણીતી ટીવી અને ફિલ્મ અભિનેત્રી ઉષા નાડકર્ણી, જેઓ ‘ઉષા તાઈ’ તરીકે પણ ઓળખાય છે, તેઓ 79 વર્ષના છે. ‘પવિત્ર રિશ્તા’ ફેમ ઉષા તાઈ તાજેતરમાં ‘સેલિબ્રિટી માસ્ટર શેફ’માં પણ જોવા મળ્યા હતા. હિન્દી અને મરાઠી રંગભૂમિના આ વરિષ્ઠ અભિનેત્રીએ હવે ખુલાસો કર્યો છે કે તેઓ 79 વર્ષની ઉંમરે પણ મુંબઈમાં એકલા રહે છે. તેમના પુત્ર અને પુત્રવધૂ તેમની સાથે રહેતા નથી. તેમને કહ્યું કે તેમણે ‘સ્વતંત્ર જીવનશૈલી’ અપનાવી છે.એક મીડિયા હાઉસ સાથેની મુલાકાતમાં ઉષા નાડકર્ણીએ ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા 38 વર્ષથી એકલા રહે છે. શરૂઆતમાં જ્યારે તેઓ એકલા રહેવા લાગ્યા ત્યારે તેમને ‘ડર’ લાગતો હતો, પરંતુ હવે તેમને તેની આદત પડી ગઈ છે. 1979માં ‘સિંહાસન’ નામની મરાઠી ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર ઉષા તાઈનો જન્મ સ્વતંત્રતા પહેલા 1946માં મુંબઈમાં થયો હતો. તેમણે કહ્યું, “મારા દીકરાને નોનવેજ ખૂબ ગમે છે, પણ તે મારી સાથે રહેતો નથી.” તે મારા ભાઈના ઘરે બોરીવલીમાં રહે છે.

    આ સમાચાર પણ વાંચો : Sun-Mars conjunction: 18 વર્ષ પછી બનશે સૂર્ય અને મંગળનો મહાસંયોગ; આ રાશિઓને કરિયરમાં મળશે સારી તકો

    પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે કેમ રહેતા નથી?

    જ્યારે તાઈ ને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર તેમની સાથે કેમ નથી રહેતો, ત્યારે તેમણે કહ્યું, “લગ્ન પછી મારો પુત્ર મારા ભાઈના ફ્લેટમાં રહેવા લાગ્યો, કારણ કે તેનું ઘર મોટું હતું અને તેને એક નાની દીકરી પણ છે. મારો ભાઈ બોરીવલીમાં રહેતો હતો. તેની પાસે 2BHK હતું, જે હવે 3BHKમાં પુનર્વિકસિત કરવામાં આવ્યું છે. મારા ભાઈએ મને અહીં આવવા કહ્યું હતું. દરેકને એક નાનું બાળક ગમે છે, તેથી તેઓ ત્યાં દીકરી સાથે રહે છે.”

  • Nora fatehi birthday: પોતાના ડાન્સ મૂવ્સ થી લોકો ને દીવાના બનાવનાર નોરા ફતેહી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ને નેટ વર્થ વિશે

    Nora fatehi birthday: પોતાના ડાન્સ મૂવ્સ થી લોકો ને દીવાના બનાવનાર નોરા ફતેહી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ને નેટ વર્થ વિશે

    News Continuous Bureau | Mumbai

    Nora fatehi birthday: નોરા ફતેહી આજે તેનો 33 મોં જન્મદિવસ ઉજવી રહી છે. નોરા નો જન્મ 6 ફેબ્રુઆરી 1992 ના રોજ કેનેડામાં થયો હતો.નોરા બોલિવૂડ માં તેના ડાન્સ નંબર માટે જાણતી છે. નોરાને બાળપણથી જ નૃત્યમાં રસ હતો.બોલિવૂડમાં આવતા પહેલા, નોરા કેનેડામાં મોડેલિંગ કરતી હતી. બોલિવૂડ માં પોતાનું સ્થાન બનાવવા નોરા ને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો આજે નોરા કરોડો ની સંપત્તિ ની માલકીન છે. 

    આ સમાચાર પણ વાંચો: Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરે લગાવી સ્ટેજ પર આગ, બંનેની કેમેસ્ટ્રી એ ખેંચ્યું લોકોનું ધ્યાન

    નોરા ફતેહી ની નેટ વર્થ 

    મીડિયા રિપોર્ટ મુજબ નોરા ફતેહી ની કુલ સંપત્તિ 41 કરોડ ની છે. રિપોર્ટ મુજબ નોરા ફતેહી એક ગીત પર ડાન્સ કરવા માટે લગભગ 2 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.નોરા નું મુંબઈ માં એક આલીશાન ઘર પણ છે જેની કિંમત 10 કરોડ હોવાનું કહેવાય છે. આ સિવાય નોરા નું કેનેડા માં પણ એક ઘર છે. ડાન્સ નંબર કરવા સિવાય નોરા સોશિયલ મીડિયા પર બ્રાન્ડ પ્રમોશન માંથી પણ મોટી કમાણી કરે છે તે બ્રાન્ડ પ્રમોશન માટે 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.આ ઉપરાંત નોરા પાસે મોંઘી ગાડીઓ નો પણ સંગ્રહ છે. 

     

    View this post on Instagram

     

    A post shared by Nora Fatehi (@norafatehi)


    નોરા ફતેહી તેના આઈટમ નંબર ‘દિલબર-દિલબર’, ‘કમરિયા’, ‘હાય ગર્મી’ અને ‘નાચ મેરી રાની’ માટે જાણીતી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kandivali Car Accident: કાંદિવલીમાં અભિનેત્રીની કારને નડ્યો અકસ્માત; મેટ્રો કામદારોને લીધા અડફેટે..

    Kandivali Car Accident: કાંદિવલીમાં અભિનેત્રીની કારને નડ્યો અકસ્માત; મેટ્રો કામદારોને લીધા અડફેટે..

    News Continuous Bureau | Mumbai

    Kandivali Car Accident: મુંબઈના ઉપનગરોમાં અકસ્માતોનો સિલસિલો ચાલુ છે. કુર્લા, ઘાટકોપર અને હવે કાંદિવલી પૂર્વ પોઈસર મેટ્રો સ્ટેશન નજીક અકસ્માત થયો હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે મધ્યરાત્રિએ એક ઝડપી કાર મેટ્રો કામદારોને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એક મેટ્રો કર્મચારીનું મોત થયું હતું. અને મરાઠી અભિનેત્રી ઉર્મિલા કાનેટકર સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ ઉર્મિલા કાનેટકર પીઢ મરાઠી અભિનેતા મહેશ કોઠારેના પુત્ર આદિનાથ કોઠારેની પત્ની છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સમતા નગર પોલીસે અભિનેત્રી ઉર્મિલા કાનેટકરના કાર ચાલક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

     Kandivali Car Accident: કાર હંકારનારે ગાડી પર કાબૂ ગુમાવ્યો

    કાંદિવલી ઈસ્ટ વેસ્ટ એક્સપ્રેસવે પર પોઈસર મેટ્રો સ્ટેશન નજીક શુક્રવારે મધરાતે લગભગ 1:00 વાગ્યે, એક હ્યુન્ડાઈ કાર ફૂલ સ્પીડમાં બોરીવલી તરફ જઈ રહી હતી. ત્યારે કાર હંકારનારે ગાડી પર કાબૂ ગુમાવ્યો અને સીધી પોઈસર મેટ્રો સ્ટેશનના વર્કિંગ એરિયામાં અથડાઈ. આ ભયાનક અકસ્માતમાં કાર ચાલક અને અભિનેત્રી ઉર્મિલા કાનેટકર સહિત ચાર લોકો ઘાયલ થયા છે. સમતા નગર પોલીસ ટીમને અકસ્માતની માહિતી મળતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલોને તાત્કાલિક કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક ઘાયલ કામદારનું મોત થયું હતું. દરમિયાન ઘાયલોમાં અભિનેત્રી ઉર્મિલા કાનેટકર અને તેના કાર ચાલકને કાંદિવલીનીખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : મહાયુતિ આવી, મોંઘવારી લાવી! મુંબઈ માં ઓટો-ટેક્સી ચાલકોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી

    Kandivali Car Accident: ડ્રાઈવરનો મેડિકલ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી

    સમતા નગર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. અભિનેત્રી ઉર્મિલા કાનેટકરની કારના ડ્રાઈવરનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મેડિકલ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે અને તેણે નશો કર્યો હતો કે કેમ તે રિપોર્ટ બાદ બહાર આવશે. આ અકસ્માતમાં ઘાયલ થયેલી અભિનેત્રી ઉર્મિલા કાનેટકર પીઢ મરાઠી અભિનેતા મહેશ કોઠારેના પુત્ર આદિનાથ કોઠારેની પત્ની છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Hina khan: ગુગલ પર સૌથી વધુ સર્ચ થવા છતાં હિના ખાન આ કારણે થઇ નારાજ, પોસ્ટ શેર કરી કહી દિલ ની વાત

    Hina khan: ગુગલ પર સૌથી વધુ સર્ચ થવા છતાં હિના ખાન આ કારણે થઇ નારાજ, પોસ્ટ શેર કરી કહી દિલ ની વાત

    News Continuous Bureau | Mumbai 

    Hina khan: હિના ખાન કેન્સર સામે લડાઈ લડી રહી છે. હાલ અભિનેત્રી ની સારવાર ચાલી રહી છે. હિના તેના હેલ્થ સાથે જોડાયેલી તમામ બાબત તેના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  તાજેતરમાં ગૂગલે વર્ષ 2024ની યાદી બહાર પાડી જેમાં સૌથી વધુ સર્ચ કરાયેલા કલાકારોનો સમાવેશ થાય છે. હિના આ લિસ્ટમાં ટોપ 10માં સામેલ છે, પરંતુ તે તેનાથી ખુશ નથી.હિના એ સોશિયલ મીડિયા પર પોતાની દિલ ની વાત કહી છે. 

    આ સમાચાર પણ વાંચો: Rajinikanth birthday: સુપરસ્ટાર રજનીકાંત ના જન્મદિવસ પર તેમના એક ફેન એ કર્યું એવું કામ કે દરેક જગ્યા એ થઇ રહી છે તેની ચર્ચા, જુઓ વિડીયો

    હિના ખાન એ કરી દિલ ની વાત 

    હિનાએ લખ્યું, ‘મેં ઘણા લોકોને આ સ્ટોરી પોસ્ટ કરતા જોયા છે અને મને આ નવા વિકાસ માટે અભિનંદન મળી રહ્યાં છે, પરંતુ ખરેખર આ મારા માટે કોઈ સિદ્ધિ નથી કે હું ગર્વ કરી શકું તેવું નથી. હું પ્રાર્થના કરીશ કે કોઈપણ વ્યક્તિ તેની માંદગી અથવા સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુ માટે ગૂગલ કરે. હું હંમેશા લોકોના પ્રેમને માન આપું છું.હું ઈચ્છું છું કે લોકો મારા કામ માટે, મારી સિદ્ધિઓ માટે મને ગૂગલ કરે, જેમ કે તેઓ મારી બીમારી પહેલા કરતા હતા.’


    હિના ખાન ને જૂન 2024 માં કેન્સર નું નિદાન થયું હતું ત્યારબાદ તેને પોતે આ માહિતી શેર કરી હતી

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Athiya Shetty pregnant :એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે ગુંજશે કિલકારી, યુગલ 2025માં બનશે માતા-પિતા…

    Athiya Shetty pregnant :એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે ગુંજશે કિલકારી, યુગલ 2025માં બનશે માતા-પિતા…

    News Continuous Bureau | Mumbai

    Athiya Shetty pregnant :ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલ પિતા બનવા જઈ રહ્યા છે. તેની પત્ની આથિયા શેટ્ટી બાળકને જન્મ આપશે. આ માહિતી ખુદ રાહુલે ફેન્સ દ્વારા શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. રાહુલે કહ્યું કે બાળકનો જન્મ 2025માં થશે. ફેન્સ સોશિયલ મીડિયા પર કેએલ રાહુલને અભિનંદન આપી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીઓએ પણ શુભેચ્છા આપી રહ્યા છે.  

    Athiya Shetty pregnant :માતા પિતા બનશે  કેએલ રાહુલ અને  અથિયા શેટ્ટી 

    વાસ્તવમાં રાહુલે આજે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેના દ્વારા તેણે જણાવ્યું કે અથિયા માતા બનવા જઈ રહી છે અને તે 2025માં બાળકને જન્મ આપશે. રાહુલ અને આથિયાના લગ્ન 2023માં થયા હતા. આ બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. રાહુલ અને આથિયાના નજીકના મિત્રોને પણ તેમના લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે આથિયા માતા બનવા જઈ રહી છે.

    આ સમાચાર પણ વાંચો : ગોલ્ડન લહેંગા માં હિના ખાને શેર કરી તસવીરો, અભિનેત્રી ની સાદગી પર ચાહકો થયા દીવાના

    Athiya Shetty pregnant : કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે.

    રાહુલ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બિનસત્તાવાર ટેસ્ટનો ભાગ છે. રાહુલ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. ઓપનર તરીકે તે પ્રથમ દાવમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઈનિંગમાં તેઓ માત્ર 10 રન બનાવીને ચાલ્યા ગયા હતા. આ પહેલા રાહુલ ન્યુઝીલેન્ડ સામે પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. જોકે રાહુલ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીનો ભાગ છે.

  • Tabu birthday: 53 વર્ષ ની ઉમર માં પણ કુંવારી છે તબ્બુ, બાળકલાકાર થી ડેબ્યુ કરનાર અભિનેત્રી આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો એક્ટ્રેસ ની નેટવર્થ વિશે

    Tabu birthday: 53 વર્ષ ની ઉમર માં પણ કુંવારી છે તબ્બુ, બાળકલાકાર થી ડેબ્યુ કરનાર અભિનેત્રી આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો એક્ટ્રેસ ની નેટવર્થ વિશે

    News Continuous Bureau | Mumbai

    Tabu birthday: તબ્બુ આજે તેનો 53 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તબુ એ પીઢ અભિનેત્રી સ્મિતા પાટીલની ફિલ્મ બજાર (1982) થી બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 53 વર્ષ ની ઉંમરે પણ તબ્બુ કુંવારી છે. જોકે તબ્બુ નું નામ ઘણા અભિનેતા સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ તબુ એ કોઈની સાથે લગ્ન કર્યા નથી. તબ્બુ નું નામ સાઉથ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જુન સાથે જોડવામાં આવ્યું હતું કહેવાય છે કે આ બંને વચ્ચે ગંભીર સંબંધ હતા.

    આ સમાચાર પણ વાંચો :  Shahrukh khan birthday: બોલિવૂડ માં કિંગ ખાન ના નામ થી લોકપ્રિય શાહરુખ ખાન નું અસલી નામ જાણી તમને પણ લાગશે નવાઈ

    તબ્બુ ની નેટવર્થ 

    મીડિયા રિપોર્ટ મુજબ તબ્બુની કુલ સંપત્તિ 52 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તબ્બુ ની માસિક આવક 36 લાખ રૂપિયા સુધી છે અને તેની વાર્ષિક આવક 3 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. રિપોર્ટ મુજબ તબ્બુ એક ફિલ્મ માટે 3 કરોડ ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત તબ્બુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ કમાણી કરે છે.

     

    View this post on Instagram

     

    A post shared by Tabu (@tabutiful)


    તબ્બુનું મુંબઈમાં આલિશાન ઘર છે. આ સિવાય અભિનેત્રી પાસે ગોવા અને હૈદરાબાદમાં પણ કરોડોના બંગલા છે.આ સિવાય તબ્બુ પાસે ઘણી  પણ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Simran Budharup : ‘પંડયા સ્ટોર’ ફેમ અભિનેત્રીને થયો કડવો અનુભવ, માતા સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચેલી સિમરન બુધરુપ સાથે બાઉન્સરોએ કરી ગેરવર્તણૂક

    Simran Budharup : ‘પંડયા સ્ટોર’ ફેમ અભિનેત્રીને થયો કડવો અનુભવ, માતા સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચેલી સિમરન બુધરુપ સાથે બાઉન્સરોએ કરી ગેરવર્તણૂક

    News Continuous Bureau | Mumbai 

    Simran Budharup : હાલ સમગ્ર રાજ્યમાં ગણેશોત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળના બાપ્પાના દર્શન કરવા સર્વત્ર તોફાની ભીડ જોવા મળી રહી છે. મુંબઈમાં ‘લાલબાગના રાજા’ના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે. ઘણા સેલેબ્સ પણ મુલાકાતે આવી રહ્યા છે. ટીવી એક્ટ્રેસ સિમરન બુધરુપ પણ તેની માતા સાથે બાપ્પાના દર્શન કરવા આવી હતી, પરંતુ તેની સાથે જે કંઈ થયું તે તે ભાગ્યે જ તેના જીવનમાં ભૂલી શકશે. તેણે પોતાનો ખરાબ અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને જાણીને ચાહકો પણ ગુસ્સે થઈ રહ્યા છે અને તેને પંડાલમાં ન જવાની સલાહ આપી રહ્યા છે.

     

     

    Simran Budharup : લાલબાગના રાજા મંડપના બાઉન્સર્સે તેને અને તેની માતા સાથે અભદ્ર વ્યવહાર કર્યો 

    ગણેશ ચતુર્થીના અવસર પર ‘કુમકુમ ભાગ્ય’ અને ‘પંડ્યા સ્ટોર’ સિરિયલમાં કામ કરનાર અભિનેત્રી સિમરન બુધરૂપ બાપ્પાના આશીર્વાદ લેવા મુંબઈના પ્રખ્યાત લાલબાગમાં રાજાના મંડપમાં પહોંચી હતી. સિમરન એકલી નહોતી તેની માતા પણ તેની સાથે ગણપતિના દર્શન માટે આવી હતી. પરંતુ આ દરમિયાન તેની સાથે કંઈક એવું બન્યું, જેના પછી તે ચર્ચામાં આવી છે. સિમરને એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે લાલબાગના રાજા મંડપના બાઉન્સર્સે તેને અને તેની માતા સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.

    Simran Budharup : માતાનો ફોન પકડ્યો

    સિમરને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો  શેર કરીને સિમરને આખી ઘટના જણાવતા લખ્યું, હું અને મારી માતા લાલબાગના રાજાના દર્શન માટે ગયા હતા. પરંતુ ત્યાંના સ્ટાફના વર્તનને કારણે અમને ખરાબ અનુભવ થયો..ત્યારે એક સ્ટાફ મેમ્બરે અચાનક તેની માતાનો ફોન આંચકી લીધો હતો. જ્યારે સિમરનની માતાએ તેનો ફોન પાછો મેળવવાનો પ્રયાસ કર્યો તો તેને બાજુમાં ધકેલી દેવામાં આવ્યો. આ જોઈને સિમરને દરમિયાનગીરી કરી, પરંતુ બાઉન્સરોએ તેની સાથે પણ ખરાબ વર્તન કર્યું. જ્યારે તેણે ઘટનાનું રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારે પણ કર્મચારીઓએ તેનો ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે હું અભિનેત્રી છું, પછી તેઓએ પીછેહઠ કરી.

    આ સમાચાર પણ વાંચો : Waqf Amendment Bill 2024: વકફ એમેન્ડમેન્ટ બિલ લઈને આ તારીખે યોજાશે JPCની મહત્વની બેઠક, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા..

    Simran Budharup : મોટી ભીડને સંભાળવી મુશ્કેલ બની જાય

     સિમરને નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે આવા તહેવારો દરમિયાન મોટી ભીડને સંભાળવી મુશ્કેલ બની જાય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે કોઈએ શ્રદ્ધાળુઓ સાથે આક્રમક વર્તન કરે  અથવા તેમનું અપમાન કરે. તેમને આશા છે કે તેમનો અનુભવ આવી ઘટનાઓનું સંચાલન કરવાની રીતમાં પરિવર્તનને પ્રેરણા આપશે, જે તમામ ભક્તો માટે વધુ સકારાત્મક અને આદરપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Vaani kapoor birthday: હોટલ માં નોકરી કરી ચુકેલી વાણી કપૂર આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

    Vaani kapoor birthday: હોટલ માં નોકરી કરી ચુકેલી વાણી કપૂર આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

    News Continuous Bureau | Mumbai

     Vaani kapoor birthday: વાણી કપૂર આજે તેનો 36 મોં જન્મદિવસ ઉજવી રહી છે. વાણી કપૂર ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી મોં પોતાની જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. વાણી એ ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આજે વાણી બોલિવૂડ ની સફળ અભિનેત્રી બની ગઈ છે. તો ચાલો આજે અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ 

    આ સમાચાર પણ વાંચો: Manoj bajpayee: મનોજ બાજપેયી એ અધધ આટલા કરોડમાં વેચ્યું પોતાનું ઘર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

    વાણી કપૂર ની નેટવર્થ 

    મીડિયા રિપોર્ટ મુજબ વાણી ની કુલ સંપત્તિ 18 કરોડ છે. વાણી કપૂર એક ફિલ્મ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મોની સાથે સાથે વાણી મોડલિંગ, ફોટોશૂટ, અને જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે.વાણી કપૂર દિલ્હીની રહેવાસી હોવાને કારણે વવની નું દિલ્હી માં એક ઘર છે. આ સિવાય વાણી એ મુંબઈમાં પણ એક ઘર છે. આ સિવાય વાણી ને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે.

     

    View this post on Instagram

     

    A post shared by Vaani Kapoor (@vaanikapoor)


    મીડિયા રિપોર્ટ મુજબ વાણી ફિલ્મો માં આવતા પહેલા હોટલમાં કામ કરતી હતી. પર્યટનમાં તેની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, વાણી કપૂરે જયપુરમાં ઓબેરોય હોટેલ્સ અને રિસોર્ટ્સમાં ઇન્ટર્નશિપ કરી. આ પછી અભિનેત્રીએ આ હોટલમાં લાંબા સમય સુધી કામ પણ કર્યું. આ પછી વાણીએ મોડલિંગની દુનિયા માં પગ મુક્યો ત્યારબાદ વાણી મુંબઈ આવી અહીં આવ્યા પછી વાણી એ ફિલ્મો માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું. વાણી એ રણવીર સિંહ સાથેની ફિલ્મ ‘બેફિકરે’ થી ચર્ચામાં આવી હતી. આમાં વાણીએ એકવાર નહીં પરંતુ 23 વખત લિપ-લોક કર્યું હતું 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Genelia d’souza birthday: એક નેશનલ લેવલ ની ફૂટબોલર બની અભિનેત્રી, જાણો જેનેલિયા ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

    Genelia d’souza birthday: એક નેશનલ લેવલ ની ફૂટબોલર બની અભિનેત્રી, જાણો જેનેલિયા ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

    News Continuous Bureau | Mumbai

    Genelia d’souza birthday: જેનેલિયા ડિસોઝા આજે તેનો 37 મોં જન્મદિવસ ઉજવી રહી છે. જેનેલિયા ડિસોઝા બોલિવૂડ ની ક્યૂટ અભિનેત્રી છે.જેનેલિયા નો જન્મ 5 ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. જેનેલિયા એ અત્યારસુધી હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. બહુ ઓછા લોકો ને ખબર હશે કે ફિલ્મી દુનિયા માં આવતા પહેલા જેનેલિયા નેશનલ લેવલ ની ફૂટબોલર રહી ચુકી છે. 

    આ સમાચાર પણ વાંચો: khel khel mein: હસવા માટે થઈ જાઓ તૈયાર, અક્ષય કુમાર ની ફિલ્મ ખેલ ખેલ મેં નું ટ્રેલર જોઈ તમે થઈ જશો હસીને લોટપોટ

    જેનેલિયા ની કારકિર્દી 

    જેનેલિયા વિશે બહુ ઓછા લોકો ને ખબર હશે કે તે તેના સ્કૂલ ટાઈમ માં સ્પોર્ટ્સ માં ખુબ આગળ હતી. જેનેલિયા તેની શાળા અને કૉલેજ દરમિયાન નેશનલ લેવલ ની એથ્લેટ, દોડવીર તેમજ નેશનલ લેવલ ની ફૂટબોલ ખેલાડી રહી ચુકી છે. જેનેલિયા ને અભિનેત્રી બનવાનો કોઈ શોખ નહોતો. જેનેલિયા MNCમાં કામ કરવા માંગતી હતી.

     

    View this post on Instagram

     

    A post shared by Genelia Deshmukh (@geneliad)


    જેનેલિયા એ એક લગ્ન માં હાજરી આપી હતી તે દરમિયાન તેને અમિતાભ બચ્ચન સાથે પાર્કર પેન ની જાહેરાત કરવાની ઓફર મળી હતી તે વખતે જેનેલિયા માત્ર 15 વર્ષ ની હતી આ જાહેરાત માં જેનેલિયાએ બિગ બીના મોડલિંગમાં કર્યા બાદ જેનેલિયા એ વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માં જેનેલિયા સાથે રિતેશ દેશમુખ જોવા મળ્યો હતો અને આ ફિલ્મ ના સેટ પર જ રિતેશ ને જેનેલિયા સાથે પ્રેમ થયો હતો. એકબીજા ને 10 વર્ષ સુધી ડેટ કર્યા બાદ જેનેલિયા એ રિતેશ સાથે વર્ષ 2012 માં લગ્ન કરી લીધા . 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)