• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Aditya Dhar
Tag:

Aditya Dhar

Akshaye Khanna Spending Time in Alibaug Amidst the Success of Dhurandhar, Conducts Vastu Shanti Havan
મનોરંજન

Akshaye Khanna: ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્ના રિલેક્સ મૂડમાં! અલીબાગના ઘરમાં કરાવ્યો વાસ્તુ શાંતિ હવન

by Zalak Parikh December 17, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akshaye Khanna: ફિલ્મ ‘ધુરંધર’ માં શાનદાર અભિનયથી ધૂમ મચાવનાર અભિનેતા અક્ષય ખન્ના હાલમાં ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. તેઓ લાઇમલાઇટથી દૂર અલીબાગમાં પોતાના બંગલા પર છે, જ્યાં તેમણે વાસ્તુ શાંતિ હવન કરાવ્યું છે. ફિલ્મમાં તેમના ‘રહેમાન ડકૈત’ ના પાત્રને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે.

આ સમાચાર પણ વાંચો : Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

અક્ષય ખન્નાએ કરાવ્યો હવન

‘ધુરંધર’ની સફળતા વચ્ચે અક્ષય ખન્ના લાઇમલાઇટથી દૂર પોતાની પ્રાઇવેટ લાઇફ એન્જોય કરી રહ્યા છે અને હાલમાં તેઓ અલીબાગમાં પોતાના બંગલા પર છે. તાજેતરમાં, અક્ષય ખન્નાએ પોતાના અલીબાગ વાળા બંગલામાં વાસ્તુ શાંતિ હવન કરાવ્યોછે. મીડિયા રિપોર્ટ મુજબ, આ હવનનો ફોટો પંડિત એ શેર કરીને લખ્યું હતું કે, “મને અક્ષય ખન્નાના ઘરે આ પરંપરાગત અને ભક્તિમય પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમનો શાંત સ્વભાવ, સાદગી અને સકારાત્મક ઊર્જાએ મારા અનુભવને વિશેષ બનાવી દીધો.” આ ઉપરાંત, પંડિતે અક્ષય ખન્નાના અભિનયના વખાણ પણ કર્યા હતા અને ‘છાવા’, ‘ધુરંધર’, ‘દ્રશ્યમ ૨’ અને ‘સેક્શન ૩૭૫’ માં તેમના કામને યાદ કરીને તેમને ક્લાસની વ્યાખ્યા ગણાવ્યા હતા.

View this post on Instagram

A post shared by Bollywood Machine (@bollywoodmachinebm)

અક્ષય ખન્નાએ ફિલ્મમાં રહેમાન ડકૈત નો રોલ પ્લે કર્યો છે. આ રોલે અક્ષયને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી છે. દરેક જગ્યાએ તેમની જ વાતો થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ તો ત્યાં સુધી કહી દીધું કે અક્ષય ખન્નાને ઓસ્કાર આપી દેવામાં આવે.ફિલ્મ ‘ધુરંધર’ ની વાત કરીએ તો આ ફિલ્મને આદિત્ય ધરે બનાવી છે.આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. અક્ષય ખન્ના ઉપરાંત સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા સ્ટાર્સ પણ છે. સારા અર્જુન રણવીર સિંહના ઓપોઝિટ રોલમાં છે.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે દુનિયાભરમાં ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Smriti Irani Praises 'Dhurandhar's' Rahman Dacait Akshay Khanna Again
મનોરંજન

Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

by Zalak Parikh December 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Smriti Irani : રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની દમદાર પરફોર્મન્સ પ્રશંસા મેળવી રહી છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની એન્ટ્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમના પર ફિલ્માવાયેલ અરબી ગીત Fa9la પર રીલ્સ બની રહી છે. સામાન્ય લોકો ઉપરાંત સેલેબ્સ પણ અક્ષયના પરફોર્મન્સના વખાણ કરતા થાકતા નથી. ટીવી અભિનેત્રી અને રાજનેતા સ્મૃતિ ઈરાની અક્ષયની ફેન બની ગઈ છે. તેમણે તાજેતરમાં ફિલ્મના નિર્માતાઓ અને અભિનેતાઓના જોરદાર વખાણ કર્યા હતા. હવે તેમણે અક્ષય ખન્નાને ઓસ્કર આપવાની પોસ્ટ શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: દોઢ વર્ષની મહેનત: ‘ધુરંધર’ ફિલ્મનું કાસ્ટિંગ હતું સૌથી મુશ્કેલ, ‘રહેમાન ડકૈત’ના પાત્ર માટે થઈ હતી અધધ આટલી મોટી શોધખોળ

સ્મૃતિ ઈરાનીએ શેર કરી અક્ષયની તસવીર

સ્મૃતિ ઈરાનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અક્ષય ખન્નાની પ્રશંસા કરતા ફિલ્મ તીસ માર ખાનની એક મજેદાર ક્લિપ શેર કરી.તેની સાથે તેમણે લખ્યું, “જ્યારે અક્ષય ખન્ના તમામ અપેક્ષાઓ પાર કરી જાય અને તમે પણ પછી કહેવા માંગતા હો, ઓસ્કર આપી દો.”તાજેતરમાં ‘ધુરંધર’ના કલાકારોના વખાણ કરતા સ્મૃતિ ઈરાનીએ એક લાંબી પોસ્ટ શેર કરી હતી. સ્મૃતિએ લખ્યું હતું કે જો કોઈએ કોઈ શહીદ સૈનિકની પત્નીની આંખોમાં જોયું હોય, તેને સ્મશાન સુધી મૂક્યા હોય, જમ્મુના જગતી કેમ્પની મુલાકાત લીધી હોય, શ્રીનગરના શારિકા દેવી મંદિરના સૂના પરિસરને જોયું હોય કે પછી સંસદ હુમલા અને ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા લોકોને મળ્યા હોય, તો ‘ધુરંધર’ જોઈને કોઈ પ્રકારનો આક્રોશ અનુભવ નહીં થાય, કારણ કે આખરે તે એક ફિલ્મ જ છે.તેમણે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરના પણ વખાણ કર્યા હતા અને તેમને શ્રેષ્ઠ સ્ટોરીટેલર અને રિસર્ચમાં માહિર ગણાવ્યા હતા.

View this post on Instagram

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો કરી રહી છે. સોમવાર સુધીના આંકડાઓ મુજબ, ફિલ્મે ૨૯ કરોડની કમાણી કરી છે, અને માત્ર ૧૧ દિવસમાં ફિલ્મે લગભગ ૩૮૦ કરોડનો આંકડો સ્પર્શી લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે બહુ જલ્દી આ ફિલ્મ ૪૦૦ કરોડનો આંકડો પાર કરી જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ranveer Singh Gets Emotional Over 'Dhurandhar' Blockbuster Status, Shares Heartfelt Post
મનોરંજન

Ranveer Singh : ‘ધુરંધર’ની સફળતા ની વચ્ચે રણવીર સિંહ ની પોસ્ટ થઇ વાયરલ,સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલની લાગણી

by Zalak Parikh December 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer Singh : રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ૭ વર્ષના લાંબા સમયગાળા પછી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ શેર કરી છે, જેમાં લખ્યું છે: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.” ફિલ્મની ૧૦ દિવસની કમાણી ભારતમાં  ૩૫૦ કરોડ અને વિશ્વભરમાં  ૫૦૦ કરોડને પાર કરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Lionel Messi: ફૂટબોલના ‘કિંગ’ લિયોનેલ મેસીને મળ્યા શાહરૂખ ખાન, પુત્ર અબરામનું રિએક્શન વાયરલ

લાંબા સમય પછી બ્લોકબસ્ટર

લાંબા સમયથી રણવીર સિંહ એક બ્લોકબસ્ટર ફિલ્મની શોધમાં હતા, કારણ કે ૨૦૨૩ માં તેમની રિલીઝ થયેલી ફિલ્મો ‘૮૩’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ ફ્લોપ સાબિત થઈ હતી. હવે ૭ વર્ષ પછી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.’ધુરંધર’ની સફળતા વચ્ચે હવે અભિનેતાએ એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે.તેને પોસ્ટમાં લખ્યું: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.”રણવીર સિંહના આ પોસ્ટને જોઈને ચાહકો કયાસ લગાવી રહ્યા છે કે ‘ધુરંધર’ને મળી રહેલી સફળતાથી અભિનેતા ખૂબ ખુશ છે.

View this post on Instagram

A post shared by Bollywood Society (@bollywoodsocietyy)

રિલીઝના પહેલા દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે.ભારતમાં આ ફિલ્મે ૧૦ દિવસની અંદર ૩૫૦ કરોડ ની કમાણી કરી લીધી છે.વિશ્વભરમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.આ આંકડા સાથે અભિનેતાએ પોતાની જ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar' is a Super Hit in Jammu and Kashmir... Long Queues Outside Theatres, Shows Housefull in Shopian-Pulwama!
મનોરંજન

Dhurandhar: જમ્મુ-કાશ્મીરમાં ‘ધુરંધર’ની સુનામી! ફિલ્મ જોવા થિયેટરોમાં ઉમટ્યું માનવ મહેરામણ, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી

by Zalak Parikh December 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar: ફિલ્મ ધુરંધર  આ સમયે બોક્સ ઓફિસ પર કમાણીના મોટા રેકોર્ડ્સ તોડવામાં લાગી છે. ફિલ્મને મળી રહેલા આટલા શાનદાર રિસ્પોન્સએ સાબિત કરી દીધું છે કે જો વાર્તામાં દમ હોય તો બોક્સ ઓફિસ પર ફિલ્મ આપોઆપ જ હિટ થઈ જાય છે. ફિલ્મમાં પાકિસ્તાનની આંતરિક રાજનીતિથી લઈને ૨૬/૧૧ ના હુમલાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો, આ બધી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ‘ધુરંધર’ માં રોલ મેળવવા ‘તુલસી’ ની પુત્રી પણ મેદાનમાં, સારાએ કેવી રીતે બાજી પલટી?

કાશ્મીરમાં ‘ધુરંધર’ના હાઉસફુલ શો

રણવીર સિંહ અને અક્ષય ખન્ના અભિનીત આ ફિલ્મને કાશ્મીરમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને આદિત્ય ધરના નિર્દેશનની ખૂબ પ્રશંસા થઈ રહી છે.એક તરફ જ્યાં ફિલ્મ મોટા શહેરો અને વિદેશોમાં છવાયેલી છે, ત્યાં બીજી તરફ નાના શહેરોમાં પણ ‘ધુરંધર’ ને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. કાશ્મીરમાં સિનેમાઘરોની કમી હોવા છતાં, કાશ્મીરના શોપિયાં અને પુલવામા જેવા વિસ્તારોમાં પણ ‘ધુરંધર’ના શો હાઉસફુલ ચાલી રહ્યા છે. ફિલ્મને જોવા માટે આસપાસના લોકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે અને લાંબી-લાંબી કતારો લાગી રહી છે.

View this post on Instagram

A post shared by Jio Studios (@officialjiostudios)

કાશ્મીરમાં હંમેશાથી થિયેટરો અને મલ્ટીપ્લેક્સ ચેઇન્સની કમી રહી છે. આવી સ્થિતિમાં ત્યાંના લોકો નવી ફિલ્મોથી વંચિત રહી જાય છે.કાશ્મીરના લોકો વચ્ચે જ્યારે ‘ધુરંધર’ આવી, ત્યારે લોકોએ તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો. શોપિયાં અને પુલવામા જેવી જગ્યાઓ પર જ્યાં લોકો સિનેમાઘરોમાં પહોંચતા નહોતા, ત્યાં હવે લોકો પહોંચી રહ્યા છે અને સીટો ફૂલ ચાલી રહી છે.’ધુરંધર’ની કમાણી ધમાકેદાર થઈ રહી છે.ફિલ્મે આખી દુનિયામાં લગભગ૫૫૨ કરોડથી વધુ નો કારોબાર કરી લીધો છે.ભારતમાં ફિલ્મની કમાણી ૩૬૪ કરોડથી વધુ થઈ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar: Casting Took a Year and a Half, 50-60 Actors Were Considered for 'Rehman Dacait'
મનોરંજન

Dhurandhar: દોઢ વર્ષની મહેનત: ‘ધુરંધર’ ફિલ્મનું કાસ્ટિંગ હતું સૌથી મુશ્કેલ, ‘રહેમાન ડકૈત’ના પાત્ર માટે થઈ હતી અધધ આટલી મોટી શોધખોળ

by Zalak Parikh December 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’, જેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન જેવા દિગ્ગજ કલાકારો છે, બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મની રસપ્રદ કાસ્ટિંગ અને કલાકારોના શાનદાર પર્ફોર્મન્સ માટે ખાસ કરીને પ્રશંસા થઈ રહી છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ હવે ખુલાસો કર્યો છે કે તેમને અને ડિરેક્ટર આદિત્ય ધરને કાસ્ટિંગ ફાઇનલ કરવામાં લગભગ દોઢ વર્ષ લાગી ગયું.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Box Office:ધુરંધરનો ધમાકો: ‘પુષ્પા ૨’ ને ઝટકો! રણવીર સિંહની ફિલ્મે કરી આટલા કરોડની જંગી કમાણી!

કાસ્ટિંગમાં આટલો સમય કેમ લાગ્યો?

‘ધુરંધર’ ફિલ્મ ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે પહેલા ૯ દિવસમાં ભારતમાં ૩૦૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં મુકેશ છાબડાએ કહ્યું કે ફિલ્મની સાથે તેમનો હેતુ લોકોને આશ્ચર્યચકિત કરવાનો અને કાસ્ટિંગને વધુ રસપ્રદ અને તાજગીભર્યું બનાવવાનો હતો. તેમણે કહ્યું કે, “લોકો આ ફિલ્મમાં ટ્વિસ્ટની અપેક્ષા રાખી રહ્યા હતા, અને તેથી, હું કાસ્ટિંગ સાથે વસ્તુઓને ટ્વિસ્ટ કરવા માંગતો હતો. દરેકને લાગવું જોઈએ કે આ એક વિચારપૂર્વકનું પગલું છે અને અમે કોઈને પણ એમ જ કાસ્ટ કર્યા નથી.”છાબડાએ જણાવ્યું કે તેમને અને આદિત્ય ધરને કાસ્ટ ફાઇનલ કરવામાં લગભગ ૧.૫ વર્ષ લાગ્યા. તેઓ દરરોજ બે થી ચાર કલાક બેસીને નામો પર ચર્ચા કરતા, ઝઘડતા, બહેસ કરતા, અને પોતાને વધુ સારું કરવા માટે પ્રેરિત કરતા.

View this post on Instagram

A post shared by Patriot News (@patriotnews_delhi)

આ સમયે સોશિયલ મીડિયા પર અક્ષય ખન્નાને ગેંગસ્ટર રહેમાન ડકૈત ના રૂપમાં તેમના શાનદાર પર્ફોર્મન્સ માટે દરેક જણ વખાણી રહ્યા છે.મુકેશ છાબડાએ જણાવ્યું કે રહેમાન ડકૈતના રોલ માટે તેમની પાસે અલગ-અલગ બેકગ્રાઉન્ડના ૫૦-૬૦ કલાકારોની યાદી હતી, જેમાં સાઉથ ફિલ્મોના કલાકારો પણ સામેલ હતા.જોકે, આખરે તેમણે આ રોલ માટે અનુભવી કલાકાર અક્ષય ખન્ના ને કાસ્ટ કર્યા. મુકેશ છાબડાએ અગાઉ ૨૦૧૭ ની ફિલ્મ ‘મૉમ’ માટે પણ ખન્નાનું નામ સૂચવ્યું હતું.કાસ્ટિંગ ડિરેક્ટરે એ પણ જણાવ્યું કે તેમણે ડોંગા અને આલમના રોલ માટે ઘણા ઓડિશન્સ લીધા, જે આખરે નવીન કૌશિક અને ગૌરવ ગેરા ને મળ્યા.તેમણે એ પણ જણાવ્યું કે શરૂઆતમાં તેમણે આલમના રોલ માટે સુનીલ ગ્રોવર ને લેવાનું વિચાર્યું હતું, પરંતુ અંતે તેમણે ગૌરવ ગેરાને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar: This 22-year-old boy cut the trailer and teaser of 'Dhurandhar', has a special connection with Yami Gautam
મનોરંજન

Dhurandhar: ‘ધુરંધર’ની સફળતાનું રહસ્ય: માત્ર ૨૨ વર્ષના આ યુવાને એડિટ કર્યા ટ્રેલર-ટીઝર, અભિનેત્રી યામી ગૌતમ સાથે છે ખાસ કનેક્શન!

by Zalak Parikh December 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar: રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના અને આર માધવન જેવા સ્ટાર્સથી સજ્જ એક્શનથી ભરપૂર ફિલ્મ ‘ધુરંધર’ ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. માત્ર ત્રણ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર આ ફિલ્મ સાથે અચાનક ૨૨ વર્ષીય યુવાન ઓજસ ગૌતમનું નામ ચર્ચામાં આવ્યું છે, જેણે ફિલ્મના ટ્રેલર અને ટીઝરને એડિટ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Smriti-Palash: સ્મૃતિ સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશનું ચોંકાવનારું નિવેદન, કાયદાકીય પગલાં લેવાની આપી ધમકી

ઓજસ ગૌતમનું ખાસ કનેક્શન

ઓજસ ગૌતમ અભિનેત્રી યામી ગૌતમ નો ભાઈ છે અને ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર નો સાળો છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું ત્યારે તેની સામગ્રીની સાથે સાથે તેની એડિટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ હતી અને તેને ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ ટ્રેલર કટમાંથી એક માનવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ પર ખુદ ડિરેક્ટર આદિત્ય ધરે ઓજસને લોકો સમક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે તેમના ૨૨ વર્ષના ડીએ (DA) એ આ ટ્રેલર અને ટીઝર કટ કર્યા છે.જ્યારે ઓજસ સ્ટેજ પર આવવામાં સંકોચ અનુભવી રહ્યો હતો, ત્યારે ફિલ્મના મુખ્ય અભિનેતા રણવીર સિંહ પોતે જઈને તેને ગળે લગાવીને સ્ટેજ પર લાવ્યો હતો.

View this post on Instagram

A post shared by Bollywood Scoop (@aslibollywoodscoop)

આદિત્ય ધરે ઓજસની પ્રશંસા કરતાં કહ્યું કે બેથી અઢી મિનિટના ટ્રેલરને એડિટ વખતે ઓજસે ભૂલ ન કરી અને કહાણીનો સહેજ પણ અંદાજ ન આવવા દીધો. આદિત્ય ધરે ઉમેર્યું કે ઓજસ ૨૦૨૧ થી તેમની સાથે છે અને ‘ધુરંધર’ બનાવવાનું એક મોટું કારણ ઓજસની જીદ પણ છે, જેણે હંમેશા તેના પર વિશ્વાસ રાખ્યો.આદિત્ય ધરે ભવિષ્યવાણી કરી: “મને વિશ્વાસ છે કે આવનારા દસ વર્ષમાં આ છોકરો દેશનો સૌથી મોટો ડિરેક્ટર બનશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar Connection to Uri: The Surgical Strike, Will Ranveer Singh's Character Die in the Second Part
મનોરંજન

Dhurandhar-Uri:The Surgical Strike Connection: ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું છે સીધું કનેક્શન! શું બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર મરી જશે?

by Zalak Parikh December 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar-Uri:The Surgical Strike Connection: આદિત્ય ધરની નવી ફિલ્મ ‘ધુરંધર’ હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે શરૂઆતના બે દિવસમાં જ૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ પછી આદિત્ય ધરની આ બીજી ડિરેક્ટેડ ફિલ્મ છે. ‘ઉરી’ જ્યાં સાચી ઘટના પર આધારિત હતી, ત્યાં ‘ધુરંધર’ પણ કંધાર હાઇજેકથી લઈને સંસદ પર હુમલો, પાકિસ્તાન-બલૂચ વિવાદ અને ૨૬/૧૧ના આતંકવાદી હુમલા સુધીની અનેક સાચી ઘટનાઓથી પ્રેરિત છે. ‘ધુરંધર’ના અંતમાં જ મેકર્સે ફિલ્મના બીજા ભાગની પણ જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ એકબીજા સાથે જોડાયેલી છે. સાથે જ એવી પણ ચર્ચા છે કે રણવીર સિંહના પાત્રનું મૃત્યુ બીજા ભાગમાં થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar First Review: રણવીર સિંહની ‘ધુરંધર’નો પહેલો રિવ્યુ આઉટ! દર્શકોને મળશે સરપ્રાઇઝ

‘ધુરંધર’ અને ‘ઉરી’ વચ્ચેનું કનેક્શન એક વાયરલ ક્લિપ પર આધારિત

‘ઉરી’ અને ‘ધુરંધર’ વચ્ચેના કનેક્શનનો આધાર એક વાયરલ ક્લિપ છે, જે ‘ઉરી’ ફિલ્મની છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં વિકી કૌશલનું પાત્ર વિહાન, ભારતીય વાયુ સેનાની પાયલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ સીરત કૌરને મળે છે, જેના આર્મી ઓફિસર પતિ એક મિશનમાં શહીદ થઈ ચૂક્યા છે. વાયરલ ક્લિપમાં સીરત કૌરનું પાત્ર ભજવનારી કીર્તિ કુલ્હારી પોતાના શહીદ થયેલા આર્મી ઓફિસર પતિનું નામ જસકીરત સિંહ રંગી જણાવે છે, જે પંજાબ રેજિમેન્ટના હતા અને નૌશેરા સેક્ટરમાં હુમલામાં શહીદ થયા હતા.

In dhurandhar – Ranveer Singh is the character of – jaskirat singh rangi
(#Dhurandhar #DhurandharReview )

And

THERE IS A LINK BETWEEN MOVIE URI AND DHURANDAR
WATCH THIS CLIP FROM URI- pic.twitter.com/dWdMgwiJKd

— Anant! (@AnantMehta90) December 6, 2025

આ કલીપ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સનો એવો દાવો છે કે શહીદ આર્મી ઓફિસર જસકીરત સિંહ રંગી એ ‘ધુરંધર’નો રણવીર સિંહ જ છે. ‘ધુરંધર’માં રણવીર સિંહ પાકિસ્તાનના અંડરવર્લ્ડમાં ભારતના ઘૂસણખોર તરીકે હમઝા અલી મઝારીના નામથી રહે છે. જોકે, નેટીઝન્સનું માનવું છે કે બીજા ભાગમાં રણવીર સિંહ જ જસકીરત સિંહ રંગી સાબિત થશે.ફિલ્મ ‘ધુરંધર’માં રણવીર સિંહને ‘રો’ તરફથી ધુરંધર નામના મિશન પર મોકલવામાં આવ્યો છે. રણવીરના પાત્રને આજીવન કારાવાસની સજા હોવાના કારણે ઓપરેશન ધુરંધર માટે ઉપયોગમાં લેવાય છે. રણવીર સિંહના પાત્રની બેક સ્ટોરી ‘ધુરંધર’ના બીજા ભાગ ‘રિવન્જ’માં ખબર પડશે, જે ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો નેટીઝન્સના દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો બીજા ભાગમાં રણવીર સિંહના પાત્રનું મૃત્યુ થઈ જશે, કારણ કે જસકીરત સિંહ રંગીને ‘ઉરી’માં શહીદ બતાવવામાં આવ્યા છે. જોકે, આ બંને ફિલ્મોમાં ખરેખર કોઈ કનેક્શન છે કે નહીં, તે બીજા ભાગના રિલીઝ પછી જ સ્પષ્ટ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar OTT Release: 'Dhurandhar' will be Released on this OTT Platform
મનોરંજન

Dhurandhar OTT Release: સિનેમાઘરો માં ધૂમ મચાવી રહેલી ધુરંધર ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણવીર સિંહ ની ફિલ્મ

by Zalak Parikh December 6, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar OTT Release: રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર’એ થિયેટર્સમાં દસ્તક આપી દીધી છે. નિર્દેશક આદિત્ય ધરની આ હાઇ-વોલ્ટેજ સ્પાય થ્રિલર ૨૦૨૫ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક બની ચૂકી છે. દેશભક્તિ, રિયલ-લાઇફ ‘રો’ ઓપરેશન્સથી પ્રેરિત કહાની અને મોટા પાયે શૂટ કરવામાં આવેલા એક્શન સીક્વેન્સેસને કારણે આ ફિલ્મ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. હવે દર્શકોમાં ઉત્સુકતા છે કે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે અને ક્યાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai: સૌંદર્ય સાથે સશક્તિકરણનો સંદેશ: ઐશ્વર્યા રાયે મહિલાઓના હકમાં આપ્યું મોટું નિવેદન, ફેસ્ટિવલમાં છવાઈ ગઈ!

થિયેટર્સમાં ફિલ્મને મળ્યું શાનદાર પ્રદર્શન

૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ- રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદીએ પોતાના મજબૂત અભિનયથી કહાણી ને નવી ઊંચાઈ આપી છે. રિલીઝ પહેલા મેકર્સે કહાણીને ગુપ્ત રાખી હતી, જેનાથી દર્શકોની જિજ્ઞાસા વધુ વધી હતી. શરૂઆતી શો પછી સોશિયલ મીડિયા પર દર્શકોની પ્રતિક્રિયાઓ ઊમટી પડી હતી અને ફિલ્મને ઇમોશનલ, ઇન્ટેન્સ અને થ્રિલિંગ ગણાવવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh)

 જે લોકો આ ફિલ્મને ઓટીટી પર જોવા માંગે છે, તેમના માટે મોટી ખબર એ છે કે ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ‘નેટફ્લિક્સ’એ ખરીદી લીધા છે. જોકે, ઓટીટી રિલીઝની સત્તાવાર તારીખ હજી સામે આવી નથી, પરંતુ ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ અનુસાર, આશા છે કે ફિલ્મ તેની બોક્સ ઓફિસ રન પૂરી થયા બાદ ‘નેટફ્લિક્સ’ પર સ્ટ્રીમ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ranveer Singh and Sanjay Dutt Look from Dhurandhar Leaked Online
મનોરંજન

Ranveer Singh And Sanjay Dutt: ફિલ્મ ધુરંધર ના સેટ પર થી લીક થયો સંજય દત્ત અને રણવીર સિંહ નો લુક, બંને ને જોઈ લોકો ને આવી તેમના આ પાત્ર ની યાદ

by Zalak Parikh June 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ranveer Singh And Sanjay Dutt: બોલીવૂડના પાવરહાઉસ એક્ટર્સ રણવીર સિંહ અને સંજય દત્ત ની આગામી ફિલ્મ ‘ધુરંધર’  નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને કલાકારોનો લૂક સોશિયલ મીડિયા પર લીક થયો છે. રણવીર લાંબા વાળ અને ઘાટી દાઢી સાથે બ્લેક આઉટફિટમાં જોવા મળે છે, જે તેના ‘પદ્માવત’ના ખિલજી લૂકની યાદ અપાવે છે. બીજી તરફ સંજય દત્ત સફેદ પઠાણી કપડાં અને શોલ સાથે જોવા મળે છે, જે તેના ‘કલંક’ લૂક જેવી છાપ આપે છે

આ સમાચાર પણ વાંચો:  Ankita Lokhande: અંકિતા લોખંડે એ ઇન્ડસ્ટ્રી માં પુરા કર્યા 16 વર્ષ, ભાવુક થયેલી અભિનેત્રી એ પોસ્ટ માં લખી આવી વાત

ફિલ્મનું શૂટિંગ અને સ્ટારકાસ્ટ

લીક થયેલા વીડિયો ને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો તેમના આ લુક ને તેમના પાત્રો ‘પદ્માવત’ના ખિલજી અને ‘કલંક’ લૂક સાથે સરખાવી રહ્યા છે.હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને અપેક્ષા છે કે ‘ધુરંધર’ 2025ના અંત સુધીમાં રિલીઝ થશે.

#RanveerSingh and #SanjayDutt spotted shooting for their upcoming film #Dhurandhar pic.twitter.com/TtO42RNPjQ

— Filmfare (@filmfare) June 2, 2025

આ ફિલ્મનું દિગ્દર્શન ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના ડિરેક્ટર આદિત્ય ધાર કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીર અને સંજય દત્ત ઉપરાંત આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ એક એક્શન-એસ્પિયોનાજ થ્રિલર છે, જે ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલના ગુપ્ત મિશન્સ પરથી પ્રેરિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranveer singh look leaked from film dhurandhar
મનોરંજન

Ranveer singh: ‘ધુરંધર’માંથી રણવીર સિંહનો લૂક થયો લીક, વાયરલ થયેલા વીડિયો અને ફોટો માં કંઈક આવો જોવા મળ્યો અભિનેતા

by Zalak Parikh January 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer singh: રણવીર સિંહ તેની ફિલ્મ ‘ધુરંધર’ ને લઈને ચર્ચામાં છે. રણવીર સિંહ આ ફિલ્મ ના શૂટિંગ માં વ્યસ્ત છે.તેવામાં આ ફિલ્મ માંથી રણવીર સિંહ નો લુક લીક થઇ ગયો છે. ‘ધુરંધર’ના સેટ પરથી રણવીર સિંહની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં તે અલગ અવતાર માં જોવા મળી રહ્યો છે.  

આ સમાચાર પણ વાંચો: Bollywood celebs: બોલિવૂડના આ સ્ટાર્સ રહી ચુક્યા છે એકબીજાના ક્લાસમેટ- જાણો કેવી હતી તેમની ફિલ્મી સફર

‘ધુરંધર’ માંથી રણવીર સિંહ નો લુક થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર  ‘ધુરંધર’ ના શૂટિંગ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે,  રણવીર સિંહ એ પીળા રંગનો કુર્તા પાયજામા પહેર્યો છે. લાંબા વાળ, લાંબી દાઢી અને હાથમાં સિગારેટ સાથે, રણવીર નો લુક કોઈ માફિયા જેવો લાગી રહ્યો છે.

Excited For This One 💥💥💥#RanveerSingh ‘s Comeback 💥pic.twitter.com/4OpA31nOYp

— NEWTON (@odisha_prabhas) January 1, 2025

‘ધુરંધર’ માં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવ મળશે. આ ફિલ્મ નું નિર્દેશન યામી ગૌતમ નો પતિ આદિત્ય ધર કરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક