Tag: ae-dil-hai-mushkil

  • Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ

    Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ

    News Continuous Bureau | Mumbai

    Ranbir Kapoor: બોલીવૂડના સ્ટાર રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય ની જોડી 2016 ની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’  માં જોવા મળી હતી. પણ ઘણા લોકોને ખબર નથી કે રણબીરે 17 વર્ષ પહેલાં ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘આ અબ લોટ ચલે’  માટે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મના નિર્દેશક તેના પિતા ઋષિ કપૂર  હતા.

    આ સમાચાર પણ વાંચો : Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો

    રણબીર કપૂરનો ફિલ્મી સફરનો આરંભ

    રણબીર કપૂરે 2007માં ‘સાવરિયા’ થી એક્ટિંગ કરિયર શરૂ કકર્યું હતું. તે પહેલાં તેણે ‘બ્લેક’ ફિલ્મમાં સંજય લીલા ભંસાલી સાથે સહાયક તરીકે કામ કર્યું હતું. પણ ‘આ અબ લોટ ચલે’ એ તેની પહેલી ફિલ્મ હતી જેમાં તેમણે પોતાના પિતા સાથે કામ કર્યું હતું.1999માં આવેલી ‘આ અબ લોટ ચલે’ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા. રણબીર કપૂર એ 17 વર્ષની ઉંમરે આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ ન રહી, પણ રણબીર માટે શીખવાની શરૂઆત હતી.

     

    View this post on Instagram

     

    A post shared by Priya (@bollywoodtriviapc)


    2016માં રણબીર અને ઐશ્વર્યા ‘એ દિલ હે મુશ્કિલ’ માં સાથે જોવા મળ્યા. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બંને વચ્ચે રોમાન્ટિક દ્રશ્યો પણ હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી અને ચાહકોને તેમની જોડી ખૂબ પસંદ આવી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ranbir kapoor and Aishwarya rai: એ દિલ હૈ મુશ્કિલ’ માં રણબીર અને ઐશ્વર્યા ના ઇન્ટિમેટ સીન પર નહિ પરંતુ અભિનેતા ના આ નિવેદન પર હતો બચ્ચન પરિવાર ને વાંધો, જાણો સમગ્ર મામલો

    Ranbir kapoor and Aishwarya rai: એ દિલ હૈ મુશ્કિલ’ માં રણબીર અને ઐશ્વર્યા ના ઇન્ટિમેટ સીન પર નહિ પરંતુ અભિનેતા ના આ નિવેદન પર હતો બચ્ચન પરિવાર ને વાંધો, જાણો સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    Ranbir kapoor and Aishwarya rai: રણબીર કપૂરે ઐશ્વર્યા રાય સાથે કરણ જોહર ની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ માં કામ કર્યું હતું. આ ફિલ્મ માં લોકો ને તેમની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત હોવા છતાં, તેમની વચ્ચેની જબરદસ્ત કેમિસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ જોડીએ પડદા પર ખૂબ જ ધૂમ મચાવી હતી. આ ફિલ્મ માં રણબીર અને ઐશ્વર્યા ના ઘણા કિસિંગ અને બોલ્ડ સીન હતા જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. પરંતુ રણબીરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઐશ્વર્યા વિશે એવું કંઈક કહ્યું હતું કે બચ્ચન પરિવાર ને તે પસંદ નહોતું આવ્યું. 

    આ સમાચાર પણ વાંચો: Isha ambani Mahakumbh 2025: ઈશા અંબાણી એ પતિ આનંદ પિરામલ સાથે મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, જુઓ તસવીરો

    રણબીર કપૂર એ ઐશ્વર્યા વિશે કહી હતી આવી વાત 

    રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે ‘એ દિલ હૈ મુશ્કિલ માં ઐશ્વર્યા સાથે એક ઇન્ટિમેટ સીન કરતી વખતે હું નર્વસ હતો. મને તેના ગાલને સ્પર્શ કરવામાં પણ સંકોચ થતો હતો. પરંતુ ઐશ્વર્યાએ મને આરામદાયક રહેવા કહ્યું અને સમજાવ્યું કે આ ફક્ત અભિનયનો એક ભાગ છે.’ ત્યારબાદ રણબીર હસ્યો અને બોલ્યો, ‘પછી મેં વિચાર્યું કે, મને ફરીથી આવી તક નહીં મળે, તેથી મેં તરત જ ચોગ્ગો ફટકાર્યો!’ બચ્ચન પરિવારને ઐશ્વર્યા અને રણબીર ના ઇન્ટિમેટ સીન પર નહિ પરંતુ રણબીર ના આ નિવેદન પર વાંધો હતો તેમને રણબીર નું આ નિવેદન ગમ્યું નહીં.


    મીડિયા રિપોર્ટ મુજબ પરિવારના નજીકના સૂત્રએ મીડિયા ને જણાવ્યું હતું કે બચ્ચન પરિવારને ફિલ્મમાં બતાવેલા બોલ્ડ અને ઇન્ટિમેટ દ્રશ્યોથી કોઈ વાંધો નહોતો, પરંતુ તેમને રણબીરના નિવેદનને વાંધાજનક અને અસ્વસ્થતાભર્યું લાગ્યું. આ નિવેદન પછી, મામલો ચર્ચામાં આવ્યો અને રણબીરને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. જ્યારે વિવાદ વધ્યો, ત્યારે રણબીરે તરત જ સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે અને તેમને ઐશ્વર્યા પ્રત્યે ખૂબ માન છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Karan Johar: મિત્રતા હોય તો આવી, શાહરુખ ખાને બ્રહ્માસ્ત્ર માટે નહોતી લીધી કરણ જોહર પાસેથી ફી, કરણ ની આ ફિલ્મ માં પણ કિંગ ખાને કર્યું હતું ફ્રી માં કામ

    Karan Johar: મિત્રતા હોય તો આવી, શાહરુખ ખાને બ્રહ્માસ્ત્ર માટે નહોતી લીધી કરણ જોહર પાસેથી ફી, કરણ ની આ ફિલ્મ માં પણ કિંગ ખાને કર્યું હતું ફ્રી માં કામ

    News Continuous Bureau | Mumbai

     Karan Johar: શાહરૂખ ખાન અને કરણ જોહરની મિત્રતા આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. બંનેએ ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. આ બંનેએ કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને માય નેમ ઈઝ ખાન દ્વારા લોકોનું ઘણું મનોરંજન કર્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કરણે શાહરૂખ ખાન સાથેની તેની ગાઢ મિત્રતા વિશે વાત કરી હતી.

     

    શાહરુખ ખાને કરણ જોહર માટે ફ્રી માં કર્યું કામ 

    કરણ જોહરે જણાવ્યું કે કેવી રીતે કિંગ ખાને મફતમાં બ્રહ્માસ્ત્ર માં કામ કર્યું હતું. એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં કરણે કિંગ ખાન સાથે જોડાયેલી ઘણી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે શાહરૂખે ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં મફતમાં કેમિયો કર્યો હતો. ફિલ્મ નિર્માતાએ કહ્યું, “તેણે ‘બ્રહ્માસ્ત્ર’માં 14 દિવસ સુધી શૂટિંગ કર્યું. આ અમારો સંબંધ છે.” જ્યારે હોસ્ટે અનુમાન કર્યું કે શું આની ભરપાઈ કરવા માટે ફિલ્મ નિર્માતાએ તેને મોંઘી ભેટ આપી છે? આના પર કરણે હસીને કહ્યું, “હું તેમને કપડાં આપું છું અને તેઓને તે ખૂબ ગમે છે.” આ સિવાય ફિલ્મ નિર્માતાએ એ પણ શેર કર્યું કે તેની અને શાહરૂખ વચ્ચે કોઈ પૈસાની આપ-લે નથી. અભિનેતાએ તેની પાસે ક્યારેય પૈસા માંગ્યા નથી તેમ જણાવતા તેણે કહ્યું, “જે પણ આપવામાં આવે છે, તે લે છે.” 2011નું ઉદાહરણ આપતા કરણે શેર કર્યું હતું કે રા.વનના શૂટિંગ દરમિયાન, જ્યારે ટીમ ડબલ શિફ્ટ માં કામ કરી રહી હતી ત્યારે શાહરુખની વિનંતી પર તે એક ભાગનું નિર્દેશન કરવા માટે આગળ આવ્યો હતો,.તેણે કહ્યું “અમારા સંબંધોમાં આ કોઈ મોટી વાત નથી”.

    આ સમાચાર પણ વાંચો : Dunki release date:‘જવાન’ ની સક્સેસ ઈવેન્ટમાં શાહરૂખ ખાને કરી ‘ડંકી’ ની રિલીઝ ડેટ કન્ફ્રર્મ, જાણો ક્યારે સિનેમાઘરો માં આવશે કિંગ ખાનની ત્રીજી ફિલ્મ