• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - affair
Tag:

affair

Faissal Khan Demands DNA Test of Aamir Khan Amid Explosive Family Allegations
મનોરંજન

Faissal Khan controversy: ફૈસલ ખાન એ આમિર ખાન ને લઈને કર્યો મોટો દાવો, પરિવાર વિવાદે લીધો નવો વળાંક

by Zalak Parikh August 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Faissal Khan controversy:બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને તેમના ભાઈ ફૈસલ ખાન વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. ફૈસલ ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ અને પ્રેસ કોન્ફરન્સમાં આમિર પર ગંભીર આરોપ લગાવ્યા છે કે તેમનો બ્રિટિશ પત્રકાર જેસિકા હાઈન્સ  સાથે સંબંધ હતો અને તેમનો એક બાળક પણ છે. ફૈસલ ખાને આમિરને ખુલ્લેઆમ DNA ટેસ્ટ કરાવવાની ચુનૌતી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: રામાયણ માં થઇ અમિતાભ બચ્ચન ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં કરશે આ મહત્વ નું કામ

“મારે બધા જ સત્ય બહાર લાવવા છે”: ફૈસલ ખાન

ફૈસલ ખાને કહ્યું કે, “આમિર અને જેસિકા વચ્ચેના સંબંધની વાત સૌ કોઈ જાણે છે. તેમનો એક બાળક પણ છે. આમિર આ વાત નકારી શકતા નથી. જો જરૂર પડે તો DNA ટેસ્ટ કરાવી લો. મારી પાસે દરેક વાતનો પુરાવો છે.” તેમણે ઉમેર્યું કે તેઓ કોઈ કલ્પિત વાતો નથી કરી રહ્યા, પરંતુ સત્યને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફૈસલ ખાને આમિરની જાહેર છબી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, “આમિર પોતાને સાફસુથરી છબી ધરાવતો બતાવે છે, પણ હકીકત એ છે કે તેમના ઘણા સંબંધો રહ્યા છે. તેઓ પોતાની છબીને સફેદ બતાવવાનો પ્રયાસ કરે છે, પણ સત્ય કંઈક જુદું છે.”

 

View this post on Instagram

 

A post shared by Peepingmoon (@peepingmoonofficial)


ફૈસલ ખાને વધુમાં જણાવ્યું કે 2002માં તેમના છૂટાછેડા પછી પરિવાર તરફથી ફરીથી લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું. જ્યારે તેમણે વિરોધ કર્યો, ત્યારે પરિવારના સભ્યો — જેમાં આમિર, તેમની માતા અને બહેન નીખતનો સમાવેશ થાય છે — તેમને માનસિક રીતે અસ્થિર જાહેર કરીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ફૈસલના જણાવ્યા મુજબ, તેમને દવાઓ આપી અને ઘરમાં કેદ રાખવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
esha deol reaction on affair rumors with ajay devgn
મનોરંજન

Esha deol: અજય દેવગણ સાથે ના અફેર ના સમાચાર પર એશા દેઓલ એ રેડ્યું ઠંડુ પાણી, અભિનેતા સાથે લિંક અપ ને લઇને કહી આવી વાત

by Zalak Parikh March 20, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Esha deol: એશા દેઓલ એ હેમા માલિની અને ધર્મેન્દ્ર ની મોટી દીકરી છે. એશા એ વર્ષ 2002 માં આવેલી ફિલ્મ કોઈ મેરે દિલ સે પૂછે થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. એશા એ બોલિવૂડ ને ઘણી સફળ ફિલ્મો આપી હતી. લગ્નબાદ એશા એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને અલવિદા કહી દીધું હતું. હવે 14 વર્ષ બાદ એશા કમબેક કરી રહી છે. આ દરમિયાન એશા નું નામ અજય દેવગણ સાથે જોડવામાં આવ્યું હતું. તાજેતરમાં, એશા એ તેના અને અજય દેવગન ના અફેર અંગે પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચો: IPL 2025: આઇપીએલ ની ઓપનિંગ સેરેમની બનશે ગ્રાન્ડ, માધુરી થી લઈને સલમાન સુધી આ સુપરસ્ટાર્સ આપશે હાજરી

એશા એ અજય દેવગણ સાથે ના લિંક અપ ને લઈને આપી પ્રતિક્રિયા 

એશા એ તાજેતર માં ઈક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના અને અજય ના એફેર ના સમાચાર પર ઠંડુ પાણી રેડતા જણાવ્યું કે, ‘મારું નામ ઘણા કલાકારો સાથે જોડાયું હતું. આમાંથી કેટલીક વાતો સાચી પણ હતી અને કેટલીક નહિ પણ. લોકોએ મારું નામ અજય દેવગન સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો. અજય દેવગન સાથે મારો એક સુંદર અને અલગ સંબંધ છે. તે ખૂબ જ આદર, પ્રેમ અને પ્રશંસાથી ભરેલો છે. તે ખુબ અજીબ હતું.તે સમયે તે અફવાઓ પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે અમે સાથે ઘણી ફિલ્મો કરી હતી.’

 

View this post on Instagram

 

A post shared by The Quint (@thequint)


એશા ફિલ્મ ‘તુમકો મેરી કસમ’ થી કમબેક કરી રહી છે. આ ફિલ્મ માં તેની સાથે અદા શર્મા, અનુપમ ખેર, ઇશ્વક સિંહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
khushi kapoor flaunts rumored boyfriend vedang rainas name on her bracelet
મનોરંજન

Khushi kapoor and Vedang raina: શું ખરેખર વેદાંગ રૈના ને ડેટ કરી રહી છે ખુશી કપૂર? અભિનેત્રી ની એક તસવીર માં મળી હિંટ

by Zalak Parikh November 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Khushi kapoor and Vedang raina: ખુશી કપૂર એ શ્રીદેવી અને બોની કપૂર ની દીકરી છે. ખુશી કપૂરે ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. આ ફિલ્મ માં  તેની સાથે વેદાંગ રૈના પણ જોવા મળ્યો હતો. હવે આ બંને ના અફેર ના સમાચાર સામે આવી રહ્યા છે. ખુશી અને વેદાંગ ઘણીવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે. ખુશી કપૂર અને વેદાંગ રૈના ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેવામાં ખુશી કપૂર ની એક તસવીર માં એવું જોવા મળ્યું કે તેના વેદાંગ રૈના સાથેના સંબંધો પર મહોર લાગી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Aryan khan on Shahrukh khan: આર્યન ખાને ગણાવ્યા પિતાના ગુણ,માત્ર અભિનય જ નહીં આ ક્ષેત્ર માં નિપુણ છે શાહરુખ ખાન

ખુશી કપૂર ની તસવીરે આપી હિંટ 

ખુશી કપૂરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ખુશી કપૂર રેડ મોનોકીની માં જોવા મળી રહી છે આ દરમિયાન તે હાથ ઊંચા કરીને પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરમાં ખુશી કપૂરના હાથમાં એક બ્રેસલેટ દેખાય છે આ તસવીર ને તમે ઝૂમ કરીને જોશો તો તેના પર વેદાંગ રૈનાનું નામ લખેલું છે. 

 

View this post on Instagram

 

A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor)


ખુશી કપૂરની આ તસવીર જોઈને ચાહકોમાં હંગામો મચી ગયો છે. લોકો કહી રહ્યા છે કે આ તસવીર શેર કરીને ખુશી કપૂરે તેના અને વેદાંગ રૈનાના સંબંધ ની પુષ્ટિ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
zayed khan open ups on sanjay khan and zeenat aman affair
મનોરંજન

Zayed khan:પિતા સંજય ખાન અને ઝીનત અમાન ના સંબંધ ને લઈને ઝાયેદ ખાને તોડ્યું મૌન,કર્યો ચોંકાવનારો ખુલાસો

by Zalak Parikh August 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Zayed khan:ઝાયેદ ખાન અભિનેતા હોવા ઉપરાંત તે બોલિવૂડ અભિનેતા સંજય ખાન નો પુત્ર પણ છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં સૌ કોઈ જાણે છે કે સંજય ખાન અને ઝીનત અમાન વચ્ચે અફેર હતું મીડિયા રિપોર્ટ માટે ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે બંને એ ગુપચુપ રીતે લગ્ન પણ કરી લીધા હતા.હવે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઝાયેદ ખાને તેના પિતા સંજય ખાન અને ઝીનત અમાન ના સંબંધ ને લઈને ખુલી ને વાત કરી હતી.  

આ સમાચાર પણ વાંચો: Abhishek and aishwarya: શું ખરેખર અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ની કરી જાહેરાત? જાણો વિડીયો પાછળની હકીકત

ઝાયેદ ખાને સંજય ખાન અને ઝીનત અમાન વિશે કહી આવી વાત 

ઝાયેદ ખાને તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના પિતા સંજય ખાન અને ઝીનત અમાન ના સંબંધ વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબ માં ઝાયેદ ખાને કહ્યું,’તે સમયે, સમગ્ર ઉદ્યોગ વાઇલ્ડ વેસ્ટ હતો. તે સમયે, આ ફક્ત મારા પિતા સાથે જ થતું ન હતું, પરંતુ તે સમયના દરેક અભિનેતા સાથે થઈ રહ્યું હતું. દરેક મોટા સ્ટારના કો-સ્ટાર સાથેના અફેરના સમાચાર ફેલાઈ ગયા હતા. માત્ર એક કે બે દિગ્ગજ કલાકારો હતા જેઓ આવી અફવાઓના સમાચારોથી અસ્પૃશ્ય હતા. આ બધું અફવાઓ સિવાય બીજું કંઈ નથી.’

#ZayedKhan Interview: On #SussanneKhan–#ArslanGoni, #HrithikRoshan–#SabaAzad, Papa Sanjay, Comebackhttps://t.co/CaFBa4g7VE

— @zoomtv (@ZoomTV) August 5, 2024


ઝાયેદ ખાને આ ઉપરાંત તેની બહેન સુઝેન ખાન અને રિતિક રોશન ના સંબંધ વિશે પણ વાત કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

August 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan ever dated priyanka chopra actor producer vivek vaswani reveals the truth
મનોરંજન

Shahrukh khan: શું ખરેખર શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા નું હતું અફેર? વર્ષો બાદ કિંગ ખાન ના મિત્ર એ જણાવી હકીકત

by Zalak Parikh February 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: બોલિવૂડ માં શાહરુખ ખાન ને કિંગ ઓફ રોમાન્સ પણ કહેવામાં આવે છે. શાહરુખ ખાન એક સારો અભિનેતા હોવા ઉપરાંત એક સારો પતિ પણ છે. પડદા પર આટલી બધી અભિનેત્રી સાથે રોમાન્સ કર્યા બાદ પણ શાહરુખ  ખાન નું નામ કોઈ અભિનેત્રી સાથે જોડાયું નથી. હા ફક્ત એક વખત શાહરુખ ખાન નું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા એ ડોન 2 માં સાથે કામ કર્યું હતું આ દરમિયાન બંને એકબીજા ની નજીક આવ્યા હતા. ત્યારથી શાહરુખ અને પ્રિયંકા ના અફેર ના સમાચારે જોર પકડ્યું હતું. હવે આ સમાચાર પર શાહરુખ ખાન ના નજીક ના મિત્ર વિવેક એ હકીકત જણાવી છે. 

આ સમાચાર પણ વાંચો : WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગના ઉદ્ઘાટનમાં જામશે બોલિવૂડ ના સ્ટાર્સ નો મેળાવડો,કાર્તિક આર્યન બાદ હવે આ સુપરસ્ટાર નું નામ આવ્યું સામે

શાહરુખ ખાન ના મિત્ર એ જણાવી હકીકત 

વિવેક વાસવાની શાહરૂખનો ખાસ મિત્ર છે. વિવેકે  શાહરૂખ ખાનને રાજુ બન ગયા જેન્ટલમેનમાં લોન્ચ કર્યો હતો. શાહરુખ અને વિવેકે બોલિવૂડમાં સાથે ઘણો સમય વિતાવ્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન વિવેકે શાહરુખ ખાન ના પ્રિયંકા ચોપરા સાથે ના અફેર વિશે વાત કરી હતી. વિવેકે કહ્યું હતું કે, ‘જો શાહરૂખ ખાને કોઈને પ્રેમ કર્યો હોય તો તે ગૌરી ખાન છે. ગૌરી સિવાય તેના જીવનમાં અન્ય કોઈ સ્ત્રી માટે કોઈ સ્થાન નથી. તે સંપૂર્ણપણે ગૌરીને સમર્પિત છે. મેં શાહરૂખ સાથે ઘણો સમય વિતાવ્યો છે. શરૂઆતના દિવસોમાં હું અને શાહરૂખ સાથે રહેતા હતા. હું જાણું છું કે શાહરૂખ ક્યારેય બીજી કોઈ સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકે નહીં. તે ગૌરીને તેના સ્કૂલના દિવસોથી જ પ્રેમ કરે છે. કોઈપણ અફવાથી બંનેને કોઈ ફરક પડતો નથી. જુઓ, જ્યારે પણ શાહરૂખનું નામ કોઈની સાથે જોડવામાં આવ્યું હતું, તે માત્ર એક અફવા હતી. ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એવા લોકો છે જે તેની સફળતાથી ઈર્ષ્યા કરે છે. તેઓ જ શાહરૂખને બદનામ કરવા માટે ક્યારેક કોઈ અભિનેત્રી સાથે તો ક્યારેક કોઈ ડિરેક્ટર સાથે શાહરૂખનું નામ જોડે છે.’

 

February 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai A drunk man did such a thing…. had an affair with his friend's wife.. Arrested from Kandivali..
મુંબઈ

Mumbai: દારુના નશામાં માણસે કર્યું આવું કામ…. દોસ્તની જ પત્ની સાથે હતું અફેર.. કાંદિવલીમાંથી ધરપકડ..

by Bipin Mewada December 4, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: સોમવારે કાંદિવલી ( Kandivali ) પૂર્વના દામુ નગર ( Damu Nagar )  વિસ્તારમાં એક 34 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ ( dead body ) એક નિર્જન જગ્યાએથી મળી આવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. સમતા નગર પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં કેસ નોંધવામાં આવ્યો છે.

શરૂઆતમાં આકસ્મિક મૃત્યુ જેવું જણાતાં તપાસ બાદ હત્યા હોવાનું બહાર આવ્યું હતું. આ હત્યાનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને સફળતા મળી હતી. ગુનાના સ્થળનું નિરીક્ષણ કર્યા પછી, સમતા નગર પોલીસ ( Samta Nagar Police ) શંકાસ્પદ બની હતી કારણ કે પીડિતાને તેના માથામાં ઈજા થઈ હોય તેવું કોઈ સ્પષ્ટ બિંદુ ન હતું, જ્યાં પીડિતને માથાના ભાગે ઇજા થતાં મોત નીપજ્યું હતું. આનાથી શરૂઆતમાં પોલીસને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ( ADR ) હેઠળ કેસ નોંધવા અને સંપૂર્ણ તપાસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી.

આ મામલે વધુ તપાસ ચાલી રહી છે….

સ્થાનિક રહેવાસીઓની પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે મૃતકની ઓળખ યોગેશ કાંબલે તરીકે કરી હતી. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે યોગેશ કાંબલેએ તે રાત્રે મુખ્ય શંકાસ્પદ રવીન્દ્ર ગિરી (34 વર્ષ) સાથે દારૂ પીધો હતો.

આ સમાચાર પણ વાંચો : US Threats Iran: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે લાલ સમુદ્રમાં અમેરિકન યુદ્ધ જહાજ પર હુમલો.. મિસાઈલ હુમલા બાદ બિડેને ઈરાનને આપી ખુલ્લી ધમકી… જાણો પેન્ટાગોને શું કહ્યું?

પોલીસે રવિન્દ્ર ગીરીની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી. ગીરીએ ખુલાસો કર્યો હતો કે મૃતકની પત્ની ( wife )  સાથે તેને પ્રેમ સંબંધ ( affair) હતો અને યોગેશ કાંબલેને દારુ પીવડાવીને તે તેને ખાણ વિસ્તારમાં લઈ ગયો હતો જ્યાં તેણે તેને માથા પર પથ્થર વડે માર્યો હતો. તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે, આરોપીએ તેની બેગમાં હત્યાનું હથિયાર, એક પથ્થર છુપાવી દીધું હતું, જેથી એવું લાગે કે કાંબલેનું મૃત્યુ અકસ્માતને કારણે થયું છે.

સમતા નગર પોલીસે હત્યા કેસમાં રવિન્દ્ર ગિરીની તાત્કાલિક ધરપકડ કરી હતી. આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

December 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shahrukh khan propose priyanka chopra amid affair rumors
મનોરંજન

Shahrukh khan :  અફેરના સમાચાર વચ્ચે જ્યારે શાહરુખે પ્રિયંકા ચોપરાને બધા ની સામે મૂકી હતી આ માંગણી, જૂનો વિડીયો થયો વાયરલ

by Dr. Mayur Parikh July 18, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh Khan : શાહરુખ ખાન ઇન્ડસ્ટ્રીની દરેક અભિનેત્રીનો પ્રિય હીરો છે અને તે તેના જીવનમાં ઓછામાં ઓછું એક વાર તેની સાથે કામ કરવા માંગે છે. શાહરૂખ ખાને માધુરી દીક્ષિત થી લઈને જુહી ચાવલા અને કાજોલ સુધી કામ કર્યું છે, પરંતુ બિલ્લુ બારબારથી લઈને ડોન 2માં પ્રિયંકા ચોપરા સાથે કામ કરતી વખતે તેનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડાવા લાગ્યું.અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની નિકટતાના સમાચારને કારણે શાહરુખ નું ઘર તૂટવાની અણી પર હતું! બીજી તરફ, શાહરૂખના બેસ્ટી કરણ જોહરે આ કેસમાં વચ્ચે પડ્યો અને ગૌરીને સંભાળી. જો કે, એવા અહેવાલો પણ આવ્યા હતા કે કરણ જોહરના કારણે પ્રિયંકા ચોપરાને બોલિવૂડમાંથી બહાર કરી દેવામાં આવી હતી, જેના કારણે તેણે હોલીવુડમાં જોડાવું પડ્યું હતું.

શાહરુખ ખાન પ્રિયંકા ચોપરા નો જૂનો વિડીયો થયો વાયરલ

શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પ્રિયંકા ચોપરા માટે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. તે ગીતમાં તે અંગ્રેજીમાં કહેતો જોવા મળ્યો હતો – મેરી મી મેરી મી. તે જ સમયે, પ્રિયંકા તેની સામે આશ્ચર્ય સાથે જોતી અને હસતી જોવા મળી હતી. શાહરૂખ ખાન અને પ્રિયંકાના સંબંધોની અફવાઓને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી.

શાહરુખ ખાને પ્રિયંકા ચોપરા સાથે ના અફેર ની ગણાવી હતી અફવા

તેમના સંબંધો વિશે ઘણી અટકળો કરવામાં આવી છે, જો કે, પરિણીત અભિનેતા શાહરૂખે હંમેશા લિંક-અપની અફવાઓને નકારી કાઢી છે અને સહ-અભિનેત્રી પ્રિયંકા સાથેની તેમની નિકટતાને ‘સારી મિત્રતા’ ગણાવી છે. ‘ડોન 2’માં સાથે કામ કર્યા બાદ બંને એ સાથે કોઈ ફિલ્મ કરી ન હતી અને 2013 પછી બંનેએ જાહેરમાં સાથે દેખાવાનું બંધ કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો: Ajmer 92 : અજમેર 92 ટ્રેલરઃ 250 છોકરીઓ પર બળાત્કાર અને બ્લેકમેઇલિંગ… ‘અજમેર 92’ની હૃદયદ્રાવક વાર્તા, દરેક દ્રશ્ય છે ભયાનક, જુઓ ટ્રેલર

 

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
jaya bachchan reaction on amitabh bachchan affair gossip
મનોરંજન

અમિતાભ બચ્ચનના અફેરના સમાચાર પર આવી રીતે રિએક્ટ કરતી હતી જયા બચ્ચન! શાનદાર જવાબે જીતી લીધું લોકોનું દિલ

by Zalak Parikh June 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં ઘણા એવા પરિણીત યુગલો છે જેઓ આદર્શ ગણાય છે. તેમનું મધુર બંધન આધુનિક યુગના છોકરાઓ અને છોકરીઓને એવા લક્ષ્યો આપે છે કે તેઓ પણ આવા સંબંધ રાખવાની ઈચ્છા કરવા લાગે છે. પરંતુ બીટાઉનના દિગ્ગજ દંપતી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો સંબંધ આનાથી તદ્દન અલગ લાગે છે. જ્યારે પણ તેઓ સાથે જોવા મળે છે, ત્યારે તેમના સંબંધોની તે બાજુ સામે આવે છે, જે કોઈપણ પ્રકારના શો-ઓફથી દૂર હોય છે. લગ્નના 50 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા આ કપલ પોતાના અપૂર્ણ સંબંધોને છુપાવવાનો પ્રયાસ કરતા નથી. અને સત્ય તો એ છે કે આ જ અમિતાભ-જયાના સંબંધોને સુંદર બનાવે છે.

 

અમિતાભ બચ્ચન ના અફેર ની અફવા પર જયા બચ્ચન આપે છે આવી પ્રતિક્રિયા 

અમિતાભ અને જયાએ સિમી ગ્રેવાલ સાથેની મુલાકાતમાં તેમના લગ્ન જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી. આ દરમિયાન જયાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જ્યારે અન્ય છોકરીઓ અમિતાભ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે અથવા તેમનું નામ ગોસિપ કોલમમાં મૂકવામાં આવે છે ત્યારે શું તે તેના પતિને આ અંગે સવાલ નથી કરતી? જેના પર અભિનેત્રીએ ખૂબ જ કડક અને સરળ શબ્દોમાં જવાબ આપ્યો.જયાએ અમિતાભના નામ પર ગપસપ પ્રકાશિત કરવાના કાર્યને ‘સસ્તું’ ગણાવ્યું. તેણે એ પણ કહ્યું હતું કે તે આ બધી બાબતો અંગે ક્યારેય તેના પતિ પાસેથી સ્પષ્ટતા પણ માંગતી નથી, કારણ કે માત્ર અફવાઓને કારણે તેની સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી.જયાએ એમ પણ કહ્યું કે જે છોકરીઓ અમિતાભ માટે પ્રેમ વ્યક્ત કરે છે તે તેના પાત્રને જોઈને જ કરે છે, પરંતુ તેઓ વાસ્તવિક અભિનેતાના વાસ્તવિક વ્યક્તિત્વને જાણતા નથી.

 

જયા બચ્ચને જણાવ્યું લગ્ન માં વિશ્વાસ હોવો જરૂરી છે. 

જયા બચ્ચને વધુ માં જણાવ્યું હતું કે, ‘જ્યારે પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો પાયો મજબૂત રીતે સ્થાપિત થાય છે, તો પછી ગમે તે થાય, તેમનો સંબંધ ડગમગતો નથી. એટલે જ કહેવાય છે કે લગ્ન ચલાવવામાં પ્રેમ કરતાં વિશ્વાસ વધુ મહત્ત્વનો હોય છે. જો તમારી વચ્ચે ઘણો પ્રેમ છે પરંતુ એકબીજા પર વિશ્વાસ નથી, તો વહેલા અથવા મોડા સંબંધ તૂટશે તે નિશ્ચિત છે.’ અમિતાભ અને જયા એકબીજાથી સાવ અલગ હોવા છતાં, તેઓ એકબીજાને જેમ છે તેમ સ્વીકારે છે અને આ જ કારણે તેમનો સંબંધ આજે પણ મજબૂત છે.અમિતાભ અને જયા એક એવું કપલ છે જે શીખવે છે કે સંપૂર્ણ લગ્ન જેવી કોઈ વસ્તુ નથી. હા, જો તમે તમારા લગ્ન જીવનને મજબૂત રીતે આગળ ધપાવવા માંગતા હોવ તો પ્રમાણિકતા, વિશ્વાસ, પરસ્પર સમજણ, અભિપ્રાયની સ્વતંત્રતા જેવી બાબતો હોવી જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો: બિગ બી એ કર્યો ખુલાસો: આ કારણથી ‘જલસા’ ની બહાર જૂતા પહેરીને ચાહકોને મળ્યા અમિતાભ બચ્ચન, તોડી વર્ષો જૂની પરંપરા

June 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
angry nargis dutt had called rekha dayan raised question about actress character
મનોરંજન

જ્યારે નરગીસે ​​રેખાને કહી હતી ‘ડાકણ’, અભિનેત્રી ના ચરિત્ર વિશે કહી હતી આ વાત

by Zalak Parikh June 9, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાએ ભલે તેના જીવનમાં મોટું સ્થાન હાંસલ કર્યું હોય, પરંતુ તેની કારકિર્દી હંમેશા વિવાદોથી ભરેલી રહી છે. અફેરથી લઈને પર્સનલ લાઈફ સુધી રેખા કોન્ટ્રોવર્સી હંમેશા હેડલાઈન્સમાં રહે છે. એટલું જ નહીં, બોલિવૂડના મોટા સ્ટાર્સે પણ રેખાને બદનામ કરવામાં કોઈ કસર છોડી ન હતી, સંજય દત્તની માતા અભિનેત્રી નરગીસ દત્તનું નામ આ સેલેબ્સમાં ટોપ પર સામેલ હતું. નરગિસ દત્ત અને રેખા વચ્ચેના મતભેદો કોઈનાથી છુપાયેલા નહોતા, બંનેએ ઘણી વખત એકબીજા પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો.

 

રેખા અને નરગીસ વચ્ચે હતો 36 નો આંકડો 

રેખાના અફેરની યાદીમાં અભિનેતા સંજય દત્તનું નામ પણ સામેલ હતું. એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે રેખા અને સંજય દત્તે એકબીજા સાથે લગ્ન કરી લીધા છે અને રેખા સંજયના નામ નું સિંદૂર લગાવે છે. રેખા અને સંજયની નિકટતાથી નરગીસ દત્ત ખૂબ નારાજ હતી. એકવાર, ગુસ્સામાં, તેણે અભિનેત્રીને ‘ડાકણ’ પણ કહી દીધી હતી.આ જ કારણ હતું કે રેખા સાથે નરગીસ વચ્ચે 36 નો આંકડો હતો.

 

રેખા ના ચરિત્ર વિશે નરગીસે કહી હતી આ વાત 

અભિનેત્રી નરગીસે ​​ રેખાના ચરિત્ર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન નરગીરાસે રેખા વિશે કહ્યું હતું કે તે પુરુષોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. નરગીસે ​​કહ્યું કે હું તેમની સમસ્યા સમજી શકું છું. તેમને ઠીક કરવા માટે માત્ર એક યોગ્ય વ્યક્તિની જરૂર છે. રેખા એક ખોવાયેલી વ્યક્તિ છે અને તેને તેના જીવનમાં એક મજબૂત પરુષ ની જરૂર છે.જણાવી દઈએ કે પતિ મુકેશ અગ્રવાલના મૃત્યુ બાદ સાસરિયાઓએ રેખા પર ઘણા આરોપો લગાવ્યા હતા. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાના જીવનચરિત્રમાં કર્યો છે. રેખાના સાસરિયાઓએ તેને ‘ચૂડેલ’ પણ કહી દીધી હતી, જેને લઈને ઘણો વિવાદ થયો હતો.

આ સમાચાર પણ વાંચો: રણબીર કપૂર ‘રામ’ તો ‘સીતા’ બનશે આલિયા ભટ્ટ, સાઉથનો આ સુપરસ્ટાર ભજવશે રાવણ ની ભૂમિકા!

June 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hina Rabbani Khar to face fatwa over affair with Bilawal Bhutto?
આંતરરાષ્ટ્રીય

હિના રબ્બાની ખાર અને બિલાવલ ભુટ્ટો વચ્ચે હતું અફેર? રાષ્ટ્રપતિ ભવનમાં બંને આપત્તિજનક સ્થિતિમાં પકડાયા.. જાણો પછી શું થયું..

by Dr. Mayur Parikh May 5, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે ગોવા પહોંચી ગયા છે. બિલાવલ 2011 પછી ભારતની મુલાકાત લેનારા પાકિસ્તાનના પ્રથમ વિદેશ મંત્રી હશે. તેઓ બેઇજિંગમાં SCOની વિદેશ મંત્રી પરિષદમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકરે વર્તમાન SCO પ્રમુખ ભારત વતી SCO-CFM બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને આમંત્રણ મોકલ્યું હતું.

એક સમયે હિના રબ્બાની ખાર અને બિલાવલ ભુટ્ટો વચ્ચેના અફેરની વાતો પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ખૂબ જ લોકપ્રિય હતી. હિના જ્યારે મંત્રી બની ત્યારે ફરી એકવાર તેનું નામ બિલાવલ ભુટ્ટો સાથે જોડાયું. હિના રબ્બાની ખાર અને બિલાવલ ભુટ્ટો અને હિના રબ્બાની ખાન વચ્ચે પ્રેમ સંબંધ છે, તેનો સૌપ્રથમ ખુલાસો વર્ષ 2012માં થયો હતો, જ્યારે બિલાવલ ભુટ્ટો માત્ર 24 વર્ષના હતા અને તે સમયે હિના રબ્બાની ખારની ઉંમર 35 વર્ષની હતી.

આ સમાચાર પણ વાંચો : ગજબ નો ટેલેન્ટ.. હાથમાં કાતર લઇ આ રીતે પોતાના જ વાળ કાપતો જોવા મળ્યો વાળંદ.. જુઓ વિડીયો..

બિલાવલ ભુટ્ટો અને હિના રબ્બાની વચ્ચેના પ્રેમ અને રોમાંસની સૌથી પહેલા બાંગ્લાદેશી ટેબ્લોઇડ, “ધ વીકલી બ્લિટ્ઝ” દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો, જેણે પાકિસ્તાનના રાજકારણમાં હંગામો મચાવ્યો હતો. જ્યારે અફેરનો મામલો સામે આવ્યો ત્યારે બિલાવલ ભુટ્ટોની ઉંમર માત્ર 24 વર્ષની હતી અને હિના રબ્બાની ખારની ઉંમર 35 વર્ષની હતી.

જણાવી દઈએ કે હિના રબ્બાની ખાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સભ્ય છે. તેમણે ફેબ્રુઆરી 2011થી માર્ચ 2013 સુધી પાકિસ્તાનના 21મા વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. હિના રબ્બાની ખાર તેમના રાજકીય કૌશલ્ય ઉપરાંત, તેમની વ્યંગાત્મક સૂઝ માટે પણ જાણીતી છે.

બાંગ્લાદેશના અખબારે દાવો કર્યો હતો કે તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હિના રબ્બાની ખાર અને તેમના પુત્ર બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનની અંદર વાંધાજનક સ્થિતિમાં પકડ્યા હતા. આ પછી રાષ્ટ્રપતિ ભવનમાં હંગામો મચી ગયો હતો. જો કે, આ બાબત ને ખૂબ કાળજી થી દબાવી દેવામાં આવી હતી.

May 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક