• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ahmedabad-division
Tag:

ahmedabad-division

Western Railway
દેશMain PostTop Post

Western Railway: પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધા માટે અપીલ કરે છે

by Akash Rajbhar October 1, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે – ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની મુસાફરી શરૂ કરતા પહેલા ખાતરી કરે કે તેમની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડે છે. યોગ્ય સ્ટેશન તપાસવાથી મુસાફરોને તેમની ટ્રેન ચૂકી જવાથી અથવા અન્ય
કોઈપણ અસુવિધા ટાળવામાં મદદ મળશે.

આ સમાચાર પણ વાંચો: Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ 

ચાંદલોડિયા ‘B’ સ્ટેશનથી નીચેની ટ્રેનો આગમન/પ્રસ્થાન કરે છે:

20937 – પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ
20938 – દિલ્હી સરાઈ રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસ
19269 – પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ
19270 – મુઝફ્ફરપુર – પોરબંદર એક્સપ્રેસ
22958 – વેરાવળ – ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસ
22957 – ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ
19120 – વેરાવળ – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ
19119 – ગાંધીનગર કેપિટલ – વેરાવળ એક્સપ્રેસ
14312 – ભુજ – બરેલી આલા હઝરત એક્સપ્રેસ
14311 – બરેલી – ભુજ આલા હઝરત એક્સપ્રેસ
09569 – રાજકોટ – બરૌની સ્પેશિયલ
09570 – બરૌની – રાજકોટ સ્પેશિયલ

પશ્ચિમ રેલ્વે મુસાફરોને અપીલ કરે છે કે તેઓ પોતાની મુસાફરી પહેલા ટ્રેનના સ્ટેશનની ધ્યાનપૂર્વક તપાસ કરે અને સમયસર સ્ટેશન પર પહોંચે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ના થાય.

October 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad Division of Western Railway Conducts Shramdaan under Swachhata Hi Seva 2025
અમદાવાદ

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.

by Akash Rajbhar September 25, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી “સ્વચ્છ ઉત્સવ” થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા પખવાડિયું-2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં 25 સપ્ટેમ્બર 2025ના રોજ મંડળમાં “એક દિવસ, એક કલાક, એક સાથે” શ્રમદાન કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજાયો.

Ahmedabad Division of Western Railway Conducts Shramdaan under Swachhata Hi Seva 2025

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં તમામ બ્રાન્ચ રેલ અધિકારીઓ, અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” સંકલ્પ અંતર્ગત શ્રમદાન કરીને સ્ટેશન પરિસરની વ્યાપક સફાઈ કરી અને સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવ્યો. સૌએ સંકલ્પપૂર્વક એક દિવસ, એક કલાકનું સામૂહિક શ્રમદાન કરીને સ્ટેશન પરિસરની વ્યાપક સફાઈ કરી અને પરિસરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું

Ahmedabad Division of Western Railway Conducts Shramdaan under Swachhata Hi Seva 2025

આ સમાચાર પણ વાંચો :  Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત

શ્રમદાન બાદ મંડળ રેલ પ્રબંધક દ્વારા સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા વ્યવસ્થા, શૌચાલયોની કાર્યક્ષમતા, પીવાના પાણીની ઉપલબ્ધતા, પ્રતિક્ષાલયોની હાલત, પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનોની સ્વચ્છતા, રનિંગ રૂમ સહિત મુસાફરોની સુવિધાઓનો અભ્યાસ કર્યો.

Ahmedabad Division of Western Railway Conducts Shramdaan under Swachhata Hi Seva 2025

અમદાવાદ સ્ટેશન ની સાથે-સાથે નવી અને જૂની રેલવે કોલોની સાબરમતી, વટવા રેલવે કોલોની, મહેસાણા રેલવે કોલોની તેમજ મંડળ રેલવે હોસ્પિટલ, સાબરમતીમાં પણ શ્રમદાન કરવામાં આવ્યું. આ સ્થળોએ રેલકર્મીઓ અને પરિવારજનો એ મળીને સફાઈ કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

“સ્વછતા હી સેવા પખવાડિયા” અંતર્ગત આયોજિત આ અભિયાન માત્ર સ્ટેશન અને કોલોનીઓની સફાઈ સુધી સીમિત ન રહી, પરંતુ તેમાં સૌને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા સામૂહિક જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહિત કરવામાં આવી.

Ahmedabad Division of Western Railway Conducts Shramdaan under Swachhata Hi Seva 2025

September 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
UTS App and ATVM Make Ticket Booking Easier
અમદાવાદ

UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ

by Akash Rajbhar September 20, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવી દેવામાં આવી છે. હવે યાત્રીઓને જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી.
રેલવેએ યાત્રીઓને બે સુવિધા આપી છે – યૂટીએસ મોબાઈલ એપ (UTS App) અને ઑટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM). આ બંને માધ્યમોથી યાત્રી પોતે ટિકિટ બુક કરી શકે છે, જેનાથી સમય અને ધન બંનેની બચત થાય છે.

યૂટીએસ એપ (UTS APP) ની વિશેષતાઓ:

• યાત્રી પોતાના મોબાઈલ ફોનથી ઘેર બેઠા જ ટિકિટ બુક કરી શકે છે.
• યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.
• ચુકવણી માટે UPI, ડેબિટ/ક્રેડિટ તથા R-Wallet નો વિકલ્પ ઉપલબ્ધ.
• R-Wallet રિચાર્જ પર 3% બોનસ રકમ મેળવો.
• ટિકિટ બારી પર લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં.
• સમય અને પૈસાની બચત.
• છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.
• પેપરલેસ ટિકિટની સુવિધા, જે પર્યાવરણને અનુકૂળ છે.

આ સમાચાર પણ વાંચો : Sharadiya Navratri: સૂર્યગ્રહણના પડછાયામાં શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે અને કેવી રીતે થશે ઘટસ્થાપના.

એટીવીએમ (ATVM) ની વિશેષતાઓ:

• યાત્રી સ્ટેશન પર આવેલા ATVM મશીનથી પોતે ટિકિટ બુક કરી શકે છે.
• યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.
• ચુકવણી માટે UPI QR કોડ તથા રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા.
• રેલવે સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર 3% બોનસ રકમ મેળવો.
• ટિકિટ બારીની લાંબી લાઈનોથી મુક્તિ.
• સમય અને પૈસા બંનેની બચત.
• છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.

પશ્ચિમ રેલવે યાત્રીઓને અનુરોધ કરે છે કે તેઓ આ આધુનિક સુવિધાઓનો લાભ ઉઠાવે અને પોતાની યાત્રાને સરળ અને સુવિધાજનક બનાવે. યૂટીએસ એપ અને એટીવીએમ મારફતે બુકિંગ કરીને યાત્રી ફક્ત પોતાનો સમય જ નથી બચાવી શકતા, પરંતુ ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં સહભાગી પણ બની શકે છે.

September 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad Division: Significant work of the Railway Protection Force in Ahmedabad Division railway complexes from 16 to 25 June..
અમદાવાદ

Ahmedabad Division : અમદાવાદ મંડળ રેલવે સંકુલોમાં 16 થી 25 જૂન દરમિયાન રેલવે સુરક્ષા બળના ઉલ્લેખનીય કામ..

by kalpana Verat June 27, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Ahmedabad Division : 

રેલવે સુરક્ષા બળ (RPF), અમદાવાદ મંડળ રેલવે સંકુલોમાં સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા, યાત્રીઓની સહાયતા સુનિશ્ચિત કરવા તથા અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે સતત સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે. 16 જૂન 2025 થી 25 જૂન 2025 સુધી 10 દિવસોમાં આરપીએફ દ્વારા અનેક મહત્વપૂર્ણ કામો પાર પાડવામાં આવ્યા, જેમાં યાત્રીઓની સહાયતા, માનવ તસ્કરી પર નિયંત્રણ, ગેરકાયદેસર વસ્તુઓની જપ્તી તથા યાત્રીઓની સુરક્ષાથી જોડાયેલા વિવિધ અભિયાન સામેલ છે. મુખ્ય ઉપલબ્ધિઓ આ મુજબ છે :

1. ઑપરેશન ‘નન્હે ફરિશ્તે’: – પાલનપુર સ્ટેશનથી બિનવારસી અને અસહાય સ્થિતિમાં મળેલા 3 સગીર બાળકોને RPF દ્વારા સુરક્ષિત રૂપે રેસ્ક્યુ કરીને ચાઈલ્ડ વેલફેર કમિટિ (CWC) તથા જીઆરપીને સોંપવામાં આવ્યા. આ પ્રયત્ન ફક્ત બાળ સંરક્ષણ કાયદાનું અનુપાલન જ દર્શાવતું નથી પરંતુ માનવીય સંવેદનાઓ પ્રત્યે RPF ની જાગૃતિને પણ દર્શાવે છે.
2. ઑપરેશન ‘સતર્ક’ (ગેરકાયદેસરના દારૂ વિરૂદ્ધ અભિયાન):- ગેરકાયદે દારૂની તસ્કરીને અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ RPF દ્વારા કુલ 03 મામલાઓમાં ગેરકાયદેસરનો દારૂ જપ્ત કરવામાં આવ્યો. સંબંધિત આરોપીઓને કાયદાકીય કાર્યવાહી માટે GRP ને સોંપવામાં આવ્યા.
3. ઑપરેશન ‘નાર્કોસ’:- અમદાવાદ સ્ટેશન પર અમદાવાદ-પુરી એક્સપ્રેસમાં ચેકિંગ દરમિયાન બીનવારસી બેગમાંથી લગભગ 15 કિલો ગાંજો (અંદાજિત મૂલ્ય ₹1,51,100) જપ્ત કરવામાં આવ્યો. આ સંબંધમાં GRP દ્વારા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ કેસ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
4. ઑપરેશન ‘અમાનત’:- યાત્રા દરમિયાન યાત્રીઓ દ્વારા છોડી દેવાયેલા અથવા ગુમ થયેલા ₹2 લાખથી વધુના મૂલ્યની કિમતી વસ્તુઓને આરપીએફ દ્વારા ચકાસણી કર્યા પછી સંબંધિત યાત્રીઓને સુરક્ષિતરૂપે સોંપવામાં આવી.
5. ઑપરેશન ‘યાત્રી સુરક્ષા’:- યાત્રીઓના માલસામાનની ચોરીથી જોડાયેલા મામલાઓમાં RPF દ્વારા 05 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે GRP ને સોંપવામાં આવ્યા.
6. મિશન જીવન રક્ષા:- 20 જૂન 2025 ના રોજ પ્લેટફોર્મ નંબર 03 પર ફરજરત RPF સ્ટાફ ઈનસાર ખાને ટ્રેન નંબર 19217 (સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) ના S/3 કોચથી ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયત્ન કરી રહેલ મહિલા યાત્રીને પડવાથી બચાવીને તેમનો જીવ બચાવ્યો. આ ત્વરિત અને સાહસી કામ ‘મિશન જીવન રક્ષા’ નું જીવંત ઉદાહરણ છે.

આ સમાચાર પણ વાંચો :  Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

આ અભિયાનો અને કામો મારફતે RPF, અમદાવાદ મંડળે એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફક્ત રેલવે સંકુલોની સુરક્ષા માટે જ પ્રતિબદ્ધ નથી, પરંતુ યાત્રીઓના જીવન, અધિકારો અને સુવિધાઓની રક્ષા પ્રત્યે પણ સમાનરૂપે સંવેદનશીલ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad Division: Significant work of the Railway Protection Force in Ahmedabad Division railway complexes from 16 to 25 June..
રાજ્ય

Western Railway : અમદાવાદ મંડળથી ચાલનારી બે જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

by kalpana Verat June 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-પટના અઠવાડિક ક્લોન સ્પેશિયલ અને અમદાવાદ-દરભંગા અઠવાડિક ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-

1. ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 25 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 2 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.
2. ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 27 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 4 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.
3. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 27 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 4 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.
4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 30 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 7 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
North Central Railway These 8 pairs of trains runningpassing through Ahmedabad division will stop at Idgah station instead of Agra Fort.
અમદાવાદ

North Central Railway : અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી આ 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકા

by kalpana Verat June 17, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

North Central Railway :  ઉત્તર મધ્ય રેલવે દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ટેકનિકલ કારણોસર,અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો બતાવેલ તારીખો થી આગળની સૂચના સુધી  આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 

  1. ટ્રેન સંખ્યા 15270 સાબરમતી-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટના બદલે ઇદગાહ સ્ટેશન પર 09.30 કલાકે પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 15269 મુઝફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટ ના બદલે ઇદગાહ સ્ટેશન પર  16.45 કલાકે પહોંચશે 16.50 કલાકે ઉપડ્શે. 
  2. ટ્રેન સંખ્યા 12945 વેરાવળ-બનારસ એક્સપ્રેસ 04.08.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 04.30 કલાકે પહોંચશે અને 04.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12946 બનારસ-વેરાવળ એક્સપ્રેસ 06.08.2025 થી આગ્રા ફોર્ટ બદલે ઇદગાહ સ્ટેશન પર 17.20 કલાકે પહોંચશે અને 17.30 કલાકે ઉપડશે.
  3. ટ્રેન સંખ્યા 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર બપોરે 12.40 કલાકે પહોંચશે અને 12.45 કલાકે  ઉપડશે. 
  4. ટ્રેન સંખ્યા 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 01.08.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 04.08.2025 થી આગરા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 23.40 કલાકે પહોંચશે અને 23.45 કલાકે ઉપડશે. 
  5. ટ્રેન સંખ્યા 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 23.40  કલાકે પહોંચશે  અને 23.45  કલાકે  ઉપડશે.
  6. ટ્રેન સંખ્યા  12937 ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડ્શે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12938 હાવડા-ગાંધીધામ એક્સપ્રેસ 04.08.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 18.10 કલાકે પહોંચશે અને 18.20 કલાકે ઉપડશે.
  7. ટ્રેન સંખ્યા 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ 05.08.2025 થી આગ્રા ને બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડ્શે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.45 કલાકે ઉપડશે. 
  8. ટ્રેન સંખ્યા 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 07.35 કલાકે પહોંચશે અને 07.40 કલાકે ઉપડશે. 

આ સમાચાર પણ વાંચો : Western Railway : આવતીકાલે વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનો ની વચ્ચે બ્લોક , આ ટ્રેનો થશે પ્રભાવિત; જુઓ યાદી

ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway Ahmedabad Division collected Rs. 6.34 crore in fines from various ticket checking campaigns in April and May 2025
અમદાવાદ

Western Railway : અમદાવાદ મંડળે એપ્રિલ અને મે 2025 માં વિવિધ ટિકિટ ચેકિંગ અભિયાનો થી પ્રાપ્ત કર્યો રૂ. 6.34 કરોડનો દંડ

by kalpana Verat June 4, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ તેમના મુસાફરોની સુવિધાઓ ને નિરંતર બહેતર બનાવવા માટે કટિબદ્ધ છે. કાયદેસર મુસાફરોની સુરક્ષિત અને સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા માટે મંડળ દ્વારા અનેક શસ્ક્ત પગલાં લેવામાં આવી રહ્યા છે.

વર્ષ 2025-26 ના એપ્રિલ અને મે મહિના દરમ્યાન અનાધિકૃત યાત્રા ને રોકવાના ઉદ્દેશ્ય થી મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગી તથા અન્ય વાણિજ્ય અધિકારીઓ દ્વારા પ્રતિદિન ટિકિટ ચેકિંગ કાર્યની સમીક્ષા કરવામાં આવી તથા તેમના માર્ગદર્શનમાં વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન સંચાલિત કરવામાં આવ્યું.

1 એપ્રિલ 2025 થી 31 મે 2025 સુધી અમદાવાદ મંડળ દ્વારા વિભિન્ન રેલ ખંડો જેમકે મણિનગર–નડિયાદ,અસારવા–દહેગામ,મહેસાણા–પાલનપુર,પાલનપુર–ગાંધીધામ અને પ્રતિષ્ઠિત નમો ભારત રૈપિડ ટ્રેન અને અમદાવાદ રેલવે સ્ટેશન પર મોટા પાયે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ટિકિટ નિરીક્ષકો દ્વારા આરપીએફ નો સહયોગ પણ મળ્યો તથા કેટલાક અભિયાનોમાં વાણિજ્ય અધિકારીઓ એ પોતે જ પોતાની હાજરી દર્શાવી.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

આ વ્યાપક અભિયાન હેઠળ કુલ 80 હજાર કેસોમાં કાર્યવાહી કરવામાં આવતા ₹ 6.34 કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હતી, જે નિર્ધારિત લક્ષ્ય કરતાં 1.28 % વધુ અને પાછલા વર્ષ કરતાં 1.87 % વધુ છે. આ પ્રદર્શન છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ રહી છે. ઉપરાંત, રેલવે પરિસરમાં ગંદકી ફેલાવનાર 319 મુસાફરો પાસેથી ₹70 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ તેના મુસાફરોને નમ્ર વિનંતી કરે છે કે કૃપા કરીને યોગ્ય અને માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરો,જેથી તમારી મુસાફરી સરળ, સલામત અને આનંદદાયક રહે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway Ms Maruti Suzuki, GCT Becharaji achieved their best ever loading in May 2025
રાજ્ય

Western Railway : મે 2025 માં મેસર્સ મારુતિ સુઝૂકી,જીસીટી બેચરાજી એ કર્યું અત્યાર સુધી નું સર્વશ્રેષ્ઠ લોડિંગ

by kalpana Verat June 3, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Western Railway : મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પ્રધાનમંત્રીના દેશની આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓના નિર્માણના નિરંતર પ્રયાસોનું પરિણામ છે જે જીવનને સરળ બનાવવાની સાથે–સાથે વ્યાપાર કરવામાં પણ સરળતા લાવે છે. આ પ્રકાર ની મલ્ટી-મોડલ કનેક્ટિવિટી લોગો,વસ્તુઓ અને સેવાઓ ને એક પરિવહન ના સાધન થી બીજાં માં લઈ જવા માટે અકીકૃત અને નિર્બાધ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ તર્જ પર કાર્ય કરતાં પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ નવીન પ્રયાસોના સકારાત્મક પરિણામ સામે આવવા લાગ્યા છે અને તેના ફળસ્વરૂપ મંડળ ને સફળતાનો બીજો એક મહત્વપૂર્ણ પડાવ હાંસલ કર્યો છે.

Western Railway Ms Maruti Suzuki, GCT Becharaji achieved their best ever loading in May 2025

મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માના દૂરંદેશી નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને ઉર્જાવાન પ્રેરણાના ફળસ્વરૂપ આ મોટી સિદ્ધિ શક્ય બની છે. અમદાવાદ મંડળ દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાંથી માલવાહક ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે અને મંડળ સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચવાના માર્ગ પર નિરંતર અગ્રેસર રહ્યું છે. આ મહાન પ્રયાસો દ્વારા મંડળ દેશના અર્થતંત્રની બહુઆયામી પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

પશ્ચિમ રેલવે ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કાર્યક્ષમ અને ટકાઉ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સનેનું સુવિધા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બેચરાજી ખાતે મેસર્સ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (જીસીટી) એ મે 2025 માં તેના અત્યાર સુધીનું સૌથી વધુ માસિક લોડિંગ રેકોર્ડ કર્યું છે, જે ઓપરેશનલ કાર્યક્ષમતા અને આવક નિર્માણમાં નવા માનક સ્થાપિત કરે છે.

Western Railway Ms Maruti Suzuki, GCT Becharaji achieved their best ever loading in May 2025

બેચરાજી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ જેને 15 માર્ચ 2023 ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું, મોટર વાહનોના પરિવહન માટે એક પ્રમુખ લોજિસ્ટિક હબ તરીકે વિકસિત થયું છે. ટર્મિનલ દર મહિને 100 થી વધુ રેક સંભાળે છે અને ગુડગાંવ, ફારુખનગર, બેંગલોર જેવા પ્રમુખ ગંતવ્યો ની સાથે સાથે પીપાવાવ પોર્ટ ના માધ્યમ થી નિર્યાત માટે વાહનો ને મોકલે છે.પરિવહન એનએમજી વેગનો અને ખાનગી માલિકી ના બીસીએસીબીએમ વેગનો નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. મે 2025 માં, ટર્મિનલ ના 124 રેક નો રેકોર્ડ ડિસ્પેચ પ્રાપ્ત કર્યું. જેનાથી રૂ. 20.02 કરોડ ની આવક પ્રાપ્ત થઈ છે. તે સપ્ટેમ્બર 2024 માં નોંધાયેલા 116 રેક અને રૂ. 18.76 કરોડ ના પાછલા સર્વશ્રેષ્ઠ આવક ને પાર કર્યું .

આ સમાચાર પણ વાંચો:  India Alliance Meeting :ઓપરેશન સિંદૂર મામલે I.N.D.I.A બ્લોકની બેઠક, 16 વિપક્ષી પાર્ટીઓએ PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માંગ; આ પક્ષોએ બનાવી દુરી..

અમદાવાદ મંડળ ના સમગ્ર પ્રદર્શન માં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેણે 154 રેક ની પોતાની અત્યાર સુધી ની સર્વશ્રેષ્ઠ માસિક ઑટોમોબાઇલ લોડિંગ પ્રાપ્ત કરી જેના પરિણામસ્વરૂપ મે 2025 માં રૂ. 22.91 કરોડ ની આવક પ્રાપ્ત થઈ. આ નોંધપાત્ર પ્રદર્શન ભારતીય રેલવે અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ ના વચ્ચે મજબૂત પાર્ટનરશિપને દર્શાવે છે અને મલ્ટીમોડલ કાર્ગો મુવમેન્ટ અને આર્થિક વિકાસ ને પ્રોત્સાહન આપવામાં ગતિ શક્તિ પહેલની અસરકારકતાને રેખાંકિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railways to run Sabarmati – Patna Weekly Special train
રાજ્ય

Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન; જાણો સમયપત્રક

by kalpana Verat May 31, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખાતાં અમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.  એ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે :

  • ટ્રેન નંબર 09457/09458 સાબરમતી-પટના-સાબરમતી અઠવાડિક સ્પેશિયલ (કુલ 8 ફેરા)

ટ્રેન નંબર 09457 સાબરમતી-પટના સ્પેશિયલ 04 જૂન થી 25 જૂન 2025 સુધી દરેક બુધવારે સાબરમતી (ધરમનગર બાજુ) થી 18.10 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસ (શુક્રવાર) ના રોજ 01.30 કલાકે પટના પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09458 પટના-સાબરમતી સ્પેશિયલ 06 જૂનથી 27 જૂન 2025 સુધી દરેક શુક્રવારે પટનાથી 04.30 કલાકે ઉપડશે તથા બીજા દિવસ (શનિવાર) ના રોજ 14.30 કલાકે સાબરમતી પહોંચશે. 

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, પિંડવાડા, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટૂંડલા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 18 કોચ સ્લીપર ક્લાસ તથા 02 કોચ જનરલ ક્લાસના રહેશે. 

આ સમાચાર પણ વાંચો :  Railway News : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

ટ્રેન નંબર 09457 નું બુકિંગ 31 મે, 2025 થી યાત્રી રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Railway News Western Railway revises schedules of 8 trains to improve punctuality
અમદાવાદ

Railway News : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

by kalpana Verat May 31, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Railway News : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :

1) ટ્રેન નં. 12267 મુંબઈ-હાપા દુરન્તો એક્સપ્રેસના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.50/04.55 કલાકને બદલે 04.45/04.50 કલાક રહેશે. 

2) ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 05.00/05.05 કલાકને બદલે 04.55/05.00 કલાકે, વિરમગામ સ્ટેશન પર 06.23/06.25 કલાકને બદલે 06.15/06.17 કલાકે રહેશે. 

3) ટ્રેન નં. 19270 મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 01.06.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.40/03.42 કલાકને બદલે 03.15/03.17 કલાકે, ચાંદલોડિયા B સ્ટેશન પર 04.40/04.45 કલાકને બદલે 04.30/04.35 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.44/05.46 કલાકને બદલે 05.32/05.34 કલાકે રહેશે.  

4) ટ્રેન નં. 20914 દિલ્લી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.57/03.59 કલાકને બદલે 03.15/03.17 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 04.30/04.32 કલાકે રહેશે.  

આ સમાચાર પણ વાંચો : Western Railway Block : લોકલ યાત્રીઓ માટે મહત્વના સમાચાર, પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં 36 કલાકનો બ્લૉક,160 થી વધુ લોકલ રહેશે રદ્દ..

5) ટ્રેન નં. 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 01.06.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, સિદ્ધપુર સ્ટેશન પર 03.15/03.17 કલાકને બદલે 02.46/02.48 કલાકે, ઉંઝા સ્ટેશન પર 03.32/03.34 કલાકને બદલે 03.04/03.06 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.57/03.59 કલાકને બદલે 03.24/03.26 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 04.30/04.32 કલાકે રહેશે.  

6) ટ્રેન નં. 22932 જેસલમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 04.20/04.22 કલાકને બદલે 04.55/04.57 કલાકે, ઉંઝા સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 05.32/05.34 કલાકે, મહેસાણા સ્ટેશન પર 05.28/05.30 કલાકને બદલે 05.52/05.54 કલાકે અને કલોલ સ્ટેશન પર 06.03/06.05 કલાકને બદલે 06.26/06.28 કલાકે, સાબરમતી સ્ટેશન પર 06.34/06.36 કલાકને બદલે 06.47/06.49 કલાકે રહેશે. 

7) ટ્રેન નં. 20984 દિલ્લી સરાઈ રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 04.45/04.47 કલાકને બદલે 04.05/04.10 કલાકે, ભીલડી સ્ટેશન પર 05.25/05.27 કલાકને બદલે 04.50/04.52 કલાકે, ભાભર સ્ટેશન પર 05.59/06.01 કલાકને બદલે 05.24/05.26 કલાકે, ભચાઉ સ્ટેશન પર 08.32/08.34 કલાકને બદલે 07.59/08.01 કલાકે, ગાંધીધામ સ્ટેશન પર 09.30/09.45 કલાકને બદલે 09.05/09.20 કલાકે, અંજાર સ્ટેશન પર 10.10/10.12 કલાકને બદલે 09.45/09.47 કલાકે રહેશે તથા ભુજ સ્ટેશન પર આગમન 11.30 કલાકને બદલે 11.05 કલાકે રહેશે. 

8) ટ્રેન નં. 19027 બાન્દ્રા ટર્મિનસ-જમ્મૂ તવી એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય મહેસાણા સ્ટેશન પર 20.40/20.42 કલાકને બદલે 20.16/20.18 કલાકે તથા પાલનપુર સ્ટેશન પર 22.18/22.20 કલાકને બદલે 22.05/22.10 કલાકે રહેશે. 

ટ્રેનોના રોકાણ, આગમન/પ્રસ્થાન સમય સહિત અન્ય અદ્યતન માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક