• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ahmedabad-municipal-corporation
Tag:

ahmedabad-municipal-corporation

Ahmedabad Municipal Corporation Travel of rail passengers will be easier, railway administration has started bus service between Sabarmati and Ahmedabad.
અમદાવાદ

Ahmedabad Municipal Corporation: રેલ યાત્રીઓની મુસાફરી થશે સરળ, રેલવે પ્રશાસન દ્વારા સાબરમતી અને અમદાવાદ વચ્ચે શરૂ કરાઈ બસ સેવા..

by khushali ladva February 6, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • વટવા સ્ટેશન પર ટર્મિનેટ થનારી તમામ ટ્રેનોના સમયે પણ બસ સેવા ઉપલબ્ધ

Ahmedabad Municipal Corporation: રેલવે પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સહયોગથી સાબરમતી અને અમદાવાદ વચ્ચે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શરૂઆત હેઠળ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. રેલવે પ્રશાસને મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સહયોગથી આ વ્યવસ્થા કરી છે, જે જોધપુર-સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 20485) અને અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ (ટ્રેન નંબર 12655) ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવા હશે.

Ahmedabad Municipal Corporation Travel of rail passengers will be easier, railway administration has started bus service between Sabarmati and Ahmedabad.

આ સમાચાર પણ વાંચો: Western Railway: મુસાફરોને થશે મુશ્કેલી, ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત

Ahmedabad Municipal Corporation: તે અનુસાર ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ જે સાબરમતી સ્ટેશન પર 20:00 કલાકે પહોંચે છે તથા ટ્રેન નંબર 12655 અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ જે અમદાવાદ સ્ટેશનથી 21:25 કલાકે ઉપડે છે. જે યાત્રી જોધપુર-સાબરમતી એક્સપ્રેસથી આવીને નવજીવન એક્સપ્રેસથી ચેન્નાઈ જાય છે તે યાત્રીઓ નવજીવન એક્સપ્રેસ ઉપડવાના સમયથી પહેલાં સરળતાથી પહોંચી શકે એટલા માટે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બંને ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસો શરૂ કરવામાં આવી છે જેનાથી યાત્રીઓને સરળ અને સસ્તી યાત્રા મળી શકશે. આ પગલું યાત્રીઓને ઑટો રિક્શા ચાલકો દ્વારા લેવામાં આવતા મનમરજીના ભાડાથી રાહત આપશે.
આની સાથે જ, વટવા સ્ટેશન પર ટર્મિનેટ થનારી તમામ ટ્રેનોના સમયે પણ વિવિધ મુકામ માટે બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાથી યાત્રીઓને વટવા સ્ટેશનથી પોતાના મુકામ સુધી જવામાં સુવિધા મળશે.

Ahmedabad Municipal Corporation Travel of rail passengers will be easier, railway administration has started bus service between Sabarmati and Ahmedabad.

 

 

 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

February 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process
અમદાવાદ

Ahmedabad Shopping Festival: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રજિસ્ટ્રેશન કરીને જીતી શકો છો સરપ્રાઇઝ ગિફ્ટ, તો આજે જ કરો રજિસ્ટ્રેશન! જાણો શું છે પ્રક્રિયા?

by Hiral Meria October 19, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ahmedabad Shopping Festival:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું 12 ઓકટોબર- 2024 થી 14 જાન્યુઆરી-2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેનો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય પ્રારંભ કરાવ્યો છે.  

અમદાવાદ ( Ahmedabad  ) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં આવનારા તમામ મુલાકાતીઓએ માટે સરળ ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મુલાકાતીઓએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઇટ https://www.ahmedabadshoppingfestival2024.com/ ની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટ પર તેઓએ પોતાનું વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવું પડશે. આ રજિસ્ટ્રેશન દરમિયાન નામ, ઈ-મેઇલ આઇડી અને ફોન નંબર નાખ્યા બાદ એક ઓટીપી રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર પર આવશે. ત્યારબાદ એક સર્ટિફિકેટ જનરેટ થશે, જેનાથી તમારી રિજસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે.    

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

આ રજિસ્ટ્રેશનની ( Online registration ) સાથો-સાથ મુલાકાતીઓને અનેક ઇનામો જીતવાની પણ તક મળી રહી છે. આ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સાથે મુલાકાતીઓને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં નક્કી કરાયેલા તમામ શોપિંગ ઝોન સુધી પહોંચવા માટે નિ:શુલ્ક બસ રાઇડની સુવિધા, એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ, ફેસ્ટિવલ એક્સેસ જેમ કે મ્યુઝિક અને કલ્ચરલ કાર્યક્રમમાં નિશુલ્ક પ્રવેશ તેમજ સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળશે.  

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ( Ahmedabad Shopping Festival ) મુલાકાતીઓને માટે લકી ડ્રો પણ રાખવામાં આવ્યો છે. આ લકી ડ્રોમાં ભાગ લેવા માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઇટ પર ખરીદી કરનાર તમામ મુલાકાતીઓએ લોગઇન કરવું પડશે. ત્યારબાદ શોપિંગ બિલનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જેમાં દુકાનનું નામ, ખરીદીની કિંમત અને વસ્તુનું નામ અવશ્ય લખવાનું રહેશે. 

આ સમાચાર પણ વાંચો : Gir Eco Sensitive Zone: ગુજરાત સરકારે દૂર કર્યું ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે જગતના તાતનું કન્ફ્યુઝન! વન વિભાગએ ખેડૂતોને આપી આ સલાહ

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત સિંધુ ભવન રોડ ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ સાંજે ૬ થી ૧૦ કલાકે ગાયક કલાકાર પ્રહેર વોરાનું લાઇવ પર્ફોર્મન્સ માણવા મળશે. આ વીકએન્ડમાં 19-20 ઓક્ટોબરના રોજ કાંકરિયા ખાતે લેસર શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા જ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2019માં અમદાવાદ ( Ahmedabad Municipal Corporation ) ખાતે કરાવ્યો હતો. હવે એ જ તર્જ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) માર્ગદર્શનમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2014-25નું આયોજન કરવામાં આવ્યું છે. 

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

આ ફેસ્ટિવલમાં 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લૉ ગાર્ડન, ગૂર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ (દા.ત. અમદાવાદ વન મોલ પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા સીજી સ્ક્વેર, પેવેલિયન મોલ) સહિત 14 નિયત હોટસ્પોટ્સ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
In Ahmedabad, Union Home Minister Amit Shah inaugurated various development works of Ahmedabad Municipal Corporation worth Rs.
અમદાવાદMain PostTop Postદેશ

Amit Shah Ahmedabad : કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદમાં, અમિત શાહે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનાં આટલા કરોડનાં વિવિધ વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત

by Hiral Meria August 18, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Amit Shah Ahmedabad : રક્ષાબંધનના પાવન તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ( Amit Shah ) અમદાવાદને અંદાજિત ₹1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.   

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનાં ( Ahmedabad Municipal Corporation ) અંદાજિત ₹1003 કરોડનાં વિવિધ 45 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના ( Ahmedabad ) મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

ગાંધીનગર અને અમદાવાદ લોકસભા વિસ્તારમાં અંદાજિત ₹ 1003 કરોડના વિવિધ પ્રજાકીય વિકાસ કાર્યોના ( Development Works ) લોકાર્પણ અને ખાતમુહૂર્ત બદલ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકારનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં  ₹730 કરોડના 21 પ્રકલ્પોના લોકાર્પણ અને 4 વિકાસકામોના ખાતમુહૂર્ત સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારોમાં 18 પ્રકલ્પોના લોકાર્પણ અને 2 વિકાસકામોના ખાતમુહૂર્ત આજે સંપન્ન થયા છે. જેમાં સ્વચ્છતા, આરોગ્ય, રમતગમત, પર્યાવરણ જાળવણી સહિતનાં ક્ષેત્રોના અનેક વિકાસકામો સમાવિષ્ટ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકાર ( Gujarat Government ) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર વર્ષે ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે ₹5000 કરોડનાં વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે. જેના પરિણામે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મત વિસ્તાર વિકાસના નવા આયામો રોજેરોજ સર કરી રહ્યા છે.

વધુમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જલવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાઓના સમાધાન સ્વરૂપે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ  માકે નામ’ અભિયાન શરૂ કરાવ્યું છે. માતૃઋણ અદા કરવા માટે વૃક્ષારોપણથી સારો કોઈ વિકલ્પ કે માર્ગ ન હોઈ શકે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિશન 3 મિલિયન ટ્રી અંતર્ગત માત્ર 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એ જ રીતે દેશના વિવિધ શહેરોએ આ અભિયાનને જવાબદારી સ્વરૂપે લઈને તેને એક વિશાળ જન અભિયાનમાં પરિવર્તિત કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદના નગરજનોને વૃક્ષારોપણમાં સક્રિયપણે સહભાગી બનવાની અપીલ કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 દિવસમાં 30 લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવવાનો સંકલ્પ કર્યો છે. કોર્પોરેશને શહેરમાં ઠેર ઠેર ઓક્સિજન પાર્ક બનાવ્યા છે. આ અભિયાનમાં શહેરના દરેક નાગરિકે પોતાનું સક્રિય યોગદાન આપવું જોઈએ. 

  આ સમાચાર પણ વાંચો :  RINL Garbham Manganese Mine: આરઆઈએનએલના CMD અતુલ ભટ્ટે RINLની આ ખાણની લીઝ લંબાવવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો માન્યો આભાર.

દરેક શહેરીજન પોતાની નૈતિક ફરજ સમજીને જો ઘરમાં સભ્યો હોય એટલા વૃક્ષો પણ વાવે તો માત્ર બે જ વર્ષમાં શહેરને હરિયાળું બનાવી શકાય છે. આપણી સોસાયટીમાં , પડતર જમીનમાં, બાળકોની સ્કૂલોમાં વધુને વધુ વૃક્ષો વાવીને પોતાના બાળકની જેમ તેનો ઉછેર કરવાનો આપણે બધા આજે દૃઢ સંકલ્પ કરીએ. આપણે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાઓ સામે સમયસર જાગવું પડશે, એમ તેમણે ઉમર્યું હતું. 

રાજ્ય અને શહેરનાં વિકાસકાર્યો વિશે વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  કુશળ નેતૃત્વ અને સુશાસનને પરિણામે સતત ત્રીજીવાર ગુજરાત અને સમગ્ર દેશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જનાદેશ આપ્યો છે. આવનારા સમયમાં વિકસિત અમદાવાદથી વિકસિત ગુજરાત બનાવવાના ઉદ્દેશ સાથે શહેરમાં વિકાસ કરવામાં આવશે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોની સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ માટે સતત કામગીરી કરી રહી છે. આજે શરૂ કરવામાં આવેલા જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, ઓક્સિજન પાર્ક સહિતનાં વિકાસકાર્યો શહેરીજનોની સુખાકારી વધારશે, એમ તેમણે ઉમેર્યું હતું.

Amit Shah Ahmedabad : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) 

વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય એટલે કે ગુડ ગવર્નન્સની પ્રેરક છે. એટલે જ દેશની પ્રજાએ સતત ત્રીજી વાર વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે. 

અમદાવાદમાં વહી જનસુવિધાના કાર્યોની અવિરત ધારા..

માનનીય શ્રી અમિતભાઈએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 1003 કરોડના 45 જેટલા વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું.

ઓક્સિજન પાર્ક, સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમ, અર્બન હેલ્થ સેન્ટર, સ્માર્ટ શાળાઓ, આંગળવાડીઓ, સ્વચ્છતા અને… pic.twitter.com/djAAvFxuAk

— Bhupendra Patel (@Bhupendrapbjp) August 18, 2024

આજનો આ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ/ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સુરાજ્યની તેમની નીતિરીતિને ધરાતલ પર સાકાર કરતો કાર્યક્રમ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 વિવિધ વિકાસ પ્રકલ્પો વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે એક જ દિવસમાં ગાંધીનગર સંસદીય મતવિસ્તાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 1,003 કરોડનાં વિવિધ 45 વિકાસ કાર્યોની ભેટ શ્રી અમિતભાઈ શાહ પ્રજાજનોને આપી રહ્યા છે.  

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તેમના ઉદબોધનમાં દેશના મધ્યમવર્ગીય પરિવારોને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની વાત કરી હતી. એ જ દિશામાં આજે શહેરીજનોની ક્વોલિટી ઓફ લાઈફ અને ઇઝ ઓફ લિવિંગ વધારતા વિવિધ વિકાસ પ્રકલ્પો ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી સ્માર્ટ સિટી અને મેગા સિટી અમદાવાદ વધુને વધુ સુવિધાયુક્ત અને જનપ્રિય બનશે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રક્ષાબંધન પૂર્વે શહેરની માતાઓ બહેનો અને તેમના પરિવારોને વિવિધ વિકાસકામોની ભેટ શ્રી અમિતભાઈ શાહ આપી રહ્યા છે.  વેજીટેબલ માર્કેટ, સ્વિમિંગ પૂલ, પિંક ટોઈલેટ, ઓક્સિજન પાર્ક, ફ્લાય ઓવર બ્રિજ સહિતના વિકાસ પ્રકલ્પો શહેરીજનોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર અને અમદાવાદ લોકસભા વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,  ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અ.મ્યુ.કો દ્વારા 676 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 10 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજે સંપન્ન થયું છે. એ જ રીતે, અમદાવાદ શહેરમાં 267 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને 49 કરોડનાં વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં સુશાસન અને ગુડ ગવર્નન્સનું આગવું મોડલ વિકસાવ્યું છે.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી અમદાવાદને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹80 કરોડ તથા રોડ રસ્તાનાં કામો માટે ₹277.60 કરોડ ફાળવવામાં આવ્યા છે. શ્રી અમિતભાઈ શાહ આદર્શ સાંસદ તરીકે અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના વિકાસ માટે સતત પરિશ્રમ કર્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

‘એક પેડ માં કે નામ’ અભિયાન વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથની નેમને સાકાર કરવાની દિશામાં આ અનેરું અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાનમાં લીડ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત માત્ર 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. શહેરના 48 વોર્ડ અને સાત ઝોનમાં કોર્પોરેશન દ્વારા સતત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. એ દિશામાં આજે શ્રી અમિતભાઈ શહે પણ વૃક્ષારોપણ કરીને પોતાનું યોગદાન આપ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ આઝાદીના અમૃત કાળને દેશના વિકાસનો કર્તવ્ય કાળ ગણાવીને 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર દિન પ્રતિદિન વિકાસના નવા આયામો સર કરીને પોતાનું યોગદાન આપી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

  આ સમાચાર પણ વાંચો : Kutch Express: ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૪માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળ્યા આ ત્રણ એવોર્ડ, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન..

આ પ્રસંગે સ્વાગત ઉદબોધન કરતા મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈને જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધી વિકસિત અમદાવાદથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિબદ્ધ છે. 

વધુમાં વાત કરતાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં શહેરીજનોની સુખાકારી વધારતા વિવિધ 45 વિકાસ પ્રકલ્પો આજે પ્રજાને સમર્પિત કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના સિંધુભવન રોડ પાસે નવનિર્મિત ઑક્સિજન પાર્ક અને તળાવ તેમજ મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમનું પણ લોકાર્પણ કરાવ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં પિંક ટોઇલેટ, ઓવરબ્રિજ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન સહિત રોડ પ્રોજેક્ટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, સ્કૂલબોર્ડને લગતા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.

 અ.મ્યુ.કો.ના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે અમદાવાદના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા અને શ્રી નરહરિભાઈ અમીન, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસન, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, કાઉન્સિલરશ્રીઓ, AMCના કર્મચારીઓ, અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  આ સમાચાર પણ વાંચો :  Paetongtarn Shinawatra: પેટોંગટાર્ન શિનવાત્રાએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે લીધા શપથ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhupendra Patel gave approval to Ahmedabad Municipality for allocation of 144 crore rupees for 7497 works of rain water harvesting in 3 zones.
અમદાવાદ

CM Bhupendra Patel : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ત્રણ ઝોનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપી

by Hiral Meria August 3, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai  

CM Bhupendra Patel : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગર પાલિકાને ( Ahmedabad Municipal Corporation ) ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ – રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો હાથ ધરવા  માટે 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ( SJMMSVY ) અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન  અમદાવાદ મહાનગરપાલિકા કરશે.

આ યોજનામાં 70:20:10 મુજબ પીપીપી ધોરણે ખાનગી સોસાયટીઓમાં સુવિધાવૃદ્ધિના લોકહિત કામો હાથ ધરવામાં આવે છે.

અમદાવાદ ( Ahmedabad  ) મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટીઓ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો ( Rainwater harvesting ) માટે અરજીઓ મળેલી છે.

રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહના કામોને વેગ આપવા ભૂગર્ભ જળ સંચય નીતિ અંતર્ગત પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવા માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન પૂરું પાડે છે.

આ સમાચાર પણ વાંચો : Legal Metrology Rules: ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011ના નિયમ 3માં સૂચિત સુધારા પર ટિપ્પણીઓ રજૂ કરવા માટે સમયમર્યાદા લંબાવી

અમદાવાદ મહાનગરપાલિકાએ વરસાદી પાણીના સંગ્રહના અભિયાનરૂપે રહેણાક સોસાયટીઓ, બહુમાળી મકાનો, એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવાના અભિગમ સાથે પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ નિર્માણનું આયોજન કર્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આ હેતુસર રાજ્યના શહેરી વિકાસ વિભાગ મારફતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી કુલ 206.16 કરોડ રૂપિયાની દરખાસ્તમાં રાજ્ય સરકારની 70 ટકા સહાય અનુસાર રૂપિયા 144.32 કરોડની ફાળવણી કરવા મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
12.20 crore trees will be planted across Gujarat by September-2024 as part of the 'Ek Ped Maa Ke Naam' campaign inspired by Prime Minister Narendra Modi.
રાજ્યઅમદાવાદ

Ek Ped Maa Ke Naam: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે

by Hiral Meria July 24, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Ek Ped Maa Ke Naam: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે તારણોપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે. 

તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ, પાંચમી જૂને વડાપ્રધાનશ્રીએ ( Narendra Modi ) આ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાની ( Tree planting ) પ્રેરણા આપી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (  Bhupendra Patel ) વડાપ્રધાનશ્રીના આ પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ગુજરાતમાં ( Gujarat ) ‘એક પેડ માં કે નામ’ અભિયાનને જન આંદોલન સ્વરૂપે વિસ્તારવાનો નિર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વન વિભાગ દ્વારા આ રાજ્યવ્યાપી અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના આયોજનને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આખરી ઓપ આપ્યો હતો.

અમદાવાદ મહાનગરપાલિકા ( Ahmedabad Municipal Corporation ) દ્વારા પણ આ અભિયાન અન્વયે ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અંતર્ગત ૧૦૦ દિવસમાં ૩૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંદર્ભમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત આગામી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વાવવાનો અને માર્ચ-૨૦૨૫ સુધીમાં કુલ મળીને ૧૭ કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બેઠકમાં વન વિભાગ તરફથી થયેલા વૃક્ષ વાવેતરની વિગતો આપતાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના ‘મેરી લાઇફ’ પોર્ટલ પર દેશભરનાં રાજ્યોમાં વૃક્ષ વાવેતરની જે વિગતો નોંધાયેલી છે તે મુજબ અત્યાર સુધીમાં ગુજરાતે ૪ કરોડ ૩ લાખ ૩૩ હજાર વૃક્ષો ૩૩ જિલ્લાઓમાં વાવીને સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. 

રાજ્યમાં યોજાનારા ૭૫મા વન મહોત્સવ દરમિયાન પણ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને તાલુકા, ગ્રામ્ય સ્તરના વન મહોત્સવો સુધી વિસ્તારવામાં આવશે અને સમગ્રતયા ૧૦.૫૦ કરોડ રોપાઓનું વિતરણ કરાશે એમ પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અનુકૂલન જીવનશૈલી ‘મિશન લાઈફ’ માટેની પણ પ્રેરણા આપી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ આ પર્યાવરણપ્રિય વિચારોને આગળ ધપાવતાં અમદાવાદ મહાપાલિકાએ ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ‘મિશન થ્રી મિલિયન ટ્ર્રીઝ’નું બહુઆયામી આયોજન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો  :  Union Budget 2024-2025: સામાન્ય બજેટમાં રેલવે માટે નાણાકીય વર્ષ 2024-25 માટે કેપેક્સ તરીકે રૂ. 2,62,200 કરોડની વિક્રમી ફાળવણી

૧૦૦ દિવસમાં ૩૦ લાખ વૃક્ષ વાવેતરનો આ નવતર અભિગમ અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે. મહાનગરના ૪૮ વોર્ડ્સ, સાત ઝોન મળીને અંદાજે ૧૫ થી ૨૦ લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં આ વૃક્ષો વાવવાનું આયોજન છે. આ વૃક્ષોનું વાવેતર થતાં અમદાવાદ નગરના હાલના ગ્રીન કવરમાં ૬ થી ૮ ટકાનો વધારો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં બાગ-બગીચા, તળાવો, મહાનગરપાલિકાની માલિકીના પાર્ટીપ્લોટ, બિલ્ડિંગ, શાળા સંકુલો, રોડ સાઈડ પ્લાન્‍ટેશન તેમજ મિયાંવાકી પદ્ધતિથી વૃક્ષ વાવેતર વગેરેમાં મોટાપાયે જન ભાગીદારી જોડવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં જેમ ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પણ વધુ ને વધુ વૃક્ષો વાવીને અગ્રેસર રહે તેવા સુદ્રઢ આયોજન માટે વન વિભાગ સહિતના સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીશ્રીએ દિશાનિર્દેશો આપ્યા હતા.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, અગ્ર સચિવશ્રીઓ સર્વશ્રી મોના ખંધાર, અશ્વિની કુમાર, સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત વન વિભાગના તથા અમદાવાદ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો  :  Today’s Horoscope : આજે ૨૪ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

July 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The staff of L G Hospital provided an excellent example of human service
અમદાવાદ

L G Hospital: એલ.જી હોસ્પિટલના સ્ટાફે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

by Hiral Meria June 10, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

 L G Hospital: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation ) સંચાલિત શેઠ એલ.જી. જનરલ હોસ્પિટલ ખાતે ૬ મે, ૨૦૨૪ના રોજ આશરે ૪ વર્ષની એક અજાણી બાળકીને દાઝી ગયેલ (સુપર ફેસિયલ ટુ ડીપ બર્ન્સ) હાલતમાં  બર્ન્સ વોર્ડ ખાતે અજાણી વ્યક્તિ દ્વારા ૧૦૮ મારફતે લાવવામાં આવી હતી. 

હોસ્પિટલના (  L G Hospital ) નિયમ અનુસાર કારંજ પોલીસ સ્ટેશન ખાતે આ બાળકી ( Girl ) અંગેની જાણ કરવામાં આવી હતી.  પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે આ અજાણી બાળકીને ભદ્રકાળી માતાજીના મંદિરના સામે આવેલ બગીચામાં મૂકીને એક સ્ત્રી જતી રહી હતી ત્યારબાદ આ બાળકી અન્ય બાળકો સાથે રમતી હતી તે દરમ્યાન ત્યાં કોઈએ ચુલા પર ભાત રાંધવા મૂકેલ હોઈ બાળકીનો પગ લપસતાં તપેલાને ઠોકર વાગતા નીચે પડી ગયેલ અને તપેલામાં રહેલ ગરમ પાણી આ બાળકીના ચહેરાના ભાગે તેમજ ડાબા તેમજ જમણા ખભા ઉપર પડ્યું હતું, જેથી તે ખૂબ જ દાઝી ગયેલ. અસહ્ય પીડાને લીધે રડતી બાળકીને જોઈને આજુબાજુમાં રહેતા અજાણ્યા વ્યક્તિને દયા આવી અને તેણે માનવતા દાખવીને બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી.

The staff of L G Hospital provided an excellent example of human service

The staff of L G Hospital provided an excellent example of human service

હોસ્પિટલના ડેપ્યૂટી ડાયરેક્ટરશ્રીના કહેવા મુજબ બાળકી ખૂબ જ નાની હોવાથી અને તેના માતા-પિતાની પણ કોઈ જાણ ન હોવાથી અત્રેની હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પોતાની દીકરીની જેમ જ જવાબદારી સમજીને અને તેનો તમામ ખર્ચ ઉઠાવીને તેની તમામ સારસંભાળ રાખવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીને કપડા, જમવાની વ્યવસ્થા, નાસ્તો,રમકડા તથા તેને દિવસ દરમ્યાનની તમામ પ્રવૃત્તિમાં ખૂબ જ કાળજી રાખીને તેને સ્વસ્થ થવામાં મદદરૂપ થયા હતા.

The staff of L G Hospital provided an excellent example of human service

The staff of L G Hospital provided an excellent example of human service

આ સમાચાર  પણ વાંચો :  Mumbai Monsoon : સમય કરતા પહેલા આવી ગયું ચોમાસુ, મુંબઈમાં પડ્યો ધોધમાર વરસાદ; જાણો ક્યાં કેટલો ખાબક્યો..

આમ, આ દીકરીને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને તેને સાજા થવા સુધીમાં કારંજ પોલીસ સ્ટેશનનો ( Karanj Police Station ) પણ ખૂબ જ સારો સહયોગ મળવાથી  સ્ટાફ તેમજ બર્ન્સ વોર્ડના ડોક્ટરો તથા અન્ય સ્ટાફના અથાગ પ્રયત્નના કારણે બાળકી સ્વસ્થ થઇ છે. અને તેને નવજીવન પ્રાપ્ત થયું છે.

The staff of L G Hospital provided an excellent example of human service

The staff of L G Hospital provided an excellent example of human service

 હવે થોડાક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે અને વિધિવત્ રીતે કારંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ કરીને તેઓને બાળકી સોપવામાં આવશે.

પોલીસ મારફતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ( Child Welfare Committee ) સહયોગથી બાળકીને સારું જીવન મળે તે માટે તેને નારીગૃહ ખાતે મોકલી આપવામાં આવશે. આમ, એલ.જી હોસ્પિટલ ખાતેના તમામ સ્ટાફ દ્વારા અજાણી બાળકીને એક મહિના સુધી માતા-પિતાની જેમ સારસંભાળ રાખીને સારવારની સાથે માનવસેવાનું ( Human service ) ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

AMC નિર્ણય-અમદાવાદની મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે

by Dr. Mayur Parikh September 16, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક (Standing Committee Meeting) યોજાઈ હતી આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં અમદાવાદની એલ.જી. મેટ કોલેજનું (LG Met College) નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોલેજ હવે નરેન્દ્ર મોદીના(Narendra Modi) નામે ઓળખશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ અંગે કોર્પોરેશન દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરમાં મણિનગર (Maninagar) વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આવેલ મેટ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે કરવામાં આવ્યું છે. આ નામ એવા સમયે ફેરવવામાં આવ્યું છે કે જયારે આગામી બે દિવસ બાદ 17મી તારીખે ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે.આ આગાઉ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમને(Sardar Patel Stadium) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું અને આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત થયું હતું જેનું ઉદ્ઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ(Former President Ram Nath Kovind) દ્વારા 2021માં કરવામાં આવ્યું હતું. હવે વધુ એક કોલેજને નરેન્દ્ર મોદી નામ આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ-ઘરમાં બુરી આત્મા હોવાનો ડર બતાવી થાણેમાં બે મહિલાએ વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડી

September 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક