• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Ahmedabad Municipality
Tag:

Ahmedabad Municipality

National Pollution Control Day, this municipality came first in Gujarat by disposing of 125 lakh metric tons of waste.
અમદાવાદરાજ્ય

National Pollution Control Day: આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ગુજરાતમાં ૧૨૫ લાખ મે.ટન વેસ્ટનો નિકાલ કરી આ મહાનગરપાલિકા આવી પ્રથમ ક્રમે..

by Hiral Meria December 2, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

National Pollution Control Day:  પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં, વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરી રહ્યું. બલ્કે, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટી સંખ્યામાં નાગરિકોના આરોગ્ય પર અસર કરી રહ્યું છે. નિષ્ણાતો વિશ્વભરમાં વધી રહેલા કેટલાક ગંભીર રોગો માટે પ્રદૂષણને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.  

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા તેમજ દેશને પ્રદૂષણમુક્ત કરવા પ્રદૂષણલક્ષી યોજના, સ્વચ્છ ભારત મિશન સાથે કચરાનું યોગ્ય નિકાલ માટે રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સ જેવી અનેક પહેલ અને અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અને કલાયમેન્ટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરાના માર્ગદર્શનમાં અને GPCB બોર્ડ ( GPCB Board ) દ્વારા ઔધોગિક જોખમી કચરાનું યોગ્ય નિકાલ બાબતે થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે ગુજરાત ( Gujarat ) સમગ્ર દેશમાં ‘ટોપ પર્ફોમર’ રાજ્ય બની રહ્યું છે.

રાજ્યમાં એક દિવસમાં સરેરાશ ૨૮ મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરો એકત્રિત કરવામાં આવે છે જે પૈકી સરેરાશ ૨૫ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ કચરાને રિસાયક્લિંગ કરી તેનો ખાતર બનાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે અંદાજિત ૩૦,૦૭૩ મેટ્રિક ટન કચરાને એકત્રિત કરી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ધન કચરાને ખાતર બનાવવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૧૦,૩૨૦ મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરાને એકત્રિત કરી ૯,૦૩૧ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયું. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૯,૪૩૬ મેટ્રિક ટન કચરા પૈકી ૯,૮૩૨ મેટ્રિક ટન કચરાનો નિકાલ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦,૩૧૭ મેટ્રિક ટન ધન કચરો એકત્રિત કરી ૮,૮૭૨ મેટ્રિક ટન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

National Pollution Control Day:   જોખમી કચરાનો નિકાલ

GPCB કો-પ્રોસેસીંગનો ( co-processing ) કોન્સેપ્ટ અપનાવવમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે. “કચરામાંથી કંચન”ના અભિગમ હેઠળ ઔદ્યોગિક ઘન કચરો સિમેન્ટ ઉદ્યોગની અંદર બળતણ અથવા કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. જે અંતર્ગત વર્ષ ૨૦૦૯ થી માર્ચ-૨૦૨૪ સુધીમાં ૪૫.૬૩ મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો કો-પ્રોસેસીંગ થકી સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૦૬ મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૦૯ થી માર્ચ-૨૦૨૪ સુધીમાં રાજ્યમાં સિમેન્ટ કિલ્નમાં આશરે ૯૪ લાખથી વધુ મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરાનો પણ કો-પ્રોસેસીંગ થકી નિકાલ કરાયો છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra CM News : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેનો પુત્ર શ્રીકાંત શિંદે ડેપ્યુટી સીએમ બનશે? પોતે જ ટ્વિટ કરીને આપ્યું મોટું અપડેટ

National Pollution Control Day:  લીગસી વેસ્ટ

જે ઘરગથ્થુ ઘન કચરાનો સમયસર અને યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો, તે ઘન કચરો લીગસી વેસ્ટમાં પરિવર્તે છે, જેના થકી પ્રદૂષણમાં વધારો થાય છે. આ પ્રદૂષણને અટકાવવા છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૨૫૪.૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનું યોગ્ય વર્ગીકરણ અને વ્યવસ્થાપન કરીને તેનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ ( Ahmedabad Municipality ) અંદાજીત ૧૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનો નિકાલ કર્યો છે. જેના પરિણામરૂપે અમદાવાદ શહેરનો લગભગ ૪૦ એકર જેટલો વિસ્તાર ખુલ્લો થયો છે.

National Pollution Control Day:  પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ માટેના કાયદાઓ :- 

ભારત સરકાર દ્વારા દરેક પ્રકારના પ્રદૂષણના નિયંત્રણ ( Pollution control ) અને નિવારણ માટે ઘણા નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ઉપરાંત, તેમાં પર્યાવરણીય સંરક્ષણ, જળ ઉપકર, જોખમી રાસાયણિક ઉત્પાદન, તેના સંગ્રહ અને આયાત અંગેના નિયમો, કચરાના વ્યવસ્થાપન અંગેના નિયમો, રાસાયણિક અકસ્માતો અંગેના આપત્તિ વ્યવસ્થાપન નિયમો, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, ઓઝોન ઘટાડાવા પદાર્થોને લગતા નિયમો અને અવાજ, જળ અને જમીન પ્રદૂષણ વગેરે અંગેના કાયદાનો સમાવેશ થાય છે. દેશમાં, કેન્દ્રીય અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેટલીક અન્ય સમિતિઓ પણ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને તેને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા સતત દેખરેખ રાખે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં દર વર્ષે તા. ૦૨ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય નાગરિકોને પ્રદૂષણને નિયંત્રિત કરવાની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉમદા હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ ૧૯૮૪માં ભોપાલમાં થયેલી ગેસ દુર્ધટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે યાદ કરવાનો પણ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Himanta Biswa Sarma: આસામના CM હિમંતા બિસ્વાએ PM મોદી સાથે કરી મુલાકાત, PMOએ શેર કરી આ પોસ્ટ..

December 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
In Ahmedabad, a survey of cleaning workers who pick up garbage from their heads was conducted, now this appeal has been made to the people
અમદાવાદ

Ahmedabad: અમદાવાદમાં હાથ ધરાયો માથેથી મેલુ ઉપાડતા સફાઇ કામદારોનો સર્વે, હવે લોકોને કરી આ અપીલ

by Hiral Meria August 14, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Ahmedabad: અમદાવાદ જિલ્લામાં ‘ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેંટ એઝ એન્ડ ઘેર રિહેબિલિટેશન એક્ટ-૨૦૧૩’નો અસરકારક રીતે અમલીકરણ થાય છે. તેના અનુસંધાને જિલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ થતુ હોય તો તેને રોકવા માટે સરકાર ( Gujarat Government ) શ્રી  દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આપને જાણ કરવામાં આવે છે કે, જે સફાઇ કામદારો હાથથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોની સર્વેની કામગીરી ચાલુ હોઇ,જે દિવસ-૦૭માં શહેરી વિસ્તારમાં રહેતા લોકોએ નગરપાલિકાની કચેરીમાં સેનેટરી ઇસ્પેક્ટર (એસ.આઇ.) અથવા નગરપાલિકા તરફથી નક્કી કરેલ કર્મચારીનો તાત્કાલિક સંપર્ક કરવો. અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.  

જો નક્કી કરેલ સમય મર્યાદામાં અરજદાર નગરપાલિકામાં/ગ્રામ પંચાયતમાં રજૂઆત કરશે નહી તો ત્યારબાદ પુનઃસર્વેની કામગીરી કરવામાં આવશે નહીં. જેની નોંધ લેવી. આ સર્વેનો હેતુ કોઇ પણ પ્રકારની લોન આપવા કે અન્ય સહાય આપવા માટેનો નથી, પરંતુ જે સફાઇ કામદારો ( cleaning workers ) હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોને આ કામગીરીમાંથી મુક્ત કરવાનો હોઇ, તેવા જ સફાઇ કામદારોએ નગરપાલિકા/ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે અને તેઓ કઇ જગ્યાએ હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડે છે તેના પુરાવા સાથે નગરપાલિકા ( Ahmedabad Municipality ) /ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. એવું જિલ્લા સર્વે સમિતિ તથા કલેકટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો:  Surat: સુરત રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ યોજના હવે અમલમાં, ઉમેદવારોને મળશે આ તમામ સુવિધાઓ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Which school is the best Government or private So many lakh students got admission in government schools from private in Gujarat..
રાજ્યઅમદાવાદ

Gujarat: કઈ શાળા બેસ્ટ? સરકારી કે ખાનગી? ગુજરાતમાં આટલા લાખ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ.. જાણો આંકડા.

by Hiral Meria August 12, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarat: ગુજરાત રાજ્યમાં બાલવાટિકાથી લઈને ધોરણ – ૧૨ સુધી કુલ ૨.૨૯ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ( Gujarat Students ) ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદ મહાનગરપાલિકામાં ( Ahmedabad Municipality ) સૌથી વધુ કુલ ૩૭ હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે,   તો  સરહદી જિલ્લા બનાસકાંઠામાં ૧૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં  પ્રવેશ્યા છે.  

ગુજરાતમાં સરકારી શાળાઓમાં ( Government Schools ) ગુણવત્તાયુકત શિક્ષણ અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓના પગલે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમતના મેદાન અને પોષણયુક્ત મધ્યાહન ભોજન તેમ જ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ જેવી સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. 

Gujarat:  ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે બજેટમાં વૃદ્ધિ પણ કરી છે.

“સૌ કોઈ ભણે” ના ધ્યેયમંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વમાં ગુજરાત સરકારે ( Gujarat Government ) શિક્ષણ ક્ષેત્રે બજેટમાં વૃદ્ધિ પણ કરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકારે કુલ રૂપિયા ૫૫,૧૧૪ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. 

  • ગુજરાતમાં ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ
  • અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ ૩૭,૭૮૬ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
  • સુરત મહાનગરપાલિકાના કુલ ૨૨,૮૯૨ વિદ્યાર્થીઓ,  વડોદરા મહાનગરપાલિકામાં કુલ ૧૦,૬૦૨ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો

આ સમાચાર પણ વાંચો: Acharya Devvrat: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમમાં કર્યો ખેડૂતો સાથે સંવાદ, કહ્યું ‘ ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા..’

  • રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૬,૨૦૪ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
  • બનાસકાંઠા જિલ્લામાં ૧૦,૨૨૮ વિદ્યાર્થીઓએ જ્યારે  મહેસાણામાં ૮,૨૬૭ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો
  • સરકારી શાળાઓમાં ગુણવત્તાયુકત શિક્ષણ અને અત્યાધુનિક માળખાગત સુવિધા 
  • કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન સહિતની સુવિધા
  • રાજ્ય સરકારે વર્ષ 2023-24માં શિક્ષણ ક્ષેત્રે કુલ રૂ.૫૫,૧૧૪ કરોડની જોગવાઈ કરી
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણક્ષેત્રે આવી રહ્યું છે પરિવર્તન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A special achievement of government schools, more than one lakh students got admission from private to government schools in the year 2024-25 in Gujarat.
અમદાવાદરાજકોટરાજ્યવડોદરાસુરત

Government Schools: સરકારી શાળાઓની વિશેષ સિદ્ધિ, ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫માં આટલા લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

by Hiral Meria August 12, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Government Schools:  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં ( Gujarat ) શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અનેકવિધ નવી પહેલ શરૂ કરી  છે. આ પહેલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને  શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના નેતૃત્વમાં વધુ વેગવંતુ બની છે જેના પરિણામે ગુજરાતના વાલીઓ પોતાના બાળકોનું ભાવી ઘડવા ગુજરાત સરકારની ( Gujarat Government )  શિક્ષણ પદ્ધતિ પર વધુને વધુ વિશ્વાસ મુકી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે  

 ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ – ૨૫માં બાલવાટિકાથી ધોરણ-૧૨ સુધી કુલ ૨,૨૯,૭૪૭ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ( Ahmedabad Municipality  ) સૌથી વધુ કુલ ૩૭,૭૮૬ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે;  જ્યારે સુરત મહાનગરપાલિકાના કુલ ૨૨,૮૯૨ વિદ્યાર્થીઓ,  વડોદરા મહાનગરપાલિકામાં કુલ ૧૦,૬૦૨ વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૬,૨૦૪ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી  સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ  ૧૦,૨૨૮ વિદ્યાર્થીઓ,  મહેસાણામાં ૮,૨૬૭ વિદ્યાર્થીઓ, ભાવનગરમાં કુલ ૮,૨૪૨ વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં ૭,૮૯૨ વિદ્યાર્થીઓ ( Students ) , આણંદમાં ૭,૨૬૯ વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામીણમાં કુલ ૬,૯૧૦ વિદ્યાર્થીઓ  રાજકોટમાં કુલ ૬,૮૮૧ વિદ્યાર્થીઓ, ગાંધીનગરમાં ૬,૮૧૧ વિદ્યાર્થીઓ, કચ્છમાં ૫,૯૫૨ વિદ્યાર્થીઓ,  ખેડામાં ૫,૯૧૦ વિદ્યાર્થીઓ, અને સુરતમાં ૫,૭૭૭ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આમ રાજ્યમાં તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓ અને ચાર

મહાનગરપાલિકામાંથી કુલ ૨,૨૯,૭૪૭ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની સાપેક્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાને પ્રાધાન્ય આપ્યું છે.     

આ સમાચાર પણ વાંચો:  Gujarat Government: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, તહેવારો દરમિયાન આ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરાશે.        

ગુજરાતની સરકારી શાળાઓ ગુણવત્તાયુકત શિક્ષણ તો  આપી જ  રહી છે સાથોસાથ પીવાના પાણી, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ, ઓરડા, અને સ્વચ્છતા જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આજે સરકારી શાળાઓમાં મળી રહી છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતમાં દર વર્ષે બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે ગત વર્ષ ૨૦૨૩-૨૪ બજેટની જોગવાઈ કરતાં રૂ.૧૧,૪૬૩ કરોડના વધારા સાથે કુલ રૂ.૫૫,૧૧૪ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં ખૂબ અસરકારક અને પરિણામલક્ષી  કામગીરી રાજ્યના શિક્ષણ વિભાગ ( Gujarat Education Department ) દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આજના સમયમાં ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે ગુજરાતમાં એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસ કાર્યરત છે અને પાંચ હજારથી વધુ સ્માર્ટ ક્લાસનું કાર્ય પ્રગતિ હેઠળ છે. રાજ્યના બાળકોને કોમ્પ્યુટરયુકત શિક્ષણ મળી શકે તે માટે  ૧૬ હજાર શાળાઓમાં ૨ લાખ ૪૦ હજાર જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. જ્યારે વધુ ચાર હજાર શાળાઓમાં ૭૦ હજાર જેટલા કોમ્પ્યુટર આપવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે.      

ગુજરાતનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે મંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ, કન્યાકેળવણી, અને ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાતના છેવાડાના ગામ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ  પહોચાડવા કટિબદ્ધ છે. 

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:  World Elephant Day : દેશમાં હાથીઓની સંખ્યામાં થયો વધારો, PM મોદીએ હાથીઓના રક્ષણ માટેના વ્યાપક સમુદાયના પ્રયાસોની કરી પ્રશંસા

August 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક