Tag: AhmedabadEvents

  • kankaria carnival:અમદાવાદ શહેરમાં ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

    kankaria carnival:અમદાવાદ શહેરમાં ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

     News Continuous Bureau | Mumbai
    kankaria carnival: અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવામાં આવનાર છે. હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ-૨૦૭ મળેલી સત્તા અન્વયે આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમજનતા વચ્ચે વાહનોની અવર-જવર સરળતાથી થાય અને સુચારુ ટ્રાફિક નિયમનની જાળવણીના હેતુસર નીચે જણાવેલ વિસ્તારને ‘નો પાર્કિંગ ઝોન’ તથા ‘નો સ્ટોપ’ તથા ‘નો યુ ટર્ન’ જાહેર કરવા હુકમ કરું છું.

    હુકમ

    (૧) કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઇ શકશે નહીં. વળી, તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહીં.

    (૨) સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને ‘નો યુ ટર્ન’ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો  :Hingoli Car Accident: હિંગોલીમાં બેકાબુ કારે બે બાઇકસવારોને મારી ટક્કર, CCTV ફૂટેજ સામે આવ્યા; જુઓ વિડીયો…

    (૩) તેમજ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર નાઓના આમુખમાં નિર્દિષ્ટ કરેલ જાહેરનામાઓથી શહેરમાં અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક ૮.૦૦થી રાત્રિના કલાક ૦૧.૦૦ સુધી અવર- જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

    •  દાણીલીમડા ચાર રસ્તા થઇ શાહ આલમ થઇ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
    • ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
    • મણિનગર રેલ્વે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઇ કાંકરિયા તરફ આવતો રોડ.
    • કાગડાપીઠ ટીથી વાણિજ્ય ભવન થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
    •  રાયપુર દરવાજાથી બીગબજારથી પારસી અગિયારી ચાર રસ્તા થઇ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
    • ગુરુજી બ્રિજથી આવકાર હોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ.

    અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલાં વાહનો, ફરજમાં રોકાયેલાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.

    આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૨૫/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવાનો રહેશે.

    આ સમાચાર પણ વાંચો  :Anil Kapoor: 24 ડિસેમ્બર 1956ના રોજ જન્મેલા અનિલ કપૂર એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે.

    આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

    આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • World Meditation Day: અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સામૂહિક ધ્યાન શિબિર યોજાઈ

    World Meditation Day: અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સામૂહિક ધ્યાન શિબિર યોજાઈ

    News Continuous Bureau | Mumbai

    • અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિકોએ ધ્યાન અને યોગાભ્યાસ કર્યો

    સ્વસ્થ જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે ધ્યાન અને યોગાભ્યાસને સ્થાન આપવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે.

    યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સામુહિક ધ્યાન શિબિર યોજાઈ હતી.

    આ સમાચાર પણ વાંચો  : Adani Foundation: સશક્ત ઉમરપાડા માટે અદાણી ફાઉન્ડેશનના સંકલિત પ્રયત્નો

    અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિકો ધ્યાન અને યોગાભ્યાસમાં જોડાયા હતા. વસ્ત્રાલ સાઉથ ઝોનના રહીશોએ ગુજરાત યોગ બોર્ડના યોગસાધકો પાસેથી વિવિધ યોગાસનો તથા ધ્યાન પદ્ધતિનું માર્ગદર્શન મેળવી ધ્યાન અને યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા સંકલ્પ કર્યો હતો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • World Meditation Day: અમદાવાદમાં ઉત્સાહભેર ઊજવાશે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ

    World Meditation Day: અમદાવાદમાં ઉત્સાહભેર ઊજવાશે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ

    News Continuous Bureau | Mumbai

    • અમદાવાદના વસ્ત્રાલ, નિકોલ અને સરદારનગર અને વેજલપુર ખાતે ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી થશે

    World Meditation Day: ભારત સરકારના સૂચનને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વની સાથે સાથે અમદાવાદમાં પણ વિશ્વ ધ્યાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અન્ય યોગ- ધ્યાન સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બરે રાજ્યભરનાં વિવિધ શહેરોમાં ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણીનું આયોજન કરાયું છે.

    આ સમાચાર પણ વાંચો  : Gujarat Global Expo: નર્મદ યુનિ.માં આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ની મુલાકાત લેતા સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી

    આ ઉજવણી અંતર્ગત અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હૉલ ખાતે સવારે ૮.૩૦ વાગ્યાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ ધ્યાન દિવસ’ શિબિરનું અયોજન કરવામાં આવ્યું છે.

    આ ઉપરાંત અમદાવાદમાં વસ્ત્રાલ, નિકોલ અને સરદારનગર તેમજ વેજલપુર ખાતે પણ ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

    અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા સામ્રાજ્ય પાર્ક, મેટ્રો પિલર નંબર ૧૩૬ની સામે યોગગુરુ શ્રી મૌલિક બારોટ તેમજ સમર્પણ ધ્યાન સંસ્થાના સહયોગથી ‘વિશ્વ ધ્યાન દિવસ’ ઊજવવામાં આવશે. જ્યારે નિકોલમાં મેજર ઋષિકેશ રામાણી ગાર્ડન, રાજહંસ સિનેમાની સામે, તેમજ સરદાનગરમાં સાધુ વાસવાની ઉદ્યાન, તાજ હોટલની પાછળ એરપોર્ટ રોડ – હાસોલ ખાતે તેમજ વેજલપુરમાં ચાણક્ય કોમ્યૂનિટી હોલ ખાતે ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.