• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
News Continuous Bureau | Mumbai
keep your memories alive
Home - aiims - Page 3
Tag:

aiims

દેશ

મોદી સરકારના આ મહત્વપૂર્ણ મંત્રી ની તબિયત ખરાબ થતા એઇમ્સ માં દાખલ. જાણો વિગત…

by Dr. Mayur Parikh June 1, 2021
written by Dr. Mayur Parikh

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડતા તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

પ્રાપ્ત જાણકારી અનુસાર તેમણે કોરોના વાયરસને કારણે થનારી મુશ્કેલીને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી નિશંક ગત 21 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા.

BMCએ પાર્કિંગ ઑથૉરિટી બનાવવાની મંજૂરી આપી; હવે લોકોને અનુકૂળ અને સલામત પાર્કિંગ મળશે, જાણો વિગત 

June 1, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

છોટા રાજન વિશે એઇમ્સ હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું. શું છોટા રાજન જીવે છે? કે પછી મરી ગયો?

by Dr. Mayur Parikh May 7, 2021
written by Dr. Mayur Parikh

કોરોનાથી સંક્રમિત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ના મોતના સમાચાર અફવા છે.  

છોટા રાજનનાં મોતના સમાચારોને ખોટા જાહેર કરતાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલે ન્યૂઝ એજન્સીને કહ્યું કે તે જીવીત છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

એપ્રિલના છેલ્લા સપ્તાહમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

18 વર્ષથી ઉપરના લોકો ની વેક્સિન કેમ બંધ કરી? આ રાજ્ય સરકારને કોર્ટે ઠપકો આપ્યો. શું મહારાષ્ટ્ર સરકાર પર તેની અસર પડશે?

May 7, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

કોરોના દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોવ તો સાવધાન! જાણો એઈમ્સના ડો. ગુલેરિયાએ શું કહ્યું?

by Dr. Mayur Parikh May 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

સોમવાર

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મોટી સંખ્યામાં લોકો સીટી સ્કેન કરી રહ્યા છે. હકીકતમાં, ઘણા લોકોમાં કોરોના લક્ષણો હોવા છતાં પણ નેગેટિવ રિપોર્ટ આવી રહ્યા છે, જેના પછી ડોકટરો તેમને સીટી સ્કેન કરાવવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ એઇમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા કહે છે કે જો કોરોનાના હળવા લક્ષણો હોય તો સીટી સ્કેન કરવાની જરૂર નથી. તેમનું કહેવું છે કે સીટી સ્કેન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તે મળ્યા પછી, કેન્સરની સંભાવના વધી શકે છે. 

એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા એ જણાવ્યુ કે, જે દર્દી વારંવાર સીટી સ્કેન કરાવી રહ્યાં છે, તેઓ જીવન સાથે એક મોટો ખતરો લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સીટી સ્કેનથી કેન્સર થવાનો ખતરો છે. રેડિએશનના એક ડેટાનું વિશ્લેષણ કરવા પર જાણવા મળે છે કે લોકો ત્રણ-ત્રણ દિવસમાં સીટી સ્કેન કરાવી રહ્યા છે. આ સિવાય ગુલેરિયાએ એક અન્ય ખાસ વાત જણાવી. તેમણે કહ્યું કે, જો તમે કોરોનાગ્રસ્ત છો અને તમારામાં હળવા લક્ષણ છે તો તમારે સીટી સ્કેન કરાવવાની જરૂર નથી. કારણ કે સીટી સ્કેન કરાવવામાં જે રિપોર્ટ સામે આવે છે તેમાં થોડી ફોલ્લીઓ આવી જાય છે, જેને જોઈને દર્દી પરેશાન થઈ જાય છે.

 કોરોનાનું સંક્રમણ વધતા આ રાજ્ય સરકારે 14 દિવસ કડક કર્ફ્યુની જાહેરાત કરી

આ સાથે ડો.ગુલેરિયાએ હોમ આઇસોલેશનમાં રહેતા લોકોને તેમના ડોક્ટરનો સંપર્ક ચાલુ રાખવાની સલાહ આપી.  સેચ્યુરેશન 93 અથવા તેનાથી ઓછી થઈ રહી છે,  બેહોશી જેવી પરિસ્થિતિઓ છે, જો તમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

May 3, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

 ભ્રષ્ટાચારી લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવ્યો. ઔપચારિક રીતે છુટકારો થયો.

by Dr. Mayur Parikh April 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

શુક્રવાર

પોતાની રમુજી અદાઓથી ભારતની જનતાને મૂર્ખ બનાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે.

થોડા દિવસ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા હવે તે આદેશનો અમલ થયો છે. સરકારી આદેશ પ્રમાણે એક લાખ રૂપિયાના જામીન મળ્યા બાદ લાલુ પ્રસાદ યાદવને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા.

એક્ઝિટ પોલ નો વરતારો : પશ્ચિમ બંગાળમાં 'કાંટે કી ટક્કર', અન્ય જગ્યાએ આ છે ભવિષ્યવાણી

જોકે થોડા સમય માટે તેઓ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થા એટલે કે એઇમ્સ માં પોતાનો ઈલાજ કરાવશે. ત્યારબાદ પોતાની રાજનૈતિક કર્મભૂમિ જ્યાં તેમણે પાખંડ અને ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યાં પરતશે.

April 30, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ડોન છોટા રાજન ને કોરોના થયો.એઇમ્સ માં દાખલ…

by Dr. Mayur Parikh April 27, 2021
written by Dr. Mayur Parikh

અંડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર નિકાલ્જે ઉર્ફે છોટા રાજનનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

સારવાર માટે તેને નવી દિલ્હીનાં એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

હાલ તેની તબિયત સ્થિર છે. 

ઉલ્લેખનીય છે કે છોટા રાજન વર્ષ 2015 માં ઇન્ડોનેશિયાનાં બાલીથી પ્રત્યાર્પણ બાદથી તિહાર જેલમાં બંધ છે.

બીડમાં ચોંકાવનારી ઘટના, એક જ એમ્બ્યુલન્સમાં ૨૦થી વધુ શબ ભરીને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા.

April 27, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કોરોના મૃત્યુદર ઘટાડવા માટે રેમડેસિવિર રામબાણ ઇલાજ નથી. જાણો તબીબોનો મત..

by Dr. Mayur Parikh April 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 20 એપ્રિલ 2021.

મંગળવાર.

    'રેમડેસિવિર ઇન્જેક્શન એ કંઈ મેજિક બુલેટ નથી, કે નથી કોઈ કોઈ જાદુઈ દવા, કે જેનાથી કોરોનાનો મૃત્યુદર ઘટાડી શકાય.' આવું દઢ પણે માનવું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) દિલ્હીના ડાયરેક્ટર ડોક્ટર રંદીપ ગુલેરિયાનુ.

   મીડિયા સાથે થયેલી વાતચીત મુજબ એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવિર ના ઉપયોગ પર પ્રકાશ પાડતાં ડોક્ટર સંદીપ જણાવે છે કે, આપણે રેમડેસિવિર ઇન્જેક્શન નો ઉપયોગ કરી શકીએ કારણ કે આપણી પાસે બીજું કોઈ એન્ટીવાયરલ drug નથી. આ ઇન્જેક્શન  asymptomatic દર્દી અથવા જેને કોરોનાના નજીવા લક્ષણ હોય તેવા  દર્દીઓને આપવું વ્યર્થ છે. તેઓ જણાવે છે કે, આ ઇન્જેક્શન તેવા જ દર્દીઓને આપવું જોઈએ કે જે લોકો હોસ્પિટલમાં દાખલ હોય, જેને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય. અથવા જે દર્દીઓના સીટીસ્કેન અથવા ચેસ્ટ રિપોર્ટમાં કોરોના ને લીધે ગંભીર અસર વર્તાતી હોય.

   ઉલ્લેખનીય છે કે, ડોક્ટર રંદીપની વાતને સમર્થન આપતા નીતિ આયોગ ના એક અધ્યક્ષ પણ જણાવે છે કે, એક અભ્યાસ મુજબ રેમડેસિવિર ઇન્જેક્શન ની અસરથી કોરોના દર્દીના મૃત્યુદરને ઘટાડી શકાય નહીં.

April 20, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાજકોટમાં બનશે અત્યાધુનિક એઈમ્સ.. મોદીએ કર્યું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત.. અધધધ લોકોને મળશે રોજગારી. . 

by Dr. Mayur Parikh December 31, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020 

આજે પીએમ મોદીએ રાજકોટના ખંઢેરી નજીક નિર્માણ થનારી એઈમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યુ હતું. પ્રધાનમંત્રી મોદીએ ખાતમુહૂર્ત બાદ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. 

એઇમ્સને લઇ પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશમાં માત્ર 6 નવી એઇમ્સ બની શકી છે. 2003 મા અટલજીની સરકારે 6 નવી એઇમ્સ બનાવવા પગલાં લીધા હતાં. જેને બનાવતાં બનાવતાં 2012 આવી ગયું, એટલે કે 9 વર્ષ થઈ ગયા. છેલ્લા 6 વર્ષમાં 10 નવી એઇમ્સ બનાવવા પર કામ થઈ ચુક્યું છે. એઇમ્સની સાથે દેશમાં 20 એઇમ્સ જેવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. એમ પણ પીએમ મોદીએ કહ્યું. 

મોદીએ કહ્યું,  મેડિકલ સેક્ટરમાં ગુજરાતની સફળતા પાછળ બે દાયકાનો અવિરત પ્રયાસ છે. છેલ્લા 6 વર્ષમાં સારવાર અને મેડિકલ એજ્યુકેશને લઈ જે સ્કેલ પર કામ થયું છે તેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ગુજરાતમાં સંક્રમણને રોકવા અને હવે રસીકરણની તૈયારીઓને લઈ પ્રશંસનીય કામ થયું છે.  

હવે આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. સારવાર અને શિક્ષણ ઉપરાંત તેમાં રોજગારીના અનેક અવસર પેદા થશે. જેમાં અંદાજે 5000 જેટલી રોજગારી ઉભી થશે. કોરોનાની વેક્સિનને લઈ તેમણે જણાવ્યું, 2020માં સંક્રમણના કારણે નિરાશા હતી પણ 2021 નવી આશા લઈને આવી રહ્યું છે. અંતિમ તબક્કામાં વેકસિન માટે તૈયારીઓ ચાલુ છે. 

ભારતે સમય પર યોગ્ય પગલા લીધા, જેના પરિણામે આજે દેશની 130 કરોડથી વધારે વસતીમાંથી 1 કરોડ લોકો આ બીમારી સામેની જંગ જીતી ગયા છે. ચાલુ વર્ષનો અંતિમ દિવસ ભારતના લાખો ડોક્ટર્સ, હેલ્થ વોરિયર્સ, સફાઈ કર્મી, દવાની દુકાનમાં કામ કરતાં તથા બીજા ફ્રન્ટ લાઇન વોરિયર્સને યાદ કરવાનો છે. એમ કહી તેમણે સંકટ સમયે દેશના લોકોની સેવા કરનારને ધન્યવાદ પાઠવ્યા હતાં..

December 31, 2020 0 comments
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોરોનાની દવાને લઈ આશાનું કિરણ જાગ્યું : એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ રસીને લઈ આપ્યું મોટું નિવેદન.. વાંચો તેમના જ શબ્દોમાં.. 

by Dr. Mayur Parikh December 3, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

03 ડિસેમ્બર 2020 

બ્રિટનમાં કોરોના વેક્સિન ફાઇઝરને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે અને તે આગામી સપ્તાહે ઉપલબ્ધ થશે. ભારતમાં પણ ડિસેમ્બરના અંત કે આગામી વર્ષના શરૂઆતી મહિનામાં દેશી વેક્સિન મળવાની આશા છે એમ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ છે. 

ગુલેરિયાએ કહ્યુ કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આશા છે કે ભારતીય નિયામક તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપશે. ત્યારબાદ અમે લોકોને રસી આપવાનું શરૂ કરીશું. તેમણે કહ્યુ, 'અમારી પાસે તે વાતને સાબિત કરવા માટે વધુ ડેટા છે કે આ વેક્સિન સેફ છે. વેક્સિન સેફ્ટીમાં કોઈ સમજુતી કરવામાં આવી નથી.' 

મહત્વનું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  (SII)ની કોવિશીલ્ડ વેક્સિન પર ચેન્નઈના એક વોલેન્ટિયરે સાઇડ ઇફેક્ટનો આરોપ લગાવતા 5 કરોડ રૂપિયાની માગ કરી હતી. પરંતુ કંપનીએ તેનો ઇનકાર કરી દીધો હતો. ગુલેરિયાએ જણાવ્યુ કે, 70-80 હજાર વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવી છે અને કોઈ પર આ વેક્સિનના ગંભીર પરિણામ જોવા મળ્યા નથી અને વેક્સિન સેફ છે.  

ગુલેરિયા એ વધુમાં કહ્યું છે કે, કોરોના વાયરસનાના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે. 

ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત સાથે જ અમેરિકા સહિત ભારતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો નોંધાયો છે. દુનિયાભરમાં કોરોનાની વેક્સીનની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ આજે ઉપરોક્ત વાત કહી છે..

December 3, 2020 0 comments
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ છે’ AIIMS ના ડૉક્ટર સુધીર ગુપ્તાની ઓડિયો ટેપ થઇ લીક… જાણો વિગતે

by Dr. Mayur Parikh October 5, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

05 ઓક્ટોબર 2020

તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈ દ્વારા બનાવવામાં આવેલી એઈમ્સની ફોરેન્સિક પેનલે દાવો કર્યો હતો કે, સુશાંતની હત્યા થઈ ન હતી પરંતુ તેણે આત્મહત્યા કરી હતી. હવે આ મામલે નવો વળાંક લીધો છે. એઈમ્સના ડોક્ટર સુધીર ગુપ્તાની એક ઓડિઓ ટેપ બહાર આવી છે, જેમાં તેઓએ દાવો કર્યો છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઓડિઓ ટેપમાં એઈમ્સના ડોક્ટર સુધીર ગુપ્તા કહી રહ્યા છે કે જ્યારે પહેલી તસવીરો તેમની પાસે આવી ત્યારે લાગતું હતું કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. જો કે, પાછળથી એઈમ્સ ફોરેન્સિક પેનલના અહેવાલમાં જણાવાયું હતું કે સુશાંતનું મોત ફાંસી અને આત્મહત્યાને કારણે થયું છે.  

 

આ અંગે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે તેઓ એઈમ્સ પેનલના અહેવાલથી ખુશ નથી. તેમણે કહ્યું હતું કે તેઓ નવી ફોરેન્સિક ટીમની રચના અંગે સીબીઆઈના વડા સાથે વાત કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ફોરેન્સિક ટીમ શરીરની તપાસ કર્યા વિના કેવી રીતે નિર્ણાયક અભિપ્રાય આપી શકે છે, જ્યારે કૂપર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પહેલાથી જ શંકા કરવામાં આવી છે, જેમાં મૃત્યુના સમયનો ઉલ્લેખ પણ નથી. 

ઉલ્લેખનીય છે કે અગાઉ વિકાસસિંહે કહ્યું હતું કે એઈમ્સનો રિપોર્ટ અંતિમ સંમિશ્રણ નથી. સીબીઆઈ હજી પણ તેની ચાર્જશીટમાં હત્યાનો કેસ દાખલ કરી શકે છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે એઈમ્સે પોતાને આપેલા ફોટોગ્રાફિક પુરાવાના આધારે તેનો અહેવાલ બનાવ્યો છે. આપને જણાવી દઈએ કે સીબીઆઈએ એઈમ્સ રિપોર્ટ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

October 5, 2020 0 comments
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સુશાંત રાજપૂત કેસ: અભિનેતાનું મોત હત્યા નહીં પણ આત્મહત્યા, AIIMS રિપોર્ટે મર્ડરની થિયરી ફગાવી… જાણો વિગતે…

by Dr. Mayur Parikh October 3, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

03 ઓક્ટોબર 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોના અનુસાર સમાચાર છે કે એમ્સએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા નથી થઇ પરંતુ આત્મહત્યા છે અને તપાસમાં ગળાફાંસો ખાવાને કારણે તેના શરીર પર જે અસર થઇ હતી તેના પૂરાવા મુંબઈ પોલીસે આપ્યા હતા તે માન્ય રાખ્યા છે. અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ અને અન્ય ફોરેન્સીક તપાસ બાદ આ તારણ આપવામાં આવ્યું છે. જે બાદ હવે સીબીઆઈ આત્મહત્યા માટે ઉશ્કેરવા કે પ્રેરણા આપવા જેવા અપરાધની તપાસ ચાલુ રાખશે. એટલે કે હવે આગળની તપાસમાં એ સવાલનો જવાબ ચોક્કસ શોધવામાં આવશે કે શું સુશાંતે આત્મહત્યા કરી હતી અને કરી હતી તો તેનું કારણ શું હતું? શું કોઈએ તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો?

ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતાના મૃત્યુ બાદ બિહાર પોલીસે સુશાંત સિંહની હત્યા થઇ હોવાની એફઆઈઆર નોંધી હતી અને બાદમાં સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી. સીબીઆઈએ દિલ્હીની એઇમ્સના નિષ્ણાંતો પાસેથી અભિનેતાના વિસેરા સહિતના નમૂનાનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને અન્ય પુરાવાનું વિશ્લેષણ કરાવાયું હતું. 

નોંધનીય છે કે સુશાંત આત્માહત્યા કેસમાં ડ્રગ એંગલની પણ તપાસ ચાલુ છે અને તેમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિતના હાલ અનેક જેલમાં બંધ છે. 

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ 14 જૂનના રોજ મુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

October 3, 2020 0 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
News Continuous Bureau | Mumbai
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક