Tag: aimim

  • Asaduddin Owaisi: બિહારમાં NDA ની સરકાર બનશે તો નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને, ઓવૈસીએ એ કર્યો આવો દાવો

    Asaduddin Owaisi: બિહારમાં NDA ની સરકાર બનશે તો નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને, ઓવૈસીએ એ કર્યો આવો દાવો

    News Continuous Bureau | Mumbai
    Asaduddin Owaisi બિહાર ચૂંટણીમાં પોતાની પાર્ટીનું ભવિષ્ય અજમાવવા માટે AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) ના વડા અસદુદ્દીન ઓવૈસી પણ મેદાનમાં ઉતરી ગયા છે. તેમણે સીમાંચલમાં રેલીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન તેમણે સત્તા પક્ષની સાથે-સાથે વિપક્ષી દળો પર પણ આકરા પ્રહારો કર્યા. સાથે જ, તેમને ભાજપની બી ટીમ કહેવા પર પણ વળતો પ્રહાર કર્યો. એક ઈન્ટરવ્યુ દરમિયાન ઓવૈસીએ એવો પણ દાવો કર્યો કે જો બિહારમાં NDA ગઠબંધન જીતશે, તો આ વખતે નીતિશ કુમાર ના બદલે ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી બનશે.

    ભાજપની બી ટીમ હોવાના આરોપો પર વળતો જવાબ

    એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ઓવૈસીએ કહ્યું, “બિહારમાં જો NDA ની સરકાર બનશે તો આ વખતે નીતિશ કુમાર નહીં, પરંતુ ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી બનશે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા પર ભાજપની બી ટીમ હોવાનો આરોપ લાગે છે અને તમે મુસ્લિમ વોટ કાપવા માટે બિહાર આવ્યા છો. તેમણે કહ્યું કે આ માત્ર એક આરોપ છે. લાલુ પ્રસાદ યાદવના ઘરની બહાર પાર્ટી કાર્યકર્તાઓના પહોંચવા પર તેમણે કહ્યું કે, “દુશ્મન પણ તમારા ઘરે આવે તો તેને બેસાડીને વાત કરવી જોઈએ.” તેમણે કહ્યું કે, “લાલુ યાદવ અને તેજસ્વી યાદવને કયા વાતનો ડર છે તે મને ખબર નથી, પણ મારા દિલમાં કોઈ ડર નથી.” તેમણે કહ્યું કે ગત વખતની જેમ આ ચૂંટણીમાં પણ સીમાંચલમાં જે પણ પાર્ટી રહેશે તેને તેઓ હરાવશે.

    આ સમાચાર પણ વાંચો : PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત 

    2020 ની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનું પ્રદર્શન

    ઉલ્લેખનીય છે કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ સીમાંચલની પાંચ બેઠકો પર જીત મેળવીને બધાને ચોંકાવી દીધા હતા. આ પરિણામ રાષ્ટ્રીય જનતા દળ (RJD) માટે એક મોટો આંચકો સાબિત થયો હતો. જોકે, બાદમાં ચાર ધારાસભ્યો RJDમાં જોડાઈ ગયા હતા.અગાઉ, બિહારમાં ભાજપને મદદ કરવાના આરોપો પર નારાજગી વ્યક્ત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે જો તેમની પાર્ટીને છ બેઠકો આપવામાં આવે તો તેઓ વિપક્ષી દળોના ગઠબંધન ‘ઈન્ડિયા’માં જોડાશે. હૈદરાબાદના સાંસદ ઓવૈસી કિશનગંજમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, જ્યાંથી તેમણે ત્રણ દિવસીય ‘સીમાંચલ ન્યાય યાત્રા’ની શરૂઆત કરી હતી.

  • Asaduddin Owaisi: લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીને ગેરલાયક ઠેરવવાની માંગ, હિન્દુ સંગઠનોએ ગોવામાં હોબાળો મચાવ્યો…

    Asaduddin Owaisi: લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીને ગેરલાયક ઠેરવવાની માંગ, હિન્દુ સંગઠનોએ ગોવામાં હોબાળો મચાવ્યો…

    News Continuous Bureau | Mumbai

    Asaduddin Owaisi:  ગોવામાં હિન્દુ સંગઠનોના નેતાઓએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તિહાદુલ મુસલમીન ( AIMIM ) ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવાની હવે માંગ કરી છે. વાસ્તવમાં, લોકસભામાં શપથ ગ્રહણ ( Lok Sabha Oath Ceremony ) સમારોહ દરમિયાન, ઓવૈસીએ પશ્ચિમ એશિયાના ક્ષેત્રની તરફેણમાં જય પેેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. જે હાલમાં યુદ્ધનો સામનો કરી રહ્યા છે. ઓવૈસીના શપથ ગ્રહણ પછી, શાસક પક્ષના કેટલાક સભ્યોએ આનો વાંધો ઉઠાવ્યો હતો અને ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. 

    આ ઘટના બાદ, હિંદુ સંગઠનોના ( Hindu organizations ) નેતાઓએ ગોવામાં ( Goa ) વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવની બારમી આવૃત્તિ દરમિયાન, હૈદરાબાદના અસદુદ્દીન ઓવૈસી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવાનો અને લોકસભા અધ્યક્ષ ( Lok Sabha MP ) અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પાસે અસદુદ્દીન ઓવૈસીને હટાવવાની માંગણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દરમિયાન, હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, શપથ લીધા પછી, ઓવૈસીએ યુદ્ધ પ્રભાવિત પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રની તરફેણમાં જય પેલેસ્ટેઈનના ( Jai Palestine ) સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું, ભારતના બંધારણના અનુચ્છેદ 102-D કહે છે કે જો કોઈ સાંસદ લોકસભામાં અન્ય કોઈ વિદેશી દેશ પ્રત્યે વફાદારી બતાવે છે તો તેનું સભ્યપદ રદ થઈ શકે છે. આ અંગે રાષ્ટ્રીય પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, મુદ્દો માત્ર એ નથી કે ઓવૈસીએ બીજા રાષ્ટ્ર પ્રત્યે વફાદારી દર્શાવી, પરંતુ તે ભારતનું અપમાન પણ છે. તેથી વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવમાં ( Vaishvik Hindu Rashtra Mahotsav ) હિંદુ સંગઠનોએ હવે ઓવૈસીની લોકસભાની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Metro 3: મુંબઈગરાઓ માટે આવ્યા ગુડ ન્યુઝ, મેટ્રો-3નું કામ આ મહિના સુધીમાં થઈ જશે પૂર્ણ; જાણો રુટ અને સ્ટેશન.. .

    Asaduddin Owaisi:  જેઓ આજે ‘જય પેલેસ્ટાઈન’ કહે છે તેઓ કાલે ‘જય હમાસ’ અને તેનાથી આગળ ‘જય પાકિસ્તાન’ બોલવાનું ક્યારેય બંધ નહીં કરે…

    ઠરાવ પસાર કર્યો હતો કે, જેઓ આજે ‘જય પેલેસ્ટાઈન’ કહે છે તેઓ કાલે ‘જય હમાસ’ અને તેનાથી આગળ ‘જય પાકિસ્તાન’ બોલવાનું ક્યારેય બંધ નહીં કરે. તેથી આ સમયે ઓવૈસી પર કાયમી ધોરણે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તમામ હિન્દુ શ્રદ્ધાળુઓએ ‘હર હર મહાદેવ’ના નારા લગાવીને આને સમર્થન આપ્યું હતું. પ્રવક્તાએ તેના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, આ પ્રસ્તાવ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રીને મોકલવામાં આવશે. હિન્દુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો સંસદમાં આવા સૂત્રોચ્ચાર વધુ જોવા મળી શકે છે. 

     

  • Election results: આ વખતે લોકસભા ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા? જાણો વિગતે..

    Election results: આ વખતે લોકસભા ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા? જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai 

     Election results: દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો (  Lok Sabha Election Results ) હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે, જેના પર હાલ ઘણા લોકો નજર રાખી રહ્યા છે અને તે છે આ વખતે કેટલા મુસ્લિમ સાંસદો ( Muslim MPs ) લોકસભામાં પહોંચ્યા છે. મુસ્લિમ નેતાઓની વાત કરીએ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં કુલ 78 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા, જે અગાઉની ચૂંટણીઓ કરતાં આંકડો ઘણો ઓછો હતો. ગત વખતે એટલે કે 2019ની લોકસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોએ 115 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.  

    આ 78 મુસ્લિમ ઉમેદવારોમાંથી ( Muslim candidates ) માત્ર 15 મુસ્લિમ ઉમેદવારો આ ચૂંટણીમાં જીત્યા હતા. આમાં એક મોટું નામ છે TMC ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ( Yusuf Pathan ) , જેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીના ગઢ ગણાતા બહરમપુરમાં જીત મેળવી હતી. બીજી તરફ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન ( AIMIM ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ( Asaduddin Owaisi ) પોતાનો ગઢ બચાવી લીધો હતો અને ભાજપના માધવી લતા સામે 3.38 લાખ મતોની સરસાઈથી જીત મેળવી હતી.

    Election results: ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની આ લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી…

    ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની આ લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી. જ્યારે જમ્મુ અને કાશ્મીરની બારામુલા સીટ પર રાશિદ એન્જિનિયર તરીકે જાણીતા અબ્દુલ રશીદ શેખે 4.7 લાખ મતો મેળવીને ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. હાલમાં દિલ્હી જેલમાં રહેલા રાશિદે આ ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી. જ્યારે લદ્દાખમાં અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફા 27,862 મતોની સરસાઈથી જીત્યો હતો.

    આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election Results: અધીર રંજન ચૌધરીથી લઈને ઓમર અબ્દુલ્લા સુધી આ મોટા દિગ્ગજોને આ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો

    આ સિવાય કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ ( Imran Masood ) સહારનપુર બેઠક પરથી 64,542 મતોના માર્જિનથી જીત્યા હતા, જ્યારે કૈરાનાથી 29 વર્ષીય સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઈકરા હસને ભાજપના પ્રદીપ કુમારને 69,116 મતોથી હરાવ્યા હતા. બીજી તરફ, ગાઝીપુરથી વર્તમાન સાંસદ અફઝલ અંસારીએ 5.3 લાખ મતો મેળવીને બેઠક જીતી હતી.

    Election results: યુસુફ પઠાણે જીત હાંસલ કરી હતી..

    ઉત્તર પ્રદેશમાં જ, સમાજવાદી પાર્ટીના મોહિબુલ્લાએ 4,81,503 મતો મેળવીને રામપુર બેઠક જીતી હતી, જ્યારે ઝિયાઉર રહેમાન 1.2 લાખ મતોના માર્જિનથી  જીત્યા હતા. તો નેશનલ કોન્ફરન્સના મિયાં અલ્તાફ અહેમદે જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સામે 2,81,794 મતોથી જીત મેળવી હતી.

    બીજી બાજુ, શ્રીનગરમાં, NC ઉમેદવાર આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીને 3,56,866 મત મળ્યા. તો પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડી રહેલા યુસુફ પઠાણે કોંગ્રેસના નેતા અને લોકસભામાં છ વખતના સાંસદ અધીર રંજન ચૌધરીને 85,022 મતોથી હરાવ્યા હતા.

  • CAA Act: CAA વિરુદ્ધ 237 અરજીઓ દાખલ… સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે સુનાવણી..

    CAA Act: CAA વિરુદ્ધ 237 અરજીઓ દાખલ… સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે સુનાવણી..

    News Continuous Bureau | Mumbai

    CAA Act: થોડા દિવસો પહેલા જ કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કર્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. ઘણા લોકોએ CAA વિરુદ્ધ કોર્ટનો સંપર્ક કર્યો છે અને અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં 237 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓ પર આજથી (19મી) સંયુક્ત સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. ઇન્ડિયન યુનિયન ઑફ મુસ્લિમ લીગ ( IUML ) એ 12 માર્ચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA), 2019 અને તેના નિયમો 11 માર્ચ, 2024 ના રોજ સરકાર દ્વારા સૂચિત કરવા પર રોક લગાવવા માટે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. લોકસભાના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ CAAની જોગવાઈઓના અમલ પર રોક લગાવવા માટે ( Supreme Court ) સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

     ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે CAAને કારણે કોઈપણ ભારતીયને તેની નાગરિકતા ગુમાવવી પડશે નહીં…

    આ વર્ષે 11 માર્ચે કેન્દ્ર સરકારે ( Central government ) CAAના નિયમોને જાહેર કર્યા હતા. તે પછી પણ કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને વહેલી સુનાવણી માટે વિનંતી કરવામાં આવી હતી. આ તમામ અરજીઓમાં CAAને ધર્મના આધારે અને બંધારણની વિરુદ્ધ ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : Maharashtra: ગઢચિરોલીમાં વહેલી સવારે એન્કાઉન્ટર, પોલીસે 4 નક્સલવાદીઓને ઠાર માર્યા.

    ગયા મંગળવારે કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદાને લઈને એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં CAAને લઈને મુસ્લિમ સમુદાયમાં રહેલી અનિશ્ચિતતા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે CAAને કારણે કોઈપણ ભારતીયને તેની નાગરિકતા ગુમાવવી પડશે નહીં.

    એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નાગરિકતા સંશોધન કાયદો તેમની નાગરિકતાને અસર કરશે નહીં. આ અધિનિયમ પછી, કોઈપણ ભારતીય નાગરિકને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ સબમિટ કરવા માટે કહેવામાં આવશે નહીં, ગૃહ મંત્રાલયે કહ્યું હતું.

    ભારતીય મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે CAA તેમની નાગરિકતાને અસર કરતી કોઈ જોગવાઈ કરતું નથી અને હાલના 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી. જેમને તેમના હિંદુ સમકક્ષો જેવા જ અધિકારો છે, કેન્દ્રીય ગૃહ પ્રધાને તે સમયે સ્પષ્ટતા કરી હતી.

     

  • Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો આવતા અસદુદ્દીન ઓવૈસી ભડક્યા, કહ્યું ફરી બાબરી મસ્જિદ જેવી ઘટના બની શકે છે.

    Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો આવતા અસદુદ્દીન ઓવૈસી ભડક્યા, કહ્યું ફરી બાબરી મસ્જિદ જેવી ઘટના બની શકે છે.

    News Continuous Bureau | Mumbai

    Gyanvapi Case: વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ તહેખાનામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આને હિન્દુ પક્ષની મોટી જીત માનવામાં આવી રહી છે. પરંતુ મુસ્લિમ પક્ષ ( Muslim party ) આનાથી નારાજ છે. વારાણસી કોર્ટના ( Varanasi Court ) આ નિર્ણયથી AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi ) ચિંતિત છે. તેમણે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને તેને ખોટો ગણાવ્યો હતો. 

    તેમણે કહ્યું કે આજે જજની નિવૃત્તિનો છેલ્લો દિવસ હતો. આવી સ્થિતિમાં તેણે સમગ્ર કેસનો નિર્ણય કર્યો હતો. કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાથે સમગ્ર મામલામાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક ખોટો નિર્ણય છે. આવા નિર્ણયથી બાબરી મસ્જિદની ઘટના ફરીથી તાજી થઈ શકે છે.

    અસદુદ્દીન ઓવૈસીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “1993થી, તમે પોતે જ કહી રહ્યા છો કે ત્યાં કશું થઈ રહ્યું નથી. અપીલ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદના (  Gyanvapi Mosque ) તહેખાનામાં પૂજા કરવાની મંજૂરી આપવી તે ખોટું છે.” બાબરી ( Babri Masjid ) ધ્વંસ સાથે જોડાયેલા એક સવાલ પર તેમણે કહ્યું કે હા, 6 ડિસેમ્બર ફરી થઈ શકે છે, કેમ ન થઈ શકે? નોંધનીય છે કે, અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.

     આ નિર્ણય પ્રોટેક્શન ઓફ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ 1991 વિરુદ્ધ છે….

    આ સાથે જ મુસ્લિમ સંગઠન જમાત-એ-ઈસ્લામીએ જ્ઞાનવાપીના વ્યાસ તહેખાનામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવાને અન્યાય ગણાવ્યો છે. સંસ્થાનું કહેવું છે કે અહીં પૂજાની પરવાનગી આપવી એ અન્યાય છે. આ એક ભેદભાવપૂર્ણ અને વાંધાજનક નિર્ણય છે.

    આ સમાચાર પણ વાંચો : Modi UAE Visit: વડાપ્રધાન મોદીની દુબઈની મુલાકાત પહેલા તૈયારીઓ પૂરજોશમાં… આ હિન્દુ મંદિરનું કરશે ઉદ્ધાટન.

    જમાત-એ-ઈસ્લામી હિંદના કેરળ અધિકારીએ કહ્યું હતું કે, આ નિર્ણય મુસ્લિમ સમુદાય સામે અન્યાય છે. આવા નિર્ણયોથી સંઘ પરિવારના સાંપ્રદાયિક એજન્ડાને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આ નિર્ણય દેશના પ્રવર્તમાન કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોની વિરુદ્ધ છે. આ નિર્ણય પ્રોટેક્શન ઓફ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ 1991 વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો બંધારણ પર આધારિત છે. અહીં પૂજાની પરવાનગી આપવી એ ઉલ્લંઘન છે.

    નોંધનીય છે કે, આદેશ અનુસાર, વ્યાસ જીના તહેખાનાના કસ્ટોડિયન હવે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ બની ગયા છે. એટલા માટે વિશ્વનાથ મંદિરના પૂજારી તે તહેખાનાની સફાઈ કરાવશે. ત્યાં લગાવવામાં આવેલ બેરિકેડિંગ દૂર કરવામાં આવશે અને ત્યારબાદ તહેખાનાની અંદર નિયમિત પૂજા કરવામાં આવશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Asaduddin Owaisi On Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી પહેલા, ઓવૈસીએ સરકાર પર સાધ્યું નિશાન.. કહ્યું અમે બાબરી મસ્જિદને ભૂલશું નહીં .

    Asaduddin Owaisi On Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી પહેલા, ઓવૈસીએ સરકાર પર સાધ્યું નિશાન.. કહ્યું અમે બાબરી મસ્જિદને ભૂલશું નહીં .

     News Continuous Bureau | Mumbai 

    Asaduddin Owaisi On Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર રામ મંદિર મામલે અનેક સવાલો ઉભા કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે 6ઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ ( Babri Masjid ) તોડવાની ઘટના હંમેશા લોકોના મનમાં તાજી જ રહેશે. અમે બાબરી મસ્જિદને ભૂલશું નહીં. 

    ઓવૈસીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ( Central Govt ) લોકસભા ચૂંટણીમાં તેને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશે, પરંતુ અસલી મુદ્દો બેરોજગારીનો છે. મુદ્દો મોંઘવારીનો છે. ચીને જમીન પચાવી પાડી તે છે. રામ મંદિર અંગે તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના ( Supreme Court ) નિર્ણયને સ્વીકારે છે.

    તેમણે મથુરાની શાહી ઈદગાહને ( Shahi Eidgah  ) કૃષ્ણ મંદિર જાહેર કરવાની માંગ પર પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. ઓવૈસીએ કહ્યું, “ધાર્મિક સ્થળનો કાયદો સંસદ દ્વારા બનાવવામાં આવે છે.

    જો હિંદુઓએ ત્યારે બાબરી મસ્જિદને તોડી ન પાડી ન હોત, તો આજે કોર્ટનો શું નિર્ણય હોત?

    રામ મંદિરના નિર્માણને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જો તમે ત્યારે બાબરી મસ્જિદને તોડી ન પાડી હોત તો આજે કોર્ટનો શું નિર્ણય હોત? 6ઠ્ઠી ડિસેમ્બર એક સત્ય ઘટના છે. અમે બાબરી મસ્જિદને ભૂલશું નહીં. મથુરા ઈદગાહ મામલામાં તેમની તરફથી કોઈ અપીલ ન કરવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર ઓવૈસીએ કહ્યું કે હવે કાશી-મથુરા અંગે શા માટે વિવાદ કરી રહ્યા છો. સરકારે આવા વિવાદાસ્પદ મુદ્દાઓ ન ઊભા કરવા જોઇએ.

    આ સમાચાર પણ વાંચો : Mission sun: ભારતે વિશ્વને કર્યું સૂર્ય નમસ્કાર! ઈસરોના પ્રથમ સૌર મિશન આદિત્ય એલ-1 એ રચ્યો ઈતિહાસ, યાન પાંચ મહિના પછી L1 પોઈન્ટ પર પહોંચ્યું..

    અયોધ્યામાં રામ મંદિરથી થોડે દૂર કોર્ટના આદેશ મુજબ મસ્જિદ બનાવવામાં આવી રહી હોવાના પ્રશ્નના જવાબમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તે મસ્જિદને, કંઈ મસ્જિદ ગણી શકાય નહીં. તે કેવી રીતે શક્ય છે કે તમે એક મસ્જિદ તોડી નાખો અને કહો કે આ લ્યો બીજી મસ્જિદ. તેમણે કહ્યું કે, “અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારીએ છીએ, પરંતુ આઝાદી પછી જે કંઈ પણ થયું છે તેની બધાએ નોંધ લેવી પડશે.”

    તેમણે સંસદમાં મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા વધારવાની પણ માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું, “જ્યારે દરેક સમુદાય અને દરેક જાતિનું રાજકારણમાં પ્રતિનિધિત્વ છે, તો પછી મુસ્લિમ સમુદાયના 14 ટકા અને માત્ર 5 ટકા સાંસદ કેમ છે? મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ.

    H2- અમે CAA અને NRCની વિરુદ્ધ હતા અને રહીશું: ઓવૈસી

    તેમણે એમ પણ કહ્યું કે CAA, NRC કાયદા સરકારના ફાયદા મુજબના છે. આ ધર્મના આધારે બનાવવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ મુસ્લિમો અને દલિતો વિરુદ્ધ કરવામાં આવશે. તેલંગાણા વિધાનસભામાં તેની વિરુદ્ધ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. અમે CAA અને NRCની વિરુદ્ધ હતા અને રહીશું. બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓના વિઝા લંબાવી શકાય છે અને તેમને વગર કોઇ કાયદે પણ નાગરિકતા આપી શકાય છે.

  • Qatar Death Verdict: કતારમાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને ફાંસીની સજાને, લઈને રાજકારણ ગરમાયું, વિપક્ષે સરકારને ઘેરી…જાણો વિગતે અહીં….

    Qatar Death Verdict: કતારમાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને ફાંસીની સજાને, લઈને રાજકારણ ગરમાયું, વિપક્ષે સરકારને ઘેરી…જાણો વિગતે અહીં….

    News Continuous Bureau | Mumbai 

    Qatar Death Verdict: કતારે (Qatar) ભારતીય નૌકાદળ (Indian Navy) ના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડ (Death Penalty) ની સજા ફટકારી છે. ભારત (India) પણ આ બાબતને પડકારવા જઈ રહ્યું છે. દરમિયાન વિપક્ષી દળોએ આ મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. તેમનું કહેવું છે કે જ્યારે તેમણે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરી ત્યારે સરકારે તેને ગંભીરતાથી લીધી ન હતી. કોંગ્રેસ (Congress), AIMIM સહિત તમામ પાર્ટીઓ આ મુદ્દે સરકારને ઘેરી રહી છે. ગયા વર્ષે જાસૂસી સંબંધિત કેસમાં આઠ ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી.

    AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ તમામ ભૂતપૂર્વ કર્મચારીઓને પરત લાવવા જોઈએ. ઓવૈસીએ કહ્યું, ‘ઓગસ્ટમાં મેં કતારમાં ફસાયેલા પૂર્વ નેવી અધિકારીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. આજે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ઇસ્લામિક દેશો તેમને કેટલો પ્રેમ કરે છે તે અંગે પીએમ મોદી મોટી મોટી વાતો કરે છે. તેઓએ ભૂતપૂર્વ અધિકારીઓને પાછા લાવવા જોઈએ. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે કર્મચારીઓ મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે.

    તેમને મુક્ત કરવા માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ….

    કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ કહ્યું છે કે સરકારે ક્યારેય ભૂતપૂર્વ કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિક લીગ અને સાંસદોના પરિવારના સભ્યોની વિનંતીઓને ગંભીરતાથી લીધી નથી. તેણે કહ્યું, ‘આ એવો મુદ્દો નથી કે જ્યાં આપણે કહીએ કે ‘તેણે આમ કહ્યું, તો પછી તેમણે આ કહ્યું’. આઠ અત્યંત વરિષ્ઠ કર્મચારીઓના જીવ જોખમમાં છે. તેણે કહ્યું, ‘તેના પરિવારને ક્યારેય કહેવામાં આવ્યું ન હતું કે તેના પર શું આરોપ છે. મને કહેવામાં આવ્યું છે કે તેમના બચાવ માટે નિયુક્ત વકીલ પણ પરિવારો પાસે આ વાતને ચુપાવે છે.

    કોંગ્રેસ પાર્ટીએ એક નિવેદન જારી કરીને આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે કહ્યું, ‘નૌકાદળના 8 ભૂતપૂર્વ જવાનોના મામલામાં કતારથી આવી રહેલી માહિતીથી કોંગ્રેસ ખૂબ જ પરેશાન છે. પક્ષને માત્ર આશા જ નથી પરંતુ એ પણ ધારે છે કે ભારત સરકાર કતાર સાથે તેના રાજદ્વારી અને રાજકીય પ્રભાવનો ઉપયોગ કરશે જેથી નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓને અપીલનો અધિકાર મળે. ઉપરાંત, શક્ય તેટલી વહેલી તકે તેમને મુક્ત કરવા માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ.

    આ સમાચાર પણ વાંચો : Baap Of Chart : સેબીએ ‘Baap Of Chart’ ને રૂ. 17.2 કરોડનો દંડ ફટકાર્યો..

  • Rahul Gandhi Puppy Noorie: અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે…’; રાહુલ ગાંધીના કૂતરાના નામથી નારાજ AIMIM નેતા પહોંચ્યા કોર્ટ..જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં…

    Rahul Gandhi Puppy Noorie: અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે…’; રાહુલ ગાંધીના કૂતરાના નામથી નારાજ AIMIM નેતા પહોંચ્યા કોર્ટ..જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં…

    News Continuous Bureau | Mumbai 

    Rahul Gandhi Puppy Noorie: કોંગ્રેસ ( Congress ) નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના એક નેતા રાહુલથી ખૂબ નારાજ છે. નારાજગીનું કારણ એક કૂતરાનું બચ્ચું ( Puppy  ) છે. AIMIM નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટમાં કેસ ( Court Case ) દાખલ કરનાર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતાનું નામ મોહમ્મદ ફરહાન ( Mohammad Farhan ) છે.

    હાલમાં જ રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીને ‘નૂરી’ ( Noorie ) નામનો કૂતરો ભેટમાં આપ્યો હતો. રાહુલ ગાંધીએ વર્લ્ડ એનિમલ ડે ( World Animal Day ) પર આ કૂતરો તેમની માતાને ગિફ્ટ કર્યો હતો અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. હવે AIMIM મોહમ્મદ ફરહાને કૂતરાનું નામ ‘નૂરી’ રાખવા પર નારાજગી વ્યક્ત કરી છે અને રાહુલ ગાંધી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

    AIMIM નેતા મોહમ્મદ ફરહાને પોતાની અરજીમાં કહ્યું છે કે કૂતરાના નામને કારણે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ‘નૂરી’ શબ્દ ખાસ કરીને ઇસ્લામ સાથે સંબંધિત છે અને કુરાનમાં પણ તેનો ઉલ્લેખ છે. ફરહાન કહે છે કે તેમણે રાહુલને નામ બદલવા અને માફી માંગવા કહ્યું, પરંતુ રાહુલ ગાંધીએ તેમ કર્યું નથી.

     શું છે મામલો..

    આ મામલે AIMIM નેતાના વકીલનું કહેવું છે કે આવું કરીને રાહુલ ગાંધીએ અમારા સમાજની મહિલાઓ, વડીલો અને ખાસ કરીને અમારા પયગંબરનું અપમાન કર્યું છે. ઇસ્લામના આગમનથી, કોઈપણ મુસ્લિમ પરિવારે પ્રાણીનું નામ ‘નૂરી’ રાખ્યું નથી. વકીલે કહ્યું છે કે કોર્ટે ફરહાનને 8 નવેમ્બરે તેમનુ નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા. તેમણે કહ્યું કે ફરિયાદ પર વિચાર કર્યા બાદ કોર્ટ રાહુલ ગાંધીને સમન્સ આપી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : IDFC-IDFC First Bank Merger: HDFC બાદ, હવે આ બીજી મોટી બેંકનું થશે મર્જર.. જાણો શેરધારકો પર શું થશે અસર? વાંચો વિગતે અહીં..

    વાસ્તવમાં, રાહુલ ગાંધીએ હાલમાં જ તેમની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ ગોવાના પ્રવાસ પર હતા ત્યારે ત્યાંના એક પરિવારે તેમને કુતરાનું એક બચ્ચું આપ્યું હતું. તે આ કુતરાને દિલ્હી લાવ્યો અને પછી તેણે આ કુતરાનું બચ્ચું તેની માતાને ભેટમાં આપ્યું. વીડિયોમાં રાહુલ ગાંધીને કહેતા સાંભળી શકાય છે કે હું તમને (સોનિયા ગાંધી) મારા પરિવારના નવા સભ્ય, જેનું નામ નૂરી છે, સાથે પરિચય કરાવવા માંગુ છું.

  • Telangana Election: ‘તમે મને ચેડશો તો હું તમને છોડીશ નહીં…. તમે મારી સામે ટકી શકશો નહીં’, કોંગ્રેસના ગુલામો? અકબરુદ્દીન ઓવૈસીના બગડ્યા શબ્દો.. જાણો બીજું શું કહ્યું ..વાંચો વિગતે અહીં.

    Telangana Election: ‘તમે મને ચેડશો તો હું તમને છોડીશ નહીં…. તમે મારી સામે ટકી શકશો નહીં’, કોંગ્રેસના ગુલામો? અકબરુદ્દીન ઓવૈસીના બગડ્યા શબ્દો.. જાણો બીજું શું કહ્યું ..વાંચો વિગતે અહીં.

    News Continuous Bureau | Mumbai 

    Telangana Election: તેલંગાણા (Telangana) માં જેમ જેમ ચૂંટણી (Election) નજીક આવી રહી છે. આમ છતાં રાજ્યમાં રાજકીય તાપમાન સતત વધી રહ્યું છે. આ સાથે કોંગ્રેસ (Congress) અને ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ થઈ ગયું છે. દરમિયાન AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસી (Akbaruddin Owaisi) એ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તમારી પાર્ટી ઈટાલી અને રોમના નેતાઓ પર નિર્ભર છે. આટલું જ નહીં AIMIM ધારાસભ્યએ કોંગ્રેસના સાંસદ રેવંત રેડ્ડીની ઈમાનદારી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

    એક કાર્યક્રમને સંબોધતા અકબરુદ્દીને કહ્યું, “કોંગ્રેસના ( Congress ) લોકો કહે છે કે અમે મહારાષ્ટ્ર ( Maharashtra ) થી આવ્યા છીએ અને અમે ભાજપની ( BJP ) બી ટીમ છીએ. હું કોંગ્રેસના ગુલામોને પૂછું છું કે તમારી માતા (સોનિયા ગાંધી) ક્યાંથી આવી? આટલું જ નહીં રેવન્ત રેડ્ડી અગાઉ પણ આરએસએસ (RSS) કાર્યકર તરીકે કામ કરી ચૂક્યા છે. આ પછી તેણે તેલુગુ દેશમ પાર્ટીમાં કામ કર્યું. હવે તે કોંગ્રેસ સાથે કામ કરી રહ્યો છે.

    નિવેદન તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એ રેવંત રેડ્ડીના નિવેદન પર આવ્યું છે, જેમાં તેમણે અસદુદ્દીન ઓવૈસીને પહાડી પર રહેતા ‘નિઝામ’ કહ્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે તેઓ જોશે કે હૈદરાબાદ સંસદીય ક્ષેત્ર કોનું છે.

    આ સમાચાર પણ વાંચો : AIADMK-BJP Break-Up: તમિલનાડુમાં ગઠબંધન કેમ તૂટ્યું? તમિલનાડુના પૂર્વ મંત્રીએ આપ્યું આ મહત્ત્વનું કારણ.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં.. વાંચો અહીં…

     ફ્લોર લીડરએ ચેતવણી આપી કે કોંગ્રેસના નેતાઓએ AIMIM પાર્ટીથી દૂર રહેવું જોઈએ….

    અકબરુદ્દીને વધુમાં કહ્યું કે જે પણ સત્તામાં હશે તેણે AIMIM નેતૃત્વનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું, “તેલંગાણામાં કોઈપણ પક્ષ સત્તામાં હોય, પછી તે BRS હોય કે કોંગ્રેસ, તેમણે અમારી વાત માનવી જોઈએ અને અમે જે કહીએ છીએ તે સાંભળવું જોઈએ. અન્યથા અમે તેમને તેમની જગ્યાએ બતાવીશું.

    એઆઈએમઆઈએમ (AIMIM) ના ફ્લોર લીડરએ ચેતવણી આપી કે કોંગ્રેસના નેતાઓએ એઆઈએમઆઈએમ પાર્ટીથી દૂર રહેવું જોઈએ, નહીં તો તેઓ તેમને તેમની વાસ્તવિક જગ્યા બતાવશે. ધ સિયાસત ડેઈલીના અહેવાલ મુજબ, છેલ્લા એક મહિનામાં જૂના શહેરના નવા મુસ્લિમ નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, જેમના જોડાવાના કારણે પાર્ટીના નેતૃત્વમાં પ્રભુત્વ ધરાવતા વિધાનસભા ક્ષેત્રોમાં પ્રવેશ થવાની આશા જાગી છે. મુસ્લિમ સમુદાય છે.

  • Women Reservation Bill: મહિલા અનામત બિલ લોકસભામાં પાસ. તરફેણમાં 454 તો વિરુદ્ધમાં આટલા મત પડ્યા.. આજે રાજ્યસભામાં કરાશે રજૂ

    Women Reservation Bill: મહિલા અનામત બિલ લોકસભામાં પાસ. તરફેણમાં 454 તો વિરુદ્ધમાં આટલા મત પડ્યા.. આજે રાજ્યસભામાં કરાશે રજૂ

    News Continuous Bureau | Mumbai 

    Women Reservation Bill: સંસદના વિશેષ સત્ર દરમિયાન બુધવારે (20 સપ્ટેમ્બર) લોકસભામાં(loksabha) મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું. બિલ પર મતદાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) લોકસભામાં હાજર રહ્યા હતા. આ બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.

    બિલ પર આઠ કલાક ચર્ચા થઈ

    ગત મંગળવારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે નવા સંસદ ભવનમાં મહિલા આરક્ષણ સંબંધિત બિલ રજૂ કર્યું હતું. બુધવારે લોકસભામાં આ બિલ પર લગભગ આઠ કલાક ચર્ચા થઈ અને પછી વોટિંગ દરમિયાન પક્ષમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા. કોંગ્રેસ, એસપી, ડીએમકે, ટીએમસી સહિત તમામ વિપક્ષી દળોએ ગૃહમાં બિલને સમર્થન આપ્યું હતું. જોકે, અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ બિલનો વિરોધ કર્યો હતો. AIMIM ના સદનમાં ઓવૈસી સહિત બે સભ્યો છે.
    બુધવારે જયારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિલ પર ચર્ચા શરૂ કરી હતી. રાહુલ ગાંધી, ગૃહ મંત્રી અમિત શાહ, મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત કુલ 60 સભ્યોએ આ બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં 27 મહિલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Asia Pacific Forum : રાષ્ટ્રપતિએ માનવ અધિકાર પર એશિયા પેસિફિક ફોરમની વાર્ષિક સાધારણ સભા અને દ્વિવાર્ષિક પરિષદનું ઉદઘાટન કર્યું

    ક્યારે લાગુ કરવામાં આવશે

    આ અનામત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો પર પણ લાગુ થશે. આ કાયદો સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા પછી લાગુ કરવામાં આવશે, પરંતુ અસરકારક બનવા માટે, તેને વસ્તી ગણતરી અને પછી સીમાંકન સુધી રાહ જોવી પડશે.

    આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે

    લોકસભામાં ‘નારી શક્તિ વંદન બિલ’ પાસ થયા બાદ હવે તમામની નજર રાજ્યસભા પર છે. આ બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને ચર્ચા બાદ તેને પસાર કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. સરકારને આશા છે કે તેને રાજ્યસભામાં પણ તમામ પક્ષોના સહયોગથી પસાર કરવામાં આવશે.