• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Akshay Khanna
Tag:

Akshay Khanna

Dhurandhar: Is Rehman Dacoit's 'Khosh Fasla' Song Trending? Also Know Its Meaning
મનોરંજન

Dhurandhar: વાયરલ થયું ‘ધુરંધર’નું આ ગીત: ‘ખોશ ફસ્લા’ નો અર્થ જાણીને તમે પણ ચોંકી જશો!

by Zalak Parikh December 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar: ‘ધુરંધર’ ફિલ્મમાં રહેમાન ડકૈત એટલે કે અક્ષય ખન્નાનું ‘Fa9la’ ડાન્સ ઇન્સ્ટાગ્રામની દરેક રીલ પર છવાઈ ગયું છે. ઘણા લોકો લૂપ પર બેક-ટુ-બેક આ ગીત સાંભળી રહ્યા છે. કેટલાકને તેના ગીતના બોલ ન સમજાતા હોવાથી તેઓ પરેશાન છે. વીકએન્ડમાં લોકો ધડાધડ આ મૂવી જોવા ગયા, ત્યારબાદ ‘ધુરંધર’ ના ‘ફસ્લા’ ગીતના લિરિક્સ અને તેના અર્થને ખૂબ શોધવામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ ગીત આ વર્ષે ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીમાં ડીજેની શાન બનવાનું છે. જો તમને પણ આ અરબી રેપ ટ્રેક પસંદ આવ્યો છે, તો અહીં ‘ફસ્લા’ (Fa9la) નો અર્થ, તેના હિન્દી લિરિક્સ અને તેનો મતલબ ચોક્કસ શીખવો જોઈએ.

બહેરીની રેપ ટ્રેક છે Fa9la

ધુરંધર’ માં અક્ષય ખન્ના એટલે કે રહેમાન ડકૈત કાળા કપડાં અને બ્લેક ગોગલ્સમાં સ્મિત સાથે એક વાઇબ સાથે ફંક્શનમાં એન્ટ્રી લે છે. સાથે ‘ફસ્લા’ ગીત વાગી રહ્યું હોય છે.અક્ષયની એન્ટ્રી એટલી દમદાર છે કે તેમની પાછળ રણવીર સિંહ પર પણ કોઈનું ધ્યાન જતું નથી. ‘ધુરંધર’ નું ગીત ‘Fa9la’ ટોપ ટ્રેન્ડિંગ ચાર્ટ્સમાં છે. આ ગીત એક બહેરીની અરબી રેપ ટ્રેક છે. આ ગીતને રેપર ફ્લિપેરાચી (Flipperachi) અને ડૈફી (Daffy) એ ગાયું છે અને ડીજે આઉટલૉ (DJ Outlaw) એ સંગીત આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : The bads of bollywood: ‘સડક છાપ ભાષા…’ – આર્યન ખાનની સિરીઝ ‘બૅર્ડ્સ ઑફ બૉલિવૂડ’ પર પાક. એક્ટર અલી ખાનનો તંજ!

ગીતનો મતલબ ભારતના લોકોને સમજાઈ રહ્યો નથી. મોટાભાગના લોકોના મનમાં સવાલ છે કે ‘Fa9la’ નું ઉચ્ચારણ શું છે અને તેનો અર્થ શું છે.અરબીમાં, ખાસ કરીને બહેરીની ભાષામાં FA9LA (ફસ્લા) નો મુખ્ય અર્થ થાય છે- મૌજ-મસ્તી, વાઇબ, ફન ટાઇમ, ધમાલ અથવા હાઇ એનર્જી મોમેન્ટ.આને તમે મસ્તીના તે સમય તરીકે લઈ શકો છો જ્યારે તમે પાગલપનના મૂડમાં હોવ છો.ફસ્લા’ એક પાર્ટી ટ્રેક છે પરંતુ તેને અક્ષય ખન્નાના ખતરનાક પાત્ર રહેમાન ડકૈત ના એક દમદાર અને સ્ટાઇલિશ એન્ટ્રી સીન માટે બેકગ્રાઉન્ડ ગીત તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગીતે તેમની હાજરીને ઘણી દમદાર બનાવી દીધી છે, કારણ કે ગીતની હાઇ બીટ્સ અચાનક તમારો મૂડ બદલી નાખે છે.

View this post on Instagram

A post shared by Jio Studios (@officialjiostudios)

ગીતના લિરિક્સ અને ગુજરાતીમાં અર્થ

યાખી દૂસ દૂસ: અરે ભાઈ, જોર લગાવો, જોર લગાવો (અથવા આગળ વધો, આગળ વધો)

  • ઇંદી ખોશ ફસ્લા: મારો એક શાનદાર વાઇબ (મજેદાર ટાઇમ) ચાલી રહ્યો છે
  • યાખી તફૂઝ તફૂઝ: અરે ભાઈ, તમે જીતશો, તમે જીતશો
  • વલ્લાહ ખોશ રક્સા: કસમથી (અલ્લાહના સોગંદ), આ એક અદ્ભુત ડાન્સ છે!
  • ઇંદી લક રક્સા કવીયા યા અલ-હબીબ: મારા પ્યારા (પ્રિય), મારી પાસે તમારા માટે એક જબરદસ્ત ડાન્સ છે
  • ઇસ્માહા સબૂહા ખતબહા નસીબ: તેનું નામ ‘સબૂહા’ છે, અને તેના નસીબ (કિસ્તમ/જીવનસાથી) નક્કી થઈ ગયા છે
  • મિડ યેદક ઝિંક બટાતી કફ: તમારો હાથ આગળ વધારો જેમ તમે તાળી પાડવાના હોવ
  • વા હેઝ જિત્ફિક હીલ ખલ્લિક શદીદ: અને તમારા હિપ્સને જોરથી હલાવો, મજબૂત બની રહો
  • આતીની રક્ સત અલ-ફરીસા: મને ‘પ્રેસ’ વાળો ડાન્સ કરીને બતાવો
  • ઝિદ અલીહા શ્વાય ઇંદી બીઝા: થોડું વધારે કરો, મારી પાસે ‘બીઝા’ (કદાચ ‘વીઝા’ અથવા ઇનામ) છે
  • હક અલ-મુહ્તર ઇલ્લિ નઆરિફુહ સઇદા: આ તે સન્માનિત વ્યક્તિનો અધિકાર છે જેને અમે જાણીએ છીએ, સઇદા
  • ઇલ્લિ મસવ્વિલ્લી ફીહા અના હેબા: જેને મેં (સઇદાને) એક ઉપહાર આપ્યો છે
  • ઇલ સ્વિલી રક્સા: આવો, મારા માટે ડાન્સ કરો
  • બિયા આતીની વાહિદ કર્ક યલ્લા: મને ‘કર્ક’ (કદાચ એક ડ્રિંક) આપો, ચાલો!
  • યિબા તિસઅ સૈયારા બેલીસ યલ્લા: તેને પોલીસની કાર જોઈએ છે, ચાલો!
  • યલ્લા: ચાલો!
  • સૂલી રક્સા તાનિયા: મારા માટે એક બીજો ડાન્સ કરો

રક્ સત અલ-બતરીક વલા સિક્સ-એટ: પેંગ્વિન ડાન્સ અથવા પછી ૬/૮ તાલ વાળો ડાન્સ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Akshay Khanna Kissed Karisma Kapoor Hand in Front of Her Husband at Her Wedding
મનોરંજન

Akshay Khanna : કરિશ્મા કપૂરના લગ્નમાં અક્ષય ખન્નાએ પતિની સામે જ અભિનેત્રીના હાથ પરકરી કિસ, વિડીયો એ મચાવ્યો હંગામો!

by Zalak Parikh December 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akshay Khanna : અભિનેતા અક્ષય ખન્ના આ દિવસોમાં ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ચર્ચામાં છે અને તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ વચ્ચે, અક્ષય ખન્નાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કરિશ્મા કપૂરના લગ્ન સમારંભનો છે. વીડિયોમાં અક્ષય, કરિશ્માની પાસે જાય છે અને તેના હાથ પર કિસ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar OTT Deal: રણવીર સિંહની ‘ધુરંધર’ એ બનાવ્યો રેકોર્ડ: ફિલ્મ માટે થઈ અત્યાર સુધીની સૌથી મોંઘી OTT ડીલ, જાણો શું છે Netflixની ઑફરનો ટ્વિસ્ટ?

વાયરલ વીડિયોમાં શું છે?

કરિશ્મા કપૂર અને સંજય કપૂર લગ્નના રિસેપ્શનમાં સૌને મળી રહ્યા છે. આ દરમિયાન અક્ષય ખન્ના ત્યાં આવે છે અને કરિશ્માને મળતી વખતે તેના હાથ પર કિસ કરે છે. કરિશ્મા પણ હસતા હસતા તેને મળે છે.એક સમયે કરિશ્મા કપૂર અને અક્ષય ખન્નાના નામ ખૂબ જોડાયેલા હતા અને કહેવાતું હતું કે તેઓ રિલેશનશિપમાં હતા.કરિશ્માના પિતા રણધીર કપૂર પણ આ સંબંધથી ખુશ હતા અને તેમણે અક્ષયના પિતા વિનોદ ખન્નાને લગ્નનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો.જોકે, કરિશ્માની માતા બબીતાએ વચ્ચે આવીને આ સંબંધને સમાપ્ત કરવા કહ્યું હતું. તેમનું કહેવું હતું કે કરિશ્મા પોતાના કરિયરની ટોચ પર છે અને તેણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.આ ઘટના પછી બંનેનો સંબંધ ત્યાં જ સમાપ્ત થઈ ગયો. કરિશ્માએ પછીથી અભિષેક બચ્ચન સાથે સગાઈ કરી, જે તૂટી ગઈ. ત્યારબાદ તેણે સંજય કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ લાંબું ટક્યું નહીં અને તેમના છૂટાછેડા થઈ ગયા.

View this post on Instagram

A post shared by Akshaye Vinod Khanna 🌀 (@akshaye_khanna_)

અક્ષય ખન્નાએ હજી સુધી લગ્ન કર્યા નથી અને તે સિંગલ જ છે. પોતાના સિંગલ રહેવા પર અક્ષયે કહ્યું હતું કે,”પહેલા એક સારો પાર્ટનર મળવો જોઈએ. આપણે એટલા માટે લગ્ન ન કરવા જોઈએ કારણ કે બધા કરે છે. જ્યાં સુધી તમે પોતે તૈયાર ન હો, ત્યાં સુધી તમે પરિવારના દબાણ પર પણ લગ્ન કરી શકતા નથી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Akshay Khanna Used to Keep a Small Cylinder With Him All the Time in dhurandhar shooting
મનોરંજન

Akshay Khanna: અક્ષય ખન્નાના શૂટિંગનો સંઘર્ષ: નાના સિલિન્ડરની મદદથી પૂરા કર્યા શૉટ્સ, દરેક કટ પછી લગાવતા હતા ઑક્સિજન માસ્ક, શું છે કારણ?

by Zalak Parikh December 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akshay Khanna: ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાનું ‘રહેમાન ડકૈત’નું પાત્ર દર્શકોને એટલું પસંદ આવ્યું છે કે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. જોકે, શું તમે જાણો છો કે ફિલ્મમાં ‘FA9LA’ નામના ગીત ની એન્ટ્રી સીન શૂટ કરતી વખતે અક્ષય ખન્ના આખો સમય પોતાની સાથે નાનો ઑક્સિજન સિલિન્ડર રાખતા હતા?

આ સમાચાર પણ વાંચો : Dharmendra Birth Anniversary: ધર્મેન્દ્રની જન્મ જયંતિ પર મોટો ફેરફાર! ખંડાલાના ફાર્મહાઉસ પર નહીં થાય ઉજવણી, પરિવારે કેમ લીધો આ નિર્ણય?

ઑક્સિજન લેવલ ઘટી જવાથી મુશ્કેલી

ફિલ્મનું શૂટિંગ લદ્દાખમાં ચાલી રહ્યું હતું, જ્યાં ઑક્સિજનનું સ્તર ઓછું હોય છે. કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ BTS (પડદા પાછળના) પળો વિશે માહિતી આપતા જણાવ્યું કે શૂટિંગ દરમિયાન અક્ષયનું ઑક્સિજન લેવલ ઘટી ગયું હતું. આ પડકારને કારણે, તેમને દરેક શૉટ પછી ઑક્સિજન માસ્ક લગાવવો પડતો હતો.પડકારો હોવા છતાં, અક્ષય ખન્નાએ સહેજ પણ ખચકાટ વિના પોતાનો ડાન્સ સિક્વન્સ પૂર્ણ કર્યો.

View this post on Instagram

A post shared by Jio Studios (@officialjiostudios)

આ ગીત અક્ષય ખન્નાના પાત્ર ‘રહેમાન ડકૈત’ને ‘શેર-એ-બલૂચ’નો તાજ પહેરાવવાના જશ્ન વિશેનું હતું. કોરિયોગ્રાફરે જણાવ્યું કે શરૂઆતમાં અક્ષયે માત્ર સ્ટેજ પર આવીને સિંહાસન પર બેસવાનું હતું. પરંતુ અક્ષયે વાતાવરણ જોઈને જાતે જ ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.લદ્દાખમાં ઓછા ઑક્સિજનના પડકારને કારણે, ટીમે માત્ર ૨ કલાકમાં આખું ગીત શૂટ કરી લીધું. વિજયે આ ઝડપી કામગીરીનો શ્રેય અક્ષય ખન્નાના સમર્પણ અને પ્રોફેશનલિઝમને આપ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar Advance Booking: Ranveer Singh’s film creates buzz, tickets selling fast before release
મનોરંજન

Dhurandhar Advance Booking: ‘ધુરંધર’ એડવાન્સ બુકિંગમાં હિટ! રિલીઝ પહેલા જ ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો, બનાવ્યો નવો રેકોર્ડ.

by Zalak Parikh December 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar Advance Booking: આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મ ‘ધુરંધર’ નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને રિપોર્ટ્સ મુજબ ટિકિટો ધડાધડ વેચાઈ રહી છે. ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના સીન અને ગીતોના ક્લિપ્સ વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Lahore 1947: ‘લાહોર 1947’ ફિલ્મ જોઈને ધર્મેન્દ્રએ શું કહ્યું? મૃત્યુ પહેલા જોઈ સની દેઓલની ફિલ્મ!આમિર ખાને કર્યો મોટો ખુલાસો!

એડવાન્સ બુકિંગ રિપોર્ટ

મીડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં ફિલ્મને 2Dમાં 2178 શોઝ અને IMAX 2Dમાં 63 શોઝ મળ્યા છે. અત્યાર સુધીમાં 8654 ટિકિટ વેચાઈ ગઈ છે અને 43.36 લાખની કમાણી થઈ છે. બ્લોક સીટ્સ સાથે કુલ કમાણી  1.97 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો રિલીઝ પહેલા વધુ વધવાની શક્યતા છે.ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, આર માધવન અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનો રનટાઈમ લગભગ 3 કલાક 32 મિનિટનો હોવાનું કહેવાય છે.

View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh)

ફેન્સ સોશિયલ મીડિયા પર ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો પર રીલ્સ બનાવી રહ્યા છે. ‘ધુરંધર’ને લઈને બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગની અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
chhaava box office collection day 11
મનોરંજન

Chhaava box office collection: મન્ડે ટેસ્ટમાં ફેલ થઈ છાવા, 11 માં વિકી કૌશલ ની ફિલ્મ ને લાગ્યો મોટો ઝટકો, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

by Zalak Parikh February 25, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો ને વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના અને અક્ષય ખન્નાની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. શનિવાર અને રવિવારે શાનદાર બિઝનેસ કરનાર વિકી કૌશલની ‘છાવા’ ને ૧૧મા દિવસે મોટો ઝટકો લાગ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, આ મામલે સની દેઓલ અને રણબીર કપૂર ની ફિલ્મ ને પણ છોડી દીધી પાછળ

છાવા નું કુલ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ છાવા એ તેની રિલીઝ ના 11 માં દિવસે ભારતમાંથી ૧૮.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી આટલો ઓછો સંગ્રહ ક્યારેય નહોતો થયો. આ સાથે, કુલ ભારતીય ચોખ્ખી કમાણી રૂ. ૩૪૫.૨૫ કરોડ થાય છે. શનિવાર અને રવિવાર ના વ્યવસાય પર નજર કરીએ તો સમજી શકાય છે કે કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જોકે આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

Box Office: #Chhaava Second Monday (Day 11) Early Estimateshttps://t.co/X8431WZ2fL

— Sacnilk Entertainment (@SacnilkEntmt) February 24, 2025

‘છાવા’ એ મહાન મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત એક પીરિયડ ડ્રામા છે.વિકી કૌશલે આ ફિલ્મ માં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે.રશ્મિકા મંડન્ના એ તેની પત્ની યેસુબાઈ ભોંસલેની ભૂમિકા અને અક્ષય ખન્ના એ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
chhaava box office collection day 5
મનોરંજન

Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, પાંચમા દિવસે પણ વિકી કૌશલની ફિલ્મે કરી બંપર કમાણી

by Zalak Parikh February 19, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો ને આ સંભાજી મહારાજ ના પાત્ર માં વિકી કૌશલ ખુબ પસંદ આવી રહ્યો છે. આ ઐતિહાસિક ફિલ્મે તેની શરૂઆત માં જ જબરદસ્ત કમાણી કરી લીધી હતી. હવે ફિલ્મ એ ગતિ એ આગળ વધી રહી છે કે રિલીઝ થયાના ચાર દિવસમાં જ તેણે તેના બજેટ કરતાં વધુ કમાણી કરી લીધી. તો ચાલો જાણીયે ફિલ્મે પાંચમા દિવસે કેટલી કમાણી કરી.

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા સહિત અન્યો ની મુશ્કેલી માં થયો વધારો, હવે આ શહેર માં પણ તેમની વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર

છાવા નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ છાવા એ તેના પહેલા દિવસે 31 કરોડ રૂપિયા, બીજા દિવસે 37 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 48.5 કરોડ રૂપિયા, ચોથા દિવસે 24 કરોડ રૂપિયા અને છાવા એ તેના પાંચમા દિવસે 24.50 કરોડની કમાણી કરી છે.આ સાથે જ છાવા ની કુલ કમાણી 165 કરોડ રૂપિયા થઇ ગઈ છે. હવે આ ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.રિપોર્ટ મુજબ છાવા નું કુલ બજેટ 130 કરોડ હોવાનું કહેવાય છે. 

Box Office: #Chhaava First Tuesday (Day 5) Early Estimateshttps://t.co/RtnidosGbK

— Sacnilk Entertainment (@SacnilkEntmt) February 18, 2025

છાવા માં વિકી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, ડાયના પેન્ટી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
chhaava ott release know where to watch vicky kaushal and rashmika mandanna film
મનોરંજન

Chhaava OTT release: છાવા ના ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે વિકી કૌશલ અને રશ્મિકા ની ફિલ્મ

by Zalak Parikh February 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Chhaava OTT release: છાવા ફિલ્મ થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.આ ફિલ્મ માં લોકો ને વિકી કૌશલ અને રશ્મિકા નો અભિનય ખુબ પસંદ આવી રહ્યો છે. ‘છાવા’એ પહેલા દિવસે લગભગ 31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ રિલીઝ થયાને ફક્ત એક દિવસ થયો છે. તેવામાં આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

  આ સમાચાર પણ વાંચો: Madhubala: પ્રેમના દિવસ એટલે કે વેલેન્ટાઈન ના દિવસે જન્મેલી મધુબાલા ના નસીબ માં નહોતો લખ્યો સાચો પ્રેમ,જાણો બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી વિશે કેટલીક અજાણી વાતો

છાવા નું ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ છાવા ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જોકે છાવા ના નિર્માતાઓએ હજુ સુધી નક્કી કર્યું નથી કે ફિલ્મ ને નેટફ્લિક્સ પર કઈ તારીખે રિલીઝ કરશે.. સામાન્ય રીતે કોઈપણ નવી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાના ૫૦-૬૦ દિવસ પછી ઓટિટિ પર રિલીઝ થાય છે. હવે જોવાનું એ રહે છે કે ‘છાવા’ નેટફ્લિક્સ પર ક્યારે રિલીઝ થાય છે.

View this post on Instagram

A post shared by Maddock Films (@maddockfilms)

‘છાવા’ ફિલ્મ ને લક્ષ્મણ ઉટેકરે દિગ્દર્શિત કરી છે અને મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ દિનેશ વિજને નિર્મિત કરી છે. આ ફિલ્મ શિવાજી સાવંતના મરાઠી નવલકથા ‘છાવા’ પર આધારિત છે અને છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મ માં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકા નિભાવે છે, જ્યારે રશ્મિકા મન્દન્ના, અક્ષય ખન્ના, અશુતોષ રાણા, ડાયાના પેન્ટી, વિનીત કુમાર સિંહ, દિવ્યા દત્તા અને પ્રદીપ રાવત સહાયક ભૂમિકાઓમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
chhaava review know hows vicky kaushal and rashmika mandanna film
મનોરંજન

Chhaava review: છત્રપતિ સંભાજી મહારાજ બની ને છવાયો વિકી કૌશલ, જાણો કેવી છે રશ્મિકા ની ફિલ્મ છાવા

by Zalak Parikh February 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Chhaava review:  ‘છાવા’ છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા છે. આજે આખો દેશ છત્રપતિ શિવાજી મહારાજને જાણે છે, પરંતુ તેમના બહાદુર પુત્રની ઓળખ ફક્ત મહારાષ્ટ્ર પૂરતી મર્યાદિત રહી ગઈ. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે પ્રખ્યાત મરાઠી લેખક શિવાજી સાવંતની નવલકથા ‘છાવા’ પર આધારિત આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ માં વિકી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજ અને રશ્મિકા એ યસુબાઈ ની ભૂમિકા ભજવી છે તો ચાલો જાણીયે લોકો ને કેવી લાગી વિકી અને રશ્મિકા ની ફિલ્મ છાવા 

આ સમાચાર પણ વાંચો: Ashram 3 part 2 teaser out: બાબા નિરાલા સાથે બદલો લેવા પમ્મી એ કસી કમર, આશ્રમ 3 ના બીજા ભાગ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

છાવા નો રીવ્યુ 

ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ‘છાવા’ની સમીક્ષા કરી અને તેને ઉત્તમ ગણાવી. તેણે ફિલ્મને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું. તરણ આદર્શ ના મતે આ ફિલ્મ ઇતિહાસ, લાગણીઓ, દેશભક્તિ અને એક્શનનું એક ઉત્તમ મિશ્રણ છે. વિકીએ છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ખૂબ જ શક્તિશાળી રીતે ભજવ્યું છે અને બતાવ્યું છે કે તે તેના સમયના શ્રેષ્ઠ અભિનેતાઓમાં નો એક છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે શાનદાર દિગ્દર્શન કર્યું છે. વિક્કીનો શાનદાર અભિનય, શક્તિશાળી સંવાદો અને ભાવનાત્મક દ્રશ્યો ફિલ્મને બીજા સ્તરે લઈ જાય છે. અક્ષય ખન્ના સાથેના તેમના મુકાબલાના દ્રશ્યો અને એક્શન દ્રશ્યો પણ ખૂબ જ શક્તિશાળી છે.

#OneWordReview…#Chhaava: SPECTACULAR.
Rating: ⭐️⭐️⭐️⭐️½
Blends history, emotions, passion, patriotism, action with finesse… #VickyKaushal terrific, cements his stature as one of the finest actors of his generation… #LaxmanUtekar triumphs as a storyteller. #ChhaavaReview… pic.twitter.com/hK2iLBeMkz

— taran adarsh (@taran_adarsh) February 13, 2025

છાવા જોઈ ને બહાર નીકળેલા લોકો આ ફિલ્મ ની વાર્તા અને અભિનય ના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું ‘છાવા’ ને સારી સમીક્ષાઓ મળી રહી છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. તો બીજી તરફ ઘણા લોકો તેને વિકી કૌશલના અત્યાર સુધીના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે ઘણી બધી સકારાત્મક ટિપ્પણીઓ આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
chhava trailer release
મનોરંજન

Chhava trailer: છાવા નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, 2 કલાક માં મળ્યા અધધ આટલા વ્યૂઝ

by Zalak Parikh January 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Chhava trailer: વિકી કૌશલ અને રશ્મિકા ની ફિલ્મ છાવા નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ટ્રેલર ત્રણ મિનિટ અને આઠ સેકન્ડ લાંબું છે.આ ટ્રેલરમાં, વિકી કૌશલ સંભાજી મહારાજના શક્તિશાળી પાત્રમાં જોવા મળે છે.ટ્રેલર રિલીઝ થયા ના માત્ર બે કલાક માં જ અધધ આટલા વ્યૂઝ મળી ચુક્યા છે. 

આ સમાચાર પણ વાંચો  : Amitabh bachchan: અમિતાભ બચ્ચન નીકળ્યા પાક્કા વેપારી, બિગ બી એ તેમનો અંધેરી નો એપાર્ટમેન્ટ વેચી કર્યો અધધ આટલો નફો

છાવા ના ટ્રેલર ને મળ્યા 15 લાખ વ્યૂઝ 

છાવા ના ટ્રેલરમાં શરૂઆતથી અંત સુધી ઘણા શક્તિશાળી સંવાદો સાંભળવા મળે છે.આ સાથે વિકી કૌશલ ગદા અને તલવાર સહિત વિવિધ હથિયારો ચલાવતો જોવા મળે છે.ટ્રેલરમાં રશ્મિકા મંડન્ના પણ જોવા મળે છે. આ ફિલ્મમાં રશ્મિકા એ સંભાજી મહારાજની પત્નીની ભૂમિકા ભજવી છે.આ ટ્રેલર ના રિલીઝ થયા ના માત્ર બે જ કલાક માં 15 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. લોકો ને ફિલ્મ નું ટ્રેલર ખુબ પસંદ આવી રહ્યું છે.  

View this post on Instagram

A post shared by Maddock Films (@maddockfilms)

છાવા ના ટ્રેલરમાં વિકી, રશ્મિકા અને અક્ષય ઉપરાંત આશુતોષ રાણા, વિનીત કુમાર સિંહ, દિવ્યા દત્તા અને ડાયના પેન્ટી જેવા કલાકારો પણ જોવા મળે છે.આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી એ સિનેમાઘરોમાં આવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Taal re release in theater on 27 september 2024
મનોરંજન

Taal re release: વીર ઝારા અને તુમ્બાડ બાદ હવે સુભાષ ઘાઈ ની ‘તાલ’ થઇ રહી છે ફરીથી રિલીઝ, જાણો ક્યારે જોવા મળશે ઐશ્વર્યા રાય ની ફિલ્મ

by Zalak Parikh September 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Taal re release: બોલિવૂડ માં હાલ રી રિલીઝ નો ટ્રેન્ડ ચાલુ છે. વીર ઝારા અને તુમ્બાડ બાદ હવે સુભાષ ઘાઈ ની ‘તાલ’ ફિલ્મ ફરીથી રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ સુભાષ ઘાઈ એ ડિરેક્ટ કરી હતી આ ફિલ્મ માં ઐશ્વર્યા રાય, અક્ષય ખન્ના, અનિલ  કપૂર,અમરીશ પુરી અને આલોક નાથ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે ફિલ્મ ની રિલીઝ ના 25 વર્ષ બાદ ફરીથી આ ફિલ્મ ને રિલીઝ કરવામાં આવી રહી છે જેની માહિતી સુભાષ ઘાઈ એ પોતે આપી છે. 

આ સમાચાર પણ વાંચો : Alia bhatt: આલિયા ભટ્ટ છે બોલિવૂડ ની આ લોકપ્રિય અભિનેત્રી ની પ્રશંસક, તે એક્ટ્રેસ ની સ્ટાઇલ ની કરતી હતી કોપી

તાલ થઇ રહી છે રી રિલીઝ 

સુભાષ ઘાઈ એ તેમના ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ ને લગતો એક વિડીયો શેર કરતા લખ્યું, ‘તાલ’ આવતા સપ્તાહે 27 સપ્ટેમ્બરથી ફરી સિનેમાઘરોમાં જોવા મળશે. 100 થી વધુ સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થવાની ખુશી છે. તાલ સે તાલ મિલા.’ 

View this post on Instagram

A post shared by SG (@subhashghai1)

સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ તાલ, પહેલીવાર 13 ઓગસ્ટ, 1999 ના રોજ રીલિઝ થઈ હતી, હવે લગભગ 25 વર્ષ બાદ આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક