Tag: alert message

  • LSG vs CSK:  IPL માં ધોની મેદાને આવે અને કાન ફાડી નાખે તેવો શોર થાય છે. નોઈસ લેવલ રેકોર્ડ થયું…

    LSG vs CSK: IPL માં ધોની મેદાને આવે અને કાન ફાડી નાખે તેવો શોર થાય છે. નોઈસ લેવલ રેકોર્ડ થયું…

    News Continuous Bureau | Mumbai

    LSG vs CSK: લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ બેશક ચેન્નાઈ સામે ઘરઆંગણે મેચ રમી રહી હતી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના  નામે સ્ટેડિયમમાં ધૂમ મચાવી હતું. કારણ કે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ધોનીની જોરદાર બેટીંગ પ્રદર્શન જોઈને ચાહકોની ઈચ્છા પૂરી થઈ હતી. વાસ્તવમાં લખનૌ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવતા જ આખું સ્ટેડિયમ તેના નામના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. આખુ સ્ટેડિયમ પીળા પોશાકની જર્સીના રંગથી રંગાયેલું દેખાયું હતું. સ્ટેડિયમમાં એટલો હાઈ અવાજ હતો કે સ્માર્ટ વોચ પર એલર્ટ મેસેજ પણ આવવા લાગ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે, લખનઉ સુપરજાયન્ટ્સના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોકની ( quinton de kock ) પત્નીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં તેણે પોતાની સ્માર્ટ વોચ પર મળેલા એલર્ટનો ફોટો શેર કર્યો હતો. આ એલર્ટ મેસેજમાં ( alert message ) લખવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં ( Ekana Cricket Stadium )  ઘોંઘાટ એટલો બધો છે કે જો કોઈ અહીં 10 મિનિટ સુધી સતત રહે તો તે બહેરો થઈ શકે છે. એલર્ટ મેસેજમાં 95 ડેસિબલ અવાજ માપવામાં આવ્યો હતો જે એકદમ ખતરનાક માનવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો :  Surat: સુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા

     LSG vs CSK: લખનૌ સામેની આ મેચમાં ધોનીએ માત્ર 9 બોલનો સામનો કર્યો હતો..

    લખનૌ સામેની આ મેચમાં ધોનીએ માત્ર 9 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 311ના સ્ટ્રાઈક રેટથી 28 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. ધોનીની ( Mahendra Singh Dhoni ) આ ઝડપી ઇનિંગના કારણે લખનૌની ટીમ નિર્ધારિત 20 ઓવરની રમતમાં 176 રન બનાવી શકી હતી. ધોની સિવાય રવિન્દ્ર જાડેજાએ CSK માટે 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.

    CSK સામેની મેચમાં લખનૌની ટીમે 176 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 8 વિકેટે મેચ જીતી લીધી હતી . લખનૌ માટે કેએલ રાહુલે 82 રન અને ક્વિન્ટન ડી કોકે 54 રનનું યોગદાન આપ્યું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Apple Hacking: વિપક્ષી નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાનોના આઈફોન પર પણ આવ્યો હેકિંગના મેસેજ.. રાજીવ ચંદ્રશેખરના દાવાથી વધી ચિંતા.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…વાંચો વિગતે અહીં..

    Apple Hacking: વિપક્ષી નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાનોના આઈફોન પર પણ આવ્યો હેકિંગના મેસેજ.. રાજીવ ચંદ્રશેખરના દાવાથી વધી ચિંતા.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai

    Apple Hacking: વિપક્ષી નેતાઓના આઇફોન ( Iphone ) પર ચેતવણીના મેસેજ ( Alert Message ) આવ્યા બાદ કેન્દ્ર સરકાર ( Central Government ) પર પસ્તાળ પાડવામાં આવી રહી છે, આ મામલે સરકાર બચાવ કરી રહી છે સાથે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં ખુદ કેન્દ્રીય પ્રધાનના ( Union Ministers ) આઇફોન પર પણ હેકિંગના એલર્ટનો મેસેજ આવ્યો છે. વિપક્ષી ( opposition )  નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ ( Piyush Goyal ) ના આઈફોન પર પણ હેકિંગનો એલર્ટ મેસેજ આવ્યો હોવાનો ખુલાસો કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ( Rajeev Chandrasekhar ) કર્યો છે. એ ઉપરાંત શ્યામ સરનને પણ ચેતવણીનો સંદેશ મળ્યો છે. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી (IT) રાજ્ય મંત્રી ચંદ્રશેખરે આ મામલામાં તપાસને સમર્થન આપતાં એમ પણ કહ્યું હતું કે એપલને તેના આઇફોન અને અન્ય ઉપકરણો વિશે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે જે તે કહે છે કે સુરક્ષિત છે.

    વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ના નેતાઓના ફોન પર હેકિંગ એલર્ટનો મામલો ચગ્યો છે. વિપક્ષી નેતાઓનો દાવો છે કે તેમને મોબાઈલમાં એપલ તરફથી એલર્ટ આવ્યું હતું કે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તમારા ફોન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિપક્ષી નેતાઓના ( opposition leaders )  દાવા બાદ મોટો વિવાદ પેદા થયો હતો. પરંતુ આ કિસ્સામાં મોટો સવાલ એ છે કે વિપક્ષી નેતાઓના ફોન પર હેકિંગ અને ટેપિંગનું એલર્ટ ગયું કેવી રીતે? સહું કોઈ આ સવાલનો જવાબ શોધવાની કોશિશમાં છે ત્યારે હવે તેનો જવાબ મળી ગયો છે.

    કેન્દ્ર સરકારના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એપલનું એલર્ટ “અલ્ગોરિધમની ભૂલ” ને કારણે હોઈ શકે છે. આ કારણે વિપક્ષી નેતાઓના એપલ ફોન પર એલર્ટ મળ્યું હતું. નેતાઓએ આ સંદર્ભે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મેઇલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Delhi High Court: પત્ની દ્વારા પતિને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય? પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈ દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ મહત્ત્વપૂર્ણ ચુકાદો.. જાણો શું છે સંપુર્ણ મામલો..

    હું 15-20 વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી..

    વિપક્ષના જે નેતાઓને હેકિંગનું એલર્ટ આવ્યું છે તેમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (Uddhav Thackeray) ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, આપ નેતા રાઘવ ચઢ્ઢા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના નેતા પવન ખેરા અને તિરુવનંતપુરમ કોંગ્રેસના સાંસદ શશી થરૂર સામેલ છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એવું કહ્યું કે ગઈકાલે રાત્રે મને મારા ફોન પર ચેતવણી મળી હતી, હું 15-20 વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી. આ એક ગંભીર ચેતવણી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યું હતું, તે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે આજે સવારે, મને ખબર પડી કે ઘણા વિપક્ષી નેતાઓને આ સંદેશ મળ્યો છે.

    કેટલાક વિપક્ષી નેતાઓના મોબાઈલમાં એપલ તરફથી એલર્ટ આવ્યું હતું કે રાજ્ય સમર્થિત હુમલાખોરો સંભવતઃ તમારા આઇફોનને નિશાન બનાવી રહ્યા છે. એલર્ટ અનુસાર એપલને લાગે છે કે, હુમલાખોરો એપલ આઇડી દ્વારા આઇફોનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • સારા સમાચાર મુંબઈગરાને 3 કલાક પહેલા મળશે અતિવૃષ્ટિ અને મોટી ભરતીની માહિતી જાણો વિગતે

    સારા સમાચાર મુંબઈગરાને 3 કલાક પહેલા મળશે અતિવૃષ્ટિ અને મોટી ભરતીની માહિતી જાણો વિગતે

     

     News Continuous Bureau | Mumbai

    ચોમાસાના(Monsoon) આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અતિવૃષ્ટિ(Heavy rain) અને હાઈટાઈડ(Hightide)દરમિયાન ઘરની બહાર નીકળવું કે નહીં તેની માહિતી હવે મુંબઈગરાને મોબાઈલ પર મળી શકશે. મોબાઈલ એપથી(Mobile application) મુંબઈગરાને ત્રણ કલાક પહેલા એલર્ટ મેસેજ(Alert message) મળતા રહેશે.

    મુંબઈમાં અતિવૃષ્ટિ દરમિયાન મીઠી નદીમાં પૂર(River Flood) આવ્યા કે પછી ભારે વરસાદને કારણે પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હશે કે પછી ભારે વરસાદનો વર્તારો હશે, આ તમામ માહિતી સામાન્ય નાગરિકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની(Disaster Management) મોબાઈલ એપ પરથી મળી શકશે.

    આ સમાચાર પણ વાંચો : તમારા એરિયામાં રસ્તા પર ખાડા પડી ગયા છે- નોટ ટુ વરી. BMCની આ હેલ્પલાઇન પર કરજો ફરિયાદ- જાણો વિગતે

    પાલિકાના એડિશનલ કમિશનર(Additional Commissioner) પી.વેલારસુના(P. Velarsu) જણાવ્યા મુજબ  ત્રણ કલાક પહેલા હવામાન ખાતા(meteorological department) પાસેથી વરસાદને લગતી માહિતી, માટે પાલિકાએ કરેલી તૈયારીઓની માહિતી તો એપ પર મળશે પણ સાથે જો વાદળ ફાટવાનું હોય કે એટલે અતિભારે વરસાદ જેમ કે 26 જુલાઈ,2005 જેવો વરસાદ પડવાનો હોય તે તેની માહિતી એક દિવસ પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ બીએમસી(BMC) મોબાઈલ એપ પરથી મળી શકશે.