• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Amrit Bharat Station Scheme
Tag:

Amrit Bharat Station Scheme

Himatnagar Railway Station હિંમતનગર રેલવે સ્ટેશન બની રહ્યું છે મલ્ટીમોડલ હબ
રાજ્ય

Himatnagar Railway Station: હિંમતનગર રેલવે સ્ટેશન બની રહ્યું છે મલ્ટીમોડલ હબ

by Dr. Mayur Parikh October 4, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

  • રેલવે સ્ટેશનને શહેર સાથે ઈંટીગ્રેટ માટે હાઇવે સુધી 12 મીટર પહોળી નવી સડક નું નિર્માણ થઈ રહ્યું છે, જેથી મુસાફરોને મળશે સીધી કનેક્ટિવિટી.
  • એક એકર જેટલી વિશાળ પાર્કિંગની સુવિધા.

Himatnagar Railway Station પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના હિંમતનગર રેલવે સ્ટેશનનું કાયાપલટ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. સ્ટેશન બિલ્ડિંગનું લગભગ 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી સમયમાં મુસાફરોને આધુનિક તથા ઉત્તમ સુવિધાઓથી સજ્જ સ્ટેશન ઉપલબ્ધ થશે. આ પુનર્વિકાસ માત્ર મુસાફરીની સુવિધાઓ વધારશે નહીં, પરંતુ પ્રાદેશિક પર્યટન અને આર્થિક વિકાસને પણ નવી દિશા આપશે.


સુવિધાઓ
સ્ટેશનનો પ્રવેશદ્વાર 12 મીટર પહોળો બનાવવામાં આવી રહ્યો છે, જેથી મુસાફરો સરળતાથી સ્ટેશનમાં પ્રવેશી શકે.
• અંદાજે 4110 યાર્ડ (લગભગ એક એકર જમીન) વિશાળ પાર્કિંગ, જે પર્યાપ્ત વાહન પાર્કિંગ સુવિધા પૂરી પાડશે.
• પિક અપ/ડ્રોપ ઓફ એરિયા, જેથી મુસાફરોને વાહન મૂકવા અને લેવામાં સુવિધા રહેશે.
• પરિસરમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ કરવામાં આવી છે જે મુસાફરો અને સ્થાનિક લોકો માટે ખુલ્લું અને હરિયાળું વાતાવરણ સુનિશ્ચિત કરે છે.

• મોટો કોન્કોર્સ એરિયા, મુસાફરો માટે ખુલ્લું અને વ્યવસ્થિત પ્રતીક્ષાલયની વ્યવસ્થા છે.
• ડીલક્સ એ.સી. વેઇટિંગ હોલ અને નોન એ.સી. વેઇટિંગ હોલ છે જે સામાન્ય મુસાફરો માટે આરામદાયક પ્રતીક્ષાલયની સુવિધા આપશે
• ફૂટ ઓવર બ્રિજ 36 ફૂટ પહોળો અને 67 મીટર લાંબો હશે, જે પ્લેટફોર્મ વચ્ચે સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરશે.
• પ્લેટફોર્મ–1 કવર શેડ 640 વર્ગમીટરમાં ફેલાયેલું છે, જ્યારે પ્લેટફોર્મ–2 અને 3 કવર શેડ 320 વર્ગમીટરના છે જે વરસાદ અને સૂર્યપ્રકાશથી સુરક્ષા આપશે.

• દિવ્યાંગજન માટે શૌચાલયની વ્યવસ્થા.
• નિકાસ દ્વાર 12 મીટર પહોળો છે જેથી સ્ટેશનમાંથી સરળતાથી બહાર નીકળવું શક્ય બનશે
• સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગનો વિકાસ, જેથી વાહન સંચાલન સુવ્યવસ્થિત થશે.
• સ્ટેશન ફસાડ અને પ્રવેશદ્વારનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે.
• આધુનિક સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વધુ સુરક્ષા, બેઠક અને ટિકિટિંગ સુવિધા પૂરી પાડશે.

આ સમાચાર પણ વાંચો : Saras Mela 2025: સપનાની ઉડાન ગોબર-માટીથી સપનાં ઘડતી સ્ત્રી કલાકાર”

વર્તમાનમાં હિંમતનગર સ્ટેશન પર 12 નિયમિત અને 4 સ્પેશિયલ ટ્રેનો રોકાય છે. અહીંથી દરરોજ લગભગ 2500 મુસાફરો મુસાફરી કરે છે અને આ સ્ટેશનને ભવિષ્યમાં દરરોજ અંદાજે 50,000 મુસાફરોની અવરજવર અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહ્યું છે.
પુનર્વિકસિત હિંમતનગર રેલવે સ્ટેશન મુસાફરોને સુરક્ષિત, આધુનિક અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ વિકાસ માત્ર મુસાફરીની સુવિધાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સ્થાનિક વેપાર, પર્યટન અને રોજગારીને પણ પ્રોત્સાહન આપશે. નવું હિંમતનગર સ્ટેશન ભવિષ્યમાં સાબરકાંઠા ક્ષેત્ર માટે સ્માર્ટ અને આધુનિક રેલ પરિવહનનું પ્રતિક બનશે.
ગુજરાત સરકારના સહયોગથી સ્ટેશનથી મુખ્ય માર્ગ સુધી અંદાજે 100 મીટર લાંબી નવી સડક નું નિર્માણ થઈ રહ્યું છે, જેની સીધી કનેક્ટિવિટી સ્ટેશન અને સ્ટેશન પર બનાવાઈ રહેલા 12 મીટર પહોળા ફૂટઓવર બ્રિજ સાથે હશે. આ 12 મીટર પહોળો ફૂટઓવર બ્રિજ શહેરના બન્ને છેડાઓને જોડશે, જેથી મુસાફરો અને સ્થાનિક નાગરિકો માટે શહેરના એક છેડેથી બીજા છેડે જવું સરળ બનશે.
આ સાથે જ હિંમતનગર–ખેડબ્રહ્મા રેલવે લાઇનનું ગેજ પરિવર્તન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ માર્ગ પર ટૂંક સમયમાં રેલ સેવાઓ શરૂ થશે, જેથી પ્રાદેશિક મુસાફરોને ઝડપી અને સરળ રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ નવી સુવિધાથી આસપાસના શહેરોમાં રેલવેની પહોંચ વધુ મજબૂત બનશે, જે આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરશે તથા ક્ષેત્રીય વિકાસને ગતિ આપશે.

October 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amrit Bharat station scheme PM Modi inaugurates 103 Amrit Bharat stations in 18 states Check full list
રાજ્ય

Amrit Bharat station scheme : અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

by kalpana Verat May 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Amrit Bharat station scheme :

* રાજ્યના ૮૭ રેલવે સ્ટેશનો ૬૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યા છે. 

* રૂ. ૧૬૪ કરોડના ખર્ચે પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ સ્ટેશનોનું એકસાથે વર્ચ્યુઅલ લોકાર્પણ  થયું. 

* રાજ્યમાં ૯૭ ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયા. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા અને સજ્જતા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે. આ યોજનામાં દેશના ૧૩૦૦ થી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના ૮૭ સ્ટેશનોનું પણ ૬૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ થઈ રહ્યું છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ૧૬૪ કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજીત કાર્યક્રમમાં કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ થયેલા લીંબડી સ્ટેશનના લોકાર્પણ  અવસરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.

 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ કરાયેલા ગુજરાતના 18 સહિત દેશભરના 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું, આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા…#AmritBharatStationScheme pic.twitter.com/JDOamxpVDt

— Gujarat Information (@InfoGujarat) May 22, 2025

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે. રેલવેનો કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકીકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામો આગવા વિઝન અને રાષ્ટ્રનિર્માણ માટેના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા છે. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

અમૃત સ્ટેશન યોજના અન્વયે ગુજરાતના જે ૧૮ સ્ટેશનોને પુનર્વિકસિત કરવાની કામગીરી પૂર્ણ થઈ અને વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા તેમાં શિહોર જંક્શન, ઉતરાણ, ડાકોર, ડેરોલ, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલુસ જંકશન, કરમસદ, કોસંબા જંકશન, લીંબડી, મહુવા, મીઠાપુર, મોરબી, ઓખા, પાલીતાણા, રાજુલા જંકશન અને સામખ્યાળી સ્ટેશનનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જો લોકોની સારી સેવા કરવાની ઈચ્છાશક્તિ અને વિકાસની રાજનીતિની પ્રતિબદ્ધતા હોય તો સુશાસન દ્વારા રેલવે સેવાઓમાં કેવા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે ગુજરાતને રેલવે સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મળેલી ભેટની વિગતો આપતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ૨૦૧૪ થી અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૧૪૪ કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થયું છે તે સાથે ગુજરાતમાં ૯૭ ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયા છે. એટલું જ નહીં, ૨૦૨૫-૨૬માં રેલવે બજેટમાં ગુજરાત માટે ૧૭,૧૫૫ કરોડ રૂપિયા ફાળવાયા છે. તે અગાઉના ૨૦૦૯ થી ૨૦૧૪ સુધીના સમયમાં ફાળવાયેલા બજેટ કરતા સરેરાશ ૨૯ ગણા છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Akash Ambani: મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે આકાશ અંબાણી એ પહેલા જ લઇ લીધા હતા મહાદેવ ના આશીર્વાદ, જુઓ વિડીયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વડાપ્રધાનશ્રીના વિઝનથી વંદે ભારત ટ્રેનોનું જે નેટવર્ક ઊભું થયું છે તેમાં ગુજરાતને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. તેનો ઉલ્લેખ કરતા ઉમેર્યુ કે, વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર સુધી દેશ-દુનિયાના યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે રેલવે સેવાઓ વિસ્તારવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૧૮ સ્ટેશનોના પુનર્વિકાસ પછી તેનું વડાપ્રધાનશ્રી દ્વારા થયેલું લોકાર્પણ  રાજ્યમાં રેલવે સુવિધાઓ અને પેસેન્જર એમેનીટીઝને વધુ સુગમ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ હેઠળ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત જુના રેલવે સ્ટેશનને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યા છે. રેલવેમાં પણ જુદી જુદી આધુનિક સુવિધાઓ અને નવીન ટેક્નોલોજી સાથેની ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનો તેનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે ત્યારે લોકોને મુસાફરી દરમિયાન અસુવિધા ન રહે તેની દરકાર સરકાર દ્વારા લેવામાં આવી રહી છે.

લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી જેવા નાના તાલુકામાં પણ મોટા શહેર જેવી સુવિધાઓ આપવા બદલ ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. 

આ અવસરે ઉપસ્થિત સૌએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત ૧૦૩ રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રેલવે સ્ટેશન ખાતે વિકસિત અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્ટેશન અંગેની જાણકારી પણ મેળવી હતી.

આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શ્રી પી. કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી શંકરભાઈ દલવાડી, શ્રી બાબાભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવિશકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme
રાજ્ય

Amrit Bharat Station Scheme: ‘અમૃત સ્ટેશન યોજના’ હેઠળ હાથ ધરવામાં આવી દેવાસ જંકશન રેલ્વે સ્ટેશનની અપગ્રેડેશન કામગીરી, મુસાફરો માટે આપવામાં આવી આ સુવિધાઓ.

by Hiral Meria October 22, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Amrit Bharat Station Scheme: ભારતીય રેલવે અંતર્ગત અમૃત સ્ટેશન યોજના રેલવે સ્ટેશનોના કાયાકલ્પ માટે વરદાન સાબિત થઈ રહી છે. રતલામ મંડળ ના હાલમાં 19 રેલવે સ્ટેશનો પર અમૃત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનોમાં 2 ગુજરાતમાં, 2 રાજસ્થાનમાં અને 15 રેલવે સ્ટેશન મધ્યપ્રદેશમાં આવેલા છે.અમૃત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન માટે દેવાસ જંક્સન રેલવે સ્ટેશન ( Dewas Junction Railway Station ) પણ સામેલ છે જ્યાં ઘણા મહત્વપૂર્ણ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. અને અમુક કામ ચાલુ છે.  

Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

 

દેવાસ રેલવે સ્ટેશન પર અંદાજે રૂ.29.67 કરોડના ખર્ચે અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા અને સ્ટેશન બિલ્ડીંગની સુંદરતા માટે કરવામાં આવેલ કામગીરીના ભાગરૂપે સર્ક્યુલેટિંગ એરિયા,સ્ટેશન બિલ્ડીંગનો રવેશ અને પ્રવેશદ્વાર પર મંડપ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન ( Railway Station ) બિલ્ડીંગનો રવેશ આધુનિક સ્ટેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેથી સ્ટેશન બિલ્ડિંગની ભવ્યતાને આકર્ષક બનાવી શકાય. આ સાથે, સ્ટેશન પરના વેઇટિંગ રૂમના ઇન્ટિરિયર માં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જે આધુનિક સ્ટેશનના દૃશ્યને પ્રતિબિંબિત કરે છે. સૂર્યપ્રકાશ અને વરસાદથી રક્ષણ માટે પ્લેટફોર્મ પર વધારાના પ્લેટફોર્મ કવર શેડનું નિર્માણ, પ્લેટફોર્મ નંબર 1 ને પહોળો કરવા અને તેની સપાટીમાં સુધારો કરવાની સાથે મુસાફરોને બેસવા માટે વધારાની બેન્ચ અને પાણીના ફુવારા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

પ્લેટફોર્મ પર નવા ટોયલેટ બ્લોક નું નિર્માણ અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા ટોયલેટ બ્લોકને સુધારીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર અને ઓટો માટે અલગ પાર્કિંગ તેમજ સ્ટેશન પરિસરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ-અલગ માર્ગ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

ભારતીય રેલવે ( Indian Railways )  વિકલાંગોને સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે, તેથી દેવાસ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર અલગ શૌચાલય,ઓછી ઉંચાઈવાળા પાણીના ફુવારા, સર્ક્યુલેટિંગ એરિયામાં દિવ્યાંગો માટે અલગ પાર્કિંગ, માર્ગદર્શક ટાઇલ્સ સાથે સ્ટાન્ડર્ડ રેમ્પ ની સુવિધા અને બુકિંગ વિન્ડો,પૂછપરછ અને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે માર્ગદર્શક ટાઇલ્સ લગાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Rashtriya Raksha University : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ‘પોલીસ સ્મૃતિ દિવસ’ પર પોલીસ શહીદોને કર્યા યાદ, તેમના પરિવારજનોનું કરવામાં આવ્યું સન્માન.

દેવાસ જંકશન રેલવે સ્ટેશન ( Amrit Bharat Station Scheme ) પર ઉપલબ્ધ કરવામાં આવી રહેલી મહત્વપૂર્ણ  પેસેન્જર સુવિધાઓ માં 12 મીટર પહોળા ફુટ ઓવર બ્રિજનું કામ પણ ખૂબ મહત્વનું છે જેમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ થશે.આ કામ પણ ચાલુ છે.

દેવાસ રેલવે સ્ટેશન એ રતલામ મંડળ ના ઈન્દોર-ઉજ્જૈન ડબલીંગ  રેલવે ખંડ પર સ્થિત એક મહત્વપૂર્ણ સ્ટેશન છે. આ સ્ટેશન તેના બેંક નોટ પ્રેસ માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. દેવાસ સ્ટેશનથી થોડે દૂર સ્થિત ચામુંડા માતાનું મંદિર દેવાસ અને આસપાસના વિસ્તારોના લોકો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. દેવાસ રેલવે સ્ટેશન નું અપગ્રેડેશન કાર્ય પૂર્ણ થયા બાદ આધુનિક, આકર્ષક અને અપડેટ પેસેન્જર સુવિધાઓ સાથે નવા ભારતના નવા સ્ટેશન તરીકે તેની ઓળખ બનાવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Redevelopment of 124 stations under Amrit Bharat Station Scheme by Western Railway
સુરતરાજ્ય

Amrit Bharat Station Scheme: પશ્ચિમ રેલવે ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના હેઠળ 124 સ્ટેશનોનો કરશે પુનઃવિકાસ, આ સ્ટેશનને મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવશે

by Hiral Meria October 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Amrit Bharat Station Scheme: મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે પશ્ચિમ રેલવેએ 124 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મુંબઈ સેન્ટ્રલ મંડળના 30, વડોદરામાં 18, રતલામના 19, અમદાવાદના 20, ભાવનગરના 20 અને રાજકોટ મંડળના 17 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ અને વિશ્વ કક્ષાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપગ્રેડ કરવામાં આવશે, મુસાફરો માટે મુસાફરીના અનુભવમાં સુધારો થશે અને રેલ્વે કામગીરી વધુ કાર્યક્ષમ બનશે. 

સુરત રેલ્વે સ્ટેશન ( Surat Railway Station ) વિકસિત કરવામાં આવી રહેલા આ પ્રમુખ સ્ટેશનોમાંથી એક છે. સુરત સ્ટેશનને મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ ( MMTH ) તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવે, GSRTC સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરેને એકીકૃત કરશે. સુરત સ્ટેશનને આર્કિટેક્ચરલ વાતાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે સમગ્ર સ્ટેશન પરિસરનો એકંદર દેખાવ આંતરરાષ્ટ્રીય ધોરણોના બિઝનેસ સેન્ટર જેવો હોય. યોગ્ય રવેશ, પૂર્ણાહુતિ, રંગ, સામગ્રી, ટેક્સચર દ્વારા એકીકૃત થીમ તેની ભવ્યતામાં વધારો કરશે. ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક અને વેપાર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર સુરત રેલ્વે સ્ટેશન પેસેન્જર ટ્રાફિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે એક મહત્વપૂર્ણ હબમાં પરિવર્તિત થશે.

પશ્ચિમ રેલવેના ( Western Railway ) મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ, સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ( Redevelopment Project ) કુલ અંદાજિત ખર્ચ ₹1,477 કરોડ છે, જેમાં ગુજરાત સરકારનો ફાળો અંદાજે ₹481 કરોડ છે, જ્યારે રેલવેનું યોગદાન ₹996 કરોડથી વધુ છે. સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SITCO), ભારતીય રેલ્વે અને ગુજરાત સરકારના સહયોગથી રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા પુનઃવિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં સ્ટેશન બિલ્ડિંગનું વિસ્તરણ, પ્લેટફોર્મ અપગ્રેડેશન, મુસાફરોની સુવિધાઓમાં સુધારો અને સ્ટેશન સંકુલનું બ્યુટિફિકેશન સામેલ છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Varanasi : PM મોદીએ UPમાં આરજે શંકરા આંખની હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું, ‘ આ શહેર હેલ્થકેર હબ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે’

પુનઃવિકાસિત સુરત સ્ટેશનમાં ( Amrit Bharat Station Scheme ) વિશ્વ કક્ષાની મુસાફરોની સુવિધાઓ ઉપલબ્ધ હશે, જેમાં 10,900 ચોરસ મીટરમાં ફેલાયેલ વિશાળ ઓડિટોરિયમ, લાઉન્જ, છૂટક દુકાનો અને સ્કાયવોક સામેલ હશે. ભીડને નિયંત્રિત કરવા માટે પ્લેટફોર્મની ઉપર વધારાની સુવિધાઓ વિકસાવવામાં આવશે. મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પર 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર હશે અને તે દિવ્યાંગજન મુસાફરો માટે સંપૂર્ણ રીતે સુલભ હશે. સ્ટેશનને ( Railway Station ) પ્લેટિનમ રેટેડ ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપશે અને ઊર્જા, પાણી અને અન્ય સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરશે.

 શ્રી વિનીતે વધુમાં જણાવ્યું કે, સુરત સ્ટેશન પર પુનઃવિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સ્ટેશન બિલ્ડીંગ વિસ્તારની પૂર્વ બાજુએ, આરપીએફ બેરેક, હોસ્પિટલ અને રનિંગ રૂમનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં ભીડનું વધુ સારું સંચાલન કરવા માટે બિલ્ડિંગની પશ્ચિમ બાજુએ એક નવો પેસેન્જર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. ઈલેક્ટ્રીકલ ઈન્ટરલોકીંગ (EI) બિલ્ડીંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને ફીડર લાઈન ખસેડવામાં આવી છે. GSRTC બિલ્ડિંગના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં 50% થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. રેલ્વે સ્ટેશનની પૂર્વ બાજુનું કામ પ્રગતિમાં છે, જેમાં રાફ્ટ ફાઉન્ડેશનનું કામ 100% પૂર્ણ થયું છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનના કોનકોર્સ અને પશ્ચિમ ભાગનું કામ પણ ચાલી રહ્યું છે.

 ફેઝ-2માં 5.5 કિમી લાંબા એલિવેટેડ રોડ નેટવર્ક પર કામ ચાલુ છે, જેમાં 2 રોડ ઓવર બ્રિજ (ROBs) હશે. આ એલિવેટેડ રોડ નેટવર્ક પ્રોજેક્ટ હેઠળની તમામ મોટી ઇમારતોને જોડશે, જેના પર આશરે રૂ. 497 કરોડનો ખર્ચ થવાની ધારણા છે અને તે આગામી 2.5 વર્ષમાં કાર્ય પૂર્ણ થવાની ધારણા છે.

પુનઃવિકાસ પછી સુરત રેલ્વે સ્ટેશન એક આધુનિક, પેસેન્જર-કેન્દ્રિત સુવિધા તરીકે ઉભરી આવશે, જે શહેરની ઝડપથી વધતી વસ્તીની જરૂરિયાતોને પૂરી કરશે. આ ફેરફાર સુરતને મુખ્ય પેસેન્જર અને કોમર્શિયલ હબ તરીકે સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ “નવા ભારતનું નવું સ્ટેશન” બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : UDAN RCS: સરકારની ‘આ’ યોજનાને થયા ૮ વર્ષ પૂર્ણ, જેણે અસંખ્ય નાગરિકોના હવાઈ મુસાફરીના સપના કર્યા સાકાર. જાણો વિગતે.

 

October 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amrit Bharat Station scheme PM Modi launches Amrit Bharat Station scheme, lays foundation for 554 stations
દેશ

Amrit Bharat Station scheme : PM મોદીએ રૂ. 41,000 કરોડનાં મૂલ્યનાં 2000થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

by kalpana Verat February 26, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

Amrit Bharat Station scheme : 

  • અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ. 19,000 કરોડથી વધુના ખર્ચે 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યુ
  • પુનઃવિકસિત ગોમતી નગર રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું
  • આશરે રૂ. 21,520 કરોડના ખર્ચે દેશભરમાં 1500 રોડ ઓવર બ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યા
  • “એક જ વખતમાં 2000 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભારત રેલવેનાં માળખાગત સુવિધામાં મોટું પરિવર્તન લાવશે”
  • “આજે ભારત જે પણ કરે છે, તે અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ પર કરે છે. અમે મોટા સ્વપ્નો જોઈએ છીએ અને તેમને સાકાર કરવા માટે અથાક મહેનત કરીએ છીએ. આ સંકલ્પ આ વિકસિત ભારત વિકસિત રેલવે કાર્યક્રમમાં જોવા મળે છે”
  • “વિકસિત ભારત કેવી રીતે આગળ વધશે તે નક્કી કરવાનો યુવાનોને મહત્તમ અધિકાર છે”
  • “અમૃત ભારત સ્ટેશન વિકાસ અને વિરાસત બંનેનું પ્રતીક છે”
  • “છેલ્લાં 10 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ રેલવેમાં ખાસ કરીને જોવા મળે છે”
  • “એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હવે રેલવે સ્ટેશનો પર ગરીબ અને મધ્યમ વર્ગને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે”
  • “રેલવે નાગરિકો માટે મુસાફરીની સરળતાનો મુખ્ય આધાર બની રહી છે”
  • “ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચવામાં આવતા દરેક પૈસા આવક અને નવા રોજગારના નવા સ્રોત બનાવે છે”
  • “ભારતીય રેલવે માત્ર મુસાફરોની સુવિધા જ નથી, પરંતુ તે ભારતની કૃષિ અને ઔદ્યોગિક પ્રગતિની સૌથી મોટી વાહક પણ છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં આશરે 2000 રેલવે માળખાગત પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતાં. ૫૦૦ રેલ્વે સ્ટેશનો અને 1500 અન્ય સ્થળોએથી લાખો લોકો વિકસિત ભારત વિકસિત રેલ્વે કાર્યક્રમ સાથે જોડાયા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ નવા ભારતની નવી કાર્યસંસ્કૃતિનું પ્રતીક છે. “આજે ભારત જે પણ કરે છે, તે અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ પર કરે છે. અમે મોટા સ્વપ્નો જોઈએ છીએ અને તેમને સાકાર કરવા માટે અથાક મહેનત કરીએ છીએ. આ સંકલ્પ આ વિકસિત ભારત વિકસિત રેલવે કાર્યક્રમમાં જોવા મળે છે.” તેમણે તે સ્કેલનો ઉલ્લેખ કર્યો જેણે તાજેતરમાં અભૂતપૂર્વ વેગ પકડ્યો છે. તેમણે છેલ્લાં થોડાં દિવસોનાં પોતાનાં જમ્મુ અને ગુજરાતનાં કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાંથી તેમણે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રનાં માળખાગત સુવિધાઓનાં વિસ્તૃતીકરણનો શુભારંભ કર્યો હતો. એ જ રીતે, આજે પણ, 300 થી વધુ જિલ્લાઓના 12 રાજ્યોના 550 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ગોમતી નગર સ્ટેશન પ્રોજેક્ટની વાત કરીએ તો 1500થી વધુ રોડ અને ઓવરબ્રિજ પ્રોજેક્ટની વાત કરીએ તો પીએમ મોદીએ નવા ભારતની મહત્વકાંક્ષા અને સંકલ્પના વ્યાપ અને ગતિને રેખાંકિત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે રૂ. 40,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવી રહ્યા છે અને થોડાં મહિના અગાઉ અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટ શરૂ કરવાની યાદ અપાવી હતી, જ્યાં દેશમાં 500 રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી શરૂ થઈ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની ઇવેન્ટ આ સંકલ્પને વધારે ગાઢ બનાવે છે અને ભારતની પ્રગતિની ગતિની ઝાંખી કરાવે છે. પ્રધાનમંત્રી મોદીએ આજની રેલવે પરિયોજનાઓ માટે ભારતનાં નાગરિકોને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રી મોદીએ આજની વિકાસ પરિયોજના માટે ભારતની યુવા શક્તિને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા, કારણ કે તેઓ જ વિકસિત ભારતના સાચા લાભાર્થી છે. તેમણે જણાવ્યું હતું કે, આજની વિકાસલક્ષી પરિયોજનાઓથી લાખો યુવાનો માટે રોજગારી અને સ્વરોજગારની તકોનું સર્જન થશે, ત્યારે શાળાઓમાં અભ્યાસ કરતા લોકોને પણ લાભ થશે. પીએમ મોદીએ કહ્યું કે, “વિકસિત ભારત કેવી રીતે આગળ વધશે તે નક્કી કરવાનો યુવાનોને મહત્તમ અધિકાર છે.” તેમણે વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી વિકસિત ભારતમાં રેલવેનાં સપનાં સાકાર કરવા બદલ યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિજેતાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે યુવાનોને ખાતરી આપી હતી કે, પ્રધાનમંત્રીનાં સંકલ્પની સાથે તેમનાં સ્વપ્નો અને સખત મહેનતથી વિકસિત ભારતની ગેરન્ટી મળે છે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, આગામી અમૃત ભારત સ્ટેશન વિકાસ અને વિરાસત એમ બંનેનું પ્રતીક બનશે. તેમણે માહિતી આપી હતી કે ઓડિશામાં બલેશ્વર સ્ટેશનની રચના ભગવાન જગન્નાથ મંદિરની થીમ પર કરવામાં આવી છે અને સિક્કિમના રંગપુરમાં સ્થાનિક સ્થાપત્યની છાપ હશે, રાજસ્થાનમાં સાંગનેર સ્ટેશન 16મી સદીના હેન્ડ બ્લોક પ્રિન્ટિંગનું પ્રદર્શન કરશે, તમિલનાડુમાં કુમ્બાકોનમ ખાતેનું સ્ટેશન ચોલા પ્રભાવ પ્રદર્શિત કરશે અને અમદાવાદ સ્ટેશન મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે, દ્વારકા સ્ટેશન દ્વારકાધીશ મંદિરથી પ્રેરિત છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઇટી સિટી ગુરુગ્રામ સ્ટેશન આઇટી થીમ ધરાવે છે, જેનો અર્થ થાય છે અમૃત ભારત સ્ટેશન એ શહેરની ખાસિયતોનો પરિચય દુનિયાને આપશે.” આ સ્ટેશનો દિવ્યાંગ અને સિનિયર સિટીઝન-ફ્રેન્ડલી હશે.

પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 10 વર્ષમાં વિકસિત ભારતની રચનાનો પુનરોચ્ચાર કર્યો હતો, ખાસ કરીને રેલવેમાં, જ્યાં પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. તેમણે નોંધ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં જે સુવિધાઓ દૂર હતી, તે હવે વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ છે. તેમણે વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત જેવી આધુનિક સેમિ હાઈ-સ્પીડ ટ્રેનો, રેલવે લાઇનોનાં વીજળીકરણની ઝડપી ગતિ અને ટ્રેનોની અંદર અને સ્ટેશન પ્લેટફોર્મ પર સ્વચ્છતાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ભારતીય રેલવેમાં માનવરહિત દરવાજાઓ કેવી રીતે સામાન્ય છે તેની સરખામણી કરી હતી, જ્યારે ઓવરબ્રિજ અને અંડરબ્રિજે આજે અવિરત અને અકસ્માત મુક્ત અવરજવરની ખાતરી આપી છે. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હવે રેલવે સ્ટેશનો પર ગરીબ અને મધ્યમ વર્ગને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની રેલવે નાગરિકો માટે સરળતાનો મુખ્ય આધાર બની રહી છે. રેલવેની કાયાપલટ પર વધુ ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અર્થતંત્ર વૈશ્વિક રેન્કિંગમાં 11મા ક્રમની સરખામણીએ પાંચમું સ્થાન હાંસલ કરી રહ્યું છે, ત્યારે રેલવે બજેટ 10 વર્ષ અગાઉ 45,000 કરોડ હતું, જે આજે વધીને 2.5 લાખ કરોડ થયું છે. “જરા કલ્પના કરો કે જ્યારે આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનીશું ત્યારે આપણી તાકાતમાં કેટલો વધારો થશે. આથી, મોદી ભારતને શક્ય તેટલી વહેલી તકે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.”

પીએમ મોદીએ કૌભાંડોની ગેરહાજરીને કારણે નાણાંની બચત અને નવી લાઇનો નાખવાની ગતિને બમણી કરવા, જમ્મુ-કાશ્મીરથી પૂર્વોત્તરમાં નવા વિસ્તારોમાં રેલ પહોંચાડવા અને 2,500 કિલોમીટર સમર્પિત ફ્રેઇટ કોરિડોર પર કામ કરવા માટે વપરાયેલા પૈસાની બચતનો શ્રેય પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે કરદાતાઓના નાણાંના દરેક પૈસાનો ઉપયોગ મુસાફરોના કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા રેલવેની દરેક ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :   મોટી દુર્ઘટના ટળી! ડ્રાઇવર વિના જ 100 કિમી/કલાકની ઝડપે દોડતી રહી માલગાડી, જાણો કઈ રીતે લાગી બ્રેક.. જુઓ વિડીયો

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જે રીતે બેંકોમાં જમા નાણાં પર વ્યાજ મેળવવામાં આવે છે, તેવી જ રીતે માળખાગત સુવિધા પર ખર્ચવામાં આવતી દરેક પૈસો આવકનાં નવા સ્રોતો અને રોજગારીનાં નવાં સ્રોત સર્જે છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી રેલવે લાઇન પાથરવાથી રોજગારીની અનેક તકો ઊભી થાય છે, પછી તે મજૂર હોય કે એન્જિનીયર. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સિમેન્ટ, સ્ટીલ અને પરિવહન જેવા ઘણા ઉદ્યોગો અને દુકાનોમાં નવી રોજગારી માટેની શક્યતાઓ ઊભી થાય છે. પીએમ મોદીએ કહ્યું, “આજે લાખો કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે, તે હજારો નોકરીઓની ગેરંટી છે.” તેમણે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ કાર્યક્રમ વિશે પણ વાત કરી હતી, જેમાં નાના ખેડૂતો, કારીગરો અને વિશ્વકર્મા મિત્રો દ્વારા ઉત્પાદનોને રેલવે દ્વારા સ્ટેશનો પર સ્થાપિત હજારો સ્ટોલ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, “ભારતીય રેલવે એ માત્ર મુસાફરોની સુવિધા જ નથી, પણ ભારતની કૃષિ અને ઔદ્યોગિક પ્રગતિની સૌથી મોટી એરલાઇન પણ છે.” પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઝડપી ટ્રેન પરિવહનમાં વધારે સમય બચશે અને સાથે સાથે ઉદ્યોગનાં ખર્ચમાં પણ ઘટાડો કરશે. એટલે મેક ઇન ઇન્ડિયા અને ‘ભારત’ને પ્રોત્સાહન મળશે. ભારતના આધુનિક માળખાને શ્રેય આપતાં પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વમાં રોકાણ માટે દેશને સૌથી આકર્ષક સ્થળ ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આગામી 5 વર્ષનો રસ્તો બતાવીને પોતાના સંબોધનનું સમાપન કરતા કહ્યું કે, જ્યારે આ હજારો સ્ટેશનોનું આધુનિકીકરણ થશે ત્યારે ભારતીય રેલવેની ક્ષમતામાં વધારો થશે, જે જંગી રોકાણની ક્રાંતિ લાવશે.

પાશ્વ ભાગ

પ્રધાનમંત્રીએ અવારનવાર રેલવે સ્ટેશનો પર વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ પ્રયાસમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પ્રધાનમંત્રીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યું હતું. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સ્ટેશનોને 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ફરીથી વિકસિત કરવામાં આવશે. આ સ્ટેશનો શહેરની બંને બાજુ એકીકૃત કરતા ‘સિટી સેન્ટર્સ’ તરીકે કામ કરશે. તેમાં રૂફ પ્લાઝા, સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, સુધારેલા આધુનિક અગ્રભાગ, કિડ્સ પ્લે એરિયા, કિઓસ્ક, ફૂડ કોર્ટ વગેરે જેવી આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમને પર્યાવરણને અનુકૂળ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ તરીકે પુનઃવિકસિત કરવામાં આવશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં ગોમતી નગર સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું, જેને આશરે રૂ. 385 કરોડનાં ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં મુસાફરોની વધતી જતી સંખ્યાને પહોંચી વળવા માટે, આ સ્ટેશને આગમન અને પ્રસ્થાન સુવિધાઓને અલગ કરી છે. તે શહેરની બંને બાજુને સંકલિત કરે છે. આ કેન્દ્રીય વાતાનુકૂલિત સ્ટેશન પર આધુનિક પેસેન્જર સુવિધાઓ જેવી કે એર કોનકોર્સ, કન્જેશન ફ્રી સર્ક્યુલેશન, ફૂડ કોર્ટ અને ઉપલા અને નીચલા ભોંયરામાં પાર્કિંગની પૂરતી જગ્યા છે.

પ્રધાનમંત્રીએ 1500 રોડ ઓવર બ્રીજ અને અંડરપાસનો શિલાન્યાસ, ઉદઘાટન અને લોકાર્પણ પણ કર્યું હતું. 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ રોડ ઓવર બ્રિજ અને અંડરપાસમાં આ પ્રોજેક્ટ્સનો કુલ ખર્ચ આશરે 21,520 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટથી ગીચતામાં ઘટાડો થશે, સુરક્ષા અને કનેક્ટિવિટી વધશે, ક્ષમતામાં સુધારો થશે અને રેલવે પ્રવાસની કાર્યદક્ષતા વધશે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

February 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amrit Bharat Station scheme PM Modi to launch 2,000 railway infrastructure projects worth over Rs 41,000 cr
દેશ

Amrit Bharat Station scheme: PM મોદી આજે અધધ આટલા કરોડનાં મૂલ્યનાં 2000થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનું કરશે ભૂમિપૂજન, ઉદઘાટન અને લોકાર્પણ..

by kalpana Verat February 26, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Amrit Bharat Station scheme: 

  • પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ. 19,000 કરોડથી વધારેનાં ખર્ચે 553 રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે
  • પ્રધાનમંત્રી પુનઃવિકસિત ગોમતી નગર રેલવે સ્ટેશનનું ઉદઘાટન પણ કરશે
  • પ્રધાનમંત્રી દેશભરમાં આશરે રૂ. 21,520 કરોડનાં ખર્ચે 1500 રોડ ઓવર બ્રીજ અને અંડરપાસનો શિલાન્યાસ, ઉદઘાટન અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યનાં આશરે 2000 રેલવે માળખાગત પ્રોજેક્ટનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રીએ અવારનવાર રેલવે સ્ટેશનો પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ પ્રયાસમાં મોટું પગલું ભરતા પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના ( Bharat station scheme )  અંતર્ગત 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સ્ટેશનોને 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ફરીથી વિકસિત કરવામાં આવશે. આ સ્ટેશનો શહેરની બંને બાજુ એકીકૃત કરતા ‘સિટી સેન્ટર્સ’ તરીકે કામ કરશે. તેમાં રૂફ પ્લાઝા, સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, સુધારેલા આધુનિક અગ્રભાગ, કિડ્સ પ્લે એરિયા, કિઓસ્ક, ફૂડ કોર્ટ વગેરે જેવી આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમને પર્યાવરણને અનુકૂળ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ તરીકે પુનઃવિકસિત કરવામાં આવશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.

આ સમાચાર પણ વાંચો : Divya Kala Mela 2024 : અધધ 2 કરોડના વિક્રમી વેચાણ સાથે 15મો દિવ્ય કલા મેળો ભવ્ય રીતે પૂર્ણ થયો, 20 રાજ્યોમાંથી લગભગ આટલા વિકલાંગ કારીગરો અને સાહસિકોએ લીધો ભાગ

ઉપરાંત પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં ગોમતી નગર સ્ટેશનનું ઉદઘાટન કરશે, જેને આશરે રૂ. 385 કરોડનાં ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં મુસાફરોની વધતી જતી સંખ્યાને પહોંચી વળવા માટે, આ સ્ટેશને આગમન અને પ્રસ્થાન સુવિધાઓને અલગ કરી છે. તે શહેરની બંને બાજુને સંકલિત કરે છે. આ કેન્દ્રીય વાતાનુકૂલિત સ્ટેશન પર આધુનિક પેસેન્જર સુવિધાઓ જેવી કે એર કોનકોર્સ, કન્જેશન ફ્રી સર્ક્યુલેશન, ફૂડ કોર્ટ અને ઉપલા અને નીચલા ભોંયરામાં પાર્કિંગની પૂરતી જગ્યા છે.

પ્રધાનમંત્રી 1500 રોડ ઓવર બ્રીજ અને અંડરપાસનો શિલાન્યાસ, ઉદઘાટન અને દેશને સમર્પિત પણ કરશે. 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ રોડ ઓવર બ્રીજ અને અંડરપાસમાં આ પરિયોજનાઓનો કુલ ખર્ચ આશરે 21,520 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટથી ગીચતામાં ઘટાડો થશે, સુરક્ષા અને કનેક્ટિવિટી વધશે, ક્ષમતામાં સુધારો થશે અને રેલવે પ્રવાસની કાર્યદક્ષતા વધશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
21 railway stations will be transformed in Gujarat under 'Amrit Bharat Station Yojana'
પર્યટન

Amrit Bharat Station Scheme : ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ગુજરાતમાં 21 રેલવે સ્ટેશનોનું થશે પરિવર્તન

by Akash Rajbhar August 25, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Amrit Bharat Station Scheme : ભારતીય રેલવેએ ગુજરાતની(Gujarat) પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તે ગુજરાતની ઔદ્યોગિક ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડે છે અને રાજ્યના વિકાસના એન્જિનને વેગ આપે છે. આવા વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે, નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય માટે રૂ. 8332 કરોડનો અંદાજપત્ર કરવામાં આવ્યો છે, જે વર્ષ 2009 થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતાં 1315% વધુ છે.
રેલવે સ્ટેશનોને માત્ર સેવાના સાધન તરીકે જ નહીં પરંતુ એક સંપત્તિ તરીકે બદલવા અને વિકાસ કરવાના માનનીય વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, ભારતીય રેલવેએ(Indian Railway) આધુનિક સુવિધાઓ સાથે રેલવે સ્ટેશનોના વિકાસને ખૂબ મહત્વ આપ્યું છે, જેથી સામાન્ય રેલવે યાત્રીઓ પણ આરામદાયક, અનુકૂળ અને આનંદપ્રદ રેલ યાત્રાનો અનુભવ કરે છે.રેલવે સ્ટેશનોના સ્વરુપને બદલવાના આ પ્રયાસમાં, ભારતીય રેલવેએ એક દૂરંદેશી નીતિ, અમૃત ભારત સ્ટેશન યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોનો સતત વિકાસ(development) કરવો તેમની માળખાકીય સુવિધાઓ, સુવિધાઓની સાથે સાથે અને સુવિધાઓ તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક યાત્રાનો અનુભવ પ્રદાન કરવા માટે સેવાઓમાં વધારો કરવાનો છે.
ભારત સરકાર(Indian Govt.) દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશનો પશ્ચિમ રેલવેના કાર્યક્ષેત્રમાં છે જેમાંથી 87 સ્ટેશનો ગુજરાતમાં, 16 સ્ટેશનો મહારાષ્ટ્ર(Maharashtra) રાજ્યમાં, 15 મધ્ય પ્રદેશમાં(Madhya Pradesh) અને 2 રાજસ્થાનમાં(Rajasthan) છે.
તાજેતરમાં 6ઠ્ઠી ઓગસ્ટ 2023ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આમાંથી 21 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે જેનો લગભગ રૂ.846 કરોડના ખર્ચે પુનઃવિકાસ અને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશનોની યાદી નીચે મુજબ છે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 25 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

 અમદાવાદ ડિવિઝન: વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જં., ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિમતનગર જં. અને ધ્રાંગધ્રા
 મુંબઈ ડિવિઝન: સંજાણ
 વડોદરા ડિવિઝન: ભરૂચ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, ડેરોલ અને પ્રતાપનગર
 ભાવનગર ડિવિઝન: સાવરકુંડલા, બોટાદ જં.અને કેશોદ
 રાજકોટ ડિવિઝન: સુરેન્દ્રનગર અને ભક્તિનગર

21 railway stations will be transformed in Gujarat under 'Amrit Bharat Station Yojana'

21 railway stations will be transformed in Gujarat under 'Amrit Bharat Station Yojana'

21 railway stations will be transformed in Gujarat under 'Amrit Bharat Station Yojana'

21 railway stations will be transformed in Gujarat under 'Amrit Bharat Station Yojana'

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, શહેરની બંને બાજુઓનું યોગ્ય સંકલન કરીને આ સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતા દર્શાવતા, આ પુનઃવિકસિત સ્ટેશનો નવી અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓની સાથે સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે.સ્ટેશનની બિલ્ડીંગોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત હશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળનો પુનઃવિકાસ યોગ્ય રીતે ડિઝાઇન કરેલ ટ્રાફિક સરક્યુલેશન સુનિશ્ચિત કરવા સાથે આધુનિક યાત્રી સુવિધાઓ પ્રદાન કરશે.આમાં બિનજરુરી સ્ટ્રક્ચરને દૂર કરીને, શ્રેષ્ઠ લાઇટિંગ, શ્રેષ્ઠ સરક્યુલેટીંગ એરિયા, એર કોન્કોર્સ, વેઇટિંગ રૂમ, એક્ઝિક્યુટિવ લાઉન્જ, ફૂડ કોર્ટ, અપગ્રેડેડ પાર્કિંગ સ્પેસ, દિવ્યાંગજન અને સિનિયર સિટિઝનને અનુકૂળ સુવિધાઓ, સૌ માટે સમાવેશન અને પહોંચ સુનિશ્ચિત કરીને રેલવે સ્ટેશનો સુધીની સરળ પહોંચનો સમાવેશ થશે.ગ્રીન એનર્જી વગેરેનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ બિલ્ડીંગ વગેરે.આ સ્ટેશનો જાહેર પરિવહનના અન્ય સાધનો સાથે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીની સુવિધા પણ પુરી પાડશે.
આ નવી અત્યાધુનિક સ્ટેશન બિલ્ડીંગો યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક અને આરામદાયક બનાવશે. તે શહેર માટે એક વધારાનું આકર્ષણ બનશે અને એરપોર્ટ જેવા વાતાવરણ સાથે યાત્રીઓ, તીર્થયાત્રાળુઓ અને પ્રવાસીઓને આવકારશે, જેનાથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે અને રોજગારીની તકોમાં વધારો થશે

August 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક