• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - amul dairy
Tag:

amul dairy

અમદાવાદ

BIS Ahmedabad: વિદ્યાર્થીઓને શિક્ષણ માટે BIS અમદાવાદની નવી પહેલ, પંચમહાલ જિલ્લાની આટલી શાળાઓ માટે અમૂલ પંચામૃત ડેરીની એક્સપોઝર વિઝિટનું કરાયું આયોજન

by khushali ladva February 5, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

BIS Ahmedabad: ભારતીય માનક બ્યૂરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના BIS અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી છે. તે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનકો ઘડવા માટે અધિકૃત છે. તે ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓની રચના અને અમલીકરણ માટે પણ જવાબદાર છે. BISએ શૈક્ષણિક સંસ્થાઓમાં “સ્ટાન્ડર્ડ ક્લબ”ની રચના કરીને, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સામેલ કરીને અને યુવાનોને ગુણવત્તા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ગુણવત્તા વિશે જાગૃતિ લાવવા માટે એક પ્રશંસનીય પહેલ હાથ ધરી છે. આ ક્લબ હેઠળ હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણ વિશે શીખવાની તકો મળે છે. BISએ સમગ્ર ભારતમાં 10,000 સ્ટાન્ડર્ડ ક્લબ સ્થાપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય હાંસલ કર્યું છે.

BIS અમદાવાદ વિવિધ યોજનાઓ દ્વારા ગુણવત્તાના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે સ્ટાન્ડર્ડ ક્લબના સભ્યો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગો સહિત વિવિધ હિતધારકો માટે નિયમિતપણે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે.

વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા અને તેમને વ્યવહારુ અનુભવ પૂરો પાડવા માટે એક વિશેષ પહેલના ભાગ રૂપે, BIS અમદાવાદે 04 ફેબ્રુઆરી 2025ના રોજ પંચમહાલ જિલ્લાની 11 શાળાઓના સ્ટાન્ડર્ડ ક્લબના 240 વિદ્યાર્થીઓ માટે ગોધરા, પંચમહાલ સ્થિત અમૂલ પંચામૃત ડેરીની એક્સપોઝર મુલાકાતનું આયોજન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Kumbh Mela 2025: PM મોદી આજે ​​પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાતે, સૂર્યને અર્ધ્ય આપી સંગમમાં ડૂબકી લગાવી

BIS Ahmedabad: આ પ્રસંગે BIS અમદાવાદના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને BISના કાર્યો, માનકોની આવશ્યકતા અને તેમના મહત્વ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે BIS-નિર્ધારિત માનકો ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે. તેમણે ભાર મૂક્યો હતો કે BIS યોગ્ય માનકો નક્કી કરે છે, પરીક્ષણ કરે છે, લાઇસન્સ પૂરું પાડે છે અને ગ્રાહકોને દેશભરમાં યોગ્ય માનકોને પૂર્ણ કરતી ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળે તે સુનિશ્ચિત કરવા માટે પાલન લાગુ કરે છે.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ફેક્ટરીમાં વિવિધ ડેરી ઉત્પાદનોની પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું. તેમને ગુણવત્તા જાળવી રાખીને ઉત્પાદનો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે બતાવવામાં આવ્યું, અને તેમને પ્રયોગશાળામાં ગુણવત્તા ચકાસણી પ્રક્રિયા વિશે પણ સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન અનુસરવામાં આવતા સલામતીના માનકો વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા.

મુલાકાતી વિદ્યાર્થીઓને BIS માનકો, ISI માર્ક અને હોલમાર્ક પ્રમાણપત્રોનું મહત્વ અને BIS CARE એપ વિશે પણ જાણકારી આપી હતી. આ ઉપરાંત એક ક્વિઝ સ્પર્ધા અને પોસ્ટર-મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બધા વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સંબંધિત શાળાઓના શિક્ષકો પણ હાજર રહ્યા હતા. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રક્રિયાઓ અને ગુણવત્તાના માનકો વિશે જાગૃત કરવાનો હતો. ભારતીય માનક બ્યૂરોની આ પહેલથી વિદ્યાર્થીઓને ઉદ્યોગની વાસ્તવિક દુનિયાની પ્રક્રિયાઓ અને ગુણવત્તા વ્યવસ્થાપનને સમજવાની તક મળી હતી. આ મુલાકાત વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ- અમુલ- મધર ડેરી બાદ હવે આ ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો- જાણો કેટલો થયો નવો ભાવ 

by Dr. Mayur Parikh October 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એક બાજુ દેશમાં મોંઘવારી (Inflation)માઝા મૂકી રહી છે ત્યાં બીજી બાજુ આમ પ્રજાની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે. અમૂલ ડેરી(Amul Dairy) અને મધર ડેરી(Mother Dairy) બાદ હવે ગોકુલ દૂધ(Gokul Dairy)ના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તહેવારોની સિઝનમાં લેવાયેલા આ નિર્ણયથી ગ્રાહકોને ભારે ફટકો પડશે. 

મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ વૈશ્વિક માંગ અને દૂધના પાવડર(Milk Powder)ના ભાવમાં વધારાને કારણે ગોકુલે દૂધના ખરીદ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ગોકુલ જિલ્લામાં દૂધનો સંગ્રહ 13 લાખ 15 હજાર 410 લિટર છે. વેચાણ 15 લાખથી વધુ છે. તેથી જે દૂધ ઓછું પડે છે તે બહારથી ખરીદવું પડે છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય

ગોકુલ ભેંસના દૂધ(Buffalo milk)ના વેચાણ ભાવમાં લિટરદીઠ રૂ.3 અને ખરીદ ભાવમાં લિટર દીઠ રૂ.2નો વધારો કરવાનો નિર્ણય (17મી) બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લેવાયો હતો. સાથે જ ગાયના દૂધની ખરીદ કિંમતમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવશે. જોકે ગાયના દૂધ(Cow milk)ના વેચાણ ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

આ ભાવ વધારા બાદ મુંબઈ(Mumbai), પુણે(Pune)માં ભેંસના દૂધના એક લિટરની કિંમત 66 રૂપિયાથી વધીને 69 રૂપિયા થઈ ગઈ છે. તેમજ  અડધા લિટર દૂધની કિંમત રૂ. 33થી વધીને રૂ.35 થઈ છે.

આ સમાચાર પણ વાંચો :  દેવભૂમિ કેદારનાથ નજીક હેલિકોપ્ટર થયું ક્રેશ- તમામ પ્રવાસીઓના નિપજ્યા મોત- ઘટનાનો વિડીયો આવ્યો સામે

ભેંસના દૂધની ખરીદ કિંમત 6.0 ફેટ અને 9.0 SNF 45.50 પૈસા પ્રતિ લિટરે મળી રહી હતી. તે હવે 47.50 થઇ ગઈ છે અને ગાયના દૂધનો ખરીદ દર 3.5 ફેટ અને 8.5 SNF 32 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 35 રૂપિયા થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે આ નવા દરો 21 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગોકુલે છેલ્લા દોઢ વર્ષમાં દૂધના વેચાણ ભાવમાં 6 ગણો વધારો કર્યો છે

 

October 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

પ્રખ્યાત અમૂલ ડેરીના MD ને નડ્યો અકસ્માત- આણંદ નજીક પલટી ખાઇ ગઇ કાર- જાણો હાલ કેવી છે તેમની સ્થિતિ 

by Dr. Mayur Parikh June 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારતમાં જાણિતી અમૂલ ડેરીના(Amul Dairy) એમડી(MD) આર એસ સોઢીને(R.S.Sodhi) કાર પલટી ખાઇ જતાં અકસ્માત(Car accident) સર્જાયો છે. 

મળતી માહિતી પ્રમાણે, અમૂલના એમડી આર એસ સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના(Anand) બાકરોલ રોડ(bakrol road) પર તેઓની કારનું ટાયર(Car tier) ફાટ્યું હતું.

આ અકસ્માતમાં તેમને સામાન્ય ઇજા પહોંચી છે, અને હાલ હૉસ્પીટલમાં સારવાર(Hospitalized) માટે ખસેડવામાં આવ્યા છે, હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

આર એસ સોઢીની સાથે સાથે તેમના ડ્રાઇવેર(Driver) અને અન્ય એક એક્ટિવા ચાલક(Activa driver) પણ ઈજાગ્રસ્ત થયો હતો.

આ સમાચાર પણ વાંચો : દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું અધધ કરોડનું બેંક કૌંભાડ-સીબીઆઈએ આ ગ્રુપ સામે નોંધ્યો છેતરપિંડીનો ગુનો-જાણો વિગત

June 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક