• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Anant Ambani - Page 2
Tag:

Anant Ambani

PM Modi Vantara PM Modi plays, feeds lion cubs at Anant Ambani's Vantara animal shelter
રાજ્ય

PM Modi Vantara : PM મોદીએ બોટલથી સિંહણના બચ્ચાંને પીવડાવ્યુ દૂધ તો જિરાફ, માછલી સહિતના વન્યજીવોને હાથેથી ખવડાવ્યું; જુઓ વિડીયો

by kalpana Verat March 4, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ જામનગરમાં વનતારા વન્યજીવ બચાવ કેન્દ્રની મુલાકાત લીધી. હવે પીએમ મોદીની આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં, અનંત અંબાણી પોતે તેમને વનતારાની મુલાકાતે લઈ જતા જોવા મળે છે.

#WATCH | PM Narendra Modi inaugurated and visited the wildlife rescue, rehabilitation, and conservation centre, Vantara in Gujarat. Vantara is home to more than 2,000 species and over 1.5 lakh rescued, endangered, and threatened animals. PM explored various facilities at the… pic.twitter.com/itbMedPtD3

— ANI (@ANI) March 4, 2025

PM Modi Vantara :  વનતારા માં વિવિધ સુવિધાઓનો અભ્યાસ કર્યો

પીએમ મોદીએ વનતારા માં વિવિધ સુવિધાઓનો અભ્યાસ કર્યો અને વન્યજીવન હોસ્પિટલની પણ મુલાકાત લીધી. તેમણે પશુચિકિત્સા સુવિધાઓની પણ મુલાકાત લીધી. જણાવી દઈએ કે અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને બીજી ઘણી સુવિધાઓ છે. વનતારામાં પ્રાણીઓ માટે અનેક વિભાગો છે જેમાં વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક દવાનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Gir Lion Safari Visit: માથા પર ટોપી, હાથમાં કેમેરો અને સામે સિંહ.. ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળ્યા PM મોદી.. જુઓ તસવીરો

PM Modi Vantara : લુપ્ત પ્રાણીઓને બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા

વનતારામાં, પીએમ મોદીએ એક વિશાળ અજગર, એક અનોખો બે માથાવાળો સાપ, બે માથાવાળો કાચબો, એક વિશાળ ઓટર, બોંગો અને સીલ પણ જોયા. પીએમએ હાથીઓને તેમના જેકુઝીમાં જોયા. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી  એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, દુર્લભ ક્લાઉડેડ ચિત્તાના બચ્ચા સહિત ઘણા પ્રાણીઓ સાથે રમ્યા હતા અને તેમને ખવડાવ્યુ પણ હતુ.. એટલું જ નહીં તેમણે કેન્દ્રના કારાકલ પ્રજનન કાર્યક્રમ (Caracal breeding program) વિશે પણ જાણકારી મેળવી, જે લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. અહીં ખાસ વાત એ છે કે આ બધા પ્રાણીઓ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓ છે.

It’s good to see conservation efforts being recognized at the highest level. PM Modi at Vantara is a step forward. #PMatVantara pic.twitter.com/b9L8y7Dkwz

— Fenil Kothari (@fenilkothari) March 4, 2025

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
radhika merchant celebrate christmas with friends in jamnagar
મનોરંજન

Radhika merchant: પતિ અનંત સાથે નહીં પરંતુ આ લોકો સાથે રાધિકા મર્ચન્ટે ઉજવ્યો નાતાલ નો તહેવાર, અલગ અંદાજ માં જોવા મળી અંબાણી પરિવાર ની નાની વહુ

by Zalak Parikh December 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Radhika merchant: રાધિકા મર્ચન્ટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે.રાધિકા  અને અનંત ના લગ્ન ઘણા લાઈમલાઈટ મન રહ્યા હતા. રાધિકા એ તાજેતર માં તેના પતિ અને તેના મિત્રો સાથે નાતાલ ની ઉજવણી કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો માં રાધિકા અલગ જ અંદાજ માં જોવા મળી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Kiara advani: પોતાનો ડાન્સ વિડીયો કિયારા અડવાણી ને શેર કરવો પડ્યો ભારે, આ કારણે લોકો કરી રહ્યા છે અભિનેત્રી ને ટ્રોલ

રાધિકા એ કરી નાતાલ ની ઉજવણી 

ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન બાદ હવે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ ના ક્રિસમસ સેલિબ્રેશન ની તસવીરો વાયરલ થઇ રહી છે. આ ક્રિસમસ પાર્ટી માં જ્હાન્વી કપૂર, ખુશી કપૂર, વેદાંગ રૈના, શિખર પહાડીયા અને ઓરી જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

ઓરીએ પાર્ટીની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા અલગ જ અંદાજ માં જોવા મળી રહી છે. રાધિકા એ આ પાર્ટી માટે  રેડ એન્ડ વ્હાઇટ શિમરી ડ્રેસ પહેર્યો હતો.રાધિકા ની આ નવી સ્ટાઇલ એ લાઈમલાઈટ લૂંટી હતી. તમને જણાવી દઈએ કે ઓરી એ શેર કરેલી આ તસવીરોમાં અંબાણી પરિવારના અન્ય કોઈ સભ્ય જોવા નથી મળી રહ્યા. આ બાબતએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લાગે છે કે આ વખતે રાધિકાએ ક્રિસમસ પરિવાર સાથે નહીં પરંતુ મિત્રો સાથે ઉજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
radhika merchant celebrate birthday in antilia
મનોરંજન

Radhika merchant birthday bash: ગણેશ ચતુર્થી બાદ ફરી એન્ટેલિયા માં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, લગ્ન બાદ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો રાધિકા મર્ચન્ટ નો જન્મદિવસ

by Zalak Parikh October 18, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Radhika merchant birthday bash: રાધિકા મર્ચન્ટ એ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે. રાધિકા અને અનંત ના લગ્ન પર ધામધૂમ થી ઉજવવા માં આવ્યા હતા હવે લગ્ન બાદ રાધિકા એ તેનો પહેલો જન્મદિવસ તેના સાસરિયાના ઘર એન્ટેલિયા માં ધામધૂમ થી ઉજવ્યો હતો.આ પાર્ટીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. રાધિકાના ગ્રાન્ડ બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ‘હે હરિ રામ’, ભૂલ ભુલૈયા 3 નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ, કાર્તિક આર્યન ના ડાન્સ મૂવ્સ જોઈ તમે પણ થઇ જશો તેના દીવાના

રાધિકા એ ધામધૂમ થી ઉજવ્યો જન્મદિવસ 

રાધિકા મર્ચન્ટ ના જન્મદિવસ ની ઉજવણી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રાધિકા સફેદ બેકલેસ ટોપ સાથે લાલ રંગનો સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે વીડિયોમાં રાધિકા પહેલા કેક કાપતી અને પછી એક પછી એક પરિવાર ના સભ્યો ને કેક ખવડાવતી જોવા મળી હતી.

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

રાધિકા મર્ચન્ટ ની આ પાર્ટી માં પરિવાર ના સભ્યો ઉપરાંત સુહાના ખાન, ઓરી, રણવીર સિંહ, અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર જેવા ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ratan Tata Death News Live last farewell was given with a guard of honour, the whole country paid emotional tribute
મુંબઈ

Ratan Tata Mukesh Ambani : ભારતના અનમોલ ‘રતન’ ટાટાને મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અંતિમ વિદાય આપી, પુત્ર અને પુત્રવધુ પણ પહોંચ્યા; જુઓ વિડિયો

by kalpana Verat October 10, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ratan Tata Mukesh Ambani : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી સાથે ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે NCPA પહોંચ્યા હતા, જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. પદ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષીય રતન ટાટાનું બુધવારે, 9 ઓક્ટોબર, 2024 ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું, જેના પછી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું.

Ratan Tata Mukesh Ambani :ભારત અને ભારતીય ઉદ્યોગ માટે આ સૌથી દુ:ખદ દિવસ

રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીએ કહ્યું, ભારત અને ભારતીય ઉદ્યોગ માટે આ સૌથી દુ:ખદ દિવસ છે. રતન ટાટાના નિધનથી માત્ર ટાટા જૂથને જ નહીં પરંતુ સમગ્ર દેશને ખોટ પડી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, અંગત રીતે, રતન ટાટાના નિધનથી હું દુઃખી છું. કારણ કે મેં મારા શ્રેષ્ઠ મિત્રને ગુમાવ્યો છે. તેમની સાથેની દરેક મુલાકાતે મને પ્રેરણા અને શક્તિ આપી છે અને તેમના ચરિત્રની મહાનતા અને તેમના માનવતાવાદી મૂલ્યોએ તેમના પ્રત્યેના મારા આદરને વધુ વધાર્યો છે. રતન, તમે હંમેશા મારા હૃદયમાં રહેશો…

#WATCH | Last rites of veteran industrialist Ratan Tata, being performed with state honour at Worli crematorium in Mumbai pic.twitter.com/08G7gnahyS

— ANI (@ANI) October 10, 2024

Ratan Tata Mukesh Ambani : મુકેશ અંબાણી એ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતાએ આજે (10 ઓક્ટોબર) મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA) લૉનમાં રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે તેમનો પુત્ર આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતા પણ હાજર હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અંબાણી પરિવારે રતન ટાટાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ratan Tata Mukesh Ambani Mukesh Ambani and Nita Ambani pay last respects to Ratan Tata
મુંબઈવેપાર-વાણિજ્ય

Ratan Tata Mukesh Ambani : ભારતના અનમોલ ‘રતન’ ટાટાને મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અંતિમ વિદાય આપી, પુત્ર અને પુત્રવધુ પણ પહોંચ્યા; જુઓ વિડિયો

by kalpana Verat October 10, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ratan Tata Mukesh Ambani :રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી સાથે ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે NCPA પહોંચ્યા હતા, જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. પદ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષીય રતન ટાટાનું બુધવારે, 9 ઓક્ટોબર, 2024 ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું, જેના પછી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું.

Ratan Tata Mukesh Ambani :ભારત અને ભારતીય ઉદ્યોગ માટે આ સૌથી દુ:ખદ દિવસ

રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીએ કહ્યું, ભારત અને ભારતીય ઉદ્યોગ માટે આ સૌથી દુ:ખદ દિવસ છે. રતન ટાટાના નિધનથી માત્ર ટાટા જૂથને જ નહીં પરંતુ સમગ્ર દેશને ખોટ પડી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, અંગત રીતે, રતન ટાટાના નિધનથી હું દુઃખી છું. કારણ કે મેં મારા શ્રેષ્ઠ મિત્રને ગુમાવ્યો છે. તેમની સાથેની દરેક મુલાકાતે મને પ્રેરણા અને શક્તિ આપી છે અને તેમના ચરિત્રની મહાનતા અને તેમના માનવતાવાદી મૂલ્યોએ તેમના પ્રત્યેના મારા આદરને વધુ વધાર્યો છે. રતન, તમે હંમેશા મારા હૃદયમાં રહેશો…

Ratan Tata Mukesh Ambani : મુકેશ અંબાણી એ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતાએ આજે (10 ઓક્ટોબર) મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA) લૉનમાં રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે તેમનો પુત્ર આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતા પણ હાજર હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અંબાણી પરિવારે રતન ટાટાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

#WATCH | Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani, Founder-Chairperson of Reliance Foundation Nita Ambani pay last tributes to Ratan Tata in Mumbai. pic.twitter.com/swCd0E19kB

— ANI (@ANI) October 10, 2024

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lalbaugcha Raja Visarjan 2024 Lalbaugcha Raja immersed at Girgaon Chowpatty Lalbaugcha Raja
મુંબઈMain PostTop Post

Lalbaugcha Raja Visarjan 2024: ગિરગાંવ ચોપાટીમાં લાલબાગના રાજાનું વિસર્જન, ભક્તોએ રાજાને ભીની આંખે આપી વિદાય, ચોપાટી પર ભક્તોની ભીડ..

by kalpana Verat September 18, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Lalbaugcha Raja Visarjan 2024: મુંબઈના આરાધ્ય દેવ એવા લાલગાબાના રાજાને ભક્તોએ ભીની આંખે વિદાય આપી છે. છેલ્લી આરતી કરીને, ભક્તોએ ‘ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ’ નારા સાથે લાલગાબાના રાજાને વિદાય આપી. રાજાને વિદાય આપતી વખતે ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા. ભક્તોએ આખરે ભારે હૈયે રાજાને તરાપા પર બેસાડીને પોતાના પ્રિય રાજાને વિદાય આપી છે. ગઈકાલે સવારે લાલબાગના રાજાની મંડપમાંથી વિદાયયાત્રા કાઢવામાં આવી હતી. જે બાદ આખરે ભક્તોએ પોતાના પ્રિય બાપ્પાને વિદાય આપી છે. લાલગાબાના રાજાની સાથે અન્ય ગણેશની મૂર્તિઓ પણ ગિરગાંવ ચૌપાટીમાં પ્રવેશી હતી.

#AnanbhaiAmbani graces the grand visarjan of Lalbaug Cha Raja 🙏 celebrates a vibrant tradition with devotion 🌺✨ pic.twitter.com/3e8Qou4uZv

— Bollywood World (@bwoodworld) September 18, 2024

અનંત અંબાણીએ પણ રાજાના વિસર્જન સમારોહમાં ભાગ લીધો

લાખો ભક્તો તેમના પ્રિય બાપ્પાને વિદાય આપવા માટે ગિરગાંવ ચોપાટી પર આવ્યા હતા. અનંત અંબાણીએ પણ રાજાના વિસર્જન સમારોહમાં ભાગ લીધો હતો. તેમના પ્રિય બાપ્પાના અંતિમ દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગિરગાંવ ચોપાટી પર વિસર્જન પહેલાં, લાલ બાગના રાજાની આરતી કરવામાં આવી હતી. આ સમયે ગિરગાંવ ચોપાટી પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 

VIDEO | Anant Ambani, non-executive director, Reliance Industries, participates in 'visarjan' of Lalbaugcha Raja Ganesh idol at Mumbai's Girgaon Chowpatty. #GaneshUtsav2024 #MumbaiNews #lalbaugcharaja2024

(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/wzj7RCjqOm

— Press Trust of India (@PTI_News) September 18, 2024

 ભક્તોએ ભીની આંખે આપી વિદાય 

રાજા ગિરગાંવ ચોપાટીમાં પ્રવેશ્યા પછી આરતી કરવામાં આવી હતી. ત્યારપછી લાલબાગના રાજાને વિદાય આપવા અહીંથી કોળી ભાઈઓની ઘણી બોટ દરિયામાં ગઈ હતી. લાલબાગના રાજાને વિદાય આપતી વખતે કાર્યકરો અને ગણેશ ભક્તો ભાવુક થયા હોવાનું જોવા મળ્યું હતું. ભક્તોએ લાલબાગના રાજાને તરાપા પર બેસાડીને વિસર્જન કર્યું હતું. રાફ્ટ પર 5 સ્કુબા ડાઇવર્સ હતા. જેમના દ્વારા હાઇડ્રોલિક ક્રેન્સ દ્વારા લાલબાગના રાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે દરેક ભક્તોની આંખો ભીની થઇ ગઈ હતી. ગણપતિ બાપ્પા મોરયા આવતા વર્ષે વહેલા આવો, લાલબાગના રાજાનો વિજય થાય એવા નારા લગાવીને ભક્તોએ તેમના પ્રિય રાજાને વિદાય આપી.

Final glimpse of Lalbaug Cha Raja 2024 ✨🙌🙏
.#wassupmumbai #lalbaughcharaja #visarjan #mumbai pic.twitter.com/eWF8reDMJF

— Wassup Mumbai (@Wassup_Mumbai) September 18, 2024

અનેક ગણેશ મંડળોના ગણપતિનું વિસર્જન બાકી

લાલબાગના રાજાની સાથે ચિંચપોકલીના ચિંતામણી પણ ગિરગાંવ ચોપાટીમાં પ્રવેશ્યા. ચિંતામણીને પણ ભક્તોએ વિદાય આપી છે. ચિંતામણી નું વિસર્જન ગત રાત્રે જ થવાનું હતું, પરંતુ ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં દરિયામાં ભારે ભરતી આવી ગઈ હતી. જેના કારણે ગણેશ મંડળો છેલ્લા કેટલાક સમયથી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરી શક્યા ન હતા. આથી હજુ અનેક ગણેશ મંડળોના ગણપતિનું વિસર્જન બાકી છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anant ambani visits lalbaugcha raja video goes viral
મનોરંજન

Anant ambani: કડક સુરક્ષા વચ્ચે લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યો અનંત અંબાણી, બાપ્પા ના ચરણો માં શીશ ઝુકાવી લીધા આશીર્વાદ, જુઓ વિડીયો

by Zalak Parikh September 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant ambani: અનંત અંબાણી ને ભગવાન માં ખુબ શ્રદ્ધા છે. લગ્ન બાદ પહેલીવાર અનંત અને રાધિકા એ તેમના ઘર એન્ટેલિયા માં ગણપતિ બાપ્પા નું ધામધૂમ થી સ્વાગત કર્યું હતું. ગણેશોત્સવ દરમિયાન અનંત અંબાણી મુંબઈ ના પ્રખ્યાત લાલબાગ ચા રાજા ના દર્શન કરવા પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Ganesh chaturthi 2024: અંબાણી પરિવાર ના ગણેશોત્સવ દરમિયાન જોવા મળ્યું અનંત અંબાણી અને સલમાન ખાન વચ્ચે નું બોન્ડિંગ, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

અનંત અંબાણી એ કર્યા લાલબાગ ચા રાજા ના દર્શન 

અનંત અંબાણી ગત રાત્રે લાલબાગ ચા રાજા ના દર્શન કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન અનંત અંબાણીની સુરક્ષા ખૂબ જ કડક હતી. અનંત બાપ્પાની મૂર્તિ પાસે પહોંચતા જ તેણે હાથ જોડીને લાલબાગ ચા રાજાના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને તેમની પાસેથી આશીર્વાદ લીધા.

Honorable Anant Ambani at Lalbaugcha Raja 10.09.2024 @reliancejio @RelianceJioCare #lalbaugcharaja pic.twitter.com/pBm06OxwOc

— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 10, 2024

અનંત અંબાણી એ લાલબાગ ચા રાજા ને 20 કિલો નો સોના નો મુગટ ધરાવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ તેની કિંમત લગભગ 15 કરોડ ની આસપાસ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anant ambani puts his arm around salman khan shoulder
મનોરંજન

Ganesh chaturthi 2024: અંબાણી પરિવાર ના ગણેશોત્સવ દરમિયાન જોવા મળ્યું અનંત અંબાણી અને સલમાન ખાન વચ્ચે નું બોન્ડિંગ, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

by Zalak Parikh September 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ganesh chaturthi 2024: અંબાણી પરિવારે તેમના ઘર એન્ટેલિયા માં ગણેશોત્સવનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડ ની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સલમાન ખાન પણ અંબાણી ના ઘર એન્ટેલિયા માં બાપ્પા ના દર્શન કરવા પહોંચ્યો હતો. તેવામાં અનંત અને સલમાન ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને નું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Ganesh chaturthi 2024: અનંત અંબાણી એ લાલબાગ ચા રાજા ને ચઢાવ્યો અધધ આટલા કિલો નો સોનાનો મુગટ, કિંમત જાણી તમે પણ ચોંકી જશો.

અનંત અંબાણી અને સલમાન ખાન નો વિડીયો 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અનંત અંબાણી એ સલમાન ખાન ના ખભે હાથ મુકેલો છે અને તે સલમાન ખાન સાથે ઘણી વાતો કરતો પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સલમાન અને અનંત વચ્ચે નું બોન્ડ જોવા મળ્યું હતું. અનંત અને સલમાન ના આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું,  “ફક્ત અનંત અંબાણી જ સલમાનના ખભા પર આટલા લાંબા સમય સુધી હાથ રાખી શકે છે.” બીજા એ લખ્યું, “અનંત અંબાણી વડીલોનું સન્માન કેવી રીતે કરવું તે જાણતા નથી, તેઓ એક એવા વ્યક્તિ પર હાથ મૂકી રહ્યા છે જે તેમના માતાપિતાની ઉંમરના છે.” અન્ય એક એ લખ્યું, “અરે તકલીયા તે તારા પિતાની ઉંમર નો છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ganesh chaturthi 2024 anant amabni donate 20 kg gold mukut to lalbaugh cha raj
મનોરંજન

Ganesh chaturthi 2024: અનંત અંબાણી એ લાલબાગ ચા રાજા ને ચઢાવ્યો અધધ આટલા કિલો નો સોનાનો મુગટ, કિંમત જાણી તમે પણ ચોંકી જશો.

by Zalak Parikh September 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ganesh chaturthi 2024: દેશભર માં આજે ગણેશ ચતુર્થી નો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અંબાણી ના ઘર એન્ટેલિયા માં પણ બાપ્પા નું આગમન થઇ ગયું છે.અનંત અંબાણી અને પુરા અંબાણી પરિવાર ને ભગવાન માં ખુબજ શ્રદ્ધા છે.ગણેશ ચતુર્થી ના પાવન અવસર પર અનંત અંબાણી એ મુંબઈ ના લાલબાગ ચા રાજા ને સોનાનો મુગટ ધરાવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: bhool bhulaiyaa 2: ભૂલ ભુલૈયા 2 નો ડીલીટેડ સીન થયો વાયરલ, વિડીયો જોઈ તમે પણ થઇ જશો હસી ને લોટપોટ

અનંત અંબાણી એ ચઢાવ્યો લાલબાગ ચા રાજા ને સોના નો મુગટ 

ગુરુવાર એ ‘લાલબાગ ચા રાજા’ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં બાપ્પા ને 20 કિલો સોનાનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો. આ મુગટ અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દાનમાં આપવામાં આવ્યો હતો. જેની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનંત અંબાણી અને અંબાણી પરિવાર છેલ્લા ઘણા સમયથી લાલબાગ ચા રાજા મંડળ સાથે જોડાયેલો છે અને તેઓ લાલબાગ ચા રાજાની વિસર્જન યાત્રામાં પણ ભાગ લે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ganesh Mahotsav: Anant Ambani Donates 20-Kg Gold Crown To Mumbai's Lalbaugcha Raja Ahead Of Ganesh Chaturthi
મુંબઈMain PostTop Post

Ganesh Mahotsav: લાલબાગચા રાજાના પ્રથમ દર્શન, બાપ્પાની મૂર્તિનું ભવ્ય અનાવરણ થયું; કરોડોનો મુગટ બન્યો આકર્ષણનું કેન્દ્ર; જુઓ તસવીરો..

by kalpana Verat September 6, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Lalbaugcha Raja Mumbai’s Lalbaugcha Raja 2024 Ganpati Bappa’s first look and live streaming details

Ganesh Mahotsav: મુંબઈમાં ઠેર-ઠેર ગણેશોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ ભક્તો બાપ્પાના આગમન માટે તૈયાર છે. મોટા ગણેશોત્સવ મંડળોની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 

Lalbaugcha Raja Mumbai’s Lalbaugcha Raja 2024 Ganpati Bappa’s first look and live streaming details

મુંબઈના સૌથી મોટા અને પ્રખ્યાત ગણેશોત્સવ મંડળ તરીકે જાણીતા લાલબાગના રાજાનું ગુરુવારે આગમન થયું હતું. ભક્તોને પણ રાજાની પ્રથમ ઝલક જોવા મળી હતી. બાપ્પાના પ્રથમ દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી.

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥🚩🙏🏼

The iconic Lalbaugcha Raja, one of Mumbai’s most beloved Ganesh idols, has unveiled its first look. May the divine blessings of Lord Ganesha bring prosperity, happiness and peace to all… pic.twitter.com/1oNKciE5Ph

— Vishwajit Rane (@visrane) September 5, 2024

 લાલબાગના રાજાના આકર્ષક મુગટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અંબાણી પરિવારે લાલબાગના રાજાને 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે.આ વર્ષે લાલબાગના રાજાનો મુગટ સોનાનો બનેલો છે અને અંબાણી પરિવારે આ વર્ષે રાજાને આ મુગટ અર્પણ કર્યો છે. 

Lalbaugcha Raja Mumbai’s Lalbaugcha Raja 2024 Ganpati Bappa’s first look and live streaming details

અનંત અને રાધિકાના લગ્ન પછી આ પહેલો ગણેશોત્સવ હોવાથી ગણેશના ભક્ત એવા અંબાણી પરિવારે રાજાને 15 કરોડની કિંમતનો 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.

Lalbaugcha Raja Mumbai’s Lalbaugcha Raja 2024 Ganpati Bappa’s first look and live streaming details

 હાલમાં રાજાના આ મુગટ ની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. લાલબાગના રાજાના ફર્સ્ટ લૂકની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Lalbaugcha Raja Mumbai’s Lalbaugcha Raja 2024 Ganpati Bappa’s first look and live streaming details

ગુરુવારે મુંબઈના લાલબાગના રાજાના પ્રથમ દર્શન થયા. લાલબાગના રાજાની આરાધ્ય 14 ફૂટની બાપ્પાની મૂર્તિ આ વર્ષે મયુરાસન પર બિરાજમાન છે. લાલબાગના રાજા આ વર્ષે મયુર મહેલમાં બિરાજમાન થયા છે. 

Lalbaugcha Raja Mumbai’s Lalbaugcha Raja 2024 Ganpati Bappa’s first look and live streaming details

લાલબાગના રાજાનું આ 91મું વર્ષ છે. રસપ્રદ વાત એ છે કે, લાલબાગના રાજાએ આ વર્ષે 20 કિલોનો સોનાનો મુગટ પહેર્યો છે. આ મુગટ ની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે.

September 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક