• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ananya pandey
Tag:

ananya pandey

ananya panday wished rumored boyfriend aditya roy kapur on his birthday with romantic song
મનોરંજન

Aditya roy kapoor birthday: અનન્યા પાંડે એ ખાસ અંદાજ માં પાઠવી આદિત્ય રોય કપૂર ને જન્મદિવસ ની શુભેચ્છા, તસવીર થઇ વાયરલ

by Zalak Parikh November 17, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Aditya roy kapoor birthday: આદિત્ય રોય કપૂર આજે તેનો 38 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. થોડા દિવસ પહેલા અનન્યા પાંડે એ પોતાનો જન્મદિવસ માલદીવ્સ માં ઉજવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુબજ આદિત્ય રોય કપૂર પણ અભિનેત્રી નો જન્મદિવસ ઉજવવા માલદીવ્સ પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે, આદિત્ય અને અનન્યા ની ડેટિંગ ની અફવા ઘણા સમય થી ચાલી રહી છે. હવે અનન્યા એ આદિત્ય રોય કપૂર ના જન્મદિવસ ને ખાસ બનાવ્યો છે. અનન્યા એ એક સુંદર પોસ્ટ દ્વારા અભિનેતા ને બર્થડે વિશ કર્યું છે. 

 

 અનન્યા પાંડે એ કર્યું આદિત્ય રોય કપૂર ને બર્થડે વિશ 

અનન્યા પાંડેએ તેના કથિત બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂરને તેના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે. અનન્યા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આદિત્ય રોય કપૂર ની એક તસવીર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, ‘હેપ્પી બર્થડે એડી @Adityaroykapur,’ રોલરકોસ્ટર ઇમોજી અને હાર્ટ ઇમોજી સાથે. ચિત્ર શેર કરતી વખતે, તેણે એંગસ અને જુલિયા સ્ટોન દ્વારા હાર્ટ બીટ્સ સ્લો નામનું રોમેન્ટિક ગીત પણ સમર્પિત કર્યુ હતું 

 ananya panday wished rumored boyfriend aditya roy kapur on his birthday with romantic song

 

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે ને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવે છે. તેઓ અવારનવાર વેકેશન પણ સાથે એન્જોય કરતા હોય છે. જોકે બંને સ્ટાર્સ એ પોતાના સંબધો ની પુષ્ટિ કરી નથી.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચને ખાસ અંદાજ માં પાઠવી દિવાળી ની શુભેચ્છા, બિગ બી ની પોસ્ટ થઇ વાયરલ

November 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ananya pandey bought a luxurious house on dhanteras
મનોરંજન

Ananya pandey: ધનતેરસ ના ખાસ અવસર પર અનન્યા પાંડે એ ખરીદ્યુ આલીશાન ઘર, પોસ્ટ શેર કરી લખી આવી નોંધ

by Zalak Parikh November 11, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ananya pandey: દેશભર માં દિવાળી ની ઉજવણી ચાલુ છે. ગઈકાલે ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી હતી આ ખાસ અવસર પર બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે એ એક ઘર ખરીદ્યુ છે. અનન્યા પાંડે એ ધનતેરસ ના દિવસે તેના નવા ઘર ની પૂજા કરી હતી. જેની તસવીરો અભિનેત્રી એ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. 

 

અનન્યા પાંડે એ ખરીદ્યુ નવું ઘર 

ધનતેરસ ના દિવસે અભિનેત્રી અનન્યા પાંડે એ પોતાના નવા ઘર ની પૂજા કરતો વિડીયો અને ફોટો શેર કર્યા હતા. આ તસવીર અને વિડીયો માં અભિનેત્રી અનન્યા પાંડે ગોલ્ડન અને પીળા રંગ ના આઉટફિટ  માં ઘરની પૂજા કરતી જોવા મળી હતી. આ ટ્રેડિશનલ લુક માં અનન્યા ખુબજ સુંદર લાગી રહી હતી. નવા ઘર ની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતી  હતી. 

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)


આ પોસ્ટની સાથે અનન્યા પાંડેએ ખૂબ જ ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું, ‘મારું પોતાનું ઘર!! નવી શરૂઆત માટે તમારા બધાના પ્રેમ અને સારા વાઇબની જરૂર છે.. ધનતેરસની શુભકામનાઓ.

આ સમાચાર પણ વાંચોઃ Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ

November 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
sara ali khan reacts on relationship with shubman gill in koffee with karan
મનોરંજન

Sara ali khan koffee with karan: કોફી વીથ કરણ નો ત્રીજો એપિસોડ હશે દિલચસ્પ, સારા અલી ખાને તેના અને શુભમન ગિલ ના સંબંધ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

by Zalak Parikh November 7, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Sara ali khan koffee with karan:કરણ જોહર નો ચેટ શો ‘કોફી વિથ કરણ’  શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી શો ના બે એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે. આ શો ના પહેલા ગેસ્ટ દીપિકા અને રણવીર હતા જેમાં તેમના લગ્ન નો વિડીયો પણ જોવા મળ્યો હતો. તેમજ બીજા એપિસોડ ના ગેસ્ટ સાની અને બોબી દેઓલ હતા જેમાં બન્ને એ ઘણા ખુલાસા કર્યા હતા. હવે આ શો ના ત્રીજા ગેસ્ટ તરીકે સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળશે. આ દરમિયાન સારા અને અનન્યા કરણ જોહર ના સવાલ ના જવાબ આપતી વખતે ઘણા ખુલાસા કરતા જોવા મળશે. આ દરમિયાન સારા અલી ખાને તેના અને શુભમન ગિલ ના સંબંધ વિશે પણ ખુલાસો કર્યો હતો. આ એપિસોડનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. 

 

કોફી વિથ કરણ 8 નો નવો પ્રોમો 

‘કોફી વિથ કરણ’ના ત્રીજા એપિસોડ માં સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળશે. આ દરમિયાન બન્ને એ તેમની લવ લાઈફ પર ખુલી ને વાત કરી હતી. જવે કોફી વિથ કરણ 8 ના સામે આવેલા પ્રોમો માં જોવા મળે છે કે, વીડિયોમાં કરણ જોહર સારા અલી ખાન ને શું સારા અલી ખાન અને શુભમન ગિલ સાથે ડેટિંગની અફવા હતી? સારા આના પર પ્રતિક્રિયા આપતા કહે છે, ‘તમે ખોટી સારા ની વાત કરી રહ્યા છો. આખી દુનિયા ખોટી સારાની પાછળ છે. આ સાંભળીને કરણ જોહર હસી પડે છે. આ સિવાય કરણ જોહર સારા ને પૂછે છે કે તારી પાસે શું નથી જે અનન્યા પાસે છે તો આના જવાબ માં સારા કહે છે અ નાઈટ મેનેજર જે સાંભળી ને અનન્યા શરમાઈ જાય છે.  આ પછી, કરણ જોહર અનન્યાને પૂછે છે કે તે તેની રાત કેવી રીતે મેનેજ કરી રહી છે, શું તે ભટકી રહી છે? કાવ્યાત્મક રીતે જવાબ આપતા અનન્યા કહે છે, ‘આશિકી આવી જ છે…’

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)


તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને શુભમન ગિલ ઘણી વાર સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ થી બન્ને વચ્ચે અફેર ના સમાચારે જોર પકડ્યું હતું પરંતુ સારા અલી ખાને ક્યારેય પણ તેના સંબંધ વિશે કહ્યું નથી. સારા અલી ખાન બાદ શુભમન ગિલ નું નામ સારા તેંડુલકર સાથે જોડવામાં આવ્યું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ સારા તેંડુલકર ને ડેટ કરી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચોઃ Singham again: સિંઘમ અગેન માં અક્ષય કુમાર ની થઇ ધમાકેદાર એન્ટ્રી, અજય દેવગને પોસ્ટ શેર કરી અભિનેતા વિશે કહી આ વાત

November 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
after one week ananya panday celebrate his birthday with best friend suhana khan video goes viral
મનોરંજન

Ananya pandey: એક અઠવાડિયા પછી પણ ચાલુ છે અનન્યા પાંડે નું બર્થડે સેલિબ્રેશન, કથિત બોયફ્રન્ડ આદિત્ય રોય કપૂર બાદ હવે આ અભિનેત્રી સાથે અનન્યા એ મનાવ્યો જન્મદિવસ, જુઓ વિડીયો

by Zalak Parikh November 6, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ananya pandey:  બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે એ પોતાનો 25 મોં જન્મદિવસ 30 ઓક્ટોબરે ઉજવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર અનન્યા એ તેના કથિત બોયફ્રન્ડ આદિત્ય રોય કપૂર સાથે માલદીવ્સ માં તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. હવે અનન્યા એ તેના જન્મદિવસ ના એક અઠવાડિયા પછી તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન ને તેના જન્મદિવસ ની પાર્ટી આપી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 

અનન્યા પાંડે નો વિડીયો 

આદિત્ય રોય કપૂર સાથે બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ અનન્યા પાંડે એ તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન સાથે બર્થડે મનાવ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં અનન્યા સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન તેમજ ઓરી જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અનન્યા ના બીજા મિત્રો પણ જોવા મળી રહ્યં છે. આ દરમિયાન અનન્યા કેક કાપતી જોઈ શકાય છે, અને બેકગ્રાઉન્ડ માં તેના મિત્રો હેપ્પી બર્થડે ટુ યુ ગાતા જોવા મળી રહ્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


અનન્યા છેલ્લે ફિલ્મ  ડ્રીમ ગર્લ 2 માં જોવા મળી હતી. હવે અનન્યા પાંડે સિદ્ધાંત ચતુર્વેદી સાથે ખો ગયે હમ કહાં માં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: આ સ્ટાર્સ બનશે કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ ના ગેસ્ટ, શો ના નવા પ્રોમો માં જોવા મળી મહેમાનો ની ઝલક

November 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
koffee with karan 8 all guest seein in new promo
મનોરંજન

Koffee with karan 8: આ સ્ટાર્સ બનશે કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ ના ગેસ્ટ, શો ના નવા પ્રોમો માં જોવા મળી મહેમાનો ની ઝલક

by Zalak Parikh November 4, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Koffee with karan 8: કરણ જોહર નો સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ શરૂ થઇ ગયો છે. આ શો માં પહેલા ગેસ્ટ તરીકે દીપિકા અને રણવીર સિંહે પહોંચ્યા હતા. ત્યારબાદ શો ના બીજા ગેસ્ટ તરીકે સાની દેઓલ અને બોબી દેઓલ જોવા મળ્યા હતા. હવે શો ના ત્રીજા એપિસોડ માં સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળશે. આ સાથેજ શો નો નવો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં તે તમામ સ્ટાર્સ ને ઝલક જોવા મળશે જે કરણ જોહર ના ચેટ શો માં ગેસ્ટ તરીકે પહોંચશે. આ સિવાય સારા અલી ખાન અને અનન્યા પાંડે પણ કરણ જોહર ના સવાલો ના જવાબ આપતા જોવા મળશે. 

 

કોફી વિથ કરણ નો નવો પ્રોમો 

કરણ જોહરે શો નો નવો પ્રોમો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિલીઝ કર્યો છે. આ શો મા રોહિત શેટ્ટી અને અજય દેવગન, કાજોલ અને રાની મુખર્જી, કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટ, સારા અલી ખાન અને અનન્યા પાંડે, સહિતના સ્ટાર્સ આ શો માં કરણ જોહર સાથે કોફી પીવા અને શો માં ગ્લેમર ઉમેરવા માટે તૈયાર છે. 

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

કોફી વિથ કરણ ના ત્રીજા એપિસોડ ના ગેસ્ટ 

કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ ના આગામી એપિસોડ માં સારા અલી ખાન અને અનન્યા પાંડે ગેસ્ટ તરીકે જોવા મળશે. આ શો માં કરણ જોહર સારા અલી ખાન ને પૂછે છે કે એવું તારી પાસે શું નથી જે અનન્યા પાંડે પાસે છે સારા અલી ખાન આનો જવાબ આપે છે ‘અ નાઈટ મેનેજર’ સા નો જવાબ સાંભળી અનન્યા શરમાઈ જાય છે. અને કહે છે હું અનન્યા કોય કપૂર અનુભવું છું. આ રીતે બનેં અભિનેત્રી કરણ જોહર ના ચેટ શો માં ઘણા ખુલાસા કરતી જોવા મળશે.  

આ સમાચાર પણ વાંચોઃ Bobby deol koffee with karan 8: શું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ના ઈશારા પર કામ કરશે બોબી દેઓલ?અભિનેતા કોફી વિથ કરણ માં કર્યો આ વિશે ખુલાસો

November 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
aditya roy kapoor and ananya panday go on dinner date
મનોરંજન

Aditya roy kapoor and Ananya pandey: અફેર ના સમાચાર વચ્ચે ડિનર ડેટ પર રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા આદિત્ય રોય કપૂર ને અનન્યા પાંડે, વિડીયો થયો વાયરલ

by Zalak Parikh October 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Aditya roy kapoor and Ananya pandey: બોલિવૂડ ની ગલિયારો માં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે ના સંબંધોની ખૂબ ચર્ચા થઈ રહી છે. બંને ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. તેના પરથી લોકો એ અનુમાન લગાવ્યું છે કે, બન્ને વચ્ચે અફેર છે. હવે આ અફેરના સમાચારો વચ્ચે, આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે તાજેતરમાં ડિનર ડેટ પર જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેની કેટલીક તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.આ દરમિયાન અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

 

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે નો વિડીયો 

બોલિવૂડ માં ઘણા સમય થી આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે વચ્ચે ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. આ કપલ ઘણીવાર સાથે ઇવેન્ટ માં જોવા મળ્યા છે. જે તેમની અફેર ની અફવા ને જોર આપે છે. હવે કપલ નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ડિનર ડેટ પર સાથે જોવા મળી રહ્યા છે. આ ડેર ડેટ માટે  અનન્યાએ બ્લેક મિની ડ્રેસ પહેર્યો હતો. તેણીએ તેના વાળ ખુલ્લા રાખીને ન્યૂનતમ મેકઅપ કર્યો હતો. બીજી તરફ આદિત્યએ બ્લેક ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું.બન્ને એ બ્લેક કલર ના આઉટફિટ પહેરી ને એકબીજા સાથે ટ્યુનિંગ કર્યું હતું. 

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)


આ દરમિયાન આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા હતા. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


જોકે હજુ સુધી આદિત્ય રોય કપૂર કે અનન્યા પાંડે એ તેમના સંબધો ની પુષ્ટિ કરી નથી બન્ને એ આ અંગે મૌન સેવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Sara ali khan and Ananya pandey: સારા અલી ખાન અને અનન્યા પાંડે એ આ રીતે બનાવ્યું બોરિંગ વર્કઆઉટ ને મજેદાર, બન્ને નો મસ્તી કરતો વિડીયો થયો વાયરલ

October 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
sara ali khan and ananya pandey became workout buddies video goes viral
મનોરંજન

Sara ali khan and Ananya pandey: સારા અલી ખાન અને અનન્યા પાંડે એ આ રીતે બનાવ્યું બોરિંગ વર્કઆઉટ ને મજેદાર, બન્ને નો મસ્તી કરતો વિડીયો થયો વાયરલ

by Zalak Parikh October 27, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Sara ali khan and Ananya pandey: બોલિવૂડ ની યુવા પેઢી ની અભિનેત્રી ઓ એકબીજા સાથે સારું બોન્ડ શેર કરે છે. તે પછી જાહ્નવી કપૂર હોય, સારા અલી ખાન હોય, સુહાના ખાન હોય કે પછી અનન્યા પાંડે હોય આ અભિનેત્રીઓ એકબીજા સાથે સારું બોન્ડ શેર કરે છે.  જાહ્નવી કપૂર અને સારા અલી ખાન વચ્ચે નું બોન્ડિંગ તો સૌ કોઈ જાણે છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળી ચુક્યા છે. હવે સારા અલી ખાન અને અનન્યા પાંડે નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં બન્ને સ્ટાર કિડ્સ સાથે વર્કઆઉટ કરતા જોવા મળે છે. 

 

સારા અલી ખાન અને અનન્યા પાંડે નો વિડીયો 

સારા અલી ખાન અને અનન્યા પાંડે નો વર્કઆઉટ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોમાં, સારા અલી ખાન અને અનન્યા પાંડે એક સાથે મસ્તી કરતા જોવા મળે છે કારણ કે તેઓ તેમની મનોરંજક ક્રિયાપ્રતિક્રિયાઓ સાથે બોરિંગ વર્કઆઉટ સત્રને મનોરંજક સમયમાં ફેરવે છે. 

 

View this post on Instagram

 

A post shared by Namrata Purohit (@namratapurohit)

સારા અલી ખાન અને અનન્યા પાંડે નું વર્ક ફ્રન્ટ 

સારા અલી ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘મેટ્રો ઈન દીનો’ માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી આદિત્ય રોય કપૂર સાથે પહેલીવાર જોવા મળશે. બીજી તરફ અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Tejas teaser: ફિલ્મ તેજસ નું નવું ટીઝર થયું રિલીઝ, માત્ર પંદર મિનિટ માં કેવી રીતે અયોધ્યા મંદિરને હુમલાથી બચાવશે કંગના રનૌત

 

October 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ananya panday takes an auto ride on the mumbai traffic
મનોરંજન

Ananya pandey: રિતિક રોશન બાદ ટ્રાફિક જામથી બચવા અભિનેત્રી અનન્યા પાંડે એ લીધો પબ્લિક ટ્રાન્સપોર્ટ નો સહારો, પોસ્ટ શેર કરી કરાવી સેર

by Zalak Parikh October 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ananya pandey: મુંબઈ ના ટ્રાફિક થી હવે બોલિવૂડ સેલેબ્રિટી પણ કંટાળી ગયા છે. તાજેતરમાં જ મુંબઈના ટ્રાફિક થી બચવા સુપરસ્ટાર રિતિક રોશને મેટ્રોમાં સફર કરી હતી. હવે ફિલ્મ અભિનેત્રી અને ચંકી પાંડે ની પુત્રી અનન્યા પાંડે એ પણ ટ્રાફિક થી બચવા રીક્ષા નો આશરો લીધો હતો. અનન્યા એ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.

 

 અનન્યા પાંડે કરી રીક્ષા ની સેર 

અનન્યા પાંડેએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો ક્લિપ શેર કરી છે. આમાં તે રીક્ષા માં મુસાફરી કરતી જોવા મળે છે. આ દરમિયાન, બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે, ‘જરા હટકે જરા બચકે, યે હૈ બોમ્બે મેરી જાન…’ અનન્યા રીક્ષા માં એક મિત્ર સાથે જોવા મળી રહી છે, જોકે મિત્રએ વીડિયોમાં પોતાનો ચહેરો છુપાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનન્યાએ ટ્રાફિક જામથી બચવા માટે કાર છોડીને  રિક્ષા માં મુસાફરી કરવાનું પસંદ કર્યું.

ananya panday takes an auto ride on the mumbai traffic

અનન્યાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે આયુષ્માન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળી હતી.આ દિવસોમાં તે આદિત્ય રોય કપૂર સાથેના અફેરને લઈને પણ ચર્ચામાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Urfi javed: ઉર્ફી જાવેદે ફરી તેના કપડાં સાથે કર્યો પ્રયોગ, આ વસ્તુ થી ઢાંક્યું પોતાનું શરીર, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

October 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ishaan khattar was seen holding hands with chandni bainz
મનોરંજન

Ishaan khatter: ચોરી પકડાઈ ગઈ! અનન્યા પાંડે સાથે ના બ્રેકઅપ બાદ આ યુવતી સાથે જોડાયું ઈશાન ખટ્ટર નું નામ, હાથ માં હાથ નાખી સાથે જોવા મળ્યું કપલ

by Zalak Parikh September 23, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ishaan khatter: બોલિવૂડ એક્ટર ઈશાન ખટ્ટર જાહ્નવી કપૂર ની ડેબ્યુ ફિલ્મ ધડક માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે અનન્યા પાંડે સાથે ફિલ્મ ખાલી પીલી માં જોવા મળ્યો હતો.બન્ને ફિલ્મો એ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતી દેખાડી પરંતુ બન્ને ફિલ્મો માં અભિનેતા ઈશાન ખટ્ટર ના અભિનય ની પ્રશંસા થઇ હતી. . શાહિદ કપૂર નો નાનો ભાઈ ઈશાન ખટ્ટર તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની લવલાઈફ ને લઈ ને પણ ચર્ચા માં રહે છે.તાજેતરમાં એવી અફવા હતી કે અનન્યા પાંડે સાથે બ્રેકઅપ થયા બાદ ઈશાન ખટ્ટરને ફરી પ્રેમ મળી ગયો છે અને તે ચાંદની બેન્ઝને ડેટ કરી રહ્યો છે, જે વ્યવસાયે મોડલ છે અને મલેશિયાની છે. જો કે આ બન્ને એ પોતાના રિલેશનશિપ પર કદી ખુલી ને વાત કરી નથી. પરંતુ બન્ને ની સામે આવેલી તસવીરો એ તેમના રિલેશનશિપ ને કન્ફર્મ કરી રહી છે.

 

 હાથ માં હાથ નાખી સાથે જોવા મળ્યા ઈશાન ખટ્ટર અને ચાંદની બેન્ઝ 

હાલમાં જ ઈશાન ખટ્ટર મુંબઈ શહેરમાં તેની કથિત ગર્લફ્રેન્ડ ચાંદની સાથે જોવા મળ્યો હતો. ઈશાન અને ચાંદની એક પાર્ટીમાં હાજરી આપી ને એકસાથે બહાર આવ્યા હતા અને જતા સમયે બન્ને હાથ માં હાથ નાખી ચાલતા જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે આ પાર્ટી માં ઈશાન ખટ્ટરનો મોટો ભાઈ શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો.ઈશાન ખટ્ટરે તરત જ તેની કથિત ગર્લફ્રેન્ડને કારમાં બેસાડી, તે પછીથી પાપારાઝી માટે પોઝ આપતો જોવા મળ્યો હતો. જતા પહેલા તેણે કેટલાક ચાહકો સાથે વાત પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઈશાન ખટ્ટર ની આવનારી ફિલ્મો 

ઈશાન ખટ્ટરે ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ સાથે અભિનયની શરૂઆત કરી હતી,ત્યારબાદ તે રોમેન્ટિક ડ્રામા ‘ધડક’ માં જોવા મળ્યો હતો. ત્યારબાદ ઈશાન ખટ્ટર ‘અ સુટેબલ બોય’, ખાલી પીલી અને ફોન ભૂત સહિત ની કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેણે આગામી ફિલ્મ પીપ્પા નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અભિનેતા આગામી Netflix સિરીઝ ‘ધ પરફેક્ટ કપલ’માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Dipika kakar son: દીપિકા કક્કર એ બતાવ્યો તેના પુત્ર રુહાન નો ચહેરો, શોએબ ઇબ્રાહિમે પોસ્ટ શેર કરી કહી આ વાત

September 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ranveer Singh becomes heart throb in new song of rocky or rani ki prem kahani
મનોરંજન

Ranveer Singh : રોકી ઔર રાની કી પ્રેમ કહાની ના નવા ગીત હાર્ટ થ્રોબે મચાવી ધમાલ, બોલિવૂડ ની આ દિવા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો રણવીર સિંહ

by Dr. Mayur Parikh August 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer Singh : રણવીર સિંહ અને આલિયા ભટ્ટની નવી રિલીઝ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. કરણ જોહરની ફિલ્મ થિયેટરોમાં ઉત્તેજના ફેલાવી રહી છે અને દર્શકો ફિલ્મમાં રણવીર અને આલિયાની આકર્ષક કેમેસ્ટ્રી જોવા માટે ઉત્સાહિત થઈ રહ્યા છે. જોડીના શાનદાર પ્રદર્શન અને કરણ જોહરના દિગ્દર્શન ઉપરાંત, બીજી વસ્તુ જે દર્શકોને ફિલ્મના અંત સુધી જકડી રાખે છે તે છે RRKPK ના ગીતો. રોમેન્ટિક ટ્રેક, તુમ ક્યા મિલે, અને પેપી ડાન્સ નંબર, વોટ ઝુમકા સાથે, જે પહેલાથી જ ચાર્ટમાં ટોચ પર છે, રોકી ઉર્ફે રણવીર સિંહ અને નિર્માતાઓએ હવે હાર્ટ થ્રોબ નામનું બીજું એનર્જેટિક ડાન્સ ટ્રેક રિલીઝ કર્યું છે.

રણવીર સિંહે શેર કર્યું ગીત

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર તેની ફિલ્મના નવા ટ્રેક સાથે તેના ફેન્સ અને સોશિયલ મીડિયા ફોલોઅર્સનું મનોરંજન કર્યું. તેના ગીત, હાર્ટ થ્રોબ નો સત્તાવાર વિડિયો શેર કરતા, ઉત્સાહિત રણવીરે લખ્યું, “ઓહ મા. ભગવાન! સચ આ હાર્ટ થ્રોબ જી!!!” રણવીર સિંહ ને રોકી તરીકે ચમકાવતા, વિડિયોમાં સુપરસ્ટાર તેના આકર્ષક ડાન્સ મૂવ્સ સાથે જોવા મળે છે. તે વિડિયોમાં તેના અદભૂત દેખાવ અને ડાન્સ મૂવ્સથી તમામ ઉંમરની મહિલા પર જાદુ ચલાવતો જોઈ શકાય છે. પેપી પંજાબી બીટ્સ, આકર્ષક ગીતો અને હૂક સ્ટેપ્સ નું સંયોજન હાર્ટ થ્રોબને એક પરફેક્ટ બોલિવૂડ ડાન્સ નંબર બનાવે છે. આ ગીત અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે, રણવીર સિંહ-સ્ટારર. આ ડાન્સ ટ્રેક દેવ નેગી દ્વારા ગાયું છે અને સંગીત બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર પ્રિતમે આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi Defemation Case: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો, કહ્યું ‘માફી ન માંગવાને કારણે…’

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

રણવીર સિંહ સાથે ગીત માં છે અન્ય બોલિવૂડ કલાકાર

તમને જણાવી દઈએ કે હાર્ટ થ્રોબ ગીતમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે અને સારા અલી ખાન પણ ખાસ કેમિયો રોલમાં છે. જ્યારે વરુણ ગીતની શરૂઆતમાં બ્લેક લેધર જેકેટમાં જોઈ શકાય છે, તે ગીતમાં અંગ્રેજી લાઈન્સ બોલી રહ્યો છે, જ્યારે બી-ટાઉનની યુવા દિવા જાહ્નવી, સારા અને અનન્યા ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવતા જોઈ શકાય છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ વિશે વાત કરીએ તો, કરણ જોહર દ્વારા નિર્દેશિત ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર અને આલિયા ઉપરાંત ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જેવા દિગ્ગજ કલાકારો પણ છે. આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હોવાનું કહેવાય છે.

August 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક