• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Anil Deshmukh - Page 7
Tag:

Anil Deshmukh

રાજ્ય

Breaking news : મહારાષ્ટ્રમાં થઈ CBI ની એન્ટ્રી. પરમવીર સિંહ ના આરોપોની તપાસ CBI કરશે. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી.

by Dr. Mayur Parikh April 5, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ 2021

સોમવાર

મહારાષ્ટ્રની સરકાર માટે હવે આગામી દિવસો મુશ્કેલીભર્યા રહેશે. બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ એ પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન દાખલ કરી હતી અને તે માધ્યમથી બોમ્બે હાઈકોર્ટ પાસે માંગણી કરી હતી કે તેમના દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાડવામાં આવેલા આરોપોની સ્વતંત્ર તપાસ થાય.

અનિલ દેશમુખની આ અરજી સંદર્ભે બોમ્બે હાઈકોર્ટે પોતાનો ફેંસલો સંભળાવીને જણાવ્યું છે કે આ સંદર્ભે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ તપાસ કરશે. આ તપાસ આગામી 15 દિવસમાં સમાપ્ત થવી જોઈએ અને ત્યારબાદ સીબીઆઈના ડાયરેક્ટર નક્કી કરી શકે છે કે તપાસ કઈ દિશામાં આગળ વધારવી.

એટલે કે હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ બોમ્બે હાઈકોર્ટના આદેશથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કરશે. 

બોમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં અગાઉ જણાવ્યું હતું કે પરમવીર સિંહ જ્યારે પોલીસ કમિશનર હતા તે સમયે આ મામલે તેમણે એફ.આઇ.આર કેમ ન લખાવી? હવે બોમ્બે હાઈકોર્ટે પોતાનું વલણ બદલયું છે અને આ ગંભીર આરોપોની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ના માધ્યમથી કરવાની છૂટ આપી છે.

તો શું સોનિયા ગાંધીના વફાદાર એવા અહેમદ પટેલ નો પુત્ર આમ આદમી પાર્ટીમાં જશે? કોંગ્રેસ માટે મોટો ઝટકો.

આમ હવે મહારાષ્ટ્રની પોલિટિક્સમાં સીબીઆઇની એન્ટ્રી થઇ ગઇ છે. એક વાત સ્પષ્ટ છે કે આને કારણે મોજુદા સરકાર મોટી તકલીફમાં આવી પડશે.

April 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના ગૃહમંત્રી નો પોતાની જાતને ક્લીન ચીટ આપવા નો કારસો. કરી આ માંગણી….

by Dr. Mayur Parikh March 25, 2021
written by Dr. Mayur Parikh

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

25 માર્ચ 2021

    ગૃહ મંત્રી અનિલ દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં અનિલ દેશમુખ પોતાના પર લગાવેલા આરોપ ની તપાસ કરાવી, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગે છે.

    એન્ટિલિયા કેસમાં એનઆઈએ  ની ટીમ તપાસ કરી રહ્યી છે. એ તપાસની કડી પોતાના સુધી પહોંચે એ પહેલા જ ગૃહ મંત્રી અનિલ દેશમુખે પોતાની જાતને બચાવવા ઉદ્ધવ ઠાકરેની શરણમાં ગયા છે. અને રાજ્ય સરકારને અલગથી તપાસ કરવાની વિનંતી કરી છે.

     હવે ઠાકરે સરકાર પોતાના ગૃહમંત્રીને બચાવવામાં સફળ રહે છે કે નહીં તે જોવું રહ્યું.

 

March 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનૈતિક ધમાસાણ ને કારણે કોંગ્રેસ વગર કારણે વગોવાયુ. દિલ્હી એ માંગ્યો રિપોર્ટ…

by Dr. Mayur Parikh March 23, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 માર્ચ 2021

     કોંગ્રેસ પાર્ટી અત્યારે અઘરા સમયનો સામનો કરી રહી છે. તેવામાં તેમને એવું લાગી રહ્યું છે કે, એનસીપી અને શિવસેના સાથે ગઠબંધન કરીને ક્યાંક ફસાઈ તો નથી ગઈ? મહારાષ્ટ્રમાં એનસીપી ,શિવસેના અને કોંગ્રેસ ની ગઠબંધનની સરકાર છે. પરંતુ એમાં મોટા portfolio શિવસેના અને એનસીપીની નેતાઓના હાથમાં છે. જ્યારે કોંગ્રેસના હાથમાં કશું મોટુ લાગ્યું નથી.એટલે કોંગ્રેસ પાર્ટી અત્યારે ધુંઆપુંઆ છે.

   પરમબીર સિંહના લેટર બોમ્બ થી થયેલા કૌભાંડ સાથે તેમને કોઈ જ લેવા દેવા નથી‌.પણ જ્યારે પણ મીડિયા કે પ્રેસ કોન્ફરન્સમાં આ વિવાદ વિશે ઉલ્લેખ થાય છે, ત્યારે શિવસેના અને એનસીપી સાથે કોંગ્રેસનું નામ પણ ઉછાળવામાં આવે  છે. જેથી કોંગ્રેસ અત્યારે વગર કારણે વિવાદમાં આવી ગઈ છે.  એટલે જ દિલ્હીના કોંગ્રેસી નેતાઓએ મહારાષ્ટ્રની પરિસ્થિતિ સંદર્ભે એક વિસ્તૃત અહેવાલ મગાવ્યો છે.

   શક્ય છે કે, ભાજપ કશું  કરે કે નહીં, પણ કોંગ્રેસ પાર્ટી શિવસેના અને એનસીપી ને મુશ્કેલીમાં મૂકી શકે છે.

March 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ ના સુર બદલાયા. એન્ટિલિયા મામલે જાણો કોણ શું કહે છે…

by Dr. Mayur Parikh March 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 માર્ચ 2021

પરમબીર સિંહના એક વિસ્ફોટક પત્ર એ રાજનેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાડેલા આરોપોને પડકારવા એક પછી એક નેતા મેદાનમાં આવે છે.

   ભાજપે અનિલ દેશમુખે રાજીનામું માંગ્યું છે તેના વિરોધમાં શિવસેનાના રાજ્ય સભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે નેતાઓ ઉપર તો આક્ષેપો તો લાગતા જ હોય છે. તેનાથી જો નેતા રાજીનામાં આપે તો સરકાર કેવી રીતે ચાલે?

હવે સુપ્રીમ લડાઈ. પરમબીર સિંહ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. જાણો શું માંગણી કરી.

   શરદ પવારે પણ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગૃહમંત્રી નો પોકળ બચાવ કર્યો હતો. ત્યાં જ એનસીપીના એક નેતા નવાબ મલિકે  પરમવીર સિંહના પત્રને પડકાર્યો હતો અને કહ્યું હતું કે ,"એક ષડયંત્રનો ભાગ છે પરમબીર સિંહ દિલ્હીમાં ક્યાં અને કોને મળ્યા છે. એની પણ અમારી પાસે પુરાવા છે".વધુમાં તેમણે તે પત્ર તપાસની પણ માંગ કરી હતી.

શરદ પવાર આવ્યા મેદાન માં પણ થઈ ગઈ હિડ વિકેટ. એક સવાલ નો જવાબ ન આપી શક્યા. ચુપચાપ ચાલતી પકડી. જાણો વિગત…

March 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હવે સુપ્રીમ લડાઈ. પરમબીર સિંહ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. જાણો શું માંગણી કરી.

by Dr. Mayur Parikh March 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 માર્ચ 2021

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.થોડાક દિવસો પહેલાં જ પોલીસ કમિશનર પરમબીર સિંહ ની બદલી હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી. અને એથી જ ગુસ્સે થયેલા પરમબીરસિંહ સુપ્રીમ કોર્ટે   જઇ ચઢયા છે.અને પોતાના ઉપર લગાવેલા આરોપ સામે cbi તપાસની પણ માંગ કરી છે.

  જોકે મામલો આટલેથી અટકતો નથી. પરમબીર સિંહે પોતાની સફાઇમાં એક પત્ર લખ્યો છે. અને એ પત્રમાં તેમણે ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો લગાવ્યા છે પરમબીર સિંહ ના જણાવ્યા મુજબ અનિલ દેશમુખે જ સચિનમાં વઝેને મહિને સો કરોડ રૂપિયાની વસૂલી કરવા દબાણ કર્યું હતું.

આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી. રાજનૈતિક ગતિવિધિઓ તેજ…

    મીડિયા રિપોર્ટ પ્રમાણે, પરમબીર સિંહેગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરના સીસીટીવી કેમેરા ની તપાસ કરવાની પણ અપીલ કરી છે.

 

March 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શું તમે પરમવીર સિંહ નો લેટર બોમ્બ વાંચ્યો છે? આ રહ્યો  8 પાનાંનો વિસ્ફોટક પત્ર. તમે જાતે વાંચો અને તેનું અર્થઘટન કરો…

by Dr. Mayur Parikh March 22, 2021
written by Dr. Mayur Parikh

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 માર્ચ 2021

એન્ટિલિયા કેસમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગત શનિવારે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી તેમજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં  પરમબીરે રાજ્યના ગૃહમંત્રી દેશમુખ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા

પત્રની કોપી નીચે મુજબ છે.

 

 

 

 

 

March 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગૃહમંત્રી અનિલ દેશમુખે એન્ટીલિયા પ્રકરણમાં આખું બીલ પોલીસ કમિશનરના નામે ફાડ્યું. 

by Dr. Mayur Parikh March 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

19 માર્ચ 2021

મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુકેશ અંબાણી ના ઘર નીચે મળેલી વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવાના મામલે દોષ નો ટોપલો પોલીસ કમિશનર પરમવીર સિંહ ના માથે ઢોળી દીધો છે. 

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કમિશનર તરીકે પોતાની અનેક ફરજ ચૂક્યા છે. જેવી કે કેન્દ્ર સરકાર પાસે એનઆઈએ એજન્સી છે એવી રીતે જ મહારાષ્ટ્ર પાસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ છે. આ તપાસ મંત્રણા દ્વારા પણ ગંભીર પણે તપાસ થવાની જરૂર હતી. પરંતુ એવું થયું નહીં. આથી પોલીસ કમિશનર તરીકે તેમની જવાબદારી છે.

March 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને પોલીસ કમિશનર બદલાઈ જશે? હલચલ તેજ….

by Dr. Mayur Parikh March 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

15 માર્ચ 2021

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે આજે સાંજે એક તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ મહત્વપૂર્ણ નેતાઓ શામેલ છે. 

મીડિયામાં એવા સમાચાર પ્રવાહિત થયા છે કે આ બેઠકમાં ગૃહમંત્રી અનિલ દેશમુખને રજા આપી દેવામાં આવશે. આજ રીતે મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહને પણ તેમના પદ પરથી ખસેડવા માં આવશે.

સનસનીખેજ આરોપ : સચિન વઝે ની ધરપકડ ટીઆરપી સ્કેમ અને આઇપીએલ સટ્ટાકાંડના સુધી પહોંચી.

જોકે આ સમાચાર સંદર્ભે અત્યાર સુધી કોઈ અધિકૃત રીતે જાહેરાત થઇ નથી. તેમજ આ સમાચારને કોઈ કન્ફર્મેશન નથી. પરંતુ હાલ મીડિયા અને સરકારી વર્તુળોમાં આ સંદર્ભે જોરદાર ચર્ચા ચાલુ છે.

સચિન વઝે ની ધરપકડ બાદ અનેક સરકારી પત્તાઓ ખુલી ગયા છે. તેમજ પોતાની આબરૂ બચાવવા માટે હવે સરકાર પાસે બહુ ઓછા વિકલ્પ છે.

મહારાષ્ટ્રમાં રાજનૈતિક ઘટના ક્રમ તેજ. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મળ્યા. શરદ પવારે આ પગલું ભર્યું…

શરદ પવાર પોતે મેદાનમાં છે અને કઈ રીતે ભીનું સંકેલી લેવામાં આવે તે દિશામાં કાર્યવાહી ચાલુ છે. જો મુંબઈ પોલીસ કમિશનર અને ગૃહ મંત્રી બંને પોતાના પદ પર ચાલુ રહે તો તેઓને આકરા સવાલોના જવાબ આપવા પડશે. આ પરિસ્થિતિમાં પક્ષ મોટી રાજનૈતિક તકલીફ માં સપડાઈ શકે છે. આથી આ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

March 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

જોરદાર રાજકારણ : ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે અન્વય નાઇક આત્મહત્યા પ્રકરણમાં દેવેન્દ્ર ફડણવીસની તપાસ થશે.

by Dr. Mayur Parikh March 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

09 માર્ચ 2021 

મહારાષ્ટ્રમાં રાજનૈતિક આરોપ પ્રત્યારોપ અને આટાપાટા ચરમસીમાએ પહોંચી ગયા છે. આજે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસે આરોપ લગાવ્યો કે મનસુખ હિરણ આત્મહત્યા પ્રકરણમાં પોલીસ અધિકારી સચિન વઝે શામેલ છે. તો તેના જવાબમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે આજથી પાંચ વર્ષ અગાઉ અન્વય નાઇક નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા સંદર્ભે હવે વિપક્ષના નેતા અને જે તે સમયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ની તપાસ કરવી જોઈએ. તેમજ આવનારા દિવસમાં દેવેન્દ્ર ફડણવીસની તપાસ કરવામાં આવશે.

આમ મહારાષ્ટ્રમાં હત્યા અને આત્મહત્યાનું રાજકારણ ચરમસીમાએ છે. એક તરફ અન્વય‌ નાઇક આત્મહત્યા મામલે અર્નબ ગોસ્વામી આરોપી છે. તેમજ કોંગ્રેસ પાર્ટી અને શિવસેના આરોપ કરી રહી છે કે ભાજપે આ મામલાને દબાવ્યો. ત્યારે બીજી તરફ મુકેશ અંબાણીના ઘરની નીચે જે ગાડી મળી આવી તે સંદર્ભે હવે ભાજપે શિવસેનાના તાર જોડી દીધા છે.

આથી ગભરાયેલી મહારાષ્ટ્ર સરકાર હવે હત્યા નો જવાબ આત્મહત્યા મામલે આપી રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આવું ઘટીયા સ્તરનું રાજકારણ કદાચ જ પહેલા થયું હોય.

સનસનાટી ફેલાઈ : વિધાન પરિષદમાં દેવેન્દ્ર ફડનવીસે કહ્યું આ પોલીસ અધિકારી નું નામ મનસુખ હિરણ હત્યાકાંડમાં સંડોવાયેલું છે.

March 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ હવે આ એજન્સી કરશે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ કરી જાહેરાત. જાણો વિગત..

by Dr. Mayur Parikh March 9, 2021
written by Dr. Mayur Parikh

વિપક્ષ મનસુખ હિરણના મામલે રાજ્ય સરકારને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિપક્ષની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.  

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત કેસની તપાસ સીટ પાસે કરાવવાની જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે મોહન ડેલકરે સ્યુસાઈડ નોટમાં ઘણા ભાજપ નેતાઓ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે.

 

March 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક