Tag: animal

  • અરે વાહ, પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ-19 રસી તૈયાર, સેનાના આટલા શ્વાન પર સફળ ટ્રાયલ થયું  

    અરે વાહ, પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ-19 રસી તૈયાર, સેનાના આટલા શ્વાન પર સફળ ટ્રાયલ થયું  

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 20 જાન્યુઆરી 2022          

    ગુરૂવાર 

    ભારતમાં વૈજ્ઞાનિકોએ પશુઓ માટે દેશની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. 

    હરિયાણાના હિસાર ખાતે આવેલી કેન્દ્રીય અશ્વ સંશોધન સંસ્થાએ સેનાના 23 શ્વાન પર તેની ટ્રાયલ સફળ કરી ચુકી છે. 

    વેક્સિન લાગ્યાના 21 દિવસ બાદ શ્વાનમાં કોરોના વાયરસ (કોવિડ-19) સામે એન્ટિબોડી જોવા મળી છે.

    શ્વાન પરની સફળ ટ્રાયલ બાદ હવે ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂલોજિકલ પાર્કના 15 સિંહ પર ટ્રાયલ કરવાની તૈયારી ચાલી રહી છે.

    ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વેક્સિન માર્કેટમાં ઉતારીને પશુઓનું પણ વેક્સિનેશન કરી શકાશે. 

    ડેલ્ટા વેરીયન્ટ નો હાહાકાર, હોંગકોંગમાં ૧૧ ઉંદરો સંક્રમિત થતાં ૨૦૦૦ ઉંદરોને મારી નાખવાનો આદેશ. જાણો વિગતે

  • રણબીર કપૂર’ એનિમલ ‘ ફિલ્મમાં પહેલીવાર ભજવશે આવો રોલ, રિલીઝ ડેટ આવી સામે;  જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં

    રણબીર કપૂર’ એનિમલ ‘ ફિલ્મમાં પહેલીવાર ભજવશે આવો રોલ, રિલીઝ ડેટ આવી સામે; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 20 નવેમ્બર, 2021

    શનિવાર

    રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ'ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે . ફિલ્મની રિલીઝ ડેટ પહેલા દશેરા 2022 રાખવામાં આવી હતી પરંતુ હવે તેના શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનમાં લાગેલા સમયને ધ્યાનમાં રાખીને તેની રિલીઝ ડેટ ઓગસ્ટ 2023 રાખવામાં આવી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ અને પરિણીતી ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં છે. સંદીપ રેડ્ડી વાંગા અને રણબીર કપૂર આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે આવ્યા છે. ક્રાઈમ ડ્રામા ફિલ્મ 'એનિમલ' ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી-સિરીઝ, પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાલી પિક્ચર્સ અને મુરાદ ખેતાનીની સિને 1 સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે.

    કહેવામાં આવી રહ્યું છે કે 'એનિમલ'માં પરિણીતી ચોપરા રણબીર કપૂરની પત્નીની ભૂમિકામાં જોવા મળશે જ્યારે અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળશે. જો ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ચર્ચા છે કે આ એક એવી ગેંગસ્ટર ડ્રામા સ્ટોરી હશે, જે બોલિવૂડમાં હજુ સુધી બની નથી. આ ફિલ્મ એક જટિલ સંબંધોની મુશ્કેલીઓ પર આધારિત હશે અને એક સમય એવો આવશે જ્યારે તે મુખ્ય અભિનેતાને પ્રાણીની જેમ વર્તવા માટે મજબૂર કરશે.

    રણબીર કપૂર-આલિયા ભટ્ટ પહેલાં સાત ફેરા લેશે આ લવ બર્ડ્સ; જાણો કઈ જગ્યાએ યોજાશે લગ્નના ફંક્શન

    ફિલ્મ 'એનિમલ'નું દિગ્દર્શન કરનાર સંદીપ રેડ્ડી વાંગાએ 2017ની તેલુગુ બ્લોકબસ્ટર 'અર્જુન રેડ્ડી' અને પછી એ જ ફિલ્મની હિન્દી રિમેક 'કબીર સિંહ' નું નિર્દેશન કર્યું હતું. બીજી તરફ રણબીર કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ 'એનિમલ' સિવાય તે 'બ્રહ્માસ્ત્ર', 'શમશેરા' અને ડાયરેક્ટર લવ રંજનની એક ફિલ્મમાં જોવા મળશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ચાહકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે બંને એકબીજા સાથે લગ્ન કરશે.

  • બ્રિટન બાદ હવે આ દેશમાં વાઘ, દીપડા તથા સિંહ સહિત આટલા પ્રાણીઓ થયા કોરોનાગ્રસ્ત, જાણો વિગતે 

    બ્રિટન બાદ હવે આ દેશમાં વાઘ, દીપડા તથા સિંહ સહિત આટલા પ્રાણીઓ થયા કોરોનાગ્રસ્ત, જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 13 નવેમ્બર  2021 

    શનિવાર.

    બ્રિટનમાં એક પાલતું કુતરો કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ યુએસના એક ઝૂમાં વાઘ અને દીપડા સહિત 8 પ્રાણીઓ કોરોનાગ્રસ્ત થયા છે.

    ઝૂના પ્રાણીઓ કોરોનાગ્રસ્ત જાહેર થતા તુરંત જ ઝૂને સીલ કરી દેવામાં આવ્યું છે, આ તમામને અલગ કરી દેવામાં આવ્યા છે.

    આ 8 પ્રાણીઓમાં બે આફ્રિકન સિંહ તથા હિમપ્રદેશના બે દીપડા, એક વાઘ, બે જેગુઆરનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બરમાં પણ આફ્રિકન અને એશિયન સિંહોને કોરોના સંક્રમણ પણ થયું હતું.

    મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકેલી જુહી ચાવલા આ ફિલ્મ ડાયરેક્ટર ના કારણે જય મહેતાના પ્રેમમાં પડી; જાણો વિગત  

     

  • શૉકિંગ! બોરીવલીના નૅશનલ પાર્કમાં પાંચ મહિનામાં આટલાં પ્રાણીનાં થયાં મોત; જાણો વિગત

    શૉકિંગ! બોરીવલીના નૅશનલ પાર્કમાં પાંચ મહિનામાં આટલાં પ્રાણીનાં થયાં મોત; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

    ગુરુવાર

    બોરીવલીમાં આવેલા નૅશનલ પાર્કમાં સરકારની બેદરકારીને કારણે છેલ્લા પાંચ મહિનામાં પાંચ પ્રાણીઓનાં મોત થયાં છે, જેમાં બે વાઘણ, બે દીપડા અને એક સિંહણનો સમાવેશ થાય છે.

    નૅશનલ પાર્કમાં ટાઇગર સફારી પાર્ક પર્યટકોમાં ભારે આકર્ષણ ધરાવે છે, ત્યારે ગયા અઠવાડિયે મસ્તાની નામની 13 વર્ષની વાઘણનું મૃત્યુ થયું હતું. મસ્તાનીએ ખાવાનું છોડી દેતાં એની તબીબી તપાસ કરવામાં આવી હતી, જેમાં એને 106 ડિગ્રી તાવ હોવાનું જણાયું હતું. છેવટે ગયા ગુરુવારે એનું મૃત્યુ થયું હતું.  પોસ્ટમૉર્ટમમાં એના ગર્ભાશયમાં ગાંઠ જણાઈ હતી તેમ જ એના ગળામાં પણ માંસનો ટુકડો અટકેલો જણાયો હતો. વાઘની સંખ્યા વધારવાના ઇરાદે જુલાઈ 2016માં એને પેંચ નૅશનલ પાર્કથી લાવવામાં આવી હતી.

    બોરીવલી નૅશનલ પાર્કમાં હવે માત્ર પાંચ વાઘ બચ્યા છે, જેમાં બીજલી, દુર્ગા, બસંતી નામની ત્રણ વાઘણ અન બાજીરાવ તથા સુલતાન એમ બે નર વાઘનો સમાવેશ થાય છે.

    બાપરે! કોરોના બાદ મુંબઈગરાના માથા પર ઊભું થયું આ નવું સંકટ; જાણો વિગત

    બોરીવલી નૅશનલ પાર્કમાં પ્રાણીઓની નાદુરસ્ત તબિયત માટે ફુલટાઇમ વેટરનિટી ડૉક્ટર પણ ન હોવાનું એક કારણ માનવામાં આવે છે. લાંબા સમયથી ફુલટાઇમ માટે વેટરનિટી ડૉક્ટરને નીમવાની માગણી પ્રત્યે પ્રશાસન દુર્લક્ષ કરી રહ્યું હોવાનું કહેવાય છે, એને કારણે પ્રાણીઓના આરોગ્ય સામે મોટું જોખમ નિર્માણ થયું છે.

  • આ જંગલી પ્રાણી પૃથ્વી પરની સૌથી વધુ આક્રમક પ્રજાતિ; ઉત્સર્જિત કરે છે દસ લાખ કાર સમાન કાર્બન ડાયોક્સાઈડ, જાણો વિગત

    આ જંગલી પ્રાણી પૃથ્વી પરની સૌથી વધુ આક્રમક પ્રજાતિ; ઉત્સર્જિત કરે છે દસ લાખ કાર સમાન કાર્બન ડાયોક્સાઈડ, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

    બુધવાર

    જંગલી ડુક્કર આ પૃથ્વી પરની સૌથી હાનિકારક અને આક્રમક પ્રજાતિ હોવાની બાતમી એક સંશોધનમાં સામે આવી છે. જંગલી ડુક્કર કૃષિ અને મૂળ વન્યપ્રાણીઓને નુકસાન પહોંચાડવા માટે કુખ્યાત છે. આ પ્રજાતિ હાનિકારક છે એનું એક મોટું કારણ એ છે કે એ જમીનને મોટા પાયે ખોદી નાખે છે, જેમ ટ્રૅક્ટર ખેતરમાં ખેડાણ કરે છે. આ નવું પ્રકાશિત સંશોધન જે આ પ્રકારનું પ્રથમ સંશોધન છે. વૈશ્વિક સ્તરે આ પ્રાણીઓના વસવાટ અને કાર્બન ઉત્સર્જન માટે એના પ્રભાવની ગણતરી કરે છે.

    આ પ્રથમ સંશોધનનાં તારણો ચોંકાવનારાં હતાં. જંગલી ડુક્કર દ્વારા ખોદવામાં આવેલા માટીનો સંચિત વિસ્તાર લગભગ તાઇવાન જેટલો હોય છે. એ દર વર્ષે ૪૯ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. જે લગભગ ૧૦ દસ લાખ ગાડીઓનાં પ્રદૂષણ બરાબર છે. પૃથ્વીના કાર્બનનો મોટો ભાગ જમીનમાં સંગ્રહિત થાય છે, તો એક નાનો ભાગ વાતાવરણમાં પણ ઉત્સર્જિત થાય છે અને જળવાયુ પરિવર્તન પર ભારે અસર પડે છે.

    મહારાષ્ટ્રના આ બે જિલ્લાઓમાં હજી પણ કોરોનાનું ગંભીર સંકટ યથાવત્; કેન્દ્રીય ટીમે આપ્યું સંપૂર્ણ લૉકડાઉનનું સૂચન

    ઉલ્લેખનીય છે કે જંગલી ડુક્કર (સુસ સ્ક્રોફા) સમગ્ર યુરોપ અને એશિયામાં વસવાટ કરે છે, પરંતુ આજે તેઓ એન્ટાર્કટિકા સિવાય દરેક ખંડો પર રહે છે, જે તેમને ગ્રહ પરના સૌથી પ્રચંડ આક્રમક સસ્તન પ્રાણીઓમાંના એક બનાવે છે. એક અંદાજ મુજબ ત્રીસ લાખ જંગલી ડુક્કર ઑસ્ટ્રેલિયામાં રહે છે. આ જંગલી ડુક્કર ઑસ્ટ્રેલિયામાં દર વર્ષે ૧૦ કરોડ ઑસ્ટ્રેલિયાઈ કરતાં વધુના પાકને નુકસાન પહોંચાડે છે.

  • શું ભારત ખરેખર વિકસિત થઈ રહ્યો છે? છેલ્લા પાંચ વર્ષમાં આટલા હજાર લોકોને હાથીઓએ મારી નાખ્યાં. જાણો ચોંકાવનારી વિગત..

    શું ભારત ખરેખર વિકસિત થઈ રહ્યો છે? છેલ્લા પાંચ વર્ષમાં આટલા હજાર લોકોને હાથીઓએ મારી નાખ્યાં. જાણો ચોંકાવનારી વિગત..

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    16 ફેબ્રુઆરી 2021

    સંસદમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ 2016 થી 2020 ની વચ્ચે આશરે 2729 લોકોના મૃત્યુ હાથી ને કારણે થયા છે.

    દેશના અલગ-અલગ વિસ્તારમાં થયેલી ઘટનાઓમાં હાથીઓએ લોકોને કચડી ને માર્યા છે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં થયેલા વાઘના હુમલામાં આશરે ૨૦૦ લોકોના મૃત્યુ થયા છે. 

     

    આમ ભારતમાં દૈનિક બે લોકો હાથીના હુમલામાં માર્યા જાય છે.

  • શું તમે જાણો છો કે છેલ્લા બે મહિનામાં કોરોનાથી નથી મર્યા એટલા હજાર..! લોકો આના કરડવાથી મૃત્યુ પામ્યાં છે?

    શું તમે જાણો છો કે છેલ્લા બે મહિનામાં કોરોનાથી નથી મર્યા એટલા હજાર..! લોકો આના કરડવાથી મૃત્યુ પામ્યાં છે?

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    11 સપ્ટેમ્બર 2020 

    છેલ્લા બે મહિનામાં ભારતમાં 20,000 થી વધુ લોકોનાં મોત સાપના કરડવાથી નીપજ્યાં છે. દર વર્ષે, વિશ્વમાં કુલ 1.25 મિલિયનથી વધુ લોકો સાપના ડંખથી મરે છે. આ મૃત્યુ પામેલા લોકોમાંથી અડધા અડધ ભારતીય હોય છે. ભારતમાં દર વર્ષે આશરે 60 હજાર લોકો સાપના ડંખને લીધે પોતાનો જીવ ગુમાવે છે. આમાંથી મોટાભાગના મૃત્યુ એકલા જૂનથી સપ્ટેમ્બર મહિનામાં થાય છે. જેમાંથી મોટા ભાગના મૃત્યુ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. જ્યારે શહેરી વિસ્તારોમાં સાપના ડંખથી મરનારની સંખ્યા માત્ર ત્રણ ટકા જેટલી છે. 

    કેટલાક રોગો મોસમી હોય છે જે ખાસ સમય અને આબોહવામાં જ ફેલાય છે. અને કેટલાક કોવિડ -19 જેવા રોગો અચાનક સામે આવે છે. પરંતુ, તમામ મોસમી રોગો અને કોરોનાના રોગચાળા વચ્ચે, સર્પદંશ થી આટલી મોટી સંખ્યામાં મોટ પામ્યાનું સામે આવ્યું છે.

     આંકડા ની વાર્તા…

    એક રિપોર્ટ અનુસાર રાજસ્થાનના, એકલા બિકાનેર જિલ્લામાં, છેલ્લા 15 દિવસમાં 500 થી વધુ સાપ કરડવાના અહેવાલ છે. ડબ્લ્યુએચઓ મુજબ દર વર્ષે સાપ કરડવાથી દોઢ કરોડ લોકો મરે છે. આ મૃત્યુ પામેલા લોકોમાંથી અડધા ભારતીય છે. ભારતમાં દર વર્ષે સાપના કરડવાથી લગભગ 60 હજાર લોકો પોતાનો જીવ ગુમાવે છે. આમાંથી 60 ટકા મૃત્યુ એકલા જૂનથી સપ્ટેમ્બર મહિનામાં થાય છે. તેમાંથી 97 ટકા મૃત્યુ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે જ્યારે ત્રણ ટકા મૃત્યુ શહેરી વિસ્તારોમાં થાય છે. 

    મોસમની અસર…

    જૂનથી સપ્ટેમ્બર એટલે ચોમાસાનો સમય (વરસાદ) આ સમય દરમિયાન, વરસાદનું પાણી સાપના દરમાં અને કાંઠાઓ પર ભરાઈ જાય છે, જેના કારણે સાપ સલામત સ્થળ શોધમાં બહાર આવે છે. સાપના સમાગમ માટે પણ આ સમય છે. આને કારણે તેની વર્તણૂક થોડી આક્રમક રહે છે. અને આ વરસાદની સિઝનમાં ખેડુતો અને મજૂરો ડાંગર, સોયાબીન અને બાજરીનાં પાકનું વાવેતર કરે છે, જેના કારણે આ સમયગાળામાં સાપ કરડવાના બનાવો વધારે હોય છે.

    યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ રિસર્ચ, યુનાઇટેડ કિંગડમની ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને કેટલીક ભારતીય સંસ્થાઓએ સાથે મળી, જુલાઇમાં એક સંશોધનનાં પરિણામો જાહેર કર્યા છે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2000 થી 2019 દરમિયાન ભારતમાં લગભગ 12 લાખ લોકો સાપના ડંખથી મરી ગયા છે. આ મૃત્યુમાંથી મોટાભાગના કિસ્સા બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, ગુજરાત અને આંધ્રપ્રદેશ – માત્ર આઠ રાજ્યોનાં ગ્રામીણ વિસ્તારોમાં બન્યા છે.

    વિશ્વના સાપ… 

    સમગ્ર વિશ્વમાં આશરે 2500 પ્રજાતિના સાપ જોવા મળે છે. આમાંના માત્ર 40 ટકા સાપમાં ઝેર જોવા મળે છે. તેમાંથી પણ માત્ર 10 ટકા સાપ એવા છે, જેમના કરડવાથી મનુષ્ય મૃત્યુ પામે છે. એકલા ભારતમાં સાપની 270 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી ફક્ત 50 જાતિઓ ઝેરી છે અને આ પાંચમાંથી માત્ર 5 એવી પ્રજાતિઓ છે કે જે મોટાભાગના સ્થળોએ જોવા મળતાં માનવ મૃત્યુનું કારણ બને છે…

  • મુલુંડમાં ગર્ભવતી ગાયનું ફુટપાથ પર મૃત્યુ, ગાય ભાડે આપનાર તબેલા માલિક પર પોલીસની તવાઈ…

    મુલુંડમાં ગર્ભવતી ગાયનું ફુટપાથ પર મૃત્યુ, ગાય ભાડે આપનાર તબેલા માલિક પર પોલીસની તવાઈ…

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    14 ઓગસ્ટ 2020 

    હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. કહેવાય છે કે ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જેઓ એ ગાયને વેપારનું સાધન બનાવી દીધું છે. મુલુંડ માં સેવારામ લાલવાણી રોડ સાઈડના ફૂટપાથ પર બેસાડવામાં આવતી ગાયનું ગુરુવારે અચાનક મૃત્યુ થયું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે આ ગાય ગર્ભવતી હતી. આ વાતની ખબર પડતાં જ ગુસ્સે ભરાયેલાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. દરમિયાન ગૌરક્ષક સંસ્થાના લોકો પણ પહોંચી ગયા હતા અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

    વાસ્તવમાં આ ગાય ફૂટપાથ પર બેસાડવામાં આવતી હતી અને આવતાં-જતાં લોકો દ્વારા તેને ઘાસ ચારો ખવડાવી પૈસા કમાવામાં આવતા હતા. આથી જ સ્થાનિક લોકોએ ગાય આપનાર તબેલાના માલિકને અને ભાડે લાવી વેપાર કરનાર બે લોકો પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. જનતાનો આક્રોશ જોતા છેવટે પોલીસે તબેલા વાળા પર અને ગાય દ્વારા લોકોની લાગણી નો ફાયદો ઉઠાવનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરી છે…

     પોલીસે જણાવ્યું કે "ગાયનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ગાયના મૃત્યુનું સાચુ કારણ સામે આવશે. હાલ ગાયને પોસ્ટમોર્ટમ માટે પરેલ વેટરનરી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે."  બીજી બાજુ ગૌરક્ષક સંસ્થા ના લોકોએ વાતચીતમાં જણાવ્યું કે "તેઓ મુલુંડ અને આસપાસના તમામ તબેલામાં ગાયો ની શારીરિક તપાસણી કરાવશે."

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

    https://bit.ly/3fJqhxB 

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com   

  • આજનો દિન વિશેષ – વિશ્વ સિંહ દિવસ

    આજનો દિન વિશેષ – વિશ્વ સિંહ દિવસ

    પર્યાવરણ તથા પ્રકૃતિનું અભિન્ન અંગ એટલે સિંહ. લોકોમાં જાગૃતિ લાવવા માટે અને વન્યપ્રાણી સિંહ પ્રત્યે સંવેદના કેળવાય એ માટે છેલ્લા ઘણા સમયથી 10 ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક સમયે લુપ્ત થવાને આરે પહોંચી ગયેલ સિંહોની સંખ્યામાં હાલ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સિંહો પ્રત્યે સરકારની અસરકારક કામગીરી, વનતંત્રની સતર્કતાથી આજે લોકોમાં સિંહો પ્રત્યેના સહકારની ભાવના જોવા મળી રહી છે. જેથી કરીને જે સિંહો ગીર વિસ્તારમાં જ વસવાટ કરતા એ સિંહો આજે નિર્ભય થઈ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વસવાટ કરી વિહરે છે. જે લોકજાગૃતિને આભારી છે. આજે લોકો પણ સિંહોની કાળજી પ્રત્યે જાગૃત થયેલ છે. ઉલ્લેખનીય છે કે ગીરના સિંહો પ્રત્યે વિદેશમાં પણ એક અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વિશ્વના અનેક પ્રાણી સંગ્રહાલયોમાં ગીર-સૌરાષ્ટ્રના સિંહોની એક ખાસ  માંગ જોવા મળી રહી છે.

    દર વર્ષે વનવિભાગ દ્વારા પાંચ જિલ્લાઓની તમામ શાળા ના લાખો વિદ્યાર્થીઓની રેલી કાઢી સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના  મહામારીના લીધે સોશિયલ મીડિયાના માધ્યમથી  વનવિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ સિંહ પ્રેમીઓની લાગણી છે કે આ વર્ષે મોટી સંખ્યામાં સિંહોના મોત થયા હોવાથી સિંહ દિવસની ઉજવણી ટાળીને વનતંત્ર એ નક્કર મનોમંથન કરવું જોઈએ, મૃતક સિંહોના આત્માના શાંતિ માટે સિંહ દિવસની ઉજવણી મોકૂફ રાખી સિંહોના માનમાં શોક સભા અને મૌન રાખી સિંહોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ…

  • અરેરેરે!! છત્રીસગઢમાં એકસાથે 50 ગાયો મરી ગઈ, તમામને ગ્રામ પંચાયતમાં રાખવામાં આવી હતી

    અરેરેરે!! છત્રીસગઢમાં એકસાથે 50 ગાયો મરી ગઈ, તમામને ગ્રામ પંચાયતમાં રાખવામાં આવી હતી

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    25 જુલાઈ 2020

    છત્તીસગઢમાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીને કારણે તખાતપુરમાં 50 ગાયોના મોતથી ખળભળાટ મચી ગયો છે. ઘટના મેદપર બજાર ગામની છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંની જૂની ગ્રામ પંચાયત ભવનમાં એક જ રૂમમાં 100 જેટલી ગાયોને સાથે રાખવામાં આવી હતી. બિલ્ડિંગમાં આટલી બધી ગાયોને સાથે રાખવાના કારણે 50 ગાયો ગૂંગળામણને કારણે મૃત્યુ પામી હોવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયોને ખાવા-પીવા માટે તેમજ પૂરતી હવાની અવરજવર પણ નહોતી. જેના કારણે એક સાથે આટલી મોટી સંખ્યામાં ગાયોના મોતની ઘટના નોંધાઇ છે. 

    જોકે આ ઘટનાથી વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે.  હવે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જે રાજ્યમાં ગાયો માટે સરકારે ખાસ અન્ન યોજના ચલાવી એ છત્તીસગઢમાં પશુઓની આ હાલત છે. રાજ્યના ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી હતી. જેથી વધુને વધુ લોકો પશુપાલન દ્વારા સ્વરોજગાર તરફ વળી શકે પરંતુ…. અહીં તો સરકાર ના કર્મચારીઓની લાપરવાહી એ એક સાથે 50 નિર્દોષ ગાયોના જીવ લીધાં…

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

    https://bit.ly/2WUtCTO  

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com