Tag: ankita lokhande

  • Ankita Lokhande: શું માતા બનવાની છે અંકિતા લોખંડે? અભિનેત્રી ની એક પોસ્ટ ને કરને થયું ચર્ચા નું બજાર ગરમ

    Ankita Lokhande: શું માતા બનવાની છે અંકિતા લોખંડે? અભિનેત્રી ની એક પોસ્ટ ને કરને થયું ચર્ચા નું બજાર ગરમ

    News Continuous Bureau | Mumbai

    Ankita Lokhande: ટેલિવિઝન અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન ફરી એકવાર ચર્ચામાં છે. અંકિતાએ તેના મિત્ર અને નિર્માતા સંદીપ સિંહ ના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ‘Future Child’ (ફ્યુચર ચાઈલ્ડ)નો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે ફેન્સમાં ઉત્સાહ અને આશ્ચર્ય જોવા મળ્યું છે.લોકો અનુમાન લગાવી રહ્યા છે અંકિતા લોખંડે માતા બનવાની છે. 

    આ સમાચાર પણ વાંચો : Thamma Trailer: આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના વચ્ચેની ‘ખૂની’ પ્રેમકથા, “થામા” નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

    અંકિતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ફેન્સમાં ઉત્સાહ

    અંકિતાએ સંદીપને જન્મદિવસની શુભેચ્છા આપતી પોસ્ટમાં લખ્યું કે, “તમે જે રીતે મારા, વિકી અને અમારા ‘Future Child’ (ફ્યુચર ચાઈલ્ડ) માટે ચિંતા વ્યક્ત કરી, તે મને ખૂબ સ્પર્શી ગયું.” આ શબ્દોએ તરત જ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી દીધી. ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને પૂછ્યું કે શું અંકિતા માતા બનવા જઈ રહી છે? અંકિતાની પોસ્ટ પર ઘણા ફેન્સે કોમેન્ટ કરીને પૂછ્યું કે શું તે ‘પ્રેગ્નન્ટ’ છે.

    View this post on Instagram

    A post shared by Ankita Lokhande (@lokhandeankita)

    અંકિતા અને સંદીપ સિંહ વચ્ચે લાંબી મિત્રતા છે. સંદીપ, અંકિતા અને સ્વ. સુશાંત સિંહ રાજપૂત  વચ્ચે પણ ગાઢ સંબંધ હતો. અંકિતાએ પોસ્ટમાં લખ્યું કે, “મને આનંદ છે કે વિકી પણ તને મહત્વ આપે છે અને તારી વાત સાંભળે છે. હું ઈચ્છું છું કે આ સંબંધ સમય સાથે વધુ મજબૂત બને.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી  રીતે થયો હતો અકસ્માત

    Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત

    News Continuous Bureau | Mumbai

    Vicky Jain: અંકિતા લોખંડે ના પતિ અને બિઝનેસમેન વિકી જૈન નો 12 સપ્ટેમ્બરના રોજ ગંભીર અકસ્માત  થયો હતો. તે ‘બિગ બોસ 17’ અને ‘લાફ્ટર શેફ્સ’  જેવા શોમાં જોવા મળી ચુક્યો છે. એક સામાન્ય દિવસ દરમિયાન છાસ નો ગ્લાસ તૂટી જતા તેના હાથમાં ગંભીર ઈજા થઈ હતી. હાથમાં 45 ટાંકા આવ્યા અને ડોક્ટરોને રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવી પડી.

    આ સમાચાર પણ વાંચો : Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા

    કેવી રીતે થયો વિકી જૈનનો અકસ્માત?

    વિકી જૈન એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “હું છાસનો ગ્લાસ ઉઠાવી રહ્યો હતો, તે હાથમાંથી લપસી ગયો અને તૂટી ગયો. ગ્લાસ તૂટી જતા મારી હથેળી અને મધ્યમ આંગળી ગંભીર રીતે ઘાયલ થઈ.” આ ઘટનાથી તેના કપડા અને વોશરૂમ લોહીથી રંગાઈ ગયા હતા.અકસ્માત બાદ વિકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં ડોક્ટરોને ખબર પડી કે તેની આંગળીના તંતુ (Tendon) ડેમેજ થઈ ગયા છે. સર્જરીમાં 2 કલાકનો સમય લાગ્યો. વિકીએ જણાવ્યું કે, “મારી માતા બિલાસપુરમાં હતી, તેથી અંકિતા જ મારી એકમાત્ર સપોર્ટ હતી. તે રડી રહી હતી, પણ હિંમત રાખી.”

    View this post on Instagram

    A post shared by HT City (@htcity)

    વિકી જૈનએ જણાવ્યું કે, “હોસ્પિટલ જતાં રસ્તામાં મેં ચેટ-જીપિટી (ChatGPT) પર સારવાર શોધવાનો પ્રયાસ કર્યો.” અંકિતા લોખંડે આ વાત સાંભળીને ભાવુક થઈ ગઈ હતી અને કહ્યું કે, “આથી શું થશે?” આ ઘટના દર્શાવે છે કે ટેક્નોલોજી  અને લાગણીઓ બંને કેવી રીતે જીવનમાં ભેગા થાય છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ

    Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ

    News Continuous Bureau | Mumbai

    Ankita Lokhande: ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે ના પતિ અને બિઝનેસમેન વિકી જૈન ની તબિયત ખરાબ હોવાની ખબર થી તેના ચાહકોમાં ચિંતા ફેલાઈ છે. વિકીના હાથમાં કાચના ટુકડા ઘૂસી ગયા હતા, જેના કારણે તેને 45 ટાંકા આવ્યા છે. હાલમાં તે મુંબઈ ની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે જેમાં તેણે પતિ માટે પ્રેમ અને દુખ વ્યક્ત કર્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Anupama Spoiler: અનુપમા માં આવશે જબરદસ્ત ટ્વીસ્ટ, ખ્યાતિ ની ચાલથી પરાગ મુકાશે મુશ્કેલીમાં, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

    અંકિતાની પોસ્ટથી ચાહકો થયા ભાવુક

    અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં વિકી સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે, પણ અંકિતાની પોસ્ટમાં છુપાયેલું દુખ સ્પષ્ટ દેખાય છે. તેણે લખ્યું, “મારા હમસફર, તું હંમેશા મારો હાથ પકડીને મને સુરક્ષિત અનુભવ કરાવતો રહ્યો છે. તું મને યાદ અપાવતો રહ્યો છે કે પ્રેમ દરેક મુશ્કેલ પળને હલકો બનાવી શકે છે.” અંકિતાએ વધુમાં લખ્યું, “હું તારી સાથે દરેક તોફાન, દરેક લડાઈ લડીશ… જેમ કે આપણે વચન આપ્યું હતું. તું મારી શક્તિ છે, મારી શાંતિ છે, અને હું પણ તારી માટે એ જ છું. તું જલ્દી સાજો થઈ જા, મારા સૌથી મજબૂત વિકી.”

    View this post on Instagram

    A post shared by Ankita Lokhande (@lokhandeankita)

    અંકિતાની આ પોસ્ટ પર ચાહકો દ્વારા પ્રેમભરી ટિપ્પણીઓ આવી રહી છે. ઘણા લોકોએ વિકી માટે જલ્દી સાજા થવાની પ્રાર્થના પણ કરી છે. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે એક સેલિબ્રિટી કપલ પણ જીવનની મુશ્કેલીઓનો સામનો કરે છે અને પ્રેમથી એકબીજાને સંભાળે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ankita Lokhande: અંકિતા લોખંડે એ નેશનલ ટીવી પર કહ્યું – “હું પ્રેગ્નન્ટ છું”, ફેન્સ એ આપી આવી પ્રતિક્રિયા

    Ankita Lokhande: અંકિતા લોખંડે એ નેશનલ ટીવી પર કહ્યું – “હું પ્રેગ્નન્ટ છું”, ફેન્સ એ આપી આવી પ્રતિક્રિયા

    News Continuous Bureau | Mumbai 

    Ankita Lokhande: ટીવી જગતના લોકપ્રિય કપલ અંકિતા લોખંડે અને વિકી જૈન હાલમાં શો “લાફ્ટર શેફ સીઝન 2”  માં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં શોના નવા પ્રોમોમાં અંકિતાએ કહ્યું કે “હું પ્રેગ્નન્ટ છું”, જેને સાંભળીને સેલિબ્રિટીઝ અને દર્શકો બંને આશ્ચર્યચકિત થઈ ગયા. અંકિતાની આ વાત પર શોમાં હાજર કરણ કુન્દ્રા  અને કૃષ્ણા અભિષેક પણ તરત પ્રતિક્રિયા આપે છે.

    આ સમાચાર પણ વાંચો : Aamir Khan Sitaare Zameen Par: આમિર ખાને કરી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત,રાષ્ટ્રપતિ એ શેર કર્યો વિડીયો

    “હું પ્રેગ્નન્ટ છું” – અંકિતાની જાહેરાત કે મજાક?

    પ્રોમોમાં અંકિતા કહે છે કે તેના પાસે એક ખાસ ઇન્ગ્રેડિએન્ટ છે. કૃષ્ણા એ ઇન્ગ્રેડિએન્ટ છીનવીને ભાગી જાય છે અને અંકિતા પાછળ દોડી જાય છે. થાકી જતાં તે કહે છે, “હું પ્રેગ્નન્ટ છું.” આ સાંભળી કૃષ્ણા અને કરણ બંને આશ્ચર્યથી પૂછે છે કે શું આ સાચું છે? અંકિતા શરમાઈ જાય છે, જેના કારણે ચર્ચા વધી ગઈ છે કે શું આ મજાક છે કે વાસ્તવમાં ખુશખબરી?

    View this post on Instagram

    A post shared by ColorsTV (@colorstv)

    પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે અંકિતા અને વિકી માટે શુભેચ્છાઓ પાઠવી છે. ઘણા યુઝર્સે લખ્યું કે “હવે તમારે માતાપિતા બની જવું જોઈએ.” કેટલાકે કહ્યું કે “આ તો અમારું સપનું પૂરું થતું લાગે છે.” જોકે, હજુ સુધી અંકિતાએ આ અંગે કોઈ સ્પષ્ટતા નથી આપી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ankita Lokhande: અંકિતા લોખંડે એ ઇન્ડસ્ટ્રી માં પુરા કર્યા 16 વર્ષ, ભાવુક થયેલી અભિનેત્રી એ પોસ્ટ માં લખી આવી વાત

    Ankita Lokhande: અંકિતા લોખંડે એ ઇન્ડસ્ટ્રી માં પુરા કર્યા 16 વર્ષ, ભાવુક થયેલી અભિનેત્રી એ પોસ્ટ માં લખી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Ankita Lokhande: ટીવી અને ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી અંકિતા લોખંડે  એ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 16 વર્ષ પૂર્ણ કર્યા છે. તાજેતર માં તેને સોશિયલ મીડિયા પર પોતાના સફરના ખાસ પળો યાદ કરતાં કેટલીક તસવીરો અને એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: King shooting: શું ખરેખર શાહરુખ ખાન વગર જ શરુ થઇ ગયું કિંગ નું શૂટિંગ? ફિલ્મ ની રિલીઝ ડેટ પર પણ આવ્યું મોટું અપડેટ

     “સપનાથી શરૂ થયેલી યાત્રા આજે પણ દિલમાં જીવંત છે”

    અંકિતાએ લખ્યું કે, “સોળ વર્ષ પહેલા મેં સપનાથી ભરેલી આંખો અને આત્મવિશ્વાસ સાથે આ જગતમાં પગ મૂક્યો હતો. આજે હું જે છું તે દરેક પડકાર અને સફળતાના કારણે છું. આ 16 વર્ષમાં મેં જે શીખ્યું છે તે મને એક અભિનેત્રી અને એક સ્ત્રી તરીકે ઘડ્યું છે.” અંકિતાએ પોતાના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ રહેલા શો ‘પવિત્ર રિશ્તા’ ને યાદ કરતાં કહ્યું કે, “અર્ચના માત્ર પાત્ર નહોતું, તે મારો એક ભાગ બની ગયું. તેની નિર્દોષતા, પ્રેમ અને સંઘર્ષથી હું આજે પણ પ્રેરણા લઉં છું.” આ શોમાં અંકિતા સાથે દિગંત સુશાંત સિંહ રાજપૂત પણ મુખ્ય ભૂમિકામાં હતા.

    અંકિતા પોતાના પતિ વિક્કી જૈન સાથે શો ‘લાફ્ટર શેફ 2’ માં જોવા મળી રહી છે. ચાહકોને આ જોડી ખૂબ પસંદ છે. અંકિતાએ ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે અને આજે પણ તેના ફેન્સ તેમના દરેક પ્રોજેક્ટ માટે ઉત્સાહિત રહે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ankita lokhande: શું માતા બનવાની છે અંકિતા લોખંડે? અભિનેત્રી ના એક કેપ્શન એ વધાર્યો લોકો નો ઉત્સાહ

    Ankita lokhande: શું માતા બનવાની છે અંકિતા લોખંડે? અભિનેત્રી ના એક કેપ્શન એ વધાર્યો લોકો નો ઉત્સાહ

    News Continuous Bureau | Mumbai

    Ankita lokhande: અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. હાલ અંકિતા તેના પતિ વિકી જૈન સાથે રસોઈ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ’માં જોવા મળી રહી છે. તાજેતરમાં અભિનેત્રી તેની ભાભીના બેબી શાવર ફંક્શનમાં જોવા મળી હતી, જેનો વિડીયો અંકિતા એ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. હવે આ વીડિયો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અંકિતા ગર્ભવતી છે.

    આ સમાચાર પણ વાંચો: Sanjay leela bhansali birthday bash: સંજય લીલા ભણસાલી એ તેમના જન્મદિવસે કર્યું ખાનગી પાર્ટી નું આયોજન, લવ એન્ડ વોર ની ટીમે ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ વિડીયો

    અંકિતા લોખંડે નો વિડીયો થયો વાયરલ 

    અંકિતા લોખંડેએ તેની ભાભીના બેબી શાવરમાં ડાન્સ કર્યો, જેનો વીડિયો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અંકિતા મરાઠી લુકમાં ખુબજ સુંદર ડાન્સ કરતી જોવા મળી રહી છે. અંકિતાએ આ વીડિયો શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું, ‘અમે અમારા પ્રિય બાળકના આગમનની રાહ જોઈને ખૂબ જ ખુશ છીએ અને મને લાગે છે કે ફોઈ બીજા કોઈ માટે વધુ ઉત્સાહિત છે…’

    અંકિતા નું આ કેપ્શન વાંચ્યા પછી, વપરાશકર્તાઓએ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું છે. અને હવે બધા તેને પૂછી રહ્યા છે કે શું અંકિતા પણ ગર્ભવતી છે. જોકે, અંકિતા એ હજુસુધી આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ankita Lokhande: દેવોલિના બાદ શું અંકિતા લોખંડે પણ બનવાની છે માતા? અભિનેત્રી ના નજીક ના મિત્ર ની વાત પરથી મળ્યો સંકેત

    Ankita Lokhande: દેવોલિના બાદ શું અંકિતા લોખંડે પણ બનવાની છે માતા? અભિનેત્રી ના નજીક ના મિત્ર ની વાત પરથી મળ્યો સંકેત

    News Continuous Bureau | Mumbai

    Ankita Lokhande: અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.હાલ અંકિતા અને વિકી લાફ્ટર શેફ માં  જોવા મળી રહ્યા છે. આ શો માં અંકિતા અને વિકી ઉપરાંત અલી ગોની, નિયા શર્મા, રાહુલ વૈદ્ય, જન્નત ઝુબેર, રીમ શેખ, ક્રિષ્ના અભિષેક અને કાશ્મીરા શાહ પણ જોવા મળી રહ્યા છે. શો ના લેટેસ્ટ એપિસોડ માં અલી ગોની એ અંકિતા લોખંડે વિશે કંઈક એવું કહ્યું જેને લઈને લોકો તે માતા બનવાની છે એવું અનુમાન લગાવી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Dhoom 4 update: ધૂમ 4 માં વિલન ની ભૂમિકા માટે શાહરુખ ખાન સિવાય બોલિવૂડના આ સુપરસ્ટાર અભિનેતા નું નામ આવ્યું સામે, જાણો વિગત

    શું અંકિતા લોખંડે માતા બનવાની છે? 

    લાફ્ટર શેફ ના સેટ પર અલી ગોની અંકિતા અને વિકી સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો આ દરમિયાન અલી કહે છે કે છોટા જૈન કે છોટી જૈની આવી રહ્યા છે. આ નિવેદન સાંભળ્યા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અંકિતા ખરેખર પ્રેગ્નન્ટ છે. હવે જોવાનું એ રહે છે કે અંકિતા પોતે આ અફવાઓ પર શું કહે છે.

    View this post on Instagram

    A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

    તમને જણાવી દઈએ કે અંકિતા અને વિકી એકસાથે બિગ બોસ ના ઘર માં જોવા મળ્યા હતા. બિગ બોસ ના ઘર માં તેમના ઝઘડા એ  ખુબ લાઈમલાઈટ લૂંટી હતી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ankita lokhande: વિકી જૈન ની બર્થડે પાર્ટી માં સંદીપ એ અંકિતા સાથે તેના પતિ સામે કરી એવી હરકત કે ગુસ્સે થઇ ગઈ અભિનેત્રી

    Ankita lokhande: વિકી જૈન ની બર્થડે પાર્ટી માં સંદીપ એ અંકિતા સાથે તેના પતિ સામે કરી એવી હરકત કે ગુસ્સે થઇ ગઈ અભિનેત્રી

    News Continuous Bureau | Mumbai

    Ankita lokhande: અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.અંકિતા અને વિકી બિગ બોસ માં આવ્યા બાદ થી ચર્ચામાં આવ્યા છે. ગઈકાલે વિકી જૈન ના બર્થડે પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી માં ઘણા લોકો ને આમંત્રણ આપવા માં આવ્યું હતું તેમાંથી એક સંદીપ પણ હતો. અંકિતા લોખંડે અને સંદીપ સિંહ વચ્ચે સારી મિત્રતા છે. સંદીપ સુશાંતનો પણ મિત્ર હતો.પાર્ટી દરમિયાન સંદીપે અંકિતા સાથે કંઈક એવું કર્યું કે અંકિતા ગુસ્સે થઇ ગઈ. 

    આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: ઐશ્વર્યા અને આરાધ્યા ના ભારત પરત ફર્યા બાદ અમિતાભ બચ્ચન ની પોસ્ટ આવી ચર્ચામાં,જાણો બિગ બી એ નોટ માં શું લખ્યું હતું.

    અંકિતા લોખંડે નો ગુસ્સા વાળો વિડીયો થયો વાયરલ 

    અંકિતા લોખંડે નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે અંકિતા એ હુડી સ્ટાઇલ નો બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે. તેવામાં સંદીપ પાછળ થી આવે છે અને અંકિતા ના માથા પર ની હુડી ખેંચે છે. જેને લઈને અંકિતા સંદીપ પર ગુસ્સે થઇ જાય છે. અંકિતા તેના ઈમોશન્સ પર કાબુ નહોતી રાખી શકી. ત્યારબાદ અંકિતા સ્માઈલ સાથે મીડિયા ને પોઝ આપે છે. 

    View this post on Instagram

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    વિકી જૈન નો જન્મદિવસ 1 ઓગસ્ટ ના રોજ હતો પરંતુ સમય ના અભાવ ને કારણે વિકી પાર્ટી નહોતો આપી શક્યો. આખરે રવિવારે વિકી અને અંકિતાએ મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ટીવી ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકોએ હાજરી આપી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Devendra Fadnavis on Rahul Gandhi : જો રાહુલ ગાંધી ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ જોવા આવશે તો હું આખું થિયેટર બુક કરાવીશઃ દેવેન્દ્ર ફડણવીસ.. જુઓ વિડીયો…

    Devendra Fadnavis on Rahul Gandhi : જો રાહુલ ગાંધી ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ જોવા આવશે તો હું આખું થિયેટર બુક કરાવીશઃ દેવેન્દ્ર ફડણવીસ.. જુઓ વિડીયો…

    News Continuous Bureau | Mumbai 

    Devendra Fadnavis on Rahul Gandhi :રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં અભિનિત ફિલ્મ ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ગયા શુક્રવારે એટલે કે 22 માર્ચે હિન્દી અને મરાઠી ભાષાઓમાં રિલીઝ થઈ હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મ જોયા બાદ દેવેન્દ્ર ફડણવીસે રણદીપ હુડ્ડાના વખાણ કર્યા હતા. તેમજ તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને તેમને આ ખાસ ઓફર આપી હતી. 

    મુંબઈમાં ગઈકાલે ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ( Swatantra Savarkar ) મરાઠી ભાષામાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ( Special screening ) રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે અભિનેતા રણદીપ હુડ્ડા, અભિનેત્રી અંકિતા લોખંડે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. ફિલ્મ જોયા બાદ દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું, “હું રણદીપ હુડ્ડાને ( Randeep Hooda ) મારા હૃદયના ઊંડાણથી અભિનંદન આપવા માંગુ છું. કારણ કે તેઓ સાવરકર વિશે સત્યને ઉજાગર કરતી ફિલ્મ આપણા બધા માટે બનાવી. કોંગ્રેસીઓ અને ડાબેરી ઈતિહાસકારોએ સ્વાતંત્ર્ય સેનાની સાવરકરને સૌથી વધુ અન્યાય કર્યો છે. પરંતુ રણદીપ હુડ્ડાએ આ ફિલ્મ દ્વારા તેમની વાસ્તવિક વાર્તા આપણા સુધી પહોંચાડી છે તે બદલ તેમનો ખૂબ આભાર. આ ફિલ્મ રિલીઝ થયા પછી તેને મરાઠીમાં પણ લાવવામાં આવી. હું દરેકને અપીલ કરું છું કે જો તમારે દેશનો સાચો ઈતિહાસ જાણવો હોય તો તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ.

     આ ફિલ્મ સ્વાતંત્ર્ય સેનાની સાવરકરનું જીવનચરિત્ર 360 ડિગ્રીમાં છે.

    આ ફિલ્મ સ્વાતંત્ર્ય સેનાની સાવરકરનું જીવનચરિત્ર 360 ડિગ્રીમાં છે. દેશમાં એવા ઘણા બુદ્ધિશાળી લોકો છે, નેતાઓ છે અને નીડર સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો છે, જાતિ વ્યવસ્થા સામે લડનારા સુધારકો છે, મરાઠી ભાષાને સમૃદ્ધ કરનાર લેખકો છે જે ઈતિહાસમાં ક્યાંક ખોવાય ગયા છે તેને હવે જાગૃત કરવાની જરુર છે . દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સ્વાતંત્ર્ય સેનાની સાવરકરે માત્ર સામાન્ય માણસને જ પ્રેરણા આપી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, હિંદુ ધર્મ વગેરે સહિતની કેટલીક ખોટી વિભાવનાઓને સમાજમાં લાવવાનો પ્રયાસ કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : NPS Rule Change : 1 એપ્રિલથી રાષ્ટ્રીય પેન્શન યોજનામાં થશે આ મહત્વપૂર્ણ ફેરફારો, લોગિન કરવાની પદ્ધતિ બદલાશે, જાણો શું છે નવી પ્રક્રિયા..

    આજના વ્યાપારી યુગમાં આવી ફિલ્મ બનાવવાનો ખ્યાલ અદ્ભુત છે. રણદીપ હુડ્ડા અને અંકિતા લોખંડેએ ( Ankita Lokhande ) આ બંને ભૂમિકાઓને ન્યાય આપ્યો છે. એવું લાગે છે કે આપણે તે યુગમાં પહોંચી ગયા છીએ, દેવેન્દ્ર ફડણવીસે ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું હતું.

    તેમજ દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીને એક ખાસ ઓફર આપી હતી. જો રાહુલ ગાંધી ફિલ્મ જોવા આવશે તો હું આખું થિયેટર બુક કરાવીશ અને તેમને એકલા ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપીશ. રાહુલ ગાંધીએ સાવરકરને વાંચ્યા નથી. તેથી તેઓ સાવરકરને ઓળખતા ન હતા. તેથી જ તેઓ સાવરકર વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. હું તેમને ચોક્કસપણે અપીલ કરું છું કે રાહુલ ગાંધીએ સાવરકર ફિલ્મ જોવી જોઈએ. દેવેન્દ્ર ફડણવીસે પણ રાહુલ ગાંધીને ( Rahul Gandhi ) ખાસ ઓફર કરતા કહ્યું હતું કે, જો તેઓ ફિલ્મ જોવા માંગતા હોય તો હું મારા ખર્ચે આખું થિયેટર બુક કરાવીશ.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Swatantrya Veer Savarkar Box Office Collection Day 2: રણદીપ હુડાની ફિલ્મની કમાણીમાં બીજા દિવસે જોરદાર ઉછાળો આવ્યો, આટલું કલેક્શન કર્યું..

    Swatantrya Veer Savarkar Box Office Collection Day 2: રણદીપ હુડાની ફિલ્મની કમાણીમાં બીજા દિવસે જોરદાર ઉછાળો આવ્યો, આટલું કલેક્શન કર્યું..

    News Continuous Bureau | Mumbai 

    Swatantrya Veer Savarkar Box Office Collection Day 2: રણદીપ હુડાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર 22 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મથી રણદીપ હુડ્ડાએ દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી છે. ફિલ્મમાં એક્ટર સ્વતંત્ર વીર સાવરકરના રોલમાં જોવા મળી રહ્યો છે અને તેમની સાથે અભિનેત્રી અંકિતા લોખંડે યમુનાબાઈના રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે ફિલ્મે તેના પહેલા દિવસે બોક્સ ઓફિસ ( Box Office ) પર વધારે કમાણી કરી ન હતી, પરંતુ બીજા દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. 

    SACNILCના રિપોર્ટ અનુસાર, સ્વાતંત્ર વીર સાવરકરે તેના બીજા દિવસે 2.25 કરોડ રૂપિયા એકઠા કર્યા હતાં. ફિલ્મે શનિવારે શાનદાર કમાણી કરી છે. વીર સાવરકરે શનિવારે બોક્સ ઓફિસ પર 100 ટકા ઉછાળો જોયો છે. તે જ સમયે, ફિલ્મે પ્રથમ દિવસે માત્ર 1.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, રણદીપ હુડ્ડાની ફિલ્મે બે દિવસમાં કુલ 3.30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે રવિવારે ફિલ્મના સારા કલેક્શનની પણ આશા છે.

     સ્વાતંત્ર્ય વીર સાવરકરની સ્ટારકાસ્ટ હિન્દી અને મરાઠી એમ બે ભાષામાં રિલીઝ થઈ છે…

    ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ કુણાલ ખેમુની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ સાથે થિયેટરોમાં રિલીઝ થઈ છે. જેમાં ‘મડગાંવ એક્સપ્રેસ’ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે અને સ્વાતંત્ર્ય વીર સાવરકરને માત આપી રહી છે. રણદીપ હુડ્ડાની  ( Randeep Hooda )  ફિલ્મે બે દિવસમાં 3.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે મડગાંવ એક્સપ્રેસએ 4.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  Jio Cricket Plan: મોબાઇલ પર IPL જોવા માટે આ રિચાર્જ પ્લાન રહેશે શ્રેષ્ઠ, જાણો જિયોના શું છે આ પ્લાન..

    સ્વાતંત્ર્ય વીર સાવરકરની સ્ટારકાસ્ટ હિન્દી અને મરાઠી એમ બે ભાષામાં રિલીઝ થઈ છે. જો કે, ફિલ્મ હિન્દી ભાષામાં કમાણી કરી રહી છે, પરંતુ મરાઠી ભાષામાં વધુ કમાણી કરી રહી નથી. રણદીપ હુડ્ડા સ્ટારર આ ફિલ્મમાં અંકિતા લોખંડે ( Ankita Lokhande ) પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રીએ વીર સાવરકરની પત્ની યમુનાબાઈ સાવરકરની ( yamunabai savarkar ) ભૂમિકા ભજવી છે.

    ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ભારતીય સ્વતંત્રતા સેનાની અને સુધારક વિનાયક દામોદર સાવરકરની બાયોપિક છે. ફિલ્મમાં વીર સાવરકરની અંગત અને રાજકીય સફર બતાવવામાં આવી છે.