Tag: appear

  • Samay Raina On India’s Got Latent : ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસ ને લઈને મહારાષ્ટ્ર સાયબર સેલ ઓફિસમાં પહોંચ્યો સમય રૈના, નિવેદન માં પોતાની ભૂલ સ્વીકારતા કહી આવી વાત

    Samay Raina On India’s Got Latent : ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસ ને લઈને મહારાષ્ટ્ર સાયબર સેલ ઓફિસમાં પહોંચ્યો સમય રૈના, નિવેદન માં પોતાની ભૂલ સ્વીકારતા કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Samay Raina On India’s Got Latent : ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં રણવીર અલ્લાહબાદીયા ની અશ્લીલ ટિપ્પણી બાદ રણવીર, સમય રૈના અને અન્ય વિરુધ્દ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસ માં સમય રૈના ને ત્રણ વાર સમન્સ મોકલવામાં આવ્યા હતા.આ કેસની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં સમન્સ મળ્યા બાદ સોમવારે સમય રૈના નવી મુંબઈમાં મહારાષ્ટ્ર સાયબર પોલીસ સમક્ષ હાજર થયો હતો.જ્યાં તેને સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો: Jolly LLB 3: કોર્ટ રૂમ ડ્રામા જોવા થઇ જાઓ તૈયાર, આ દિવસે રિલીઝ થઇ રહી છે અક્ષય કુમાર અને અર્શદ વારસી ની ફિલ્મ જોલી એલએલબી 3

    સમય રૈના નું નિવેદન 

    મીડિયા  રિપોર્ટ મુજબ સમય રૈના એ પોતાના નિવેદનમાં કહ્યું, “મેં જે કહ્યું તેનો મને ખૂબ જ અફસોસ છે. તે શોના પ્રવાહમાં થયું અને મારો આવું કહેવાનો કોઈ ઈરાદો નહોતો.” આ ઉપરાંત સમયે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું, “મને ખ્યાલ છે કે મેં જે કહ્યું તે ખોટું હતું.” 

    આ ઉપરાંત સમય રૈનાએ અધિકારીઓને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તે વધુ સતર્ક રહેશે. સાથે સમયે આ વિવાદ ની માનસિક સ્થતિ જણાવતા કહ્યું કે ‘આ પરિસ્થિતિને કારણે મારો કેનેડા પ્રવાસ યોજના મુજબ થઈ શક્યો નહીં.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Allu arjun: દર રવિવારે પોલીસ સ્ટેશન માં હાજરી આપશે પુષ્પા, જાણો બીજી કઈ શરતો પર મળ્યા છે અલ્લુ અર્જુન ને જામીન

    Allu arjun: દર રવિવારે પોલીસ સ્ટેશન માં હાજરી આપશે પુષ્પા, જાણો બીજી કઈ શરતો પર મળ્યા છે અલ્લુ અર્જુન ને જામીન

    News Continuous Bureau | Mumbai

    Allu arjun: અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા અને સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન થયેલા અકસ્માત ને લઈને ચર્ચામાં છે. પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન થયેલા મહિલા ના નિધન કેસ ને લઈને અલ્લુ અર્જુન સતત પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર લગાવી રહ્યો છે. દરમિયાન આ મામલાને લગતી વધુ એક માહિતી સામે આવી છે. કોર્ટે અલ્લુને આ મામલે જામીન આપ્યા હતા. પરંતુ કોર્ટે અમુક શરતો સાથે અલ્લુ અર્જુન ને જામીન આપ્યા હતા તો ચાલો જાણીએ તે શરતો વિશે

    આ સમાચાર પણ વાંચો: Keerthy suresh: કીર્તિ સુરેશ એ તેના લગ્ન માં પહેરી હતી આટલા વર્ષ જૂની સાડી, જાણવી તેની પાછળ ની ભાવુક વાર્તા

    અલ્લુ અર્જુન ને શરતો પર મળ્યા જામીન 

    અલ્લુ અર્જુન ને 3 જાન્યુઆરી એ શહેરની અદાલતે નિયમિત જામીન આપ્યા હતા. કોર્ટના નિર્દેશો અનુસાર, અભિનેતાએ દર રવિવારે સવારે 10 થી 1 વાગ્યાની વચ્ચે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડશે. આ બે મહિના સુધી અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર,અલ્લુ અર્જુને કોર્ટને આગોતરી સૂચના આપ્યા વિના પોતાનું રહેઠાણનું સરનામું ન બદલવાનો નિર્દેશ આપ્યો છે અને તેને પૂર્વ પરવાનગી વિના દેશ છોડવા પર પણ રોક લગાવવામાં આવી છે. જ્યાં સુધી આ બાબતનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ તમામ શરતો અમલમાં રહેશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Allu arjun: ઘરે થી પોલીસ સ્ટેશન જવા રવાના થયો અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં આજે થશે અભિનેતા ની પૂછપરછ

    Allu arjun: ઘરે થી પોલીસ સ્ટેશન જવા રવાના થયો અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં આજે થશે અભિનેતા ની પૂછપરછ

    News Continuous Bureau | Mumbai

    Allu arjun:  હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2′ ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુનને મંગળવારે સવારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવ્યો છે. જેને લઈને અલ્લુ અર્જુન તેના ઘરે થી નીકળ્યો છે.

    આ સમાચાર પણ વાંચો: Allu arjun: હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન ના દાવા પર કર્યો પલટવાર, સીસીટીવી ફૂટેજ થી પુષ્પા ની ખોલી પોલ

    અલ્લુ અર્જુન ની થશે પુછપરછ 

    હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2′ ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.જેને લઈને અલ્લુ અર્જુન ની ધરપકડ પણ થઇ હતી જો કે ત્યારબાદ તેને છોડી પણ મુકવામાં આવ્યો હતો. હવે આ મામલે પોલીસે અલ્લુ અર્જુન ને પુછપરછ માટે બોલાવ્યો છે. 

    અલ્લુ અર્જુન તેના નિવાસ સ્થાને થી ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન જવા રવાના થયો છે. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ekta kapoor and Shobha kapoor: આ દિવસે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે એકતા કપૂર અને શોભા કપૂર, પોક્સો કેસ સાથે જોડાયેલો છે મામલો

    Ekta kapoor and Shobha kapoor: આ દિવસે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે એકતા કપૂર અને શોભા કપૂર, પોક્સો કેસ સાથે જોડાયેલો છે મામલો

    News Continuous Bureau | Mumbai

    Ekta kapoor and Shobha kapoor: એકતા કપૂર અને શોભા કપૂર ની મુશ્કેલી માં વધારો થયો છે. એકતા કપૂર અને શોભા કપૂર સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.વાસ્તવ માં અલ્ટ બાલાજી ની વેબ સિરીઝ ‘ગંદી બાત’ની સિઝન છના એક એપિસોડમાં સગીર છોકરીઓના અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા.જેને લઈને એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.હવે આ મામલે અપડેટ આવ્યું છે. એકતા કપૂર અને શોભા કપૂર ને પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ મોકલવામાં આવી છે. 

    આ સમાચાર પણ વાંચો : Somy ali: સોમી અલી એ સલમાન ખાન ને લઈને કર્યો મોટો ખુલાસો, બિશ્નોઇ ગેંગ વિશે પણ કહી આવી વાત

    એકતા કપૂર અને શોભા કપૂર ને નોટિસ મોકલવામા આવી 

    આ મામલા સાથે જોડાયેલા એક અધિકારી એ જણાવ્યું કે, ‘એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ‘ગંદી બાત’ શ્રેણી દરમિયાન સગીર છોકરીઓના કથિત અશ્લીલ ચિત્રણ માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંનેને 24 ઓક્ટોબરે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટના આદેશ પર ગયા અઠવાડિયે એકતા અને તેની માતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.’

    તમને જણાવી દઈએ કે, એક સ્થાનિક નાગરિકે ભૂતપૂર્વ ALTBalaji ની નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ મુંબઈના બોરીવલીમાં આવેલ MHB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.