Tag: aqi

  • Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ

    Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ

    News Continuous Bureau | Mumbai
    મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વધતા હવા પ્રદૂષણને (Air Pollution) રોકવા માટે Bombay High Court દ્વારા રચાયેલી પાંચ સભ્યોની સમિતિએ ૬ થી ૧૩ ડિસેમ્બર દરમિયાન ૩૬ સ્થળોની મુલાકાત લઈને તપાસ કરી છે. આ સંદર્ભે સોમવારે કોર્ટમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ દરમિયાન, એક બાળકની માતાએ અરજી કરીને જણાવ્યું કે પ્રદૂષણના કારણે તેના બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જેને પગલે કોર્ટે આ કેસની ગંભીર નોંધ લીધી છે.

    ૩૬ સ્થળોનું નિરીક્ષણ અને અહેવાલ રજૂ

    કોર્ટના આદેશ અનુસાર, ૨૮ નવેમ્બરે રચાયેલી સ્વતંત્ર સમિતિએ હવા પ્રદૂષણ અને હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ખરાબ હોય તેવા મુંબઈ અને નવી મુંબઈના ૩૬ સ્થળોની મુલાકાત લીધી.ન્યાયિક મિત્ર (Amicus Curiae) એ મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જણાવ્યું કે તેમાં રેડિમિક્સ પ્લાન્ટ્સ સહિત બાંધકામ હેઠળની ઇમારતોનો સમાવેશ થાય છે.સમિતિએ ઊંચા AQI વાળા વિસ્તારો નક્કી કર્યા પછી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે બેઠકો પણ યોજી હોવાની માહિતી ખંડપીઠને આપવામાં આવી.તેની નોંધ લઈને કોર્ટે નવી મુંબઈ એરપોર્ટ વિસ્તારમાં પ્રદૂષણ હોવા તરફ ધ્યાન દોર્યું અને પૂછ્યું કે શું સમિતિએ આ વિસ્તારની મુલાકાત લીધી છે?આ મામલે કોર્ટે સુનાવણી ૨૨ ડિસેમ્બરે રાખી છે.

    આ સમાચાર પણ વાંચો: National Herald case: EDની કાર્યવાહી પર સવાલ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, કોર્ટે ચાર્જશીટ પર સુનાવણીનો કર્યો ઇનકાર

    બાળકની માતા તરફથી અરજી

    વધતા હવા પ્રદૂષણને કારણે તેના બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને પ્રદૂષણના કારણે બાળકના ફેફસાંનો યોગ્ય વિકાસ થઈ રહ્યો નથી, તેવી માહિતી એક બાળકની માતાએ કોર્ટને વચગાળાની અરજી દ્વારા આપી. કોર્ટે અરજીની નોંધ લઈને જણાવ્યું કે બાળકને તબીબી સહાય પૂરી પાડવામાં આવશે. ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે દેખરેખ અને નિયમોનું પાલન કરવું એ જ ઉપાય છે.ડેવલપર્સની સંસ્થાએ પોતાની બાજુ રજૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે, કોર્ટે જણાવ્યું કે ડેવલપર્સ નિયમોનું કેટલું ઉલ્લંઘન કરે છે, તે અમે પહેલા જોવા માંગીએ છીએ, એમ કહીને તેમની દલીલ સાંભળવાનો ઇનકાર કર્યો.

    કોર્પોરેશન દ્વારા સોગંદનામું રજૂ

    મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામા દ્વારા લેવાયેલા પગલાં રજૂ કર્યા. AQI વધે ત્યારે પ્રદૂષણ ફેલાવતા બાંધકામો બંધ કરવામાં આવે છે. બાંધકામની જગ્યાઓ પર સેન્સર આધારિત નિરીક્ષણ ઉપકરણો ગોઠવવામાં આવ્યા છે, તેમ કોર્પોરેશને જણાવ્યું.

  • Delhi Pollution: દિલ્હીમાં પ્રદૂષણ નું ‘લોકડાઉન’ સરકારી ગાઇડલાઇન જાહેર, ક્યાં WFH રહેશે? સ્કૂલ-કોલેજનું સ્ટેટસ શું છે?

    Delhi Pollution: દિલ્હીમાં પ્રદૂષણ નું ‘લોકડાઉન’ સરકારી ગાઇડલાઇન જાહેર, ક્યાં WFH રહેશે? સ્કૂલ-કોલેજનું સ્ટેટસ શું છે?

    News Continuous Bureau | Mumbai

    Delhi Pollution ઠંડીની સાથે દિલ્હી-NCRનું આકાશ ઝેરી ધુમ્મસમાં લપેટાયેલું જોવા મળી રહ્યું છે. AQI ૪૦૦ થી ઉપર પહોંચ્યા પછી CAQM એ GRAP ના સૌથી સખત ચરણ-૪ ને લાગુ કરી દીધું છે. આ પગલું ૧૪ ડિસેમ્બરે લેવામાં આવ્યું હતું, જ્યારે રાજધાનીનો સરેરાશ AQI ૪૯૩ સુધી પહોંચી ગયો હતો. પ્રદૂષણને કારણે સતત ત્રીજા દિવસે રાજધાની ગેસ ચેમ્બર જેવી બની રહી. આ દરમિયાન સ્કૂલો બંધ કરવામાં આવી છે અને ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ (WFH) લાગુ કરાયું છે.

    શું શું બંધ? (GRAP-4 ની પાબંદીઓ)

    GRAP-4 હેઠળ નીચેની બાબતો પર પ્રતિબંધ છે:
    બાંધકામ-ડિમોલિશન: તમામ પ્રકારના કન્સ્ટ્રક્શન, ડિમોલિશન, અર્થવર્ક, ખોદકામ, પાઇલિંગ અને સ્ટ્રક્ચરલ વર્ક પર સંપૂર્ણ પ્રતિબંધ. (ઈમરજન્સી રિપેર સિવાય પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ બંધ.)
    ઉદ્યોગો: સ્ટોન ક્રશર્સ, બ્રિક કિલ્ન્સ, હોટ મિક્સ પ્લાન્ટ્સ અને માઇનિંગ યુનિટ્સ બંધ. કોલસા, ફર્નેસ ઓઇલ અથવા અન્ય અસ્વીકૃત ઇંધણ પર ચાલતી ફેક્ટરીઓ બંધ.
    વાહનો પર પ્રતિબંધ: દિલ્હી અને NCR જિલ્લાઓમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ ચાર-પૈડા વાહનો ચલાવવા પર પ્રતિબંધ. (ઇન્ટર-સ્ટેટ ડીઝલ બસોનો પ્રવેશ પણ પ્રતિબંધિત.)
    જનરેટર પર રોક: ડીઝલ જનરેટર સેટ્સનો ઉપયોગ ફક્ત ઈમરજન્સી સેવાઓ (હોસ્પિટલ, ડેટા સેન્ટર, ટેલિકોમ) સુધી સીમિત.

    શું શું ખુલ્લું? (છૂટછાટ)

    નીચે મુજબની સેવાઓ અને ગતિવિધિઓ ચાલુ રહેશે:
    જરૂરી સેવાઓ: હોસ્પિટલ, ફાયર સર્વિસ, પાવર પ્લાન્ટ્સ, વોટર-સેનિટેશન અને આપત્તિ વ્યવસ્થાપન જેવી આવશ્યક સેવાઓને છૂટ.
    સાર્વજનિક પરિવહન: મેટ્રો, DTC બસો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલશે. (CNG/ઇલેક્ટ્રિક બસો અને મેટ્રોની ફ્રીક્વન્સી વધારવામાં આવશે.)
    ઉદ્યોગો: ક્લીન ફ્યુઅલ (CNG, LNG) વાળા ઉદ્યોગો ખુલ્લા રહેશે.
    બજારો: માર્કેટ અને દુકાનો સામાન્ય રીતે ખુલ્લી રહેશે.

    સ્કૂલોમાં શું નિયમો લાગુ છે?

    પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદના વિસ્તારોમાં સ્કૂલો માટે નીચે મુજબના આદેશો લાગુ કરવામાં આવ્યા છે: દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં નર્સરીથી ધોરણ ૫ સુધીના તમામ ફિઝિકલ ક્લાસ બંધ કરવામાં આવ્યા છે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ ક્લાસ ઓનલાઇન મોડમાં ચાલુ રહેશે. જ્યારે દિલ્હી અને નોઇડામાં ધોરણ ૬ થી ૯ અને ૧૧ સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડ લાગુ કરાયો છે, એટલે કે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ફિઝિકલ બંને વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

    આ સમાચાર પણ વાંચો: Luthra Brothers: ગોવા અગ્નિકાંડના લૂથરા બ્રધર્સની કસ્ટડી હવે શું? દિલ્હીથી ગોવા ટ્રાન્ઝિટ બાદ ક્રાઇમ સીનની તપાસ પર ફોકસ

    ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ (WFH)

    ઝેરી હવા વચ્ચે દિલ્હી સરકારે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં WFH નો આદેશ આપ્યો છે:
    સરકારી ઓફિસો: ૫૦% કર્મચારીઓ માટે ફિઝિકલ હાજરી (બાકી WFH). ઈમરજન્સી સેવાઓ માટે સ્ટાફને બોલાવી શકાય છે.
    ખાનગી ઓફિસો: મહત્તમ ૫૦% કર્મચારીઓ ઓફિસ આવી શકશે, બાકીના માટે WFH ફરજિયાત.
    NCR: ગુરુગ્રામ અને નોઇડા જેવા NCRના અન્ય રાજ્યોમાં પણ CAQM ના નિર્દેશો પર સમાન નીતિ અપનાવવામાં આવી રહી છે.

    ધુમ્મસના કારણે મુશ્કેલીઓ

    પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસે વિઝિબિલિટી ઘટાડી દીધી છે, જેના કારણે પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે:
    એરપોર્ટ: ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ પ્રભાવિત થયા છે અને આજે સવારથી જ વિલંબ (Delay) ના સમાચાર આવી રહ્યા છે.
    ટ્રેન: ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે ઘણી ટ્રેનો પણ મોડી ચાલી રહી છે.

  • Delhi Pollution Supreme court : ગેસ ચેમ્બર દેશની રાજધાની બની, સમગ્ર દિલ્હીમાં AQI 500 થયો; સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યા આ આદેશ…

    Delhi Pollution Supreme court : ગેસ ચેમ્બર દેશની રાજધાની બની, સમગ્ર દિલ્હીમાં AQI 500 થયો; સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યા આ આદેશ…

     News Continuous Bureau | Mumbai 

     Delhi Pollution Supreme court :  દિલ્હી-એનસીઆર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મામલે GRAP-3, GRAP-4 લાગુ કરવામાં વિલંબ કરવા બદલ દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. શા માટે ત્રણ દિવસ રાહ જોઈ? મોટાભાગના સ્થળોએ AQI 400 થી વધુ છે. દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે NCR પ્રદેશના તમામ રાજ્યોએ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે તમામ શારીરિક વર્ગો બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. અગાઉ, દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ રવિવારે સાંજે રાજધાનીમાં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે શારીરિક વર્ગો બંધ કરવાની જાહેરાત કરી હતી.

     Delhi Pollution Supreme court : શાળાઓ બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારો પર

    જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેંચ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નિર્દેશોની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરપી) હેઠળ પ્રદૂષણ વિરોધી નિયંત્રણો લાગુ કરવામાં વિલંબ માટે દિલ્હી સરકાર અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ) ને ફટકાર લગાવી છે. આ સિવાય શાળાઓ બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.

     Delhi Pollution Supreme court : આગામી સુનાવણી શુક્રવારે થશે

    ગોપાલ શંકર નારાયણે કહ્યું કે દિલ્હીમાં ધોરણ 10 થી નીચેના વિદ્યાર્થીઓને શારીરિક વર્ગોમાંથી મુક્તિ આપવામાં આવી છે. માત્ર ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે પરંતુ યુપીમાં આવું નથી થયું. કોર્ટે કહ્યું કે આજે આપણે દિલ્હીની વાત કરી રહ્યા છીએ અને શુક્રવારે એનસીઆર વિશે વાત કરીશું. ગોપાલ શંકરે વધુમાં કહ્યું કે, NCRના ઘણા શહેરોમાં જેમ કે નોઈડા, ગાઝિયાબાદ વગેરેમાં ભણતા સ્કૂલના બાળકોના માતા-પિતા પણ કોર્ટમાં હાજર છે. તેઓ તેમના બાળકો માટે પણ રાહત ઈચ્છે છે. ગોપાલ શંકર નારાયણે કહ્યું કે કોર્ટ પણ ઓનલાઈન હોવી જોઈએ. આ મામલામાં આગામી સુનાવણી શુક્રવારે થવાની છે.

    આ સમાચાર પણ વાંચો : Maharashtra polls: ભારતીય રાજકારણમાં બિડેનની એન્ટ્રી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રમી રહ્યા છે ‘આ’ ટ્રમ્પ કાર્ડ; જાણો તેમને કેટલો ફાયદો થશે…

     Delhi Pollution Supreme court : દિલ્હીની હવા અત્યંત નબળી શ્રેણીમાં 

    દિલ્હીમાં વાયુ પ્રદૂષણે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. બે દિવસથી ભારે પવન હોવા છતાં હવાની ગુણવત્તા સૂચકાંક 1200ની નજીક પહોંચી ગયો છે. મુંડકા વિસ્તારમાં સૌથી વધુ AQI નોંધાયો હતો. સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ AQI 746 નોંધાયો હતો. હવામાનશાસ્ત્રીઓએ લોકોને સલાહ આપી છે કે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો.

  • Mumbai Air : મુંબઈનું હવામાન તો ઠંડુ થયું પણ પ્રદૂષણ વધી ગયું.  હવાની ગુણવત્તા સૌથી ખરાબ.

    Mumbai Air : મુંબઈનું હવામાન તો ઠંડુ થયું પણ પ્રદૂષણ વધી ગયું. હવાની ગુણવત્તા સૌથી ખરાબ.

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Air : મુંબઈ શહેરમાં શિયાળો ( Winter ) પ્રવેશ કરી ચુક્યો છે, શહેરના અનેક વિસ્તારમાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. જો કે ચિંતાની વાત એ છે કે વાયુ પ્રદૂષણ ( Air pollution ) વધી ગયું છે. આકાશમાં વાદળા હોવાને કારણે આખો દિવસ ઓછો ઉજાસ રહે છે. તેમજ શહેરમાં કન્સ્ટ્રક્શનની એક્ટિવિટીને કારણે ધૂળ અને ડમરીઓ હવાની સાથે ફેલાઈ રહી છે.

    બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ( Bandra Kurla Complex ) ખાતે સૌથી ખરાબ હવામાનની ( weather ) નોંધ કરવામાં આવી છે. મુંબઈ શહેરનું હવામાન ઇન્ડેક્સ નિર્દેશાંક ( AQI  ) 190 થી વધુ છે. આનો અર્થ એ થાય છે કે વાતાવરણ પ્રદૂષણથી ( pollution ) ભરેલું છે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈ અને નવી મુંબઈ પછી હવે ત્રીજું મુંબઈ વિકાસ પામશે. સરકારની 350 એકર જમીન પર આ જગ્યાએ યોજનાને મંજૂરી મળી.

  • IMD Weather Update: હવામાન વિભાગની મોટી આગાહી! દિલ્હી સહિત 19 રાજ્યોમાં ગાજવીજ સાથેેેેેેેેે ભારે વરસાદની શક્યતા..

    IMD Weather Update: હવામાન વિભાગની મોટી આગાહી! દિલ્હી સહિત 19 રાજ્યોમાં ગાજવીજ સાથેેેેેેેેે ભારે વરસાદની શક્યતા..

    News Continuous Bureau | Mumbai

    IMD Weather Update: પહાડોમાં હિમવર્ષા બાદ ઉત્તર ભારતમાં ઠંડી વધવા લાગી છે. લોકો ગરમ કપડા પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. યુપી, પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન ફૂંકાતા લોકોમાં કંપારીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગે ( IMD ) ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં આજે એટલે કે શુક્રવારે (8 ડિસેમ્બર) હળવા વરસાદની આગાહી ( Rain forecast) કરી છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે (8 ડિસેમ્બર) મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સિવાય રાજધાનીમાં 13 ડિસેમ્બરની સવાર સુધી હળવા ધુમ્મસની સંભાવના છે. ( Delhi-NCR ) દિલ્હી-એનસીઆરના AQI વિશે વાત કરીએ તો અહીંની હવાની ગુણવત્તા ( Air Quality ) સતત નબળી શ્રેણીમાં છે.

     દિલ્હીમાં 24 વિસ્તારોમાં હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી હતી….

    સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ( Central Pollution Control Board ) જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીમાં 24 વિસ્તારોમાં હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. AQI ગ્રેટર નોઈડામાં 288, ગાઝિયાબાદમાં 284, નોઈડામાં 279, ફરીદાબાદમાં 285 અને ગુરુગ્રામમાં 235 નોંધાયું હતું. શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI ‘સારું’ માનવામાં આવે છે, 51 અને 100 ની વચ્ચેનો AQI ‘સંતોષકારક’ છે, 101 અને 200 ‘મધ્યમ’ છે, 201 અને 300 ‘નબળી’ છે, 301 અને 400 ‘ખૂબ નબળી’ છે અને 401 અને 5 વચ્ચે છે. ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો :  LLC 2023: મને અભદ્ર ગાળો આપી અને મને નીચાજોણું કરાવવા માગે છે.. ગૌતમ ગંભીરની હવે આ ભારતીય ખેલાડી સાથે થઈ બબાલ.. જુઓ વિડીયો..

    સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આગામી 48 કલાકમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામમાં છૂટાછવાયા ભારે ધોધ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ઝારખંડ, બિહાર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢ, ઓડિશા, પૂર્વ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ શક્ય છે.

  • Mumbai Air Pollution: વરસાદને કારણે મુંબઈની હવા સુધરી : પણ શું આજે પણ વરસાદ પડશે? જાણો મોસમનો વર્તારો..

    Mumbai Air Pollution: વરસાદને કારણે મુંબઈની હવા સુધરી : પણ શું આજે પણ વરસાદ પડશે? જાણો મોસમનો વર્તારો..

    News Continuous Bureau | Mumbai

    Mumbai Air Pollution: મુંબઈ ( Mumbai ) માં શહેરમાં સોમવારે સવારે સ્વચ્છ આકાશ સાથે તડકો રહ્યો હતો. મુંબઈમાં છેલ્લા બે દિવસથી અચાનક વરસાદ પડી રહ્યો છે, જે IMDના અંદાજ મુજબ મંગળવાર સુધી ચાલુ રહેશે. અણધાર્યા વરસાદ ( Unseasonal Rain ) ને કારણે હવાની ગુણવત્તામાં ( air quality ) સુધારો થયો છે. જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​સવારે શહેર અને ઉપનગરોમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.

    હવામાન એજન્સીએ ( IMD ) એવી પણ આગાહી કરી છે કે શહેર અને ઉપનગરોમાં બપોર અને સાંજ સુધીમાં હળવા વરસાદ સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. સોમવારે તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. સોમવારે સવારે મુંબઈનું તાપમાન 23.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ભેજનું પ્રમાણ 90% હતું.

    મુંબઈમાં વિવિધ વિસ્તારોના AQI..

    સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ ( SAFAR ) અનુસાર, મુંબઈમાં AQI હાલમાં 60ના રીડિંગ સાથે ‘સંતોષકારક’ શ્રેણીમાં છે.

    સંદર્ભ માટે, 0 અને 50 ની વચ્ચેનો AQI ‘સારું’, 51 થી 100 ‘સંતોષકારક’, 101 થી 200 ‘મધ્યમ’, 201 થી 300 ‘નબળું’, 301 થી 400 ‘અતિ નબળું’ માનવામાં આવે છે. 401 અને 500 ની વચ્ચેનો AQI છે ‘ગંભીર’ ગણવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચોઃ Indian Forex Trading: આ 19 જગ્યાએથી ફોરેક્સનું ટ્રેડ નહીં કરતા. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની લાલ આંખ…

    કોલાબા: 76 AQI સંતોષકારક

    અંધેરી: 67 AQI સંતોષકારક

    મલાડ: 35 AQI સંતોષકારક

    BKC: 103 AQI મધ્યમ

    બોરીવલી: ​​65 AQI સંતોષકારક

    મઝગાંવ: 47 AQI સંતોષકારક

    વરલી: 33 AQI સંતોષકારક

    નવી મુંબઈ: 53 AQI સંતોષકારક

  • Mumbai Air Pollution : દિલ્હી કરતા પણ મુંબઈમાં ખતરનાક બન્યું વાયુ પ્રદુષણ, બોરીવલી સહિત આ વિસ્તાર સૌથી વધુ પ્રદુષિત..

    Mumbai Air Pollution : દિલ્હી કરતા પણ મુંબઈમાં ખતરનાક બન્યું વાયુ પ્રદુષણ, બોરીવલી સહિત આ વિસ્તાર સૌથી વધુ પ્રદુષિત..

    News Continuous Bureau | Mumbai

    Mumbai Air Pollution : પાટનગર દિલ્હી (Delhi) બાદ મુંબઇ શહેર (Mumbai city)માં પણ હવાની ગુણવત્તાના આંકડા ખાસ્સા ચિંતાજનક છે.  વધતા પ્રદૂષણને કારણે મુંબઈની હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો થયો છે. શહેરમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 201 પર પહોંચી ગયો છે. આમાં, વરલીમાં AQI સૌથી વધુ એટલે કે 300 પર પહોંચી ગયો છે અને મલાડ, ચેમ્બુર, BKC અને બોરીવલી (Borivali) ની હવા સૌથી વધુ ઝેરી બની ગઈ છે.

    મુંબઈમાં વધતા પ્રદૂષણને રોકવા માટે પાલિકા અને રાજ્ય સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે. બોમ્બે હાઈકોર્ટે (Bombay High court) પ્રદૂષણ અંગે નગરપાલિકા (BMC)ઓ અને રાજ્ય સરકારને ધ્યાનથી સાંભળી છે અને પગલાં અમલમાં મૂકવા માટે સમગ્ર સિસ્ટમને એક્શનમાં મૂકવામાં આવી છે. પરંતુ દિવાળી હોવાથી ફટાકડા (Firecrackers) નું પ્રમાણ વધી ગયું છે અને પ્રદુષણ પણ વધ્યું છે. 

    નગરપાલિકાની ભૂમિકા પર ધ્યાન આપો

    ફટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે હાઈકોર્ટના આદેશ બાદ પાલિકા અને રાજ્ય સરકારે દિવાળી (Diwali) દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડવાના આદેશ જારી કર્યા હતા, પરંતુ શહેરીજનોએ તેની અવગણના કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાંજે લક્ષ્મી પૂજન બાદ જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. ભારે આતશબાજીને કારણે મુંબઈ અને પુણેમાં હવાની ગુણવત્તા બગડી હતી. સોમવારે સવારથી જ મુંબઈની હવામાં મોટા પ્રમાણમાં ધુમાડો દેખાઈ રહ્યો હતો. મુંબઈ શહેર અને તેની આસપાસના ભાગોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ છે. આથી સ્પષ્ટ છે કે પ્રદૂષણમાં વધારો થયો છે. આથી હવે કોર્ટમાં પાલિકાની શું ભૂમિકા રહે છે તેના પર ધ્યાન કેન્દ્રિત છે.

    આ સમાચાર પણ વાંચો : Uttarkashi Tunnel Collapse Day 5: 40 મજૂરો 106 કલાકથી ટનલમાં બંધ, હજુ સુધી એક પણ બહાર નથી આવ્યો, જાણો કેવી રીતે લડી રહ્યા છે જિંદગીની આ લડાઈ?

    કેવી રીતે નોંધાય છે એર ક્વોલિટી 

    એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) નો ઉપયોગ હવાની ગુણવત્તા માપવા માટે થાય છે. 0 થી 50 ના ‘AQI’ને ‘ખૂબ જ સ્વચ્છ હવા’ ગણવામાં આવે છે. 101 થી 200 નું AQI ‘મધ્યમ હવા ગુણવત્તા’ માનવામાં આવે છે, 201 થી 300 ની AQI ‘નબળી’ હવા માનવામાં આવે છે. જ્યારે 301 થી 400 AQI સુધીની હવા ખૂબ નબળી માનવામાં આવે છે.

  • Air Quality Index : મુંબઈની હવાની ગુણવત્તા વધુ બગડી! હાઇ કોર્ટના આદેશની ઐસીતૈસી પછી મોડે સુધી ફૂટ્યા ધૂમ ફટાકડા..

    Air Quality Index : મુંબઈની હવાની ગુણવત્તા વધુ બગડી! હાઇ કોર્ટના આદેશની ઐસીતૈસી પછી મોડે સુધી ફૂટ્યા ધૂમ ફટાકડા..

    News Continuous Bureau | Mumbai 

    Air Quality Index : મુંબઈવાસીઓ (Mumbaikar) એ દિવાળી (Diwali 2023) જોરદાર રીતે ઉજવી છે. લક્ષ્મી પૂજન (Laxmi Poojan) ના દિવસે મુંબઈ (Mumbai) માં 24 કલાકમાં 150 કરોડ રૂપિયાના ફટાકડા ફોડવામાં (Firecrackers) આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામે,મુંબઈમાં હવાની ગુણવત્તા (AQI) નું સ્તર ફરી કથળ્યું છે. મુંબઈમાં હવાની ગુણવત્તા 288 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં મોટી સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં હવાનું સ્તર દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યું છે. આ ઉપરાંત દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાના પ્રમાણમાં પણ વધારો થવાને કારણે હવાની ગુણવત્તા વધુ બગડી છે. દિવાળી પહેલા કમોસમી વરસાદને કારણે હવામાં ધૂળનું પ્રમાણ ઘટવાથી હવાના સ્તરમાં થોડો સુધારો થયો હતો. પરંતુ, દિવાળીની પૃષ્ઠભૂમિમાં તોફાની આતશબાજીના કારણે હવાના સ્તરમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે.

     

    મુંબઈગરાઓ દિવાળી દરમિયાન ફટાકડાનો આનંદ માણે છે. મુંબઈ સહિત આસપાસના શહેરોમાં લક્ષ્મી પૂજનના દિવસે આતશબાજી કરવામાં આવી હતી. ફટાકડાનો જથ્થો પ્રમાણમાં ઓછો હોવા છતાં નાગરિકોએ ફટાકડા ફોડવાના સમય પર નિયંત્રણો લાદી દીધા છે. ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 થી 10 વાગ્યાનો છે, પરંતુ સાંજથી જ ફટાકડા ફોડવાની શરૂઆત થઈ હોવાનું જોવા મળ્યું હતું. મધરાત બાદ પણ અનેક જગ્યાએ ફટાકડા ફોડવાના ચાલુ રહ્યા હતા. જેના કારણે મુંબઈની હવા પર અસર થઈ હોવાનું જણાય છે.

     

    મુંબઈ ઉપનગરો સહિત મુંબઈમાં ફટાકડાના કારણે પ્રદૂષણમાં વધારો…

     

    મુંબઈ ઉપનગરો સહિત મુંબઈમાં ફટાકડાના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદને કારણે મુંબઈમાં હવાની ગુણવત્તા કંઈક અંશે નિયંત્રણમાં આવી હતી. મુંબઈમાં હવાની ગુણવત્તા દિવસેને દિવસે કથળી રહી હોવાથી બોમ્બે હાઈકોર્ટ દ્વારા બાંધકામને સ્થગિત કરવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. આથી દિવાળી પહેલા મુંબઈના હવાના સ્તરમાં થોડો સુધારો થયો હતો. પરંતુ, હવે દિવાળી દરમિયાન હવાનું સ્તર ફરી નીચું ગયું છે.

    આ સમાચાર પણ વાંચો :  Mumbai: સાવધાન! મુંબઈને સાફ રાખવા માટે ફરી થશે ક્લિન અપ માર્શલની નિયુક્તિ….. જાણો વિગતે..

    દિલ્હીમાં દિવાળી બાદ AQI ફરી એકવાર ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે. બિહારના પટનામાં AQI સૌથી ખરાબ રેન્જમાં છે. CPCB અનુસાર, અહીં AQI 370 પર યથાવત છે. એક તરફ ધુમ્મસની ચાદર અને બીજી તરફ પ્રદુષણમાં વધારો. સોમવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ધુમાડાની ચાદર જોવા મળી હતી. તાજેતરના કમોસમી વરસાદ બાદ પ્રદૂષણના સ્તરમાં સુધારો થતાં દિલ્હીની હવા ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે. સોમવારની સવાર સુધીમાં, દિલ્હીમાં AQI 514 હતો, સ્વિસ જૂથ IQAir અનુસાર, સૌથી જટિલ શ્રેણીમાં છે.

  •   Mumbai Air Pollution: મુંબઈમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા બાંધકામ સાઈટ સામે BMCની મોટી કાર્યવાહી.. જારી કરી 62 સ્ટોપ-વર્ક નોટિસ.. જાણો વિગતે..

      Mumbai Air Pollution: મુંબઈમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા બાંધકામ સાઈટ સામે BMCની મોટી કાર્યવાહી.. જારી કરી 62 સ્ટોપ-વર્ક નોટિસ.. જાણો વિગતે..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Air Pollution: મુંબઈ (Mumbai) ની અત્યંત નબળી હવાની ગુણવત્તા તરફ વડા પ્રધાન કાર્યાલયનું ધ્યાન દોર્યાના એક દિવસ પછી, નાગરિક વહીવટકર્તા IS ચહલે શુક્રવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓ અને વિવિધ હિતધારકો સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. જેમાં તેમણે આદેશ આપ્યો છે કે 15 દિવસમાં તમામ બાંધકામ સ્થળો પર એન્ટી સ્મોગ મશીનો લગાવવામાં આવે. આખરે, એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માપવાની સિસ્ટમ સ્થાપિત કરવી પણ ફરજિયાત બનશે. જો માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં ન આવે તો તાત્કાલિક કામ બંધ કરવા માટે નોટિસ જારી કરવા નાગરિક સત્તાવાળાઓને પણ કહેવામાં આવ્યું છે.

    છેલ્લા બે દિવસથી શહેરમાં પ્રદૂષણનું સ્તર દિલ્હી કરતા પણ વધારે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે ઘટનાક્રમથી ચિંતિત, વડા પ્રધાન કાર્યાલય (PMO) એ મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO) નો સંપર્ક કર્યો હતો. તે પછી સીએમઓના અધિકારીએ ચહલને આ જોખમ સામે નિર્દેશ લેવામાં આવી રહેલી કાર્યવાહીને વધુ મજબૂત બનાવવા જણાવ્યું હતું.

     1,000 બાંધકામ સાઇટ્સને પ્રદૂષણ નિયંત્રણ માટે સૂચના સૂચનાઓ મોકલી છે,

    દરમિયાન BMCએ સાંતાક્રુઝ, ખાર અને બાંદ્રા વિસ્તારમાં બાંધકામ સાઇટ્સ અને રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ (RMC) ને 62 સ્ટોપ-વર્ક નોટિસ જારી કરી છે. એચ ઈસ્ટ અને એચ વેસ્ટ વોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાંધકામ સાઇટો વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેની માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી જેના પગલે તેમની સામે નોટીસ જારી કરવામાં આવી હતી..

    આ સમાચાર પણ વાંચો :  Supreme Court On MP-MLA Courts: MP-MLA પર વિરૂદ્ધ ફોજદારી મામલાઓને ઝડપથી ઉકેલો, સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ.. જાણો વિગતે..

    24 વહીવટી વોર્ડમાં રચાયેલી 95 જેટલી સ્કવોડ્સે શહેરમાં બાંધકામ સાઇટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. H પૂર્વ વોર્ડે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) સહિત વોર્ડમાં બાંધકામ સ્થળોને 106 સૂચના નોટિસ મોકલી છે. એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે, “40 બાંધકામ સાઇટ્સને સ્ટોપ-વર્ક નોટિસ જારી કરવામાં આવી છે જે માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.”

    એચ વેસ્ટના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વિનાયક વિસપુતેએ જણાવ્યું હતું કે, “આરએમસી પ્લાન્ટ અને ખોદકામ સહિત 22 બાંધકામ સાઇટ્સને સ્ટોપ-વર્ક નોટિસ આપવામાં આવી છે. આ સાઇટ્સને ગુરુવાર સુધીમાં નોટિસ મળી જશે. અમે સાઇટના માલિકોને અગાઉથી પ્રદૂષણ ઘટાડવાના પગલાંને અનુસરવા માટે, જાણ કરી છે. પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

    નોટિસના નિર્દિષ્ટ સમયમર્યાદામાં જો પગલાં લેવામાં નહીં આવે તો પ્લાન્ટના સંચાલકોના ખર્ચે બિલ્ડિંગને દૂર કરવાની અથવા તોડી પાડવાની અને બાંધકામમાં સામેલ સામગ્રી અને મશીનરી જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી છે. અત્યાર સુધી, BMCએ મુલુંડમાં બે કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને મલાડમાં બે RMC પ્લાન્ટને કામ બંધ કરવાની નોટિસ મોકલી છે. આ કાર્યવાહી અનુક્રમે ટી અને પી નોર્થ વોર્ડ દ્વારા કરવામાં આવી હતી. નાગરિક અધિકારીઓએ શહેરમાં લગભગ 1,000 બાંધકામ સાઇટ્સને પ્રદૂષણ નિયંત્રણ માટે સૂચના સૂચનાઓ મોકલી છે, અને 6,690 સાઇટ્સને પણ BMC વેબસાઇટના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગ પર પરિપત્ર અપલોડ કરીને પગલાંનું પાલન કરવા માટે જાણ કરવામાં આવી છે.

  • Mumbai: ધૂળને નિયંત્રણમાં લાવવા મુંબઈના રસ્તાઓ પાણીથી ધોવાયા.. જાણો વિગતે અહીં..

    Mumbai: ધૂળને નિયંત્રણમાં લાવવા મુંબઈના રસ્તાઓ પાણીથી ધોવાયા.. જાણો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai

    Mumbai: મુંબઈ (Mumbai) માં વધતા પ્રદૂષણ (Air Pollution) ને નાથવા માટે અને વાતાવરણમાં ઉડતી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના ૫૬૦ કિલોમીટર લંબાઈના રસ્તાને સ્વચ્છ કરીને પાણીથી ધોવાની યોજના બનાવી છે, તે માટે ૧૨૧ ટૅન્કર, મશીન સહિત મનુષ્યબળનો ઉપયોગ કરવામાં આવવાનો છે.

    પાલિકાના  એડિશનલ ( Municipal  Additional) કમિશનર સુધાકર શિંદેના ( Commissioner Sudhakar Shinde )જણાવ્યા મુજબ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે આ ઉપાય યોજનાને અમલમાં મૂકવામાં આવી રહી છે, જે હેઠળ હવામાં રહેલા પ્રદૂષણ માટે કારણભૂત રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈના તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં આવેલા ૬૦ ફૂટ કરતા વધુ પહોળાઈના રસ્તા, જે ફૂટપાથ પર લોકોની અવરજવર વધુ હોય તેને સાફ કરીને પાણીની ધોઈ કાઢવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રસ્તાને સ્વચ્છ કરવા માટે પહેલા ધૂળ હટાવવા માટે આ રસ્તા અને ફૂટપાથ પર પહેલા બ્રશિંગ કરીને ત્યારબાદ પાણીને છાંટવામાં આવી રહ્યું છે. જે રસ્તા પર વાહનોની અવરજવર વધુ હશે એના પર વધુ ધ્યાન આપવામાં આવશે.

    સંપૂર્ણ મુંબઈ મહાનગરમાં લગભગ ૫૫૦ કિલોમીટર લંબાઈના રસ્તા નિયમિતિ રીતે સ્વચ્છ કરીને ધોઈ કાઢવાની યોજના બનાવવામાં આવી છે. તે માટે પાણીના ૧૨૧ ટૅન્કર અને અન્ય મશીનો અને મનુષ્યબળ નીમવામાં આવ્યું છે. આ રસ્તાને ધોવા માટે પુન: પ્રક્રિયા કરેલા પાણીનો તેમ જ સ્થાનિક સ્ત્રોતમાંથી પાણીનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવશે. મુખ્યત્વે મુંબઈના નાગરિકોને તકલીફ ના થાય તેને ધ્યાનમાં રાખીને ઑફ-પીક અવર્સમાં એટલે કે સવારના ત્રણથી સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રસ્તાને ધોવામાં આવશે. તો અમુક વોર્ડમાં જે રસ્તા પર ટ્રાફિક ઓછો રહેતો હોય ત્યાં બપોરના અથવા સાંજના ધોવામાં આવશે. રસ્તા અને ફૂટપાથ ધોવાનું કામ ત્રણથી ચાર કલાકમાં પૂરું કરવાનું રહેશે.

    ડેબ્રીજને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા વચ્ચે તેના પર પાણીનો છંટકાવ કરવાનો રહેશે.

    એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ રસ્તા અને ફૂટપાથ પર ધૂળનું પ્રમાણ ઘટાડવા માટે પાલિકા તરફથી વેહિકલ માઉન્ટેડ ઍન્ટી સ્મોગ મશીન ચાલુ કરવામાં આવ્યા છે. એ સાથે જ તમામ પ્રશાસકીય વોર્ડમાં મુખ્યત્વે જયાં ભીડ વધુ હોય તે પરિસરમાં રસ્તા, ફૂટપાથની ખાસ સ્વચ્છતા તેમ જ પાણીને ધોઈને કાઢવાની કાર્યવાહી કરવામાં આવવાની છે. રસ્તા પરની ધૂળનું પ્રમાણ ઓછું કરવા માટે ઍન્ટી સ્મોગ મશીન વાહનોની સંખ્યા વધારવામાં આવવાની છે.

    પાલિકાએ ઍર પૉલ્યુશન ઘટાડવા માટે બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ બાંધકામ માટેના મટેરિયલ સહિત ડેબ્રીજનું વહન કરનારા વાહનોને ઢાંકવા માટે કહેવામાં આવ્યું છે. તેમ જ ડેબ્રીજને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા દરમિયાન તેના પર પાણીનો છંટકાવ કરવાનો રહેશે. કાટમાળનું વહન કરતાના વાહનોની દરેક ખેપ બાદ વાહનોને પૂર્ણ સ્વચ્છ કરવાના રહેશે. કાટમાળનું વહન કરનારા દરેક વાહન પર જીપીએસ સિસ્ટમ ચાલુ કરવાની રહેશે, જેથી કરીને તેની હાલચાલ પર નજર રાખી શકાશે. પાલિકાની યંત્રણા સાથે જ વેહિલક ટ્રૅકિંગ ઍન્ડ મૉનિટરિંગ સિસ્ટમ યંત્રણા લિંક કરવાનું છે. તેમ જ ટોલ પ્લાઝા સ્વચ્છ રાખવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ ઑથોરિટીને સૂચના પણ આપવાામં આવી હોવાનું શિંદેએ કહ્યું હતું.

    આ  સમાચાર પણ વાંચો : Khichdi 2 trailer: નવા મિશન સાથે તમને હસાવવા આવી રહ્યો છે પારેખ પરિવાર, ખીચડી 2 નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ