Tag: arushinishank

  • પહેલા જ મ્યુઝિક વીડિયોથી બોલિવુડમાં છવાઈ ગઈ ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની સુપુત્રી; માત્ર ૨૦ દિવસમાં મળ્યા ૧૦૦ મિલિયન વ્યુઝ; જાણો વિગત…

    પહેલા જ મ્યુઝિક વીડિયોથી બોલિવુડમાં છવાઈ ગઈ ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની સુપુત્રી; માત્ર ૨૦ દિવસમાં મળ્યા ૧૦૦ મિલિયન વ્યુઝ; જાણો વિગત…

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

    બુધવાર

    પહેલા મ્યુઝિક વીડિયો પરથી ઉત્તરાખંડની આરુષી નિશાંકને પ્રેક્ષકોનો પ્રેમ મળી રહ્યો છે. માત્ર ૨૦ જ દિવસમાં તેના વીડિયોને ૧૦૦ મિલિયન વ્યૂ મળ્યા છે. આ વીડિયો ટી-સિરીઝના બૅનર હેઠળ બનાવવામાં આવ્યો છે. વફા ના રાસ આઈમાં તેની પહેલી રજૂઆતથી તેને પ્રેક્ષકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ વીડિયો રિલીઝ થયાના થોડા કલાકોમાં જ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. તેના મ્યુઝિક વીડિયો દ્વારા હેરસ્ટાઇલ અને સ્ટાઇલિંગનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

    વીડિયો બનાવવાના તેની સફર વિશે વાત કરતાં તેણે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે "આ મારા માટે ખરેખર પડકારજનક હતું, કારણ કે આ મારો પહેલો પ્રોજેક્ટ હતો. હું ભાગ્યે જ તકનિકી ભાષા જાણતી હતી, પણ સહ-અભિનેતા અને દિગ્દર્શક ખૂબ સહાય કરતા હતા.આ ગીત જાન્યુઆરી મહિનામાં કાશ્મીરમાં શૂટ કરવામાં આવ્યું હતું. આવા પ્રતિકૂળ હવામાનમાં શૂટિંગ કરવું ખરેખર મુશ્કેલ હતું, પરંતુ વફા ના રાસ આઈની સફર આનંદદાયક હતી એમ તેણે ઉમેર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે આરુષી નિ:શંક ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનઅને હાલ કેન્દ્ર સરકારમાં શિક્ષણપ્રધાન રમેશ પોખારિયાલની સુપુત્રી છે. આરુષી વૈશ્વિક ખ્યાતનામ કથક નૃત્યાંગના છે. ઉપરાંત તેણેકવિતા, સાહિત્ય અનેફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.