• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - asiatic lion
Tag:

asiatic lion

Lion Counting Gujarat Asiatic lion census to be held in Gujarat in two phases from May 10 to 13
રાજ્ય

Lion Counting Gujarat : ગુજરાતમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં યોજાશે એશિયાઈ સિંહની વસ્તી ગણતરી

by kalpana Verat April 21, 2025
written by kalpana Verat

Lion Counting Gujarat :  

  • કુલ ૧૧ જિલ્લાનો ૩૫ હજાર ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે
  • ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી
  • વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે
  • રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે
  • હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.

Lion Counting Gujarat Asiatic lion census to be held in Gujarat in two phases from May 10 to 13

 

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ સંભવિત તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.૧૦ થી ૧૧ અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના કુલ ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.

Lion Counting Gujarat Asiatic lion census to be held in Gujarat in two phases from May 10 to 13

રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

Lion Counting Gujarat Asiatic lion census to be held in Gujarat in two phases from May 10 to 13

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Lion Counting Gujarat Asiatic lion census to be held in Gujarat in two phases from May 10 to 13

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.

Lion Counting Gujarat :ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ:-

એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

Lion Counting Gujarat Asiatic lion census to be held in Gujarat in two phases from May 10 to 13

સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.

Lion Counting Gujarat :મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ

સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે, તેમ ગીર ફોરેસ્ટ, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Lion Counting Gujarat :સિંહનો ઇતિહાસ:-

હજારો વર્ષો પહેલા હિમ યુગ દરમિયાન મધ્ય યૂરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમ યુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઊગી નીકળતા સિંહ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઈજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જનીનિક અભ્યાસ દર્શાવે છે કે, એશિયાટિક અને આફ્રિકન સિંહ ૫૫ હજાર અને ૧ લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા.

નિષણતોના મંતવ્યાનુસાર સિંહ, ઇ.સ. ૬ હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. પરંતુ સિંધ અને બલૂચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઇ.સ.ના ૩૦ લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના ૬૦૦ વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી.

ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતનો અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા. મોટેભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે. સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે, તેણે જ્યારે માળવાના શક અને કાઠીયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણમુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહવિક્રમ ચાલુ કર્યું હતું.

 

April 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Asiatic Lion Video lion was crossing road with prey in its jaws suddenly turned around- after seeing the camera and
પાલતુ અને પ્રાણીઓ

Asiatic Lion Video : જડબામાં શિકાર લઇને જઇ રહ્યો હતો જંગલનો ‘રાજા’, પછી અચાનક જે થયું તે જોઇને રુંવાટા ઉભા થઇ જશે..

by kalpana Verat March 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Asiatic Lion Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર જંગલી પ્રાણીઓના વીડિયો જોવા મળે છે, જેમાં શિકારને લગતા ભયાનક દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સિંહ પોતાના શિકારને જડબામાં લઈને રસ્તો ક્રોસ કરી રહ્યો છે, જેને એક વ્યક્તિ પોતાના કેમેરામાં કેદ કરવાનું શરૂ કરે છે, પરંતુ કેમેરા જોઈને સિંહ ગુસ્સે થઈ જાય છે અને અચાનક પાછળ ફરીને તે વ્યક્તિ તરફ જોતો રહે છે અને પછી ભાગવા લાગે છે. 

 Asiatic Lion Video : શિકાર પકડ્યા પછી રસ્તો ક્રોસ કરતો સિંહ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહ પોતાના શિકારને પકડીને રસ્તો ક્રોસ કરી રહ્યો છે, જેને એક વ્યક્તિ પોતાના કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જંગલના રાજા તેને જોઈ લે છે અને અચાનક પાછળ ફરી જાય છે. ફરીને, સિંહ માણસ તરફ જુએ છે અને ગર્જના કરવાનું શરૂ કરે છે. આ પછી તે ભાગવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Ranthambore National Park (@ranthamboresome)

 Asiatic Lion Video : લોકોએ આપી પ્રતિક્રિયા 

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @ranthamboresome નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેની સાથે લખેલું કેપ્શન છે- ધ એશિયાટિક લાયન્સ ડાયરી, ગુજરાત ભારત. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ  વાયરલ થઈ ગયો. આ વીડિયો જોયા પછી લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ લખ્યું છે કે સિંહની આ પ્રતિક્રિયા અત્યંત અણધારી હતી, જ્યારે કેટલાક લોકોએ તેને જંગલના રાજાનું કુદરતી વર્તન ગણાવ્યું છે. વન્યજીવન નિષ્ણાતો કહે છે કે સિંહો સામાન્ય રીતે માણસો પર હુમલો કરતા નથી સિવાય કે તેમને ભય લાગે.  

આ સમાચાર પણ વાંચો:  Gujarat Lion Video: શિકારની શોધમા નીકળ્યો સાવજ, ડાલામથા ને જોતા જ બ્રિજ પર થંભી ગયા વાહનોના પૈડા.. જુઓ નજારો..

 Asiatic Lion Video : વન્યજીવ વિભાગની અપીલ 

દરમિયાન વન્યજીવન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ જંગલ સફારી અથવા આવા સ્થળોએ સિંહોને જોતી વખતે પૂરતું અંતર જાળવી રાખે, અને તેમને ઉશ્કેરવાનું કે તેમનું રેકોર્ડિંગ કરવાનું ટાળે. ક્યારેક સિંહો મનુષ્યોને ખતરો માનીને આક્રમક બની શકે છે. આ વિડીયો માત્ર રોમાંચક જ નથી પણ એ પણ દર્શાવે છે કે જંગલી પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનમાં વધુ પડતું દખલ કરવી ખતરનાક બની શકે છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Lion Video Asiatic lion stops traffic on Gujarat highway, stunning moment caught on camera!
પાલતુ અને પ્રાણીઓ

 Gujarat Lion Video: શિકારની શોધમા નીકળ્યો સાવજ, ડાલામથા ને જોતા જ બ્રિજ પર થંભી ગયા વાહનોના પૈડા.. જુઓ નજારો.. 

by kalpana Verat February 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Lion Video: સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા હૃદયદ્રાવક વીડિયો વાયરલ થતા રહે છે, જેને જોઈને  લોકોના શ્વાસ થંભી જાય છે. તાજેતરમાં, વન્યજીવનને લગતો એક આવો જ વીડિયો  વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ધ્રુજી જશો. વાયરલ થઈ રહેલા આ ચોંકાવનારા વીડિયોમાં, એક સિંહ રસ્તા પર ફરતો જોવા મળે છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા સિંહના આ વીડિયોને જોયા પછી આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.

Gujarat Lion Video: જુઓ વિડીયો 

गुजरात: सड़क पर शेर आने से थम गई वाहनों की रफ्तार। यह दृश्य भावनगर-सोमनाथ हाईवे का बताया जा रहा हैं। #Bhavnagar #Somnath #gujrat #forest #Lion#Animal@GujForestDept pic.twitter.com/6GvTFycShz

— rakesh bhatt (@rakeshbhat20017) February 18, 2025

આ વાયરલ વીડિયો ગુજરાતના ભાવનગર-સોમનાથ હાઇવેનો હોવાનું કહેવાય છે, જેમાં અચાનક એક સિંહ રસ્તા પર આવી જાય છે, જેને જોઈને ત્યાંથી પસાર થતા વાહનોની ગતિ અચાનક થંભી જાય છે. જેમાં કાર, ટ્રક અને બાઇકનો સમાવેશ થાય છે. સિંહ પસાર થાય તે માટે લોકોને 15 મિનિટ રાહ જોવી પડી. આ વીડિયો રસ્તાની સામેની બાજુએ ઉભી રહેલી એક કારમાંથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. 

વીડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું કે, ‘ભાવનગર-સોમનાથ હાઇવે પર ટ્રાફિક થોડા સમય માટે ઠપ થઈ ગયો જ્યારે અચાનક એક એશિયાટિક સિંહ રસ્તા પર આવી ગયો.’ જંગલના રાજાને જોતાં જ, બધી કાર, ટ્રક અને બાઇકો થંભી ગયા અને લગભગ 15 મિનિટ સુધી વાહનો આગળ વધ્યા નહીં. આ વીડિયો રસ્તાની બીજી બાજુ પાર્ક કરેલી કારમાંથી લેવામાં આવ્યો છે. જોકે, સિંહ હાઇવે પર ઢાળ પરથી નીચે એક મંદિર તરફ ગયો.

Gujarat Lion Video: ભારતમાં સૌથી વધુ સિંહો ગુજરાતમાં

ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી વધુ સિંહો ગુજરાતમાં છે. તેથી, અહીં સિંહોને આ રીતે જોવા એ કોઈ નવી વાત નથી. અગાઉ, જિલ્લાના એક રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે કુલ 6 સિંહ અને સિંહણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમરેલી જિલ્લામાં વન્યજીવોની અવરજવર વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો  : Lion School Video : શિકારની શોધમાં સિંહ શાળામાં ઘૂસ્યો, વાછરડાનો કર્યો શિકાર ; જુઓ વિડીયો..

 Gujarat Lion Video: રસ્તાઓ પર જંગલી પ્રાણીઓની અવરજવર વધી રહી છે

જણાવી દઈએ કે ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહોની હિલચાલને કારણે તેમના માટે ખતરો વધી ગયો છે. આ કારણે ઘણા સિંહો ઘાયલ થયા છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે. ગીર વન્યજીવન અભયારણ્યની સરહદે આવેલા ગામડાઓમાં સિંહો રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને પાળેલા પશુઓનો શિકાર કરતા હોવાના વીડિયો હવે સામાન્ય બની ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્યપાલતુ અને પ્રાણીઓ

Gujarat Wildlife Population: ‘પ્રાણીઓ – યાયાવર પક્ષીઓ’ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય, રાજ્યમાં મોર, દીપડા સહિત ૨૧ પ્રજાતિઓની નોંધાઈ આટલા લાખથી વધુ વસ્તી..

by Hiral Meria December 3, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarat Wildlife Population:  ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ – યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે. વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં મોર,નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. 

આ ઉપરાંત રાજ્યના ( Gujarat Wildlife Population ) વિવિધ જળ પ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષે ૨૦૨૪માં અંદાજે ૧૮ થી ૨૦ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૦માં થોળ પક્ષી અભયારણ્યમાં ૩૧,૩૮૦ પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને ૧.૧૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૧૦માં ૧.૩૧ લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪માં ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં ( Nalsarovar Bird Sanctuary ) જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો નોંધાયો છે. જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદશનમાં વન વિભાગ ( Forest Department ) સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી-પક્ષી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી 

કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વસ્તી અંદાજ- ગણતરી ૨૦૨૩ મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર ૨.૮૫ લાખથી વધુ, નીલગાય ૨.૨૪ લાખથી વધુ, વાંદરા ૦૨ લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા. 

આ ઉપરાંત ૯,૧૭૦ કાળીયાર, ૮,૨૨૧ સાંભર, ૬,૨૦૮ ચિંકારા, ૨,૨૯૯ શિયાળ, ૨,૨૭૪ દિપડા, ૨,૨૭૨ લોંકડી, ૨,૧૪૩ ગીધ, ૧,૪૮૪ વણીયર, એક હજારથી વધુ ચોશીંગા આ સિવાય નાર/ વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ ૯.૫૩ લાખથી વધુ પ્રાણીઓ ( Wildlife Population ) નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ એશિયાઈ સિંહની ( Asiatic lion ) સંખ્યા ૬૭૪થી વધુ, વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ ૬૮૦ જેટલી ડોલ્ફિન તેમજ ૭,૬૭૨ જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.

આ સમાચાર પણ વાંચો :  PRAGATI PM Modi: ઓક્સફર્ડ યુનિવર્સિટીએ PM મોદીના ‘પ્રગતિ’ પ્લેટફોર્મની કરી પ્રશંસા, પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતા કહી ‘આ’ વાત..

Gujarat Wildlife Population: વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ:

  વન વિભાગની વન્યપ્રાણી શાખા દ્વારા રાજ્યના તમામ જિલ્લા સ્તરે ઉપસ્થિત થતા વન્યપ્રાણીઓ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ અર્થે વન્યપ્રાણીઓના અવર જવર વાળા વિસ્તાર તેમજ સ્થાનિક લોકોના નિવાસના વિસ્તારોમાં વન્યપ્રાણી રેસ્ક્યુ રીલિઝ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. વન્યપ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણ નિવારવા અંગેના વિવિધ ઉપાયો સતત  હાથ ધરવામાં આવી રહ્યા છે.

 કેન્દ્ર સરકાર ( Central Government ) દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી મળી છે. આ બ્રિડીંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં  બ્રિડીંગ સેન્ટર ખાતે બ્રિડીંગ માટે રાખવામાં આવેલા વન્યપ્રાણીઓ તેમજ નવા જન્મેલ વન્યપ્રાણીઓ બ્રિડીંગ માટે જરૂરીયાત મુજબના વન્યપ્રાણીઓ રાખી અન્ય બ્રિડીંગ સેન્ટર તેમજ જંગલ વિસ્તારમાં સરપ્લસ વન્યપ્રાણીઓ મુકત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન વન વિભાગ દ્વારા ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે. 

દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ ( World Wildlife Conservation Day ) ઉજવાય છે. આ દિવસે લુપ્તથતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યજીવો અને પક્ષીઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે રાજ્યના નાગરિકો માટે ગૌરવની વાત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Gujarat Police Sniffer Dogs: ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, છેલ્લા છ મહિનામાં ટીમે સફળતાપૂર્વક આ ગુનાઓ ઉકેલવામાં ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા..

December 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lion Family Amreli Majestic pride of 12 lions cross highway in Gujarat's Amreli. Rare video is viral
પાલતુ અને પ્રાણીઓ

Lion Family Amreli : અદભુત નજારો, ગુજરાતના અમેરલીમાં રસ્તા પર જોવા મળ્યું 12 સિંહોનું ટોળું, જુઓ વીડિયો..

by kalpana Verat November 11, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Lion Family Amreli :  ગુજરાતના અમરેલીમાં દરરોજ સિંહો જોવાના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. અહીં ફરી એકવાર સિંહોનું જૂથ જોવા મળ્યું છે. અમરેલી રાજુલા નજીક નેશનલ હાઇવે પર મોડી રાત્રે 10થી 12 સિંહોનું ટોળું ઘૂસી ગયું હતું. આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. આમ કહેવાય છે કે સિંહોના ટોળા ના હોય… પરંતુ આ વીડિયો જોયા બાદ ગુજરાતી કહેવત પણ ખોટી પુરવાર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.  વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહોનું ટોળું ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી ગયું છે. 

Lion Family Amreli : જુઓ વિડીયો

 

રાજુલા પાસે 12 સિંહોનું ટોળું કેમેરામાં કેદ!

રાજુલાથી પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક આસપાસ ગામડા અને ટ્રેકની આજુ બાજુમાં આવેલ સિમ વિસ્તારમાં સિંહોની અવર જવર સતત ચાલુ રહે છે..

12 સિંહોનું ટોળું દેખાતા રસ્તા પર જતાં રાહદારીઓના પૈડાં થંભી ગયા હતા.. #Rajula #Gir #Gujarat pic.twitter.com/UV1aNSsqX8

— Sagar Patoliya (@kathiyawadiii) November 11, 2024

સિંહોનું એક જૂથ શિકારની શોધમાં આ ગામમાં આવી પહોંચ્યું હોવાના અહેવાલ છે. રાજુલાના કોવાયા ગામ નજીક પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સિંહ, સિંહણ અને સિંહબાળ સહિતનો આખો પરિવાર શિકારની શોધમાં અચાનક રોડ પર જોવા મળતાં ત્યાંથી પસાર થતાં રાહદારીએ મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

Lion Family Amreli : આ પહેલા પણ  સિંહોના ટોળા જોવા મળી ચૂક્યા છે 

ગુજરાતના ગીર જંગલમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં સિંહોનું ટોળું દરરોજ જંગલમાંથી બહાર નીકળતું જોવા મળે છે. આ પહેલા પણ અમરેલીમાં સિંહો જોવા મળી ચૂક્યા છે. જૂનમાં જાફરાબાદના બારકોટ ખાણ વિસ્તારમાં સિંહોનું એક જૂથ જોવા મળ્યું હતું. ટોળામાં 12 સિંહો હતા જેમાં 9 સિંહણ અને 3 સિંહણનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો:  Theft video : ગજબની લૂંટ, ધોળા દિવસે મહિલાઓએ કરી ચોરી, ગણતરીની મિનિટોમાં 16 લાખના દાગીનાની કરી લૂંટ.. જુઓ વિડીયો.

 

November 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A grand celebration of 'World Lion Day' at Sasan-Gir, release of these three books by Forest Department by CM Bhupendra Patel..
રાજ્યપાલતુ અને પ્રાણીઓ

World Lion Day Gir: સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ગૌરવપૂર્ણ ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન વિભાગના આ ત્રણ પુસ્તકોનું વિમોચન..

by Hiral Meria August 10, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

World Lion Day Gir: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ( Bhupendra Patel ) અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ( Sasan Gir ) ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. સંત, શૂરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં આ ઉજવણીમાં વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.  

મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને સાકાર કરવા માટે વિરાસતની જાળવણી સાથે વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું કે, પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી એ ફક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે એમ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા જીવન વ્યવહારમાં પણ દરેક જીવ માટે પરોપકાર અને ‘જીવો અને જીવવા દો’ની ભાવના વણાયેલી છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રાણીમાત્ર પ્રત્યેની દયા અને અનુકંપાની પ્રતિતિ કરાવતા પ્રસંગને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, તાઉ’તે વખતે સૌરાષ્ટ્રમાં થયેલી ખુવારીની વિગતો મેળવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જંગલમાં રહેલા પશુ-પંખીઓની રક્ષા અને માવજત પણ માનવજીવ સાથે થાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવા માટે માર્ગદર્શન આપતા હતા. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેમ આપણે જીવીએ છીએ તેમ પ્રાણીઓ કેવી રીતે કુદરતી રીતે શાંતિથી જીવી શકે, ઉછરી શકે અને મુક્તપણે વિહરી શકે તેવો આપણો ધ્યેય હોવો જોઈએ. ગીરમાં ( Gir Lions ) વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસતી વધી છે.

ગરવા ગિરનારની ગોદમાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં સહભાગી થઈને સૌને વન્યજીવોના રક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં વાવાઝોડા જેવી પ્રાકૃતિક આફતો વખતે માનવજીવનની સાથોસાથ સિંહ સહિત વન્યજીવોની રક્ષા માટે પણ એટલી જ ચિંતા… pic.twitter.com/kkK0dOWNti

— Bhupendra Patel (@Bhupendrapbjp) August 10, 2024

મુખ્યમંત્રીશ્રીએ ( Bhupendra patel Sasan Gir ) દેશભરમાં ઉજવાઈ રહેલા ‘તિરંગા અભિયાન’ વિશે વાત કરતા જણાવ્યું કે, દેશ પ્રત્યે માન, સન્માન અને સ્વાભિમાન જન્મે તે માટે વડાપ્રધાનશ્રીએ દેશના જન-જનને જોડતા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે. ‘એક પેડ મા કે નામ’ જેવા વૃક્ષ સંરક્ષણના અભિયાન દ્વારા માં ની સ્મૃતિ સાચવીને પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરી શકાય તેનો સંદેશો પણ વડાપ્રધાનશ્રીએ આપ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રકૃતિ રક્ષણના જતન-સંવર્ધનની મહત્તા સમજાવતા કહ્યું કે, દિવસે-દિવસે પૃથ્વી પરથી વૃક્ષોનું આવરણ ઘટવાના કારણે આજે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યાં છીએ. ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ થાય છે. આ બધી સમસ્યાઓથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણનું જતન કરવાનો છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, વિરોધીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો, ચીફ જસ્ટિસને આપવું પડ્યું રાજીનામું..

મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, ‘વિશ્વ સિંહ દિવસ’ જેવાં દિવસની ઉજવણી વર્ષમાં ભલે એકવાર કરવામાં આવે છે પરંતુ આવા કાર્યક્રમમાં આવવાથી વિદ્યાર્થીઓને પ્રકૃતિના જતન-સંવર્ધનની એક શીખ પણ મળશે તો આ પ્રકૃતિના રક્ષણ માટેનું મોટું કદમ લેખાશે.

મુખ્યમંત્રીશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનૌ પ્રયાસ સાથે આપણા દૈનિક જીવનની ક્રિયાઓમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને પર્યાવરણના જતનના આયામો અમલમાં મૂકવા માટેની હાર્દિક અપીલ પણ આ તકે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ તાલાલા અને મેંદરડા વચ્ચે રોડ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીને કરેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપીને આ રોડ બનાવવાની માંગ સ્વીકારવાની અનુમતિ આપી હતી.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ ( Mulubhai Bera ) વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, ‘એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે. ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે. અખૂટ સુંદરતાના કારણે પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓને ગીર આકર્ષી રહ્યું છે. અહીં ખળખળ વહેતી અને સંતાકૂકડી કરતી નદીઓ અને ગીરના ઢોળાવો પ્રાકૃતિક રચનાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગીર એ ગુજરાતના કાઠિયાવાડનું સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થાકેન્દ્ર બન્યું છે. વનવિભાગ ( Gujarat Forest Department ) અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થયો છે.

આખા વિશ્વમાં એશિયાઈ સિંહ ( Asiatic lion ) સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિચરણ કરે છે. જેમાં ગુજરાત સરકાર અને વનવિભાગની સાથે માલધારી ભાઈઓ અને સ્થાનિક નાગરિકોનો મોટો ફાળો છે. લોકભાગીદારી નાગરિકો જાગૃત થાય ત્યારે જ આ કાર્ય શક્ય બને છે. એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ વસવાટ કરતા હોય તેનું ગૌરવ લેવાની સાથે જ સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી પણ આપણી છે. લોકજાગૃતિ જ્ઞાન અને સહયોગના કારણે આ શક્ય બન્યું છે.

‘વિશ્વ સિંહ દિવસ’ના ઉપલક્ષમાં વનવિભાગ દ્વારા ૭૫ લાખ લોકોને ટેક્સ્ટ મેસેજ અને ૩ લાખ લોકોને મેઈલ દ્વારા જાગૃતિ અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યમા સિંહનો વસવાટ ધરાવતા ૧૧ જિલ્લાઓમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે જનજાગૃતિ દ્વારા સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, તેની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.

તેમણે સિંહની વસ્તીના આંકડા આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં ૬૭૪ જેટલા સિંહ નોંધાયા છે. સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સિંહના રહેઠાણ, ખોરાક, સંવર્ધન, રિહેબિલિટીશન, સંશોધન, પ્રાકૃતિક શિબિરોનું આયોજન સહિત ઈકોક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ સાથે કરવામાં આવી રહ્યાં છે.’

વન અને પર્યાવરણના અગ્ર સચિવ શ્રી સંજીવકુમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘એશિયાઈ સિંહ ગીર અને આજુબાજુના વિસ્તારમાં કુદરતી રીતે વિચરણ કરે છે. સિંહ સંરક્ષણમાં સ્થાનિક લોકોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.’

આ સમાચાર પણ વાંચો:  Indian Hockey Team: સ્વદેશ પરત ફરી ભારતીય પુરૂષ હોકી ટીમ, ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ તેમના શાનદાર પ્રદર્શન માટે કર્યું ટીમનું સન્માન..જાણો વિગતે

‘ભારતમાં આ ઉજવણીની શરૂઆત વન અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયાસથી ૨૦૧૬થી કરવામાં આવી છે. જેમાં પ્રકૃતિ પ્રેમીઓ, જનપ્રતિનિધિઓ, ગુજરાત સરકારના વિવિધ વિભાગ વગેરે ભાગ લે છે.’

આ ઉજવણીમાં સિંહ સંરક્ષણ પ્રત્યેની લાગણી રહેલી છે. ગત વર્ષે સિંહ દિવસની ઉજવણીમાં ૧૫ લાખથી વધુ લોકો સહભાગી થયા હતાં. જ્યારે આ વર્ષે ૧૬ લાખ લોકો સહભાગી થયાં છે. વનવિભાગના પ્રયત્નોના કારણે વર્ચ્યુઅલ માધ્યમ અને પ્રત્યક્ષ રીતે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી વધુને વધુ લોકો સિંહ સંરક્ષણ પ્રત્યે જાગૃત થાય તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કાર્યક્રમના ભાગરૂપે, સિંહોના મોનિટરીંગ અને વ્યવસ્થાપન અંગેના પુસ્તક તેમજ ગીર વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓ ઉપરાંત પક્ષીઓ અંગેના પુસ્તકનું વિમોચન કર્યું. તેમજ, ગીર ખાતે કાર્યરત ઈકો ડેવલપમેન્ટ સમિતિઓને સામુહિક કામો માટેના ચેકનું વિતરણ કર્યું.

વિકાસની સાથોસાથ પ્રકૃતિની કાળજી લેવા… pic.twitter.com/bwSEqWC5tc

— Bhupendra Patel (@Bhupendrapbjp) August 10, 2024

મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ‘કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન: ઈન્ટીગ્રેટેડ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ ઈકોલોજિકલ મોનિટરિંગ’, ‘પોપ્યુલેશન સ્ટેટસ ઓફ વાઈલ્ડ પ્રે ઈન ગીર પ્રોટેક્ટેડ એરિયા’ અને ‘રીઈન્ટ્રોડક્શન અને સેટેલાઈટ ટેલિમેટ્રી ઓફ ઈન્ડિયન ગ્રે હોર્ન બીલ ઈન ગીર’ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ ગીર ખાતે કાર્યરત ઈકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે 89 લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.

આજના અવસરે, માનનીય કેન્દ્રીય પર્યાવરણ તથા વન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીએ વિશ્વ સિંહ દિવસ અંગે શુભકામનાઓ વ્યક્ત કરી હતી, તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રકૃતિ તેમજ વન્યજીવોની રક્ષા માટે અમલમાં મૂકવામાં આવેલ ‘પ્રોજેક્ટ લાયન’ અને ‘મિશન લાઈફ’ સહિતના… pic.twitter.com/pSj8MDZKU5

— Bhupendra Patel (@Bhupendrapbjp) August 10, 2024

આ અવસરે, સાસણ ગીર ખાતે સિંહ સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક દર્શાવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવનો શુભેચ્છા સંદેશ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા સિંહ સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એન.શ્રીવાસ્તવે આભારવિધિ કરી હતી.

સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિશભાઈ ઠુંમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, જૂનાગઢ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા, મુખ્ય વન સંરક્ષક શ્રી આરાધના સાહૂ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિત અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુ.ડી.સિંઘ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એ.પી.સિંઘ., અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ડો. જયપાલ સિંઘ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ. કે. શ્રીવાસ્તવ, મુખ્ય વન સંરક્ષક શ્રી આરાધના સાહુ, અગ્રણી સર્વ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, કિરિટભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા તેમજ સાસણ ગીરના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ડો.મોહન રામ, વન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, શિક્ષકો-વિદ્યાર્થીઓ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:  PM Modi: પ્રધાનમંત્રી મોદી આવતીકાલે આટલા પાકોની 109 જાતો બહાર પાડશે, ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પણ કરશે વાતચીત

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

August 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
104 leopards, 236 species of birds and 126 species of trees in Surat district
સુરત

Wildlife Week-2023: સુરત જિલ્લામાં ૧૦૪ દીપડા, પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ: દીપડાઓની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો નોંધાયો

by Hiral Meria October 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Wildlife Week-2023:  પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય છે. વનવિભાગ દ્વારા વનકર્મીઓ, પ્રકૃત્તિ સંરક્ષકો અને જાગૃત્ત નાગરિકોને તાલીમ આપવાની સાથોસાથ તેમની સારી કામગીરી માટે સન્માનિત પણ કરવામાં આવે છે. ગુજરાતમાં તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦ ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

                 ભારતમાં વનસંપદા અને વન્યજીવ સંરક્ષણ માટે ભારતના કુલ જમીની ક્ષેત્રફળનો ૪.૭ ટકા વિસ્તાર વન્યજીવો માટે સુરક્ષિત વિસ્તાર (Wildlife Protected Area) જાહેર કરાયો છે. વિશ્વમાં એકમાત્ર ગુજરાતના જંગલોમાં એશિયાઈ સિંહ (Asiatic Lion) અને ભારતીય ઘુડખર (indian wild ass) વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે.

https://www.newscontinuous.com/wp-content/uploads/2023/10/104-leopards-236-species-of-birds-and-126-species-of-trees-in-Surat-district-1.webp

https://www.newscontinuous.com/wp-content/uploads/2023/10/104-leopards-236-species-of-birds-and-126-species-of-trees-in-Surat-district-1.webp

            મુખ્ય વન સંરક્ષક ડો.કે.શશીકુમારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૫૦,૦૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે. જેમાં ડુમસ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વન વિસ્તારમાં દીપડા, શિયાળ, હરણ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર, વરૂ, રોઝ, ચોશિંગા, ભેંકર જેવા જુદી-જુદી પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે. 

                 વરૂ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર એમ આ ચાર પ્રજાતિઓના પ્રાણીઓની સંખ્યા ૭૨૦ છે, ઉપરાંત, રોઝ, ચોશિંગા અને ભેંકરની કુલ સંખ્યા ૧૬૫૨ છે. ૨૦૧૮થી ૨૦૨૩ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં દીપડાની સંખ્યામાં નોંધનીય ૬૩ ટકાના વધારો થયો છે. અગાઉ સુરત જિલ્લામાં ૨૦૧૮માં ૪૦ દીપડા હતા, પરંતુ વન્યપ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનની કામગીરીને કારણે વધીને ૨૦૨૩માં ૧૦૪ દીપડા નોંધાયા છે, એટલે કે દીપડાની વસ્તીમાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. સુરત જિલ્લામાં પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ જોવા મળે છે. રાજ્ય સરકારની ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવા ઘાયલ પક્ષીઓની સારવાર આપે છે, તથા વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર વોટ્સએપ મેસેજ કરી સારવાર કેન્દ્રની વિગત મેળવી શકાય છે એમ ડો.શશીકુમારે જણાવ્યું હતું.

https://www.newscontinuous.com/wp-content/uploads/2023/10/104-leopards-236-species-of-birds-and-126-species-of-trees-in-Surat-district-1.webp

https://www.newscontinuous.com/wp-content/uploads/2023/10/104-leopards-236-species-of-birds-and-126-species-of-trees-in-Surat-district-1.webp

જન-જનને જીવાડવા માટે જંગલો અને તેની સંપદાને જીવાડવી અનિવાર્ય

                   સ્વતંત્રતા પછી તુરંતના વર્ષોમાં કેન્દ્ર સરકારે અમૂલ્ય વન પ્રાણી સંપદાના રક્ષણ માટે કેટલીક જોગવાઈઓ અને વ્યવસ્થાઓ કરી. ત્યારથી વન્ય પ્રાણીઓના રક્ષણમાં લોકોને જોડવા અને સમુદાયોમાં તેમની જાળવણીની જાગૃતિ વ્યાપક બનાવવા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાય છે. જ્યારે યુનોના ઠરાવ થી ૩ જી માર્ચના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. 

                એક અંદાજ પ્રમાણે જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં ૨૫૦ થી ત્રણસો મિલિયન (૨૫ થી ત્રીસ કરોડ) લોકો રહે છે. જેઓના ખોરાક, રહેઠાણ, ઊર્જા અને ઔષધિઓ જેવી જરૂરિયાતો જંગલ પૂરી કરે છે. જંગલો, તેના નિવાસીઓ અને આસપાસના નિવાસીઓ માટે રોજીરોટીનો સ્રોત છે. એટલે જંગલો અને તેની ફ્લોરા ફાઉના એટલે કે વનસ્પતિ અને પ્રાણી વિવિધતા સાચવી અને વધારીને લોકોને અને ધરતીને ટકાવી શકાશે. વનનિર્ભર એવા આ નાગરિકો અને પ્રાણીઓના કલ્યાણ માટે જંગલો અને જંગલ જીવોને સાચવવા જ પડશે. એટલે જ જંગલ અને જંગલ જીવોને આબાદ રાખવા એ દયા નથી, પણ માનવજાતને જીવતી રાખવાનો વ્યાયામ છે. જન-જનને જીવાડવા માટે જંગલો અને તેની સંપદાને જીવાડવી અનિવાર્ય છે.

આ સમાચાર પણ વાંચો : Surat : સચિન-લાજ્પોર વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ: દુકાનદારો તથા જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંડ વસુલ્યો

           વન્ય પ્રાણીઓ પ્રકૃતિનું અભિન્ન અંગ છે. તેમના અસ્તિત્વને ટકાવી રાખવા અને દુર્લભ પ્રાણીઓ પ્રત્યે માનવજાતમાં દયાભાવ અને લાગણી ઉભી થાય, પ્રાણી તથા માનવ વચ્ચે રહેલા નૈસર્ગિક સેતુને અતૂટ રાખી લુપ્ત થતા તેમજ અન્ય તમામ વન્યપ્રાણીઓને બચાવવા વનવિભાગને મદદરૂપ થવું એ સભ્ય નાગરિક તરીકે આપણી ફરજ છે.

https://www.newscontinuous.com/wp-content/uploads/2023/10/104-leopards-236-species-of-birds-and-126-species-of-trees-in-Surat-district-1.webp

https://www.newscontinuous.com/wp-content/uploads/2023/10/104-leopards-236-species-of-birds-and-126-species-of-trees-in-Surat-district-1.webp

આપણે વન્યજીવોના રક્ષણમાં કઈ રીતે મદદરૂપ થઈ શકીએ?

રાત્રિના સમયે તમામ રસ્તા તથા ખાસ કરીને જે જંગલ વચ્ચેના રસ્તાઓ પરથી પસાર થઈએ ત્યારે વાહન ધીમુ ચલાવવું જોઈએ.

ખેતરોમાં ખુલ્લા વીજ કરંટ ન મુકીએ. આ દંડનીય અપરાધ છે. ખુલ્લા કુવાઓ કરતે પેરાકીટ વોલ કે કેન્સીંગ કરીએ.

વન્યપ્રાણીઓ બાબતની ખોટી અફવાઓ અને અંધશ્રધ્ધાથી બચવું.

આપણી આસપાસ સીમ-વગડા કે બૃહદ્દ ગીરમાં વસવાટ કરતા શિકારી કે તૃણાહારી વન્યજીવોને હેરાન પરેશાન ન કરીએ. તેના રોજિંદા જીવનમાં ખલેલ ઊભી ન કરીએ. તેમના વ્યવહાર અને સ્વભાવને સમજીએ.

104 leopards, 236 species of birds and 126 species of trees in Surat district

104 leopards, 236 species of birds and 126 species of trees in Surat district

વન્ય પ્રાણીને દોડાવવું, હેરાન કરવું, ચીડાવવું, ઈજા કરવી કે મારવું, વન્યપ્રાણીઓને ખોરાક આપીને લલચાવવું, પાળવું કે પાસે બોલાવવું એ પણ એ વન્યજીવ સંરક્ષણ ધારા ૧૯૭૨ ની કલમ -૯ મુજબ ગુનો બને છે. આ બાબતે ધ્યાન રાખીએ.

વન્યપ્રાણીઓના રહેઠાણ અને વસવાટને બચાવીએ.

આપણી આજબાજુ વન્યજીવો કે તેના અંગોનો વેપાર થતો જોવા મળે તો વન વિભાગને જાણ કરી જાગૃત નાગરિક તરીકેની કરજ બજાવીએ (બાતમી આપનારનું નામ ગોપનીય રાખવામાં આવે છે). 

સરિસૃપ વર્ગના પ્રાણીઓ જેવા કે સાપ, ઘો વગેરે ખેડૂતના મિત્રો છે, તેને બચાવીએ.

કોઈ વન્યપ્રાણી ઈજાગ્રસ્ત જણાય તો તુરંત વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ. 

વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતા જાગૃત્તિ કાર્યક્રમો, વન્યપ્રાણી સપ્તાહ, કરૂણા અભિયાન વગેરેમાં હોંશભેર જોડાઈએ.

 

October 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lion Video : Lion King Enjoying Tides Of Arabian Sea On Gujarat Coast
પ્રકૃતિ

Lion Video : જૂનાગઢના બીચ પર લટાર મારતો એશિયાટિક સિંહ, દ્રશ્યો જોઈને નાર્નિયા ની આવી યાદ, જુઓ વિડિયો..

by Hiral Meria October 5, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Lion Video : તમે સિંહને ( Lion  ) જંગલમાં અન્ય પ્રાણીઓનો શિકાર કરતા જોયા જ હશે. તે ક્યારેય શાંત જગ્યાએ જઈને કુદરતનો આનંદ માણતો હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી. પરંતુ હવે એક સિંહનો વીડિયો ( Video ) સામે આવ્યો છે, જેમાં તે બીચ ( Beach ) પર લટાર મારતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ( Gujarat ) જૂનાગઢમાં ( Junagadh ) અરબી સમુદ્રમાં ( Arabian Sea ) લટાર મારતા એશિયાટિક સિંહના ( Asiatic Lion ) દુર્લભ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. વાયરલ થયેલી એક તસવીરમાં એક સિંહ એક અતિવાસ્તવ અને મનમોહક ક્ષણ બનાવીને હળવા મોજા તરફ જોતો જોવા મળે છે.

જુઓ વિડીયો

સામાન્ય રીતે સિંહ પાણીમાં લાંબો સમય રહેવાનું પસંદ કરતો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહ સમુદ્ર કાંઠે પહોંચ્યો હોય એવો કદાચ નોંધાયેલો આ બીજો પ્રસંગ છે. હકીકત એ છે કે સિંહો પણ ઉત્ક્રાંતિ મુજબ પરિવર્તન સ્વિકારી રહ્યા છે. #Asiaticlion #Narnia #WildlifeWeek2023 pic.twitter.com/WGbTGM3GWh

— Lalit Khambhayata (@lalitgajjer) October 2, 2023

બીચ પર મજા માણતો એશિયાટિક સિંહ ( Asiatic Lion)

આ ક્લિપ 23 સેકન્ડની છે જેમાં જોઈ શકાય છે કે સિંહ સમુદ્રના ઉછળતા મોજાની નજીક ઉભો છે. તે એકદમ શાંતિથી મોજાઓને જોઈને ઉભો છે. તે એક વાર કેમેરા તરફ પણ જુએ છે પણ પછી સીધો આગળ જોવા લાગે છે. સિંહનું આ વલણ લોકોને એકદમ વિચિત્ર લાગ્યું, કારણ કે તમે ભાગ્યે જ જંગલની દુનિયાના રાજાને સમુદ્રના મોજાને આ રીતે જોતા જોયા હશે. આ ક્લિપ શેર કરતી વખતે, IFS અધિકારી સુશાંત નંદાએ પણ લખ્યું – વિટામિન સીની ઉણપનો સ્પષ્ટ કેસ…. ગુજરાતના આ વિચિત્ર નજારાનો વાયરલ ફોટો તમે જોયો જ હશે. હવે વિડિયો માણો.

આ સમાચાર પણ વાંચો : Andhra Pradesh Assembly Election 2024: દક્ષિણ ભારતમાં ભાજપને વધુ એક ફટકો, અભિનેતા પવન કલ્યાણની આ પાર્ટીએ NDA સાથે ફાડ્યો છેડો.. જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં..

 વીડિયો થયો વાયરલ

 પ્રવીણ કાસવાને, જેઓ તેમના વન્યપ્રાણી સંરક્ષણ પ્રયાસો માટે જાણીતા છે, તેમણે એશિયાટિક સિંહો પર એક સંશોધન પેપર શેર કર્યું, જેમાં દરિયાકાંઠાની આસપાસના સિંહોના ગુફાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો. મોહન રામ અને અન્યો દ્વારા “કિનારે વસવાટ કરો: એશિયાટિક સિંહોના આવાસ અને વસવાટનું વિતરણ” શીર્ષકના અભ્યાસ મુજબ, એશિયાટિક સિંહો, જે મુખ્યત્વે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે, તેઓ વધુને વધુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે.

October 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Asiatic lion spotted in Gujarat’s Barda 1st time since 1879
પ્રકૃતિ

બરડા અભયારણ્યમાં સિંહ દેખાયો, એશિયાટિક સિંહ છેક 143 વર્ષ પછી પ્રવેશ્યો..

by Dr. Mayur Parikh January 20, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ માહિતી આપી હતી કે, લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો.

આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો ‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાલ’ આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29, 2022ના રોજ તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે ‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાલ’ દસ્તાવેજ અનુસાર, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે. જ્યાં 40 વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરીયાકાંઠાના જંગલોમાં રહી શકે વન્યજીવની સમૃદ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો રાજ્યસભા સાંસદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કિંમતી વન્યજીવની સમૃદ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટિક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક સમુદાયોની સંયુક્ત દેખરેખ હેઠળ થયેલા સિંહના કુદરતી અને આપમેળે જ થયેલાં સ્થળાંતરને પ્રોજેક્ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ફટકો: બેંકે બદલી દીધો આ નિયમ, હવે એકાઉન્ટમાંથી ઓટોમેટિક કપાઈ રહ્યા છે રૂપિયા!

એશિયાટિક સિંહોના બીજા ઘર તરીકે બરડા અભાયરણ્ય પરિમલ નથવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણાં સિહોંની ભલાઈ માટે એટલાં જ આતુર અને ચિંતાતુર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ફોરેસ્ટર અને વન્યજીવ પ્રેમીઓ માટે મોટીવેશન અને પ્રોત્સાહનના સ્ત્રોત છે. બરડા વન્યજીવ અભાયરણ્યને એશિયાટિક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે અમારા તરફથી જે પણ મદદની જરૂરી હોય તે પૂરી પાડવા માટે હું તૈયાર છું. બરડા વન્યજીવ અભયારણ્ય સિંહો માટે સાનુકૂળ ઘર ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ કરી છે, જ્યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્થાપિત થશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગીરના ઘણાં વિસ્તારો સાથે ઇકો-ક્લાયમેટીક અને માનવ સમુદાયની સમાનતા બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટે સાનુકૂળ ઘર બનાવે છે. સિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટના છે અને બરડા વન્યજીવ અભયારણ્યના સમાન સાનુકૂળ વાતાવરણમાં આ રાજવી પ્રાણીની વધતી જતી સંખ્યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે, જ્યાં છેલ્લે તેમની હાજરી 1879માં નોંધાઈ હતી

January 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
પ્રકૃતિ

ગીર જંગલમાં તરાપ મારી બે સિંહે ગાયને લોહિયાળ કરી દીધી, ગાયે એવી હિંમત બતાવી કે, ઉભી પૂંછડીએ ભાગ્યા સાવજ  

by kalpana Verat December 6, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

સિંહો (lion) ને દોડાવી દોડાવીને હંફાવી દીધા ગીર નજીક જંગલ (Gir) માં બે સાવજો શિકારની શોધમાં હતા. ત્યાં બંને સિંહોઓને જંગલમાં ગાય નજરે પડતાં તેના પર હુમલો કર્યો હતો અને તેનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો. ડાલામથ્થાએ ગાય પર હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ તેમ છતાં ગાયે (Cow) મોત સામે લડી બંને સિંહોને ભગાડ્યા હતા. જે વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગાયે મોત સામે લડી ડાલામથ્થાને ભગાડ્યા ગીરના વનરાજાએ ગાય પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પરંતુ તેમ હોવા છતાં ઇજાગ્રસ્ત ગાયે (Cow) પોતાનો જીવ બચાવવા હિમ્મતભેર મોત સામે લડી બે સિંહોને ભગાડ્યા હતા. આ જોતા સોરઠના કવિ ઝવેરચંદ મેઘાણીની કવિતા ચૌદ વરસની ચારણ કન્યા જરૂર યાદ આવે. જેમાં એક ચૈદ વરસની બાળકી સિંહને દોડાવી રહી છે.

#ગીર જંગલમાં તરાપ મારી બે #સિંહે #ગાયને લોહિયાળ કરી દીધી, ગાયે એવી હિંમત બતાવી કે, ઉભી પૂંછડીએ ભાગ્યા #સાવજ
#Gujarat #girforest #Lion #cow #fight #viralvideo #newscontiuous pic.twitter.com/SSXubY6Z2G

— news continuous (@NewsContinuous) December 6, 2022

મેધાણીએ તેનું વર્ણન જે રીતે કર્યુ તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યાં હતા. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓના આટાફેરા સામાન્ય બની ગયા છે. તેઓ સહેલાઇથી શિકાર (Fight) પણ મેળવી લેતા હોય છે. ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ ગાય ઉપર હુમલો કરે છે. બાદમાં ગાય પીઠ પર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હિંમત કરી મહામુસીબતે ઉભી થઇ હતી. અને સિંહોની પાછળ દોટ મુકતા બન્ને સિહોને ઉભી પુચડીએ ભગાડ્યા હતા. આવી ઘટના ક્યારેક જોવા મળતી હોય છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: રિયલ લાઈફમાં પણ ગ્લેમરસ ક્વીન છે ફિલ્મ ફ્રેડીની એક્ટ્રેસ, ખુબ જ બોલ્ડ અંદાજમાં આપ્યા પોઝ.. જુઓ ફોટોઝ

December 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક