• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - asiatic lions
Tag:

asiatic lions

Asiatic Lions Gir Asiatic lion population in Gujarat goes up from 674 to 891 in 5 years, footprint expands too
રાજ્ય

Asiatic Lions Gir :એશિયાટિક લાયન – ગીરની શાન સાવજની સંખ્યા 891 થઈ

by kalpana Verat May 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 

Asiatic Lions Gir :

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી
  • સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧
  •  ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૩૫ હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાં મોડર્ન ટેકનોલોજીના સઘન ઉપયોગ અને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન – બ્લોક કાઉન્ટ પદ્ધતિથી હાથ ધરાઈ સિંહ વસ્તી ગણતરી.
  • સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો – ગ્રામજનો – અગ્રણીઓ અને વન કર્મીઓ મળીને કુલ ૩૮૫૪ માનવબળ કામગીરીમાં જોડાયું.
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા પ્રોજેક્ટ લાયનમાં લાયન હેબિટાટ અને વસ્તી પ્રબંધન – વન્ય પ્રાણી આરોગ્ય માવજત – સ્થાનિક લોક સહભાગિતા – વૈજ્ઞાનિક સંશોધન – તાલીમ ઇકોડેવલપમેન્ટ અને જૈવ વિવિધતાના સંરક્ષણ આવરી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા ૮૯૧ સિહોની સંખ્યા આ ૧૬મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે.

રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ ૧૦ થી ૧૩ મે દરમિયાન ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત ૩૮૫૪નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઈટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ કરાવી હતી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ૭૪માં સ્વતંત્રતા દિવસે સિંહોના લાંબાગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ના ભવિષ્યલક્ષી આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. સિંહ જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા આ પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ વધુ સંગીન રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Language controversy : ઘાટકોપરમાં મરાઠી ભાષા સક્તી મામલે બબાલ… જુઓ વિડીયો

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે ઉમેર્યું કે, ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં વન્ય પ્રાણી સંરક્ષણના સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે. તેમણે આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વધીને ૮૯૧ થઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળી હતી.

આ ઉપરાંત, e-gujforest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી. જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રારંભમાં વન અને પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી અંદાજો માટે જે ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિથી ડેટા એનાલિસિસ અને રિયલ લાયન ટ્રેકિંગ કર્યુ છે તેની વિગતો આપી હતી. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડૉ. એ.પી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
'Barda Wildlife Sanctuary' and Barda Jungle Safari' Phase-I inauguration in gujarat
રાજ્યપાલતુ અને પ્રાણીઓ

Barda Jungle Safari: એશિયાઈ સિંહો’નું બીજું નવું રહેઠાણ, ગુજરાતમાં ધનતેરસના થશે આ અભયારણ્યની સાથે બરડા જંગલ સફારીનો શુભારંભ.

by Hiral Meria October 27, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Barda Jungle Safari: ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણું ઉમેરવા જ‌ઈ રહ્યું છે.આગામી ધનતેરસના દિવસે તા.૨૯ ઓકટોબરના રોજ મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ અને બરડા જંગલ સફારી’ ફેઝ-૧નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવશે.  

આ પ્રસંગે જામનગર સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્યશ્રીઓ ખાસ ઉપસ્થિતિ રહેશે તેમ, ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ શ્રી એન. શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

ગુજરાત વાઈલ્ડલાઈફ ( Gujarat Wildlife ) પી.સી.સી.એફ શ્રી એન. શ્રીવાસ્તવે નવીન બરડા વન્યજીવ અભયારણ્ય વિશે વિગતો આપતાં કહ્યું હતું કે, એશિયાઈ સિંહો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત અને માત્ર ગુજરાતના જૂનાગઢ ફોરેસ્ટ રેન્જમાં જોવા મળતા હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઇ રહ્યું છે. જેના પરિણામે હવે બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો- પ્રવાસીઓને ગુજરાતનું ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે ૬૭૪ એશિયાઈ સિંહો જોવા મળે છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે તેમ, શ્રી વાસ્તવે ઉમેર્યું હતું.

Barda Jungle Safari: બરડા વન્યજીવ અભયારણ્યની વિશેષતાઓ:-

આ અભયારણ્યમાં ( Barda Wildlife Sanctuary ) વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વ એ લીધી છે

 બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર ૩૬૮ વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં ૫૯ વૃક્ષો, ૮૩ છોડ, ર૦૦ ક્ષુપ અને ૨૬ વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની ૩૬૮ પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ ૫૪ ટકા છે. ત્યારબાદ ૨૩ ટકા છોડ, વૃક્ષો ૧૬ ટકા અને વેલાઓ ૦૯ ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.

Barda Jungle Safari: બરડા અભયારણ્યમાં જોવા મળતા પશુ- પક્ષીઓ:- 

લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની ( Asiatic lions )  હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે,જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Infantry Day: PM મોદીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસ પર ભારતીય સેનાને પાઠવી શુભેચ્છા, જવાનોની હિંમતની પ્રશંસા કરતા કહી ‘આ’ વાત.

આ અભયારણ્યમાં પક્ષીઓની ૨૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જે સૌ નાગરિકો માટે ગૌરવ સમાન છે. જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે.

Barda Jungle Safari: બરડા જંગલ સફારી ફેઝ:૧ની રોમાંચક સફર:-

 બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિસૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિત નિહાળવાની અનોખી તક આપે છે.

વધુમાં, સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.

Barda Jungle Safari: બરડા અભયારણ્યની ભૌગોલિક પરિસ્થિતિ:-

બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે ૨૧૫ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી ૧૯૨.૩૧ ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે.

Barda Jungle Safari: અભયારણ્ય જવા માટેના મુખ્ય માર્ગ:-

આ અભયારણ્ય સડક માર્ગોથી સારી રીતે સંકળાયેલો છે, જેથી નજીકના નગરો અને શહેરો સુધી સહેલાઈથી પહોંચવું શક્ય બને છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં સરળતાથી પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી ૧૭૦ કિ.મી. અને અમદાવાદ ૪૩૦ કિ.મી. જેવા મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.

વધુમાં,આ અભયારણ્યથી પોરબંદર રેલવે સ્ટેશન ૪૦ કિ.મી. અને જામનગર ૮૨ કિ.મી. છે. જ્યારે, હવાઈ માર્ગથી પણ સંકળાયેલો છે. 

આ અભયારણ્યથી રાજકોટ એરપોર્ટ ૧૯૦ કિ.મી. છે.

Barda Jungle Safari: બરડા અભયારણ્યની મુલાકાત માટેનો ઉત્તમ સમય:

આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે ૦૬ કલાકથી સાંજે ૦૪ વાગે સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. ૧૬ ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. ૦૧ માર્ચ થી ૧૫ જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે.

Barda Jungle Safari: પ્રવાસીઓ માટે નજીકના મુખ્ય પ્રવાસન આકર્ષણો:-

 બરડા વન્યજીવ અભયારણ્ય નવલખા મંદિર, મોડપર કિલ્લો, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર  તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે.

 એશિઆઈ સિહોના આ નવા આવાસ સ્થાનના સફર માટે બરડાના જીવંત ડુંગરો અને નદી કિનારાના નયનરમ્ય સૌંદર્યમાં ખોવાઈ જવા માટે થઈ જાવ તૈયાર, બરડા વન્યજીવ અભયારણ્ય સમૃદ્ધ જૈવવિવિધતાની યાદગાર મુલાકાત આપના હૃદયને એક અનોખી શાંતિ અને કુદરતના આહ્લાદક અનુભવની અવિસ્મરણીય યાદોથી ભરી દેશે.

 વધુ વિગતો માટે પોરબંદર વન વિભાગની કચેરીના ૦૨૮૬-૨૨૪૨૫૫૧  ઉપર સંપર્ક કરી શકાય.

આ સમાચાર પણ વાંચો :  Arjun Erigaisi PM Modi: અર્જુન એરિગૈસીએ લાઈવ ચેસ રેટિંગમાં 2800નો આંકડો કર્યો પાર, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
An important decision by the central government, area around the 'Gir Protected Area' has been declared an 'Eco-Sensitive Zone'.
રાજ્ય

Asiatic lions Gir: એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો આટલા લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત

by Hiral Meria September 25, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Asiatic lions Gir:  ગુજરાતના ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ‘ગીર રક્ષિત વિસ્તાર’માં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી  સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ ૨.૭૮ કિ.મી. અને વધુમાં વધુ ૯.૫૦ કિ.મી. રાખવામાં આવ્યું છે. તેમ,વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.  

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ( Central Government ) દ્વારા ગુજરાતમાં જોવા મળતા એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવ્યા છે તેમ, જણાવી વન મંત્રી શ્રી મુળુભાઈએ કહ્યું હતું કે, નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ( Eco sensitive zone ) વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-૫૯ ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-૭૨ ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-૬૫ ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-૧૯૬ ગામોના ૨૪,૬૮૦.૩૨ હેક્ટર વન વિસ્તાર તથા ૧,૫૯,૭૮૫.૮૮ હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિલોમીટરની ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સિંહ ( Asiatic lions ) અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-૧,૪૬૮.૧૬ ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને નામદાર સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન-નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે ૧૦ કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે. જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી  ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક ( Gir National Park ) , ગીર , પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત સાદર કરવામાં આવેલ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Swachh Bharat Mission: ગૃહ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન માટે પ્રતિબદ્ધ, મંત્રાલયના કર્મચારીઓએ લીધા સ્વચ્છતાના શપથ અને આ અભિયાન હેઠળ કર્યું રોપાઓનું વાવેતર.

રાજ્ય ( Gujarat Government ) મંત્રી શ્રી મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા ૧૦ વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારીત વિગતો, સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરીડોર તથા રીવર કોરીડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

September 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Junagadh Tourism A definite must visit to this mountain in Gujarat in Monsoon, it has a mesmerizing atmosphere in the rains.
પર્યટનરાજ્ય

Junagadh Girnar: ચોમાસામાં ગુજરાતના આ પર્વતની ચોક્કસ લેજો મુલાકાત, અહીં વરસાદમાં હોય છે મનમોહક માહોલ

by Hiral Meria August 3, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai  

Junagadh Girnar: ગુજરાતમાં ( Gujarat ) ચોમાસુ બેઠુ છે ત્યારે રજાઓમાં કઈ જગ્યાએ જવુ તે દરેકને પ્રશ્ન થતો હશે. આજે અમે તમને ગુજરાતના ગરવા ગઢ ગિરનારની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ કે જેના દ્રશ્યો જોયા પછી તમે કહેશો કે આ રજાઓમાં તો ચાલો જઈએ ગિરનાર…

 પ્રવાસી શ્રી ઘનશ્યામભાઈના જણાવ્યા મુજબ અહીંયા ગિરનારમાં ( Girnar ) ખૂબ જ મજા માણી રહ્યા છીએ, આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદી, પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર ( Gujarat Rain ) સાથે વાતું કરે છે પણ અમે નજરો નજર જોયુ છે કે, ના , ના વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે જે નજરોનજર નિહાળ્યું છે અને જોવાનો અમને બહુ જ આનંદ આવ્યો છે. 

પ્રવાસી ( Tourist ) સુશ્રી દેવાંશીના જણાવ્યા મુજબ અહીંયા ગિરનારમાં ( Girnar Tourism ) ખૂબ જ મજા માણી રહ્યા છીએ, આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદી, પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે પણ અમે નજરોનજર જોયું છે કે, ના, ના વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે જે નજરોનજર નિહાળ્યું છે અને જોવાનો અમને બહુ જ આનંદ આવ્યો છે 

આ સમાચાર પણ વાંચો :  BIS Ahmedabad: BIS અમદાવાદ દ્વારા પીવીસી અને એચડીપીઈ ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યુલ કોર્સનું આયોજન

અહિંયા આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે. અહિંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે જે એશિયાટિક સિંહોનું ( Asiatic lions ) ઘર કહેવાય છે.સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે. જ્યાં પ્રવાસીઓ મનમુકીને હરવા ફરવાની મજા માણતા નજરે પડે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

જલસો પડી ગયો બાપુ- ગીર જંગલ સફારીમાં 15 સિંહોને નિહાળી પ્રવાસીઓ બન્યા રોમાંચિત

by Dr. Mayur Parikh October 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એશિયાટિક સિહોના(Asiatic Lions) એકમાત્ર નિવાસ સ્થાન જંગલની સફારી(Jungle Safari) ચોમાસાના (monsoon) કારણે ચાર માસ બંધ રહ્યા બાદ અનેક પ્રવાસીઓ સિંહ દર્શન(lion sighting) માટે આતુર બન્યા હતા. આજથી ફરી ગીર જંગલ(Gir forest) સફારીની વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. સાસણ(Sasan) ખાતે વન વિભાગના(Forest Department) ડી સી એફ સરપંચ(D C F Sarpanch) વગેરે શણગારેલી ત્રણ જીપસીઓ સહિતની પ્રથમ ટ્રીપ ને લીલી ઝંડી બતાવી અલગ અલગ રૂટ પર રવાના કરવામાં આવ્યા હતા. જેમાં ડેડકડી વિસ્તાર તરફ ગયેલ પ્રવાસીઓને સિહોના બે ગ્રુપ જોવા મળ્યા હતા. જીપ્સી રૂટ પર આવેલ ડેડકડી નજીકના ગડક બારી વિસ્તારમાં 9 પાથડાઓ ચાર માદા અને બેનર સિંહ મળી એક સાથે ૧૫ સિંહ પૈકી અમુક મરણની બીજબાની માણતા હતા. અમુક પાઠડા સિંહણ અને સિંહ મરણની આસપાસ આરામ ફરમાવી રહ્યા હતા. ઉપર કાગડાઓ ઉડતા હતા અને મારણ ખાવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે સિંહ કાગડાની પાછળ દોડતા હતા. આ દ્રશ્ય જોઈ એ પ્રવાસીઓ ખૂબ જ આકર્ષિત થયા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારમાં બે મોટા નર અને બે માદા પણ પાણીના પોઇન્ટ નજીક ની રોડની બંને બાજુ પર જોવા મળી રહ્યા હતા

આ સમાચાર પણ વાંચો : પૂના શહેર આખેઆખુ પાણી-પાણી -જોરદાર વરસાદે શહેરની હાલત ખરાબ કરી -જુઓ ફોટો અને વિડીયો

 

October 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વાહ- મુંબઈમાં સાંભળવા મળશે જૂનાગઢના સિંહની ગર્જના- મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચે થશે પ્રાણીઓની અદલાબદલી  

by Dr. Mayur Parikh September 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બહુ જલદી મુંબઈના(Mumbai) બોરીવલીમાં(Borivali) આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં(Sanjay Gandhi National Park) સિંહોની(Lions) ગર્જના સાંભળવા મળવાની છે.

 ગુજરાતના જૂનાગઢના(Junagadh in Gujarat) સક્કરબાગ પાર્કમાંથી(Sakkarbagh Park) નર અને માદા સિંહો (એશિયાટિક સિંહો)ની(Asiatic lions) જોડી ટૂંક સમયમાં મુંબઈના બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્કમાં મોકલવામાં આવવાની છે.

ગુજરાત તરફથી મહારાષ્ટ્રને સિંહની જોડી મળશે. તો તેની સામે મહારાષ્ટ્રમાંથી વાધની જોડી(pair of tigers) ગુજરાતના જૂનાગઢમાં મોકલવામાં આવવાની છે, તેવી માહિતી રાજ્યના વનમંત્રી સુધીર મુનગંટીવારે આપી હતી. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી- ડોન દાઉદ ઈબ્રાહિમના આ નજીકના સાથીદારની અંધેરીમાંથી કરી ધરપકડ- આજે કોર્ટમાં કરશે રજૂ

ગુજરાત રાજ્યના વન મંત્રી(State Forest Minister) શ્રી જગદીશ વિશ્વકર્મા(Shri Jagadish Vishwakarma) અને શ્રી.સુધીર મુનગંટીવારે(Shri Sudhir Mungantiwar)  સોમવાર, 26 સપ્ટેમ્બરે અમદાવાદમાં(Ahmedabad) પ્રાણીની અદલાબદલીને મુદ્દે ચર્ચા કરી હતી અને તેના પર સહમતી સાધવામાં આવી હતી. હવે બંને રાજ્યો વચ્ચેના કરારને કેન્દ્ર તરફથી મંજૂરી મળશે.

લાંબા સમયથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પ્રાણીઓની અદલાબદલીને(Exchanging animals) લઈને ચર્ચા ચાલી રહી હતી. છેવટે આ મુદ્દે સુધીર મુનગંટીવાર અને ગુજરાત રાજ્ય મંત્રી શ્રી વિશ્વકર્માએ સોમવાર, 26 સપ્ટેમ્બરના રોજ વિગતવાર ચર્ચા કરી હતી અને નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. 
 

September 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક