• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - astrologer
Tag:

astrologer

aishwarya rai abhishek bachchan marriage astrologer shocking revelation on couple divorce
મનોરંજન

Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ ને લઈને એક જ્યોતિષ એ કર્યો મોટો ખુલાસો, કપલ ના છૂટાછેડા પર કહી આવી વાત

by Zalak Parikh October 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર જોર પકડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો અભિષેક બચ્ચન નું નામ અભિનેત્રી નિમ્રત કૌર સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે એ તો સૌ જાણે છે પરંતુ આ બધાની વચ્ચે એક જ્યોતિષી એ તેમાં સંબંધ ને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Orry and sonali: ઓરી એ સોનાલી બેન્દ્રે સાથે મળીને આ રીતે ઉડાવી દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન ની મજાક, થયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા પર જ્યોતિષી નો ખુલાસો 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર એક જ્યોતિષી સાથે બેઠેલો જોવા મળી રહ્યો છે અને તે તેમને ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ વિશે પ્રશ્ન પૂછી રહ્યો છે કે સાંભળ્યું છે કે ઐશ્વર્યા માંગલિક છે અને તેણે અભિષેક સાથે લગ્ન કરતા પહેલા એક ઝાડ સાથે લગ્ન કર્યા હતા. શું આ સાચું છે? જેના જવાબ માં જ્યોતિષી કહે છે કે, “આ સાચું છે. પરંતુ શું તેઓ આ લગ્નને બચાવી શક્યા? લગ્ન પહેલાથી જ સમાપ્ત થઈ ગયા છે. તેને ફક્ત ખેંચવામાં આવી રહ્યું છે. સેલિબ્રિટી ફેમિલી સ્ટેટસને કારણે, વત્તા સૌથી મહત્વની વસ્તુ બાળક છે. માતા-પિતા તરીકે, આપણે ઘણી વખત વસ્તુઓને ખેંચીએ છીએ. લગ્ન પણ આપણે જે જોઈ રહ્યા છીએ તે એક દેખાડો છે.”

 

View this post on Instagram

 

A post shared by StarStruckSpill (@starstruckspill)


આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો પર ખુબ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja
જ્યોતિષ

Astrologer Dr Khoja: આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વાસ્તુ અને નાડી જ્યોતિષ ડૉ ખોજા, તેમને કરેલી અનેક આગાહી સાચી પુરવાર થઈ છે.

by Hiral Meria October 16, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Astrologer Dr Khoja: વાસ્તુ અને નાડી જ્યોતિષના વિદ્વાન ડૉ. ખોજા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું નામ છે. તેઓ આ ક્ષેત્રમાં અનેક વરસોથી વાસ્તુ અને નાડી જ્યોતિષનો અભ્યાસ કરી રહ્યા છે. ડૉ. ખોજા તેમના પોતાના સંશોધનોના આધારે, આધુનિક પદ્ધતિ દ્વારા વાસ્તુ અને નાડી દોષને દૂર કરવામાં માહેર છે. દેશ-દુનિયાની ખ્યાતનામ વ્યક્તિઓ માટે ખોજા એક વિશ્વસનીય નામ છે. 

ડૉ. ખોજા ( Dr Khoja ) મોહમયીનગરીના એક અગ્રણી જ્યોતિષ તરીકે ખ્યાતનામ છે. જાણીતા કલાકારો, ટોચના રાજકારણીઓ અને કોર્પોરેટ હાઉસ તેમની સલાહ લેતા હોય છે. તેમની ભવિષ્યવાણી અને જડમૂળથી તકલીફ દૂર કરવાની પદ્ધતિને કારણે દેશ-વિદેશના અગ્રણીઓ તેમની સલાહ લેવા આવે છે કે જે-તે દેશમાં આમંત્રિત કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રની (Astrologer )  આગવી સૂઝબૂઝ અને ઊંડા અભ્યાસને કારણે તેમની પાસે આવનાર વ્યક્તિ કઈ કહે એ અગાઉ જ તેમની મુસીબતોનો અંદાજ તેમને આવી જાય છે.

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

વાસ્તુ શાસ્ત્રમાં પીએચ.ડી. કરનાર ડૉ. ખોજા ( Astrologer Dr Khoja ) ફિલ્મોદ્યોગ હોય કે કૉર્પોરેટ વર્લ્ડ કે રાજકીય નેતાઓમાં જાણીતું નામ છે. તેમની ખાસ વિશેષતા એ છે કે નાડી જ્યોતિષની સાથે લાલ કિતાબ, રમલ (ફારસી), ફેસ રીડિંગ, હસ્તરેખા, અંક શાસ્ત્ર, લોશુ ગ્રિડ, હિબ્રુ (મિસર), કબલા (સ્પેનિશ) જેવા અનેક શાસ્ત્રના નિષ્ણાત છે. ડૉ. ખોજા કહે છે કે મારા અસીલોની સમસ્યા દૂર કરવા તેમના નામ કે ઘરમાં સામાન્ય ફેરફાર કરવાની સલાહ આપું છું. તેમની સમસ્યાઓના નિરાકરણ માટે ખાસ વિકસાવવામાં આવેલા સોફ્ટવેરનો ઉપયોગ કરું છું જેથી ઝીણવટભરી ગણતરીમાં કોઈ ભૂલ રહી ન જાય. જ્યોતિષ શાસ્ત્રમાં જો ગણતરી ચોક્કસ હોય તો સમાધાન મેળવવાનું સરળ બની જાય છે.

Astrologer Dr Khoja:  તમારી પાસે કોઈ અસીલ આવે તો તેમની જન્મપત્રિકા જોઈને સલાહ આપો છો કે પ્રશ્ન કુંડળી બનાવો છો?

મારી સલાહ માટે આવનારે જન્મપત્રિકા કે કુંડળી લાવવાની જરૂર નથી. માત્ર તેમનો જન્મનો સમય, તારીખ અને કયા શહેરમાં જન્મ થયો છે એટલી વિગત મારા માટે પૂરતી છે. એના આધારે સરળ અને સીધાસાદા ફેરફાર કરવાની સલાહ આપું છું જે તેમને સકારાત્મક પરિણામ આપે છે. હું ઑફિસ કે ઘરમાં મોટા ફેરફાર કરવાની સલાહ આપતો નથી. અમુક સાધારણ ફેરફાર અને જીવનશૈલીમાં અમુક સાવધાની રાખવાની સલાહ આપું છું.

આ સમાચાર પણ વાંચો:  Fit India Fit Media: પત્રકારોના સ્વાસ્થ્ય રક્ષા માટે ગુજરાત સરકારની પહેલ, CM ભૂપેન્દ્ર પટેલે આ રાજ્યવ્યાપી પ્રોગ્રામનો કરાવ્યો શુભારંભ.

વિખ્યાત સેલિબ્રિટી જ્યોતિષ ( Celebrity Astrology ) ડૉ. ખોજાએ વાસ્તુના મહત્ત્વને સમજાવતા કહ્યું કે, આપણામાંથી મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે આપણા બેડરૂમ-ઘરના ટોઇલેટ ખોટી જગ્યાએ હોય તો એ તમારી સમસ્યાનું મૂળ હોઈ શકે છે. લગભગ 80 ટકા ઘર આ દોષથી પીડિત હોય છે. અગાઉ ટોઇલેટ્સ ઘરની બહાર રહેતા. પરંતુ આજના શહેરી જીવનમાં એ વ્યવહારિક રીતે સંભવિત નથી. આને કારણે જીવનમાં મુશ્કેલીઓનો દોર શરૂ થાય છે. જોકે એનો એકમાત્ર ઉપાય વાસ્તુ શાસ્ત્ર છે. જેના થકી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકાય. ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થવાને કારણે જે સમસ્યાઓ છે એ હળવી થાય છે.

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

સામાન્ય લોકોનું માનવું છે કે સલાહની સાથે જે કોઈ ચીજ-વસ્તુનો ઉપયોગ કરો છો એની ભારે ફી વસુલતા હો છો. પ્રશ્નના જવાબમાં ડૉય ખોજા કહે છે કે, ઘણા જ્યોતિષ તેમના ગ્રાહકોને મોંઘી વીંટી અને રત્ન ખરીદવાની સલાહ આપે છે. જ્યારે હું મૂળભૂત સામગ્રી લેવાની સલાહ આપું છું જે મોંઘી હોતી નથી.

Astrologer Dr Khoja:  શું તમે ઑનલાઇન સલાહ આપો છો?

ચોક્કસ. મેં અગાઉ કહ્યું તેમ મને જન્મતારીખ, જન્મ સમય અને ક્યા શહેરમાં જન્મ થયો છે એટલી વિગતના આધારે સલાહ આપતો હોઉં છું. એટલે ઑનલાઇન સલાહ પણ આપી શકાય. બાકી, વ્યક્તિના જીવનનો આધાર વાસ્તુ છે. જ્યારે કુંડળી અને નાડી ( Nadi Astrology ) સાથે જ્યોતિષ એના ઘટક છે. એકવાર આધાર ઠીક થઈ જાય તો બાકીની વસ્તુઓ પણ યોગ્ય સ્થાને આવી જતી હોય છે. મેં ઘણા લોકોના ઘરોમાં સરળ અને ઓછા ખર્ચે કરાવેલા ફેરફારોએ તેમના જીવનને બદલી નાખ્યું છે. એનું કારણ છે પ્રતિકુળ રાશિ નક્ષત્ર અનુકુળ ઘર કે સ્થિતિમાં આવી જાય.

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

શું એ વાત સાચી છે કે આપના ગ્રાહકોમાં કેન્યા અને દુબઈના મહાનુભાવો પણ સામેલ છે?

હા, એકદમ સાચી વાત છે કે મારા ગ્રાહકોમાં કેન્યા અને દુબઈના અનેક ઉદ્યોગપતિઓ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sobhita dhulipala and Naga chaitanya marriage astrologer prediction goes viral
મનોરંજન

Sobhita dhulipala and Naga chaitanya: શું સામંથા ની જેમ શોભિતા સાથે પણ નાગા ચૈતન્ય ના થશે છૂટાછેડા? એક જ્યોતિષી એ કપલ ના લગ્નજીવન ને લઈને કરી આવી ભવિષ્ય વાણી

by Zalak Parikh August 13, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sobhita dhulipala and Naga chaitanya: શોભિતા ધૂલિપાલા અને નાગા ચૈતન્ય એ સગાઇ કરી લીધી છે. આ સગાઇ ની પ્રથમ તસવીર નાગા ચૈતન્ય ના પિતા ને સાઉથ સુપરસ્ટાર નાગાર્જુને શેર કરી હતી. એ તો સૌ કોઈ જાણે છે કે નાગા ચૈતન્ય એ સાઉથ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા અને બબડ માં તેમના છૂટાછેડા પણ થઇ ગયા હતા. હવે એક જ્યોતિષી એ નાગા અને શોભિતા ના લગ્ન જીવન ને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે જેને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. 

આ સમાચાર પણ વાંચો: Sobhita dhulipala and Naga chaitanya: શોભિતા ધૂલિપાલા અને નાગા ચૈતન્ય નો સગાઇ પહેલા નો વિડીયો આવ્યો સામે, એકબીજા માં ખોવાયેલું જોવા મળ્યું કપલ

શોભિતા અને નાગા ના લગ્ન જીવન ની ભવિષ્યવાણી 

એક જ્યોતિષી એ શોભિતા અને નાગા ના ભવિષ્યને જોતા કહ્યું કે “શોભિતા અને નાગા ચૈતન્ય ના રાશિચક્ર એકબીજા સાથે મેળ ખાતા નથી. તેમજ તેમને જે સમયે સગાઇ કરી તે સગાઈનો સમય પણ શુભ ન હતો. ભવિષ્યને જોતા નાગા અને શોભિતાના લગ્ન 2027 માં પૂર્ણ થવાની સંભાવના છે. એટલે કે કપલ 2027 માં છૂટું થઇ જશે.તે દૃશ્યમાન છે.” જોકે, જ્યોતિષી એ એમ પણ કહ્યું હતું કે આ જૂઠું હોવું જોઈએ અને બંનેનું લગ્ન જીવન સારું હોવું જોઈએ. આ ઈચ્છા છે.”

Complaint filed against astrologer Venu Swamy for divorce prediction on Naga Chaitanya and Sobhita Dhulipala https://t.co/zNNh7nceL7 #Hyderabad #Hyderabadmail
Follow @Hyderabad_Mail pic.twitter.com/fhnwToQ2tU

— Neelima Eaty (@NeelimaEaty) August 12, 2024


શોભિતા અને નાગા ના લગ્નજીવન પર ભવિષ્ય વાણી કર્યા બાદ લોકો નો ગુસ્સો તે જ્યોતિષી પર ફાટી નીકળ્યો છે. તેમજ તે જ્યોતિષી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Astrology means shedding light in the dark life of a native.
જ્યોતિષ

Astrology : જ્યોતિષ એટલે જાતકના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરવો.. જાણો જ્યોતિષીની આગાહીનો લોકો પર કેવો પ્રભાવ પડે છે… 

by kalpana Verat June 25, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Astrology : જ્યારે ભવિષ્યની વાત આવે છે, ત્યારે જ્યોતિષ એ એક શાસ્ત્ર છે જે વ્યક્તિને આવનારા સમય વિશે અગાઉથી માહિતી આપી શકે છે. જ્યોતિષ શાસ્ત્રની આગાહીઓ પરથી જાતક આવનારા સમયમાં કેટલાક સારા અને ખરાબ ફેરફારો વિશે જાણી શકે છે. તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે પણ માહિતી આપી શકે છે. જ્યોતિષશાસ્ત્ર હોય કે તબીબી વિજ્ઞાન.. તેના વિકાસ અને અસ્તિત્વ નો મૂળ આધાર દુ:ખી અને માંદા જાતકો પર હોય છે. કારણ કે સુખી અને તંદુરસ્ત વ્યક્તિ જ્યોતિષી કે ડોક્ટર પાસે ક્યારેય જતો નથી. દુ:ખ અને માંદગીમાં માનવીનું અચેતન મન તેને સતત હેરાન કરતું રહે છે આવા સમયે આત્મવિશ્વાસનો અભાવ અને નબળું મન દુઃખી વ્યક્તિને જ્યોતિષી પાસે લઇ જાય છે.

આજકાલની ઝડપી લાઈફસ્ટાઈલમાં માનવીનું અર્ધ જાગૃત મન આડેધડે આગાહીઓના કારણે સૌથી વધારે ડિસ્ટર્બ થતું હોય છે. નકારાત્મક આગાહીઓની જવાબદારી પૂર્ણ કે મહદ અંશે જ્યોતિષીઓએ સ્વીકારવી જોઈએ. અલબત્ત અહીં નૈતિકતા અને પ્રમાણિકતાની વાત વધારે છે એટલે જવાબદારીનો ખુલ્લે આમ સ્વીકાર અઘરો અને કપરો છે.

તાજેતરની જ વાત છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં એક વેપારી, અમારી પાસે આવ્યા અને વ્યથિત મને કહેવા લાગ્યા કે, “સર, હું એક મોટો વેપારી છું અને મારી મહત્વકાંક્ષા, ઈચ્છા અને સપના ઊંચા છે. પરંતુ મેં હાલમાં જ એક જાણીતા જ્યોતિષીની વાર્ષિક ભવિષ્યની કોલમમાં વાંચ્યું કે, શનિ તમારી રાશિથી ધન સ્થાને અને રાહુ ચોથે સુખ સ્થાનમાં હોઈ તેમજ તમારા સૂર્ય પર શનિનું ભ્રમણ અને પનોતી ચાલુ હોઈ ધંધામાં ભારે તકલીફો આવે અને તન મન અને ધનની સ્થિતિ બગડે તેવા પૂર્ણ સંજોગો છે. તો શું આ ભવિષ્ય કથન સાચું છે ? જ્યારથી આ વાંચ્યું ત્યારથી મારું સબ કોન્સીઅસ માઈન્ડ ખોટા વિચારો ઘર કરી ગયા છે અને સકારાત્મક વિચારો બંધ થઈ ગયા છે કારણ કે જો આ જ્યોતિષીની વાત સાચી હોય તો મારે હવે બધું બંધ કરી દેવાની જરૂર છે એવું લાગે છે. આ રાશિ ભવિષ્ય ભૂલથી વંચાઇ ગયા બાદ મારી તો ઊંઘ જ ઉડી ગઈ છે. ઉઠતા, બેસતા કે હરતા ફરતાં બસ એક જ વાત મનમાં આવે છે કે બસ પેલા જ્યોતિષી એ લખ્યું તે પ્રમાણે હવે તો મારૂ બધું જ બગડવાનું છે.”

અમને આ લાગ્યું કે આ વેપારીને હવે માત્ર જ્યોતિષ જ નહીં પણ મોટીવેશનલ કાઉન્સેલિંગ પણ જરૂર છે. વાચકો ઉપરના કિસ્સાને સામાજિક દ્રષ્ટિએ-સ્વરૂપે સમજવાનો સમય આવી ગયો છે. કોઈ વ્યક્તિની તંદુરસ્તી બગડે તેના હજાર ઉપાય મળે છે પણ જ્યારે મનની દુરસ્તી બગડે તો જાણે આખેઆખો ભવ બગડ્યો હોય તેવો અનુભવ થાય છે. આ વેપારીના અચેતન મનમાં પેલા જ્યોતિષીની આગાહી ક્વીકફિક્સની જેમ ચોંટી ગઈ તેનો ઈલાજ તો સમય જ કરશે.

આપણાં આર્ષદ્રષ્ટા વરાહ અને ભૃગુના પેલા વાક્યો “શુભમ વદમ” અને “શ્રી રસ્ત્વત્ર (અહી આવેલાઓનું કલ્યાણ થાઓ)” નો સમય હવે પાકી ગયો છે. જ્યોતિષ એટલે સ્વયં ઈશ્વરનો પ્રકાશ. ઈશ્વરના પ્રકાશના સહારે લોકોને ઠગવાનું પાપકર્મ આપણા માથે ના આવે તે જોવાની આપની નૈતિક ફરજ છે. અમારું નિરીક્ષણ એવું છે કે કાલસર્પ યોગ અને વિષયોગ ગ્રંથમાં જેટલા લખાયેલા છે તેના કરતાં લાખોના પ્રમાણમાં લોકોના અચેતન મનમાં પડેલા છે. 

કેમદ્રુમ યોગ ની માનસિકતા એવી છે કે આવો જાતક કાયમ પોતાના અચેતન મનથી એવું જ વિચાર્યા કરે છે કે તે કદાપિ ધનવાન કે શ્રીમંત નહીં થઇ શકે. પરિણામ સ્વરૂપ તે મહેનત અને પ્રમાણિક પ્રયત્નોથી પોતાની જાતને દૂર રાખે છે. એવામાં જો તમે પ્રયત્ન જ ના કરો તો તક ક્યાંથી મળે અને જો તક ના મળે તો નસીબ ઉઘડવાની આશા રાખવી વ્યર્થ છે. કુંડળીમાં આવેલા કાલસર્પ યોગના કુંડળીનો સાપ જ્યારે ડંખ મારશે ત્યારની વાત ત્યારે પણ અર્ધ જાગૃત મનમાં સ્થાયી થયેલા કાલસર્પ યોગના સાપ જાતકને સતત અને સમગ્ર જીવન ડંખ માર્યા જ કરે છે. 

આ સમાચાર પણ વાંચો : આ દિવસથી શરુ થશે પંચક, ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થશે આર્થિક નુકસાન… જાણો વિગતે..

વ્યક્તિનું જાગૃત મન દરેક સુવિચાર અને કુવિચારનું પ્રવેશદ્વાર છે. અને જો વારંવાર અશુભ વિચાર કે માન્યતાઓ જ્યોતિષ ના માધ્યમ દ્વારા જાતકના મનમાં ભરવામાં આવે તો અંતે આવી આઘાતજનક આગાહીઓ જાતકના અચેતન મનમાં ઘર કરી જાય છે. કારણ કે અચેતન મન માનવીનો સ્ટોરરૂમ છે, જ્યાં સમગ્ર જીવન બધુ જ સંગ્રહ થઈ પડ્યું રહે છે. અચેતન મનમાં સંગ્રહાયેલી બિનજરૂરી નકારાત્મક આગાહીઓ દૂર કરવા જાતકને ક્યારેક હિપ્નોટિસ્ટ, કાઉન્સેલર કે સાયકિયાટ્રિક ની જરૂર પડે છે. કારણ કે જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિષી માટે આ અઘરો વિષય બની જાય છે. અર્ધ જાગૃત મનના એવા સકારાત્મક કિસ્સા પણ અમારી પાસે છે કે જેના દ્વારા જાતક પોતાનું જીવન સુખેથી પસાર કરે છે. 

હમણાં હમણાં નો એક તરોતાજા કિસ્સો અમે રજૂ કરીએ. એક ભાઈ જ્યોતિષી પાસે ગયેલા. એ જ્યોતિષીએ કોઈ પણ લાલચ વિના તે ભાઈને પૌરાણિક ગ્રંથનો એક નુસખો બતાવ્યો. એ ભાઈની કુંડળીમાં સૂર્ય શનિની યુતિ હતી આથી સૂર્ય તદ્દન નિર્બળ અવસ્થામાં હતો. પેલા જ્યોતિષીભાઈએ પુસ્તકના ઉપાય અનુસાર તે ભાઈના વજન અનુસાર ભારોભાર ગોળ અમાવસ્યાના દિવસે નદી માં વહાવવાનું કહ્યું.. અને તે ભાઈએ તે પ્રમાણે જ કર્યું. આ ભાઈ જ્યારે વર્ષો બાદ અમારી પાસે આવ્યા ત્યારે ઉપરોક્ત કિસ્સો અમને વર્ણવેલો. પણ અમે એવું માનીએ છીએ કે ઉપરોક્ત પ્રયોગથી તે ભાઈના અચેતન મનમાંથી તેમનો સૂર્ય નિર્બળ છે તે વાત બહાર નીકળી ગઈ અને પરિણામ સ્વરૂપ તેઓ આજે તેમના કહેવા અનુસાર સુખી છે. આમ જ્યોતિષ દ્વારા ક્યારેક અચેતન મન મજબૂત બની જાય ત્યારે જાતક અને જ્યોતિષીના પોઝિટિવ અભિગમ માટે સો સલામ કરવાની ઇચ્છા પણ થઈ જાય.

એટલે કે કહેવાનો અર્થ એ છે કે જ્યોતિષશાસ્ત્રના માધ્યમ દ્વારા કોઈનો આત્મવિશ્વાસ વધશે તો કોઈ પુણ્ય મેળવવાની કે સ્વર્ગની પ્રાર્થના કરવાની જરાય જરૂર નહીં પડે. જ્યોતિષશાસ્ત્ર કોઈના બુઝાઈ રહેલા દીવડામાં ઘી પુરવાનું કામ કરે છે… આ શાસ્ત્ર વહેમ નહિ પણ રહેમનું છે. આ એક પવિત્ર શાસ્ત્ર છે કોઈ દુઃખી જાતકને વાઢી નાખવાનું શસ્ત્ર નથી. 

June 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Scared of solar eclipse, American influencer stabs husband to death, throws kids out of moving car and then does
આંતરરાષ્ટ્રીય

America: સૂર્યગ્રહણના ડરથી, અમેરિકન ઈન્ફ્લુએન્સરે પતિની છરીના ઘાથી હત્યા કરી, ચાલતી કારમાંથી બાળકોને ફેંકી દીધા અને પછી કર્યું આ કામ..

by Bipin Mewada April 12, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

America: ખગોળીય ઘટનાઓ હંમેશા લોકો માટે રોમાંચનો વિષય રહી છે. ભારત હોય કે પશ્ચિમી દેશો, દરેક માટે આ ઘટનાઓનું પોતાનું આગવું મહત્વ છે. આ શ્રેણીમાં અમેરિકાથી સૂર્યગ્રહણ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ સૂર્યગ્રહણના ડરથી લોહિયાળ રમત રમી હતી. તેણે તેના પતિ પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી. આટલું જ નહીં તેણે તેના માસૂમ પુત્રનો જીવ પણ લઈ લીધો. વધુ નવાઈની વાત એ છે કે આ મહિલા વ્યવસાયે જ્યોતિષી હતી. 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડેનિયલે સૂર્યગ્રહણને ( solar eclipse ) લઈને ચિંતિત હતી. ડેનિયલ જ્યોતિષિ ( astrologer ) હતી. તેથી નકારાત્મક ઉર્જા દૂર કરતી અને લોકોનું ભવિષ્ય તેમની રાશિ દ્વારા જણાવતી હતી.

 ડેનિયલ જોન્સન અમેરિકામાં પોર્શ કેયેનમાં રહેતી હતી…

મીડિયા રિપોર્ટ્સમાં વધુમાં જણાવ્યા અનુસાર, ડેનિયલ જોન્સન ( Danielle Johnson ) અમેરિકામાં પોર્શ કેયેનમાં રહેતી હતી. ડેનિયલ જોન્સન સૂર્યગ્રહણ પર રિસર્ચ કરી રહી હતી. ગયા બુધવારે સૂર્યગ્રહણને કારણે તેણે કાળો પડછાયો જોયો હતો. આ પછી તેણે હોશ ગુમાવી દીધો એવું કહેવાય છે કે ડેનિયલ તેના પતિ ( Husband ) પાસે ગઈ અને તેને છરી ઘા ઝીંકીને મારી નાખ્યો હતો. આ દુષ્કર્મ આચર્યા બાદ તેણે તેના બે બાળકોને કારમાં બેસાડી માસૂમ બાળકોને ( Children ) ચાલતી કારમાંથી ફેંકી દીધા હતા. જેમાં એક બાળક (ઉંમર 8 મહિના)નું મોત થયું હતું. જો કે, બીજો બાળક (9 વર્ષનો) બચી ગયો. બાળકોને ફેંકી દીધા પછી, તેણે તેની ઝડપી કારને ઝાડ સાથે અથડાવી દીધી, પરિણામે ડેનિયલનું મૃત્યુ થયું હતું. અકસ્માત સમયે કાર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી.

This eclipse is the epitome of spiritual warfare. Get your protection on and your heart in the right place.

The world is very obviously changing right now and if you ever needed to pick a side, the time to do right in your life is now. Stay strong you got this 🩵

— Ayoka (@MysticxLipstick) April 4, 2024

આ સમાચાર પણ વાંચો : Rameshwaram Cafe Blast Case: રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, 10 લાખ ઈનામી ફરાર બે આરોપીની ધરપકડ.

આ સમગ્ર ઘટનાના એક દિવસ પહેલા જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક પોસ્ટ કરી હતી. આમાં તેણે સૂર્યગ્રહણને યુદ્ધનું પ્રતીક ગણાવ્યું હતું. એમ પણ કહ્યું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. તેથી તમારી જાતને સુરક્ષિત જગ્યાએ રાખો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pathaan release date wednesday not friday know astrologer reasons
મનોરંજન

કેમ શુક્રવાર ને બદલે બુધવારે રિલીઝ થઇ રહી છે શાહરુખ ખાન ની ફિલ્મ ‘પઠાણ’? જાણો આની પાછળ નું કારણ

by Dr. Mayur Parikh January 21, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પઠાણ ( pathaan  ) 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ ( release date ) થવાની છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ શુક્રવારે ( friday  ) નહીં પરંતુ બુધવારે રિલીઝ થઈ રહી છે. શુક્રવાર એ બોલિવૂડ ફિલ્મોની થિયેટર રિલીઝ માટે સામાન્ય રીતે નિયુક્ત દિવસ છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે ફિલ્મ શુક્રવારના બદલે બુધવારે કેમ રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન એક જ્યોતિષીએ ( astrologer  ) પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેમની પદ્ધતિ અનુસાર, જ્યોતિષે એ કહેવાનો પ્રયાસ કર્યો કે બુધવારે ફિલ્મ રિલીઝ થવાનું કારણ શું હશે.

જ્યોતિષી એ કરી આવી વાત

એક જ્યોતિષી એ એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાનના નિર્ણય પાછળ નું સંભવિત કારણ સમજાવ્યું. તેમણે કહ્યું કે બુધ ગ્રહ કલા સાથે સંબંધિત છે, જ્યોતિષી એ કહ્યું કે કદાચ આ જ કારણ છે કે પઠાણ શુક્રવારે નહીં પણ બુધવારે રિલીઝ થઈ રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને પણ કલા અને સંગીત નો કારક માનવામાં આવે છે. એટલા માટે શાહરૂખ ખાન તેની ફિલ્મ 25 જાન્યુઆરી એ જ્યારે બુધવાર છે ત્યારે રિલીઝ કરી રહ્યો છે. બીજા દિવસે 26 જાન્યુઆરી છે, તેથી તે ઘટના પણ આવરી લેવામાં આવશે અને કુંડળીના દૃષ્ટિકોણથી બુધ સારો દિવસ છે. તે સંગીત અને કાળો દિવસ છે, તેથી જ તે ફિલ્મ બુધવારે રિલીઝ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો:  સુશાંત સિંહ રાજપૂત બર્થ એનિવર્સરી: માત્ર 2 કલાક જ સૂતો હતો સુશાંત, કિયારા અડવાણીએ અભિનેતાની ‘અજીબ’ આદતનો કર્યો ખુલાસો

 ફિલ્મ નું એડવાન્સ બુકીંગ થઇ ગયું શરૂ

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને ફિલ્મે રિલીઝ પહેલાં જ 1 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટિકિટ કલાકોમાં વેચાઈ ગઈ અને દિલ્હીમાં તેની કિંમત રૂ. 2,100 હતી. મુંબઈ, બેંગ્લોર અને વધુ સહિત અન્ય ઘણા શહેરોમાં ‘પઠાણ’ ની ટિકિટ પણ શ્રેષ્ઠ કિંમતે ઉપલબ્ધ છે. ફિલ્મ રિલીઝના આરે છે, શાહરૂખ ખાને ફિલ્મના પ્રમોશન માટે ASK SRK સેશન પણ યોજ્યું હતું પરંતુ તે ઇન્ટરવ્યુ દ્વારા ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો નથી.

January 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

જ્યોતિષીએ ટ્વિંકલ ખન્નાના લગ્ન વિશે કરી હતી આ ભવિષ્યવાણી, અભિનેત્રીએ કર્યો ખુલાસો; જાણો વિગત

by Dr. Mayur Parikh December 28, 2021
written by Dr. Mayur Parikh

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

મંગળવાર

ટ્વિંકલ ખન્ના એક અભિનેત્રી છે. ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની દીકરી છે. અક્ષય કુમાર તેનો પતિ છે. તેને અનેક પુસ્તકો લખ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. લોકપ્રિય મુદ્દાઓ પર લખતી  રહે છે. હાલમાં જ તેમનો અને જેકી શ્રોફનો એક ઈન્ટરવ્યુ આવ્યો હતો. બંને એક યુટ્યુબ ચેનલ પર સાથે ચેટ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ કેટલીક એવી વાતો જણાવી જે થોડી ચોંકાવનારી છે.

ટ્વીક ઈન્ડિયા ચેનલમાં એક ખાસ વાતચીત દરમિયાન બંને સેલેબ્સે જીવનના ઘણા ખુલાસા કર્યા. જેકી શ્રોફે કહ્યું, 'જ્યારે હું 10 વર્ષનો હતો, ત્યારે મારા ભાઈનું અવસાન થયું હતું. તે સમયે તેની ઉંમર 17 વર્ષની હતી. તે કોઈને બચાવવા નદીમાં ગયો પણ પોતે ડૂબી ગયો. પિતા જ્યોતિષી હતા. જોકે તેણે પહેલેથી જ કહ્યું હતું કે આજનો દિવસ ખરાબ છે, બહાર જશો નહીં. તે કામ પર ગયો ન હતો પરંતુ દરિયામાં કોઈને બચાવવા માટે નીચે ગયો હતો અને ક્યારેય પાછો આવ્યો ન હતો.જેકી શ્રોફે વધુમાં જણાવ્યું કે તેના પિતાએ કહ્યું હતું કે તે એક દિવસ એક્ટર બનશે. એ વાત પણ સાચી નીકળી. તેઓ કહે છે કે લોકો જ્યોતિષ શાસ્ત્રની મજાક ઉડાવે છે, તેમ છતાં તેઓએ ભવિષ્યવાણી સાચી થતી જોઈ છે.

આના પર ટ્વિંકલ પણ આવી જ એક વાર્તા સંભળાવે છે. કહેવાય છે કે એક જ્યોતિષે પાપા રાજેશ ખન્નાની સામે અક્ષય કુમાર સાથેના લગ્ન વિશે ભવિષ્યવાણી કરી હતી. અભિનેત્રી કહે છે, 'પાપા ની પાસે એક જ્યોતિષ આવ્યા અને તેમણે કહ્યું કે તમારી દીકરી અક્ષય કુમાર સાથે લગ્ન કરશે. જ્યારે હું તે સમયે અક્ષયને ઓળખતી પણ નહતી . આ પછી બંનેએ 2001માં લગ્ન કર્યા અને આજે બે બાળકો છે.ટ્વિંકલ કહે છે કે લગ્ન પછી રાજેશ ખન્ના એ જ જ્યોતિષીને પોતાની સાથે ઘરે લઈ આવ્યા હતા. ત્યાં તેણે ભવિષ્ય વિશે કહ્યું હતું કે અભિનેત્રી લેખિકા બનશે. ટ્વિંકલે કહ્યું કે તેણે 20 વર્ષથી કંઈ લખ્યું નથી. અને જ્યોતિષમાં લેખક બનવાની વાત હતી. 'મને લાગ્યું કે એ વ્યક્તિ જૂઠું બોલતી હતી, પણ હવે જુઓ.'

જેકી શ્રોફના જ્યોતિષી પિતાએ તેમના ભાઈના મૃત્યુ ને લઈ ને કરી હતી આ આગાહી, અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

તમને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્નાએ અત્યાર સુધી ત્રણ પુસ્તકો લખ્યા છે. પ્રથમ 'મિસિસ ફનીબોન્સ'. બીજું 'ધ લિજેન્ડ ઑફ લક્ષ્મી' અને ત્રીજું 'પાયજામાઝ આર ફરગીવીંગ ' નો સમાવેશ થાય છે. 

 

December 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક