• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Atal Tinkering Labs
Tag:

Atal Tinkering Labs

Union Budget 2025 Modi government's focus on farmers, poor, women and youth
દેશ

Union Budget 2025: મોદી સરકારનું ફોકસ ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા પર, એક ક્લિકમાં વાંચો બજેટ 2025-26ની મુખ્ય બાબતો

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Union Budget 2025:  ભાગ એ

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છે:

બજેટના અંદાજો 2025-26

  • ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવકો અનુક્રમે ₹ 34.96 લાખ કરોડ અને ₹ 50.65 લાખ કરોડ અંદાજવામાં આવી છે.
  • ચોખ્ખી કરવેરાની આવક ₹ 28.37 લાખ કરોડ આંકવામાં આવી છે.
  • રાજકોષીય ખાધ જીડીપીના 4.4 ટકા હોવાનો અંદાજ છે.
  • કુલ બજારનું ઋણ ₹ 14.82 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
  • નાણાકીય વર્ષ 2025-26માં કેપેક્સ- મૂડી ખર્ચ ₹ 11.21 લાખ કરોડ (જીડીપીના 3.1%)ની ફાળવણી કરવામાં આવી છે.

Union Budget 2025: વિકાસના પ્રથમ એન્જિન તરીકે કૃષિ

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના-કૃષિ જિલ્લાઓનો વિકાસ કાર્યક્રમ

  • આ કાર્યક્રમ રાજ્યો સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે, જેમાં ઓછી ઉત્પાદકતા, મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછાં ધિરાણ પરિમાણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જેનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે.

ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાનું નિર્માણ

  • કૌશલ્ય, રોકાણ, ટેકનોલોજી અને ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપીને કૃષિમાં ઓછી રોજગારીને પહોંચી વળવા માટે રાજ્યો સાથે ભાગીદારીમાં એક વ્યાપક બહુ-ક્ષેત્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
  • પ્રથમ તબક્કામાં 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવાશે.

કઠોળમાં આત્મનિર્ભરતા

  • સરકાર તુવેર, અડદ અને મસૂર પર ધ્યાન કેન્દ્રિત કરીને 6 વર્ષનું “કઠોળમાં આત્મનિર્ભરતા અભિયાન” શરૂ કરશે.
  • નાફેડ અને એનસીસીએફ આગામી 4 વર્ષ દરમિયાન ખેડૂતો પાસેથી આ કઠોળની ખરીદી કરશે.

શાકભાજી અને ફળો માટે વ્યાપક કાર્યક્રમ

  • ખેડૂતો માટે ઉત્પાદન, કાર્યક્ષમ પુરવઠો, પ્રક્રિયા અને લાભદાયી કિંમતોને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક કાર્યક્રમ રાજ્યો સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે.

બિહારમાં મખાના બોર્ડ

  • મખાનાનાં ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્ય સંવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે એક મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે

ઉચ્ચ ઊપજ આપતાં બીજ પર રાષ્ટ્રીય મિશન

  • સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત કરવા, ઉચ્ચ ઊપજ સાથે બિયારણના લક્ષિત વિકાસ અને પ્રસાર અને 100થી વધુ બિયારણની જાતોની વ્યાવસાયિક ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ઊપજ આપતાં બીજ પર રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવશે.

 

મત્સ્યોદ્યોગ

  • સરકાર આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મત્સ્યોદ્યોગના ટકાઉ ઉપયોગ માટે ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને ‘હાઈ સી’માંથી એક માળખું લાવશે.

કપાસની ઉત્પાદકતા માટેનું મિશન

  • કપાસની ખેતીની ઉત્પાદકતા અને ટકાઉપણામાં નોંધપાત્ર સુધારણાઓને સરળ બનાવવા અને વધારે લાંબી મુખ્ય કપાસની જાતોને પ્રોત્સાહન આપવા માટે 5 વર્ષનાં મિશનની જાહેરાત કરવામાં આવી છે.

કેસીસી દ્વારા ધિરાણમાં વધારો

  • કેસીસી દ્વારા લેવામાં આવેલી લોન માટે સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ લોનની મર્યાદા ₹ 3 લાખથી વધારીને ₹ 5 લાખ કરવામાં આવશે.

આસામમાં યુરિયા પ્લાન્ટ

  • – આસામના નામરૂપમાં વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.

Union Budget 2025: વિકાસનાં બીજાં એન્જિન તરીકે એમએસએમઇ

એમએસએમઇ માટે વર્ગીકરણ માપદંડમાં સુધારો

  • તમામ એમએસએમઈનાં વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદા અનુક્રમે 2.5 અને 2 ગણી વધારવામાં આવશે.

લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડ

  • ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલા લઘુ ઉદ્યોગો માટે ₹ 5 લાખની મર્યાદા સાથે કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ, પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળ

  • ₹ 10, 000 કરોડનાં નવા યોગદાન સાથે નવું ભંડોળનું ભંડોળ ઊભું કરવામાં આવશે.

પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકો માટે યોજના

  • 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકો બનવા માટે આગામી 5 વર્ષમાં 2 કરોડ રૂપિયા સુધીની મુદતની લોન આપવાની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

ફૂટવેર અને ચર્મ ક્ષેત્રો માટે ફોકસ ઉત્પાદ યોજના

  • ભારતનાં ફૂટવેર અને ચામડા ક્ષેત્રની ઉત્પાદકતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા વધારવા માટે, 22 લાખ વ્યક્તિઓને રોજગારીની સુવિધા આપવા, ₹ 4 લાખ કરોડનું ટર્નઓવર પેદા કરવા અને ₹ 1.1 લાખ કરોડથી વધુની નિકાસ કરવા માટે એક કેન્દ્રિત ઉત્પાદ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

રમકડાં ક્ષેત્ર માટે પગલાં

  • ઉચ્ચ ગુણવત્તાવાળાં, અનન્ય, નવીન અને ટકાઉ રમકડાં બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતને રમકડાં માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવે છે.

ખાદ્ય પ્રક્રિયા માટે ટેકો

  • બિહારમાં રાષ્ટ્રીય ખાદ્ય પ્રૌદ્યોગિકી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સંસ્થાનની સ્થાપના કરવામાં આવશે.

મેન્યુફેક્ચરિંગ મિશન – “મેક ઇન ઇન્ડિયા“ને આગળ વધારવું

  • “મેક ઇન ઇન્ડિયા”ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતાં રાષ્ટ્રીય ઉત્પાદન મિશનની જાહેરાત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Dhan-Dhanya Krishi Yojana: કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને મળશે વેગ, આ 100 જિલ્લાઓમાં શરૂ થશે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના…

Union Budget 2025: વિકાસનાં ત્રીજાં એન્જિન તરીકે રોકાણ

  1. લોકોમાં રોકાણ કરવું

સક્ષમ અંગણવાડી અને પોષણ 2.0

  • પોષણ સહાય માટેના ખર્ચનાં ધોરણોને યોગ્ય રીતે વધારવામાં આવશે.

અટલ ટિંકરિંગ લેબ્સ

  • આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ સ્થાપવામાં આવશે.

સરકારી માધ્યમિક શાળાઓ અને પીએચસીને બ્રોડબેન્ડ જોડાણ

  • ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

ભારતીય ભાષા પુસ્તક યોજના

  • શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાનાં ડિજિટલ સ્વરૂપનાં પુસ્તકો પ્રદાન કરવા ભારતીય ભાષા પુસ્તક યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

કૌશલ્ય માટે રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો

  • આપણા યુવાનોને “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” ઉત્પાદન માટે જરૂરી કુશળતાથી સજ્જ કરવા માટે વૈશ્વિક કુશળતા અને ભાગીદારી સાથે કૌશલ્ય માટે 5 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

આઇઆઇટીમાં ક્ષમતાનું વિસ્તરણ

  • • વધુ 6,500 વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા પ્રદાન કરવા માટે વર્ષ 2014 પછી શરૂ થયેલી 5 આઇઆઇટીમાં વધારાનું માળખું ઊભું કરવામાં આવશે.

શિક્ષણ માટે એ.આઈ.માં ઉત્કૃષ્ટતા કેન્દ્ર

 

  • ₹ 500 કરોડના કુલ ખર્ચ સાથે શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

તબીબી શિક્ષણનું વિસ્તરણ

  • આગામી વર્ષે મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોમાં 10,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં 75,000 બેઠકો ઉમેરશે.

તમામ જિલ્લા હૉસ્પિટલોમાં ડે કેર કૅન્સર કેન્દ્રો

  • સરકાર આગામી 3 વર્ષમાં તમામ જિલ્લા હૉસ્પિટલોમાં ડે કેર કૅન્સર કેન્દ્રો સ્થાપશે, 2025-26માં 200 કેન્દ્રો.

શહેરી આજીવિકા મજબૂત કરવી

  • શહેરી કામદારોની આવક સુધારવામાં મદદરૂપ થવા અને ટકાઉ આજીવિકા મળી રહે તે માટે તેમના સામાજિક-આર્થિક ઉત્થાન માટેની યોજનાની જાહેરાત થઈ.

પીએમ સ્વનિધિ

  • બેંકો પાસેથી વધારાયેલી લોન, 30,000 રૂપિયાની મર્યાદા સાથે યુપીઆઈ સાથે જોડાયેલા ક્રેડિટ કાર્ડ અને ક્ષમતા નિર્માણ સહાય સાથે યોજનામાં સુધારો કરવામાં આવશે.

ઓનલાઇન પ્લેટફોર્મ કામદારોનાં કલ્યાણ માટે સામાજિક સુરક્ષા યોજના

  • સરકાર ગિગ-કામદારો માટે ઓળખપત્રો, ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી અને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્યસંભાળની વ્યવસ્થા કરશે.

આ સમાચાર પણ વાંચો:  વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ- કહ્યું – ગોળીના ઘા પર… !

2.  Union Budget 2025: અર્થતંત્રમાં રોકાણ

માળખાગત સુવિધાઓમાં જાહેર ખાનગી ભાગીદારી

  • માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત મંત્રાલયો પીપીપી મોડમાં 3 વર્ષના પ્રોજેક્ટ પાઈપલાઈનની રૂપરેખા સાથે આવશે, રાજ્યોને પણ પ્રોત્સાહિત કરાશે.

 

માળખાગત સુવિધાઓ માટે રાજ્યોને ટેકો

  • મૂડી ખર્ચ અને સુધારા માટે પ્રોત્સાહનો માટે રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન માટે ₹ 1.50 લાખ કરોડનો ખર્ચ પ્રસ્તાવિત છે.

સંપત્તિ મુદ્રીકરણ યોજના 2025-30

  • નવી પરિયોજનાઓમાં 10 લાખ કરોડ રૂપિયાની મૂડી પાછી ખેંચવા માટે 2025-30 માટેની બીજી યોજનાની જાહેરાત કરવામાં આવી.

જલ જીવન મિશન

  • વધારવામાં આવેલા કુલ ખર્ચ સાથે મિશન 2028 સુધી લંબાવવામાં આવશે.

અર્બન ચૅલેન્જ ફંડ

  • ‘સિટીઝ એઝ ગ્રોથ હબ’, ‘ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઑફ સિટીઝ’ અને ‘વોટર એન્ડ સેનિટેશન’ માટેની દરખાસ્તોને અમલમાં મૂકવા માટે ₹ 1 લાખ કરોડનાં અર્બન ચૅલેન્જ ફંડની જાહેરાત કરવામાં આવી છે, 2025-26 માટે ₹ 10,000 કરોડની ફાળવણી પ્રસ્તાવિત છે.

વિકસિત ભારત માટે પરમાણુ ઊર્જા મિશન

  • અણુ ઊર્જા અધિનિયમ અને પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી અધિનિયમમાં સુધારા હાથ ધરવામાં આવશે.
  • ₹ 20, 000 કરોડના ખર્ચે નાના મોડ્યુલર રિએક્ટર (એસ.એમ.આર.)ના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઊર્જા મિશનની સ્થાપના કરવામાં આવશે, 5 સ્વદેશી રીતે વિકસિત એસ.એમ.આર. 2033 સુધીમાં કાર્યરત થશે.

 

જહાજ નિર્માણ

  • • જહાજનિર્માણની નાણાકીય સહાય નીતિને નવેસરથી ઘડવામાં આવશે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્મોનાઇઝ્ડ માસ્ટર લિસ્ટ (એચ.એમ.એલ.)માં ચોક્કસ કદથી ઉપરનાં મોટાં જહાજોનો સમાવેશ કરવામાં આવશે.

દરિયાઈ વિકાસ ભંડોળ

  • ₹ 25, 000 કરોડનાં ભંડોળ સાથે મેરિટાઇમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરવામાં આવશે, જેમાં સરકાર દ્વારા 49 ટકા સુધીનું યોગદાન અને બાકી રકમ બંદરો અને ખાનગી ક્ષેત્રની હશે.

ઉડાન-પ્રાદેશિક જોડાણ યોજના

  • આગામી 10 વર્ષમાં 120 નવાં સ્થળો સાથે પ્રાદેશિક જોડાણ વધારવા અને 4 કરોડ મુસાફરોને લઇ જવા માટે સુધારેલી ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
  • પર્વતીય, આકાંક્ષી અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના જિલ્લાઓમાં હૅલિપેડ અને નાનાં હવાઇમથકોને ટેકો આપવા પણ.

બિહારમાં ગ્રીનફિલ્ડ હવાઈમથક

  • પટના હવાઇમથકની ક્ષમતાનાં વિસ્તરણ અને બિહતા ખાતે બ્રાઉનફિલ્ડ હવાઇમથક ઉપરાંત બિહારમાં ગ્રીનફિલ્ડ હવાઇમથકોની જાહેરાત કરવામાં આવી છે.

મિથિલાચલમાં પશ્ચિમી કોશી નહેર પરિયોજના

  • બિહારમાં પશ્ચિમી કોશી નહેર ઇ.આર.એમ. પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય.

ખાણકામ ક્ષેત્રમાં સુધારા

  • ટેલિંગમાંથી મહત્વપૂર્ણ ખનિજોની પુનઃપ્રાપ્તિ માટેની નીતિ લાવવામાં આવશે.

સ્વામિહ ફંડ 2

  • સરકાર, બેંકો અને ખાનગી રોકાણકારોનાં યોગદાન સાથે વધુ 1 લાખ રહેણાંક એકમોને ઝડપથી પૂર્ણ કરવાનાં લક્ષ્ય સાથે ₹ 15,000 કરોડનું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે.

રોજગારી આધારિત વૃદ્ધિ માટે પ્રવાસન

  • દેશનાં ટોચનાં 50 પ્રવાસન સ્થળો રાજ્યો સાથે ભાગીદારીમાં ચૅલેન્જ મોડ દ્વારા વિકસાવવામાં આવશે.
  1. Union Budget 2025:  ઈનોવેશનમાં રોકાણ

સંશોધન, વિકાસ અને નવીનતા

  • જુલાઈનાં બજેટમાં જાહેર કરાયેલ ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન, વિકાસ અને નવીનતા પહેલનાં અમલીકરણ માટે ₹ 20,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.

ડીપ ટેક ફંડ ઑફ ફંડ્સ

  • આગામી પેઢીનાં સ્ટાર્ટઅપ્સને ઉત્પ્રેરિત કરવા માટે ડીપ ટેક ફંડ ઑફ ફંડ્સની શોધ કરવામાં આવશે.

પીએમ રિસર્ચ ફૅલોશિપ

  • વધારાયેલી નાણાકીય સહાય સાથે આઈઆઈટી અને આઈઆઈએસસીમાં ટેકનોલોજીકલ સંશોધન માટે 10,000 ફેલોશિપ.

પાક જર્મપ્લાઝમ માટે જીન બેંક

  • ભવિષ્યમાં ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે 10 લાખ જર્મપ્લાઝમ લાઇનો સાથે બીજી જીન બેંકની સ્થાપના કરવામાં આવશે.

રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક મિશન

  • પાયાની ભૂ-સ્થાનિક માળખાગત સુવિધાઓ અને માહિતી વિકસાવવા રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક મિશનની જાહેરાત.

જ્ઞાન ભારતમ્‌ મિશન

  • શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, પુસ્તકાલયો અને ખાનગી સંગ્રાહકો પાસેના આપણા હસ્તપ્રત વારસાનાં સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે એક જ્ઞાન ભારતમ્‌ મિશનની જાહેરાત કરવામાં આવી છે, જે 1 કરોડથી વધુ હસ્તપ્રતોને આવરી લેશે.

આ સમાચાર પણ વાંચો:  Atal Tinkering Labs: આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ થશે

Union Budget 2025: વિકાસનાં ચોથાં એન્જિન તરીકે નિકાસ

નિકાસ પ્રોત્સાહન મિશન

  • ક્ષેત્રીય અને મંત્રીમંડળીય લક્ષ્યાંકો સાથે એક નિકાસ પ્રોત્સાહન મિશનની સ્થાપના કરવામાં આવશે, જેનું સંચાલન સંયુક્તપણે વાણિજ્ય, એમએસએમઈ ઉદ્યોગ અને નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવશે.

ભારતટ્રેડનેટ

  • આંતરરાષ્ટ્રીય વેપાર માટે વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય ઉકેલો માટે એકીકૃત મંચ તરીકે ‘ભારત ટ્રેડનેટ’ (બીટીએન)ને સ્થાપિત કરવામાં આવશે.

જીસીસી માટે રાષ્ટ્રીય માળખું

  • ઉભરતાં સ્તર 2 શહેરોમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યોને માર્ગદર્શન આપવા માટે એક રાષ્ટ્રીય માળખું ઘડવામાં આવશે.

Union Budget 2025: ઇંધણ તરીકે સુધારાઓઃ નાણાકીય ક્ષેત્રમાં સુધારા અને વિકાસ

વીમા ક્ષેત્રમાં એફડીઆઈ

  • વીમા ક્ષેત્ર માટે જે કંપનીઓ ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમનું રોકાણ કરે છે તેમના માટે એફડીઆઈની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે,.

એન.એ.બી.એફ.આઈ.ડી. દ્વારા ધિરાણ વૃદ્ધિ સુવિધા

  • એનએબીએફઆઈડી માળખાગત સુવિધાઓ માટે કોર્પોરેટ બોન્ડ્સ માટે ‘આંશિક ધિરાણ વૃદ્ધિ સુવિધા’ સ્થાપિત કરશે

ગ્રામીણ ક્રેડિટ સ્કોર

  • જાહેર ક્ષેત્રની બેંકો ગ્રામીણ વિસ્તારોમાં એસએચજીના સભ્યો અને લોકોની ધિરાણ જરૂરિયાતો પૂરી કરવા માટે ‘ગ્રામીણ ધિરાણ સ્કોર’ માળખું વિકસાવશે.

પેન્શન ક્ષેત્ર

  • નિયમનકારી સંકલન અને પેન્શન ઉત્પાદનોના વિકાસ માટે એક મંચની સ્થાપના કરવામાં આવશે.

 

નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ

  • તમામ બિન-નાણાકીય ક્ષેત્રનાં નિયમનો, પ્રમાણપત્રો, લાઇસન્સ અને મંજૂરીઓની સમીક્ષા માટે નિયમનકારી સુધારા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.

રાજ્યોનો રોકાણ મૈત્રી સૂચકાંક

  • સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારવા માટે 2025માં રાજ્યોનો રોકાણ મૈત્રી સૂચકાંક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

જન વિશ્વાસ બિલ 2.0

  • જન વિશ્વાસ બિલ 2.0 વિવિધ કાયદાઓમાં 100થી વધુ જોગવાઈઓને અપરાધમુક્ત કરશે.

 

Union Budget 2025: ભાગ બી

 

સીધા વેરા

 

  • નવી પ્રણાલી હેઠળ 12 લાખ રૂપિયાની આવક (એટલે કે મૂડી લાભ જેવા વિશેષ દરની આવક સિવાય દર મહિને સરેરાશ 1 લાખ રૂપિયાની આવક) સુધી કોઈ વ્યક્તિગત આવકવેરો ચૂકવવાપાત્ર નથી.
  • 75, 000 રૂપિયાની પ્રમાણભૂત કપાતને કારણે પગારદાર કરદાતાઓ માટે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા હશે.
  • આ નવું માળખું મધ્યમ વર્ગના કરવેરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને તેમના હાથમાં વધુ નાણાં મૂકશે, જેનાથી ઘરગથ્થુ વપરાશ, બચત અને રોકાણમાં વધારો થશે.
  • નવા આવકવેરા બિલ સ્પષ્ટ અને સીધું લખવામાં આવશે જેથી કરદાતાઓ અને કરવેરા વહીવટ માટે તેને સમજવું સરળ બને, જેનાથી કર નિશ્ચિતતા આવે અને મુકદ્દમામાં ઘટાડો થાય.
  • પ્રત્યક્ષ કરવેરામાં આશરે ₹ 1 લાખ કરોડની આવક જતી કરવામાં આવશે.

 

  • કરવેરાના દરનું સુધારેલું માળખું

 

  • નવી કરવેરા પ્રણાલીમાં સુધારેલા કરવેરાના દરનું માળખું નીચે મુજબ રહેશેઃ

આ સમાચાર પણ વાંચો: Mumbai Central Railway Block :મધ્ય રેલ્વેના મુસાફરો માટે મોટા સમાચાર! રેલવે પર બે દિવસનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યૂલ

0-4 લાખ રૂપિયા શૂન્ય
4-8 લાખ રૂપિયા 5 ટકા
8-12 લાખ રૂપિયા 10 ટકા
12-16 લાખ રૂપિયા 15 ટકા
16-20 લાખ રૂપિયા 20 ટકા
20- 24 લાખ રૂપિયા 25 ટકા
24 લાખ રૂપિયાથી વધુ 30 ટકા

 

 

  • મુશ્કેલીઓ હળવી કરવા માટે ટી.ડી.એસ./ટી.સી.એસ.ને તર્કસંગત બનાવવું

 

  • જે દર અને મર્યાદાઓથી ઉપર ટી.ડી.એસ. કાપવામાં આવે છે તેની સંખ્યામાં ઘટાડો કરીને સ્રોત પર કર કપાત (ટી.ડી.એસ.)ને તર્કસંગત બનાવવું.
  • વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર કર કપાતની મર્યાદા હાલની 50,000 રૂપિયાથી બમણી કરીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • ભાડા પર ટી.ડી.એસ. માટે 2.40 લાખ રૂપિયાની વાર્ષિક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • આરબીઆઇની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ મોકલેલી રકમ પર સ્રોત પર કર (ટીસીએસ) વસૂલવાની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • વધારે ટી.ડી.એસ. કપાતની જોગવાઈઓ માત્ર બિન-પાન કેસોમાં જ લાગુ થશે.
  • નિવેદન દાખલ કરવાની નિયત તારીખ સુધી ટી.સી.એસ.ની ચુકવણીમાં વિલંબના કેસો માટે બિન-ગુનાહિતકરણ.

 

  • અનુપાલનનો બોજ ઘટાડવો

 

  • નાનાં સખાવતી ટ્રસ્ટો/સંસ્થાઓ માટે નોંધણીનો સમયગાળો 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરીને પાલનનો બોજ ઘટાડવો.

 

  • સ્વ-ભોગવટા હેઠળની મિલકતોનાં વાર્ષિક મૂલ્યને શૂન્ય તરીકે દાવો કરવાનો લાભ આવી બે સ્વ-ભોગવટા હેઠળની મિલકતો માટે કોઈ પણ શરત વિના આપવામાં આવશે.
  • ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ
  • ત્રણ વર્ષના બ્લોક સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારની આર્મ્સ લેંગ્થ કિંમત નક્કી કરવા માટેની યોજનાની રજૂઆત.
  • મુકદ્દમા ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પ્રદાન કરવા માટે સલામત હાર્બરના નિયમોનો વ્યાપ વધારવો.
  • વ્યક્તિઓ દ્વારા 29મી ઑગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રાષ્ટ્રીય બચત યોજના (એન.એસ.એસ.)માંથી ઉપાડને મુક્તિ.
  • સામાન્ય એન.પી.એસ. ખાતાઓમાં ઉપલબ્ધ હોય તેવી જ રીતે એન.પી.એસ. વાત્સલ્ય ખાતાઓ સાથે સમાન વ્યવહાર, એકંદર મર્યાદાને આધીન છે.
  • રોજગાર અને રોકાણ

Union Budget 2025:  ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન યોજનાઓ માટે કરવેરાની નિશ્ચિતતા

 

  • ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાની સ્થાપના અથવા સંચાલન કરતી નિવાસી કંપનીને સેવાઓ પૂરી પાડતા બિન-રહેવાસીઓ માટે અનુમાનિત કરવેરાની વ્યવસ્થા.
  • નિર્દિષ્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન એકમોને પુરવઠો પૂરો પાડવા માટે ઘટકોનો સંગ્રહ કરતા બિન-રહેવાસીઓ માટે કરવેરાની નિશ્ચિતતા માટે સલામત બંદરની રજૂઆત.

 

અંતર્દેશીય જહાજો માટે ટનેજ ટેક્સ યોજના

 

દેશમાં અંતર્દેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય જહાજ અધિનિયમ, 2021 હેઠળ નોંધાયેલાં અંતર્દેશીય જહાજોને હાલની ટનભાર કર યોજનાનો લાભ આપવામાં આવશે.

  • સ્ટાર્ટ-અપ્સની સ્થાપના માટે વિસ્તરણ

1.4.2030 પહેલાં સ્થપાયેલ સ્ટાર્ટ-અપ્સને ઉપલબ્ધ લાભની મંજૂરી આપવા માટે સંસ્થાપનનો સમયગાળો 5 વર્ષ સુધી લંબાવવો.

  • વૈકલ્પિક રોકાણ ભંડોળ (એઆઇએફ)

માળખાગત સુવિધાઓ અને આવાં અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરી રહેલા શ્રેણી-1 અને શ્રેણી-2 એ.આઈ.એફ. માટે જામીનગીરીઓમાંથી થતા લાભ પર કરવેરાની ખાતરી

  • • સોવરેન અને પેન્શન ફંડ્સ માટે રોકાણની તારીખ લંબાવવી

માળખાગત ક્ષેત્રમાં તેમની પાસેથી ભંડોળને પ્રોત્સાહન આપવા માટે સાર્વભૌમ સંપત્તિ ભંડોળ અને પેન્શન ભંડોળમાં રોકાણ કરવાની તારીખ વધુ પાંચ વર્ષ વધારીને 31 માર્ચ, 2030 કરવામાં આવી છે.

Union Budget 2025: પરોક્ષ કર

ઔદ્યોગિક ચીજવસ્તુઓ માટે કસ્ટમ્સ ટેરિફ માળખાને તર્કસંગત બનાવવું

કેન્દ્રીય બજેટ 2025-26માં નીચેની દરખાસ્તો રજૂ કરવામાં આવી છેઃ

  1. સાત ટેરિફ દર દૂર કરવા. આ 2023-24 બજેટમાં દૂર કરવામાં આવેલા સાત ટેરિફ દરો ઉપરાંત છે. આ પછી, ‘શૂન્ય’ દર સહિત માત્ર આઠ ટેરિફ દર બાકી રહેશે.
  2. કેટલીક વસ્તુઓ સિવાય, જ્યાં આવી ઘટનાઓમાં નજીવો ઘટાડો થશે, ત્યાં વ્યાપકપણે અસરકારક ડ્યુટી ઇન્સિડેન્સ જાળવવા માટે યોગ્ય સેસ લાગુ કરવો.
  3. એક કરતાં વધુ સેસ અથવા સરચાર્જ નહીં. તેથી સેસને આધિન 82 ટેરિફ લાઇન પર સમાજ કલ્યાણ સરચાર્જને મુક્તિ આપવામાં આવી છે.

પરોક્ષ કરવેરામાં આશરે ₹ 2600 કરોડની આવક જતી કરવામાં આવશે.

દવાઓ/ઔષધિની આયાત પર રાહત

  • 36 જીવનરક્ષક દવાઓ અને ઔષધિ ઓને બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (બીસીડી)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
  • 6 જીવનરક્ષક દવાઓ પર 5 ટકાની છૂટછાટવાળી કસ્ટમ ડ્યુટી લાગુ કરવામાં આવશે.
  • ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ નિર્દિષ્ટ દવાઓ અને ઔષધિઓને બી.સી.ડી.માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે; 13 નવા દર્દી સહાય કાર્યક્રમો સાથે વધુ 37 દવાઓ ઉમેરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2025 વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું

સ્થાનિક ઉત્પાદન અને મૂલ્ય સંવર્ધનને ટેકો

  • મહત્વપૂર્ણ ખનિજોઃ
    • કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બેટરીનો ભંગાર, લીડ, ઝિંક અને 12 વધુ મહત્વપૂર્ણ ખનિજોને BCDમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
  • કાપડઃ
    • વધુ બે પ્રકારના શટલ-લેસ લૂમ્સને કાપડની મશીનરીમાં સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
    • ગૂંથેલા કાપડ પર બી.સી.ડી.નો દર “10 ટકા અથવા 20 ટકા”થી સુધારીને “20 ટકા અથવા” 115 પ્રતિ કિલો, જે પણ વધારે હોય તે.
  • ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓઃ
    • ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે (આઇએફપીડી) પર બી.સી.ડી. 10 ટકાથી વધીને 20 ટકા થઈ છે.
    • ઓપન સેલ અને અન્ય ઘટકો પર બી.સી.ડી. ઘટીને 5 ટકા થઈ ગઈ.
    • ઓપન સેલના ભાગો પર બીસીડીને મુક્તિ આપવામાં આવી છે.
  • લિથિયમ આયન બૅટરીઃ
    • ઇ.વી. બૅટરી ઉત્પાદન માટે 35 વધારાની મૂડીગત ચીજવસ્તુઓ અને મોબાઇલ ફોન બૅટરી ઉત્પાદન માટે 28 વધારાની મૂડીગત વસ્તુઓને મુક્તિ આપવામાં આવી છે.
  • શિપિંગ ક્ષેત્રઃ
    • કાચા માલ, ઘટકો, ઉપભોજ્ય વસ્તુઓ અથવા જહાજોનાં ઉત્પાદન માટેના ભાગો પર બી.સી.ડી.ની મુક્તિ વધુ દસ વર્ષ માટે લંબાવવામાં આવી છે.
    • જહાજ તોડવા માટે એ જ વ્યવસ્થા ચાલુ રહેશે.
  • ટેલિકોમ્યુનિકેશનઃ
    • કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વીચો પર બી.સી.ડી. 20 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગઈ.

Union Budget 2025: નિકાસ પ્રોત્સાહન

  • હસ્તકલાની વસ્તુઓ:
    • નિકાસ માટેનો સમયગાળો છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવ્યો છે, જો જરૂરી હોય તો વધુ ત્રણ મહિના સુધી લંબાવી શકાય છે.
    • ડ્યુટી-ફ્રી ઇનપુટ્સની યાદીમાં નવ વસ્તુઓ ઉમેરવામાં આવી છે.
  • ચામડું ક્ષેત્રઃ
    • ભીના વાદળી ચામડા પર બી.સી.ડી.ને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
    • ક્રસ્ટ લેધરને 20 ટકા નિકાસ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • દરિયાઈ ઉત્પાદનોઃ
    • ફ્રોઝન ફિશ પેસ્ટ (સૂરીમી) પર તેના એનાલોગ ઉત્પાદનોનાં ઉત્પાદન અને નિકાસ માટે બી.સી.ડી. 30 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
    • માછલી અને ઝીંગા ફીડનાં ઉત્પાદન માટે ફિશ હાઇડ્રોલાઇસેટ પર BCD 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
  • રેલવે માલ માટે સ્થાનિક એમ.આર.ઓ.:
    • રેલવેના એમ.આર.ઓ.ને સમારકામની વસ્તુઓની આયાતના સંદર્ભમાં વિમાન અને જહાજોના એમ.આર.ઓ. જેવો જ લાભ થશે.
    • આવી વસ્તુઓની નિકાસ માટેની સમયમર્યાદા 6 મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવી છે અને તેને વધુ એક વર્ષ માટે લંબાવી શકાય છે.

વેપારની સુવિધા

  • કામચલાઉ આકારણી માટે સમય મર્યાદાઃ
    • કામચલાઉ આકારણીને આખરી ઓપ આપવા માટે, બે વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે એક વર્ષ સુધી વધારી શકાય છે.
  • • સ્વૈચ્છિક અનુપાલનઃ
    • આયાતકારો અથવા નિકાસકારોને માલની મંજૂરી પછી, સ્વેચ્છાએ મહત્વપૂર્ણ તથ્યો જાહેર કરવા અને વ્યાજ સાથે પરંતુ દંડ વિના ડ્યુટી ચૂકવવા માટે સક્ષમ બનાવવા માટે એક નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
  • • અંતિમ ઉપયોગ માટે લંબાવેલો સમયઃ
    • સંબંધિત નિયમોમાં આયાતી ઇનપુટ્સના અંતિમ ઉપયોગ માટેની સમયમર્યાદા છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવી છે.
    • આવા આયાતકારો માસિક નિવેદનને બદલે માત્ર ત્રિમાસિક નિવેદનો ફાઇલ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Atal Tinkering Labs 50,000 Atal Tinkering Labs to be established in government schools in the next 5 years
દેશ

Atal Tinkering Labs: આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ થશે

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ભારતીય ભાષા પુસ્તક યોજના ભારતીય ભાષાઓમાં ડિજિટલ સ્વરૂપના પુસ્તકો ઉપલબ્ધ કરશે
  • ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન, વિકાસ અને નવીનતા લાગુ કરવા માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી
  • પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ IIT અને IISCમાં તકનીકી સંશોધન માટે 10,000 ફેલોશિપની જોગવાઈ
  • “મેક ફોર ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” મેન્યુફેક્ચરિંગ માટે યુવાનોને સજ્જ કરવા માટે કૌશલ્ય માટે 5 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો
  • કુલ 500 કરોડ રૂપિયાના ખર્ચ સાથે શિક્ષણ માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર
Atal Tinkering Labs: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2025-26નું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતી વખતે નવીનતાને પોષવા માટે વિવિધ વિકાસલક્ષી પગલાં લેવાની દરખાસ્ત રજૂ કરી હતી.

કેન્દ્રીય નાણાં મંત્રીએ કુતૂહલ અને નવીનતાની ભાવના કેળવવા તથા યુવા માનસમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવાની જાહેરાત કરી  હતી. કેન્દ્રીય અંદાજપત્રમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NA9L.jpg

ઉચ્ચ શિક્ષણ અંગે, કેન્દ્રીય બજેટ 2025-26માં જણાવાયું છે કે 23 આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છેલ્લા 10 વર્ષમાં 65,000થી 1.35 લાખ થઈને 100 ટકા વધી ગઈ છે. વધુ 6,500 વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા માટે વર્ષ 2014 પછી શરૂ થયેલી 5 આઇઆઇટીમાં વધારાનું માળખું ઊભું કરવામાં આવશે. આઇઆઇટી, પટણામાં છાત્રાલય અને અન્ય માળખાગત સુવિધાઓની ક્ષમતાનું પણ વિસ્તરણ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને તેમના વિષયોને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે શ્રીમતી નિર્મલા સીતારમણે શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ સ્વરૂપના ભારતીય ભાષાના પુસ્તકો પ્રદાન કરવા માટે ભારતીય ભાષા પુસ્તક યોજના અમલમાં મૂકવાની દરખાસ્ત રજૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025: આગામી પાંચ વર્ષમાં ‘સબકા વિકાસ’ સાકાર કરવાની યોજના શરુ કરી, આર્થિક વૃદ્ધિ માટે આ ચાર શક્તિશાળી એન્જિન રજુ કર્યાં

Atal Tinkering Labs: કેન્દ્રીય નાણાં મંત્રીએ  યુવાનોને “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” ઉત્પાદન માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા વૈશ્વિક કુશળતા અને ભાગીદારી સાથે કૌશલ્ય માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપવાની પણ જાહેરાત  કરી હતી. આ ભાગીદારીમાં અભ્યાસક્રમની ડિઝાઇન, ટ્રેનર્સને તાલીમ, કૌશલ્ય પ્રમાણપત્ર માળખું અને સમયાંતરે સમીક્ષાને આવરી લેવામાં આવશે.

કેન્દ્રીય બજેટમાં શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કુલ રૂ. 500 કરોડના ખર્ચ સાથે એક ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી  છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XKZ2.jpg

શ્રીમતી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન, વિકાસ અને નવીનીકરણના અમલીકરણ માટે રૂ. 20,000 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. આગામી પાંચ વર્ષમાં પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ આઇઆઇટી અને આઇઆઇએસસીમાં ટેકનોલોજીકલ સંશોધન માટે 10,000 ફેલોશિપની જોગવાઈ પણ બજેટમાં પ્રસ્તાવિત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક