• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Aviation Sector
Tag:

Aviation Sector

Union Budget 2025 Shipping Funds worth crores for maritime and aviation sectors, plans to launch 120 new airports
દેશ

Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • આગામી 10 વર્ષમાં 120 નવા સ્થળોને જોડવા અને 4 કરોડ મુસાફરોને લઈ જવા માટે સુધારેલી ઉડાન યોજના
  • રૂ. 25,000 કરોડના દરિયાઇ વિકાસ ભંડોળની દરખાસ્ત
  • બિહાર માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ અને પશ્ચિમ કોશી નહેર પ્રોજેક્ટ

Union Budget 2025 Shipping:  મેરીટાઈમ ઉદ્યોગને લાંબા ગાળાના ધિરાણ માટે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે રૂ. 25,000 કરોડના ભંડોળ સાથે મેરિટાઇમ ડેવલપમેન્ટ ફંડ સ્થાપવાની દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં તેમના બજેટ ભાષણમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ કોર્પસ દરિયાઇ ઉદ્યોગમાં વિતરિત સમર્થન અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે હશે. આ ભંડોળમાં સરકાર દ્વારા 49 ટકા સુધીનું યોગદાન હશે અને બાકીની રકમ બંદરો અને ખાનગી ક્ષેત્રમાંથી એકત્ર કરવામાં આવશે.

 
આ સમાચાર પણ વાંચો:  Dhan-Dhanya Krishi Yojana: કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને મળશે વેગ, આ 100 જિલ્લાઓમાં શરૂ થશે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના…

Union Budget 2025 Shipping: નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે ખર્ચના નુકસાનને પહોંચી વળવા માટે શિપબિલ્ડિંગ ફાઇનાન્સિયલ આસિસ્ટન્સ પોલિસીમાં સુધારો કરવામાં આવશે. જેમાં સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ભારતીય યાર્ડ્સમાં શિપબ્રેકિંગ માટે ક્રેડિટ નોટ્સ પણ સામેલ હશે. તદુપરાંત, ચોક્કસ કદથી વધુના મોટા જહાજોને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્મોનાઇઝ્ડ માસ્ટર લિસ્ટ (એચએમએલ)માં સમાવવાની દરખાસ્ત છે. કેન્દ્રીય બજેટમાં જહાજોની રેન્જ, કેટેગરી અને ક્ષમતા વધારવા માટે ‘શિપબિલ્ડિંગ ક્લસ્ટર્સ’ની સુવિધા આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમાં વધારાની માળખાગત સુવિધાઓ, કૌશલ્યવર્ધન અને સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની ટેકનોલોજી સામેલ હશે. જહાજનિર્માણમાં લાંબા ગાળાનો સમયગાળો છે એ વાતનો સ્વીકાર કરતાં નાણામંત્રીએ કાચા માલ, ઘટકો, ઉપભોક્તાઓ કે ભાગો પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિને વધુ 10 વર્ષ સુધી ચાલુ રાખવાની દરખાસ્ત રજૂ કરી હતી. તેણીએ વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે શિપ બ્રેકિંગ માટે સમાન વિતરણની દરખાસ્ત કરી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-011312179J3C.png

આ સમાચાર પણ વાંચો:  Mumbai Central Railway Block :મધ્ય રેલ્વેના મુસાફરો માટે મોટા સમાચાર! રેલવે પર બે દિવસનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યૂલ

Union Budget 2025 Shipping: પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ ઉડાનની પ્રશંસા કરતા શ્રીમતી નિર્મલા સીતારમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ઉડાને 1.5 કરોડ મધ્યમ વર્ગના લોકોને ઝડપી મુસાફરી માટે તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા સક્ષમ બનાવ્યા છે. આ યોજનાએ 88 એરપોર્ટને જોડ્યા છે અને 619 રૂટ કાર્યરત કર્યા છે. આ સફળતાથી પ્રેરિત થઈને સંશોધિત ઉડાન યોજના શરૂ કરવામાં આવશે, જે આગામી 10 વર્ષમાં 120 નવા સ્થળો સુધી પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા અને 4 કરોડ મુસાફરોનું વહન કરવા માટે શરૂ કરવામાં આવશે અને આ યોજના પર્વતીય, મહત્વાકાંક્ષી અને પૂર્વોત્તર ક્ષેત્રના જિલ્લાઓમાં હેલિપેડ અને નાના એરપોર્ટને પણ ટેકો આપશે, એમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું. તેમણે ગૃહને એમ પણ માહિતી આપી હતી કે સરકાર ઉચ્ચ મૂલ્યના નાશવંત બાગાયતી પેદાશો સહિત એર કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેરહાઉસિંગના અપગ્રેડેશનની સુવિધા આપશે. કાર્ગો સ્ક્રિનિંગ અને કસ્ટમ્સ પ્રોટોકોલને પણ સુવ્યવસ્થિત કરવામાં આવશે અને તેને યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આવશે.

બિહાર રાજ્યને માળખાગત સુવિધાઓને વેગ આપતા કેન્દ્રીય નાણામંત્રીએ દરખાસ્ત કરી હતી કે, ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા બિહારમાં રાજ્યની ભવિષ્યની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. આ પટના એરપોર્ટની ક્ષમતાના વિસ્તરણ અને બિહતા ખાતે બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ઉપરાંત હશે. પશ્ચિમી કોશી નહેર ઇઆરએમ પ્રોજેક્ટ માટે પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જેનાથી બિહારના મિથિલાંચલ વિસ્તારમાં 50,000 હેક્ટરથી વધુ જમીનનું વાવેતર કરતા મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Celebrating the 8th anniversary of 'Udan', PM Modi said, 'UDAN has revolutionized the Aviation.'
દેશ

PM Modi UDAN: PM મોદીએ ‘ઉડાન’ની 8મી વર્ષગાંઠની કરી ઉજવણી, કહ્યું , ’UDANએ આ ક્ષેત્રમાં લાવી ક્રાંતિ.’

by Hiral Meria October 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Modi UDAN: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉડાન (ઉડે દેશ કે આમ નાગરિક) યોજનાની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી, જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. 

PM મોદીએ આ મુખ્ય પહેલની મુખ્ય અસરો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

PM Modi UDAN: પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યુઃ

“આજે, આપણે ઉડાનના ( UDAN Scheme ) 8 વર્ષ પૂરાં થવાની ઉજવણી કરી રહ્યા છીએ, એક પહેલ જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને ( Aviation sector ) બદલી નાખ્યું છે. એરપોર્ટની સંખ્યા વધારવાથી લઈને વધુ હવાઈ માર્ગો સુધી, આ યોજનાએ કરોડો લોકોને ઉડ્ડયનની સુવિધા સુનિશ્ચિત કરી છે. સાથે જ, તેનો વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રીય વિકાસને આગળ વધારવા પર મોટી અસર કરે છે. આવનારા સમયમાં, અમે ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવાનું ચાલુ રાખીશું અને લોકો ( Narendra Modi ) માટે બહેતર કનેક્ટિવિટી અને આરામ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”

Today, we mark #8YearsOfUDAN, an initiative that has transformed India’s aviation sector. From an increase in number of airports to more air routes, this scheme has ensured crores of people have access to flying. At the same time, it has had a major impact on boosting trade and… https://t.co/dnSNswBTsV

— Narendra Modi (@narendramodi) October 21, 2024

આ સમાચાર પણ વાંચો :  Police Commemoration Day PM Modi: આજે ‘પોલીસ સ્મૃતિ દિવસ’, PM મોદીએ પોલીસ કર્મચારીઓને આપી શ્રદ્ધાંજલિ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Domestic Airlines- Air passenger numbers up this year, domestic passenger traffic up 38.27 percent Ministry
વેપાર-વાણિજ્ય

Domestic Airlines: આ વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં ભારેભરખમ વધારો, સ્થાનિક મુસાફરોનો ટ્રાફિક આટલા ટકકા વધ્યો: મંત્રાલય… વાંચો વિગતે અહીં..

by Hiral Meria September 22, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Domestic Airlines: નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ( Ministry of Civil Aviation ) અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રથમ આઠ મહિનામાં સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રે ( domestic aviation ) પેસેન્જર ટ્રાફિકમાં ( passenger traffic ) પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 38.27 ટકા વધી છે.”

મંત્રાલયના તાજેતરના ડેટા વિશ્લેષણ અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ 2023 દરમિયાન સ્થાનિક એરલાઇન્સ દ્વારા વહન કરવામાં આવતા મુસાફરોની સંખ્યા વધીને 1190.62 લાખ થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 38.27 ટકાનો વધારો દર્શાવે છે.

માત્ર ઓગસ્ટ 2023 મહિનામાં જ 23.13 ટકાનો માસિક વૃદ્ધિ દર જોવા મળ્યો છે, જેમાં મુસાફરોની સંખ્યા વધીને 148.27 લાખ થઈ ગઈ છે. પેસેન્જર સંખ્યામાં આ ઉન્નતિનું વલણ ઉદ્યોગની સ્થિતિસ્થાપકતા અને વૈશ્વિક રોગચાળા દ્વારા ઊભા થયેલા પડકારોમાંથી પુનઃપ્રાપ્તિને પ્રતિબિંબિત કરે છે.

સ્થાનિક એરલાઇન્સ માટે એકંદર રદ કરવાનો દર માત્ર 0.65 ટકા

ડેટા મુજબ, પેસેન્જર ટ્રાફિકમાં પ્રભાવશાળી વૃદ્ધિ હોવા છતાં, તે નોંધનીય છે કે આ વર્ષે ઓગસ્ટમાં સુનિશ્ચિત સ્થાનિક એરલાઇન્સ માટે એકંદર રદ કરવાનો દર માત્ર 0.65 ટકા હતો. આ વર્ષે ઓગસ્ટ દરમિયાન, નિર્ધારિત ડોમેસ્ટિક એરલાઈન્સને પેસેન્જર સંબંધિત કુલ 288 ફરિયાદો મળી હતી. આમ, પ્રતિ 10,000 મુસાફરોએ ફરિયાદ દર માત્ર 0.23 ટકા હતો. ઓછી ફરિયાદો અને રદ્દીકરણ દર એ ગ્રાહક સંતોષને પ્રાધાન્ય આપવા અને તેમને વિશ્વસનીય અને કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવાના ઉદ્યોગના પ્રયાસોનો પુરાવો છે.

આ સમાચાર પણ વાંચો : Unemployment In India: દેશમાં 25 વર્ષથી નીચેના આટલા ટકા યુવાનો બેરોજગાર.. રિપોર્ટના આંકડા ચોંકવનારા.. જાણો શું છે આ સંપુર્ણ અહેવાલ.. વાંચો વિગતે અહીં…

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ( Jyotiraditya Scindia ) કહ્યું છે કે આ સાતત્યપૂર્ણ વૃદ્ધિ એ એરલાઇન્સ, એરપોર્ટ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સલામત, કાર્યક્ષમ ગ્રાહક-કેન્દ્રિત ઉડ્ડયન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા સામૂહિક પ્રયાસોનું પ્રમાણ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઉડ્ડયન ઉદ્યોગ ઊભરતી મુસાફરીની માંગ અને નિયમોને અનુરૂપ બનીને મુસાફરોની સલામતી અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. જેમ જેમ હવાઈ મુસાફરી સતત સુધરી રહી છે, તેમ તેમ સ્થાનિક એરલાઈન્સ સમગ્ર ભારતમાં આર્થિક વૃદ્ધિ અને કનેક્ટિવિટીની સુવિધામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

September 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક