• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Ayan Mukerji
Tag:

Ayan Mukerji

Durga Puja 2025: Kajol and Rani Mukerji Break Down Remembering Deb Mukherjee – Family Tribute Goes Viral
મનોરંજન

Durga Puja 2025: દુર્ગા પંડાલમાં માતા દુર્ગાની આરતી દરમિયાન કાજોલ અને રાનીની આંખો ભરાઈ, એકબીજા ને ગળે લગાવી રડતી જોવા મળી અભિનેત્રી, વિડીયો થયો વાયરલ

by Zalak Parikh September 28, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Durga Puja 2025: દુર્ગા પૂજા 2025 દરમિયાન મુંબઈના નોર્થ બોમ્બે પંડાલમાં કાજોલ, રાની મુખર્જી , તનિશા  અને આયન મુખર્જી એકસાથે જોવા મળ્યા. આ વર્ષે તેમના કાકા અને આયનના પિતા દેબ મુખર્જી ના અવસાન પછી આ પ્રથમ પૂજા હતી, જેને તેઓ દર વર્ષે આયોજિત કરતા હતા. પૂજાના સમયે કાજોલ અને રાની એકબીજાને વળગી ને રડી પડ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ સમાચાર પણ વાંચો : Homebound Review: ધર્મના ભેદભાવ સામે બે મિત્રોની સંઘર્ષમય યાત્રા ને દર્શાવે છે હોમબાઉન્ડ, જાણો કેવી છે ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની ફિલ્મ

દેબ મુખર્જી માટે શ્રદ્ધાંજલિ

દેબ મુખર્જી 14 માર્ચ 2025ના રોજ 83 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. તેઓ દર વર્ષે દુર્ગા પૂજા પંડાલનું આયોજન કરતા હતા. આ વર્ષે તેમના વિના પૂજા કરવી પરિવાર માટે ખૂબ જ ભાવનાત્મક હતી. તનિશાએ જણાવ્યું કે, “દેબુ કાકા હંમેશા ઈચ્છતા કે વધુ લોકો સુધી પૂજાની ખુશી પહોંચે. આ વર્ષે અમે વધુ લોકોને ભોજન આપવાનું આયોજન કર્યું છે.”કાજોલ, રાની, તનિશા અને શરબાની મુખર્જી એકબીજાને વળગી ને રડી પડ્યા તે ક્ષણનો વિડીયો વાયરલ થયો છે. કાજોલ અને આયન વચ્ચેનો હાર્ટફેલ્ટ હગ પણ સોશિયલ મીડિયા પર ખૂબ શેર થયો. આ પંડાલમાં માતા દુર્ગાની મૂર્તિનું અનાવરણ “આઈગિરી નંદિની” સ્તોત્ર સાથે કરવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


કાજોલ ક્રીમ કલરની સિલ્ક સાડીમાં અને લાલ બ્લાઉઝમાં જોવા મળી, જ્યારે રાની મુખર્જી સફેદ સાડી અને નાજુક ફૂલોના બોર્ડર સાથે ખૂબ જ સુંદર લાગી. બંનેએ મિનિમલ મેકઅપ અને પરંપરાગત આભૂષણ પહેર્યા હતા. આયન મુખર્જી સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યા. તનિશા લેમન કલરની સાડીમાં પંડાલમાં રોશની લાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hrithik Roshan Hosts Private Party for Jr NTR Family After War 2 Wrap-Up
મનોરંજન

War 2: વોર 2 ના શૂટિંગ બાદ રિતિક રોશન એ આવી રીતે કરી જુનિયર એનટીઆર ની આવભગત

by Zalak Parikh July 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

War 2: બોલીવૂડ એક્ટર રિતિક રોશન અને જુનિયર એનટીઆર છેલ્લા પાંચ મહિનાથી ‘વોર 2’  ની હાઈ-ઍક્શન શૂટિંગમાં વ્યસ્ત હતા. તાજેતરમાં ફિલ્મના ખાસ ડાન્સ સોંગ ના શૂટિંગ સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. આ પ્રસંગે રિતિક એ પોતાના ઘરમાં એક ખાનગી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં જુનિયર એનટીઆરનો પરિવાર, દિગ્દર્શક અયાન મુખર્જી અને યશરાજ ફિલ્મ્સના કેટલાક ખાસ લોકો હાજર રહ્યા.

આ સમાચાર પણ વાંચો : Smita Jaykar: ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો સલમાન-એશ્વર્યા રાયનો પ્રેમ: સ્મિતા જયકર

રિતિક ના ઘરમાં ખાસ પાર્ટી અને ફેમિલી મોમેન્ટ

પાર્ટી દરમિયાન જુનિયર એનટીઆરના બાળકો પણ હાજર રહ્યા, જે રિતિક ના મોટા ફેન છે. રિતિક  તેમને ખૂબ પ્રેમથી મળ્યા અને પોતાનું ઘર તેમનું ઘર સમજીને તેમને આવકાર્યું. આ મોમેન્ટ એનટીઆર અને તેમના પરિવાર માટે ખૂબ ખાસ રહ્યો.ફિલ્મના અંતિમ ડાન્સ સીનને કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ  દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. 6 દિવસ સુધી ચાલેલા આ શૂટિંગમાં રિતિક અને એનટીઆર વચ્ચે જબરદસ્ત ટ્યુનિંગ જોવા મળ્યું. રિતિક રોશન ફિલ્મના ક્રૂ અને એક્ટર્સ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


‘વોર 2’ માં રિતિક રોશન ‘કબીર’ અને જુનિયર એનટીઆર ‘એજન્ટ વિનોદ’ના પાત્રમાં જોવા મળશે. કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 14 ઓગસ્ટ 2025ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhoom 4 Ranbir Kapoor to Lead એન્ડ Shooting Begins in 2026
મનોરંજન

Dhoom 4: ધૂમ 4 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો શૂટિંગ થી લઈને રિલીઝ ડેટ સુધી ની તમામ વિગતો

by Zalak Parikh June 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Dhoom 4: બોલીવૂડ ની લોકપ્રિય એક્શન સિરીઝ ધૂમ હવે તેના ચોથા ભાગ સાથે પાછી ફરી રહી છે. ‘ધૂમ 4’ માટે રણબીર કપૂર ને લીડ રોલ માટે પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મની શૂટિંગ 2026 ના એપ્રિલથી શરૂ થશે અને 2027માં રિલીઝ થવાની શક્યતા છે. આ ફિલ્મ માટે યશરાજ ફિલ્મ્સ (YRF) દ્વારા નવી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Jalso – A Family Invitation : મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા

રણબીર કપૂર બનશે ધૂમ 4 નો હીરો

રિપોર્ટ્સ મુજબ, રણબીર કપૂર ‘ધૂમ 4’માં મુખ્ય ભૂમિકા ભજવશે અને તેના પાત્રને તેની પર્સનાલિટી અને ઓરા અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તે બાઈક પર ચોરી કરતો જોવા મળશે, જે ધૂમ સિરીઝની ઓળખ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


આદિત્ય ચોપરા અને શ્રીધર રાઘવન મળીને ધૂમ 4ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. ફિલ્મને રિબૂટ  તરીકે રજૂ કરવામાં આવશે અને તે યશરાજના સ્પાય યુનિવર્સ થી અલગ હશે.ફિલ્મના નિર્દેશનની જવાબદારી અયાન મુખર્જી સંભાળશે. તે ‘વૉર 2’  પછી ‘ધૂમ 4’ના પ્રી-પ્રોડક્શન પર ધ્યાન આપશે. ફિલ્મ નું શૂટિંગ 2026 ના અંત સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hrithik Roshan to Drop War 2 Surprise for NTR Birthday on May 20
મનોરંજન

War 2: જુનિયર એનટીઆર નો આ વખત નો જન્મદિવસ રહેશે ખાસ, રિતિક રોશન સાઉથ સુપરસ્ટાર અને વોર 2 માટે બનાવી રહ્યો છે આવી યોજના

by Zalak Parikh May 17, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

War 2: બોલીવૂડ સુપરસ્ટાર રિતિક રોશન એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફેન્સમાં ભારે ઉત્સુકતા જગાવી છે. તેણે લખ્યું કે, “એ નંદમૂરી તારક રામા રાવ (NTR), લાગે છે તને ખબર છે કે 20 મેના રોજ શું થવાનું છે? પણ વિશ્વાસ રાખ, તને કલ્પના પણ નહીં હોય કે શું આવવાનું છે!” આ પોસ્ટથી સ્પષ્ટ છે કે ‘વોર 2’ (War 2)થી જોડાયેલું મોટું સરપ્રાઇઝ એન.ટી.આર.ના જન્મદિવસે જાહેર થવાનું છે.

આ સમાચાર પણ વાંચો: Special Ops 2 Teaser: સ્પેશિયલ ઓપ્સ 2 નું ટીઝર થયું રિલીઝ, આતંકવાદ સામે લડવા હિંમત સિંહ એ કસી કમર

‘વૉર 2’માં ઋતિક અને એન.ટી.આર.ની તોફાની જોડી

રિતિક રોશનની પોસ્ટથી સ્પષ્ટ છે કે 20 મેના રોજ એન.ટી.આર.ના જન્મદિવસે ‘વૉર 2’ ને લઈને મોટી જાહેરાત થવાની શક્યતા છે. શું તે ટ્રેલર હશે? કે ફર્સ્ટ લુક? કે પછી કોઈ એક્શન ક્લિપ? ફેન્સ હવે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.

Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2

— Hrithik Roshan (@iHrithik) May 16, 2025


‘વોર 2’માં રિતિક  રોશન ફરી એકવાર ‘કબીર’ના પાત્રમાં જોવા મળશે અને આ વખતે તેની સાથે હશે પેન ઇન્ડિયા સુપરસ્ટાર એન.ટી.આર. (NTR)। ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જીકરી રહ્યા છે, જે યુવા અને પ્રતિભાશાળી ડિરેક્ટર તરીકે જાણીતા છે.’વૉર 2’ 14 ઓગસ્ટ 2025ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor alia bhatt and akash ambani reached at ayan mukerji home
મનોરંજન

Ranbir-Alia With Akash Ambani: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જી ના ઘરે પહોંચ્યો આકાશ અંબાણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

by Zalak Parikh March 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranbir-Alia With Akash Ambani: બોલિવુડના ફિલ્મ મેકર અયાન મુખર્જી ના પિતા અને અભિએન્ટ દેબ મુખર્જી નું 14 માર્ચ, 2025 ના રોજ 83 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધન થી બોલિવૂડ માં શોક ની લહેર પ્રસરી ગઈ હતી. અયાન મુખર્જી ના દુઃખ ના સમયે તેના ખાસ મિત્રો આલિયા અને રણબીર તેની સાથે ઉભેલા હતા. હવે આલિયા અને રણબીર ના ખાસ મિત્ર અને બિઝનેસ ટાયકૂન આકાશ અંબાણી પણ અયાન મુખર્જી ના ઘરે પહોંચ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Sonu Nigam: સોનુ નિગમના પરફોર્મન્સ દરમિયાન થયો હંગામો, પથ્થરો અને બોટલો ફેંકવા પર ગાયકે આપી આવી પ્રતિક્રિયા

આકાશ અંબાણી અયાન મુખર્જી ના ઘરે પહોંચ્યો 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આકાશ અંબાણી એક લકઝરી કાર માં આગળ ની સીટ પર બેઠેલો જોવા મળી રહ્યો છે. અને આકાશ અંબાણી ની પાછળ ની સીટ પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ જોવા મળી રહ્યા છે. ત્રેણય અયાન મુખર્જી ના ઘરે તેમને સાંત્વના આપવા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


તમને જણાવી દઈએ કે આકાશ અંબાણી એ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નો ખાસ મિત્ર છે. આકાશ અંબાણી એ રણબીર કપૂર ના ભાઈ આદર જૈન ના લગ્ન માં પણ હાજરી આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શું બ્રહ્માસ્ત્ર 2 થી બોલિવૂડ માં ડેબ્યુ કરશે આ સ્ટાર કિડ -ભજવશે વનરાસ્ત્રની ભૂમિકા-જાણો વાયરલ પોસ્ટ પાછળની હકીકત 

by Dr. Mayur Parikh October 3, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

‘બ્રહ્માસ્ત્ર’(Brahmastra) ફિલ્મને લઈને લોકોનો ક્રેઝ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. હવે બ્રહ્માસ્ત્ર 2 માં, જેને 'દેવ' નામ આપવામાં આવ્યું છે, સોશિયલ મીડિયા(Social media) પર એક્ટર્સના કાસ્ટિંગને(Casting of actors) લઈને અનેક પ્રકારની પોસ્ટ્સ સામે આવી રહી છે. હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનનો (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન(Aryan Khan) અયાન મુખર્જીની ફિલ્મ(Ayan Mukerji's film) ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ ટુ દેવ’માં વનરાસ્ત્રની(Vanarastra) ભૂમિકા ભજવી શકે છે.આ સાથે તે આ ધમાકેદાર ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. શાહરૂખ ખાને ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં વનરાસ્ત્ર તરીકેની પોતાની અભિનયથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.’ બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં એસઆરકેના કેમિયોએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મની શરૂઆતથી જ દર્શકોને  જકડી રાખ્યા હતા. હવે ‘બ્રહ્માસ્ત્ર 2’ માં વાનરાસ્ત્ર તરીકે આર્યન ખાનની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

નોંધનીય છે કે આ કોઈ ઓફિશિયલ પોસ્ટર(official poster) નથી, પરંતુ આર્યન ખાનના ફેન પેજએ પોતે આ પોસ્ટર બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. આમ છતાં આ પોસ્ટને ઘણી શેર કરવામાં આવી રહી છે.ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આર્યન ખાનને અભિનેતા તરીકે કારકિર્દી બનાવવામાં રસ નથી, જોકે તે આ ઉદ્યોગમાં લેખક અને દિગ્દર્શક તરીકે કામ કરવા માંગે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ(Red Chillies Entertainment) સાથે લેખક તરીકે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

View this post on Instagram

 
આ સમાચાર પણ વાંચો:  બોલિવૂડના આ અભિનેતા ને કારણે મળ્યા હતા અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય-જુનિયર બચ્ચને જણાવી હતી તેમની પ્રથમ મુલાકાતની વાર્તા

તમને જણાવી દઈએ કે, આર્યન ખાન પર ડ્રગ્સના સેવનનો(drug consumption) આરોપ લાગ્યો હતો, ત્યારબાદ તેને ઘણી વખત પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતા કરણ જોહરના(Karan Johar) શો કોફી વિથ કરણ સીઝન 7 માં(Koffee With Karan Season 7) ગૌરી ખાને(Gauri Khan) કહ્યું કે તે તેના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો, પરંતુ તે ખુશ છે કે લાખો લોકો તેની સાથે ઉભા રહ્યા અને આ મુશ્કેલ સમયમાં તેની મદદ કરી.

 

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બ્રહ્માસ્ત્ર માં રણબીર કપૂરના જૂતાના સીન અંગે ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ કરી સ્પષ્ટતા-જાણો વિગત

by Dr. Mayur Parikh June 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર (Brahmastra trailer)તાજેતરમાં જ રિલીઝ થયું છે. ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો હતો. તેના VFX ની સરખામણી હોલીવુડ ફિલ્મો (Hollywood film)સાથે કરવામાં આવી રહી છે. જો કે, ટ્રેલર પછી, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ એક દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો જેમાં રણબીર કપૂર જૂતા પહેરીને ઘંટ(shoes scene) વગાડતો હતો. યુઝર્સે કહ્યું કે, તેમને પગરખાં લઈને મંદિર જતા બતાવવામાં આવ્યા છે, જેના કારણે તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. એટલું જ નહીં, ટ્રોલર્સે #boycottbrahmastra ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. હવે ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ આ અંગે ખુલાસો કર્યો છે.

અયાન મુખર્જીએ(Ayan Mukerji) એક નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું કે રણબીર મંદિરમાં નથી પ્રવેશતો પરંતુ તે દુર્ગા પૂજા પંડાલ (durga puja pandal)છે. અયાન કહે છે, “ફિલ્મના દિગ્દર્શક અને એક ભક્ત તરીકે શું થઈ રહ્યું છે તે હું નમ્રતાપૂર્વક સંબોધવા માંગુ છું. અમારી ફિલ્મમાં રણબીર મંદિરમાં નહીં પરંતુ દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશી રહ્યો છે. મારો પરિવાર 75 વર્ષથી આવી દુર્ગા પૂજાની (Durga puja celebration)ઉજવણીનું આયોજન કરે છે, જેનો હું બાળપણથી જ ભાગ રહ્યો છું.અયાન મુખર્જીએ વધુમાં કહ્યું, 'મારા અનુભવ પરથી, અમે સ્ટેજ પર દેવી સામે  જતા પહેલા અમારા ચંપલ ઉતારીએ છીએ, પંડાલમાં પણ પ્રવેશતા નથી. મારા માટે અંગત રીતે એ મહત્વનું છે કે હું આ તસવીરથી દુઃખી થયેલા દરેક લોકો સુધી પહોંચી શકું… કારણ કે બધા થી ઉપર, બ્રહ્માસ્ત્ર એક એવી ફિલ્મ છે જે ભારતીય સંસ્કૃતિ,(Indian culture) પરંપરાઓ અને ઈતિહાસનું સન્માન અને ઉજવણી કરે છે. આ જ કારણ છે કે મેં આ ફિલ્મ બનાવી છે. મારા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ લાગણી દરેક ભારતીય(Indian) સુધી પહોંચે જે બ્રહ્માસ્ત્ર જોઈ રહ્યા છે.’

આ સમાચાર પણ વાંચો : 44 વર્ષ પહેલા અમિતાભ બચ્ચન ની આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ઉમડી હતી ભારે ભીડ-એડવાન્સ બુકિંગ માટે લાગી હતી લાંબી લાઈન

તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રમાં (Brahmastra)અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રાયની પણ મહત્વની ભૂમિકા છે. તેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન (Dharma production)દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

June 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રણબીર કપૂર આલિયા ભટ્ટ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું ટીઝર થયું રિલીઝ-જોવા મળ્યો મૌની રોય નો ખૌફનાક અંદાજ-આ દિવસે આવશે ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર

by Dr. Mayur Parikh June 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ચાહકો લાંબા સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ (Ranbir-Alia film Brahmastra)ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ફિલ્મનું પ્રમોશન (promotion) પણ શરૂ થઈ ગયું છે અને તેની સાથે ફિલ્મની એક નાની ઝલક પણ જોવા મળી છે. આલિયા ભટ્ટે ફિલ્મનું ટીઝર શેર (teaser)કર્યું છે અને જણાવ્યું છે કે ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. આલિયાએ શેર કરેલા ટીઝરમાં લગભગ તમામ પાત્રો સામે આવી ગયા છે. આલિયાએ જણાવ્યું કે ફિલ્મનું ટ્રેલર 15 જૂને રિલીઝ થવાનું છે.

View this post on Instagram

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

સુપરસ્ટાર રણબીર કપૂરઅને દિગ્દર્શક અયાન મુખર્જીએ (Ayan Mukerji)બ્રહ્માસ્ત્ર ભાગ વન: શિવના બહુ પ્રતિક્ષિત ટ્રેલરની જાહેરાત કરી છે. હાલમાં જ અયાન મુખર્જીએ તેની સાય-ફાઇ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટીઝર(Brahmastra teaser) રિલીઝ કર્યું છે. ટીઝરમાં રણબીર અને આલિયા ઉપરાંત મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુનની ઝલક જોવા મળી છે. અયાન મુખર્જી, કરણ જોહર (Karan Johar) સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ તેમના ઇન્સ્ટાગ્રામ (Instagram)પરથી ટીઝર સાથે રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અયાને લખ્યું, 'ખાસ તારીખે ખાસ વીડિયો! 15 એ ટ્રેલર, 100 માં દિવસે ફિલ્મ રિલીઝ. આ સાથે તેણે જણાવ્યું કે આજે તેની ફિલ્મ યે જવાની હૈ દાવાનીના પણ 9 વર્ષ પૂર્ણ થયા છે.

આ સમાચાર પણ વાંચો : સુપરહિટ ફિલ્મ જંજીર માટે અમિતાભ બચ્ચન નહીં પરંતુ આ પીઢ અભિનેતા હતા નિર્દેશક ની પહેલી પસંદ

અયાન મુખર્જીએ તેની સાય-ફાઇ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ કર્યું છે અને કહ્યું છે કે આ ફિલ્મ ખૂબ જ ધમાકેદાર બનવાની છે. આ ટીઝરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) નાગાર્જુનની(Nagarjun(પણ ઝલક જોવા મળે છે. જ્યારે મૌની રોય ખૂબ જ ક્રૂર અંદાજમાં જોવા મળી રહી છે. આ ટીઝરમાં મૌની રોય અને રણબીર કપૂર વચ્ચે જોરદાર યુદ્ધ જોવા મળી રહ્યું છે. સ્ટાર સ્ટુડિયો, ધર્મા પ્રોડક્શન્સ, પ્રાઇમ ફોકસ અને સ્ટારલાઇટ પિક્ચર્સ દ્વારા નિર્મિત, મેગ્નમ ઓપસ 09.09.2022 ના રોજ 5 ભારતીય ભાષાઓ – હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

June 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક