• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Ayushman Card
Tag:

Ayushman Card

Ayushman Card 73-year-old Prakash Chandra Bhavsar of Kanakpur, Sachin underwent free bypass surgery with Ayushman Card
રાજ્ય

Ayushman Card : આયુષ્યમાન કાર્ડથી સચીનના કનકપુરના ૭૩ વર્ષીય પ્રકાશચંદ્રને મળ્યુ નવું જીવન , PM જનઆરોગ્ય યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ

by kalpana Verat May 3, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Ayushman Card : 

 સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છેઃ
 આયુષ્યમાન કાર્ડ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે:
:લાભાર્થી પ્રકાશચંદ્ર ભાવસાર
 
 ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘ PM જનઆરોગ્ય યોજના’ અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે તારણહાર સાબિત થઈ છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચીન પાસે આવેલા કનકપુરના વયોવૃદ્ધ ૭૩ વર્ષીય પ્રકાશચંદ્ર ચુનીલાલ ભાવસારની નિ:શુલ્ક બાયપાસ સર્જરી ‘આયુષ્માન કાર્ડ’થી થઈ છે. ભાવસાર પરિવાર પર આર્થિક ભારણ ન પડતા તેમને મોટી રાહત થઈ છે.

Ayushman Card 73-year-old Prakash Chandra Bhavsar of Kanakpur, Sachin underwent free bypass surgery with Ayushman Card

 

‘સરકારે અમને સહાય કરી ન હોત તો મુશ્કેલીનો પાર ન હોત’ આ શબ્દો સાથે પ્રકાશચંદ્ર ભાવસાર જણાવે છે કે, કોરોના કાળ દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ દહેશતમાં ડૂબી ગયું હતું, મારા જેવા સામાન્ય નાગરિકો માટે દિવસ પસાર કરવો મુશ્કેલ બન્યો હતો. બજારો બંધ, રોજગારી બંધ થતા હ્રદયમાં સતત ભય હતો. એ જ સમયમાં મારી તબિયત ખરાબ થઈ અને ડોક્ટરોએ કહ્યું કે, તરત બાયપાસ સર્જરી કરાવવી જરૂરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનમાં મૂંઝવણ પણ હતી. એવી સ્થિતિમાં મને ‘આયુષ્યમાન કાર્ડ’ યાદ આવ્યું. આ યોજનામાં મને નિ:શુલ્ક સારવાર ઓપરેશન થઈ શકે છે એનો મને ખ્યાલ આવ્યો એટલે સુરતના પીપલોદ સ્થિત સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં એપ્રિલ-૨૦૨૦ PM-JAY યોજના હેઠળ બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ. 

Ayushman Card 73-year-old Prakash Chandra Bhavsar of Kanakpur, Sachin underwent free bypass surgery with Ayushman Card

 

ચાર દિવસ આઈસીયુમાં અને ચાર દિવસ જનરલમાં એમ કુલ આઠ દિવસ હોસ્પિટલમાં સારવાર અને ચાર બ્લોકની બાયપાસ સર્જરી બાદ રજા અપાઈ અને ઘરે જવા માટે ભાડું પણ આપવામાં આવ્યું હતું. આજે ૫ વર્ષ પછી પણ એકદમ સ્વસ્થ છું. કોઈ પરેશાની નથી. યોગ્ય સમયે સરકારની સહાયથી જીવ તો બચ્યો પણ આર્થિક બોજ પણ ન પડ્યો. એટલે જ આયુષ્યમાન કાર્ડ માત્ર એક માત્ર સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Terror Attack in Pahalgam: હમાસના સ્ટાઈલમાં આતંકી હુમલો, POKમાં પ્રવેશનો ખુલાસો

વધુમાં તેમણે કહ્યું કે, “આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવા ખર્ચાળ બની છે, ત્યારે PM-JAY જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે સંજીવની છે. આવી યોજનાઓ માત્ર સારવાર પૂરતી નથી, પણ જીવન જીવવા માટે ઓક્સિજન આપે છે. હું દર્દી નથી, પણ સરકારના માનવીય સંવેદનાનો સાક્ષી છું. સરકારનો આભાર માનું છું કે તેણે મારા જેવા હજારો પરિવારને નવું જીવન આપ્યું છે. સૌ નાગરિકોને અનુરોધ છે કે સરકારી યોજનાઓથી અજાણ ન રહો, જાગૃતિ ફેલાવો, અને જરૂર પડે ત્યારે મદદરૂપ બનો.”

Ayushman Card 73-year-old Prakash Chandra Bhavsar of Kanakpur, Sachin underwent free bypass surgery with Ayushman Card

 

અંતે તેમણે કહ્યુ કે, હમણાં આયુષ્યમાન કાર્ડની સમય મર્યાદા પુર્ણ થવા આવી છે, ત્યારે મને સરકારની વંયવદના યોજના હેઠળ ઘરબેઠા આરોગ્ય વિભાગ દ્વારા વંયવદના કાર્ડ પણ મળ્યું છે. હવે દવા, સારવાર અને ઓપરેશન પછીના ખર્ચ માટે પણ મને ચિંતા નથી રહી. ‘આયુષ્યમાન કાર્ડ’એ જીવ બચાવ્યો અને ‘વંયવદના કાર્ડ’ હવે સ્વાસ્થ્ય માટે એક મોટો સહારો બનશે.
 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Seva setu applications-Questions solved at doorstep, this disabled beneficiary of Surat expressed gratitude to Gujarat Govt.
ઇતિહાસ

Seva Setu Gujarat: સેવાસેતુમાં અરજીઓ-પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ, સુરતના આ દિવ્યાંગજન લાભાર્થીએ ગુજરાત સરકારનો વ્યકત કર્યો આભાર

by Hiral Meria September 30, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Seva Setu Gujarat:   ગુજરાત સરકારે દસમા તબક્કાના રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અરજદારો ઘરઆંગણે યોજનાકીય લાભો સરળતાથી મેળવી શકે એ માટે સેવાયજ્ઞ આરંભ્યો છે. કતારગામમાં યોજાયેલા સેવા સેતુમાં ૨૧૪૯ લાભાર્થીઓએ યોજનાકીય લાભો મેળવ્યા, જેમાં સુરતના કતારગામમાં રંગદર્શન સોસાયટીમાં રહેતા દિવ્યાંગજન વિનુભાઈ હરિભાઈ કળસરિયાને આવકનો દાખલો અને આયુષ્માન કાર્ડ માટે એક જ દિવસમાં નોંધણી થતા પોતાનું કામ થયું હોવાનો અનેરા સંતોષ સાથે ઘરે ગયા હતા.  

Seva setu applications-Questions solved at doorstep, this disabled beneficiary of Surat expressed gratitude to Gujarat Govt.

Seva setu applications-Questions solved at doorstep, this disabled beneficiary of Surat expressed gratitude to Gujarat Govt.

               ૬૦ વર્ષીય વિનુભાઈ દિવ્યાંગ છે. તેઓ કાખ ઘોડીના સહારે ચાલે છે. પોતાના પરિવારજન સાથે સેવા સેતુમાં આયુષ્માન કાર્ડ ( Ayushman Card )  માટે આવેલા વિનુભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ કઢાવતા પહેલા આવકનો દાખલો જરૂરી હોવાથી મને અહીથી જ અધિકારીઓએ જરૂરી પ્રમાણપત્રો લઈને માત્ર ૩૦ મિનીટના આવકનો દાખલો કાઢી આપ્યો. ત્યારબાદ આયુષ્માન કાર્ડ માટે સ્થળ ( Seva Setu  ) પર જ નોંધણી કરવામાં આવી. જેથી બીજીવાર ધક્કો ન રહે. સાચે જ અમારા જેવા અશક્ત લોકો, તેમજ અન્ય જરૂરિયાત ધરાવતા લોકોની કાળજી લેવા માટે ઘર આંગણે જ સેવા સેતુ યોજીને રાજ્ય સરકારે ( Gujarat Government ) અમારા નાણાં, સમય અને ઊર્જાનો બચાવ કર્યો છે, એમ તેમણે આભારની ( Seva Setu Beneficiaries ) લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું.  

આ સમાચાર પણ વાંચો : PM Modi Jharkhand: PM મોદી 2 ઓક્ટોબરે લેશે ઝારખંડની મુલાકાત, આ અભિયાન હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A new ration card was issued to 52-year-old Abhimanyu within hours considering the health emergency at the Olpad Mamlatdar office.
સુરત

Olpad : ઓલપાડ મામલતદાર કચેરી ખાતે આરોગ્યની આકસ્મિક સ્થિતિને ધ્યાને લઈને કલાકોમાં ૫૨ વર્ષીય અભિમન્યુને નવો રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યો.

by Hiral Meria July 30, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Olpad : ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને જયારે કોઈ જીવલેણ બિમારી આવી પડે તેવા સમયે કેન્દ્ર અને ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર અપાય છે, પણ જયારે આવી બિમારી આવે અને લોકો પાસે કાર્ડ ન હોય ત્યારે તેમની હાલત કફોડી થતી હોય છે, ત્યારે આવી આકસ્મિક સ્થિતિમાં સુરત ( Surat ) જિલ્લાના ઓલપાડ મામલતદાર કચેરી દ્વારા ઈમરજન્સીના સમયે તત્કાલમાં રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યો હતો. 

               ઓલપાડના સિવાણ ગામે રહેતા ૫૨ વર્ષીય બાડત્યા અભિમન્યુ કીર્તન જેમને પગના લીગામેન્ટનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેમ હતું. આ ઓપરેશન આયુષ્યમાન કાર્ડ ( Ayushman Card  ) હેઠળ થતુ હોવાથી તત્કાલ રાશન કાર્ડની જરૂરિયાત ઉભી થઇ. પણ તેઓની પાસે રેશનકાર્ડ ( Ration card ) ન હતો. જેથી તેઓએ ઓલપાડ મામલતદાર કચેરીનો સંપર્ક સાધ્યો. આરોગ્યની ઈમરજન્સી સ્થિતિને જોતા માનવીય અભિગમ અપનાવી તત્કાલ પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા થોડા કલાકોમાં રાશન કાર્ડ કાઢી આપવાની ઉમદા કામગીરી કરવામાં આવી. અરજદારને સરકારી સેવાનો સુખદ અનુભવ થયો હતો અને નેક કામમાં સહાયરૂપ થવા બદલ મામલતદાર ( Olpad Mamlatdar office ) શ્રી તેમજ કર્મચારીઓનો આભાર માન્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Melanistic Tiger Safari Odisha: ઓડિશામાં પ્રથમ વખત, સિમિલીપાલમાં મેલાનિસ્ટિક વાઘ સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી મંજૂરી મળી.. જાણો વિગતે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Viksit Bharat Sankalp Yatra More than 10 crore people took part in the Viksit Bharat Sankalp Yatra
દેશ

Viksit Bharat Sankalp Yatra : વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 10 કરોડથી વધુ લોકો સામેલ થયા

by kalpana Verat January 6, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Viksit Bharat Sankalp Yatra : વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ આજે ​​એક મોટું સીમાચિહ્ન પાર કર્યુ. માત્ર 50 દિવસના ટૂંકા ગાળામાં 10 કરોડથી વધુ લોકોએ યાત્રામાં ભાગ લીધો છે. આ આશ્ચર્યજનક સંખ્યા વિકસિત ભારતના સહિયારા વિઝન સાથે દેશભરના લોકોને એક કરવા માટે યાત્રાની ઊંડી અસર અને અજોડ સંભવિતતા દર્શાવે છે.

યોગાનુયોગ, વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને દક્ષિણ આફ્રિકા જેવા કેટલાક મોટા દેશોની સમગ્ર વસ્તી કરતાં વધુ છે. યાત્રાને મળેલો વ્યાપક સમર્થન વિકસિત ભારતના નિર્માણ પ્રત્યે નાગરિકોના મજબૂત સમર્પણને દર્શાવે છે.

અરુણાચલ પ્રદેશના મુકુટ રત્ન અંજાવથી લઈને ગુજરાતના પશ્ચિમ કિનારે દેવભૂમિ દ્વારકા સુધી, લદ્દાખ ( Ladakh ) ના હિમાચ્છાદિત શિખરો પર ચડીને અને આંદામાનના પીરોજી કિનારાને શોભાવતી, વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ સમગ્ર દેશના દૂરના ખૂણે સમુદાયોને સ્પર્શ કર્યો છે. ગળે લગાવ્યું કલ્યાણકારી યોજનાઓ પાયાના સ્તર સુધી પહોંચે અને લોકોને સીધો લાભ મળે તેની ખાતરી કરીને આ યાત્રાએ સમગ્ર ભારત ( Inida ) ની વિશાળતામાં ઉત્સાહ અને આશાની એક ચિનગારી પેદા કરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002INGZ.png

આ સમાચાર પણ વાંચો  : Organ Donation : મૂળ નેપાળના અને સુરતમાં રહેતા 23 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CIBO.png

વસ્તીના આંકડા, સ્ત્રોતો

15 નવેમ્બર, 2023 ના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી, 7.5 કરોડથી વધુ વ્યક્તિઓએ “2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતાની પ્રતિજ્ઞા લીધી” – માત્ર થોડા અઠવાડિયામાં નાગરિકો વચ્ચેની મુસાફરી પર ઝડપી અસર જોવા મળી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LQE8.png

યાત્રાની અસર ઊંડી અને જીવન બદલનાર છે. યાત્રા દરમિયાન 1.7 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ ( Ayushman Card ) જારી કરવામાં આવ્યા છે અને 2.2 કરોડથી વધુ નાગરિકોની આરોગ્ય શિબિરોમાં તપાસ કરવામાં આવી છે. 7.5 લાખથી વધુ લાભાર્થીઓએ પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ લીધો છે, નાણાકીય સ્વતંત્રતા તરફ પગલાં ભર્યા છે. યાત્રા દરમિયાન 33 લાખથી વધુ નવા પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. 87000થી વધુ ડ્રોન ( Drone ) પ્રદર્શનો કરવામાં આવ્યા છે જે ખેડૂતોને તકનીકી સહાય પૂરી પાડે છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માત્ર કૂચ કરતાં વધુ છે; આ એક શક્તિશાળી કોલ ટુ એક્શન છે જે સમગ્ર દેશમાં પડઘો પડી રહ્યો છે. પરિવર્તન લાવવા માટે આજે કરેલા પ્રયાસો સમૃદ્ધ ભવિષ્યના વચનને ધરાવે છે. આ ચળવળનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને સશક્ત કરવાનો છે અને ભારતને 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યની નજીક લાવવાનો બોલ્ડ ઠરાવ કરવાનો છે. આ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત ભારત તરફની યાત્રા એ વ્યક્તિગત પ્રયાસ નથી પરંતુ તમામ વર્ગના લોકોનો સમાવેશ કરતો સામૂહિક પ્રયાસ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

January 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM expressed happiness that 1 crore Ayushman cards were made during VBSY
દેશ

VBSY : VBSY દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતા પીએમ ખુશી વ્યક્ત કરી

by Hiral Meria December 24, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

VBSY : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ ( Ayushman Card )  લાભાર્થીઓને ( beneficiaries ) આપવા પર ખુશી વ્યક્ત કરી છે. 

આ સિદ્ધિની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે VBSYનો હેતુ તમામ પાત્ર નાગરિકો સુધી સરકારી યોજનાઓનો ( Government Schemes ) લાભ પહોંચાડવાનો છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market Holidays in 2024: શું ક્રિસમસ પર શેર બજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો વર્ષ 2024માં કેટલા દિવસ બજાર રહેશે બંધ…

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

बहुत ही उत्साहित करने वाली जानकारी! विकसित भारत संकल्प यात्रा का उद्देश्य भी तो यही है कि देशभर के मेरे सभी गरीब भाई-बहनों तक हमारी योजनाओं का लाभ पहुंचे। https://t.co/lGD6GT6wSy

— Narendra Modi (@narendramodi) December 23, 2023

“ખૂબ જ પ્રોત્સાહક સિદ્ધિ! વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી યોજનાઓનો લાભ દેશભરના મારા તમામ ગરીબ ભાઈ-બહેનો સુધી પહોંચે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Doctors of the Orthopedic Department of New Civil Hospital operated hip replacement on a patient from Maharashtra
સુરત

New Civil Hospital: નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ મહારાષ્ટ્રના દર્દીનું થાપાના ગોળાનું ઓપરેશન કરી દસ દિવસમાં ચાલતા કર્યા

by Hiral Meria October 15, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

New Civil Hospital:  નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ( Orthopedic Department ) તબીબોએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાના મોહાડી ગામના દર્દીનું ( patient ) થાપાના ગોળાનું ઓપરેશન ( hip replacement operation )  કરી દસ દિવસમાં ચાલતા કર્યા છે. દર્દીએ સાંસદશ્રી સી.આર.પાટીલના પુત્રી ભાવિની પાટીલનો મદદ માટે સંપર્ક કર્યો હતો, જેથી ભાવિની રામ પાટીલે સિવિલ તંત્રનો સંપર્ક સાધી દર્દીને સિવિલમાં દાખલ કરાવ્યા હતા. અને ઓપરેશન બાદ સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી મદદ કરી હતી. સિવિલના તંત્રવાહકોએ ‘આયુષ્માન કાર્ડ ( Ayushman Card ) ન હોય તો પણ સિવિલમાં નિ:શુલ્ક સારવાર થઈ જશે’ એવા અભિગમ સાથે દર્દીને સિવિલમાં સારવાર માટે આવવા જણાવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી ૨ થી ૨..૫૦ લાખ થાય એમ હતી, એ નવી સિવિલમાં નિ:શુલ્ક થતાં મરાઠી પરિવારને મોટી આર્થિક રાહત થઈ છે. 

            મહારાષ્ટ્રના ૪૬ વર્ષીય દર્દી વિકાસ બાબુલાલ બાવસ્કર પૂણેમાં લેથ મશીન વર્કશોપમાં મજૂરી કરે છે. વર્ષ ૧૯૯૯માં ફેસિયલ પાલ્સી (ચહેરાનો લકવો) થયો હતો. તાજેતરમાં તેમને થોડા દિવસોથી ચાલવામાં દુઃખાવો અને નસો ખેંચવાની સમસ્યા સર્જાતી હતી. સી.આર.પાટીલના પુત્રી શ્રીમતી ભાવિની પાટીલ મોહાડી ગામના પૂર્વ સરપંચ અને હાલ ગ્રામ પંચાયતના સભ્ય છે. તેમના પતિ રામ પાંડુરંગ પાટીલ જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય, આરોગ્યલક્ષી મદદ કરે છે. તેઓ મુંબઈ, જલગાંવમાં અનેક આરોગ્ય સેવાકેમ્પો કરવા માટે જાણીતા છે. જેથી વિકાસભાઈએ ભાવિની પાટીલને મળી પગની સમસ્યા વિષે જણાવ્યું હતું, નબળી આર્થિક સ્થિતિના કારણે ખાનગી હોસ્પિટલમાં થતો રૂ. ૨ થી ૨.૫૦ લાખનો માતબર ખર્ચ પોસાય એમ ન હોવાથી પોતાની ટૂંકી આવક અને નબળી આર્થિક સ્થિતિ હોવાથી સારવાર માટે મદદ કરવા અરજ કરી હતી. જેથી ભાવિની પાટીલે સુરત સિવિલ તંત્રના સહયોગથી દર્દીના થાપાના ગોળો બદલવાના સફળ ઓપરેશનમાં સહાયરૂપ બન્યા હતા. ઓપરેશનના ત્રીજા દિવસે જ તેઓ વોકરની મદદથી ચાલવા લાગ્યા હતા. સિવિલમાં એમ.આર.આઈ., દવા તેમજ ઓપરેશન સહિત તમામ સારવાર નિ:શુલ્ક થતા દર્દીના પરિવારને આર્થિક બોજમાંથી મુક્તિ મળી હતી.

Doctors of the Orthopedic Department of New Civil Hospital operated hip replacement on a patient from Maharashtra

Doctors of the Orthopedic Department of New Civil Hospital operated hip replacement on a patient from Maharashtra

                સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર તેમજ સિવિલના ઓર્થો. વિભાગના વડા ડો.હરિ મેનનના માર્ગદર્શન હેઠળ યુનિટ હેડ ડો.મનિષ પટેલ, ડો.હાર્દિક સેઠી, ડો.અમન ખન્ના અને ડો.હાર્દિક ભાડજની ટીમે સફળ શસ્ત્રક્રિયા કરીને વિકાસભાઈને પગની પીડામાંથી મુક્તિ આપી સ્વસ્થ કર્યા છે. 

                વિકાસભાઈએ આનંદિત થઈને જણાવ્યું કે, મારા પરિવારમાં પત્ની, ૧૮ વર્ષીય પુત્રી અને ૧૪ વર્ષીય પુત્ર છે. મહિને રૂ.૧૫ હજારની આવક છે. થાપાના દુ;ખાવા માટે મુંબઈ, ભુસાવલ, પૂણેના તબીબોની દવા લીધી હતી. પરંતુ ઓપરેશનની મોટી રકમ ચૂકવવા સક્ષમ ન હતા, ત્યારે આવી સ્થિતિમાં ભાવિની પાટિલ તેમની વ્હારે આવ્યા હતા. સુરત સિવિલના સેવાભાવી તબીબોએ મને સંપૂર્ણ સ્વસ્થ કર્યો છે. તબીબો, આરોગ્ય- નર્સિંગ સ્ટાફનો સંપૂર્ણ સહકાર મળ્યો છે. મારા પર કોઈ આર્થિક ભારણ નથી પડ્યું, અને લાંબી પીડામાંથી મુક્ત થયો છું એમ જણાવી દિલથી મદદ કરવા ભાવિનીબેન અને સાંસદશ્રી સી.આર.પાટિલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Navratri: નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે તૈનાત અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન સુરત

                  સિવિલના ઓર્થો. વિભાગના વડા ડો.હરિ મેનને જણાવ્યું હતું કે, નવી સિવિલના હાડકા વિભાગમાં દરરોજ સરેરાશ ૨૦૦ થી વધુ દર્દીઓ દાખલ રહે છે. દરરોજ ૧૦ થી ૧૫ હાડકાના રોગોના નવા દર્દીઓ દાખલ થતા હોય છે. સિવિલમાં વર્ષે ૧૫૦ જેટલા થાપાના ગોળાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે, ૨૪ X ૭ ઓપરેશન શરૂ જ રહે છે. ઓપરેશન જેનો ખાનગી હોસ્પિટલમાં રૂ.બે થી ત્રણ લાખનો ખર્ચ થતો હોય છે. એક ગોળાની કિંમત ૧ લાખથી રૂ.૨.૫૦ લાખ જેવી થતી હોય છે, જે અમે વિનામૂલ્યે પ્રત્યારોપિત કરીએ છીએ. એટલે જ, અહી સારવાર મેળવવા આસપાસના રાજ્યોમાંથી પણ દર્દીઓ આવે છે.  

           આમ, દક્ષિણ ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર-શુશ્રુષામાં નવી સિવિલ હરહંમેશ અગ્રેસર રહી છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના રાજ્યો, સરહદી વિસ્તારોમાંથી પણ દર્દીઓ નવી સિવિલમાં સારવાર અર્થે આવે છે. લાખો દર્દીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાના ઓપરેશનો, સારવારનો નિ:શુલ્ક લાભ મેળવે છે. તેઓ  ઉત્તમ સારવાર મેળવી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે છે. મહારાષ્ટ્રના વિકાસભાઈને મળેલી સમયસર અને યોગ્ય સારવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. 

 

October 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
"Swachhata Hi Seva" program was held at Mandvi under the chairmanship of Minister of State for Tribal Development Kunwarjibhai Halapati.
રાજ્ય

Gujarat : માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમ યોજાયો

by Akash Rajbhar September 18, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Gujarat :  ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના(PM Modi) જન્મદિવસના ઉપલક્ષ્યમાં માંડવી(Mandvi) તાલુકાના વરેઠ ગામે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત(Clean India) અભિયાન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યમંત્રીશ્રી સફાઇ કરી દરેક લોકોને શેરી, મહોલ્લા,ગામોને સ્વચ્છ રાખવા માટે અનુરોધ કર્યો હતો.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ,મિશન મંગલ યોજના,આયુષ્યમાન કાર્ડના(Ayushman Card) લાભાર્થીઓ અને સફાઇ કર્મચારીઓને સફાઇ કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રેરક સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો આર્થિક રીતે સશક્ત અને મજબૂત બને તેવો રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, પીડિત, વંચિત મહિલાઓ, યુવાનો, આદિજાતિ નાગરિકોના સર્વસમાવેશક વિકાસ થાય તે દિશામાં પ્રયાસો કરી રહ્યાં છે. આદિવાસી સમાજના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરનું ઘર આપ્યું છે. આયુષ્યમાન કાર્ડ થકી લાખો લોકો ને આરોગ્ય કવચ પુરુ પાડયું છે ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને ૧૦ લાખ સુધીની કરી છે. પહેલા છેવાડાના ગ્રામ્યજનો બિમાર પડતા તો શહેર સુધી જવું પડતું હતું પરંતુ હવે ઘરઆંગણે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્રોના નિર્માણ કરીને આરોગ્ય સેવાઓ સુલભ બનાવી છે. સરકાર છેવાડાના માનવીનું સ્વાસ્થ સારું રહે એના માટે પ્રયત્ન કરી રહી છે.
વધુમાં રાજ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે, સરકારની વિકાસ લક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી છે. છેવાડાના માનવીના વિકાસ માટે સરકાર હંમેશા કટિબધ્ધ રહેશે. પ્રજાની સમસ્યા અને તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને મદદરૂપ થવાના સેવાભાવ સાથે રાજય સરકાર વિકાસકામોને ઝડપભેર આગળ વધારી રહી છે. આ અવસરે મંત્રીશ્રી વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, જિલ્લાપંચાયતના ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીમતી ગીતાબેન પટેલ,તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી કમલેશભાઇ ચૌધરી, શાશકપક્ષના નેતાશ્રી મિનાક્ષીબેન ચૌધરી, દંડકશ્રી રંજનાબેન મરાઠે વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો : Surat : વિકાસ દિવસ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન…

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Beneficiaries of Ganga Swaroop Economic Assistance Yojana are requested to produce Ayushman Card - PMJAY
વેપાર-વાણિજ્ય

PMJAY : વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ કઢાવવા અનુરોધઃ

by Hiral Meria September 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓગષ્ટ-૨૦૧૯થી કાર્યરત વહાલી દીકરી યોજના હેઠળ સુરત જિલ્લામાં ઓગસ્ટ-૨૦૧૭ થી ઓગસ્ટ-૨૦૨૩ સુધીમાં કુલ ૧૬,૪૮૮ લાભાર્થીઓને મંજુરી મળી છે. જયારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ( Ganga Swaroop Economic Assistance Yojana ) હેઠળ જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા ૯૨૪૮૩ છે. જેથી આ યોજનાઓના તમામ લાભાર્થીઓને ( Beneficiaries  ) તા.૧૩/૦૯/૨૦૨૩ સુધીમાં ( PMJAY  ) આયુષ્માન કાર્ડનો લાભ આપવાની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના ( Ayushman Card ) હેઠળ લાભાર્થીને રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવે છે. વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં જિલ્લાનાં તમામ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર કે ગ્રામ પંચાયતના વીસીઇનો તાત્કાલીક સંપર્ક કરવા સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો :  UPI ATM : કાર્ડની ઝંઝટથી મળશે છુટકારો! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો, જાણો કેવી રીતે. જુઓ વિડીયો..

September 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Beneficiaries of Ganga Swaroop Economic Assistance Yojana are requested to produce Ayushman Card - PMJAY
રાજ્ય

PMJAY : ગુજરાતમાં શરૂ થયો આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : નાગરિકોને આજથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..

by Dr. Mayur Parikh July 11, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
PMJAY : આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ (Ayushman card) ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચ(Health insurance) ની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે.
આજે બજાજ ઇન્સોયરન્સ કંપની (Bajaj Insurance Company) ના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાય (Health insurance assistance) થી હૃદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.
બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ (Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.

આ સમાચાર પણ વાંચો:  Shakti arora : દીપડા પછી હવે અજગર નો વારો, આ સિરિયલ ના સેટ પર ઘુસ્યો અજગર, શો ના અભિનેતા એ બતાવી 150 ઈંડાં આપનાર સાપની ઝલક

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે.
આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી(PM Narendra Modi) એ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ. ૧૦ લાખની થઇ છે.

July 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

PMJAY: PMJAYમાં યોજના હેઠળ આ તારીખથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..

by Dr. Mayur Parikh July 7, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

PMJAY: PMJAY-મા યોજના અંતર્ગત રાજ્ય (Gujarat) ના નાગરિકોને આગામી તા.૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા(Health insurance) સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

આટલા કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ (Ayushman card ) કઢાવ્યુ
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી (PM modi) દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.

કુલ ૨૮૪૦ હોસ્પિટલ આયુષ્માન કાર્ડ ધારકોની સેવામાં ઉપલબ્ધ
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) ના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે ૧.૭૮ કરોડ ગુજરાતમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયું છે. હાલ ગુજરાતમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે.

આ સમાચાર પણ વાંચો : Priyanka chopra : પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ ની જણાવી હકીકત, કહ્યું- શરીરના આ 2 પ્રાઈવેટ પાર્ટ પર ચાલે છે ઈન્ડસ્ટ્રી..!

રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.

ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાત (Gujarat) માં અંદાજીત ૩૯ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ (Ayushman Card) અંતર્ગત નોંધવામાં આવ્યા છે(વર્ષ ૨૦૧૮ થી તા. ૨૬.૦૬.૨૩ સુધી). આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂ. ૮,૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. નોંધનીય બાબત છે કે, પ્રવર્તમાન વર્ષમાં રૂ.૨૮૦૦ કરોડની રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજીત રૂ.૩૫૦૦ કરોડ રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થવાનો અંદાજ છે.

July 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક