Tag: baby name

  • yuvraj singh and hazel keech: યુવરાજ સિંહ અને હેઝલ કીચ બન્યા એક પુત્રી ના માતા પિતા, તસવીર ની સાથે કરી દીકરી ના નામ ની જાહેરાત

    yuvraj singh and hazel keech: યુવરાજ સિંહ અને હેઝલ કીચ બન્યા એક પુત્રી ના માતા પિતા, તસવીર ની સાથે કરી દીકરી ના નામ ની જાહેરાત

    News Continuous Bureau | Mumbai 

    ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચની જોડી અને તેમનો પ્રેમ અવારનવાર ચર્ચામાં રહે છે. આ સ્ટાર કપલ માત્ર તેમની લવ સ્ટોરીના કારણે જ નહીં પરંતુ તેમના પુત્રના કારણે પણ મીડિયાના સમાચારોમાં રહે છે. પરંતુ આજે તે જેના કારણે હેડલાઇન્સમાં છે તે એક સારા સમાચાર છે. વાસ્તવમાં યુવરાજ સિંહ અને હેઝલ કીચ ફરી પેરેન્ટ્સ બની ગયા છે. સ્ટાર દંપતીએ તાજેતરમાં જ તેમના ચાહકો સાથે ખુશી શેર કરી હતી કે તેમને ત્યાં પુત્રી આવી છે. આ સાથે તેણે તેની પુત્રીનું નામ અને તેની પ્રથમ તસવીર પણ શેર કરી છે. 

    આ સમાચાર પણ વાંચો : Ramayan: આલિયા ભટ્ટ દ્વારા નકારી કાઢ્યા બાદ સાઉથ ની આ અભિનેત્રી ભજવશે માતા સીતા ની ભૂમિકા? રણબીર કપૂર સાથે જમાવશે જોડી

    યુવરાજ સિંહ અને હેઝલ કીચ બન્યા પુત્રી ના માતા પિતા  

    અભિનેત્રી હેઝલ કીચ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે તેમના બીજા બાળકના જન્મના સારા સમાચાર શેર કર્યા છે. દંપતીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમના બાળકો સાથે એક ચિત્ર શેર કર્યું. હેઝલ અને યુવરાજ બીજી વખત પુત્રીના માતા-પિતા બન્યા છે. તેણે તસવીર શેર કરતી વખતે તેની પુત્રીનું નામ પણ જાહેર કર્યું. યુવરાજ અને હેઝલે તેમની નાની રાજકુમારીનું નામ ‘ઓરા’ રાખ્યું છે.

     

    View this post on Instagram

     

    A post shared by Yuvraj Singh (@yuvisofficial)


    ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં તેણે લખ્યું, ‘અમારી રાતો ની ઊંઘ ઉડી ગઈ છે  કેમકે અમે અમારી નાની રાજકુમારી ઓરાનું સ્વાગત કરીએ છે . આ સાથે અમારો પરિવાર પૂર્ણ થયો છે. દંપતીએ આ સારા સમાચાર શેર કરતાની સાથે જ તેમના ચાહકો અને ઘણી સેલિબ્રિટીઓએ પોસ્ટ પર ટિપ્પણી કરી અને હેઝલ અને યુવરાજને અભિનંદન આપ્યા.

     

     

  • 3 મહિના પછી પ્રિયંકા ચોપરાએ રાખ્યું પોતાની દીકરીનું આ યુનિક નામ…જાણો તેના નામ વિશેનુ મહત્વ

    3 મહિના પછી પ્રિયંકા ચોપરાએ રાખ્યું પોતાની દીકરીનું આ યુનિક નામ…જાણો તેના નામ વિશેનુ મહત્વ

    News Continuous Bureau | Mumbai

    બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પોપ સ્ટાર નિક જોનાસે  (Priyanka-Nick baby) આ વર્ષની શરૂઆતમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. નાનકડી દીકરીનું સ્વાગત કરવાના ત્રણ મહિના પછી પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનાસે (Priyanka-Nick baby) ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદન સાથે તેમના પ્રથમ બાળકના જન્મની જાહેરાત કરી છે 

    મીડિયા રિપોર્ટ અનુસાર, કપલે તેમના બાળકનું નામ ‘માલતી મેરી ચોપરા જોનાસ’ (Malti Marie Chopra Jonas) રાખવાનો નિર્ણય કર્યો છે.  ‘માલતી' સંસ્કૃત મૂળની છે અને તેનો અર્થ એક નાનું સુગંધિત ફૂલ અથવા ચાંદની છે. બીજી બાજુ મેરી, એક ખ્રિસ્તી નામ છે, જે લેટિન શબ્દ "સ્ટેલા મેરિસ" પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ "સમુદ્રનો તારો" થાય છે. તેમની દિકરી માતા-પિતા બંનેની અટક ધરાવે છે અને તેનુ નામ તેમના માતા-પિતાના વારસા અને સંસ્કૃતિ બંનેનું સન્માન કરે છે. 

    આ સમાચાર પણ વાંચો :  5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ, સરકારી પેનલે આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી; જાણો વિગતે

    ઉલ્લેખનીય છે કે 39 પ્રિયંકા ચોપરાએ, ડિસેમ્બર 2018 માં જોધપુરમાં એક વિસ્તૃત લગ્નમાં 29 વર્ષીય અમેરિકન ગાયક સાથે લગ્ન કર્યા હતા. ગત 21 જાન્યુઆરીના રોજ કપલે પોતાના સંતાનનું સ્વાગત કરવાના સમાચાર આપ્યા હતા.