Tag: bachchan family

  • Abhishek and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર પર ફરી રેડાયું પાણી, કપલ ના આ વિડીયો એ કરી નેટિઝન્સ ની બોલતી બંધ

    Abhishek and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર પર ફરી રેડાયું પાણી, કપલ ના આ વિડીયો એ કરી નેટિઝન્સ ની બોલતી બંધ

    News Continuous Bureau | Mumbai

    Abhishek and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બરાબર ચાલી નથી રહ્યું. ઐશ્વર્યા અભિષેક નું ઘર જલસા છોડી માતા વૃંદા રાય સાથે રહે છે. બંને છૂટાછેડા લેવાના છે વગેરે વગેરે જેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ પહેલા બચ્ચન પરિવાર ફિલ્મ ધ આર્ચીઝ ના પ્રીમિયર માં એકસાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ આરાધ્યા ના સ્કૂલ ના એન્યુઅલ ડે માં પણ બચ્ચન પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા. હવે ફરી એક વાર બચ્ચન પરિવાર ના સભ્યો સાથે જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, એક મેચ દરમિયાન, ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન અને આરાધ્યા બચ્ચન અભિષેક બચ્ચન અને તેની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સને ચીયર કરતા જોવા મળ્યા હતા.

     

    અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા અમિતાભ બચ્ચન અને આરાધ્યા 

    તાજેતરમાં  મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમમાં કબડ્ડી મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઐશ્વર્યા, અમિતાભ અને આરાધ્યાએ  અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમ પિંક પેન્થર્સ ને સપોર્ટ કરવા હાજરી આપી હતી. આખો બચ્ચન પરિવાર અભિષેક સાથે સ્ટેન્ડ પર બેઠો હતો અને બધાએ જયપુર ની જર્સી પહેરી હતી. સોશિયલ મીડિયા પર આ પ્રસંગ ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં બચ્ચન પરિવારના સભ્યો ટીમને ચીયર કરતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે મેચની મજા માણી હતી.


     

    તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન બંટી વાલિયા સાથે જયપુર પિંક પેન્થર્સ નો સહ-માલિક છે. ટીમે 2014માં પ્રો કબડ્ડી લીગમાં રમવાનું શરૂ કર્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો : Salman khan: ટાઇગર બાદ બબ્બર શેર બનશે સલમાન ખાન! આ પ્રખ્યાત નિર્દેશક ની આગામી ફિલ્મ માં જોવા મળી શકે છે ભાઈજાન

     

  • Aishwarya and Abhishek: અલગ થવાની અફવા વચ્ચે હસતો જોવા મળ્યો બચ્ચન પરિવાર, અગસ્ત્ય નંદા ને ચીયર કરતા જોવા મળ્યા અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા, જુઓ વાયરલ વિડીયો

    Aishwarya and Abhishek: અલગ થવાની અફવા વચ્ચે હસતો જોવા મળ્યો બચ્ચન પરિવાર, અગસ્ત્ય નંદા ને ચીયર કરતા જોવા મળ્યા અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા, જુઓ વાયરલ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

    Aishwarya and Abhishek: ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ દરમિયાન ફિલ્મ ની સ્પેશીયલ સ્ક્રિનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં ઘણી બોલિવૂડ હસ્તીઓ એ ભાગ લીધો હતો. આ ફિલ્મ થી અગસ્ત્ય નંદા ડેબ્યુ કરી રહ્યો છે. અગસ્ત્ય નંદા ને ચીયર કરવા પૂરો બચ્ચન પરિવાર અને નંદા પરિવાર હાજર રહ્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા અને અભિષેકે પાપારાઝી ને સાથે પોઝ આપ્યા હતા. તેમજ ઐશ્વર્યા અગસ્ત્ય નંદા નો હોસલો વધારતી પણ જોવા મળી હતી. 

     

    ઐશ્વર્યા અને અભિષેકે સાથે આપ્યા પોઝ 

    ગઈ કાલે ‘ધ આર્ચીઝ’નું સ્ક્રિનિંગ યોજાયું હતું, જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક ,ઐશ્વર્યા રાય, આરાધ્યા બચ્ચન, નવ્યા નવેલી નંદા, શ્વેતા બચ્ચન, જયા બચ્ચન, નિખિલ નંદા તેમજ પરિવારના અન્ય સભ્યો હાજર હતા. આ દરમિયાન પરિવારના મોટાભાગના સભ્યો બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. તેમજ પુરા પરિવારે અગસ્ત્ય નંદા સાથે પોઝ આપ્યા હતા.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યા અગસ્ત્ય નંદા ને ચીયર કરતા જોવા મળ્યા હતા. 

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    પુરા બચ્ચન પરિવાર ને સાથે જોઈ એવું લાગે છે કે બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યાના અણબનાવના સમાચાર માત્ર અફવા છે. ઐશ્વર્યા તેના સાસરિયાઓથી ઘણી ખુશ છે.

    આ સમાચાર પણ વાંચોઃ Aishwarya rai bachchan: અભિષેક બચ્ચન સાથે ના સંબંધ માં આવેલી ખટાશ ના સમાચાર વચ્ચે વાયરલ થયો ઐશ્વર્યા રાય બચ્ચન નો વિડીયો, આ વ્યક્તિ સાથે ઠુમકા લગાવતી જોવા મળી વિશ્વ સુંદરી

  • Amitabh-Mamta Rakhi:અમિતાભ બચ્ચન ને રાખડી બાંધવા તેમના ઘર ‘જલસા’ પહોંચી મમતા બેનર્જી,બિગ બી ના પરિવાર વિશે કહી આ વાત

    Amitabh-Mamta Rakhi:અમિતાભ બચ્ચન ને રાખડી બાંધવા તેમના ઘર ‘જલસા’ પહોંચી મમતા બેનર્જી,બિગ બી ના પરિવાર વિશે કહી આ વાત

    News Continuous Bureau | Mumbai

    Amitabh-Mamata Rakhi:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે ઈન્ડિયા એલાયન્સની ત્રીજી બેઠક માટે મુંબઈ પહોંચ્યા હતા. આ મીટિંગ પહેલા મમતા બેનર્જી અમિતાભ બચ્ચનના ઘરે ‘જલસા’ માં તેમને રાખડી બાંધવા પહોંચી હતી. પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને પહેલા જ મમતા બેનર્જીને પોતાના ઘરે ચા માટે આમંત્રણ આપ્યું હતું. થોડા સમય પહેલા જ મમતા અમિતાભ બચ્ચનના ઘરે પહોંચી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

     

    મમતા બેનર્જી એ અમિતાભ બચ્ચન ને રાખડી બાંધી 

    દોઢ કલાકની આ બેઠકમાં મમતા બેનર્જીએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઘણા જૂના દિવસો પણ યાદ આવ્યા. અમિતાભ બચ્ચન વિશે મમતા બેનર્જીએ કહ્યું, ‘અમિતાભ બચ્ચનને ભારત રત્ન મળવો જોઈએ. જો તે મારા હાથમાં હોત તો હું ભારત રત્ન આપત. આજે રક્ષાબંધનનો તહેવાર છે, મેં અમિતાભ બચ્ચનને રાખડી બાંધી છે. મેં બચ્ચન પરિવારને દુર્ગા પૂજા માટે આમંત્રણ આપ્યું છે. મેં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને અનિલ કપૂરને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે આમંત્રણ આપ્યું છે.તમને જણાવી દઈએ કે,ગયા વર્ષે અમિતાભ બચ્ચને કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે મમતા બેનર્જીએ ભારત રત્ન માટે તેમના નામની પણ વકીલાત કરી હતી.

    અમિતાભ બચ્ચન નું વર્ક ફ્રન્ટ 

    બિગ બી આ દિવસોમાં કૌન બનેગા કરોડપતિ 15 કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેને અને શોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મોની વાત કરીએ તો હવે તે કલ્કિ 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે. પ્રભાસ સાથે બિગ બીની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2024માં રિલીઝ થશે. આ સિવાય બિગ બી ફિલ્મ સેક્શન 84માં જોવા મળશે જેનું નિર્દેશન રિભુ દાસગુપ્તા કરી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Gadar 2: ‘ગદર 2’ ના નિર્માતાઓએ રક્ષાબંધન પર ચાહકોને આપી બે ટિકિટ પર બે ટિકિટ ફ્રી ની બમ્પર ઓફર, જાણો કેટલા દિવસ સુધી ચાલશે ઓફર

  • બચ્ચન પરિવારથી કેમ નારાજ છે સની દેઓલ, ક્યારેય સાથે કામ ના કરવા ને લઇ ને કહી આ વાત

    બચ્ચન પરિવારથી કેમ નારાજ છે સની દેઓલ, ક્યારેય સાથે કામ ના કરવા ને લઇ ને કહી આ વાત

    News Continuous Bureau | Mumbai

    સની દેઓલ અને અમિતાભ બચ્ચન બંને પોતપોતાના સમયના સુપરસ્ટાર રહ્યા છે. એટલું જ નહીં બંનેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હેડલાઈન્સ બનાવી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બંને દિગ્ગજ સ્ટાર્સે સાથે માત્ર એક જ ફિલ્મ કરી છે. તેની પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં તમને જણાવી દઈએ કે આની પાછળનું કારણ બીજું કોઈ નહીં પરંતુ સની દેઓલ છે. એવું પણ કહેવાય છે કે સની માત્ર અમિતાભથી જ નહીં પરંતુ સમગ્ર બચ્ચન પરિવારથી પણ અંતર જાળવવાનું પસંદ કરે છે.

     

    સની દેઓલે લીધો અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ના કરવાનો નિર્ણય   

    સની દેઓલ વર્ષોથી બચ્ચન પરિવારથી અંતર બનાવી રહ્યો છે. વાસ્તવમાં તમને જણાવી દઈએ કે સનીની ‘ઈન્સાનિયત’ ફિલ્મ 1994માં આવી હતી અને પહેલીવાર અમિતાભ અને સની બંનેએ સાથે કામ કર્યું હતું. પરંતુ આ પહેલી અને છેલ્લી વખત સાથે કામ કર્યું હતું. વાસ્તવમાં તેની પાછળ શૂટિંગ દરમિયાન આવી જ કેટલીક ગેરસમજણો થઈ હતી.એવું પણ કહેવામાં આવ્યું હતું એક સમય એવો હતો જ્યારે સની દેઓલ અને અમિતાભ બચ્ચન બંને ખૂબ જ નજીક હતા. કારણ કે અમિતાભ અને ધર્મેન્દ્ર ખૂબ જ ગાઢ મિત્રો હતા. પરંતુ ફિલ્મ ‘ઇન્સાનિયત’ સમયે બંને વચ્ચે ઘણું અંતર થયું. કેટલાક અહેવાલો અનુસાર, સની આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યો હતો, પછી જ્યારે ફિલ્મનું પોસ્ટર આવ્યું, ત્યારે તેને સાઈડલાઈન કરી દેવામાં આવ્યો અને અમિતાભને ફ્રન્ટ ફૂટ પર મૂકવામાં આવ્યા. અમિતાભનો રોલ પણ ખૂબ જ નાનો હતો, તેથી તેને પણ પાછળથી મોટો કરવામાં આવ્યો અને એવું પણ કહેવાય છે કે આ કારણે સની દેઓલ ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે અમિતાભ સાથે ફરી ક્યારેય કામ નહીં કરવાનો નિર્ણય લીધો.

     

     બચ્ચન પરિવાર થી નારાજ છે સની દેઓલ 

    એટલું જ નહીં, સની દેઓલે  માત્ર અમિતાભ બચ્ચન સાથે જ નહીં પરંતુ અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ કામ કર્યું નથી. જેપી દત્તાએ સનીને ‘બોર્ડર’ પછી બીજી તેને ફિલ્મ માટે વચન આપ્યું હતું. પરંતુ બાદમાં જ્યારે અભિષેકને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યો ત્યારે સનીએ આ ફિલ્મ વિશે ના પાડી દીધી. ઐશ્વર્યાએ સની સાથે ‘ઇન્ડિયન’ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. આ કારણે અભિનેતા ખૂબ ગુસ્સે થયો હતો અને એક ઈન્ટરવ્યુ દરમિયાન સનીએ એવો પણ ખુલાસો કર્યો હતો કે જો સલમાન, રિતિક કે શાહરૂખ જેવા સ્ટાર્સ ફિલ્મમાં કામ કરતા હોત તો ઐશ્વર્યાએ આ ફિલ્મ કરવાની હા પાડી હોત.

    આ સમાચાર પણ વાંચો: ઐશ્વર્યા ને છોડી અભિષેક બચ્ચને બોલિવૂડ ની આ ડાન્સ દિવા સાથે ‘કજરારે’ ગીત પર લગાવ્યા ઠુમકા, વિડીયો થયો વાયરલ

  • અમિતાભ બચ્ચન વિશે પત્ની જયા બચ્ચન કર્યો ખુલાસો-કહ્યું બહુ બદલાઈ ગયા છે બિગ બી-જાણો અભિનેત્રી નું આવું કહેવા પાછળ નું કારણ  

    અમિતાભ બચ્ચન વિશે પત્ની જયા બચ્ચન કર્યો ખુલાસો-કહ્યું બહુ બદલાઈ ગયા છે બિગ બી-જાણો અભિનેત્રી નું આવું કહેવા પાછળ નું કારણ  

    News Continuous Bureau | Mumbai

    મેગાસ્ટાર અમિતાભ બચ્ચન(Megastar Amitabh Bachchan) 11 ઓક્ટોબરે તેમનો 80મો જન્મદિવસ(birthday) ઉજવી રહ્યા છે. હવે તેમની પત્ની અને પીઢ અભિનેત્રી(Wife and veteran actress) જયા બચ્ચને(Jaya Bachchan) બિગ બી(Big B) વિશે એક ખાસ વાત શેર કરી છે. જયા બચ્ચન કહે છે કે અમિતાભ બચ્ચન જ્યારે તેમના મિત્રો ઘરે આવે છે ત્યારે તેઓ બિલકુલ ખુશ થતા નથી. જયા બચ્ચને એમ પણ કહ્યું કે અમિતાભ સામાન્ય વૃદ્ધ માણસની જેમ મોટા થયા છે. તેણે તાજેતરમાં તેની પુત્રી શ્વેતા બચ્ચન(Shweta Bachchan) અને પૌત્રી નવ્યા નવેલી નંદા(Navya Naveli Nanda) સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

    નવ્યા નવેલી નંદાના નવા પોડકાસ્ટ(New podcast) ‘વોટ ધ હેલ નવ્યા’ના( 'What the Hell Navya') નવીનતમ એપિસોડમાં, બચ્ચન પરિવારની(Bachchan family) ત્રણેય પેઢીઓની મહિલાઓ તેમની મિત્રતાની ચર્ચા કરે છે. ચેટ દરમિયાન, તેણે શેર કર્યું કે જયાની સાત મહિલા મિત્રોનું જૂથ છે જેને તે ઓછામાં ઓછા ચાર દાયકાથી ઓળખે છે. તેમણે આ જૂથનો ઉલ્લેખ 'સાત મિત્રો' તરીકે કર્યો હતો.જયા બચ્ચન જણાવે છે કે નવ્યા, શ્વેતા, તેમજ અભિષેક બચ્ચન(Abhishek Bachchan) અને અગસ્ત્ય નંદા(Agastya Nanda) જ્યારે આ જૂથને મળે છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ અને મૈત્રીપૂર્ણ હોય છે, પરંતુ અમિતાભ બચ્ચન તેનાથી ગુસ્સે થાય છે. જયા બચ્ચન નવ્યાને કહે છે, "તમારા દાદાજી સૌથી વધુ ગુસ્સાવાળા છે. તેઓ કહે છે, 'મારે ઉપરના માળે જવું છે, માફ કરજો દેવીઓ. જો તમને વાંધો ન હોય તો' અથવા કંઈક બીજું. તે ખરેખર ખુશ થાય છે. કે તે ત્યાં નથી."

    આ સમાચાર પણ વાંચો : લક્ઝરી લાઈફથી લઈને આલીશાન ઘર સુધી-કરોડો ની માલકીન છે  બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા- જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે 

    જ્યારે નવ્યાએ કહ્યું કે આવું એટલા માટે છે કારણ કે અમિતાભ કદાચ મિત્રો વિશે જાણતા નથી. જયાએ તરત જ કહ્યું કે, તેઓ તેને સદીઓથી ઓળખે છે, પરંતુ તે હવે બદલાઈ ગયા છે. તે વૃદ્ધ પણ થઇ ગયા છે. તેણે કહ્યું- હું વૃદ્ધ નથી, હું હજી પણ 18 વર્ષના યુવક સાથે વાત કરી શકું છું.તમને જણાવી દઈએ કે અમિતાભ-જયાના લગ્ન જૂન 1973માં થયા હતા. આ કપલ છેલ્લા 49 વર્ષથી સાથે છે. તેમની વચ્ચેના સંબંધોમાં તિરાડના સમાચાર આવ્યા હતા, પરંતુ તેમ છતાં બંને એકબીજા સાથે મક્કમતાથી ઉભા હતા.

     

     

  • બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા બચ્ચને આ અભિનેતા સાથે આપ્યા હોટ સીન, તો બચ્ચન પરિવારે આપ્યું આવું રિએક્શન!! 

    બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા બચ્ચને આ અભિનેતા સાથે આપ્યા હોટ સીન, તો બચ્ચન પરિવારે આપ્યું આવું રિએક્શન!! 

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

    નવી દિલ્હી

    27 જાન્યુઆરી 2021

    એશ્વર્યા રાય છેલ્લા બે વર્ષથી કોઈ પણ ફિલ્મમાં દેખાઈ નથી. તે છેલ્લે 2018 માં ફિલ્મ 'ફન્ને ખાન'માં જોવા મળી હતી. જોકે એશ્વર્યા ફિલ્મ જગતથી ભાગ્યે જ દૂર છે, પરંતુ કેટલાક કારણોસર તે ચોક્કસપણે ચર્ચામાં રહે છે. એશ્વર્યા આજથી 4 વર્ષ પહેલા પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી હતી. કહેવાય છે કે આ ફોટોશૂટને કારણે એશ્વર્યાની અંગત જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ હતી. અહેવાલો અનુસાર બચ્ચન પરિવાર પણ ફોટોશૂટને કારણે એશ્વર્યા રાયથી નારાઝ હતો. આ 2015 ની વાર્તા છે જ્યારે એશ્વર્યા રાય કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશકિલ'માં કામ કરવા માટે સંમત થઈ હતી.

    આ ફિલ્મમાં એશ્વર્યા રાયે તેના કરતા 9 વર્ષ નાના રણબીર કપૂર સાથે અફેર કરતી જોવા મળી હતી. ફિલ્મ 'એ દિલ હૈ મુશકિલ' ના પ્રમોશન માટે ફોટોશૂટ કરાયું હતું, જેમાં એશ્વર્યાએ રણબીર કપૂર સાથે અનેક ઈન્ટીમેટ ફોટો પોઝમાં પોઝ આપ્યા હતા. ફોટોશૂટ દરમિયાન એશ્વર્યા  અને રણબીર વચ્ચે સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળી હતી. ફોટોશૂટમાં રણબીર બેડ પર બેઠો જોવા મળ્યો હતો, જ્યારે એશ્વર્યા તેની બાજુમાં સુતેલી જોવા મળી હતી. એશે સફેદ શર્ટ ઉપર જેકેટ અને બૂટ પહેર્યા હતા. જોકે આશ્ચર્યજનક વાત એ છે કે, માતા બન્યાના લગભગ ચાર વર્ષ પછી આ ફોટોશૂટમાં એશ્વર્યાનો ગ્લેમરસ અવતાર જોઈને લોકો ચોકી ગયા હતા.

     

    જોકે બચ્ચન પરિવારને એશ અને રણબીરના હોટ અને બોલ્ડ સીનથી એટલી તકલીફ નહોતી જેટલી રણબીરના નિવેદનથી હતી. હકીકતમાં ‘ઇન્ટરવ્યૂ દરમિયાન રણવીર કપૂરે એમ પણ કહ્યું હતું કે મારે એશ્વર્યા સાથે બોલ્ડ સીન કરવો પડ્યો હતો, મને ખબર નથી કે મને ફરીથી તક મળશે કે નહીં’  એશ્વર્યાના ઘરે પહોંચતાની સાથે જ અમિતાભ બચ્ચને તેને ખરું ખોટું કહેવાનું શરૂ કરી દીધું અને એશ્વર્યાને કહ્યું કે ઘરે આવવાની જરૂર નથી. બચ્ચન પરિવારે મહિનાઓથી એશ્વર્યા સાથે વાત કરી નહોતી. તે પછી એશ્વર્યાએ આ પ્રકારની ફિલ્મ નહીં કરવાનો  વાદો કર્યો હતો..

    ઉલ્લેખનીય છે કે એશ્વર્યાએ અગાઉ 'ધૂમ 2'માં રિતિક રોશન સાથે પણ આવો જ એક સીન કર્યો હતો, ત્યારે પણ બચ્ચન પરિવારે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, આ ફિલ્મ એશ્વર્યા-અભિષેકના લગ્ન પહેલા રિલીઝ કરવામાં આવી હતી.