• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Bangalore
Tag:

Bangalore

Police Register FIR Against Shilpa Shetty's Restaurant in Bengaluru, Know the Full Story
મનોરંજન

Shilpa Shetty: શિલ્પા શેટ્ટીના બિઝનેસમાં મુશ્કેલી: બૅન્ગ્લોરમાં રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR, જાણો શું છે આખો કેસ

by Zalak Parikh December 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shilpa Shetty: અભિનેત્રી શિલ્પા શેટ્ટી નું બૅન્ગ્લોર સ્થિત રેસ્ટોરન્ટ અને પબ ‘બાસ્ટિયન’ મુશ્કેલીમાં મુકાયું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ખુલ્લું રાખવા અને મોડી રાત સુધી પાર્ટીઓનું આયોજન કરવાના આરોપમાં પોલીસે રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ કાર્યવાહી એક વાયરલ વીડિયો સામે આવ્યા પછી કરવામાં આવી છે, જેમાં મોડી રાત્રે ગ્રાહકો વચ્ચે બોલાચાલી થતી જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: જમ્મુ-કાશ્મીરમાં ‘ધુરંધર’ની સુનામી! ફિલ્મ જોવા થિયેટરોમાં ઉમટ્યું માનવ મહેરામણ, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી

મોડી રાત સુધી ખુલ્લું રહેવા બદલ FIR

અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ, બૅન્ગ્લોર પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માલિકીના ‘બાસ્ટિયન’ રેસ્ટોરન્ટ વિરુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ FIR દાખલ કરી છે. મુખ્ય આરોપ છે કે રેસ્ટોરન્ટ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર,  આ રેસ્ટોરન્ટ રાત્રે ૧:૩૦ વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું, જે સમયમર્યાદાનું ઉલ્લંઘન છે. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં રેસ્ટોરન્ટના મેનેજરો અને કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ફરિયાદ કુબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે, કારણ કે ‘બાસ્ટિયન’ રેસ્ટોરન્ટ શહેરના સેન્ટ માર્ક રોડ પર આવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Reporter (@tellyreporter)


આ પહેલા વીતેલા દિવસોમાં એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વીડિયો બૅન્ગ્લોર સ્થિત શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ ‘બાસ્ટિયન’ની બહારનો છે. વીડિયોમાં મોડી રાત્રે ગ્રાહકો વચ્ચે બોલાચાલી થતી જોવા મળી રહી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વીડિયોની સમીક્ષા કર્યા પછી સ્વતઃ સંજ્ઞાન (suo motu) લેતા કેસ દાખલ કરવામાં આવ્યો છે , જેનાથી જાણવા મળ્યું કે પબ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ખુલ્લું હતું. તેમણે જણાવ્યું કે આ કાર્યવાહી નવા વર્ષ પહેલા પબ્સ પર કરવામાં આવી રહેલી વ્યાપક કાર્યવાહીનો એક ભાગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aryan Khan Bangalore video goes viral, his behavior towards fans creates controversy
મનોરંજન

Aryan Khan: આર્યન ખાનનો બેંગ્લોરનો વીડિયો વાયરલ, ચાહકો પ્રત્યેના તેના વર્તને વિવાદ સર્જ્યો

by Zalak Parikh December 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aryan Khan: આર્યન ખાન તેની સિરીઝ ‘બૅડ્સ ઑફ બોલિવૂડ’ પછી ચર્ચામાં છે. આ સિરીઝે ખૂબ ધમાલ મચાવી હતી અને લોકોને ઘણો પ્રેમ મળ્યો હતો. એકવાર ફરીથી આર્યન ખાન ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેણે કંઈક વિવાદાસ્પદ કામ કર્યું છે. આર્યનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં તે બેંગ્લોરના એક પબમાં હાજર હતો.લોકોને તેને જોયા અને મોબાઈલ કાઢીને તેનો વીડિયો કવર કરવા લાગ્યા, જેના કારણે ત્યાં ખૂબ હોબાળો થઈ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : TRP 47th Week: ટીઆરપી કિંગ બની અનુપમા: કયા મોટા શોને પછાડીને ફરી મેળવ્યું ‘નંબર વન’નું સ્થાન? જુઓ ૪૭મા વીકનું લિસ્ટ.

શા માટે બતાવી ‘મિડલ ફિંગર’?

આર્યન ખાનના મગજમાં શું આવ્યું તે ખબર નથી, પરંતુ તેણે એકઠા થયેલા ચાહકો તરફ જોઈને પોતાની ‘મિડલ ફિંગર’ બતાવી દીધી. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. અહેવાલો મુજબ, આ વીડિયો ૨૮ નવેમ્બરનો છે જ્યારે આર્યન ખાન બેંગ્લોર માં હતો. રિપોર્ટ્સનો દાવો છે કે આર્યનની આ હરકત જોવા છતાં બેંગ્લોર પોલીસે તેને સંપૂર્ણપણે અવગણી છે. જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે આર્યન વિરુદ્ધ આ અંગે કાર્યવાહી થવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by HIP-HOP MOTOR BUS (@hiphopmotorbus)


આર્યન ખાનની આ હરકત પર લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “સેલેબ્રીટી વર્ષોથી આવું કરી રહ્યા છે.” બીજાએ લખ્યું, “તે તેમની સાથે મજાક કરી રહ્યો હતો, તે સ્પષ્ટ છે.” એક અન્ય યુઝરે લખ્યું, “મજાક કરી રહ્યો છે તે.” આ રીતે કેટલાક લોકો આર્યનને સમર્થન આપી રહ્યા છે. અટકળો છે કે આર્યન ખાન પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે બેંગ્લોર ગયો હતો. આ દરમિયાન તેણે અભિનેતા ઝૈદ ખાન અને ધન્યા રામકુમાર સાથે મુલાકાત પણ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
aamir khan new girlfriend gauri spratt
મનોરંજન

Aamir khan girlfriend Gauri: આમિર ખાન ના જીવન માં વધુ એકવાર થઇ પ્રેમ ની એન્ટ્રી, જાણો કોણ છે અભિનેતા ની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ

by Zalak Parikh March 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aamir khan girlfriend Gauri: આમિર ખાને તેના પ્રિ બર્થડે સેલિબ્રેશન માં તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો સત્તાવાર પરિચય કરાવ્યો હતો. સાથે જે આમિરે પાપારાઝીને તેમની ગોપનીયતાનો આદર કરવા વિનંતી પણ કરી હતી, આમિર ખાને કહ્યું કે તે ગૌરીને 25 વર્ષથી ઓળખે છે અને તેઓ છેલ્લા 18 મહિનાથી રિલેશનશિપમાં છે.જ્યારથી ગૌરી સ્પ્રેટનું નામ જાહેર થયું છે, ત્યારથી ઇન્ટરનેટ પર તેમના વિશે વધુ જાણવાની ઉત્સુકતા વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Aamir Khan Party: જન્મદિવસ પહેલા આમિર ખાને કર્યું પાર્ટી નું આયોજન, શાહરુખ, સલમાન એ આપી મિસ્ટર પર્ફેક્ટનિશ ની બર્થડે સેલિબ્રેશન માં હાજરી

કોણ છે આમિર ખાન ની ગર્લફ્રેન્ડ ગૌરી 

ગૌરી સ્પ્રેટ મૂળ બેંગલુરુની છે ગૌરી રીટા સ્પ્રેટની પુત્રી છે, જે બેંગલુરુમાં સલૂન ધરાવતી હતી.મીડિયા રિપોર્ટ મુજબ ગૌરીએ બ્લુ માઉન્ટેન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો અને 2004માં લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી FDA સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીમાં ફેશન કોર્સ પૂર્ણ કર્યો હતો. પ્રોફાઇલ મુજબ, તે હાલમાં મુંબઈમાં BBlunt સલૂન પણ ચલાવી રહી છે. રિપોર્ટ મુજબ ગૌરી ને છ વર્ષનું એક બાળક પણ છે.આમિર ખાને જણાવ્યું કે ગૌરી હવે તેના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


આમિર ખાને તેના અને ગૌરી ના સંબંધ વિશે મીડિયા ને જણાવ્યું કે,  “એક વાત તો એ છે કે તે બેંગ્લોરમાં રહે છે, તાજેતર સુધી ત્યાં રહેતી હતી. તેથી, હું તેને મળવા માટે ઉડાન ભરતો, અને ત્યાં મીડિયા કવરેજ ઓછું હોય છે. તેથી, અમે રડારથી દૂર રહેતા હતા,” રિપોર્ટ મુજબ તાજેતરમાં આમિર ખાને ગૌરીનો પરિચય તેના બાળકો, પરિવાર અને તેના મિત્રો શાહરૂખ અને સલમાન ખાન સાથે કરાવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Deepika padukone on Diljit dosanjh: દિલજીત દોસાંઝ ની કોન્સર્ટ માં દીપિકા પાદુકોણ એ લૂંટી લાઈમલાઈટ, ગાયક ને સ્ટેજ પર જ શીખવાડી આ વસ્તુ, જુઓ વિડીયો

by Zalak Parikh December 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Deepika padukone on Diljit dosanjh: દીપિકા પાદુકોણ તેની દીકરી ના ઉછેર માં વ્યસ્ત છે તેવામાં દીપિકા બેંગ્લોર માં યોજાયેલ દિલજિત દોસાંઝ ના કોન્સર્ટ માં પહોંચી હતી. આ દરમિયાન દીપિકા એ ગાયક ને સ્ટેજ પર એક વસ્તુ શીખવાડી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan video: ઝૂમે જો પઠાણ પર થિરકયો શાહરુખ ખાન, કિંગ ખાન ના નવા લુક એ જીત્યા ચાહકોના દિલ

દીપિકા એ દિલજિત ને શીખવાડી કન્નડ ભાષા 

દિલજિત દોસાંઝ ના કોન્સર્ટ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોવા કે, દીપિકા દિલજીતને કન્નડમાં કેટલીક લાઈન શીખવી રહી છે. દિલજિત ની કન્નડ માં પંક્તિઓ બોલતા જ ત્યાં ઉપસ્થિત પ્રેક્ષકો ઉત્સાહ થી ઝૂમી ઉઠ્યા હતા.તેમને જણાવી દઈએ કે આ પંક્તિનો અર્થ છે- ‘આઈ લવ યુ’.

Started the year with @diljitdosanjh‘s cameo at Ed Sheeran’s concert, ending with Deepika Padukone’s cameo at Diljit’s concert 😂 pic.twitter.com/BNlni2KQLj

— Vaibhav Raj Singh (@vrs2001) December 6, 2024


વિડીયો માં આગળ જોવા મળી રહ્યું છે કે દિલજિત દીપિકા વિશે કહી રહ્યો છે કે, “દીપિકા પાદુકોણ, શું તમે તેના પર વિશ્વાસ કરી શકો છો? તેણે અદ્ભુત કામ કર્યું છે અને અમે તેને મોટા પડદા પર જોઈ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું તેને આટલી નજીકથી જોઈ શકીશ. તે ખૂબ જ મીઠી છે અને તેને તેની મહેનતથી બોલિવૂડમાં તેનું સ્થાન બનાવ્યું છે. અમને બધાને તેના પર ગર્વ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bangalore Bengaluru rains break 133-year-old record, 111 mm rain in a day..
રાજ્ય

Bangalore: બેંગલુરુમાં વરસાદે તોડ્યો 133 વર્ષ જૂનો રેકોર્ડ, એક દિવસમાં 111 મીમી વરસાદ..

by Hiral Meria June 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

 Bangalore: બેંગલુરુમાં 2 જૂને 111 મીમી વરસાદ નોંધાયો હતો, જેણે જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો 133 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ભારત હવામાન વિભાગ ( IMD ) બેંગલુરુના વૈજ્ઞાનિકે પુષ્ટિ કરી હતી કે, 2 જૂન, 2024 ના રોજ 133 વર્ષમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, તેમણે નિવેદન આપતા એમ પણ કહ્યું હતું કે, આ અગાઉ સૌથી વધુ વરસાદ 16 જૂન, 1891ના રોજ સૌથી વધુ 140.7 મીમી તે સરેરાશથી વધુ વરસાદ રહ્યો હતો.   

ભારે વરસાદને ( Heavy Rainfall ) પગલે, જયનગરના રહેવાસીઓએ ટ્રિનિટી મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો ટ્રેક પર વૃક્ષો પડી ગયા હતા. બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. જેમાં બેંગલુરુ વરસાદને કારણે થંભી ગયું હતું.

 Bangalore: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટકમાં આગળ વધી ગયું છે…

બેંગલુરુના ( Bangalore Rain ) આઈએમડી સેન્ટરના વડાના મિડીયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટકમાં ( Karnataka )  આગળ વધી ગયું છે અને કેટલાક જિલ્લાઓ માટે 5 જૂન સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં દક્ષિણ કન્નડ, ઉડુપી અને ઉત્તરા કન્નડ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં બાગલકોટ, બેલાગવી, ધારવાડ, ગડગ, હાવેરી, કોપ્પલ અને વિજયપુરા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં બલ્લારી, બેંગલુરુ (ગ્રામીણ અને શહેરી), ચિક્કાબલ્લાપુરા, દાવંગેરે જણાવ્યું હતું આગામી બે દિવસમાં ચિત્રદુર્ગ, હસન, મૈસુર, તુમાકુરુમાં ભારે વરસાદની સંભાવના ( Rain Forecast ) રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election Results 2024 LIVE : મતગણતરીના શરૂઆતી વલણોમાં જ NDA-INDIA ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર, પરિવર્તન કે પુનરાવર્તન?

દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે, તેમણે કહ્યું કે, અમે વિધાન પરિષદની ચૂંટણીઓ ( Legislative Assembly Elections ) પછી અધિકારીઓની બેઠક યોજીશું અને વરસાદ સંબંધિત મુદ્દાઓનો ઉકેલ લાવીશું. 

 

June 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rain Update Weather to change, IMD issues yellow alert in Bengaluru, heavy rain and storm likely.. What will be the situation in Mumbai
રાજ્ય

Rain Update : હવામાનમાં આવશે પલટો, IMD એ બેંગલુરુમાં યલો એલર્ટ જારી કર્યું, ભારે વરસાદ અને તોફાનની શક્યતા.. મુંબઈમાં શું રહેશે સ્થિતિ?..

by Bipin Mewada May 16, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Rain Update : દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ દેશમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. જો કે, ઉત્તર ભારતમાં લોકો હજુ પણ મે મહિનાની આકરી ગરમીથી ત્રસ્ત છે. પરંતુ દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ ( IMD ) એ ગુરુવારે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરી છે . તેમજ બેંગ્લોર માટે આજથી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દેશમાં હાલ કમોસમી વરસાદે ( Unseasonal Rain ) હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપતા બેંગ્લોર ( Bangalore ) માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ ભારે વરસાદ અને જોરદાર પવનની સંભાવનાને કારણે લોકોને સલામત સ્થળે રહેવા ચેતવણી પણ આપવામાં આવી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે 16 મેથી બેંગ્લોરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેથી બેંગ્લોરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી ( IMD Forecast ) કરવામાં આવી છે.

  Rain Update : 16 મે થી 21 મે સુધી બેંગ્લોરમાં હવામાન ખૂબ જ વાદળછાયું રહેશે…

16 મે થી 21 મે સુધી બેંગ્લોરમાં હવામાન ખૂબ જ વાદળછાયું રહેશે. તેમજ ભારતીય હવામાન વિભાગે તોફાની પવન સાથે ભારે વરસાદની ( Heavy Rainfall )  સંભાવના વ્યક્ત કરી છે. શહેરમાં આખું અઠવાડિયું ભારે વરસાદની આગાહી છે. 16, 17 અને 19 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Cannes Film Festival: 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પેવેલિયનનું ઉદ્ઘાટન

દરમિયાન, ત્રણ દિવસ પહેલા મુંબઈમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. પરંતુ, તે બાદ છેલ્લા બે દિવસથી મુંબઈમાં ગરમીમાં જબરદસ્ત વધારો થયો છે. આ સ્થિતિ ગુરુવારે પણ ચાલુ રહે તેવી શક્યતા છે. મુંબઈમાં ગરમ ​​અને ભેજવાળા વાતાવરણને કારણે નાગરિકોને હજુ થોડા દિવસો સુધી ગરમીનો અનુભવ થશે તે નિશ્ચિત છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું 19 મે સુધીમાં આંદામાનમાં પ્રવેશી શકે છે. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો 31 મેની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. જો તે પછી વાતાવરણ અનુકૂળ રહેશે તો 7 થી 10 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી શકે છે.

May 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai There has been such a huge increase in the number of vehicles in Mumbai without planning, the pollution has also increased..
મુંબઈ

Mumbai News: મુંબઈ શહેરમાં બેફામ ઝડપે વધી રહેલા વાહનો. કઈ રીતે ટ્રાફિક અને પ્રદૂષણ ઓછું થશે? જાણો રસપ્રદ આંકડા..

by kalpana Verat April 19, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai News: મુંબઈ ( Mumbai ) માં છેલ્લા બે વર્ષમાં અઢી લાખથી વધુ વાહનો શહેરના રસ્તાઓ પર આવ્યા છે, જે પછી મુંબઈમાં વાહનોની કુલ સંખ્યા 46 લાખ પર પહોંચી ગઈ છે. જેમાંથી 28 લાખ માત્ર બાઇકો ( bike ) છે. આયોજન વિના વાહનોની વધતી જતી સંખ્યાને કારણે મુંબઈમાં ટ્રાફિક જામ ( Traffic Jam ) ની સમસ્યા હાલ ગંભીર બની રહી છે અને શહેરમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ( Pollution ) ને કારણે નાગરિકોના આરોગ્ય પર પણ અસર થઈ રહી છે. હાલમાં મુંબઈમાં પ્રતિ કિલોમીટર 2 હજાર 300 વાહનો નોંધાયા છે.

વાહનો ( Vehicles ) ની ઉપલબ્ધતાના સંદર્ભમાં અન્ય શહેરોની સરખામણીમાં મુંબઈ ( Mumbai ) સૌથી આગળ છે. અહીં પ્રતિ કિલોમીટર 2,300 વાહનો રસ્તાઓ પર દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ચેન્નાઈ ( Chennai ) માં પ્રતિ કિલોમીટર 1.762 વાહનો, કોલકાતામાં 1.283, બેંગલુરુમાં 1.134 અને દિલ્હીમાં 261 વાહનો પ્રતિ કિલોમીટરનો દેખાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Share market : શેરબજાર ધડાકા ભેર પટકાયું, ઇઝરાયલ એ મિસાઈલ છોડી હોવાના સમાચાર વહેતા થયા… જાણો વિગતે..

Mumbai News: ભૌગોલિક રીતે આ શહેર બહુ મોટું નથી…

આર્થિક રાજધાની, તેમજ આંતરરાષ્ટ્રીય શહેર હોવાને કારણે દેશના ખૂણે-ખૂણેથી લોકો મુંબઈમાં રહેવા આવે છે. ભૌગોલિક રીતે આ શહેર બહુ મોટું નથી, તેમ છતાં તેમાં 2,000 કિલોમીટર લાંબા રસ્તાઓ છે. શહેરમાં હાલમાં લગભગ 420 વિવિધ પ્રોજેક્ટ્સ અને 25 ટકા રોડ કામો ચાલી રહ્યા છે. શહેરની મુખ્ય સમસ્યામાંની એક ટ્રાફિક જામ છે. અહેવાલો અનુસાર, આ ટ્રાફિક જામને કારણે મુંબઈકરોને નિર્ધારિત સમય કરતાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં હાલ લગભગ 75 ટકા વધુ જેઓ સમય લાગી રહ્યો છે.

April 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gold Silver Panipuri This extravagant gold and silver Pani Puri leaves internet with second thoughts
અજબ ગજબ

Gold Silver Panipuri : લ્યો બોલો.. બજારમાં આવ્યા સોના-ચાંદીના ગોલગપ્પા, લોકો થયા કન્ફ્યુઝ; ખાવી કે પછી સેફમાં રાખવી..?!

by kalpana Verat April 15, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gold Silver Panipuri : પાણીપુરી, ફુલકી, પુચકા કે ગોલગપ્પા.. નામ ગમે તે હોય પણ તેનો સ્વાદ દેશના દરેક ભાગમાં લોકોને પસંદ આવે છે. સામાન્ય રીતે તેમાં આમલી અથવા કેરીના મીઠા-ખાટા પાણી સાથે પીરસવામાં આવે છે અને તેમાં બટાકાનું સ્ટફિંગ ઉમેરવામાં આવે છે, પરંતુ બેંગ્લોર ( Bangalore )ના એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ પાણીપુરીનું નવું વર્ઝન ( New version ) રજૂ કર્યું છે, જેને ડ્રાયફ્રૂટ્સ અને થંડાઈ સાથે પીરસવામાં આવે છે. અને એ પણ સોના અને ચાંદીના વરક વાળી પુરી સાથે. હાલમાં જ એક ફૂડ બ્લોગરે ( food vlogger ) તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

ખાટા અને મીઠા પાણીને બદલે ડ્રાયફ્રૂટ્સ અને થંડાઈ ઉમેરીને લોકોને પાણીપુરી ખવડાવી

એક સમય હતો જ્યારે લોકો ગોલગપ્પા સાથે મસાલેદાર, ખાટા અને મીઠા પાણીની પસંદગી કરતા હતા. પરંતુ બેંગ્લોર ( Bangalore ) ના એક પાણીપુરી વાળાએ તમામ હદો વટાવી દીધી. આ ભાઈ બટાકા અને પાણીને બદલે ડ્રાયફ્રૂટ્સ અને થંડાઈ ઉમેરીને લોકોને પાણીપુરી ખવડાવી રહ્યા છે અને તે પણ તેના પર સોના–ચાંદીનું વર્ક ચોંટાડીને. સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હોવા છતાં, ઇન્ટરનેટ પર લોકોના અભિપ્રાય આ વિચિત્ર રેસીપી અંગે વહેંચાયેલા છે. કેટલાક લોકોને પાણીપુરી ( Panipuri ) વાલા ભૈયાનો વિચાર ગમે છે, જ્યારે ઘણા લોકો માને છે કે આ એક ખુબ જ હાયપ્ડ વસ્તુ છે.

જુઓ વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Khushbu Parmar | Manan | CTT (@cherishing_the_taste_)

 

આ રીતે બને છે સોના-ચાંદીની પાણીપુરી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનદાર પહેલા પાણીપુરીમાં ઝીણી સમારેલી બદામ, કાજુ અને પિસ્તા ઉમેરે છે. પછી સ્વાદ વધારવા માટે તેમાં મધ ઉમેરે છે.  પછી જોકે દુકાનદાર ગોલગપ્પાને મસાલેદાર, ખાટા કે મીઠા પાણી સાથે નહીં પરંતુ થંડાઈ ઉમેરીને પીરસે છે. આ પહેલા તે ગોલ્ડ અને સિલ્વર વર્કથી પાણીપુરીને સુંદર રીતે સજાવે છે.

આ સમાચાર પણ વાંચો :  સટ્ટા બજારમાં શું છે ભાજપનો ભાવ? કોંગ્રેસને મળશે કેટલી સીટ? ફલોદીના ભાવ સામે આવ્યા…

પાણીપુરીનો નાશ

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને વ્લોગરે ( Food Vlogger ) દાવો કર્યો છે કે તમે આનાથી વધુ હાઈજેનિક પાણીપુરી ક્યારેય ખાધી નહીં હોય. વ્લોગરે કહ્યું કે તમને બેંગ્લોરમાં સોના-ચાંદીની પાણીપુરીનો આ કોન્સેપ્ટ જોવા મળશે. પરંતુ આ પાણીપુરી પ્રીમિયમ શ્રેણીની છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરી કે, ‘મને કહો કે તેને ખાવી કે સેફમાં રાખવી.’ અન્ય યુઝરે કમેન્ટ કરી કે, ‘તેનું નામ બપ્પી લાહિરી પાણીપુરી હોવું જોઈએ.’ બીજા એક યુસરે કહ્યું હું તો મફતમાં પણ ન ખાઉં. પાણીપુરીનો સત્યાનાશ કરી દીધો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rameshwaram Cafe Blast Case NIA's big action in Rameshwaram Cafe blast case, two accused absconding with 10 lakh reward arrested.
રાજ્યTop Post

Rameshwaram Cafe Blast Case: રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, 10 લાખ ઈનામી ફરાર બે આરોપીની ધરપકડ..

by Bipin Mewada April 12, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Rameshwaram Cafe Blast Case: રાષ્ટ્રીય તપાસ એજન્સી  ( NIA ) ને આજે રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મળી. NIAએ આ કેસમાં 2 ફરાર આરોપીઓની ધરપકડ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ આરોપીઓની પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પાસે ધરપકડ કરી હતી. આ આરોપીઓએ 1 માર્ચે બેંગલુરુના એક કેફેમાં બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા છે. 

NIA ટીમના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, ‘કર્ણાટકના બેંગલુરુમાં ( Bangalore ) રામેશ્વરમ કાફે બ્લાસ્ટના મામલામાં NIAએ બે ફરાર આરોપીને  શોધવા માટે એક ટીમની રચના કરી હતી અને મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના સ્થળો પર ટૂંક સમયમાં જ NIAની ટીમને આ કેસમાં મોટી સફળતા મળી હતી અને આ ટીમે આ બંને આરોપીને પકડી લીધા હતા. આ આરોપીઓ અહીં નકલી આઈડી પર છુપાયેલા હતા.

 આ કેસમાં અગાઉ 27 માર્ચે NIAએ આ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરી હતી..

આ કેસમાં અગાઉ 27 માર્ચે NIAએ આ બ્લાસ્ટના ( Blast Case ) માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરી હતી અને પશ્ચિમ બંગાળમાંથી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. માસ્ટર માઈન્ડ આરોપીએ જ બોમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડી હતી. વિસ્ફોટ બાદ ફરાર બે આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને છુપાય ગયા હતા. જેમાં આજે NIAએ બંને ફરાર આરોપીઓ જેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું તેમની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: દરિયાની નીચે 60 ફૂટ EVM વડે મતદાન, મતદાનના અધિકારો અને જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચની આ અનોખી પહેલ.. જુઓ વીડિયો.

નોંધનીય છે કે, બેંગલુરુના વ્હાઇટફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ત્રણ કર્મચારી અને ગ્રાહકનો સમાવેશ થાય છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, 1 માર્ચના રોજ બપોરના સુમારે બેગમાં રાખેલી વસ્તુમાં વિસ્ફોટ થયો હતો. આ કાફે ( Rameshwaram Cafe Blast Case ) બેંગલુરુમાં સૌથી લોકપ્રિય ફૂડ જોઈન્ટ્સમાંનું એક હતું. બ્લાસ્ટ બાદ તરત જ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

April 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rameshwaram Cafe Blast NIA major action on Rameswaram cafe blast, raids at 18 locations in 3 states, arrest of key informant..
રાજ્યદેશ

Rameshwaram Cafe Blast: રામેશ્વરમ કેફે બ્લાસ્ટ પર NIAની મોટી કાર્યવાહી, 3 રાજ્યોમાં 18 સ્થળો પર દરોડા, મુખ્ય સુત્રધારની ધરપકડ..

by Bipin Mewada March 29, 2024
written by Bipin Mewada

  News Continuous Bureau | Mumbai

Rameshwaram Cafe Blast: બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સી NIAને મોટી સફળતા મળી છે. NAIએ આ કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. NIAના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુખ્ય સૂત્રધાર પકડવા માટે કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના ત્રણ રાજ્યોમાં 18 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 

NIA અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસનીશ ટીમે મુખ્ય સૂત્રધારને ( Accused ) પકડવા માટે કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના ત્રણ રાજ્યોમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

 ધરપકડ કરાયેલ મુખ્ય સૂત્રધાર આ કેસના મુખ્ય આરોપીનો સહયોગી હતો…

ધરપકડ કરાયેલ મુખ્ય સૂત્રધાર આ કેસના મુખ્ય આરોપીનો સહયોગી હતો . બંનેએ સાથે મળીને આ વિસ્ફોટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1 માર્ચે બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં ( Rameshwaram Cafe ) વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં કુલ 10 લોકો ઘાયલ થયા હતા. NIAએ 3 માર્ચે આ કેસની તપાસ હાથ ધરી હતી. હાલમાં, આ કેસમાંઅન્ય એક માસ્ટરમાઇન્ડ છે અને તે હાલમાં ફરાર હોવાનું તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: લોકસભામાં ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવવા પીએમ મોદીનું ફોક્સ હવે આ સમુદાયની મહિલાઓ પર, મહિલાઓને આપી વધુ તકો.

આ કેસમાં ધરપકડ કરાયેલ વિસ્ફોટને અંજામ આપવામાં મુખ્ય સુત્રધારને અન્ય બે આરોપીઓએ મદદ કરી હતી. તેણે બ્રુકફિલ્ડ વિસ્તારમાં આઈટીપીએલ રોડ પર વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલ આઈઈડી વિસ્ફોટકો પહોંચાડ્યા હતા. દરમિયાન કેફે બ્લાસ્ટની ઘટના બાદ મુખ્ય સુત્રધાર થોડો સમય બેંગ્લોરમાં ( Bangalore ) જ રહ્યો હતો. તેમજ અન્ય આરોપીઓ ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. NIA ને તપાસમાં જાણવા મળ્યુ હતું કે તે વારંવાર પોતાનું લોકેશન બદલી રહ્યો હતો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળતો હતો.

તપાસ એજન્સીએ ગુરૂવારે આ કેસ સાથે જોડાયેલા પુરાવા એકત્ર કરવા માટે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આરોપીઓના ઘર, દુકાનો અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલામાં NIAની ટીમે આરોપીઓ પાસેથી અનેક ડિજિટલ ઉપકરણો અને રોકડ જપ્ત કરી હતી. તેમજ આ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.

March 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક