Tag: battle

  • Israel Iran Conflict : શરૂ થઈ ગયું યુદ્ધ, ખામેનેઈએ કર્યું ઈઝરાયલ સામે જંગનું એલાન.. હવે શું કરશે ટ્રમ્પ..

    Israel Iran Conflict : શરૂ થઈ ગયું યુદ્ધ, ખામેનેઈએ કર્યું ઈઝરાયલ સામે જંગનું એલાન.. હવે શું કરશે ટ્રમ્પ..

    News Continuous Bureau | Mumbai

     Israel Iran Conflict : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ આજે ઈઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની જાહેરાત કરી છે. ખામેનીએ X પર લખ્યું કે અમે આતંકવાદી યહૂદી શાસન પ્રત્યે કોઈ દયા નહીં બતાવીએ. આ જાહેરાત પછી ઈરાને ઈઝરાયલ પર 25 મિસાઈલ છોડ્યા.

     

    અયાતુલ્લાહ અલી ખામેનેઈએ બુધવારે વહેલી સવારે X પર સતત ત્રણ પોસ્ટ પોસ્ટ કરી. આમાં તેમણે કહ્યું કે, યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું. તેમણે કહ્યું કે, અમે તેમના પ્રત્યે કોઈ ઉદારતા નહીં બતાવીએ. આ જાહેરાત પછી ઈરાને ઈઝરાયલ પર 25 મિસાઈલ છોડી. આ પછી, એવું માનવામાં આવે છે કે હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામમાં સમય લાગી શકે છે.

     Israel Iran Conflict : ઈઝરાયલે ઈરાનને ચેતવણી આપી

    ઈઝરાયલે યુદ્ધની ઘોષણા અંગે ખામેનીને ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે ઈરાકી સરમુખત્યાર સદ્દામ હુસૈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખામેનીએ યાદ રાખવું જોઈએ કે ઈઝરાયલનો વિરોધ કરનારા સરમુખત્યારનું શું થયું હતું. કાત્ઝે કહ્યું કે જો ખામેનીએ ઈઝરાયલ વિરુદ્ધ પોતાની વર્તમાન નીતિ ચાલુ રાખીશું, તો તેમને પણ સદ્દામ હુસૈન જેવું જ ભાગ્ય ભોગવવું પડી શકે છે.

    Iran Israel War : ઇઝરાયલને રોકવા ઈરાને લીધો મોટો નિર્ણય! અધિકારીઓને એન્ટી ટ્રેકિંગ ફોનનો ઉપયોગ કરવાનો આદેશ..

     Israel Iran Conflict : ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરી

    ઈરાનના હુમલાના જવાબમાં, ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરી. ઇઝરાયલી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને જણાવ્યું હતું કે 60 ઇઝરાયલી ફાઇટર જેટ્સે મધ્ય ઈરાનમાં બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ સાઇટ્સ પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે તાજેતરના ઇઝરાયલી હુમલાઓને કારણે, ઈરાની સેનાને પશ્ચિમ ઈરાનથી પીછેહઠ કરવી પડી અને ઇસ્ફહાનમાં તૈનાત કરવી પડી, જ્યાં તેઓ હવે રોકેટ લોન્ચ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડેફ્રિને કહ્યું, અમે હજુ પણ તેમનો પીછો કરી રહ્યા છીએ.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Goat vs komodo dragon: બકરીએ કોમોડો ડ્રેગનને શીખવ્યો પાઠ, આ રીતે શિકારીને હરાવ્યો,   લોકો જોતા રહી ગયા; જુઓ વિડીયો.. 

    Goat vs komodo dragon: બકરીએ કોમોડો ડ્રેગનને શીખવ્યો પાઠ, આ રીતે શિકારીને હરાવ્યો,   લોકો જોતા રહી ગયા; જુઓ વિડીયો.. 

    News Continuous Bureau | Mumbai

    Goat vs komodo dragon: જંગલમાં રહેવું કોઈના માટે સરળ નથી. ત્યાં સાપ અને વીંછીથી લઈને સિંહ અને વાઘ જેવા અનેક ખતરનાક જીવોનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં ક્યારેક આપણા જીવને પણ જોખમ હોય છે. કલ્પના કરો, જંગલમાં રહેતા નાના જીવોની શું હાલત થતી હશે. જંગલનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બકરી નો સામનો એક વિશાળ કોમોડો ડ્રેગન થાય છે. ગરોળીની જેમ, કોમોડો ડ્રેગન, જે આંખના પલકારામાં તેના શિકારને પકડવામાં માહિર છે, બકરી પર હુમલો કરે છે અને બકરી તરત જ તેનાથી દૂર ભાગી જાય છે. બકરી તેને પાઠ શીખવે છે. એવું લાગે છે કે કોમોડો ડ્રેગન તેને જોતો રહ્યો.

    Goat vs komodo dragon: જુઓ વિડીયો 

    વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં એક બકરી ઘાસ ચરી રહી છે. ત્યારે અચાનક એક કોમોડો ડ્રેગન ત્યાં આવે છે. તે બકરીનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે. જેવો કોમોડો ડ્રેગન બકરી પર હુમલો કરે કે તરત જ તે દૂર ભાગી જાય છે. કોમોડો ડ્રેગન તેની પૂંછડીને ઝડપથી ખસેડવાનો પ્રયાસ કરે છે, જેથી બકરી ઠોકર ખાઈને પડી શકે અને તે સરળતાથી તેનો શિકાર કરી શકે. પરંતુ આ નાના જીવે મોટી ગરોળીને પાઠ ભણાવ્યો. જે રીતે તેણે પોતાની જાતને તેની ચુંગાલમાંથી બચાવી, કોમોડો ડ્રેગન તેની સામે જોતો જ રહ્યો. 

    Goat vs komodo dragon: બકરી પર હુમલો કરવાનો પ્રયાસ

    જો કે, કોમોડો ડ્રેગન ફરીથી બકરી પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. પણ બકરી પણ હાર સ્વીકારતી નથી. તે કોમોડો ડ્રેગનની પૂંછડી તેના મોંથી પકડે છે. પછી બંને એકબીજાની સામે આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોમોડો ડ્રેગન તેના પર જોરદાર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે બકરી ઝડપથી ભાગવા લાગે છે. આ સમય દરમિયાન, કોમોડો ડ્રેગન પણ બકરીનો ખૂબ ઝડપે પીછો કરે છે. એક ક્ષણ માટે એવું લાગે છે કે બકરીનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ બીજી જ ક્ષણે બકરી તેને મ્હાત આપીને ભાગી જાય છે. 

    આ સમાચાર પણ વાંચો  : Tiger Family Video: દુર્લભ દૃશ્ય … તાડોબા રિઝર્વમાં વાઘણ તેના 5 બચ્ચા સાથે નીકળી ફરવા; આ વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે

    Goat vs komodo dragon: યુઝર્સની કમેન્ટ 

    આ વીડિયો ટ્વિટર પર @AMAZlNGNATURE નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરીને વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ! તમે જે પણ કહો છો, અહીં બકરીનો જીવ બચી ગયો હતો.’ જ્યારે બીજાએ લખ્યું, ‘જો તેણે બકરીને પકડી લીધી હોત તો આ તેનું પતન થવાનું નિશ્ચિત હતું. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  •  Maharashtra Election 2024: આદિત્ય ઠાકરે સામે એકનાથ શિંદેનો મોટો દાવ, વરલી સીટ માટે આ નેતાને ઉતાર્યા મેદાનમાં… 

     Maharashtra Election 2024: આદિત્ય ઠાકરે સામે એકનાથ શિંદેનો મોટો દાવ, વરલી સીટ માટે આ નેતાને ઉતાર્યા મેદાનમાં… 

     News Continuous Bureau | Mumbai

    Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મુંબઈની વરલી બેઠક માટેનો મુકાબલો ઘણો રસપ્રદ બની ગયો છે. એકનાથ શિંદેની પાર્ટી શિવસેના પોતાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાને આ બેઠક પરથી ઉતારી શકે છે.  મહત્વનું છે કે શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલી સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

    Maharashtra Election 2024: આજે મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે શિવસેનાની બીજી યાદી 

    શિવસેનાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાએ પણ વરલી બેઠક પરથી આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે.  અટકળો છે કે એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારોની બીજી યાદી આજે મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે. શિંદે શિવસેના મહાગઠબંધનમાં લગભગ 80 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.

    મિલિંદ  દેવરાએ X પર લખ્યું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માને છે કે વરલી અને વર્લીકરોને ન્યાય લાંબા સમયથી મુલતવી રહ્યો હતો. સાથે મળીને અમે આગળનો માર્ગ નક્કી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમારી દ્રષ્ટિ શેર કરીશું.  

    Maharashtra Election 2024: MNSએ આ બેઠક પરથી સંદીપ દેશપાંડેને મેદાનમાં ઉતાર્યા 

    ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે હાલમાં મુંબઈની આ બેઠક પર ધારાસભ્ય છે. તેઓ શિવસેનાના UBT ઉમેદવાર તરીકે મહાવિકાસ અઘાડી (MVA) તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેણે શુક્રવારે પોતાનું નામાંકન પણ ભર્યું હતું. રાજ ઠાકરેની આગેવાની હેઠળની MNSએ આ બેઠક પરથી સંદીપ દેશપાંડેને મેદાનમાં ઉતાર્યા છે. દેશપાંડે રાજ ઠાકરેની ખૂબ નજીકના લોકોમાંના એક છે. વર્લીમાં મિલિંદ દેવરાની એન્ટ્રીના કારણે આ સીટ ચર્ચામાં આવી છે. દેવરા અગાઉ સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્યસભાના સભ્ય છે.

    આ સમાચાર પણ વાંચો : Maharashtra Election : મુંબઈમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીએ માત્ર 60 ટકા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી.. હજુ આટલી બેઠકો ફાળવવાની બાકી..

    Maharashtra Election 2024:  વરલી સીટ શિવસેનાનો ગઢ

    મુંબઈની વરલી સીટ શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. અગાઉ આ બેઠક પરથી ભાજપના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી. ભાજપના ઉમેદવાર તરીકે શાઇના એનસીનું નામ પણ સામે આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ મહાયુતિએ એક મોટું પગલું ભર્યું અને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી મિલિંદ દેવરાની હેવીવેઇટ એન્ટ્રી કરી. મહારાષ્ટ્રના રાજકીય વિશ્લેષક દયાનંદ નેને કહે છે કે દેવરાના પ્રવેશ સુધી આદિત્ય ઠાકરેનો હાથ ઉપર હતો. હવે આ બેઠક માટે રસપ્રદ લડાઈ થશે. નેનેએ કહ્યું કે આ સીટ શિવસેનાનો ગઢ છે. આ સીટ પર શિવસેના છ વખત જીતી ચુકી છે.

     

     

  • Eagle Fight : શિકાર માટે હવામાં લડવા લાગ્યા બે બાજ, અંતે જે થયું તે જોઈને લોકોએ કહ્યું- લડાઈમાં કંઈ જ રાખ્યું નથી! જુઓ આ વિડીયો..

    Eagle Fight : શિકાર માટે હવામાં લડવા લાગ્યા બે બાજ, અંતે જે થયું તે જોઈને લોકોએ કહ્યું- લડાઈમાં કંઈ જ રાખ્યું નથી! જુઓ આ વિડીયો..

    News Continuous Bureau | Mumbai 

    Eagle Fight : પ્રાણીઓને શિકાર કરતા અથવા તેમના શિકારને એકબીજા પાસેથી છીનવી લેતા ના દ્રશ્યો અવાર નવાર જોવા મળે છે. આ પ્રકારની ઘટનાના વીડિયો પણ ઘણી વખત જોવા મળે છે. પરંતુ પક્ષીઓના કિસ્સામાં તે જોવા મળવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બે બાજ એકબીજા સાથે લડતા જોવા મળે છે, પરંતુ આ સમય દરમિયાન તેમની એક્શન જોઈને એવું લાગે છે કે જાણે આપણે કોઈ કાલ્પનિક ફિલ્મ જોઈ રહ્યા છીએ.

    Eagle Fight : જુઓ વિડીયો

     

    View this post on Instagram

     

    A post shared by Mukul Soman (@mukul.soman)

    Eagle Fight : બંને વચ્ચેની લડાઈ માછલીને લઈને 

    વીડિયોમાં, એક પુખ્ત ગરુડ એક કિશોર બાજ સાથે સંકળાયેલો જોવા મળે છે, જે પહેલેથી જ તેના પંજામાં શિકાર લઈ જઈ રહ્યો હતો. દરમિયાન શિકારને છીનવી લેવા માટે, બંને હવામાં ઘણી છિના ઝપટી કરતા જોવા મળે છે. અંતે, શિકાર બંનેમાંથી કોઈ એક દ્વારા પકડી શકાતો નથી અને પડી જાય છે, ત્યારબાદ બંને અલગ થઈ જાય છે. બંને વચ્ચેની આ લડાઈ માછલીને લઈને છે. 

    આ સમાચાર પણ વાંચો : Surat : સુરત શહેરમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને પોલીસ કમિશનરનું જાહેરનામું

    આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘મુકુલ સોમન’ નામના યુઝરે શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, “મૌત કા હવાઈ ચક્કર. એક પુખ્ત અને કિશોર ગરુડ લડાઈમાં ફસાઈ જાય છે. યુવાન ગરુડ માછલી સાથે ઉડી રહ્યો હતો જ્યારે પુખ્ત ગરુડે નક્કી કર્યું કે “ના તે મારું છે.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai North West Lok Sabha: પિક્ચર હજુ બાકી છે…  અમોલ કીર્તિકરે રવિન્દ્ર વાયકરની જીત સામે ઉઠાવ્યો વાંધો; ચૂંટણી નિર્ણય અધિકારી પાસે કરી આ માંગ…

    Mumbai North West Lok Sabha: પિક્ચર હજુ બાકી છે… અમોલ કીર્તિકરે રવિન્દ્ર વાયકરની જીત સામે ઉઠાવ્યો વાંધો; ચૂંટણી નિર્ણય અધિકારી પાસે કરી આ માંગ…

     News Continuous Bureau | Mumbai

     Mumbai North West Lok Sabha: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથની શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જોરદાર પ્રદર્શન કરીને 9 બેઠકો જીતી છે. મુંબઈમાં પણ ઠાકરેની શિવસેનાએ ત્રણ બેઠકો જીતીને પોતાની તાકાત બતાવી હતી. અને ચોથી બેઠક માત્ર 48 મતોથી હારી હતી. જો કે પક્ષના ઉમેદવાર અમોલ કીર્તિકરને પણ આ પરિણામ અંગે શંકા છે અને તેઓ આ પરિણામને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.

    Mumbai North West Lok Sabha:  મતગણતરી પ્રક્રિયા રોમાંચક બની 

    મહત્વનું છે કે ગજાનન કીર્તિકરના પુત્ર અમોલ કીર્તિકરે મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમનો મુકાબલો  રવીન્દ્ર વાયકર સામે હતો, જે ચૂંટણી પહેલા શિંદે જૂથમાં જોડાયા હતા. મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ અમોલ કીર્તિકર અને વાયકર વચ્ચે કાંટા ની ટક્કર જોવા મળી હતી. આ ક્ષેત્રની મતગણતરી પ્રક્રિયા આઈપીએલ મેચ કરતાં વધુ રોમાંચક હતી. મતગણતરી બાદ, પહેલા અમોલ કીર્તિકરને લગભગ 685 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ રવિન્દ્ર વાયકરે કીર્તિકરની જીત સામે વાંધો ઉઠાવ્યો હતો અને પુન: ગણતરીની માંગ કરી હતી.

    Mumbai North West Lok Sabha:  રી-કાઉન્ટિંગ બાદ  રવિન્દ્ર વાયકર વિજેતા જાહેર 

     શરૂઆતમાં, તેમની માંગને અધિકારીઓ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. પરંતુ તેઓ મક્કમ રહેતાં ફરીથી મતોની ગણતરી કરવી પડી હતી. આ મતગણતરી દરમિયાન કેટલાક પોસ્ટલ વોટ નામંજૂર કરવામાં આવ્યા.  અમોલ કિર્તિકરે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ અધિકારીઓએ વાંધો નકારી કાઢ્યો અને રવિન્દ્ર  વાયકરને 48 મતથી વિજેતા જાહેર કર્યા.

    આ સમાચાર પણ વાંચો: Powai Stone Pelting: મુંબઈના આ વિસ્તારમાં અતિક્રમણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હુમલો ; સ્થાનિકોએ કર્યો પથ્થરમારો; જુઓ વિડીયો.

    Mumbai North West Lok Sabha: અમોલ કીર્તિકરે  ઉઠાવ્યો વાંધો  

    જોકે અમોલ કીર્તિકરે ચુકાદા સામે પોતાનો વાંધો યથાવત રાખ્યો છે. તેમનું કહેવું છે કે કેટલાક મતોની ગણતરી થઈ નથી. ઈવીએમની ગણતરી મુજબ વાયકર અને કીર્તિકર વચ્ચે 600 મતનો તફાવત છે. કીર્તિકર ખુલાસો માંગે છે. તેના માટે તેઓ સમગ્ર પ્રક્રિયાના વીડિયો ફૂટેજ ઈચ્છે છે. તેમણે ચૂંટણી પંચ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ આવી માંગણી કરી છે. આ ફૂટેજ જોયા બાદ તેઓ કોર્ટમાં જરૂરી અરજી કરવાના છે.

     

  • સંજય દત્તે કેન્સર સામેની લડાઈ પર કરી વાત, અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે તેણે આ બીમારીને હરાવી

    સંજય દત્તે કેન્સર સામેની લડાઈ પર કરી વાત, અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે તેણે આ બીમારીને હરાવી

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,12 જાન્યુઆરી 2022

    બુધવાર

    સંજય દત્તે ૨૦૨૦માં જ્યારે કોરોનાનો કહેર દુનિયામાં શરૂ થયો ત્યારે સંજય દત્તને કેન્સર હોવાની જાણ થઇ હતી. પરિવાર તથા મિત્રોના સપોર્ટથી સંજય દત્તે આ બીમારીને માત આપી હતી. હાલમાં જ સંજુબાબાએ પોતાની કેન્સર સામેના જંગ અંગે વાત કરી હતી. સંજય દત્તે કોરોનાકાળમાં ફિલ્મ રિલીઝ પોસ્ટપોન થવા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. 

    સંજય દત્તે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બહુ જ મુશ્કેલ સમય હતો. જાેકે ઇચ્છાશક્તિ તથા વિશ્વાસની આગળ કેન્સરે હાર માની લીધી. આ બન્ને બાબતોએ મને કેન્સર સામે લડવાની હિંમત આપી હતી. ભગવાનની કૃપા, પરિવારનો સપોર્ટ તથા ડોક્ટર્સની સંભાળ તથા ચાહકોની શુભેચ્છાથી હું મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યો. સંજય દત્ત કેન્સર ફ્રી થયો પછી તેણે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી પણ આપી હતી. સંજય દત્તે કહ્યું કે, આ વર્ષે ‘શમશેરા’, ‘કેજીએફ-2’ તથા પૃથ્વીરાજ જેવી ફિલ્મ રિલીઝ થવાની છે. હું ઘણો જ એક્સાઇટેડ છું. જોકે, કોરોનાના કારણે ફરી એકવાર સિનેમા હોલને તાળા લાગી ગયા છે. ‘આ તમામ ફિલ્મ મોટા પડદા માટે બનાવવામાં આવી છે. આશા છે કે બધું ટૂંક સમયમાં ઠીક થઈ જશે . માસ્ક પહેરવું તથા સાવચેતી રાખવી જરૂરી છે. 

    સંજય દત્ત જેલમાં રહીને જૂના અખબારોમાંથી બનાવતો હતો બેગ, ચાર વર્ષમાં કરી હતી આટલી કમાણી; જાણો વિગત

    ઉલ્લેખનીય છે કે સંજય દત્ત કેજીએફ ૨ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના વિવિધ પોસ્ટરમાં સંજય દત્તનો ડરામણો લૂક લોકોને પસંદ આવી રહ્યો છે. કેજીએફ મૂવીને લઈને પણ સારા સમાચાર છે કે મૂવી હવે નિર્ધારિત સમયે રિલીઝ થશે. આ વચ્ચે સંજય દત્ત માટે કેજીએફ પાર્ટ–૨ ખૂબ મહત્ત્વની ફિલ્મ સાબીત થઈ શકે છે.  સંજય દત્ત આ મૂવીમાં વિલનના પાત્રમાં જાેવા મળશે. કેજીએફમાં સંજય દત્તના લૂકને ડરામણોે બતાવવા માટે ૧૦૦ જેટલા બ્યુટીશિયનની મદદ લેવામાં આવી હોવાની વાત પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી હતી. હવે સંજય દત્ત આ ફિલ્મમાં કેવો અભિનય કરે છે તે ફિલ્મ રિલીઝ બાદ જ જાેવા મળશે.

     

  • બંગાળની હાર પછી પહેલી વાર સાર્વજનિક ‘દર્શન’ દીધાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ; કહ્યું આ લડાઈ જરૂરથી જીતીશુંafter

    બંગાળની હાર પછી પહેલી વાર સાર્વજનિક ‘દર્શન’ દીધાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ; કહ્યું આ લડાઈ જરૂરથી જીતીશુંafter

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૪ મે 2021

    શુક્રવાર

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનેક અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ મિટિંગમાં તેમણે પોતાનો વિજય-સંકલ્પ રજૂ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે અનેક લોકોએ ઘણી વેદના સહન કરી છે એ હું અનુભવી રહ્યો છું. આ ઉપરાંત આ રોગચાળો પગલે પગલે કસોટી લઈ રહ્યો છે. અત્યારે આખો દેશ અદ્દૃશ્ય દુશ્મન સામે લડી રહ્યો છે અને આ લડાઈ આપણે જરૂર જીતીશું.

    કોરોનાને કારણે અનાથ બનેલાં બાળકો અને નિરાધાર વડીલોની મદદે આવી દિલ્હી સરકાર; ફરી આ મોટી જાહેરાત