• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bdb
Tag:

bdb

Bharat Diamond Bourse Small Traders Protest Hike In Cabin Fares In India Diamond Burse
હીરા બજાર

Bharat Diamond Bourse : મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં કેબીનના ભાડાં મુદ્દે સર્જાયો મતભેદ, ઓફિસ ધારકોની માંગ ફગાવી દેતા કર્યું વિરોધ પ્રદર્શન

by kalpana Verat October 16, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Bharat Diamond Bourse : દેશ અને દુનિયામાં હાલમાં છેલ્લા કેટલાક મહિનાથી હીરાબજારમાં મહામંદી છે. દરમિયાન મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં સ્થિત ભારત ડાયમંડ બુર્સ સંકુલમાં ભાડાંની કેબિનના ધારક હીરાના નાના વેપારીઓ અને બીડીબી કમિટી વચ્ચે ભાડાંના મામલે મતભેદ સર્જાયો છે.

Bharat Diamond Bourse : ઓફીસ ધારકોએ વિરોધ પ્રદર્શન કર્યું

વાસ્તવમાં ઓફીસ ધારકોએ ઓફીસના ભાડા ઘટાડવા, પ્રોપર્ટી ટેક્સ અને ઓકશન સિસ્ટમ દૂર કરવાની માંગ કરતો બીડીબીના સંચાલકોને પત્ર લખ્યો હતો. જોકે બીડીબીના સંચાલકોએ સભ્યોની ઉપરોક્ત માંગણીને ફગાવી દઈ ઈન્કાર કરી દીધી હતી. ઓફીસ ધારકોએ બીડીબી સંકુલમાં મંગળવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે  ભાડુતોએ ‘ભાડું ઓછું કરો, ભાડું ઘટાડો, અમારી માંગણીઓ પૂર્ણ કરો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. 

Bharat Diamond Bourse : હીરા નો વ્યાપાર ભારે મંદીમાં..

હીરા બજારના નિષ્ણાત હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે એક તરફ હીરા બજારમાં ભારે મંદી છે તો બીજી તરફ હીરાના વેપારીઓએ શેર બજારમાં મોટાપાયે રોકાણ કરીને અઢળક રૂપિયાની કમાણી કરી છે. આમાં અદાણી મુખ્ય છે. ગૌતમ ભાઈ અદાણી પણ એક સમયે હીરા બજારમાં હીરા નો ધંધો કરવા આવ્યા હતા, અદાણી ને કારણે હીરા બજાર માં લોકો એ ખૂબ કમાણી કરી છે. અત્યારે હીરા નો વ્યાપાર ભારે મંદી માં છે. સીવીડી હીરાની હાલત તો ખૂબ જ ખરાબ છે, એક બેંક કર્મચારીએ ત્રણ વર્ષ પહેલા સીવીડી હીરાને 70 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો, તેણે વિચાર્યું હતું કે હવે તેને 1.5 લાખ રૂપિયા મળશે. પણ એ હીરાની કિંમત આજે 7000 રૂપિયા ગણાય.  

આ સમાચાર પણ વાંચો: મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર! આ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને રૂ. ૫૪.૫૦ કરોડના ખર્ચે કરાશે અપગ્રેડ..

Bharat Diamond Bourse : રત્ન કલાકારો ભારે મુશ્કેલીમાં.. 

એક કંપનીએ કારીગરોને 10 દિવસ માટે અચાનક રજા જાહેર કરી, એશિયન સ્ટાર કંપનીએ બોનસ નહીં આપવાનો નિર્ણય કર્યો અને પગારમાં પણ 15% ઘટાડો કર્યો, રત્ન કલાકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો   એશિયન સ્ટાર હીરા બજાર જેવી કંપનીઓ અચાનક આ નિર્ણય લે તો વિચારો કે અન્ય વ્યાપારીઓ ની શું સ્થિતિ હશે? એક તરફ ભાડાબૂ ના ભાડુતોનું કહેવું છે કે ફૂટ દીઠ રૂ.500નું ભાડું ઘટાડીને રૂ.300 કરવું જોઇએ. હાર્દિક હુંડિયાએ કહ્યું કે નિષ્ણાતોના મતે, 500 રૂપિયા પ્રતિ ફૂટ માટે 5 વર્ષનો લાંબો લિવ એન્ડ લાયસન્સ નો સમયગાળો છે, જો તમને કિંમત વધારે લાગે તો તમે તેને ખાલી કરી શકો છો. તમે નાનકડી ઓફિસ લઈ શકો છો, જો તમારે આ ન કરવું હોય તો તમે ભાડાબૂના સભ્ય હો તો તમે એસ જી ઝવેરી હોલમાં બેસીને એક પણ રૂપિયા નું ભાડું ચૂકવ્યા વગર બિઝનેસ કરી શકો છો. પરંતુ ભાડું શા માટે ઘટાડવું? આજે પણ લોકો રૂ.500 થી રૂ.700 સુધીના ભાડામાં ઓફિસ લેવા તૈયાર છે, તો વેપારી સંસ્થાને શા માટે નુકસાન વેઠવું પડે? બે વર્ષ પહેલા કેટલાક લોકોએ કહ્યું હતું કે ચાલો સુરત અને મુંબઈના હીરા બજારને તાળાબંધી કરવાની વાત કરતા તેઓ સુરત તો ગયા હતા પણ પાછા મુંબઈ આવ્યા. 

Bharat Diamond Bourse : કોરોનાગાળામાં પણ ચાલુ હતી હીરાની નિકાસ

સુરત ડાયમંડ બુર્સ નાં વરિષ્ઠ આશિષ દોશી એ  જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બૂર્સ મા કુલ 4200 ઓફિસો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 18 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાર સુધી માત્ર 250 ઓફિસ કાર્યરત છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ સહયોગ આપ્યો હતો, કોરોનામાં પણ હીરાની નિકાસ ચાલુ હતી. ઓછા ભાડા ની માંગ કરતા વેપારીઓની ગેરવાજબી માંગણીઓ સામે ભાડાબુ ઝુકે તેવું જણાતું નથી. હાર્દિક હુંડિયાએ કહ્યું કે જો તમારે ધંધા માટે સુરત હીરા બજારમાં જવું હોય તો તમારે જવું જોઈએ પરંતુ કૂટ નીતિ ની કોઈ અસર થવાની નથી.

Bharat Diamond Bourse  Small Traders Protest Hike In Cabin Fares In India Diamond Burse

Bharat Diamond Bourse Small Traders Protest Hike In Cabin Fares In India Diamond Burse

 

October 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Traders shifted from Mumbai to Surat are returning home because of this report..
મુંબઈવેપાર-વાણિજ્યસુરત

Mumbai: મુંબઈથી સુરત શિફ્ટ થયેલા વેપારીઓની આ કારણે થઈ રહી છે ઘરવાપસીઃ અહેવાલ.

by Bipin Mewada January 24, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Mumbai: સુરત ડાયમન્ડ બુર્સ ( SDB ) ચાલુ કરવામાં મહત્ત્વનો રોલ ભજવનાર અને સુરત ( Surat ) અને મુંબઈના ભારત ડાયમન્ડ બુર્સ ( BDB ) એમ બંને જગ્યાએ બહોળો વેપાર ધરાવનાર વેપારીઓ ( traders ) હવે સુરત ડાયમન્ડ બુર્સ જલદી વિકાસ પામે અને ધમધમતું થાય એ માટે એસડીબીમાં જવાની ઑફર સ્વીકારી મુંબઈમાં રહેલો ધંધો સમેટીને એસડીબીમાંથી જ ઑપરેશન ચાલુ કર્યું હતું. જોકે ઉદ્ઘાટનના બે જ મહિનામાં ખરેખરી હકીકત સામે આવતા ખબર પડી હતી કે, મુંબઈની સરખામણીએ અહીંયા ધંધો ( business ) માત્ર ૨૦ ટકા જેટલો જ થઈ રહ્યો છે. ત્યારે નુકસાન મ​લ્ટિપ્લાય થાય એ પહેલાં અનેક વેપારીઓએ ફરી એક વાર મુંબઈની વાટ પકડી છે. ‘માર્કેટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર વેપારીઓ ઑફિસનો સામાન અને સ્ટાફ સાથે ૧૫ ટ્રક ભરીને માલ રવિવારે મુંબઈ આવી પહોંચ્યો હતો. એટલું જ નહીં, જે સ્ટાફ-મેમ્બરો તેમની સાથે સુરત ગયા હતા એ બધા પણ શુક્રવારે તેમના પરિવારના મેમ્બરો સાથે શુક્રવારે જ મુંબઈ આવી ગયા છે. હાલ તો ભારત ડાયમન્ડ બુર્સની બહાર આવેલા કૅપિટલ બિલ્ડિંગમાંથી ( capitol building ) તેમનું કામ ચાલી રહ્યું છે, પણ બે-ચાર દિવસમાં જ બીડીબીમાં વેપારીઓની ઑફિસ ખૂલી જશે એવું ચર્ચાઈ રહ્યું છે.’ 

હીરાબજારમાં ( diamond market) વેપારીઓ પાછા આવી રહ્યા છે આ વાત વાયુવેગે પ્રસરી ગઈ છે અને ઠેર-ઠેર એની જ ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલ મુજબ, મૂળમાં મુંબઈ જેવી ઇન્ટરનૅશનલ ફ્લાઇટની કને​ક્ટિ​વિટી ત્યાં નથી મળી રહી. સ્ટાફના પણ કેટલાક ઇશ્યુ હતા અને એને કારણે મુંબઈની સરખામણીમાં ધંધો એકદમ ઘટી ગયો હતો. માત્ર ૨૦ ટકા જ ધંધો રહ્યો હતો એથી એસડીબીમાં રહીને વધુ નુકસાન ગાંઠે બાંધવું એ કરતાં વેપારીઓએ વા​​ણિયાબુદ્ધિ વાપરી હતી અને પહેલાંની જેમ મુંબઈથી ઑપરેશન ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આના કારણે એસડીબીના અન્ય વેપારીઓ પર એની માઠી અસર ન પડે એ માટે એમ કહેવાયું હતું કે એસડીબીની ઑફિસ પણ ચાલુ રહેશે અને એક વાર એસડીબી ધમધમતું થાય ત્યાં સુધી બંને ઑપરેશન ચાલુ રાખવામાં આવશે. મુંબઈમાં તો વેપારીઓ વર્ષથી ધંધો કરતા જ હતા એટલે કંઈ નવેસરથી શરૂઆત કરવાની નથી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના આ વિસ્તારમાં બનશે દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનું સ્મારક, રહીશોએ વાલી મંત્રી સમક્ષ કરી માંગ.

સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન બાદ ૮૦ ટકા સભ્યો મે ૨૦૨૪ સુધીમાં તેમની ઓફિસો ચાલુ કરશે…

એસડીબી દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ​માં તેમની મીડિયા કમિટીના કન્વીનરએ કહ્યું હતું કે ઉદ્ઘાટન બાદ હવે ૮૦ ટકા મેમ્બરો મે ૨૦૨૪, સુધીમાં બુર્સમાં તેમની ઑફિસો ચાલુ કરશે એમ જણાવતાં તેમને ઓફિસમાં ફર્નિચર બનાવવા માટે સંમ​તિ આપી દેવાઈ છે. એસડીબીના ચૅરમૅનએ કમિટમેન્ટ આપ્યું હતું કે તેઓ સૌથી પહેલાં મુંબઈનો કારોબાર સમેટી લઈને એસડીબીમાં શિફ્ટ થશે અને આમ તેઓ મુંબઈનો કારોબાર સમેટીને સુરત શિફ્ટ થયા છે. આમ છતાં એસડીબીની કમિટીના સભ્યોએ સર્વાનુમતે તમામની ચૅરમૅનની સહી સાથે એક પત્ર લખીને એસબીડીના કમિટી ક્ન્વીનરને જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે કે એસડીબીમાં વિધિવત્ રીતે મોટા ભાગની ઑફિસો ચાલુ થાય અને કારોબાર ધમધમતો થાય એમાં હજી થોડો સમય નીકળી જાય એમ છે. આવી સ્થિતિમાં વેપારીઓને કારોબાર કરવામાં તકલીફ ન પડે એ માટે મૅનેજિંગ કમિટીના તમામ સભ્યોએ સૂચન કર્યું છે કે તેમણે મુંબઈ શીફ્ટ થતાં વેપારીનો કારોબાર બંને શહેરોથી ચાલુ રાખવો જોઈએ.

એક રિપોર્ટ મુજબ, મુંબઈમાં પાછા આવેલા વેપારીઓ બહુ ટૂંક સમયમાં બીડીબીથી કામકાજ શરૂ કરે એવું લાગી રહ્યું છે. એવું પણ સંભળાઈ રહ્યું છે કે તેમના વર્ષો જૂના સ્ટાફ-મેમ્બર્સ જેમણે સુરત જવાનું પસંદ નહોતું કર્યું તેમને પણ પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેથી વિશ્વાસુ માણસોની ટીમ ફરી કાર્યરત થઈ શકે.

January 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ભારત ડાયમંડ બુર્સમાં યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ-આટલા યુનિટ જમા થયું બ્લડ

by Dr. Mayur Parikh July 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

‘આઝાદી કા અમૃત મહોત્સવ'ની(Azadi ka Amrit Mohotsav) ઉજવણીને ધ્યાનમાં રાખીને હીરા બજારના વેપારીઓ(Diamond Market Traders), દલાલભાઈઓના(brokers) સહકારથી  મંગળવાર 26મી જુલાઈ 2022ના રોજ ભારત ડાયમંડ બુર્સ (BDB) માં “મેગા બ્લડ ડોનેશન કેમ્પ”નું(Mega Blood Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને કેમ્પને સફળ બનાવ્યો હતો.

26મી જુલાઈ એ કારગીલ(Kargil) વિજય દિવસની સાથે જ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી(Celeberation) એક સાથે ઉજવવા માટે, BDB દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું(Campaign) આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મળેલ માહીતી મુજબ લગભગ 750 યુનિટ બલ્ડ(unit Blood) જમા કરવાનો લક્ષ્યાંક હતો, તેની સામે 932 યુનિટ બ્લડ મેળવવામાં સફળતા મળી હતી.

ભારત ડાયમંડ બુર્સે(Bharat Diamond Burse) બ્લડ કેમ્પ(Blood Camp) માટે ચાર હોસ્પિટલ સાથે જોડાણ કર્યું હતું, જેમાં ત્રણ ખાનગી અને એક પાલિકા સંચાલિત હોસ્પટિલનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર

BDB કમિટીના સભ્યો, અનૂપ મહેતા, પ્રમુખ, મેહુલ શાહ – ઉપપ્રમુખ, કિરણ ગાંધી-સચિવ, પરેશ મહેતા, જે.ટી. સેક્રેટરી, મહેશ વાઘાણી, સુરેન્દ્રકુમાર – દસાણી,  લલિત શેઠ અને જગદીશ સોમાણી વગેરે અગ્રણીઓના નેતા હેઠળ આ કેમ્પનું સરળતાથી આયોજન કરવામાં આવ્યું હતું.

મીડિયા હાઉસને . BDBના પદાધિકારીઓના જણાવ્યા મુજબ કુલ 932 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે કોર્પોરેટ જગતમાં એક રેકોર્ડ છે, આ એક જ સ્થળે એક જ દિવસમાં સૌથી મોટી રક્તદાન ઝુંબેશ હતી.
 

July 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક