Tag: bharti airtel

  • Reliance Jio SpaceX Starlink internet: એરટેલ બાદ હવે રિલાયન્સ Jioએ સ્ટારલિંક સાથે કરી ડીલ, સેટેલાઇટ દ્વારા મળશે ઈન્ટરનેટ

    Reliance Jio SpaceX Starlink internet: એરટેલ બાદ હવે રિલાયન્સ Jioએ સ્ટારલિંક સાથે કરી ડીલ, સેટેલાઇટ દ્વારા મળશે ઈન્ટરનેટ

    News Continuous Bureau | Mumbai

    Reliance Jio SpaceX Starlink internet: Jio એ એલોન મસ્કના સ્પેસએક્સ સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. આ અંતર્ગત, Jio ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ રજૂ કરશે. અગાઉ ૧૧ માર્ચે એરટેલે પણ સ્પેસએક્સ સાથે આવી જ ભાગીદારીની જાહેરાત કરી હતી.   સ્ટારલિંકે ભારતમાં તેની સેવા શરૂ કરવા માટે અરજી કરી છે અને એવી અપેક્ષા છે કે કંપનીને ટૂંક સમયમાં લીલી ઝંડી મળી શકે છે.

    Reliance Jio SpaceX Starlink internet:રિલાયન્સ Jio અને Elon Musk ની Starlink વચ્ચે પાર્ટનરશિપ

    રિલાયન્સ Jioએ એલોન મસ્કની સ્ટારલિંક (Starlink) સાથે પાર્ટનરશિપ કરી છે. સ્ટારલિંક એક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા છે, જે લોઅર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ્સ દ્વારા કામગીરી કરે છે. આ સેટેલાઇટ્સ પૃથ્વીથી આશરે 550 કિલોમીટર ઉપર સ્થિત છે અને લેઝર લિંકની મદદથી પરસ્પર જોડાયેલ રહે છે, જે ડેટા ટ્રાન્સમિશન ઝડપથી કરે છે.

    Reliance Jio SpaceX Starlink internet:ભારતમાં Starlink સેવા લાવવા રિલાયન્સ Jio અને SpaceX વચ્ચે કરાર

    રિલાયન્સ Jioએ  એલોન મસ્કની SpaceX સાથે સહયોગ કર્યો છે, જેનાથી Starlink સેવા હવે ભારતમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. સ્ટારલિંક વર્ષોથી ભારતમાં તેની સેવાઓ શરૂ કરવા પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ એરટેલ (Airtel) એ પણ SpaceX સાથે સહયોગ કરવાની જાહેરાત કરી હતી.

    Reliance Jio SpaceX Starlink internet:રિલાયન્સ Jio Starlink ઈન્સ્ટોલેશન માટે કરશે સહાય

    રિલાયન્સ Jioએ જણાવ્યું કે, કંપની Starlinkના ડિવાઇસ, હાર્ડવેર અને ઈન્સ્ટોલેશન માટે સહાય કરશે. Jio પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો રિટેલ અને ઓનલાઈન સ્ટોર્સથી આ સેવાઓ મેળવી શકશે.

    Reliance Jio SpaceX Starlink internet: SpaceXને હજુ ભારતીય ઓથોરિટીઝ પાસેથી મંજૂરી લેવાની જરૂર

    મંગળવારે Airtelએ SpaceX સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી હતી, જેનાથી ભારતીય ગ્રાહકોને ટૂંક સમયમાં Starlink દ્વારા હાઈ-સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે. જો કે, SpaceXને હજી ભારતીય ઓથોરિટીઝ પાસેથી જરૂરી લાઈસન્સ મળવાનું બાકી છે.

    આ સમાચાર પણ વાંચો : Elon Musk Spacex: સ્પેસએક્સ સ્ટારશિપ રોકેટ પરીક્ષણનિષ્ફળ! આકાશમાં જ વિસ્ફોટ થયો; જુઓ વિડીયો

    Reliance Jio SpaceX Starlink internet: Starlink શું છે?

    Starlink એક સેટેલાઇટ આધારિત હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવા છે, જે Elon Muskની SpaceX કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. આ માટે કોઇ મોબાઇલ ટાવર લગાવવાની જરૂર નથી. Starlink વિશ્વભરમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવા પહોંચાડવા ઈચ્છે છે, ખાસ કરીને જ્યાં વાયર બ્રોડબેન્ડ ઉપલબ્ધ નથી.

    Reliance Jio SpaceX Starlink internet: Starlink કેવી રીતે કામ કરે છે?

    Starlinkમાં હજારો LEO સેટેલાઇટ છે, જે પૃથ્વીથી 550 કિલોમીટર ઉપર છે. આ સેટેલાઇટ્સ લેઝર લિંક દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે અને ડેટા ઝડપથી ટ્રાન્સમિટ કરે છે.

    Reliance Jio SpaceX Starlink internet: Starlink સેવાનો ઉપયોગ કરવા માટે શું જરૂરી છે?

    Starlink સેવાનો ઉપયોગ કરવા માટે એક નાની ડિશ (Starlink ટર્મિનલ) ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે. ગ્રાહકોએ આ ડિશ તેમના ઘરમાં સેટઅપ કરવી પડે છે. આ ડિશ સીધા સેટેલાઇટ્સ સાથે જોડાય છે અને ઇન્ટરનેટ સિગ્નલ રિસિવ અને ટ્રાન્સમિટ કરે છે. પછી, તે WiFi રાઉટરના મારફતે ઘરના અન્ય ઉપકરણો સાથે કનેક્ટ થાય છે.

    Reliance Jio SpaceX Starlink internet: ભારતમાં Starlinkનો શું ફાયદો?

    Starlink ભારત માટે ખાસ કરીને ગ્રામીણ અને દુરસ્થ વિસ્તારોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. જે વિસ્તારોમાં હજુ સુધી ફાઈબર ઇન્ટરનેટ પહોંચી શક્યું નથી, ત્યાં Starlink દ્વારા ઉચ્ચ-ગતિવાળા ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે. સ્કૂલો અને હોસ્પિટલો માટે પણ આ ટેક્નોલોજી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

     

  • Indian Telecom Spectrum Auction:  Jio, Airtel અને Viએ રૂ. 96,317 કરોડના સ્પેક્ટ્રમ હરાજીમાં બિડ માટે અરજી સબમિટ કરી..

    Indian Telecom Spectrum Auction: Jio, Airtel અને Viએ રૂ. 96,317 કરોડના સ્પેક્ટ્રમ હરાજીમાં બિડ માટે અરજી સબમિટ કરી..

    News Continuous Bureau | Mumbai

    Indian Telecom Spectrum Auction: ટેલિકોમ ઓપરેટર્સ રિલાયન્સ જિયો ( Reliance Jio )  , ભારતી એરટેલ  અને વોડાફોન આઈડિયાએ ( Vodafone Idea ) 6 જૂનથી યોજાનારી સ્પેક્ટ્રમની હરાજીમાં બિડ માટે અરજી કરી દીધી છે. જો કે, અગાઉ, 2022 માં યોજાયેલી છેલ્લી હરાજીમાં, Jio એ 5G સ્પેક્ટ્રમ પર સૌથી વધુ 88,078 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તે જ સમયે, અદાણી ગ્રૂપની કંપનીનું નામ અચાનક બોલી લગાવનારાઓમાં ચમક્યું. જોકે આ વખતે હરાજીમાં કોઈ નવું નામ નથી. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ ( Bharti Airtel ) અને વોડાફોન આઈડિયાએ 6 જૂનથી શરૂ થનારી રૂ. 96,317 કરોડની સ્પેક્ટ્રમની હરાજીમાં બિડ કરવા માટે અરજીઓ સબમિટ કરી દીધી છે. 

     Indian Telecom Spectrum Auction: સરકાર આઠ સ્પેક્ટ્રમ બેન્ડની હરાજી કરશે…

    ઈકોનોમીક ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકાર લગભગ રૂ. 96,317 કરોડની મૂળ કિંમતે મોબાઇલ ફોન સેવાઓ માટે આઠ સ્પેક્ટ્રમ બેન્ડની હરાજી કરશે. જેમાં 800 MHz, 900 MHz, 1,800 MHz, 2,100 MHz, 2,300 MHz, 2,500 MHz, 3,300 MHz અને 26 GHz બેન્ડમાં ઉપલબ્ધ તમામ સ્પેક્ટ્રમ હરાજીના  ( spectrum auction ) ભાગરુપે છે. બેઝ પ્રાઇસ પર કુલ સ્પેક્ટ્રમ મૂલ્ય રૂ. 96,317 કરોડ છે. આ સ્પેક્ટ્રમ 20 વર્ષ માટે ફાળવવામાં આવશે અને સફળ બિડર્સને 20 સમાન વાર્ષિક હપ્તામાં ચુકવણી કરવાની મંજૂરી આપવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : Western Railway: મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ લીધો આ વિશેષ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય.

    ટેલિકોમ્યુનિકેશન વિભાગે ( Telecommunication Department ) 10 વર્ષના લઘુત્તમ સમયગાળા પછી આગામી હરાજી દ્વારા હસ્તગત સ્પેક્ટ્રમને ‘સમર્પણ’ કરવાનો વિકલ્પ પ્રદાન કર્યો છે. વિભાગ 10 મેના રોજ અરજદારોની માલિકીની વિગતો પ્રકાશિત કરશે. અરજીઓ પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 મે છે અને બિડર્સની અંતિમ યાદી 20 મેના રોજ જાહેર કરવામાં આવશે.

  • Indus Tower: ભારતી એરટેલ વોડાફોનનો ઈન્ડસ ટાર્વસ હિસ્સો ખરીદવાની તૈયારીમાં, એરટેલનો હિસ્સો 69 ટકા થઈ જશે.. આટલા કરોડમાં થશે ડીલ..

    Indus Tower: ભારતી એરટેલ વોડાફોનનો ઈન્ડસ ટાર્વસ હિસ્સો ખરીદવાની તૈયારીમાં, એરટેલનો હિસ્સો 69 ટકા થઈ જશે.. આટલા કરોડમાં થશે ડીલ..

    News Continuous Bureau | Mumbai

    Indus Tower: દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટૂંક સમયમાં જ ટાવર્સના મામલે મોખરે આવી શકે છે. કંપની હવે ઇન્ડસ ટાવર્સમાં તેના હરીફ વોડાફોન ગ્રુપનો હિસ્સો ખરીદવાની તૈયારી કરી રહી છે. 

    ETના રિપોર્ટ અનુસાર, ભારતી એરટેલ ( Bharti Airtel ) હાલ વોડાફોન ગ્રુપ સાથે આ સોદા માટે વાતચીત કરી રહી છે. આ વાતચીત ઇન્ડસ ટાવર્સમાં વોડાફોન ગ્રુપનો હિસ્સો ખરીદવા માટે છે. જો આ સોદો થઈ જાય છે, તો બીજી સૌથી મોટી સ્થાનિક ટેલિકોમ કંપની ઇન્ડસ ટાવર્સમાં નિયંત્રિત હિસ્સો ધરાવશે, કારણ કે આ સોદા પછી એકલા ભારતી એરટેલનો હિસ્સો વધીને 70 ટકાની નજીક પહોંચી જશે.

     Indus Tower: ઇન્ડસ ટાવર્સમાં એરટેલનો મહત્તમ હિસ્સો 47.95 ટકા..

    હાલમાં, ઇન્ડસ ટાવર્સમાં એરટેલનો મહત્તમ હિસ્સો 47.95 ટકા છે. આ કોઈપણ એક શેરધારક ( shareholder ) દ્વારા ધરાયેલો સૌથી મોટો હિસ્સો હોઈ શકે છે, પરંતુ તે નિયંત્રિત હિસ્સો નથી, કારણ કે આ હિસ્સો 50 ટકાથી ઓછો છે. જેમાં હાલ વોડાફોન 21.05 ટકા હિસ્સો ધરાવે છે અને જાહેર શેરધારકો 30.97 ટકા હિસ્સો ધરાવે છે. જો એરટેલ અને વોડાફોન ( Vodafone Group ) વચ્ચે આ ડીલ થઈ જાય છે. તો ઇન્ડસ ટાવર્સમાં ભારતી એરટેલનો હિસ્સો વધીને 69 ટકા થઈ જશે.

    આ સમાચાર પણ વાંચો :  Anant ambani and Radhika merchant: શું અનંત અને રાધિકા ના વેડિંગ વેન્યુ બદલવામાં છે પીએમ મોદી નો હાથ?હવે લંડન નહીં આ જગ્યા એ થશે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી ના દીકરા ના લગ્ન

    વાસ્તવમાં, ઇન્ડસ ટાવર્સ એક મોટી કંપની છે. જે દેશમાં મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરે છે અને તેનું સંચાલન કરે છે. ડિસેમ્બરના અંત સુધીના ડેટા અનુસાર, કંપની દેશભરમાં 2 લાખ 11 હજાર 775 મોબાઈલ ટાવર હાલ ચલાવી રહી હતી. આમાં એરટેલ અને વોડાફોન-આઇડિયાના ગ્રાહકો પણ સામેલ છે. મંગળવારે, ઇન્ડસ ટાવર્સના શેર લગભગ 3 ટકાના વધારા સાથે BSE પર રૂ. 359.65 પર બંધ થયા હતા.

    અત્યારે આ ડીલ વેલ્યુએશનના કારણે અટકી છે. ઇન્ડસ ટાવર્સના શેરની કિંમત જાન્યુઆરીથી 77 ટકા વધી છે. આવી સ્થિતિમાં એરટેલ વર્તમાન સ્તરે ડીલ કરવા તૈયાર નથી. એરટેલ આ ડીલ 210-212 રૂપિયા પ્રતિ શેરના દરે કરવા માંગે છે. જો આ દરે ડીલ કરવામાં આવે તો તેની કિંમત લગભગ 12 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. શેરના ( Stock Market ) વર્તમાન સ્તરે વોડાફોનના હિસ્સાનું મૂલ્ય આશરે રૂ. 20,500 કરોડ થાય છે. તેથી હવે જોવુ રસપ્રદ રહેશે કે આ સોદોમાં આગળ શું થઈ શકે છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • Mobile Recharge: લોકસભા ચૂંટણી પછી ફોન પર વાત કરવી મોંઘી થશે! મોબાઈલ રિચાર્જની કિંમત 15-17% વધવાની સંભાવનાઃ રિપોર્ટ.

    Mobile Recharge: લોકસભા ચૂંટણી પછી ફોન પર વાત કરવી મોંઘી થશે! મોબાઈલ રિચાર્જની કિંમત 15-17% વધવાની સંભાવનાઃ રિપોર્ટ.

    News Continuous Bureau | Mumbai 

    Mobile Recharge: લોકસભા ચૂંટણી પછી મોબાઈલ ફોન પર વાત કરવી મોંઘી થઈ જશે, કારણ કે ટેલિકોમ કંપનીઓ ( Telecom companies ) ટેરિફમાં 15-17 ટકાનો વધારો કરી શકે છે. આનો સૌથી વધુ ફાયદો એરટેલને થશે. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી યોજાશે. પરિણામ 4 જૂને આવશે. 

    સામાન્ય ચૂંટણી ( General Elections ) પછી, સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે રિચાર્જિંગ પહેલા કરતા વધુ મોંઘું થઈ શકે છે. હાલમાં જ બહાર પડેલા એક રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં તેમના રિચાર્જ ચાર્જમાં ( recharge charges ) વધારો કરી શકે છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્ટરમાં ડ્યૂટી વધારવાનો મુદ્દો ઘણા સમયથી પેન્ડિંગ છે અને હવે કંપનીઓ 4 જૂન પછી તેના પર મોટો નિર્ણય લઈ શકે છે.

     રિચાર્જ ચાર્જમાં વધારાનો સૌથી વધુ ફાયદો ભારતી એરટેલને થશે….

    રિપોર્ટ અનુસાર, રિચાર્જ ચાર્જમાં વધારાનો સૌથી વધુ ફાયદો ભારતી એરટેલને ( Bharti Airtel ) થશે. કંપનીઓ દ્વારા રિચાર્જ ચાર્જમાં છેલ્લી વખત ડિસેમ્બર 2021માં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે કંપનીઓએ કિંમતોમાં લગભગ 20 ટકાનો વધારો કર્યો હતો. હવે ત્રણ વર્ષ બાદ ટેલિકોમ કંપનીઓ સ્માર્ટફોન યુઝર્સને મોટો ઝટકો આપી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Bombay High Court : તહેવારો દરમિયાન વૃક્ષો પર કૃત્રિમ લાઇટો લગાવવી જરુરી છે? બોમ્બે હાઇકોર્ટનો મહારાષ્ટ્ર સરકાર સામે પ્રશ્ન..

    જો કંપનીઓ તેમના રિચાર્જ ચાર્જમાં 17 ટકાનો વધારો કરે છે, તો તેનો અર્થ એ છે કે જો તમે આજે 300 રૂપિયાનો પ્લાન (ઓર્ડર કરો છો, તો રિચાર્જ ચાર્જમાં વધારો કર્યા પછી, તમારે તે જ પ્લાન માટે 351 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીઓના આ નિર્ણયથી યુઝર્સના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.

    ઉલ્લેખનીય છે કે, એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. રિચાર્જ ચાર્જમાં વધારા બાદ સૌથી વધુ ફાયદો એરટેલને થશે. રિપોર્ટ અનુસાર, એરટેલની ગ્રાહક દીઠ વર્તમાન કમાણી રૂ. 208 છે. તે 2026-27ના અંત સુધીમાં રૂ. 286 સુધી પહોંચી શકે છે.

    Reliance Jio, Airtel અને Vi એ ભારતની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ છે. હાલમાં, રિચાર્જ પ્લાનમાં વધારા અંગે કોઈ કંપની દ્વારા કોઈ સંકેત આપવામાં આવ્યો નથી. જો પ્લાન મોંઘા થશે તો યુઝર્સને કોલિંગ અને ડેટા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.

  • Airtel Penalty notice:  DOT એ આ મામલે વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીને લગાવ્યો આટલા લાખનો દંડ…  જાણો શું છે આ આખો કિસ્સો..

    Airtel Penalty notice: DOT એ આ મામલે વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીને લગાવ્યો આટલા લાખનો દંડ… જાણો શું છે આ આખો કિસ્સો..

    News Continuous Bureau | Mumbai

    Airtel Penalty notice: ડીઓટી એટલે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગે  ટેલિકોમ વિશ્વની બીજી સૌથી મોટી કંપની એરટેલ પર 3 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં, કંપનીએ સબસ્ક્રાઇબર વેરિફિકેશનના ( Subscriber Verification ) નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે આ નોટિસ મોકલવામાં આવી છે. એરટેલે BSE ને જણાવ્યું કે તેને DOT તરફથી 8 જાન્યુઆરી, 2024 ના રોજ બિહાર LSA સંબંધિત નોટિસ ( Penalty notice ) મળી છે. જેમાં કંપની પર 3,57,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. A

    નોટિસ વિશે વિગતો આપતા, એરટેલે જણાવ્યું હતું કે DOT એ સપ્ટેમ્બર 2023 માં ઓડિટ દરમિયાન નમૂના ગ્રાહક અરજી ફોર્મનું અવલોકન કર્યું હતું. જેમાં લાયસન્સ કરાર હેઠળ ગ્રાહક ચકાસણીના ધોરણો સંબંધિત નિયમો અને શરતોનું ઉલ્લંઘન થયું હતું. તેના બદલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

    ભારતી એરટેલના ( Bharti Airtel ) ગ્રાહકોની સંખ્યામાં ઓક્ટોબરમાં 3.52 લાખનો વધારો થયો છે: અહેવાલ..

    એક અહેવાલ મુજબ, TRAI દ્વારા ઑક્ટોબર 2023 માટે જારી કરાયેલા ડેટા અનુસાર, ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યામાં ઓક્ટોબરમાં 3.52 લાખનો વધારો થયો છે. આ સાથે સુનીલ મિત્તલના નેતૃત્વવાળી એરટેલના કુલ ગ્રાહકોની સંખ્યા વધીને 37.81 કરોડ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ ઓક્ટોબર 2023માં 31.59 લાખ મોબાઈલ યુઝર્સને ઉમેર્યા હતા, ત્યારબાદ કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા વધીને 45.23 કરોડ થઈ ગઈ હતી. આ પહેલા એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જિયોના 44.92 કરોડ ગ્રાહકો હતા.

    આ સમાચાર પણ વાંચો :  Weather Update : આગામી 24 કલાકમાં દેશના આ રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા.. આટલા રાજ્યો માટે એલર્ટ.. જાણો તમારા શહેરની શું છે સ્થિતિ..

    રિપોર્ટ મુજબ, એક તરફ Jio અને Airtelનો યુઝર બેઝ વધી રહ્યો છે. તો બીજી તરફ દેશની ત્રીજી સૌથી મોટી કંપની VI સતત યુઝર બેઝ ગુમાવી રહી છે. કંપનીએ ઓક્ટોબરમાં 20.44 લાખ વાયરલેસ ગ્રાહકો ગુમાવ્યા હતા. હવે કંપનીના ગ્રાહકોની સંખ્યા ઘટીને 22.54 કરોડ થઈ ગઈ છે. વોડાફોન આઈડિયા છેલ્લા ઘણા સમયથી યુઝરબેઝના સંદર્ભમાં સતત નુકસાન સહન કરી રહ્યું છે. આનું એક મોટું કારણ એ છે કે VI કંપની દ્વારા 5G હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી.

    (Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી..)

     

  • Bharti Hexacom IPO:  11 વર્ષ પછી ટુંક સમયમાં આવી રહ્યો છે ભારતી એરટેલ કંપનીનો આ IPO.. સરકારને આટલા હજાર કરોડ રૂપિયા મળવાની અપેક્ષા.. જાણો વિગતે.

    Bharti Hexacom IPO: 11 વર્ષ પછી ટુંક સમયમાં આવી રહ્યો છે ભારતી એરટેલ કંપનીનો આ IPO.. સરકારને આટલા હજાર કરોડ રૂપિયા મળવાની અપેક્ષા.. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    Bharti Hexacom IPO: ભારત ( India ) ની અગ્રણી ટેલિકોમ કંપની ( Telecom Company ) ભારતી એરટેલ ( Bharti Airtel ) ની પેટાકંપની ભારતી હેક્સાકોમ ( Bharti Hexacom ) નો IPO ટૂંક સમયમાં આવી શકે છે. CNBC-TV18ના સમાચાર અનુસાર, આ IPO ( Bharti Hexacom IPO ) નું લિસ્ટિંગ વર્ષ 2024ની શરૂઆતમાં શક્ય છે. નોંધનીય બાબત એ છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતી ગ્રૂપનો ( Bharti Group ) આ પહેલો IPO છે. અગાઉ ભારતી ઈન્ફ્રાટેલનો આઈપીઓ વર્ષ 2012માં આવ્યો હતો.

    ભારતી એરટેલની ભારતી એરટેલની પેટાકંપની ભારતી હેક્સાકોમમાં 70 ટકા હિસ્સો છે. જ્યારે 30 ટકા હિસ્સો ટેલિકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ ( TCIL ) પાસે છે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ સરકાર આ આઈપીઓ દ્વારા 30 ટકા હિસ્સો વેચીને 10,000 કરોડ રૂપિયા મેળવી શકે છે. કંપનીને આશા છે કે તેને ઓછામાં ઓછું રૂ. 20,000 કરોડનું મૂલ્યાંકન મળશે. ભારતી હેક્સાકોમ મુખ્યત્વે ઉત્તર પૂર્વ અને રાજસ્થાન વર્તુળોમાં તેની ટેલિકોમ સેવાઓ પ્રદાન કરે છે. કંપનીના ભાવિ આયોજન વિશે વાત કરીએ તો, તે દેશના ઘણા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5G સેવાઓ શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવા પર કામ કરી રહી છે.

    કંપની IPO દ્વારા સરકારને તેની સંપૂર્ણ 30 ટકા ભાગીદારી વેચવાની ઓફર કરી શકે છે….

    આ IPO વિશે CNBC-TV18 સાથે વાત કરતાં, ભારતી એરટેલે કહ્યું છે કે તે IPO અને અન્ય વિકલ્પો દ્વારા ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, કંપની નિયમો અનુસાર જ કોઈપણ નિર્ણય લેશે અને ટૂંક સમયમાં તેની માહિતી જાહેર કરશે. નિષ્ણાતોના મતે, કંપની IPO દ્વારા સરકારને તેની સંપૂર્ણ 30 ટકા ભાગીદારી વેચવાની ઓફર કરી શકે છે. જ્યારે ભારતી એરટેલ તેનો 70 ટકા હિસ્સો પોતાની પાસે રાખશે.

    આ સમાચાર પણ વાંચોઃ  Raymond Stock Price Update: ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીના છૂટાછેડાથી રેમન્ડને ભારે નુકસાન…. સતત સાતમાં દિવસે શેરના ભાવમાં મોટું ગાબડું.. જાણો હવે આગળ શું?

    ET સમાચાર મુજબ, ભારતી એરટેલે તેના IPOની પ્રક્રિયા શરૂ કરવા માટે SBI Caps, IIFL, ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ વગેરે જેવી ઘણી ઇન્વેસ્ટમેન્ટ બેંકોનો સંપર્ક કર્યો છે. આવી સ્થિતિમાં IPO લિસ્ટિંગ 2024ની શરૂઆતમાં થઈ શકે છે.

  • Market Wrap : રેકોર્ડ હાઈ પર બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, આ શેરોમાં નોંધાઈ તેજી, રોકાણકાર થયા માલામાલ..

    Market Wrap : રેકોર્ડ હાઈ પર બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, આ શેરોમાં નોંધાઈ તેજી, રોકાણકાર થયા માલામાલ..

    News Continuous Bureau | Mumbai 

    Market Wrap : આજે એટલે કે શુક્રવારે (15 સપ્ટેમ્બર) ભારતીય શેરબજાર ( Indian stock market ) રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. બેંકિંગ, ઓટો અને આઈટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ ( Trading ) દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ ( Sensex ) 320 પોઈન્ટના ઉછાળા સાથે 67,838 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઉછાળા સાથે 20,192 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ હવે 68,000 પોઈન્ટના રેકોર્ડ આંકડાથી માત્ર થોડાક જ ફૂટ દૂર છે.

    સેક્ટરની સ્થિતિ

    આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઉછાળાને કારણે EM ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના( Nifty  ) 50 શેરમાંથી 30 શેરમાં વધારો અને 30માં ઘટાડો જોવા મળ્યો છે.

    રોકાણકારોની સંપત્તિમાં વધારો

    શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની ( Investors ) સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 323.20 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 322.17 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.03 લાખ કરોડનો વધારો થયો છે.

    વધતા અને ઘટતા શેર

    આજના વેપારમાં ભારતી એરટેલ ( Bharti Airtel )  2.37%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.23%, HCL ટેક 1.66%, ટાટા મોટર્સ 1.57%, ટેક મહિન્દ્રા 1.51%, HDFC બેંક 1.25%, TCS 1.14%, વિપ્રો 1.07%, Axis 1.90%, N.60%, N.50% તે 100 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે એશિયન પેઇન્ટ્સ 1.32 ટકા, એચયુએલ 1.26 ટકા, બજાજ ફિનસર્વ 1.01 ટકા, એનટીપીસી 0.69 ટકા, પાવર ગ્રીડ 0.67 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.49 ટકા, કોટક મહિન્દ્રા 0.40 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

    આ સમાચાર પણ વાંચો : Dress Code in Temple : વધુ એક મંદિરમાં લાગુ થયો ડ્રેસ કોડ, જીન્સ અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને આ જાણીતા મહાદેવ મંદિરમાં નહીં મળે પ્રવેશ..

    ગુરુવારે કેવી હતી બજારની હાલત

    ગઈકાલે એટલે કે 14મી સપ્ટેમ્બરે ગુરુવારે શેરબજાર સર્વકાલીન ઊંચાઈથી સરકીને બંધ થઈ ગયું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 67,771ના સ્તરને સ્પર્શ્યો હતો. નિફ્ટી પણ 20,167ની સપાટીએ પહોંચી ગયો હતો. જોકે આ પછી બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 52 પોઈન્ટના વધારા સાથે 67,519 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 33 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 20,103ના સ્તરે બંધ થયો હતો.

    સેન્સેક્સના 16 શેરોમાં ખરીદારી અને 14 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેંક અને ઓટો શેરમાં 1% થી વધુનો વધારો જોવા મળ્યો. ઓટો, મેટલ અને રિયલ્ટીમાં ખરીદી હતી. નિફ્ટી રિયલ્ટી 1.25% ના વધારા સાથે બંધ થયો. તે જ સમયે, એફએમસીજી અને મીડિયામાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ શેરોએ આજે ​​સારું પ્રદર્શન કર્યું હતું. નિફ્ટી મિડકેપ-50 1.12% વધ્યો.

  • ગુડ ન્યૂઝ! હવે આ શહેરમાં એરટેલ 5G પ્લસ સર્વિસ શરૂ, મળી રહ્યો છે ફ્રી ડેટા

    ગુડ ન્યૂઝ! હવે આ શહેરમાં એરટેલ 5G પ્લસ સર્વિસ શરૂ, મળી રહ્યો છે ફ્રી ડેટા

    News Continuous Bureau | Mumbai

    દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે થોડા મહિના પહેલા 5G સર્વિસ રજૂ કરી હતી. હવે તે 5G રેસમાં આગળ વધી રહી છે. આ સર્વિસ તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. એરટેલે વધુ શહેરોમાં 5G લોન્ચ કર્યું છે. કંપની હાલમાં 4G પ્લાનની સાથે 5G સર્વિસ પણ આપી રહી છે.

    ભારતી એરટેલે પુણેમાં 5G રજૂ કર્યું છે. એરટેલ 5G પ્લસ કસ્ટમર વધારાના પૈસા ખર્ચ્યા વિના હાઇ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આખા દેશમાં 5G દાખલ થયા પછી જ આ યોજનાઓ રજૂ કરવામાં આવશે. આ પહેલા, તમે જૂના 4G પ્લાન સાથે Airtel 5G Plusનો આનંદ લઈ શકો છો.

    એરટેલનું 5G હાલમાં પુણેમાં કોરેગાંવ પાર્ક, કલ્યાણનગર, બાનેર, હિંજેવાડી, મગરપટ્ટા, હડપસરમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સિવાય પુણેની ખરાડી, મોડલ કોલોની, સ્વારગેટ, પિંપરી ચિંચવડ અને અન્ય કેટલીક જગ્યાએ આ સર્વિસનો ઉપયોગ કરી શકાય છે.

    આ સમાચાર પણ વાંચો:  ગુજરાત વિધાસભાની જીત બાદ લોકસભાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહી આ વાત

    આગામી સમયમાં શહેરના અન્ય સ્થળોએ પણ તેની રજૂઆત કરવામાં આવશે. આ લોન્ચ અંગે કંપનીએ કહ્યું કે એરટેલના કસ્ટમર અલ્ટ્રાફાસ્ટ નેટવર્કનો આનંદ માણી શકશે. યુઝર્સને જૂના 4G કરતા 20 થી 30 ગણી વધુ સ્પીડ મળશે.

    યુઝર્સ સુપરફાસ્ટ રીતે હાઇ ડેફિનેશન વિડિઓ સ્ટ્રીમિંગ, ગેમિંગ, મલ્ટિપલ ચેટિંગ અને ઇન્સ્ટન્ટ અપલોડિંગને ઍક્સેસ કરી શકે છે. કંપનીએ કહ્યું છે કે એરટેલ 5જી પ્લસના લોન્ચિંગ સાથે શિક્ષણ, આરોગ્ય સંભાળ ઉત્પાદન, કૃષિ જેવા અન્ય ક્ષેત્રોમાં ક્રાંતિ આવશે.

    તમને જણાવી દઈએ કે તમારે 5G નેટવર્ક માટે એરટેલ સિમ અપગ્રેડ કરવાની જરૂર નથી. તમારા મોબાઈલમાં માત્ર માન્ય 4G પ્લાન હોવો જરૂરી છે. આ સિવાય તમારી પાસે યોગ્ય હેન્ડસેટ પણ હોવો જોઈએ.

  • Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

    Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

    News Continuous Bureau | Mumbai

    એરટેલે 5G પ્લસ(Airtel 5G Plus) સાથે દાવો કર્યો છે કે, યુઝર્સને વર્તમાન ઈન્ટરનેટ સ્પીડ(Current internet speed)  કરતાં 20-30 ગણી વધુ સ્પીડ મળશે. યુઝર્સને કૉલિંગ દરમિયાન ક્લિયર વૉઇસ સાથે સુપર ફાસ્ટ કૉલ કનેક્ટની સુવિધા(Super fast call connect facility) પણ મળશે.

    ભારતી એરટેલે  6 ઓક્ટોબરથી દેશમાં Airtel 5G Plus સેવા શરૂ કરી છે. એરટેલ 5G પ્લસ પ્રથમ આઠ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આની જાહેરાત કરતાં, કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકોને 5G પ્લસ સેવાઓનો લાભ લેવા માટે તેમના સિમ કાર્ડ બદલવાની જરૂર રહેશે નહીં કારણ કે 5G નેટવર્કનો ઉપયોગ ફક્ત વર્તમાન એરટેલ 4G સિમમાં જ થઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો : ફાયદાનો સોદો – ફક્ત 2 હજારમાં શરૂ કરો આ છોડની ખેતી- 4 લાખ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે

    20-30 ગણી વધુ સ્પીડ મળશે

    એરટેલે 5G પ્લસ સાથે દાવો કર્યો છે કે, યુઝર્સને વર્તમાન ઈન્ટરનેટ સ્પીડ કરતાં 20-30 ગણી વધુ સ્પીડ મળશે. યુઝર્સને કૉલિંગ દરમિયાન ક્લિયર વૉઇસ સાથે સુપર ફાસ્ટ કૉલ કનેક્ટની સુવિધા પણ મળશે. કંપનીએ એમ પણ કહ્યું કે, ગ્રાહકોને 5G પ્લસ સેવાઓ મેળવવા માટે તેમના સિમ કાર્ડ બદલવાની જરૂર નથી, તેઓ 5G નેટવર્કનો ઉપયોગ હાલના એરટેલ 4G સિમમાં જ કરી શકે છે.

    આ યોજનાની કિંમત હશે

    એરટેલનો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન 249 રૂપિયામાં મળશે, તેમાં 2 GB ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા(Free calling facility) મળશે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રહેશે. ત્યારે 56 દિવસની માન્યતા સાથે એરટેલનો સૌથી સસ્તો પ્લાન 499 રૂપિયામાં આવશે. તેમાં કુલ 6 GB ડેટા મળશે, જ્યારે 365 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો 5G પ્લાન 1,699 રૂપિયામાં આવશે. એરટેલના 1,699 રૂપિયાના પ્લાનમાં કુલ 24 GB ડેટા આપવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો : બેન્કો દ્વારા આગામી 6 મહિનામાં ડિપોઝિટ રેટ્સમાં 1-50 ટકા સુધીનો વધારો શક્ય