• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Bharuch
Tag:

Bharuch

Mumbai-Ahmedabad Bullet Train Project 100-Metre Steel Bridge Installed Over DFC Tracks In Gujarat’s Bharuch
મુંબઈ

Mumbai-Ahmedabad Bullet Train project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડીએફસીસી ટ્રેક ઉપર 100 મીટર લાંબો ‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ કરવામાં આવ્યો

by kalpana Verat June 16, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai-Ahmedabad Bullet Train project :  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવનાર આઠમો સ્ટીલ બ્રિજ છે અને સમગ્ર કોરિડોર માટે 17 સ્ટીલ બ્રિજ અને 28 સ્ટીલ બ્રિજ છે.

Mumbai-Ahmedabad Bullet Train Project 100-Metre Steel Bridge Installed Over DFC Tracks In Gujarat’s Bharuch

લગભગ 1400 મેટ્રિક ટન વજનવાળો આ પુલ 14.6 મીટર ઊંચો અને 14.3 મીટર પહોળો છે. તેને ટ્રિચી ખાતેના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ ડિઝાઇન કરાયેલા ટ્રેલરો દ્વારા સાઇટ સુધી પહોંચાડવામાં આવ્યો છે. પુલને 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું વજન લગભગ 600 મેટ્રિક ટન છે.

Mumbai-Ahmedabad Bullet Train Project 100-Metre Steel Bridge Installed Over DFC Tracks In Gujarat’s Bharuch

 

આ પુલના નિર્માણમાં અંદાજે 55,300 જેટલા ટોર-શીયર પ્રકારના હાઇ સ્ટ્રેન્થ બોલ્ટ્સ (ટીટીએચએસ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને સી5 પધ્ધતિથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે અને એલાસ્ટોમેરિક બેરિંગ્સ 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. પુલનું એસેમ્બ્લી કાર્ય સ્થળ ઉપર જમીનથી 18 મીટર ઊંચાઇએ તાત્કાલિક ટ્રેસલ્સ પર કરવામાં આવ્યું હતું અને તેને 2 અર્ધ-સ્વચાલિત જેક્સની આપમેળે કાર્ય કરતી પદ્ધતિ વડે ખેંચવામાં આવ્યો હતો, જેમાં દરેક જેકની ક્ષમતા 250 ટન હતી અને તેમાં મેક-એલોય બાર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Census 2027 Notification :મોટા સમાચાર: ભારતમાં બે તબક્કામાં થશે વસ્તી ગણતરી, સરકારે બહાર પાડ્યું જાહેરનામું, જાણો સંપૂર્ણ વિગતો.. 

આ લોંચિંગ કાર્ય ખૂબ જ જાગરુકતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું હતું, જેમાં ડીએફસી ટ્રેક્સ પર તબક્કાવાર રીતે યોજના મુજબ ટ્રાફિક બ્લોક્સ લેવામાં આવ્યા હતા જેથી સલામતી સુનિશ્ચિત રહે અને માલવાહક ટ્રેનોની અવરજવર ઓછામાં ઓછી ખલેલ સાથે ચાલુ રહી શકે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
June 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Police has seized drugs in raids in different states in the last two and a half years.
રાજ્ય

Gujarat Police : ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી, અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા

by kalpana Verat March 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Police : ડ્રગ્સના પકડાયેલા જથ્થા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડીને એક પછી એક મોટા-મોટા ડ્રગ્સ કાર્ટેલ્સ પકડી પાડ્યા છે અને ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે તેની સાથે જ ડ્રગ્સ પકડી પાડવાની નેમ સાથે ખૂબ જ સક્રિયતાથી ગુજરાત પોલીસ કામ કરી રહી છે. ગુજરાતમાં અનેક દરોડા પાડી ડ્રગ્સ પકડ્યાની સાથે સાથે ગુજરાત પોલીસે છેલ્લા વર્ષમાં અન્ય અલગ અલગ રાજ્યમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના જથ્થા પકડ્યા છે.

 

મંત્રીશ્રીએ ભરૂચ અને સુરત જિલ્લામાં તા.૩૧મી જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પકડાયેલા ડ્રગ્સ/ નશીલા પદાર્થના પકડાયેલા જથ્થા અંગે કહ્યું કે, ભરૂચ અને સુરત જિલ્લામાં બે વર્ષમાં ગાંજો, મેફેડ્રોન, ચરસ, અફીણ, માદક પદાર્થના રો મટીરિયલ, એલ.એસ.ડી, સીરપ, પોસ ડોડા, પેન્ટાઝોસિલ સહિતના અલગ અલગ પ્રકારના ડ્રગ્સ/ નશીલા પદાર્થોનો કરોડો રૂપિયાના મુદ્દામાલનો જથ્થો પકડી પાડવામાં પોલીસ સફળ રહી છે. જેમાં ૩૯૭ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે પકડવામાં બાકી ૧૦૦ આરોપીઓની બાતમીદારો તથા ટેકનિકલ સપોર્ટ આધારે ધરપકડ કરવા માટે તજવીજ ચાલી રહી છે. એટલું જ નહીં, આ આરોપીઓ પૈકી કેટલાક અન્ય રાજ્યોની જેલમાં તો કેટલાક અન્ય દેશોમાં પણ હોય છે, તેમણે લાડવા પણ જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : kubernagar ITI : મેગા ITI કૂબેરનગર ખાતે ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન – તાલીમાર્થીઓ માટે તકનીકી શિક્ષણની નવી ઉપલબ્ધિ

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
chhaava a man tears theater screen during chhatrapati sambhaji maharaj torture scene
મનોરંજન

Chhaava: છાવા માં સંભાજી મહારાજ અને ઔરંગઝેબ નો સીન જોઈ ગુસ્સા માં એક વ્યક્તિએ થિયેટર માં કર્યું એવું કામ કે થયું અધધ આટલું નુકસાન

by Zalak Parikh February 19, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Chhaava: છાવા હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં વિકી કૌશલ એ સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.આ વિડીયો ગુજરાત ના ભરૂચ શહેર ના એક થિયેટર નો છે જ્યાં એક વ્યક્તિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ નો સીન જોઈ ગુસ્સા માં થિયેટર ને નુકસાન પહોંચાડી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Shakira Hospitalized: શકીરા થઇ હોસ્પિટલ માં દાખલ, ખરાબ તબિયત હોવાને કારણે કેન્સલ થયો કોન્સર્ટ, ગાયિકા એ પોસ્ટ શેર કરી આપી માહિતી

છાવા ના સ્ક્રીનિંગ દરમિયાન એક વ્યક્તિ એ સ્ક્રીન ફાડી નાખી 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ફિલ્મમાં ઔરંગઝેબ અને છત્રપતિ સંભાજી મહારાજ વચ્ચે એક દ્રશ્ય હતું, જેમાં ઔરંગઝેબ સંભાજી મહારાજને ત્રાસ આપતા દર્શાવવામાં આવ્યા હતા. આ જોઈને ફિલ્મ જોઈ રહેલા એક વ્યક્તિ ને  ગુસ્સો ગુમાવ્યો અને થિયેટરના સ્ક્રીનને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું.તે સ્ટેજ પર ચઢી ગયો અને અગ્નિશામક વડે સ્ક્રીનને નુકસાન પહોંચાડ્યું. આ પછી તેણે પોતાના હાથથી સ્ક્રીન ફાડી નાખી. આ કૃત્યથી થિયેટરમાં અરાજકતા ફેલાઈ ગઈ અને સ્થાનિક સુરક્ષા કર્મચારીઓ અને મલ્ટિપ્લેક્સ સ્ટાફ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો. 

#Chhaava ફિલ્મના નાઈટ શોમાં એક વ્યક્તિ આવ્યો અને સ્ક્રિનનો પરદો ફાડી નાખ્યો!

ઘટનાઃ blue chip complex, Bharuch#Bharuch #Chhava #VickyKaushal #multiplex #screen #Damage #bluechipcomplex pic.twitter.com/nVMEnDo8Zz

— MG Vimal  – વિમલ પ્રજાપતિ (@mgvimal_12) February 17, 2025


મીડિયા રિપોર્ટ મુજબ આ વિડીયો ગુજરાત ના ભરૂચ શહેર ના આરકે સિનેમા નો છે જ્યાં છાવા નો છેલ્લો શો ચાલી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ દારૂના નશામાં આ ઘટનાને અંજામ આપ્યો.થિયેટરના જનરલ મેનેજરે જણાવ્યું કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ આ કૃત્ય ને કારણે થિયેટરને લગભગ 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત, ઘણા શો પણ રદ કરવા પડ્યા હતા અને તે શો ફરીથી શેડ્યૂલ કરવા પડ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water
રાજ્યલોકસભા ચૂંટણી 2024

Lok Sabha Elections 2024: ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક

by Hiral Meria May 6, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024: લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગવું મહત્વ રહેલું છે. એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે, ત્યારે ભરૂચ ( Bharuch ) જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના ૧૩૬ પુરૂષ અને ૧૧૮ સ્ત્રી મતદારો મળી કુલ ૨૫૪ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એક વાર વિશેષ વ્યવસ્થા કરાશે. જેના કારણે મતદારો ઘરઆંગણે જ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો ‘એવરી વોટ કાઉન્ટસ’- (પ્રત્યેક મતનું આગવું મહત્વ)’નો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા આ પ્રકારના મતદાતાલક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે.  

             વર્ષ ૧૯૫૧-૫૨માં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ૭૦ વર્ષ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો નાવડીમાં સવાર થઈને આલિયાબેટથી ( Aliya Bet ) જમીન માર્ગે ૮૨ કિલોમીટર અને જળમાર્ગે ૧૫ કિમી દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતાં હતાં. ઘણી વાર નદીનું જળસ્તર ઘટી જાય તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને ( voters  ) એસ.ટી.બસમાં લઈ જવામાં આવતા હતા. 

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

              રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટની લંબાઈ ૧૭.૭૦ કિમી અને પહોળાઈ ૪.૮૨ કિમી છે. ૨૨,૦૦૦ હેકટર ક્ષેત્રફળ ધરાવતો આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે, પણ કલાદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલ હોવાથી તે ૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ૬૮-કલાદરા-૦૨ માં આવે છે. ૨૦૨૧ની તાલુકા પંચાયત ચૂંટણીમાં પહેલી વખત મતદાન કેન્દ્ર ( Voting station ) ફાળવાતા ૨૩૦ માંથી ૨૦૪ મતદારોએ મતદાન કર્યું હતું.

            ગત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં બેટવાસીઓ ઘરઆંગણે જ સરળતાથી મતદાન કરી શકે એ માટે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રએ ( Bharuch District Election System ) સૌપ્રથમ વાર આલિયા બેટમાં જ વિશેષ બનાવટવાળા શિપિંગ કન્ટેનરમાં મતદાન બુથ ઉભું કર્યું હતું. જેની નોંધ ભારતીય ચૂંટણી પંચે લીધી હતી અને આ લોકાભિમુખ પ્રયાસની સરાહના કરી હતી. ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયાબેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડીંગ ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં આગામી તા.૭ મી મે ના રોજ મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે. 

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

               ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કુલમાં તબદીલ કરી દેવામાં આવે છે, જેમાં હાલ બેટના ૫૦ જેટલા બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વિજળીથી કન્ટેનરના ટ્યુબલાઈટ અને પંખા ચાલે છે.  

            જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આલિયા બેટ ભરૂચ જિલ્લાનો અંતરિયાળ ટાપુ છે, જેમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીલક્ષી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, અને હજુ પણ જરૂરિયાત મુજબ વિસ્તારિત સુવિધાઓ પૂરી પાડવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. ચૂંટણી પંચના ધ્યેયસૂત્ર ‘No Voter to be left behind’ માંથી પ્રેરણા મેળવીને વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીથી આલિયા બેટમાં જ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કર્યું છે, જેના કારણે મતદારોને દૂર સુધી મત આપવામાં પડતી મુશ્કેલી-અસુવિધાઓ દૂર થઈ છે.    

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૦૬ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

              બેટમાં રહેતા અને જત સમુદાયના અગ્રણી શ્રી મહંમદભાઈ હસન જત જણાવે છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર શિપિંગ કન્ટેનરમાં બુથ ઉભું કરી અમારા ઘરઆંગણે મતદાન માટે આગવી સુવિધા ઉભી કરે છે, જે અભિનંદનીય છે. આ સુવિધા ન હતી ત્યારે મતદાન માટે બોટમાં કલાદરા ગામે જતા એ સમયે સવારે ૧૦.૦૦ વાગ્યા પછી ભરતીના પાણી ઉતરી જતાં બોટ ચાલી શકે તેવી સ્થિતિ રહેતી ન હતી. મત આપીને પાછું આવવું હોય તો સાંજે ૫.૦૦ વાગ્યે ફરી ભરતી આવે તેની રાહ જોવી પડે અથવા ૮૨ કિમી જેટલો ચકરાવો લેવો પડે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા આલિયાબેટના મતદારો માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આલિયાબેટથી હાંસોટ થઈ ભરૂચ અને વાગરા ખાતે મતદારોને લઈ જવામાં આવ્યા હતા.

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

              મતદાર હનીફાબેન અલીભાઈ જત જણાવે છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં અમે સૌએ સાથે મતદાન કર્યું હતું. અમે મહિલાઓ અલ્પશિક્ષિત છીએ. બેટમાં રહેતી મહત્તમ મહિલાઓ અશિક્ષિત છે, છતાં પણ અમે અચૂક મતદાન કરી અમારી દેશ પ્રત્યેની ફરજ નિભાવીએ છીએ. રાજ્ય અને દેશના તમામ મતદારો અને ખાસ કરીને શિક્ષિત મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઈએ. 

કચ્છથી ૩૫૦ વર્ષ પહેલાં ફકીરાણી જત જાતિના લોકો પશુધન સાથે આલિયાબેટ આવી વસ્યા હતા: પશુપાલન એકમાત્ર વ્યવસાય

            બેટમાં વસતા અને કચ્છી ભાતીગળ સંસ્કૃતિ, પહેરવેશ અને ખાનપાનને આજે પણ વળગી રહેલા ૫૦૦ જેટલા ફકીરાણી જત જાતિના લોકો કચ્છથી ૩૫૦ વર્ષ પહેલાં રોજીરોટીની શોધમાં પશુધન સાથે વાગરા તાલુકાના આલિયા બેટ પર આવીને વસ્યા હતા. આલિયાબેટના ૧૩૯ પરિવારોના ૫૦૦ સ્ત્રી-પુરૂષો, બાળકો પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓની પાસે ૧૨૦૦ થી વધુ ભેંસો અને ૬૦૦ ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ તેમની મુખ્ય આજીવિકા છે. હાંસોટ તાલુકામાં દૂધ વેચાણ સહિત શહેરા ડેરીમાં દૂધ જમા કરાવે છે. અગાઉ કાવડમાં દૂધ ભરીને પરિવહન કરતા, ત્યારબાદ સાયકલ, બાઈક અને ટેમ્પો ટ્રાવેલર દ્વારા દૂધને વેચાણ માટે લઈ જવામાં આવે છે.

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

આ સમાચાર પણ વાંચો :  Vaishakh Amavasya 2024: આ વર્ષે ક્યારે છે વૈશાખ અમાવસ્યા…જાણો સ્નાન અને દાનનો શુભ સમય અને શું છે પૌરાણિક મહત્વ..

ચોમાસામાં ૩ થી ૪ મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો 

             સ્થાનિકો ૯ મહિના ખૂબ જ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે, જ્યારે ચોમાસામાં ૩ થી ૪ મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે. એક તરફ નર્મદા નદી અને બીજી તરફ અરબી સમુદ્ર તેમજ ખંભાતનો અખાત એટલે અહીંની જમીન બિનઉપજાઉ છે. ઉબડખાબડ માર્ગે બેટમાં પહોંચી શકાય છે. વર્ષોથી બેટમાં રહેતો મુસ્લિમ જત સમુદાય હજુ પણ પોતાની આગવી સંસ્કૃતિ સાચવીને ટકી રહ્યો છે.

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

Polling station set up in shipping container for voters of Aliabet surrounded by water

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nehru Yuva Kendra Bharuch collected soil for Amrit Kalash Yatra under Meri Mati Mera Desh programme.
રાજ્ય

Bharuch : નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રા માટે માટી એકત્ર કરાઇ

by Akash Rajbhar September 21, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Bharuch : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) 30 જુલાઈના રોજ ‘મન કી બાત’ના એપિસોડમાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય એવા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નાયકોનું સન્માન કરવાનો છે જેમણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરૂચના સ્વયં સેવક યોગેશ વસાવા દ્વારા વાલિયા(valiya) તાલુકાના અલગ અલગ ગામોમાંથી દરેક ઘરે ઘરે ફરીને મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રા માટે માટી એકત્ર કરવામાં આવી. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના દરેક ગામોમાંથી માટી અમૃત કળશમાં એકત્ર કરી તાલુકા કક્ષા તેમજ તાલુકા કક્ષાની દિલ્હી(Delhi) ખાતે આયોજીત થનાર કયક્રમમાં ભારત દેશના દરેક ગામોમાંથી આવેલ માટી દ્વારા અમૃત વાટિકાની(Amrut Vatika) રચના કરવામાં આવશે.

સદર કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર ના ડેપ્યુટી ડાયરેકટર સુબ્રતા ઘોષના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.

દેશની આઝાદીમાં શહીદી વહોરનારા આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશના દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લામાં જે આપણા શહિદો છે, જેઓને દેશના નાગરિકો નથી જાણતા એવા અનસંગ હિરોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Kalash Yatra : નહેરુ યુવા કેન્દ્ર સિલ્વાસા દ્વારા મેરી માટી મેરા દેશ અંતર્ગત કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

September 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ankleshwar turned into a bat, water seeps up to first floor of 15 Hansot Road society
રાજ્ય

Bharuch: અંકલેશ્વર બેટમાં ફેરવાયું, હાંસોટ રોડની 15 સોસાયટીના પહેલા માળ સુધી પાણી ઘૂસ્યા, લોકો છત પર રહેવા મજબૂર, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

by Hiral Meria September 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Bharuch: રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. નર્મદા નદી ( Narmada river ) બે કાંઠે થતા ભરૂચ-અંકલેશ્વરમાં ( Ankleshwar  )  સ્થિતિ વિકટ બની છે. નર્મદાનું જળસ્તર ( water level ) ઐતિહાસિક 41 ફૂટને સ્તરને પાર કરી ગયું છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફૂટ સુધી પહોંચ્યું છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા વાગરા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જો કે, ગુજરાતની ( Gujarat ) જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે.

અંકલેશ્વર બેટમાં ફેરવાયું, ઘરોમાં પાણી ઘૂસ્યા

અંકલેશ્વરની વાત કરીએ તો છેલ્લા 1-2 દિવસથી સતત પડી રહેલા વરસાદના ( Rainfall ) કારણે આખું શહેર બેટમાં ફેરવાયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને છત પર રહેવાની ફરજ પડી છે. અંકલેશ્વરના હાંસોટ રોડ, ભરૂચ – અંક્લેશ્વર માર્ગ, સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાઈ છે. માહિતી મુજબ, અંકલેશ્વરના બોરભાઠા બેટ, છાપરા, કાશિયા, ખાલપિયા અને સરફુદીન ગામમાં પાણી ફરી વળ્યાં છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે.

આ સમાચાર પણ વાંચો : CM Nitish Kumar: ‘હું પત્રકારોના સમર્થનમાં છું’, I.N.D.I.A. ગઠબંધનના 14 ટીવી એન્કર પર પ્રતિબંધના મુદ્દે બોલ્યા સીએમ નીતીશ કુમાર

સોસાયટીમાં પહેલા માળ સુધી પાણી

અંકલેશ્વરના હાંસોટ રોડ ખાતે આવેલી 15 જેટલી સોસાયટીઓમાં મકાનમાં પાણી ઘૂસી જતા લોકોને મકાનની છત પર રહેવા ફરજ પડી છે. સોસાયટીઓના પહેલા માળ સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્ર દ્વારા પણ રાત-દિવસ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચની સ્થિતિ પણ વિકટ બની છે. ભરૂચમાં પણ નર્મદાના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

 

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
23-gates-of-narmada-sardar-sarovar-dam-were-opened-up-to-5-60-meters
રાજ્ય

Narmada Nigam : નર્મદા સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ૫.૬૦ મીટર સુધી ખોલવામાં આવયા..

by Akash Rajbhar September 18, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Narmada Nigam : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં(sardar sarovar dam) પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. ઈન્દીરા સાગર(indira sagar) ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર સુધી ખોલાયા છે અને સીઝનમાં પ્રથમ વાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના ૧૦ દરવાજા બપોરે ૧૨ કલાકે ૧.૪૦ મીટર સુધી ખોલી રિવરબેડ(riverbed) પાવર હાઉસમાંથી કુલ ૧,૪૫,૦૦૦ પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. બપોરે ૧ વાગ્યે ડેમની પાણીની સપાટી ૧૩૬.૩૬ મીટર થઇ છેપાણીની આવક ૯,૧૬,૮૯૫ ક્યુસેક છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૮,૧૧,૩૪૦ ક્યુસેક છે. નદીમાં કુલ પાણીની જાવક ૧,૪૨,૧૬૬ ક્યુસેક છે. છેલ્લા એક કલાકમાં ડેમની સપાટીમાં ૨૫ સે.મી.નો મળી રહ્યો છે. વધારો જોવા ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડેમમાં પાણીની સપાટી જળવાઇ રહે અને પુરની અસરને ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી અને પાણીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ(bharuch) સહિતના નીચાણવાળા વિસ્તારને પુની અસર ન થાય તે માટે સતત વહીવટી તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના પૂર નિયંત્રણ કક્ષ ખાતેથી મુખ્ય ઈજનેરશ્રી કાનુન્શો અને સમગ્ર ઈજનેરી ટીમ સતત મોનીટરીંગ અને દેખરેખ રાખી રહી છે. સરદાર સરોવર ડેમનો પ્રાકૃતિક નઝારો અને ડેમના દરવાજા ખોલાતા આહલાદક વાતાવરણ નજારાને જોવા માટે સહેલાણીઓ અને લોકો પણ પાણીના પ્રવાહને જોઇને આનંદિત બની સેલ્ફી અને પ્રાકૃતિક નજારો પુલકિત બની હોંશથી આનંદ લઇ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ સાવધાની અને સલામતીની પુરતી કાળજી રાખવા માટે સબંધિત વિભાગોને સૂચના આપીને અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : Sharadi Navratri : શારદીય નવરાત્રી ક્યારે છે? ધન પ્રાપ્તિ માટે જાણો ઘટસ્થાપન અને મંત્રનો શુભ સમય!

સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે ૫ ક્લાકે પાણીની સપાટી ૧૩૭.૩૨ મીટર, મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર પાણીની આવક ૧૨,૯૦,૬૮૯ ક્યુસેક છે. સાંજે ૫ કલાકે ૨૩ દરવાજા ૫૬૦ મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ ૯,૪૫,૦૦૦ ક્યુસેકપાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ૧ કલાકમાં પાણીની સપાટીમાં ૨૫-૩૨ સે.મી.નો વધારો નોંધાઇ રહ્યો છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે. ભરૂચ નર્મદા વડોદરા સહિત નીચાણવાળા ગામોના વિસ્તારોને પુસ્તી વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Awarded to Archana Patel who has done Ph.D on Vedic-Puranas Studies in Sanskrit
હું ગુજરાતી

Archana Patel : સંસ્કૃત વિષયમાં વેદો-પુરાણોના અધ્યયન વિષય પર Ph.D કરનાર ભરૂચના અર્ચના પટેલને શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે પદવી એનાયત

by kalpana Verat August 28, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Archana Patel :  ભરૂચના અર્ચના પટેલે સંસ્કૃત વિષય પર ઋગ્વેદના મંડળ છ પર મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ભાષ્યના અધ્યયન  સાથે પી.એચડી કર્યું છે, જેઓને વીર નર્મદ યુનિવર્સિટીના ૫૪મા ખાસ પદવીદાન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે પી.એચડી.ની ડિગ્રી એનાયત થતા તેમને વર્ષોની મહેનતનું પરિણામ પ્રાપ્ત થયું છે. 

સદીઓથી પૌરાણિક ભાષા સંસ્કૃત

ઋગ્વેદના મંડળ છ પર મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ભાષ્ય એક અધ્યયનનું સંશોધન કરીને પી.એચડી પૂર્ણ કર્યાનો આનંદ જ કંઈક અલગ છે એમ અર્ચના પટેલ અનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું. તેમણે આપણા પ્રાચીન વેદો-પુરાણોને પી.એચડી. માટે પસંદ કરી તેનો આનંદ વ્યક્ત કરતા ઉમેર્યું કે, સંસ્કૃત ભાષા એ કોઇ ધર્મ, સંપ્રદાય કે વર્ગ વિશેષની ભાષા નથી. સદીઓથી પૌરાણિક ભાષા સંસ્કૃત સૌની ભાષા બની રહી છે. ભાષા તથા ધર્મને ક્યારેય જોડવા ન જોઈએ. મને ધર્મ ગ્રંથો જાણવાનો રસ હતો, જિજ્ઞાસા હતી, એટલે જ વેદો-પુરાણો પર પીએચડી કર્યું છે. હવે સંસ્કૃત વિષયનું જ્ઞાન આવનાર પેઢીને આપીશ. 

 અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર સહિત અનેક શાસ્ત્રોનું જ્ઞાન 

તેમણે કહ્યું કે, ભરૂચની જે.પી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કોસંબામાં પૂર્ણ કર્યો, ત્યારબાદ સુરતની અઠવાગેટ સ્થિત વાડિયા વિમેન્સ કોલેજમાં એમ. ફિલ પૂર્ણ કર્યું. અને પી.એચડીનો અભ્યાસ વીર નર્મદ યનિવર્સિટી સંલગ્ન કોલેજમા પૂર્ણ કર્યો. હાલ નર્મદ યનિવર્સિટીના સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહી છું. માતા-પિતા સ્વાધ્યાય પરિવારમાં હોવાથી નાનપણથી આધ્યમિક માહોલમાં ઉછેર થયો છે. પી.એચડી અભ્યાસમાં અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર સહિત અનેક શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું છે. આપણી વૈદિક સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને પાશ્ચાત્ય વિકસિત દેશોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરાવવામાં આવે છે. અમેરિકન સ્પેસ રિસર્ચ એજન્સી ‘નાસા’એ પણ માન્યું છે કે, પ્રાચીન કાળમાં જે સંશોધનો થયા છે તેનો ઉલ્લેખ વેદો-પુરાણોમાં છે. 

આ સમાચાર પણ વાંચો : Reliance Industries: મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી કમાન, આકાશ-ઈશાને RIL બોર્ડમાં આપી આ મોટી જવાબદારી, નીતા અંબાણી થયા બહાર..

 વેદો ઋષિમુનિઓને વેદો-પુરાણોનું આત્મજ્ઞાન

અર્ચના પટેલે વધુમાં કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ભારતીય પ્રજાને ભારતની ઉત્કૃષ્ટ વૈદિક સંસ્કૃતિ અને સભ્યતાના ગૌરવપૂર્ણ વારસાનું દર્શન કરાવ્યું છે. તેમણે સ્વદેશ, સ્વભાષા, સ્વધર્મ, સ્વરાજ માટે જનજાગૃતિના નિર્માણનું કાર્ય કર્યું હતું. દયાનંદજીની સમગ્ર વિચારસરણીનો મૂળ આધાર વેદ છે. વેદ ઉપરાંત તેઓ ષડદર્શન, ઉપનિષદો, મનુસ્મૃતિને ઉજાગર કર્યા હતા. પ્રાચીનકાળમાં વેદો ઋષિમુનિઓને વેદો-પુરાણોનું આત્મજ્ઞાન હતું. એ સમયે વેદોમાં બ્રાહ્મણ જ ભણી શકતા હતા. પરંતુ દયાનંદ સરસ્વતીએ ભાષ્ય દ્વારા માણસ માત્ર માટે ગ્રંથ છે અને પ્રત્યેક વ્યક્તિ માટે અધ્યયન ઉપલબ્ધ કરાવ્યું છે. નાનપણથી જ સંસ્કૃત વિષય પ્રત્યે તેમને લગાવ હતો. પુરાણોમા નિર્દેશિત શિક્ષણ પધ્ધતિ વિષય પર તેમણે ગહન અભ્યાસ કર્યો હતો.

August 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Farmers of Valiya taluk of Bharuch district are cultivating soybeans in monsoon season
હું ગુજરાતી

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ખેડૂતે ચોમાસાની સીઝનમાં થતા સોયાબીનની ખેતી ઉનાળાની સિઝનમાં કરી ઓછા ખર્ચે મબલક આવક મેળવી રહ્યા છે.

by Akash Rajbhar April 20, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

ખેડૂતે ચોમાસાની સિઝનમાં થતી સોયાબીનની ખેતી ઉનાળામાં કરી

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ખેડૂતે ચોમાસાની સીઝનમાં થતા સોયાબીનની ખેતી ઉનાળાની સિઝનમાં કરી ઓછા ખર્ચે મબલક આવક મેળવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ખેડૂત દિપકકુમાર કંચનલાલ મોદી છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત પોતે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. ખેડૂત સોયાબીન, શેરડી સહિતની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. જો કે હાલ તેઓએ ધોમધખતા ઉનાળાની ઋતુમાં ચોમાસામાં થતા સોયાબીનની ખેતી કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા છે.
દિપકકુમાર કંચનલાલ મોદીએ અભ્યાસમાં બીબીએ કર્યું છે. ખેડૂતે ફૂલે સંગમ 726 એટલે કે KBS 726 પ્રકારના સોયાબીનની ખેતી કરી છે. સમાન્ય રીતે ગુજરાતમાં મળતા સોયાબીન કરતાં આ પ્રકારના સોયાબીનનો દાણો મોટો હોય છે.
આ પ્રકારના સોયાબીનની ખેતી મુખ્યત્વે ચોમાસાની સિઝનમાં કરવામાં આવે છે. ચોમાસામાં સિંગોની સંખ્યા પણ વધુ હોય છે. જો કે ખેડૂતે ઉનાળાની સિઝનમાં 3 વિંઘા જમીનમાં આ સોયાબીનની ખેતી કરી છે.
આ સમાચાર પણ વાંચો: તમે સ્વિમિંગ પુલમાં અનેક ડાઈવ જોઈ હશે, પરંતુ આટલી ઊંચી નહીં. વિડીયો વાયરલ થયો.
ઉત્પાદન 700 કિલોગ્રામ એટલે કે 14 થી 15 મણ થવાની આશા સેવી
ખેડૂત દિપક મોદીએ મહારાષ્ટ્રથી બિયારણ મંગાવ્યું છે. ખેડૂતે 25 કિલો બિયારણનું વાવેતર કર્યુ છે. જેનું ઉત્પાદન 700 કિલો એટલે કે 14 થી 15 મણ થવાની ખેડૂતે આશા સેવી છે. જોકે ચોમાસાની સિઝનમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે.
ખેડૂત સોયાબીનની ખેતીમાં છાણિયું ખાતર, બાયો સ્લરી, બકરીઓની લીંડી, ઘેટાની લીંડી, મરઘાનું ચરક, સુગર ફેકટરીનું પ્રેશમળનો ઉપયોગ ખાતર તરીકે કર્યો છે. ખેડૂત ઓરિજિનલ વેસ્ટ ડીકમ્પોજર (OWDC)બેક્ટેરિયાનો 3 હજાર લિટર છંટકાવ કરે છે. ડો.કિશન ચંદ્રાએ આ પ્રોડક્ટ બનાવી છે. ખેડૂત તેનો પાકમાં છંટકાવ કરે છે. જેના પરિણામ પણ ખૂબ સારા મળે છે.
ખેડૂતે સોયાબીનની ખેતીમાં મજૂરી ખર્ચ, બિયારણ સહિત 10 હજારનો ખર્ચ કર્યો છે. ખેડૂત પાકને 10 થી 12 વાર પાણી આપે છે. સોયાબીનને સીધો તડકો ન આવવા દેવો જોઈએ. સોયાબીનના 1 ક્વિન્ટલના રૂ. 6000 થી 6500 ભાવ છે. તેનો માર્કેટમાં 150 રૂપિયા ભાવ છે. જો કે ખેડૂત અન્ય ખેડૂતોને બિયારણ માટે રૂ.100ના ભાવે આપે છે. ખેડૂત 10 હજારના ખર્ચે 50 હજારની આવક મેળવે છે.
April 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
electric fish found in gujarat
પ્રકૃતિ

ભરૂચ ના માછીમારો માટે ગંભીર સમસ્યા, પ્રથમવાર ગુજરાતના દક્ષિણ કાંઠે વિદ્યુત માછલીઓ શોધી કાઢાઇ

by kalpana Verat January 18, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ભરૂચ જિલ્લાના માછીમારો માટે આવનાર દિવસોમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેનું એકમાત્ર કારણ છે વિદ્યુત માછલી.

ગુજરાતના દરિયા કાંઠામાં વિસ્તારમાં સૌપ્રથમવાર કાસ્થિમમસ્ત્ય વર્ગને વિધુત માછલી મળી આવી છે. દક્ષિણ આફ્રિકાની જાપાન હિન્દુસ્તાન સુધી કુશળ કટિબંધનીય ઈન્ડો વેસ્ટ પેસેફિક રીઝલ્ટ માં મળી વિદ્યુત માછલી જ્યુરોલોજીસ્ટ વિભાગના રિસરર્જમાં મળી છે.

ભરૂચ જિલ્લાના દરિયા સહિત ગુજરાતમાં 1600 કિલો મીટરનો દરીયો કિનારો છે ભારતમાં સૌથી વધુ ચિત્રો દરિયા કિનારો 1,84,000 કિલોમીટર ધરાવે છે. ભૂમિ વિસ્તાર પછી તરત જ શરૂ થતો નો ભાગ એટલે કે અખંડ ઢોળાવ પ્રમાણ માં ઓછો હોય છે અને તે 180-અઢીસો મીટર ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે.

 આ સમાચાર પણ વાંચો:  ઈશાન મુંબઈ માટે સારા સમાચાર, હવે સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડાશે. જાણો મહત્વકાંક્ષી યોજના વિશે

એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં જીયોલોજીસ્ટ વિભાગના અધ્યાપક ડોક્ટર પીસી મોકડીયા ના ગાઈડસન્સમા પીએચડી ના વિદ્યાર્થીઓ ધવલ પટેલ સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા પર હાથ ધરવામાં આવેલા રિસર્ચ દરમિયાન કાસ્થિમત્સ્ય વર્ગની વિદ્યુત માછલી મળી હતી.

રિસર્ચ વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે ફિલ્ડ વર્ક દરમિયાન સુચનાપાઠા ગીર સોમનાથના દરિયાઈ કાંઠેથી મળી આવી હતી. જે ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠા ના વિસ્તારમાં સૌપ્રથમવાર મળી આવી છે વિશ્વમાં આ માછલી દક્ષિણ આફ્રિકાથી જાપાન ઇન્ડોનેશિયા સુધી શ્રમશિતોસણ અને ઉષ્ણકટિબંધીય ઈન્ડો વેસ્ટ પેસેફિક ના નિવાસસ્થાનમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે મોરે આવેલી વિદ્યુત માછલી પણ ટોલ ફીસ ના કારણે જ બહાર આવી છે.

 આ સમાચાર પણ વાંચો: આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મુંબઈ ખાતેનો કાર્યક્રમ. તમારો ટ્રાવેલિંગનો ટાઈમ આ પ્રમાણે સેટ કરી નાખો.. નહીં તો ટ્રાફિક જામમાં ફસાશો.

January 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક