• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bhatsa dam
Tag:

bhatsa dam

Mumbai Water cut Mumbai to face 15 water supply cut today, announces BMC. Here's why
મુંબઈMain PostTop Post

Mumbai Water cut : આજે મુંબઈમાં 15 ટકા પાણી કાપ! પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા પાલિકા ની અપીલ..

by kalpana Verat March 19, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Water cut : મુંબઈગરાઓ, આજે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરજો. કારણ કે એક દિવસના પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે પીસે ડેમના પાણીના સ્તરમાં ઘટાડો થયો હોવાથી, 19 માર્ચ, 2024 ના રોજ પાણી પુરવઠામાં 15 ટકાનો ઘટાડો થશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

શનિવાર, 16 માર્ચ, 2024 ના રોજ, પીસે માં ડેમના દરવાજા પરના 32 રબર બ્લેડરમાંથી એક અચાનક ફેલ થઈ ગયું અને પાણી લીક થવા લાગ્યું. ઉપરોક્ત લીકેજના સમારકામ માટે, ભાતસા ડેમમાંથી પુરવઠાને નિયંત્રિત કરવા માટે પીસેમાં પાણીનું સ્તર 31 મીટર સુધી નીચે લાવવાની જરૂર હતી. 

પાણીનું સ્તર પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવાર 18 માર્ચ 2024ના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી યુદ્ધના ધોરણે રબર બ્લેડર રિપેર કરવાનું કામ પૂર્ણ કર્યું. ભાતસા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ ડેમના પાણીના સ્તરને પુનઃપ્રાપ્ત થવામાં સમય લાગશે, તેથી 19 માર્ચ મંગળવારના રોજ એક દિવસ માટે સમગ્ર મુંબઈ મહાનગરના પાણી પુરવઠામાં 15 ટકા પાણી કાપ મૂકવામાં આવશે. ભાતસા ડેમમાંથી છોડવામાં આવતું પાણી પીસે ખાતે ડેમ બનાવીને બનાવેલા જળાશયમાં સંગ્રહિત થાય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંજરાપુર ખાતેના જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ કર્યા બાદ યેવાઈ ખાતેના મહાસંતુલન જળાશય દ્વારા મુંબઈકરોને આ પાણી પૂરું પાડવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૯ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

રબર બ્લેડરમાં અચાનક નિષ્ફળતા આવી.

મહત્વનું છે કે ગત 16 માર્ચ 2024 ના રોજ પીસ બંધના ગેટમાં રબર બ્લેડરમાંથી અચાનક નિષ્ફળતા આવી. તેમાંથી પાણી લીક થયું. ડેમમાં પાણીની સપાટી 31 મીટરે પહોંચ્યા બાદ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિકેનીકલ વાલ્વ રિપેરનું કામ સોમવાર, 18 માર્ચ, 2024ના રોજ સવારે 8:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી પૂર્ણ થયું.

ભાતસા ડેમમાંથી પીસે ડેમમાં પાણી છોડવામાં આવ્યું 

ભાતસા ડેમમાંથી પીસે ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. જોકે, ડેમથી ડેમનું અંતર 48 કિલોમીટર જેટલું છે. જેના કારણે પીસ ડેમમાં પાણીની સપાટી વધતા હજુ સમય લાગશે. જ્યાં સુધી ડેમનું પાણીનું સ્તર પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી એટલે કે મંગળવાર, 19 માર્ચ, 2024ના રોજ એટલે કે એક દિવસ માટે પાણી પુરવઠામાં 15 ટકાનો ઘટાડો થશે. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પાણીનો સંયમપૂર્વક અને સંયમપૂર્વક ઉપયોગ કરે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસનને સહકાર આપે.

March 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ પરથી પાણી સંકટ ટળી ગયું- પરંતુ હવે નવું સંકટ-ભાતસાની આસપાસના વિસ્તારમાં એલર્ટ-જાણો શું છે મામલો

by Dr. Mayur Parikh July 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈને પાણી પુરવઠો(Water supply) કરનારા જળાશયોમાં(reservoirs) 88.50 ટકા પાણીનો સ્ટોક(Water stock) થઈ ગયો છે. રાજ્યના અમુક વિસ્તારમાં હજી પણ વરસાદ(rainfall) પડી રહ્યો છે, તેને કારણે ભાતસા બંધમાં(Bhatsa dam) પાણીનું સ્તર(Water level) વધી ગયું છે. તેથી બુધવારે બંધમાંથી પાણી છોડવામાં આવવાનું છે. તેથી ભાતસા બંધની નજીક આવેલા થાણે જિલ્લાના(Thane District) શાહપૂર(Shahpur) અને મુરબાડ(Murbad) તાલુકાના ગામ માટે એલર્ટ(Alert) જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈને પ્રતિદિન 3,850 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે, તેમાંથી 50 ટકા પાણીપુરવઠો ભાતસા બંધમાથી કરવામા આવે છે. મુંબઈને પાણી પૂરું પાડનારા તમામ જળાશયોમાં રાજ્ય સરકારની(State govt) માલિકીનો ભાતસા બંધ સૌથી મોટો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોસ્ટલ રોડ માટે ટેટ્રાપોડ હટાવવું ભારે પડ્યું- મરીન લાઈન્સની આ ઈમારતમાં આવી રહી છે ધ્રુજારી- રહેવાસીઓએ BMCને લખ્યો પત્ર

હાલ રાજ્યના અનેક જિલ્લામાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. તેથી ભાતસામાં પાણીની આવક(Water revenue) સતત વધી રહી છે. બંધના કેચમેન્ટ એરિયમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. તેથી બંધના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંધના દરવાજા ખોલવામાં આવે તો પાણીને કારણે બંધની નજીક  આવેલા ગામમાં પૂરનું સંકટ છે. તેથી પ્રશાસને આજુબાજુના ગામ માટે ચેતવણી જાહેર કરી છે.

આ દરમિયાન મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં 88.50 ટકા  પાણીનો સ્ટોક(Water stock) થઈ ગયો છે. 2021ની સાલમાં આ જ સમયે જળાશયોમાં 33.22 ટકા પાણી હતું. તો 2020ની સાલમાં જળાશયોમાં  27.47 ટકા પાણી હતું.

મુંબઈને આખું વર્ષ પાણીકાપ(Watercut) વગર પાણી પુરવઠો કરવા માટે પહેલી ઓક્ટોબરના જળાશયમાં 14.47 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો જરૂરી છે. હાલ જળાશયોમાં 12,80,863 મિલિયન લિટર જેટલું  પાણી છે.
 

July 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લો બોલો!! આજે પણ મુંબઈમાં પાણી પુરવઠાને થશે અસરઃ પાવર ફેલ્યરની અસર પાણી પુરવઠાને થઈ. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને મંગળવારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કલાકો સુધી વીજળી(Electricity) તો ગુલ હતી જ પણ મુંબઈના(Mumbai) અનેક વિસ્તારમાં પાણી પુરવઠો(Water shortage) પણ ખંડિત થઈ ગયો હતો. આજે પણ મુંબઈના અનેક વિસ્તારમાં થનારા પાણી પુરવઠાને અસર થશે એવો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) કર્યો છે.

પડઘામાં વીજ ઉપકેન્દ્રમાં ખામી સર્જાતા મુંબઈના અનેક વિસ્તારમાં વીજળી ગુલ(Power outage) થઈ હતી. તેની અસર મુંબઈના ભાંડુપ(Bhandup) અને પીસે પાંજરાપોળમાંથી શહેરને થતા પાણી-પુરવઠાને પણ અસર થઈ હતી. 

ભાતસા ડૅમમાંથી(bhatsa dam) પાણી લાવવાની કામગીરી છ કલાક સુધી બંધ રહી હતી. પરિણામે આ ખાધને પૂરી કરવા માટે આજનો દિવસ પણ જશે. તેથી આજે પણ શહેરીજનોને પાણીની તંગીનો સામનો કરવો પડવાનો છે. 

આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! હવે બેસ્ટની ટિકિટ પણ મોબાઈલ ઍપ પર એડવાન્સમાં બુક કરી શકાશે. જાણો વિગતે.

ભિવંડીના(Bhiwandi) પડઘામાં સબ-સ્ટેશન(Substation) ટ્રિપ થવાને કારણે મંગળવારે સવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન(Mumbai metropolitan region) હેઠળ આવતા વિસ્તારોમાં વીજપુરવઠા પર અસર થઈ હતી. વીજપુરવઠો સવારે ૧૦.૧૫થી ૧૧.૩૦ દરમ્યાન તબક્કાવાર શરૂ કરાયો હતો, પરંતુ એના કારણે ભાતસા ડૅમમાંથી લાવવામાં આવતા પાણી-પુરવઠા પર અસર પડી હતી. આ ડૅમ શહેરને ૬૦ ટકા પાણી-પુરવઠો પૂરો પાડે છે. 

પાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર ડિપાર્ટમેન્ટના ચીફ સંજય આર્તેના કહેવા મુજબ ‘પાવર ફેલ્યરને લીધે ડૅમમાંથી પાણી ખેંચવાના તેમ જ ભાંડુપમાં પાણી શુદ્ધીકરણની પ્રક્રિયા પર છ કલાક સુધી અસર પડી હતી. આ ખાધ પૂરી કરવા માટે ૨૪ કલાકનો સમય લાગશે. આ જ કારણસર આજે મુંબઈગરાઓએ પાણીકાપનો સામનો કરવો પડશે.’
 

April 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
water will not come in many parts of Mumbai today
મુંબઈ

મુંબઈમાં 15 ટકા પાણી કાપ લંબાઈ જશે, મહિના બાદ પણ ભાતસાબંધમાં સમારકામના ઠેકાણા નહીં; જાણો વિગતે…

by Dr. Mayur Parikh March 12, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુંબઈને પાણી પુરવઠો કરનારા ભાતસા બંધમાં વીજ ઉત્પાદન કેન્દ્રમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે હાલ સત્તાવાર રીતે 15 ટકા પાણી કાપ મુકવામાં આવ્યો છે. જોકે મોટાભાગના મુંબઈના વિસ્તારો 50થી 60 ટકા પાણીકાપ નો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો આવી રહી છે. ત્યારે ભાતસા બંધમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને લગભગ મહિનો થવા આવ્યો છતાં હજી સમારકામના ઠેકાણા નથી. તેથી મુંબઈગરાને ઉનાળામાં પાણીકાપ નો સામનો કરવો પડવાનો છે.

મુંબઈમાં ગયા વર્ષે ચોમાસુ સારું જવાથી તમામ જળાશયો છલકાઈ ગયા હતા. મુંબઈને પાણી કાપ વગર જુલાઈ સુધી પાણી પૂરું પાડી શકાય એટલો પાણીનો સ્ટોક સાતેય જળાશયમાં છે. છતાં છેલ્લા એક મહિનાથી મુંબઈગરા પાણીની અછત અનુભવી રહ્યા છે.

મુંબઈને લગભગ 50 ટકા પાણી પૂરું પાડનારા ભાતસા બંધમાં આવેલા વીજ ઉત્પાદન કેન્દ્રમાં મહિના પહેલા પાણી ઘુસી ગયા હતા. તેને કારણે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને પાણી પુરવઠાને ફટકો પડયો હતો. પાલિકે 15 ટકા કાપ મુકી દીધો હતો. તેની સામે વૈતરણા માંથી 200 મિલી મીટર વધારાનું પાણી ઉંચકવાની હતી. જોકે  હજી સુધી ના તો ભાતસામાં સમારકામના કોઈ ઠેકાણા છે, ન તો વૈતરણા માંથી વધારાનું પાણી ઉચેલવાનું ચાલુ કરવામાં આવ્યું.

આ સમાચાર પણ વાંચો : વાહ! દક્ષિણ મુંબઈના આ ખૂણા સુધી હવે મેટ્રો રેલ -3ને લંબાવવા આવશે, બજેટમાં ડેપ્યુટી સીએમે કરી જાહેરાત. જાણો વિગતે

તેને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારમાં 15 નહીં પણ 50થી 60 ટકા જેટલો પાણીકાપ હોવાની મોટાભાગના વિસ્તારમાં ફરિયાદ આવી છે. તેમાં પણ દક્ષિણ મુંબઈના છેવાડા વિસ્તાર સહિત ઊંચાઈ પર આવેલા, ડુંગરાળ વિસ્તારમાં પાણીની ભયંકર અછત સર્જાઈ છે. ખાસ કરીને મલાડ, માલવણી, કુર્લા, કાંદીવલી, સાકીનાકા, ઘાટકોપર, ભાંડુપ, વિક્રોલી, મુલુંડ, વાશી નાકા અને ચેમ્બુર વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થઈ રહ્યો છે. 

પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ સમારકામમાં હજી થોડો સમય લાગવાનો છે. આ દરમિયાન પાલિકાની મુદત પૂરી થઈ જતા નગરસેવકોની ટર્મ પૂરી થઈ જતા તેઓની ફરિયાદ પણ પ્રશાસન હવે કાને ધરતી ન હોવાનું મોટાભાગના નગરસેવકોનું કહેવું છે.

March 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો.. શહેરમાં આ કારણે પાણી કાપ લંબાઈ જશે.. જાણો વિગત

by Dr. Mayur Parikh March 7, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 07 માર્ચ, 2022,

સોમવાર, 

ભાતસા વીજ ઉત્પાદન કેન્દ્ર માં ગયા અઠવાડિયે સર્જાયેલી ટેક્નિકલ ખામીનું સમારકામ હજી પૂરું થયું નથી. તેથી હજી થોડા દિવસ મુંબઈગરાએ પાણીકાપનો સામનો કરવો પડવાનો છે. હજી તો ઉનાળાનું આગમન જ થયું છે અને મુંબઈના નાગરિકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસમાં પાણીની સમસ્યા ગંભીર બની શકે છે એવી ચેતવણી તાજેતરમાં જ નગરસેવકોએ આપી હતી.

 મુંબઈમાં ગયા રવિવારે ભાતસા બંધ પાસે આવેલા વીજ ઉત્પાદન કેન્દ્રમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી મશીનરીમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. સમારકામમાં લાંબો સમય જવાનો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને ગયા અઠવાડિયામાં જ મુંબઈમાં 15 ટકા પાણી કાપ મૂકી દીધો હતો. જોકે નગરસેવકોએ આ પાણી કાપ 15 ટકા નહીં પણ મોટાભાગના વિસ્તારમાં 40 ટકા જેટલી હોવાની ફરિયાદ પ્રશાસનને કરી હતી.

મુંબઈગરાઓને ગરમીથી મળશે રાહત… મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આ તારીખ સુધી પડી શકે છે છૂટોછવાયો વરસાદ..

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને લગભગ 50 ટકા પાણી રાજ્ય સરકાર અખત્યાર હેઠળના ભાતસા બંધમાંથી ઉપલબ્ધ કરવામાં આવે છે. અચાનક સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે 15 ટકા પાણી કાપ તો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ આ સમારકામ લાંબો સમય ચાલે એવી શક્યતા છે. તેથી પાણી પૂરર્વત થવાને હજી થોડા સમય લાગી શકે છે. 

આ દરમિયાન પાલિકાએ વૈતરણામાંથી વધારાનું પાણી લેવાનું ચાલુ કરી દીધું છે. જોકે તેમાંથી માત્ર 700 એમએલડી (મિલિયન લિટર પર ડે) પાણી મળી રહ્યું છે. તેની સામે બઈને દરરોજ 3850 એમએલડી  જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે, તેમાંથી મોટા ભાગનું પાણી ભાતસા બંધમાંથી મળતું હોવાથી વૈતરણામાંથી મળતું પાણી અપૂરતું છે. તેથી જયાં સુધી સમારકામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મુંબઈગરાને ઓછું પાણી જ મળવાનું છે અને તે પણ હજી થોડા દિવસ આ હાલાકીનો સામનો કરવો પડવાનો છે.

March 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈગરાઓ પાણી સંભાળીને વાપરજો, શહેરના આ ડેમમાં ટેકનિકલ સર્જાતા આટલા ટકા પાણી કાપ રહેશે… 

by Dr. Mayur Parikh March 2, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02 માર્ચ 2022           

બુધવાર 

મુંબઈને પાણી સપ્લાય કરતા ભાતસા ડેમના દરવાજામાં ટેકનિકલ ભંગાણ સર્જાયું છે.

આ કારણે પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગશે.  

પરિણામે જ્યાં સુધી પાવર સ્ટેશનની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી 15 ટકા પાણી કાપ અમલમાં રહેશે.

27મી ફેબ્રુઆરી 2022ના રોજ ભાતસા ડેમ ખાતે 15 મેગાવોટ પાવર પ્લાન્ટમાં મોટી ટેકનિકલ સમસ્યા ઊભી થઈ છે. જેના કારણે મુંબઈના પાણી પુરવઠા પર અસર પડી છે.  

ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર માટે મહારાષ્ટ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળના ભાતસા ડેમમાંથી દરરોજ લગભગ 2000 મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. 

 

March 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક